________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન
કપાય યાજજીવ રહે, પણ જે એ ચેકડી ખસી હોય તે તે થયેલો કષાય વર્ષથી વધારે ટકે નહિ. હવે સાંવત્સરિક પ્રતિકમણને હેતુ સમજાશે. અનંતાનુબંધીમાં ન જવાય માટે આ પ્રતિકમણ છે. પ્રશ્ન થશે કે તે પછી બધાને માટે એક જ દિવસ નક્કી કેમ રાખે? દરેક મનુષ્ય જેમ પોતપોતાની જન્મગાંઠ જુદે જુદે દિવસે ઉજવે છે, , તેમ પ્રતિકમણમાં કેમ ન રાખ્યું ? સમાધાન એ જ છે કે વ્યક્તિગત દિવસ જુદે જુદે રહી શકે, પણ સમુદાય માટે તે એક જ દિવસ હોય. ત્યાં સુધી કહેવામાં આવેલું છે કે જે આ દિવસે સંવત્સરી ન કરે તો તેને કહેલા પાનની જેમ સમુદાયથી કાઢી મૂકે. માનો કે સંઘે સજાને દિવસ નક્કી કર્યો છે. “કા જાય.' (ઉપનામ સૂ૦ ૧૨)
પર્યુષણથી, બાર મહિના આગળના જૂના કલેશ-કષાયે તે દિવસે ખસેડવા માટેની મર્યાદાનો છેલ્લે સામુદાયિક દિવસ સંવત્સરી નકકી કરવામાં આવ્યો. અનંતાનુબંધી ચોકડીથી બચવા માટે સંવત્સરી પર્વ છે.
સંવત્સરી પર્વ માત્ર કષાયની શાંતિ માટે જ છે એમ નહિ, પરંતુ તદુપરાંત અઠ્ઠમતપ, કલ્પસૂત્ર શ્રવણ, ચૈત્યપરિપાટી, ખામણા વગેરે આવશ્યક પણ તેમાં કરવાનાં છે તે સામુદાયિક જ સુંદર બને, કે એકાકી તે સમજી શકાય તેમ છે. માસી પખી પર્વને હેતુ
એ જ રીતિએ હવે માસીપર્વ માટે પણ સમજવું. ચાર મહિનાથી વધારે કયા ન ટકે. એ સ્થિતિ અપ્રત્યાખ્યાનીય ચેકડી ગયાથી થાય ફરી તેમાં ન પિસાય માટે ચાતુર્માસિક પ્રતિક્રમણમાં ખમાવવું વગેરે છે. પર્વ આરાધના ન કરનારને શિક્ષા
નકકી કરાયેલી રીતિએ તે દિવસે પર્વારાધન નહિ કરનારા પ્રાયશ્ચિત્તને પાત્ર છે, દુનિયામાં જેને દંડ કે શિક્ષા કહેવામાં આવે છે. શાસ્ત્રકારે, ગુરુએ પ્રાયશ્ચિત્ત દેવાનું અને ધમીએ તે આચરવાનું.
ચૌમાસી ત્રણ છે. કાર્તિકી, ફાગુની, તથા અષાઢી. ત્રણેય