________________
૧. જીવનરેખા , ગુણે પર ઠેકઠેકાણે ભાર મૂકી શકયા છે, તે ન મૂકી શક્યા હતા, અને તે વિષે કેને તેનું મહત્ત્વ પણ ન બતાવી શક્યા હતા, કારણ કે જેની પાસે જે ન હોય તે, તે કયાંથી આપી શકે ? શ્રીમમાં જે કષાયની ઉપશાંતતા, ભવભીરુપણું, પ્રાણદયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, મેહક્ષય, સંસારમાં નીરાગીપણું આદિ ગુણે ન હોત તો તેઓ વૈરાગ્યસભર જીવન જીવી શક્યા ન હતા. અને તેમના વૈરાગ્યસભર જીવનના તો પૂ. ગાંધીજી આદિ અનેક વ્યક્તિઓ સાક્ષી છે.
આ બધી વાતો થઈ તેમના જીવન અને સાહિત્ય પરત્વેની, પણ શાસ્ત્રમાં સમ્યગ્દર્શનનાં અને મિથ્યાત્વનાં જે લક્ષણે આપ્યાં છે, તે અનુસાર પણ શ્રીમદ્દનું વર્તન તપાસીએ તે જણાશે કે તેમનામાં સમ્યગ્દર્શનીને અર્થાત્ સમ્યજ્ઞાનીને સંભવતાં બધાં લક્ષણો હતાં, અને મિથ્યાત્વને સંભવતા પ્રત્યેક લક્ષણને તેમનામાં લોપ થયો હતો. આપણે તે દૃષ્ટિએ વિચાર કરીએ.
શાસ્ત્રમાં સમકાતિનાં પાંચ લક્ષણે આ રીતે બતાવ્યાં છેઃ શમ, સવેગ, નિવેદ, આસ્થા અને અનુકંપા. તે લક્ષણોને શ્રીમદ્ “ આત્મસિદ્ધિની નીચેની ગાથામાં વર્ણવેલાં જણાશે –
કષાયની ઉપશાંતતા, માત્ર મિક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ.” ૩૮ , - સમકિતનું પહેલું લક્ષણ તે શમ, ત્યાંથી શરૂ કરી બધાં લક્ષણે શ્રીમદ્દમાં હતાં કે કેમ તે વિશે આપણે જોઈએ. શમ એટલે અનંતાનુબંધી કષાયની શાંતિ થવી તે, જે ઉપરની ગાથામાં કષાયની ઉપશાંતતા” એ શબ્દોમાં બતાવાયેલ છે. કષાય ચાર છે ? ક્રોધ, માન, માયાં અને લેભે. આ ચારે કષાય શ્રીમદ્દમાં શાંત થઈ ગયા હતા. બાળવયથી જ તેમનામાં કેંદ્ધ ન હતો. તેમને હંમેશાં સર્વેએ પ્રસન્નચિત્ત અને શાંત જ જોયા હતા. ગમે તેવા પ્રસંગ આવે છતાં તેમના ચિત્તની શાંતિ જરા પણ ચલાયમાન થતી નહોતી, તેમ તેમના પરિચિતે જણાવે છે.
માનભાવ પણ તેમનામાંથી લુપ્ત થઈ ગયો હતો. તિષ, અવધાન, કવિત્વ આદિના પ્રયોગથી મળતાં કીતિ અને ધન એકાએક ઓગણીસ વર્ષની વયે છોડી દેવાં, તે તે જેનામાં માન મહદ અંશે લુપ્ત થયું હોય તે જ કરી શકે. તેઓ સિદ્ધિ, લબ્ધિ આદિથી પણ માનભાવ પામ્યા હતા અને તે બધાથી અલિપ્ત રહી શક્યા હતા. વળી, તેમનાં કઈ વખાણ કરતું, તેમને માન આપતું, તે તેઓ તેને તેમ કરવા ન દેતા. પોતે પ્રસિદ્ધિથી તે હમેશાં દૂર રહેવા જ ઈચ્છતા, અને પિતા વિશે કોઈને ન જણાવવાની વિનંતી કરતા પત્રો ભાગભાઈ, અંબાલાલભાઈ આદિ ઉપર લખ્યા છે, જે જ શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાં પ્રસિદ્ધ પણ થયા છે,૧૧૭ જે માનભાવ ગલિત થયા વિના બનવું અશકય છે. શ્રીમદૂમાં “હું”પણું તે સાવ જ ગળી ગયું હતું. તેઓ “અમે” શબ્દને બહુ વિશિષ્ટ ૧૧. “ શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧માં આંક ૨૦૬, ૧૯૨, ૨૧૨ વગેરેમાં પોતાની
પ્રસિદ્ધિ ન કરવા શ્રીમદ્દે લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org