Book Title: Hu Aatma Chu Part 02
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association
Catalog link: https://jainqq.org/explore/032738/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું ? વ્યાખ્યાતા: ડૉ. તરૂલતાબાઈ મહાસતીજી M.A.Ph.D. Page #2 -------------------------------------------------------------------------- ________________ હું આભાછું ભાગ 2 શ્રીમદ્ રાજચંદ્ર રચિત “શ્રી આત્મસિદ્ધિ શારત્ર પર પ્રવચનો : વ્યાખ્યાતાઃ બા.બ્ર.પૂ. ડૉ.તરૂલતાબાઈ મહાસતીજી M.A.Ph. D. _/ શ્રી ગુજરાતી શ્વેતાંબર સ્થાનકવાસી ક્લ એસોસીએશન 78/09 રથિર્ડન રોડ, પુરુષવાલમ મદાસ-૧૦૦૦ 07 Page #3 -------------------------------------------------------------------------- ________________ વિમોચન : તા. 16-8-1987 પ્રકાશકે– 1, શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા માસ, 2, શ્રી તીરુપુર જેન સંઘ તીરપુર. 3, શ્રી બળવંતભાઈ એચ. માવાણી (જતીન) મદ્રાસ, 4, શ્રીમતી મણીબેન કીતિલાલ મહેતા કેઈમ્બતુર. 5. શ્રીમતી નર્મદાબેન મોહનલાલ પારેખ (ભીવંડી) મુંબઈ. 6, શ્રી ભાનુભાઈ ભણશાલી મુંબઈ 7, શ્રમતી વિદુલાબેન કિશોરભાઈ મહેતા મુંબઈ 8, શ્રી સુરેશભાઇ ઉત્તમચંદ ચિતલીયા અમેરિકા. સંપર્ક સૂત્ર શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા જ C/o શ્રી ગુજરાતી વેતાંબર સ્થાનકવાસી જૈન એસેસીએશન [ વ્યાખ્યાનમાળા] સી. યુ. શાહ ભવન, ૭૮/૭૯રીથર્ડનરોડ, પુરુષવાકમ, મદ્રાસ-૬૦૦ 007 પ્રત-૨૦૦૦ મુલ્ય : રૂ. 33-00 મુદ્રક ઓફિસ-નીતિન જે. બદાણ * અરિહંત પ્રીન્ટીંગ પ્રેસ 401, ખજુરવાળા ચેમ્બર્સ, 313/315, નરશીનાથી સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ 009 ફોન : ઓ.૩૩ર૭૫૪ ઘર : 5139152 : પ્રકાશન સમિતિ : 1, શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા 7, શ્રી શાંતિભાઈ દેસાઈ 2, શ્રી જયંતિભાઈ કે. શાહ 8, શ્રી નાથુભાઈ અદાણું 3, શ્રી બળવંતભાઈ માવાણી 9, શ્રી પ્રફૂલભાઈ શાહ. 4, શ્રી ગાંગજીભાઈ વેરા 10, શ્રી મનહરભાઈ દેશી. 5, શ્રી નૌતમભાઈ શેઠ 11, શ્રી રસિકભાઈ અદાણી 6, શ્રી ચુનિભાઈ ઉદાણું 12 શ્રી મહેન્દ્રભાઈ રૂપાણી પરમ શ્રધ્યેય, વાત્સલ્ય મૂર્તિ પરમ પૂજ્ય બા. બ. લલિતાબાઈ મહાસતીજી (બાપજી) નાં શ્રી ચરણમાં સવિનય..... Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં.... યુગ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત “આત્મસિદ્ધિ શાસ્ત્રનું વિવેચન કરતાં પરમ શ્રધેય બા.