________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન છે. તેમાં સમય મર્યાદામાં ફરક નથી, પણ એટલા જ સમયમાં કાળમાં ચોમાસા વિષે કેટલી વિરાધનાથી બચાય તે પિતે જ વિચારી
ત્યે. જ્યાં જશે ત્યાં લીલ–કુલ–અંનતકાય-અનંતી જીવાત. આ બધાને વિરાધનાથી આ પર્વમાં વધારે બચવા યોગ્ય કાળ છે. અને અન્ય ચેમાસી પર્વની ક્રિયા, એય ધર્મકિયા હેવા છતાં આષાઢી. ચોમાસામાં તે ધર્મક્રિયા વિરાધનાથી વધારે પ્રમાણમાં બચાવે છે.
કર્મોદયે જે વ્રત ન લઈ શકે તે પણ વિરાધનાથી તો ડરે. જીવવિરાધનાથી ન ડરે તે જૈન શાનો ? અને ચોમાસામાં તે વિરાધના પાર વિનાની થાય તેમ છે, માટે આષાઢી માસી પર્વની મહત્તા વધારે વિરાધનાથી બચાવવામાં છે, દેવ ઢિયાની વ્યાખ્યા
શ્રીકૃષ્ણજી માટે જૈનદર્શન શું કહે છે? એ વાસુદેવ હતા, અવિરતિ, અપચ્ચખાણ હતા. એમને જેઓ પરમાત્મા માને છે, તેવા ઈતરે શું કહે છે તે સમજે. એટલે આ ચોમાસી પર્વનું ધ્યેય આપોઆપ સમજાશે, ઈતરોમાં કેઈએ કૃષ્ણજીને અવિરતિ વગેરે. તરીકે ઓળખાવ્યા નથી. વિરતિ, અવિરતિ, અપચ્ચખાણી વગેરે શબ્દો તે જૈનોની પરિભાષાના છે. ઈતર કૃણજીને લીલાવાળા માને છે, મનાવે છે. લીલામાં જ લીન ગણાવે છે. કોઈ ગોસાઈજી કાળ કરે તે તેઓ શું કહે છે? ત્યાગ વિસ્તારી ગયા કહે છે? ના, ત્યાગ હેય તે કહે ને, ત્યારે કહે છે શું ? “લીલા વિસ્તારી ગયા” આષાઢ શુદિ અગિયારસને દેવપોઢી એકાદશી કહે છે, તેનું રહસ્ય સમજે.
ભલે શ્રીકૃણજી અવિરતિ હતા, અપચ્ચખાણ હતા, છતાં પણ વિરાધનાથી ડરનારા તો હતા જ, તેથી આ ચોમાસાના ચાર માસ માટે તેમણે એક નિયમ રાખેલો કે “દરબાર ભરે નહિ.” “એલામાં પગ અને ચૂલામાં માથાવાળી આજની વ્યક્તિ પિતાની ઉપાધિને પારાવાર ગણાવે છે, તે ત્રણ ખંડના સ્વામી સોળ હજાર મુકુટબદ્ધરાજાના અધિપતિને ઉપાધિને પાર હશે? છતાં આ ચોમાસામાં થતી. વિરાધનાની પરાકાષ્ઠાથી બચવા દરબાર ભરવાને પ્રતિબંધ મૂકો. આ વાતને આડકતરી રીતે ઈતરાએ કબૂલ કરી છે કે “દેવ પોઢી ગયા.”