________________
શ્રીમદની જીવનસિદ્ધિ પોતે ગૃહસ્થાશ્રમ શરૂ ન કરવાને વિચાર કર્યો હતો, છતાં કેટલાક સંજોગવશાત તે વિચાર અમલમાં ન આવી શક્યો, એટલું જ નહિ, તે વિચારને મહાખેદ સાથે ગૌણ કરે પડ્યો, તેનું દુઃખ શ્રીમદ્ ઉપરના પત્રમાં વર્ણવ્યું છે. ઇચછા તેઓ ગૌણ કરી શક્યા ન હેત તે પિતાના જીવનના અંતની શક્યતા પણ શ્રીમદે અહી જોઈ છે, કારણ કે સંજોગો એવા હતા કે ગૃહસ્થાશ્રમ માંડ્યા વિના ચાલે નહિ, અને તેમ કરવા આત્મા કબૂલ થાય નહિ. આથી જે દ્વિધા ઊભી થાય તેમાંથી દેહત્યાગને પ્રસંગ આવે તેવી શક્યતા શ્રીમદને લાગી હતી. આ પરથી તેમને સંસારને કંટાળે કેટલી હદ સુધી હશે, તેનો કંઈક ખ્યાલ આપણને આવે છે. અને તેમને આ કંટાળે સમય પસાર થતાં વધતે ગયે હતે.
પૂરઝડપે વૈરાગ્ય તરફ જવાની ઇચ્છા સફળ થવાને બદલે સંસારને ઉદય શ્રીમદને વધ્યા કરતો હતો, તેથી થતા ખેદને વ્યક્ત કરતાં વચને તેમણે લખેલા પત્રમાં ક્યારેક
ક્યારેક જોવા મળે છે. પણ તે વિશેની કશી વિશેષ માહિતી આપણને મળતી નથી. તેમણે લખેલા પત્રોમાં પોતાના ગૃહસ્થ કે વેપારી જીવનનો ઉલ્લેખ ભાગ્યે જ જોવા મળે છે.
શ્રીમદ વર્ષનો મોટે ભાગે મુંબઈમાં રહેતા અને એકાદ વખત વવાણિયા તેમનાં પત્ની પાસે જતા, ત્યાં થોડે વખત રહી ગુજરાતનાં ગામડાંઓમાં નિવૃત્તિ અર્થે રહેતા. એ રીતે જોઈએ તે તેમનું ગૃહસ્થજીવન ઘણું ટૂંકા સમયનું હતું. તેનાથી પણ કંટાળી જઈને તેમના હૃદયમિત્ર ભાગભાઈને વિ. સં. ૧૯૪૮માં શ્રીમદે લખેલું કે –
સંસારથી કંટાળ્યાં તે ઘણે કાળ થઈ ગયો છે. તથાપિ સંસારને પ્રસંગ હજુ વિરામ પામતો નથી, એ એક પ્રકારને મેટે કલેશ વતે છે.”૭૭ એ જ વર્ષના શ્રાવણ માસમાં શ્રીમ સૌભાગભાઈને ફરીથી જણાવેલું કે –
ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રી આદિ રૂપે પ્રાપ્ત થયા છે, તે જીની ઈચ્છા પણ દુભવવાની થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબા પાદિકનાં ઉપકારાદિ કારણોથી ઉપાધજોગને બળવાન રીતે વેદીએ છીએ, જેની જેની કામના છે, તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સુજિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ છવ ઉદાસીન રહે છે.”૭૮
અહીં શ્રીમદ્દ સ્પષ્ટ કરે છે કે કઈ જાતનાં સુખ મેળવવાની લાલસાથી નહિ પણ પૂર્વક નિવૃત્ત કરવાની ઈચ્છાથી જ પિતે સંસારમાં રહ્યા છે. . શ્રીમદે આ ભાવ વિ. સં. ૧૯૪૮ના આસો માસમાં વિશેષ સ્પષ્ટતાથી વ્યક્ત કર્યો છે.
કઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લઈને અમે સંસારમાં રહ્યા નથી; ૭૭. એજન, પૃ. ૨૧૦. ૨૮, એજન, પૃ. ૩૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org