________________ 258 હું આત્મા છું જ્ઞાની એક જ વિષયને, વસ્તુને, પ્રસંગને અનેક રીતે મૂલવી શકે. અનેક પાસાઓથી તેનું માપ કાઢી શકે. તેથી જ જૈન પરંપરાનાં પ્રબુદ્ધ વિચારક, મહામનિષિઓએ સ્યાદ્વાદને સિદ્ધાંત આપે. સ્યાદ્વાદ એ શું છે? કદાગ્રહથી સંપૂર્ણ દૂર, સાપેક્ષ દષ્ટિ, એ જ છે સ્યાદ્વાદ. આમ પણ હાય અને તેમ પણ હોય. બંને વાત પિતાપિતાની અપેક્ષાએ સત્ય હોય. એ જ વાતને નિરપેક્ષ દૃષ્ટિથી વિચારતાં અસત્ય ઠરાવી શકાય, પણ જ્યાં સમન્વયવાદી દષ્ટિકેણ હોય ત્યાં આગ્રહ કે અસત્યને અવકાશ જ નથી. તેથી જ ગુરુદેવ શિષ્યને કહી રહ્યાં છે કે અનેક મત-દર્શનેનાં સિદ્ધાંત તે સાંભળ્યા પણ તેને સ્યાદ્વાદનાં સિદ્ધાંતથી કસી લે. તે તેની શુદ્ધતાસત્યતા પકડમાં આવશે. બીજી વાત કહી વિકલ્પને ટાળવાની. રાગ-દ્વેષ જ વિકલ્પ જન્માવે છે. જ્યાં જીવનાં રાગ-દ્વેષ મંદ પડતા જાય ત્યાં નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. વિકપ જ એક મત-પંથ-સંપ્રદાય પ્રત્યે રાગ જન્માવે અને અન્ય પ્રત્યે દ્વેષ જન્માવે. અને તેમાંથી જ માન્યતા ઊભી થાય કે આ મત સાચે અને બેટો. બહારનાં કિયા-અનુષ્ઠાને પરથી જ તે માપ કાઢો થઈ જાય. અને પોતે જેની માન્યતામાં વર્તતો હોય, તે સંપ્રદાયને માન્ય ક્રિયા આચાર જ સાચા, બીજા બેટા એવી માન્યતાને શિકાર થઈ જાય. દાખલા તરીકે સ્થાનકવાસી સંપ્રદાયની માન્યતાવાળા શ્રાવક સામાયિક કરે તે, મુખે મુહપત્તી બાંધીને કરે. એક દેરાવાસી શ્રાવક કરશે તે હાથમાં મુહપત્તિ રાખશે અને દિગમ્બર પરંપરાવાળા શ્રાવક મુહપત્તિ રાખશે જ નહીં. આ ત્રણેયને એક સ્થાનમાં ભેગા કરીને પૂછો કે તમારા ત્રણમાંથી કેની રીત સાચી? કલ્પના કરો શું ઉત્તર મળશે ? ત્રણેય પિતાની રીતને સાચી કહી, બીજા બે ને ભાંડશે. સ્થાનક્વાસી કહેશે ઉઘાડે મુખે સામાયિક કરે છે તે મહાપાપી, તેથી હું કરું છું તે સાચું. આ બંને બેટા. દેરાવાસી કહેશે સામાયિકમાં મુહપત્તિનું પડિલેહણ તે કરવું જ જોઈએ, જે ન થાય તે સામાયિક ખેતી અને દિગમ્બર કહેશે મુહપત્તિ તે પરિગ્રહ છે, તેથી તે બંને ખેટા, હું અપરિગ્રહી છું તેથી હું સાચો !