બ્ર. ડે. તરૂલત્તાબાઈ મહાસતીજીના આ બીજા પુસ્તકમાં આત્માના છ પદનું નિરૂપણ કરતી ગાથા 43- આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજ કર્મ છે જોક્તા વળી મિક્ષ છે, મક્ષ ઉપાય સુધર્મ. થી શરૂ કરી–આ છ પદોની યથાર્થતા બાબત શિષ્યની શંકા તથા સદ્દગુરૂ દ્વારા તેના હૃદયંગમ સમાધાનની આખરી ગાથા 118 નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહીં, સહજ સમાધિ માંય. લેવામાં આવ્યાં છે. દર્શનથી પ્રભાવિત જિજ્ઞાસુ સુશિષ્ય, એકાંતવાદી દર્શનેના જ્ઞાનથી ઘેરાતાં, આત્માનાં છ પદો વિશે તર્કશુદ્ધ દલિલેથી પિતાને ઉદ્ભવતી શંકાઓનું, વિવેક સાથે પ્રતિપાદન કરે છે. તે સદૂગુરુ પણ સુપાત્ર શિષ્યોની દલીલનું એટલા જ તર્કશુદ્ધ વિકલપથી સ્વાદુવાદની રૂએ સમાધાન કરે છે. શ્રીમદુની શૈલી હૃદયંગમ છે તે પરમ શ્રધેય મહાસતીજીનું વિવેચન પણ એટલું જ તલસ્પર્શી તથા અંતરસ્પશી છે. આશા છે કે સર્વે જિજ્ઞાસુઓને આ પુસ્તક કંઈક આપી ગયું તેવી અનુભૂતિ કરાવશે. - ત્રીજા અને અંતિમ ચરણમાં 119 થી 142 ગાથાઓ નું વિવેચન કરવામાં આવશે. પ્રફુલ શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ * પ્રકાશક દાતા. ક રૂા. 11,000-00 (1) શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા મદ્રાસ (2) શ્રી જૈન સંઘ તારૂપુર તીરપુર (3) શ્રી બળવંતભાઈ એચ. માવાણી મદ્રાસ (4) શ્રીમતી મણીબેન કીતીલાલભાઈ મહેતા કેઈમ્બતુર (5) સ્વ, શ્રી ચમનલાલભાઈ મંછાચંદભાઈ મહેતા પરિવાર... બોમ્બે (6) શ્રી ભાનુચંદ્ર કેશવલાલભાઈ ભણસાલી બોમ્બે (7) શ્રીમતી નર્મદાબેન મોહનલાલ પારેખ હ. હીંમતભાઈ પારેખ ભીવંડી મુંબઈ (8) શ્રી સુરેશભાઈ ઉત્તમચંદભાઈ ચીત્તલીયા અમેરિકા ક મુખ્ય સહાયક દાતા રૂ. 5000-00 મદ્રાસ (1) શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલભાઈ મહેતા (2) શ્રીમતી સુશીલાબેન સુરેન્દ્રભાઈ ,, (3) શ્રી શાન્તીભાઈ એમ. દેસાઈ ( New Era Eng) (4) શ્રીમતી ઈન્દુબેન શાન્તીભાઈ દેસાઈ શ્રી રસીકભાઈ થા ચંદ્રકાન્તભાઈ બદાણી (6) શ્રી પ્રભુદાસ એન. કામદાર (Rashmi Ele. Co.) (7) શ્રી જયંતીભાઈ કે. શાહ. (N. J. Shah.) (8) શ્રી ફુલચંદભાઈ મહેતા, (Mehta Gems.) (9) શ્રી નગીનભાઈ થા નીતીનભાઈ બાવીસી. ( Taj Leather Crafts ) (10) શ્રી વૃજલાલ વેલજી દેશી. (11) શ્રી ગુણવંતભાઈ નાગરદાસભાઈ દામાણી. (12) શ્રી શીવલાલ સાકરચંદભાઈ શાહ 13 (એક થ્રહસ્થ) 16 શ્રી સુરેશભાઇ બાપાલાલભાઈ મહેતા 15 શ્રી કુમારપાલ મણીલાલભાઈ મહેતા 16. શ્રી નવનીતભાઈ પારેખ M/s Lunar Diamonds 17. શ્રીમતી શાન્તાબેન વનમાળીદાસ ઠોસાણી મદ્રાસ બેંગ્લોર મદ્રાસ બોમ્બે બેખે બોમ્બે Page #6 -------------------------------------------------------------------------- ________________ હુબલી મદ્રાસ 5 18. શ્રી