________________ 314 હું આત્મા છું અસંખ્ય આત્મ-પ્રદેશને આખા લેકમાં ફેલાવી દે. લેકનાં એક-એક આકાશ -પ્રદેશ પર એક-એક આત્મપ્રદેશને સ્થાપી દે. આખા લેકમાં ફેલાયેલા આત્મપ્રદેશને સમેટી લઈ ફરી શરીર પ્રમાણ બનાવી દે. આમ કરવામાં એક પણ આત્મપ્રદેશ ખંડિત ન થાય, ઓછો ન થાય. અલગ પડી ન જાય. પણ હંમેશા સાથે જ રહે. એ સર્વ આત્મ-પ્રદેશ ચૈતન્યરૂપ છે. ક્યાંય અચેતનતાને અંશ નથી, એટલું જ નહીં. આત્મા જ્યારે મુક્ત થઈ જાય છે ત્યારે પણ એ ચૈતન્યઘન છે. અંતિમ દેહમાંથી નીકળે ત્યારે આત્મ-પ્રદેશને સંકેચી લઈને એ દેહનાં પ્રમાણમાં 1/3 ભાગને છેડી દઈ 2/3 ભાગમાં સમાઈ જાય. સવ આમ–પ્રદેશ સઘન અવસ્થામાં એટલા પ્રમાણમાં રહી જાય. આદિ-અનંત કાળ સુધી એ જ દશામાં રહે. માટે જ આત્મા “ચૈતન્ય ઘન છે. આત્મા “સ્વયં તિ છે. જે સ્વ-પ્રકાશિત છે. જેને પ્રકાશવા માટે અન્ય પ્રકાશનાં આધારની જરૂર નથી તે સ્વયં જતિ ! આત્મા અનંત જ્ઞાનવાન છે તેથી તે પોતે પિતામાં, પિતાથી, પિતા માટે, પિતાને પ્રકાશે છે. આત્માને જાણવા માટે, બહારનાં કઈ પ્રકાશની આવશ્યકતા નથી. તે સ્વયં પ્રકાશિત છે અને અન્ય પદાર્થોને જાણવાના સામર્થ્યવાળે છે. જેમકે સૂર્યઃ સૂર્યોદય થયે છે કે નહીં એ જાણવા માટે દીવ લઈને જવું પડતું નથી. પણ સૂર્ય પોતે જ પ્રકાશી ઉઠે છે. તેની જાણકારી ઘરનાં ખૂણે બેઠાં પણ થઈ જાય છે. સૂર્ય આખાયે વિશ્વને પ્રકાશિત કરે છે. સૂર્ય ઉગ્યા પછી ગમે તેટલી મોટી ફલેશ-લાઈટ પણ નકામી. વળી સૂર્યમાં પ્રકાશ ભરવા માટે તેને પ્રકાશિત કરવા માટે પણ કોઈ દીવેલ કે વાટની જરૂર નથી. કેઈ બેટરી કે ઇલેક્ટ્રીક સિટીની જરૂર નથી. તે સ્વયં પ્રકાશિત છે. આત્મા પણ અનંતજ્ઞાન વડે પોતે પિતાને પ્રકાશિત કરે છે. અને લેકાલકને પણ જાણે છે. આત્માની જ્ઞાન તિ સ્વયં પ્રગટ છે. તેને પ્રગટાવવી પડતી નથી. માટે તે સ્વયં-જ્યોતિ છે. આત્મા “સુખધામ છે. આત્મા પિતે જ અવ્યાબાધ, અનંત સુખને સ્વામી છે. સુખ એ આત્માને સ્વભાવ છે કારણ વીતરાગતા એ પણ