________________ કર વિચાર તે પામ 315 આત્માને સ્વભાવ છે. વીતરાગતા હોય ત્યાં જ સુખ હેય. દુખનાં જેટલા વિકલ્પ છે તે સર્વ રાગાદિમાંથી ઉત્પન્ન થાય છે. જ્યાં રાગાદિ છે ત્યાં વ્યાકૂળતા છે અને વ્યાકુળતા છે ત્યાં દુઃખ છે માટે જ રાગ રહિત દશામાં જ સુખ છે. તેમજ ઈન્દ્રિયજનિત સુખ ને આજ સુધી સુખ માન્યાં પણ ખરેખર તેમાં સુખ હોય નહીં. વિષયને મેહભાવે ગ્રહણ કરનાર રાગાદિની જ વૃત્તિ છે. જેની સાથે રાગ-દ્વેષ જોડાયેલા છે. તે સમસ્ત સુખે, સુખ નહીં પણ પરિણામે દુઃખ જ છે. માટે જ અતીન્દ્રિય સુખ જ સુખ છે જેમાં કઈ પ્રકારનાં બાહ્ય નિમિત્તોની અપેક્ષા નથી. તે અત્યંત સ્વાધીન સુખ છે. આત્માનાં નિજ શુદ્ધ સ્વભાવમાંથી જ પ્રગટ થયેલ આત્માની શુદ્ધ પરિણામ ધારારૂપ છે. તેથી જ આત્મિક સુખને નિજાનંદ કહ્યો. જેણે સ્વાનુભૂતિ કરી છે તેવા મહાત્માઓને જ આ સુખને અનુભવ થાય છે. ત્યારે જ એ જાણે છે કે આત્માનાં એકે-એક પ્રદેશ અનંત સુખ પડયું છે. અસંખ્ય પ્રદેશે અનંત સુખ પડયું છે. આખે યે આત્મા સર્વ પ્રકારે સુખ-સુખથી જ ભર્યો છે. તેથી જ આત્મા સુખધામ છે. આમ આત્માનાં એકે-એક પ્રદેશે એક સાથે અનંત શુદ્ધતા, અનંત જ્ઞાન, અનંત ચૈતન્ય, અનંત પ્રકાશતા તથા અનંત સુખ એક સાથે, એક ગુરુદેવ ફરમાવે છે, હે શિષ્ય ! આ અચિંત્ય મહિમા છે આત્મદેવનો! મારી શક્તિની સીમા આવી જાય છે. એ અસીમનું વર્ણન કરવામાં! વધુ તને શું કહું? જે કંઈ, જેટલું કથી શકાય તે સર્વ કહ્યું. બસ હવે તે “કર વિચાર તે પામ' તારી આત્મિક શુદ્ધ પરિણામધારાને જાગૃત કરી લે. તને જેવું આત્માનું સ્વરૂપ બતાવ્યું તેમાં ચિંતન સાથે ઊંડે ઉતર. તારા અંતરંગમાં દિવ્ય વિચારને જગાવ. ગહન તલ સુધી પ્રવેશ પામી શકાય છે. આત્માની અનંતજ્ઞાન શક્તિને Touch કરી, તેને જગાડી શકાય છે. અને પોતે પોતાના જ્ઞાનમાં પિતાને