કરશનભાઈ લધુભાઈ નીસાર મુંબઈ 19. એક બહેન તરફથી મદ્રાસ 20. શ્રી નંદલાલભાઈ નાનચંદભાઈ કામદાર 9. (Rashmi Ele. Co.) 21. શ્રી ભાણજી ભગવાનજી મહેતા મદ્રાસ હ. શ્રીમતી લીલાવંતી બેન 22. શ્રી મનસુખભાઈ વી. દોશી (Doshi Bros.) હૈદ્રાબાદ ર૩ શ્રી વૃજલાલભાઈ રાયચંદ ભીમાણુ બોરીવલીજી) 24. શ્રી નાનજીભાઈ વેલજીભાઈ ઠસાણું 25. . શ્રી. આર. એચ. મહેતા (ગામદેવી) 26. શ્રી હરીભાઈ મહેતા હ. શ્રી મનુભાઈ H. મહેતા સેલમ ર૭. ડૅ, શ્રી તારાચંદ લાલચંદ કોઠારી 28. સ્વ. જાસુદબહેન સુરજમલભાઈ મહેતાની સુપુત્રીઓ બોમ્બે 29 શ્રી પી.ડી. કોઠારી 30, , કાળીદાસભાઈ એ. લાખાણી 31 , શ્રીમતી પુષ્પાબેન કેશવલાલભાઈ મોદી કર, મે. રૂપાણી રેડીંગ કંપની હ, નરેશભાઈ રૂપાણી 33. વ. શામળજીભાઈ બેચરભાઈ માલાણી કલકત્તા 34. સ્વ શ્રી પ્રાણલાલભાઈ વલ્લભદાસભાઈ ઘાટલીયા મુંબઈ 35. શ્રી મનહરભાઈ રતીલાલભાઈ ભણસાલી 36. શ્રી કેશવલાલભાઈ મોહનલાલભાઈ જગાણી પરિવાર 37. , પ્રાણલાલભાઈ મહેતા ચાસ-ધનબાદ 38 , કાંતિભાઈ બાવીસી તરફથી લાસ્ટીકના કવર્સ મદ્રાસ 39, 9 ભાઈચંદભાઈ ઝાટકીયા બગસરા (સૌરાષ્ટ્ર) કત ઉપસહાયક દાતા. . 1000-00 F 1. એક સદગૃહસ્થ મદ્રાસ 3. ચંદુભાઈ પતરા (હિન્દ લેધર) 4 શ્રી હર્ષકાન્તભાઈ સુરજમલભાઈ મહેતા 5. શ્રી જગજીવનભાઈ તુરખીયા 6 ,, દલીચંદભાઈ દુલભ શેઠ એન્ડ બ્રધસ મુંબઈ મુંબઈ Page #7 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ 7. સ્વ. રેવાકુંવર બહેન ઓત્તમચંદભાઈ ઘેલાણું મદ્રાસ તેમના સુપુત્રો તરફથી 8. ,, રજનીકાંતભાઈ કાળીદાસભાઈ મહેતા મુંબઈ 9. શ્રીમતી સુરજબેન વીરચંદભાઈ શાહ અમદાવાદ 10 મે. કલ્પના ટીંબર ડીપે મદ્રાસ 11. બાબુભાઈ ખીમચંદ શાહ મદ્રાસ 12, , બાબુભાઈ , 13. સ્વ. શ્રી વલ્લભભાઈ અંદરજી પારેખ [માટુંગા 14, શ્રીમતી શારદાબેન નાથાલાલભાઈ બદાણું મદ્રાસ 15. ,, અમૃતબેન ઉમેદલાલ શેઠ 16. શ્રી પ્રવિણભાઈ શાન્તીલાલભાઈ શાહ 17. શ્રીમતી જયાબેન રમણીકભાઈ શાહ 18 શ્રી છગનલાલભાઈ લીલાધર દોશી 19, શ્રીમતી કાંતાબેન છગનલાલ દોશી 205 , નીલાબેન વિનયચંદ દેસાઈ મુંબઈ 21. , શાન્તાબેન છગનલાલ દોશી (કંડલાવાળા) મદ્રાસ 22, શ્રી ચંદુલાલ છગનલાલ શાહ સકન્દરાબાદ 23 ,, અનંતરાય સી. અજમેરા બેંગ્લોર 24, ,, મહેન્દ્રકુમાર હરીલાલભાઈ મોદી માસ 25, મેં. એમ, બી. મહેતા ટ્રસ્ટ કુનુર 26. શ્રી અમુલખ એમ. શેઠ સાંગલી 27. , કીરણ પી. શાહ મદ્રાસ 28. લીલમ અવલાની (મલેશીયા) કલાલુંમ્બપુર 29. શ્રીમતી સુશીલાબહેન ચંદ્રકાંતભાઇ મહેતા પાલનપુરવાળા મુંબઈ 30. , લલીતાબહેન હરીલાલભાઈ મોદી પાલનપુરવાળા 31. શ્રી સુબોધભાઈ વલ્લભદાસ ઘાટલીયા 32 કુ. તરલીકા લાભુભાઈ કે. તુરખીયા સહાયક દાતા રૂા. 