________________ 322 હું આત્મા છું જીવ એવી દશાને પ્રાપ્ત કરે કે વ્યવહાર દશામાં બેઠે છે. તેથી વ્યાવહારિક કર્તવ્ય બજાવતે હોય પણ એ કાર્યથી નિવૃત્ત થતાં ક્ષણેકમાં સમાધિદશા વર્તતી હેય. એવી દશા તે જીવનું પિતાનું સ્વરૂપ છે. એ દશાને પામી જવું તે જ સાધકની સાધનાની વિકાસદશા છે. ગુરુદેવ આવી સમાધિદશામાં સ્થિર થઈ ગયા. બંધુઓ ! આ દશા બધાને જલ્દી પ્રાપ્ત થતી નથી. મને યાદ છે. ગયે વર્ષે અમે તીરૂપુર ચાતુર્માસ હતાં. બહુ જ શાંત એકાંત-સુરમ્ય સ્થાન હતું. સાધના માટે સુયોગ્ય વાતાવરણ હતું. ત્યાં હંમેશા પ્રવચન પછી જેમ અહીં કરાવીએ છીએ તેમ હું આત્મા છું' નું ચિંતન કરાવાતું હતું. પ્રવચન પછી મેં ચિંતન કરાવવું ચાલુ કર્યું. વ્યાખ્યાનની પાટ પર મારા પરમ ધેય અધ્યાત્મ ચેગિની પૂજ્ય બાપજી બિરાજીત હતાં. તેઓ ધ્યાનમાં સ્થિર થયા. ચિંતન 10 મિનિટ ચાલ્યું. પુરું કર્યું પણ પૂજ્ય બાપજી તે સ્થિર જ હતાં. મેં તથા શ્રાવકશ્રાવિકાઓએ 15 મિનિટ રાહ જોઈ. પૂજ્ય બાપજીનું ધ્યાન પુરૂં થાય પછી પચ્ચકખાણ-માંગલિક દઉં. પણ પુરૂં ન થયું તેથી વિધી પૂરી કરી. શ્રાવકે ચાલ્યા ગયા. તે દિવસે કેલ્હાપુરમાં ભાઈઓ દર્શનાથે આવ્યા હતાં. સહું શાંતિથી ચૂપચાપ બેસી રહ્યાં. ગામનાં ભાઈએ ફરી આવ્યા. પૂજ્ય બાપજીનાં દર્શન કર્યા, અને ગયા. પછી લગભગ એક કલાકે ધ્યાન પુરૂં કર્યું. તેઓને ખબર પણ ન હતી કે માંગલિક વગેરે થઈ ગયું અને લેકે ગયા. ધ્યાનની પૂર્ણાહુતિએ મુખારવિંદ પર પૂર્ણ પ્રસન્નતા ફેલાઈ રહી હતી. આવું જ બીજી બે વાર સાંજના પ્રતિક્રમણ પછી થયું ત્યારે પણ એક-દોઢ કલાક સુધી સહજ સમાધિની દિશામાં પૂજ્ય બાપજી હતાં. આવી સમાધિદશા તેઓને સહજ પ્રાપ્ત છે. ઘણીવાર ધ્યાનમાં સહજ ચાલ્યા જાય. બંધુઓ ! આવી સમાધિ એ બહારની ચીજ નથી.