________________ સહજ સમાધિ માંય 321 બાળક ચાલાક હતો પણ સાથે વાચાળ હતું તેથી કહે– અંક્લ ! મારી કઈ ઉંમર તમને કહું ? મહેમાન વિચારમાં પડયા. આ બાળક શું બોલે છે તે તેઓ સમજ્યા નહીં. એમણે તે આશ્ચર્યથી કહ્યું : બેટા ! ઉંમર એટલે ઉંમર! તેમાં વળી કઈ એટલે શું? જુઓ અંકલ ! મારી ઉંમર ત્રણ જાતની !" ત્રણ જાતની ? એ વળી કઈ કઈ?” મારા પપ્પાએ કહ્યું છે કે જયારે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય ત્યારે ઓછી ઉંમર કહેવાની ! સ્કૂલમાં ભણવા બેસાડવાને હેય ત્યારે વધારે ઉંમર કહેવાની !! અને નહીં તે જેટલી હોય એટલી જ ઉંમર કહેવાની !!! અંકલ ! તમારે કઈ જાણવી છે? કઈ કહું ?" બંધુઓ! આ છે સ્વાર્થથી ઘેરાયેલા માનવેનાં અનેક મત. તેમાં એકરૂપતા, એકવાક્યતા ન સંભવે ! અહીં તે જ્ઞાની પુરુષની વાત છે. જેઓ તદ્દન નિર્લેપ-નિસ્વાર્થ છે. એવા જ્ઞાની પુરુષે પરમાર્થને માર્ગ એક સરખો જ બતાવે. હે શિષ્ય ! સર્વજ્ઞાનીની કથેલા સત્યત તારી સામે મેં પ્રસ્તુત કર્યા ! આટલું કહી ગુરુદેવે મૌન ધારણ કર્યું ! સહજ સમાધિદશામાં મગ્ન થઈ ગયા. બસ! શિષ્ય પ્રત્યે ગુરુને જેટલા ભાવે પ્રગટ કરવાનાં હતાં, નિમિત્તરૂપ બનવાનું હતું તે કાર્ય તેમનું પૂર્ણ થઈ ગયું. તેથી વિરામ લઈ લીધો. અહીં ગુરુદેવ આત્માનુભવી પુરુષ છે. આત્માનાં સ્વરૂપમાં નિમગ્ન થવાની સહજ યોગ્યતા તેઓમાં પ્રગટ છે. તેથી જ્યાં વાણીએ વિરામ લીધો કે તેમને દેહ પણ સ્થિર થઈ, ત્રણે વેગ આત્મભાવમાં એકાકાર થઈ ગયા. સહજ ભાવે સમાધિમાં લીન થઈ ગયા. કબીરે કહ્યું છે સાધે ! સહજ સમાધિ ભલી...! ભાગ–૨–૨૧