500 મદ્રાસ 1 એક સથ્રહસ્થ, 2. શ્રીમતી સુભદ્રાબહેન તુરખીયા Page #8 -------------------------------------------------------------------------- ________________ મેંગ્લોર મદ્રાસ બેંગ્લોર કલકત્તા મુંબઇ મદ્રાસ મુંબઈ ચકાસ 3. શ્રીમતી વિમળાબહેન મણીલાલભાઈ રૂપાણી 4. શ્રી હર્ષદભાઈ શાહ, 5. , કેશુભાઈ દામાણી 6. શ્રીમતી પુષ્પાબહેન નગીનદાસ દેસાઇ 7, , જયાબહેન 8. શ્રી અશ્વિનકુમાર કાન્તીલાલ કામદાર 9. , નલીનીબેન હરીભાઈ સંઘવી 10. , ધીરજલાલભાઈ લક્ષ્મીચંદભાઈ અજમેરા 11. ગં. સ્વ, તનસુખબેન હીંમતભાઈ ખંધાર 12, શ્રીમતી પુષ્પાબેન ઉકાણી૧૩. શ્રી નવનીતભાઈ વી. કેકારી 14. શ્રીમતી ઇન્દુબેન મનહરલાલ વોરા 15. શ્રી સતીશકુમાર પ્રાણજીવન રતાણી 16. શ્રીમતી કલ્પનાબેન હીરાલાલ બાવીસી 17, શ્રી મનીષકુમાર શાન્તીલાલ શાહ 18. શ્રી મણીલાલ ગાંધી (પાલનપુરવાળા) 19. શ્રીમતી અરૂણાબેન ગોરધનદાસ કામાણી 20. શ્રી ચંપાલાલ ગીરધરલાલ મહેતા 21. ,, ગાથામ ચંદુલાલ વસનજી 22. શ્રીમતી જયાબેન શંકરલાલ ગાંધી 23. ,, વનલત્તાબેન દિલીપકુમાર હૈદ્રાબાદ તીરૂપુર મદ્રાસ મુંબઈ બેંગ્લોર મુંબઈ મલાડઅમેરીકા Page #9 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ Esikosos Socialistas ICOS अनन्तविज्ञानमतीतदोषम् अबाध्य सिद्धान्तममर्त्य पूज्यम् / श्री वर्द्धमानं जिनमाप्तमुख्य स्वयंभुवं स्तोतुमहं यतिष्ये // અનંતવિજ્ઞાની, સર્વ દેવ રહિત, પૂર્વાપર વિરોધ રહિત વાણીના સ્વામી, દેવે દ્વારા પૂજનીય, વીતરાગ, આપ્ત શ્રેષ્ઠ તથા સ્વયંભૂ શ્રી વર્ધમાન સ્વામીની સ્તુતિ કરવાને હું 2 (હેમચંદ્રાચાર્ય) પ્રયત્ન કરું છું. Selecteer ee galleggiateste site ofile06 Page #10 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ નંબર 9 28 34 45 પY 176 ક્રમ- પર્યાય નંબર વિષય 1 આત્મા છે 2 ષડું દર્શન પણ તેહ 3 નહીં જુદું એંધાણ 4 માટે છે નહીં આત્મા 5 ભાસ્ય દેહાધ્યાસથી 6 અબાધ્ય અનુભવ જે રહે 7 પણ આત્માને ભાન 8 આત્મ-ચિંતન 9 પ્રગટ રૂપ ચૈતન્યમય 10 જાણનારને માન નહીં 11 આત્માની શંકા કરે 12 અંતર કર્યો વિચાર 13 દેહ માત્ર સંયોગ છે 14 તેથી નિત્ય સદાય 15 પૂર્વ જન્મ સંસ્કાર તે 16 આત્મ-ચિંતન 17 આત્મા દ્રવ્ય નિત્ય છે 18 વદનારે તે ક્ષણિક નહીં 19 કેમાં ભળે તપાસ 20 તેથી જીવ અબંધ 21 હોય ચેતન પ્રેરણું 22 અસંગ છે પરમાર્થથી 23 ચેતન જે નિજ ભાનમાં 24 આત્મ-ચિંતન 25 ભાગ્ય સ્થાન નહીં કેય 26 ભાવ કર્મ નિજ કલ્પના 27 ઝેર સુધા સમજે નહીં 28 કારણ વિના ન કાર્ય તે 3 104 109 118 122 128 134 139 140 '147 151 159 Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 166 179 182 188 191 199 203 210 218 