________________ ...સહજ સમાધિ મય ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના “અનંત સુખ ધામ એવા પરમ શુદ્ધ આત્માનાં સુખ સ્વભાવની પ્રાપ્તિ કરાવે છે. પૂર્ણ સુખની પ્રાપ્તિની ઝંખના સેવતે વિભુ આત્મા, સંપૂર્ણતાને પામી જાય છે. પોતે પણ સંપૂર્ણ, જ્ઞાન પણ સંપૂર્ણ સુખ પણ સંપૂર્ણ. જ્યાં કઈ પણ પ્રકારની અપૂર્ણતાને અવકાશ નથી એવા સ્વાધીન સુખને આત્મ પ્રાપ્ત કરે છે– આત્માથી આત્મામાં વેદાતુ સુખ તે સ્વાધીન સુખ છે, તેને અન્ય આલંબનેની આવશ્યકતા નથી. જ્યારે ઈન્દ્રિયજન્ય કે મને જન્ય સુખને વિષયેની આવશ્યકતા છે. જે વિષયને ભેગા કરી લીધે તેની સ્મૃતિથી, વર્તમાને જે વિષયને ભેગા કરી રહ્યો છે તેનાં અનુભવથી અને જે ભેગ કરવાના છે તેની કલ્પનાથી જીવ સુખ માનતે હોય, અર્થાત્ સુખ સાપેક્ષ થયું. પણ આત્મામાં પડેલા પોતાનાં અનંત આનંદને વેદ. તે નિરપેક્ષ, નિરાલંબન સુખ છે. અંતે તે જીવનું પ્રાપ્તવ્ય આ જ છે. સંપૂર્ણ સુખની શાશ્વત પ્રાપ્તિ માટે જ જીવને પુરુષાર્થ થતો હોય છે. અહીં “આત્મા છે.” આદિ છ પદોની આટલી વિશદ ચર્ચા જિજ્ઞાસુ શિષ્યની શંકા અને અનુભવી ગુરુએ આપેલ સમાધાન, એ બધાને સાર છે જીવનાં ચરમ અને પરમ ધ્યેયની ઉપલબ્ધિ. | સર્વજ્ઞ-સર્વદશી જિનેશ્વર પરમાત્માએ આગમમાં પ્રરૂપેલા ભાવેને, જેમ ચાર અનુગોમાં ગૌતમાદિ ગણધરોએ વિભાજીત કર્યા છે, તેમ