________________ 234 હું આત્મા છું આ જ ભાવે શ્રીમદ્જીએ બતાવ્યા છે. ચેતન એ આત્મા અને જડ એવા પરમાણુ બંને મૂળભુત સ્વરૂપમાં નિત્ય છે. તેનામાં રહેલે અનિત્યતાને અંશ તે તેની પર્યાય છે. પર્યાની ઉત્પત્તિ અને નાશ બને થયા કરે છે, પણ પદાર્થ પિતે તે પ્રવ-નિત્ય જ રહે છે. આત્મા પણ ગતિ, જાતિ આદિ અનેક પર્યાયે ધારણ કરે છે. તેને નાશ થાય છે અને એ બધામાં આત્મા એને એ જ રહે. ભવનું ભ્રમણ ગમે તેટલું થાય પણ આત્મા-આત્મા મટી જતું નથી. ત્રણેય કાળે આત્માનું અસ્તિત્વ એક સરખું જ જળવાઈ રહે છે. એ ત્રિકાળી સત્ પદાર્થ છે. સર્વ કર્મોથી મુક્ત થઈ સિદ્ધ દશાની પ્રાપ્તિ થતાં સર્વ બાહા ભાને નાશ થઈ જશે પણ આત્માના અસ્તિત્વને નાશ નહીં થાય. માટે તે સત્ છે. આત્મા ચૈતન્યમય છે. અન્ય સર્વ દ્રવ્યોથી આત્માને અલગ પાડનાર આત્માને અસાધારણ ગુણ એટલે જ ચૈતન્ય. આ ગુણ આત્મા સિવાય અન્ય દ્રવ્યમાં નથી. જડ દ્રવ્ય સત્ છે પણ ચૈતન્યવાન નથી. જડમાં બીજી અનેક શક્તિ છે. તેની શક્તિઓને ઉપયોગ સંસાર કરી શકે છે. પણ અંતે તે જડ છે. આત્મા ચૈતન્ય છે માટે જ જીવંત છે. જીવનું જીવત્વ એ જ છે તેનું ચૈતન્યત્વ. વળી આત્મા ચૈતન્યવાન છે માટે જ જ્ઞાનવાન છે. જ્ઞાન એ પણ આત્માને અસાધારણ ગુણ છે. અન્ય દ્રામાં એ નથી. જ્ઞાન આત્માને ગુણ હોવાનાં કારણે જ આત્મા સ્વ–પર પ્રકાશક છે. આત્મા સ્વયંને જાણે છે તથા પર પદાર્થોને પણ જાણે છે. જીવની આ વિશિષ્ટતાએ જ તેને જડથી જુદો પાડે છે. આ વિશિષ્ટતાઓને લઈને જ આખો સંસાર, વ્યવહાર ચાલે છે બહુ દ્રવ્યમાં જીવ પણ જડ જે જ ચૈતન્ય અને જ્ઞાનવિહુ જ હેત તે આ સંસારનું સ્વરૂપ જ કંઈક જુદું હોત. તેમજ આત્મા સત્ છે, ચૈતન્યવાન છે માટે જ મોક્ષ પામી શકે છે. જે તે સત્ ન હતા તે તેને જ નાશ થઈ જાય તો મોક્ષ કણ પામત? વળી આત્માને ત્રિકાળી શુધ્ધ ચૈતન્યાનંદને નિરંતર અનુભવ એ જ મેલ.