________________
६२
શ્રીમદની જનસિદ્ધિ પરિણમી શક્યો ન હતો. તે વખતે સાચું સમજનાર પુરુષ આંગળીને વેઢે ગણાય તેટલા પણ માંડ હતા. લોકોની આવી સ્થિતિ જોઈ, તેમને સાચું સમજાવવાનો પ્રયત્ન શ્રીમદે કર્યો. તેમણે એકાંતે જ્ઞાન અને ક્રિયાને નિષેધ કરી ભક્તિનું માહાભ્ય સ્થાપન કર્યું, અને જે કંઈ ફળ છે તે ભાવથી જ છે એમ પ્રતિપાદન કર્યું. ભાવ વિનાની – આત્માર્થ વિનાની – કઈ પણ ક્રિયાનું ફળ આત્માથે નથી, તે તેમણે પત્રે પત્ર, કાવ્ય કાવ્ય સ્પષ્ટ કર્યું છે. જુઓ -
“નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નેય નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવાં સોય. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ,
એકાંતે વ્યવહાર નહિ, બંને સાથે રહેલ.”૮૪ આ જ કારણથી તેમણે ભક્તિમાર્ગની શ્રેષ્ઠતા બતાવી હતી. ભક્તિમાં સર્વસમપર્ણભાવ હેવાથી જીવનાં અહં મમત્વ આદિ ઘટી જાય છે અને તત્વનું અંતરંગ પરિણમન થાય છે. ભક્તિને મહિમા બતાવતાં નીચેનાં વચને તેમની આંતરિક સૂઝ વ્યક્ત કરે છે –
ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારે દઢ નિશ્ચય છે કે ભકિત એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણવારમાં મક્ષ કરી દે તેવો પદાર્થ છે.”૮૫
ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યા જવાય, અન્ય વિકલ્પ મટે. આ એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.”૮૬
આમ એકાંતે જ્ઞાન અને ક્રિયાને નિષેધ કરી ભક્તિનું માહાસ્ય સ્થાપવું તે શ્રીમદનું ક્રાંતિકારી પગલું જ ગણાય.
શ્રીમદ્ સદગુરુ અને જ્ઞાનીને જે મહિમા ગાયો છે તે તેમના જમાનાને જોતાં આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાંતિકારી પગલું જ ગણાય. તેમણે બતાવેલ મહિમા એ જમાનામાં, કે શું આ જમાનામાં, ભાગ્યે જ કોઈ સમજે છે. તે મહિમા માટે નીચેનાં વચને જુઓ :–
બીજુ કંઈ શેધ મા. માત્ર એક પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જે મોક્ષ ન મળે તે મારી પાસેથી લેજે!”૮૭
પુરુષમાં કેવી અનન્ય શ્રદ્ધા ! ૮૪. “આત્મસિદ્ધિશાસ્ત્ર”, ગાથા ૧૩૧, ૧૩૨. ૮૫. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, ૧, પત્રાંક ૨૦૧, પૃ. ૨૬૪. ૮૬. એજન, પૃ. ૮૭૭. ૮૭. “શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧. પૃ. ૧૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org