________________ કર વિચાર તે પામ 313 આ અનતજ્ઞાન કદી ઓછું થાય નહીં આત્માના અસંખ્ય પ્રદેશ અને એક-એક પ્રદેશે અનંતજ્ઞાન. આ અનંતને સરવાળે પણ અનંત. એવા અનંતમાંથી અનંતને બાદ કરે તે પણ અનંત. એવા અનંત જ્ઞાનને ધણું આત્મા બુદ્ધ છે. આત્મા “મૈતન્ય ઘન” છે. ચૈતન્ય એ આત્માને અસાધારણ ગુણ છે. આ ગુણથી જ આત્મા સર્વ જડથી જુદો પ્રતિભાસે છે. જીવ સિવાય ચિતન્ય ક્યાંય નથી. આત્માના એકે-એક પ્રદેશમાં રૌતન્ય છે માટે તે ઘન સ્વરૂપી છે. ચૈતન્યને પીડ છે. તે શરીર વ્યાપી છે. સમસ્ત શરીરમાં વ્યાપીને રહે છે. આત્માને સ્વભાવ સંકોચ-વિસ્તારવાળે છે. જેવડું શરીર ધારણ કરે એવડા શરીરમાં રહે અને કીડી જેવડું લઘુ શરીર હોય તે તેમાં વ્યાપીને રહે. એટલું જ નહીં આત્માનાં ચૌતન્ય એવા અસંખ્ય પ્રદેશ કદી છૂટા પડે નહીં. એક-બીજાથી અલગ થઈ ક્યાંય ચાલ્યા જાય નહીં. કેઈ કારણે ફેલાયા હોય તે પણ તેની લિંક તો બની જ રહે ગળીની કપાયેલી પૂંછડીને તરફડતા જોઈ હશે કેઈ કારણે છડી કપાઈ ગઈ. ગળી આગળ ચાલીને જરા દૂર તરફડે છે. અહીં પૂંછડી તરફડે છે. તેમાં પણ આત્માનાં પ્રદેશ છે તે પ્રદેશની લીંક ગોળીનાં શરીરમાં રહેલ આત્મ-પ્રદેશ સાથે જોડાયેલી છે. તેથી પૂછડીમાં રહેલા આત્મપ્રદેશ ખેંચાઈને શરીરમાં પ્રવેશી જાય પછી પૂંછડી નિર્જીવ બની જાય, શાંત થઈ જાય. આમ કપાયેલા અંગમાં રહેલ આત્મપ્રદેશે શરીરમાં પ્રવેશી જાય. પણ જુદાં ન રહે, તેનાં ટૂકડા ન થાય. તેને નાશ ન થાય. કઈ માણસને પક્ષઘાત થાય. ત્યારે પણ એટલા ભાગમાંથી આત્મપ્રદેશે સંકોચાઈને શરીરના અન્ય ભાગમાં સમાઈ જાય પણ જેટલા ભાગમાં પક્ષઘાત થયું હોય એટલા ભાગનાં આત્મ-પ્રદેશ નાશ ન પામે. શાસ્ત્રોમાં સમુઘાતની વાત આવે છે. કેવળી પરમાત્મા આયુષ્યનાં અંતે અન્ય અઘાતિ કમેને ખપાવવા માટે સમુદ્દઘાત કરે ત્યારે શરીરમાં રહેલ