227 233 237 238 ર૯ કર્મ સ્વભાવે પરિણમે 3. પણ તેને નહીં મેક્ષ 31 ઉપજે મેક્ષ સ્વભાવ 32 આત્મ-ચિંતન 33 આત્યાંતિક વિયોગ 34 હોય કદાપિ મોક્ષપદ 35 ઉદય–ઉદય સદ્ભાગ્ય 36 મોક્ષ ભાવ નિવાસ 37 તે કારણ છેદક દશા 38 મુખ્ય કર્મની ગ્રંથ 39 સર્વાભાસ રહિત 40 આત્મ-ચિંતન 41 કર્મ અનંત પ્રકારના ૪ર હણે બે વિતરાગતા 43 હણે ક્ષમાદિક તેહ 44 તે પદની સર્વાગતા 45 જાતિ વેષને ભેદ નહિ 46 વતે અંતર શેધ 47 લહે શુદ્ધ સમકિત તે 48 આત્મ-ચિંતન 49 અનુભવ, લક્ષ પ્રતીત 50 ઉદય થાય ચારિત્રને 51 કેવળ નિજ સ્વભાવનું પર કેટી વર્ષનું સ્વપ્ન પણ પ૩ અવ્યાબાધ સવરૂપ 54 કર વિચાર તે પામ 55 સહજ સમાધિ માંય 56 આત્મ-ચિંતન 245 251 257 262 268 ર૭૨ 280 291 287 294 299 305 310 317 325 Page #12 -------------------------------------------------------------------------- ________________ 4-5 મુનિશ્રી પ્રાણલલજી સ્વામી રવીણ મનનકાલ A Rવીર વેરાવળ સંવત્ ૧૯પ૪ Page #13 -------------------------------------------------------------------------- _ Page #14 -------------------------------------------------------------------------- ________________ પૂ. લલિતાબાઈ મહાસતીજી-સંસારી અવસ્થા છે. કારણ તમારા શકિ રિરિક ધડાકા કાકી અધ્યાત્મ યોગિની, કૃપાદાયી પૂજ્ય બા. બ્ર. લલિતાબાઈ મહાસતીજી (બાપજી) આપને સત સત વંદન Page #15 -------------------------------------------------------------------------- _ Page #16 -------------------------------------------------------------------------- ________________ હાદિક શ્રદ્ધાંજલી સ્વ. શ્રી ચુનિલાલ દેવચંદ બાવીસી ચરેલવાલા) સ્વર્ગવાસ સંવત ર૦૦૦ આસો સુદ ર આપનાં સદ્દગુણો સાદુ જીવન આ મબલ, અને ધર્મભાવના અમારા માટે પ્રેરણા રૂપ બની રહે અને તે પવિત્ર જયેત સદાય પ્રગટતી રહે તે ભાવના સાથે આપનાં દિવ્ય આત્માને પરમશાંતિ મળે. શ્રદ્ધાંજલી આપતા અમો છીએ. ગ. સ્વરૂપ ગુમનબેન ચુનિલાલ બાવીસી. કાન્તિલાલ ચુનિલાલ બાવીસી નિતા કે. બાવીસી અ. સૌ. જયશ્રીબેન કાન્તિલાલ બાવીસી સમીર કે. બાવીસી વિપુલ કે. બાવીસી Page #17 -------------------------------------------------------------------------- ________________ પાલનપુર નિવાસી. સ્વ. શ્રી ચમનલાલભાઈ મછાચંદભાઈ મહેતા કર વિચાર તે પામ” આપનો પરિવાર. Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વ. નાગરદાસભાઈ વલ્લભજી દામાણી આપના ધાર્મિક ભાવના, સરળતા, નિર્મળતા અને કોઈપણ દુઃખી પ્રત્યેની કરૂણા તયા હમદર્દીના સંસ્કારો અમારામાં વિકસિત બને તેવી ભાવના સાથે. પરિવાર દામાણી પરિવાર Page #19 -------------------------------------------------------------------------- ________________ પાલનપુર નિવાસી પુ. માતુશ્રી ગંગાબાઈ કકલદાસ મોદી પુ. પિતાશ્રી કકલભાઈ ચેલજીભાઈ મેદી ધન ખરચતાં મળશે બધું પણ માતપિતા મળશે નહીં, એના પુનિત ચરણો તણી કરી ચાહના ભૂલીશું નહીં', આપની સાદાઈ અને નિરાભિમાની સેવાકીય પ્રકૃતિ તે આપના જીવનની મુખ્ય વિશેષતા હતી. ધર્મ પ્રત્યે આપને સંપૂર્ણ અનુરાગ હતો અને તે સંસ્કારને આપે આપના સંતાનમાં રેડડ્યા છે. તે માટે અમો આપના અત્યંત ઋણી અને ઉપકારી છીએ, આપનો વિનિત પરિવાર. Page #20 -------------------------------------------------------------------------- ________________ નાનજીભાઈ વેલજીભાઈ ઠોસાણી ગ. સ્વ દેવકુંવરબેન નાનજી ભાઈ ઠોસાણી આપ કાઠીયાવાડની પવિત્ર ધરા પર શેત્રુંજય નદીના કાંઠે વસેલ ધરી ગામમાં જન્મી પરિશ્રમી જીવન જીવી વેપારમાં સફળતા પ્રાપ્ત કરી બહોળા કુટુંબના મોભી રહ્યા સર્વને સ્નેહ સંપાદન કરી 42 વર્ષની નાની ઉંમરે નિધન પામ્યા. આપ પૂ. તરૂલત્તાબાઈ મ.સ.ના સંસારપક્ષે બા પુજી જેઓના સદ્ગુણોના સ્મરણથી પુષ્પની જેમ મરકે છે. તરૂલતાબાઈ મહાસતીજીના સંસારી પક્ષે ભાભુ ધર્મપારાયણ પ્રેમાળવત્સલ્ય સભર સરળ સ્વભાવી અન્યના સુખે સુખી, દુઃખે દુખી, જેવા સમભાવી નાની ઉંમર વૈધવ્ય લાધવા છતાં હિંમતથી સંતાનોને પૈવ પૂર્વક ઉછેર કરનાર ધર્મવાન કુ ટુંબ પ્રત્યે અત્યંત માયાળુ સ્નેહલ અને ઉદારતા ભર્યો વહેવાર તેમના જીવનના સર્વ પાસા મેઘધનુષ્ય જેમ સપ્તરંગી મનહર છે. કુટુંબને ઉત્કર્ષમાં તેમની પ્રેરણાના પિયુષ અમૃત સિંચાણના એવા દેવકુંવરબા સવે માટે પ્રેરણાનું બળ છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ 414 Ran TEST NEY સ્વ. શ્રી ચીમનલાલ ચુનીલાલ બાવીસી (ચરેલવાળા) જન્મ. તા. 4-12-1935 સ્વર્ગવાસઃ તા. પ-૨-૧૯૭૮ અમારા પૂજ્ય વડીલશ્રોની સ્નેહભરી સ્મૃતિમાં અમે સૌ વિનમ્રભાવે આપને વંદન કરી હાર્દિક શ્રદ્ધાંજલી અપીએ છીએ. પ્રભુ આપના આત્માને શાશ્વત શાંતિ અર્પે એવી અહનિરશ પ્રાર્થના. લી. સમસ્ત બાવીસી પરિવાર (તાજ લેધર કાફટસ) Page #22 -------------------------------------------------------------------------- ________________ પાલનપુર નિવાસી ( હાલ મુબઈ ) પૂ. પિતાશ્રી પૂ. માતુશ્રી સ્વ.શ્રી ગીરધરભાઈ કે ઝવેરી. લીલાબાઈ ગીરધરલાલ ઝવેરી આપ માત પિતા પાસેથી સુસંસ્કારોને અમૂલ્ય વારસો મળે, આપે અમારામાં દયા-દાન-ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું. ધર્મ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અમારા આત્મામાં જાગૃત કરી, તેવા આપને અમારા લાખ લાખ વંદન. આપની સુપુત્રીએસુશીલા- પ્રવિણા-હર્ષિલા Page #23 -------------------------------------------------------------------------- ________________ અ. સૌ. સ્વ. સ્મિતાબેન સી. પારેખ જન્મ તા. 