________________ 10 હું આત્મા છું ક્યાંય વિરોધ ઉભું થતું નથી. અનેકાંત દષ્ટિ જ એ છે કે પરસ્પર વિરોધી લાગતા બે ધર્મોને એક જ પદાર્થમાં બતાવતા છતાં વિરોધ ન થાય. આ દષ્ટિને ખ્યાલમાં રાખી જેનદર્શન જ્યારે અન્ય દર્શનની માન્યતાને વિચારે છે ત્યારે તે જેની દષ્ટિએ પણ સ્વીકાર્ય બને છે. મહામનીષી શ્રી હરિભદ્રસૂરિશ્વરજીએ ષડ્રદર્શન સમુચ્ચય નામના ગ્રંથમાં તટસ્થ ભાવે છે કે દર્શનેની ચર્ચા કરતાં, તે-તે દર્શનેની માન્યતાઓને બતાવી છે. વેદાંત અને કેટલાક સાંખ્યમતવાદીઓ આત્માને અબંધ માને છે, નિર્લેપ માને છે. આત્મા કદી બંધાતું નથી. તેનામાં બંધની સંભાવના નથી. બ્રહ્મ શુદ્ધ છે. આ મત તેઓને એકાંત દષ્ટિએ છે. જેનદર્શન આત્માને નિશ્ચયનયથી શુદ્ધ, બુદ્ધ, અને નિર્લેપ માને છે. તેના વાસ્તવિક નિર્મળરૂપમાં કયાંય લેપ નથી, બંધાવાપણું નથી. વેદાંત અને સાંખ્યની આ માન્યતા જૈન દર્શનને નિશ્ચયયથી માન્ય છે. તે ઉપરાંત જૈનદર્શનની વ્યવહાર દષ્ટિ આત્માને કર્મના કર્તા અને કતારૂપે માને છે. તેથી આત્મા બંધાય છે ને લેપાય પણ છે. ગમીમાંસકે અનેક આત્માને માનતા નથી, પણ આખાયે વિશ્વમાં એક જ આત્મા છે. જેમ આકાશમાં રહેલા ચંદ્રનાં પ્રતિબિંબ અનેક વાસણમાં રહેલા પાણીમાં અનેક પડે છે છતાં ચંદ્ર એકજ છે. તેમ અનેક શરીરમાં જુદા-જુદા લાગતાં આત્મા તે એક વિશ્વાત્માનાં પ્રતિબિંબ જ છે. આ એકાંત માન્યતા, આત્મસ્વરૂપની અપેક્ષાએ જૈનદર્શન માન્ય કરી શકે. શાસ્ત્રમાં કહ્યું “આત્મા એક છે. જનદર્શન લેકમાં અનંતઅનંત આત્માઓમાં વિશ્વાસ ધરાવે છે. છતાં આત્મા એક છે એમ કહેવા પાછળની દૃષ્ટિ આત્માનાં મૌલિક સ્વરૂપની છે. આત્મા સિદ્ધને હોય કે સંસારમાં ફરતા નાના-મોટા પ્રાણુઓને હેય. પણ બધા જ આત્માનું મૂળભૂત સ્વરૂપ એક સરખું જ છે. અસ્તિત્વ, વસ્તૃત્વ, નિત્યત્વ પ્રમેયત્વ, અગુરુલઘુત્વ આદિ ગુણે સર્વ માં છે જ. માટે જીવ સ્વરૂપે બધાં જ આત્મા એક છે આ પણ નિશ્ચયદષ્ટિ છે. તે ઉપરાંત સર્વ ,