________________ 116 હું આત્મા છું વ્યાપ્ત થઈને રહેલ હોય તેને લાકડાથી જુદો પાડવા માગો તે, ન પડી શકે. એ શક્તિ રૂપે એમાં હોય જ, છતાં કાષ્ઠના આકારને ન થઇ જાય. કાષ્ઠના ગુણ-ધર્મોને ન સ્વીકારી લે. વળી શાકમાં નાંખેલું મીઠું દેખાતું નથી. એ સિવાયનાં હળદર, મરચું, ધાણાજીરું, તેલ વગેરે પદાર્થો જોઈ શકાય. પણ મીઠું છે કે નહીં તે જોવા માટે શાક ચાખવું પડે. સ્વાદથી જ ખબર પડે. આંખે ન દેખાતું મીઠું શાકમાં છે તે સ્વાદના અનુભવથી જાણી શકાય છે. એ જ રીતે આત્મા કહે છે. હું અનાદિથી શરીર સાથે રહું છું. જેવા આકારનું શરીર હોય તેવા આકારમાં રહું હાથીના શરીરમાં હોઉં તે એવો આકાર અને કંથવાના શરીરમાં હોઉં તે એ આકાર. જેટલા શરીર બદલાય એટલા આકાર બદલાય, પણ તેથી હું શરીર બની જાઉં નહીં. આજ સુધી શરીરરૂપ બન્યું નથી અને કદીયે બનીશ નહીં. વળી શાકમાં મીઠું દેખાય નહીં છતાં સ્વાદથી અનુભવાય છે, તેમ હું શરીરમાં છું તે આંખથી દેખાઉં નહીં, અન્ય ઇન્દ્રિયથી જણાવું નહીં, પણ હું સ્વ-પર પ્રકાશક છું. મને જેવા બીજા કેઈ પ્રકાશની જરૂર નહીં. રત્નને જેવા કે દીપકને જેવા બીજા પ્રકાશની જરૂર નથી, તેમ હું સ્વયં જોતિ સ્વરૂપ છું. આવા મારા પ્રગટ ચૈતન્ય લક્ષણથી જ મને જાણ શકાય. મને પકડવાની-જાણવાની પણ પદ્ધતિ છે. એમ ને એમ ના પકડાઉં. જેવી રીતે કેલસાના અંગારા હાથમાં નથી લેવાતા પણ તેને પકડવા ચીપિયાની જરૂર પડે છે. તેમ “હું” પણ આત્માના જ્ઞાનપગ વડે જ પકડમાં આવું છું અને તે પણ કેઈ “સજજન” પુરુષ જ પકડી શકે. સત્ + ન = સજજન. જે મનુષ્યને સને જાણવાની પ્રબળ તાલાવેલી લાગી છે તે જ સજ્જન. એવા સજ્જન પુરુષને ઉપગ જ જાગૃત હોય તેથી તે જ મને પકડી શકે. - પાણીમાં રહેલ વીજળી અને દૂધમાં રહેલ માખણ, પ્રયોગ દ્વારા જ મેળવી શકાય છે. મહેનત ન થાય તે તત્ત્વ હાથમાં આવે નહીં. પાણી