________________
અષાઢ ચાતુર્માસિક વ્યાખ્યાન નિર્જરાથી કેવલજ્ઞાનમય આ જીવ થાય છે. તે રૂપે જૈને વિના કઈ પણ ઈતર દર્શનકારો માનતા નથી. સમ્યગ્ર દષ્ટિ આત્મા જીવને કેવલજ્ઞાન સ્વરૂપ માને છે, કેવલજ્ઞાન સ્વરૂપ એ જીવ આજે કઈ દશામાં છે, તે જરા તપાસ. ઇંદ્રિયવિષયક જ્ઞાન તા કેવલજ્ઞાનના હિસાબે કેટલામાં ભાગે ? અનંતમાભાગે છે. તેટલું જ્ઞાન પણ સીધું છે? નહિ. સ્પર્શનું જ્ઞાન સ્પર્શનેંદ્રિય દ્વારા થાય છે, ગંધનું જ્ઞાન નાસિકા દ્વારા થાય છે, શબ્દનું જ્ઞાન કાન દ્વારા થાય છે, રસનું જ્ઞાન જીભ દ્વારા થાય છે, અને વર્ણનું જ્ઞાન નેત્ર દ્વારા થાય છે. કેવલજ્ઞાન સ્વરૂપ એ આ જીવ આટલા જ્ઞાનને કંઈ સીધો માલિક છે? કહો ત્યારે તે જેમ ચકવીને ભાજી સારૂ જોઇતી પાઈ માટે બીજાની પળશી કરવી પડે, એવું નહિ તે બીજું શું ? અહીં જ્ઞાનનો માલિક જીવ, ભોગવવાનો હકક પોતાને છતાં ઈંદ્રિય અને પુદ્ગલ મેનેજર અને રીસીવર છે. એ અનુકૂળ હોય તે જ આ જીવ ભેગવટો કરી શકે છે. આવું મોક્ષમાં નથી. ત્યાં કેવલજ્ઞાનને ભગવટો સીધો છે. ત્યાં કેવલજ્ઞાન કાયમ એક સરખું છે, ફેરફાર વગરનું, ન્યૂનતા વગરનું અને ન પલટાય તેવું છે. તેવું જ ત્યાં કેવલદર્શન, વીતરાગપણું તથા અવ્યાબાધ સુખ છે. મોક્ષમાં શું છે? મેક્ષમાં અનંતજ્ઞાન-દર્શન અવ્યાબાધ સુખ છે. મેક્ષનું સ્વરૂપ આ છે.
અભવ્ય પોતે મેક્ષ માનતો નથી, છતાં પ્રરૂપણ તે મોક્ષ માર્ગની–મોક્ષના સ્વરૂપની કરે છે માન્યતાને પ્રરૂપણામાં ફરક છે તે સમજે. માન્યતા પિતાના જોખમે છે, જ્યારે પ્રરૂપણ તે શાસ્ત્રકારના નામે હોય છે. શ્રદ્ધાની નિશાની
આશ્રવ ભયંકર છે અને સંવર સુંદર છે; બંધ દુઃખદ છે અને નિર્જરા સુખદ છે; પુણ્ય સુખ આપે છે, સદ્ગતિમાં લઈ જાય છે, પાપ દુઃખ આપે છે દુર્ગતિમાં લઈ જાય છે, અને નિરા-કર્મ રહિત કરે છે. મેક્ષમાં શાશ્વતું સુખ છે, મેક્ષ જ આત્માનું સ્થિર સ્થાન છે. આ તમામ જ્યારે આ આત્મામાં પરિણમે ત્યારે શ્રદ્ધા થઈસમ્યકત્વ સાંપડયું એમ સમજવું. અને ત્યારે માનવું કે તમારી અનંતાનુબંધીની ચેકડી ગઈખતમ થઈ