________________ 319 સહજ સમાધિ માંય કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય.” મેહનીય ભેદ બે દર્શન-ચરિત્ર નામ..” ષટ પદનાં પટ પ્રશ્ન તે...અનંતનાં આકથી શરૂ કરી, અલ્પ સંખ્યા સુધી તેની ગણતરી કરાવી, અત્યંત કુશળતાપૂર્વક ગણિતાનુએગ દર્શાવી દીધો. 4. ચરણકરણનુગ: આચરણ એ જીવને સ્વપુરુષાર્થ છે. તેનાં પર જ મોક્ષ પ્રાપ્તિ અવલંબે છે. તેથી આચરણ એ બહુ જ મહત્વપૂર્ણ પાસુ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની ભૂમિકામાં તથા મેક્ષઉપાયરૂપ અંતિમ પદની સિદ્ધિ કરતાં શ્રીમદ્જીએ જીવને વિષે કર્તવ્ય શું છે તે અનેક પ્રકારે બતાવ્યું છે. મેક્ષ સાધક પુરુષાર્થ ને પ્રારંભ વૈરાગ્યથી થાય તેથી કહ્યું : “ત્યાગ વિરાગ ન ચિત્તમાં સદ્ગુરુનાં ચરણ શરણને સ્વીકાર સાધક જીવ માટે અનિવાર્ય આવશ્યકતા....... “પ્રત્યક્ષ સદગુરૂ સમ નહી...” ગુરુ રહ્યાં છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન....” “ત્રણે યોગ એકત્વ થી વર્તે આજ્ઞા ધાર..........” સદગુરુ વૈદ્ય સુજાણ... આત્મિક દશા અને તેની પ્રાપ્તિ માટેનાં ઉપાય... “કષાયની ઉપશાંતતા... “છૂટે દેહાધ્યાસ “વતે નિજ સ્વભાવને અનુભવ લક્ષ, પ્રતીત.........“સર્વ જીવ છે સિધ્ધ સમ ..." અને અંતે દેહાતીત અવસ્થાવાન જ્ઞાનીનાં ચરણોમાં વંદન... દેહ છતાં જેની દશા વતે દેહાતીત.” આદિ અનેક પ્રકારે ચરણકરણનુયોગનું વર્ણન કર્યું, આમ શ્રીમદ્જીએ ચારે અનુગનું સુંદર સંકલન આ શાસ્ત્રમાં આપી, તે-તે યોગ્યતાવાળા જીવોને, માર્ગ પ્રશસ્ત કર્યો. શિષ્ય ની શંકાઓનું અદ્ભુત સમાધાન આપ્યા પછી ગુરુદેવ અંતિમ હિત– વચને કહી સમાધિ ભાવમાં સ્થિર થાય છે. નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અવ સમાય; ધરી મીનતા એમ કહી, સહજ સમાધિ માંય...૧૧૮...