________________
પર્વ મહિમા દર્શન કલિકાલસર્વજ્ઞ ભગવાને વેગશાસ્ત્રમાં તુને કહ્યું છે. પણ તુથે નથી કહ્યું. આ ચાર વર્ગમાં સાધ્ય મેક્ષ છે. પ્રશ્ન થશે કે ધર્મ” સાધ્ય કેમ નહિ? “અર્થ” તથા “કામ તે કર્મના વિપાકને આપનાર હોય, વિભાવ દશારૂપ હોઈ સાધ્ય નદ્ધિ, તે તો બરાબર, પણ “ધર્મ” કેમ સાધ્ય નહિ? આગળ, સભામાં કહેવામાં આવ્યું છે કે-ધર્મ ત્રણ પ્રકારે છે : ૧. સ્વરૂપ ધર્મ ૨. અનુષ્ઠાન ધમ° ૩. વિચાર ધર્મ. અનુષ્ઠાનધર્મ તથા વિચાર ધર્મ સાધન રૂપે છે. હોડી, નાવડી, ગાડીને ખપ કયાં સુધી? ગામ કે ધારેલા સ્થળે પહોંચાય ત્યાં સુધી. ત્યાં પહોંચ્યા પછી હેડી, નાવડી કે ગાડીને કેઈ ખભે વળગાડે ખરે? નહિ જ. ત્યારે તે સાધન છે પણ સાધ્ય મેક્ષ, માટે અનુષ્ઠાન ધર્મ તથા વિચારધર્મ એ મોક્ષ પામવા માટે સાધન છે. ચાર વર્ગમાં સાધ્ય વગ માત્ર મેક્ષ જ છે. સ્વરૂપ ધર્મ તે ઉપાદન છે. ઘડામાં, મુકુટમાં સુવર્ણ એક જ સ્વરૂપવાળું છે. સ્વરૂપ ધર્મ એટલે આત્માની નિર્મલતા. શ્રી ઉમાસ્વાતિ વાચકજી કહે છે કે – सम्यग्दर्शनज्ञानचरित्राणि मोक्षमार्गः (तत्त्वा० सू० १)
મેક્ષમાર્ગના સાધન તરીકે, મેક્ષે જવાના માર્ગ તરીકે, સમ્યફ દર્શન, જ્ઞાન, ચારિત્ર ને સાધાન જણાવ્યાં છે.
ધમની બુદ્ધિ છતાં, આચરવામાં આવતો ધર્મ સમ્યગૂ ધમ ન હોય તો વિઘાતક છે. -
કઈ દર્શન એવું નથી, કોઈ મત એવો નથી, કેઈ શાસન એવું નથી, કેઈ ધર્મ એ નથી, કે જેમાં અનુષ્ઠાન ધર્મ તથા વિચાર ધર્મ ન હોય–તેને સ્થાન ન હેય. અહીં આ દર્શનમાં તે
એ જ વાત મુખ્ય છે કે'मा कार्षात् कोऽपि पापानि मा च भृत् कोऽपि दुःखित' (योग० ફા ઇ: ૪, ૨૮) કેઈજીવ પાપ ન કરે! સર્વ જીવ મોક્ષ પામો. તાત્પર્ય કે અનુષ્ઠાનધર્મ તથા વિચારધમ તે તમામ મતેમાં છે તે વિના તે મત કે સંપ્રદાય ચાલે શી રીતે ? શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે કે