________________ ષ દર્શન પણ તેહ 13 ઘણાં જ ઉંડાણમાં જઈ તત્વનાં અન્ય સત્યને બહાર લાવી શકયું છે. તેથી જ જનદર્શન સર્વ દર્શનેનાં તત્વજ્ઞાનનાં ઉંડાણમાં પ્રવેશ પામેલા ઉદારતા મહાગી આનંદઘનજી મહારાજ, ષડ્રદર્શનોને વીતરાગ પ્રરૂપિતા તત્વજ્ઞાન સાથે એક અલૌકિક દૃષ્ટિથી સમન્વય કરે છે.– પદર્શન જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડૂ દર્શન આરાધે રે...૨ સાંખ્ય, ગ, બૌદ્ધ, મીમાંસક, ચાર્વાક અને જૈન આદિ છ દર્શન વીતરાગ પરમાત્માના છ અંગ છે. આ છ અંગની સ્થાપના સમજ પૂર્વક કરવી જોઈએ. જે વીતરાગ પ્રભુનાં ચરણનાં ઉપાસક છે તે જ યથાર્થ રીતે દર્શનનાં આરાધક છે. તેમાં પ્રથમ કહે છે - જિન સુર પાદપ પાય બખાણે, સાંખ્યોગ દેય ભેદે રે આતમ સત્તા વિવરણ કરતાં, લહે દગ અંગ અખે દે રે...૨ જિનેશ્વર ભગવાનરૂપી જૈનદર્શન અથવા કલ્પતરુના બે પગ કે બે મૂળ રૂપ સાંખ્ય અને ગ દર્શન છે. તે બંને દર્શને આત્માની સત્તાને સ્વીકારે છે માટે ખેદ રહિત થઈ, બંને દર્શનેને સ્વીકાર કર જોઈએ. આપણે પહેલાં કહ્યું તેમ સાંખ્ય દર્શન અને ગદર્શન બંને આત્માના અસ્તિત્વમાં વિશ્રવાસ કરે છે. વળી અનંત આત્માઓને પૃથપૃથક માને છે. તેમજ આત્માને શુદ્ધ માની અકર્તા તથા અકતા માને છે. જેનદર્શન આત્માની શૈકાલિક સત્તા ને માનવાની સાથે અનંત આત્માએની પૃથકતાને માને છે. નિશ્ચયનયથી આત્માને અકર્તા અને એકતા પણ માને છે. આમ સાંખ્ય તથા યોગ જૈનદર્શનની માન્યતાને મજબૂત કરે છે. શરીરને આધાર પગ ઉપર છે. શરીરરૂપી વૃક્ષ પગ રૂપ મૂળ પર ઉભું છે. પગ મજબૂત હોય તે જ વૃક્ષરૂપી શરીર ટકી રહે. આ બંને દર્શન નિશ્ચયનયથી જૈનદર્શનથી અતિ નિકટ છે માટે બન્નેને જૈન- દર્શનના પગ કહ્યાં.