________________ 324 હું આત્મા છું શિષ્યનાં અંતકરણના દ્વાર ખોલી નાખે છે. તે અનન્ય શ્રદ્ધા ભાવે ગુરુદેવનાં ચરણકમળમાં ઢળી પડે છે. અંતરને અંધકાર ઉલેચાવા માંડે છે. આત્મા અને દેહની ભિન્નતાને પ્રતિભાસ શિષ્ય અનુભવે છે. પરમ શાંત રસધારમાં શિષ્ય પલાવિત થઈ રહ્યો છે. તેને બોધિબીજની પ્રાપ્તિ થઈ ચૂકી છેડે સમય તે સ્તબ્ધ થઈ ગયે. વાચા ફૂટતી નથી. અવાક્ થઈ રહ્યો છે. - ગુરુદેવ સમાધિભાવમાં ધ્યાનસ્થ મુદ્રામાં વિરાજે છે. શિષ્ય અવાક થઈ નિજાનુભૂતિને આનંદ માણી રહ્યો છે. ગુરુદેવની સમાધિ પૂર્ણ થતાં શિય પિતાનાં અંતરંગમાં અનુભવેલ દશાને ગુરુદેવ સમક્ષ કેવા ઉલ્લસિત ભાવે વર્ણવશે તે અવસરે