________________ [ કર્મ સ્વભાવે પરિણમે 167 છે તેથી એ વાત તે ભૂલી જ જવાની કે ઈશ્વર ફળ આપે તે જ જીવ ભગવે. - બીજી વાત સંસારનાં જીવને સારા-નરસા કર્મફળ ભોગવતાં આપણે જોઈએ જ છીએ. કોઈ સુખી અને કોઈ દુઃખી એ જ છે જીવનાં કર્મ ફળ. જે કમ ભોગવે છે, તે તેની પાછળ કોઈ વ્યવસ્થિત તંત્ર પણ હશે. એ નિયમ છે, કર્મને પિતાને સ્વભાવ! સંસારના સર્વે દ્રવ્ય અનંત શક્તિમાન છે. આત્મા અચિંત્ય શક્તિમાન છે. તેની સંપૂર્ણ શક્તિ ખીલી ઉઠે છે ત્યારે તે સર્વથા મેક્ષને પામે છે. શુદ્ધ બુદ્ધ બની જાય છે. એજ રીતે જડ દ્રવ્યમાં પણ અનંતશકિત છે. એ શક્તિના આધારે પિતાનું સ્વતંત્ર પરિણમન પણ છે. વળી જડ દ્રવ્ય એક થી બીજા રૂપ પરિણમે, તે પણ તેની ત્રિકાળી અનંતશક્તિને નાશ થતો નથી. વળી કામણ વર્ગણાનાં પુદ્ગલે જીવનાં રાગાદિ રૂપ ભાવકનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ રૂપે પરિણમે છે. ત્યારે જીવ પર પિતાને અધિકાર જમાવવાની એક વધુ શક્તિ તેનામાં પેદા થાય છે. જ્યાં સુધી એ પુદગલે કર્મરૂપ ન પરિણમ્યા હોય ત્યાં સુધી જીવને કંઈ કરવા સમર્થ નહીં પણ જીવ સાથે તેને કર્મરૂપ સંબંધ થયું કે તેનામાં કેવા રૂપે, કેટલું, ક્યાં સુધી અને કેવી તીવ્રતાથી ફળ આપવું આવી ગ્યતાઓ પ્રગટે છે. વળી કર્મ જડ પુદ્ગલ છે. પુદ્ગલેનું પોતાનું પરિણમન છે, તેથી સમય થતાં એ ઉદયમાં આવી જીવને ફળ આપે છે અને નિવૃત્ત થઈ જાય છે. જેમજેમ કમ પરમાણુ ઉદય આવલિકામાં પ્રવેશી જીવને ફળ આપે છે તેમતેમ તે નિસત્વ થઈ - થઈને ખરી જાય છે, આવું સ્વાભાવિક પરિણમન તેનું ચાલુ જ છે. ઝેર કે અમૃત, શરીરમાં જઈ તેની અસર જેટલી માત્રામાં પહોંચાડવાની હોય, તે પહોંચાડી નિવૃત્ત થઈ જાય છે. તેમ શુભ કર્મ પુણ્યરૂપે ફળ આપી ચાલ્યા જાય છે અને અશુભ કર્મ પાપ રૂપ ફળ આપી ચાલ્યા જાય છે. એક વાર ફળ આપી દીધાં પછી એ દાઢ વગરનાં સાપ જેવા થઈ જાય. કશું જ કરી શકે નહીં. કારણ તેને જીવને સાથ છૂટી ગયે. જીવની સાથે છે ત્યાં સુધી જ તેનું જેર છે. પછી નિર્માલ્ય ! હા, પિતે