________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન
૧૩: આષાઢી ચતુદશીને મહત્વ આપ્યું છે, સાધુઓને શાસ્ત્રકારે માસકલ્પ, અપ્રતિબદ્ધ વિહારી કહ્યા છે, છતાં પણ આષાઢી ચૌદશ પછી તેમને માટે પણ ચાર માસ ઉપવાસાદિતયુક્ત રહીને એક જ સ્થળે રહેવાને નિયમ કેવળ વિરાધનાના પરિવાર માટે છે. સાધુએ તે જેમ વિહાર કરે તેમ તેમ અધિક ધર્મોલ્લોત થાય તેના ભેગે પણ માસકલ્પ છોડી ચાર માસ એક જ સ્થળે નિયત રહે. એમાં મુખ્ય હેતુ વિરાધનાના પરિહારને જ છે. જ્યારે સાધુ માટે આ નિયમ તે તમારે માટે શું ? તમારે અધર્મને છોડવા તૈયાર થવું છે કે નહિ? વિરાધનાના પરિહાર માટે જ આ આષાઢી ચાતુર્માસિક પર્વનું મહત્વ વિશેષથી છે. | સામાયિક, પ્રતિકમણ, પૌષધ, શ્રી જિનેશ્વરદેવનું નિત્ય પૂજન વિલેપન. બ્રહ્મચર્ય, દાન, શીલ, તપ વગેરે ધાર્મિક ક્રિયાઓ ચાતુર્માસમાં કરવાથી વિરાધનાથી થતા બચાવના પ્રમાણમાં અધિક લાભ આપે છે. એ જ રીતિએ વિષયકષાયને ત્યાગ એ પણ કર્તવ્ય છે. અપ્રત્યાખ્યાની ચોકડીમાંથી બચવા માટે ચાતુર્માસિક પર્વની આરાધના છે અને તેમાં વિશેષતઃ વિરાધનાથી બચવા માટે આષાઢી ચાતુર્માસિક પર્વની આરાધના છે. અર્થ કામ ત્યાજ્ય, મોક્ષ સાધ્યધર્મ કે સાધન ?
આત્મા જ્યાં સુધી અપ્રત્યાખ્યાનાવરણીય ચેકડીના ઉદયવાળે છે, ત્યાં સુધી અર્થ, કામની જપમાળા જયા જ કરે છે. દુન્યવી બેલીમાં કહીએ તો રમાતું રામાને જ જાપ જગ્યા કરે છે. એ ચેકડી ખસે એટલે અપ્રત્યાખ્યાનાવરણીય ખસે, પછી એ જાપ ન હોય.
જ્યાં સુધી રમા રામાને માને ત્યાં સુધી તે મેળવવા, તેની વૃદ્ધિ કરવા પુરુષાર્થ કરે, માટે દુનિયાદારીને માનનારાઓ તેને પુરુષાર્થ કહે છે. ' અર્થ, કામ, ધર્મ અને મોક્ષને કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પુરુષાર્થ નહિ ગણાવતાં વર્ગમાં ગણાવે છે. તે આપણે જોઈ ગયા. અર્થ કામ કર્મવિકારના ઘરના છે. આ વિભાવ દશા છે. અને ધર્મ અને મોક્ષ આત્માના છે. આ સ્વભાવ દશાના છે. તેથી ધર્મ, મોક્ષ તે જ ઉપાદેય છે. વિવેકીએ કદી નહિ. તજવા ગ્ય છે.