________________
૧. જીવનરેખા લેવાયેલા ત્રણ ફેટા મળે છે. વિ. સં. ૧૯૪૮ના એક ફેટા સિવાયના ત્રણે ફેટામાં તેઓ ઉપરના જ પહેરવેશમાં બાજુના ટેબલ પર હાથ રાખીને ખુરશીમાં બેઠા છે. વિશેષમાં તેમણે ખેસને ઉપયોગ કર્યો છે. શરીર પહેલાં જેવું જ ભરાવદાર છે તથા મુખ પર એ જ વૈરાગ્યની છાપ છે. વળી, દુનિયાનું જાણપણું વધ્યાની છાપ, અનુભવીપણું, વધુ પઢતા પણ અહીં જોવા મળે છે. તેમની પાઘડી બાંધવાની રીતમાં પણ ફેર થયે જણાય છે. આ ફેટા તેઓ વેપારકાર્યમાં હતા તે સમયના છે. વિ. સં. ૧૯૪૮ન મળતે ત્રીજો ફેટે આ બધાથી ઘણું જુદા પ્રકાર છે. તેમાં શ્રીમદ્દે અડધી બાંયનું પહેરણ તથા પોતડી પહેરેલ છે, અને કેઈ આસન પર તેઓ વિચારમગ્ન સ્થિતિમાં પદ્માસન વાળીને બેઠા છે. બધું છોડીને આત્મામાં મગ્ન થવાના ભાવ, ત્યાગીની મુદ્રા તેમાં અંકિત થયેલી છે.
આ જ અરસામાં ગાંધીજી શ્રીમદ્દના સમાગમમાં આવ્યા હતા. તેમણે એ વખતે શ્રીમદની રહેણીકરણી, પહેરવેશ, વર્તન, વાણી, ઈત્યાદિનું બારીક અવલોકન કર્યું હતું. તે અવલોકનનું વર્ણન કરતાં ગાંધીજીએ લખ્યું છે કે –
ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હોય જ. કોઈ વખત આ જગતના કેઈ પણ વૈભવને વિશે તેમને મેહ થયો હોય એમ મેં નથી જોયું.ભેજનમાં જે મળે તેથી સંતુષ્ટ રહેતા. પહેરવેશ સાઇ, પહેરણ, અંગરખું, ખેસ, ગરભસૂતરે ફે ટે ને ધોતી. એ કંઈ બહુ સાફ કે ઈબંધ રહેતા એમ મને સ્મરણ નથી. ભેયે બેસવું, ખુરશીમાં બેસવું બંને સરખાં હતાં. સામાન્ય રીતે પોતાની દુકાનમાં ગાદીએ બેસતા.”
તેમની ચાલ ધીમી હતી, અને જેનાર સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં પ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો, અત્યંત તેજસ્વી, વિહવળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગળાકાર, હોઠ પાતળા, નાક અણદાર પણ નહિ, ચપટું પણ નહિ, શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંતમૂર્તિને તે તેમના કંઠેમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહિ. ચહેરે હસમુખે અને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી. ભાષા એટલી પરિપૂર્ણ હતી કે તેમને પોતાના વિચારે બતાવતાં કે દિવસ શબ્દ ગોતવો પડ્યો છે, એમ મને યાદ નથી. કાગળ લખવા બેસે ત્યારે ભાગ્યે જ શબ્દ બદલતાં મેં તેમને જોયા હશે, છતાં વાંચનારને એમ નહિ લાગે કે કયાંયે વિચાર અપૂર્ણ છે કે વાક્યરચના તૂટેલી છે, અથવા શબ્દની પસંદગીમાં ખેડ છે.”
“આ વર્ણન સંયમીને વિશે સંભવે. બાહ્યાડંબરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતે. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે. અનેક જન્મના પ્રયને મળી શકે છે એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાને પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું એ કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિને સ્વાભાવિક હતી એમ મારી ઉપર છાપ પડી હતી.”૧૦૮ ૧૦૮. ગાંધીજીની પ્રસ્તાવના”, પ્રકરણ ૩, “શ્રીમની જીવનયાત્રા", પૃ. ૧૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org