27-11-68 | સ્વર્ગવાસ તા. 4-11-86 મદ્રાસ. સંવત-૨૦૪૩ ભાઇબીજ બેંગ્લર. સદાય સ્મિત વેરતી અને માત્ર 18 વર્ષની નાની ઉ મરે ભાઈ બીજના પવિત્ર દિવસે અચાનક અમોને છોડીને ચાલી ગઈ. આપના સર્વ પ્રત્યેનો પ્રેમ સદાય યાદ રહેશે. ફુલડું ગયું કરમાઈને સુવાસ તેની રહી ગઈ. અરમાન સૌ તુટી પડયા. આશા નીરાશા બની ગઈ પિતા : નંદલાલ નાનચંદ કામદાર માતાઃ અ.સૌ. વસુમતિ નંદલાલ કામદાર ભાઈઓ : મયુર તથા ઈલેશ. ભાભી : અ.સૌ. હીના મયુર કામદાર બહેનઃ અ.સૌ. ઇલા હર્ષદભાઈ મહેતા બનેવી હર્ષદભાઈ ફુલચંદભાઈ મહેતા (જુના સાવરવાળા હાલ મદ્રાસ.) Page #24 -------------------------------------------------------------------------- ________________ પાલણપુર નિવાસી સ્વ. પૂજ્ય પિતાશ્રી ગં. સ્વ. પૂજ્ય માતુશ્રી હીરાલાલભાઈ હેમરાજભાઈ મહેતા હીરાબાઇ હીરાલાલભાઈ મહેતા નાની ઉંમરે ફૂલ જેવાં અમને માની છાયામાં મૂકી આપે ચીર વિદાય લીધી. આપના સદ્ગુણો અને ધર્મને અમર વારસો પૂજ્ય માતુશ્રીએ અમારામાં રેડ્યો. આપ ઉભયના મહાન ઉપકારનું ત્રણ અમે કદી ચૂક્વી શકીએ તેમ નથી. આપને અમારા અંતઃકરણના અહોભાવથી વંદન કરીએ છીએ. આપની શુભાશિષ સદાકાળ ટકી રહે એજ અભ્યર્થના ! પુત્ર. -સ્વ. રસીકલાલ, સ્વ. રતીલાલ, રમણીક, સ્વ. રમેશ. પુત્રી. સવિતા. જમાઈ સ્વ. પન્નાલાલભાઈ પુત્રવધુઓ-ઇન્દીરા, મંજુલા, સત્યવતી, સરિતા-સમસ્ત પરિવાર Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પિતાશ્રી ડે. વ લભજી ટોકરશી દેશી પૂજય માતુશ્રી શ્રીમતિ દિવાળીબેન વલ્લભજી દોશી જન્મ નવેમ્બર 1869 સ્વર્ગવાસ મે 1957 જન્મ નવેમ્બર 189 સ્વર્ગવાસ ડીસેમ્બર 1969 આપે અમારા સૌમાં જન્મથી ધર્મભાવના અને સંસ્કારનું બીજ રોપ્યું અને પ્રેમ અને વાત્સલ્યથી જળ સિચન કર્યું જેના પ્રતાપે આજે અમે સૌ ભાઈઓ અને આપને સકળ પરિવાર સુખી છીએ. અમને ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને સેવાના કાર્યો તથા દાન કરવાની પ્રેરણા આપના પ્રતાપી જીવનમાંથી કાયમ મળતી રહી છે તેને અમારું સૌભાગ્ય સમજીએ છીએ. આપના સદા ત્રણ પુત્રો અને સકળ પરિવાર પ્રેરિત :શ્રી મનસુખભાઈ વ. દેશી અને શ્રીમતિ સુશીલા દોશી. Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વ. શ્રીમતી જાસુદબેન સુરજમલભાઈ મહેતા “સવ જીવનું ઈચ્છો સુખ” તેમની સુપુત્રીઓ-મુંબઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ પાલનપુર નિવાસી સ્વ. શ્રી શાંતીલાલ નાનચંદ કોઠારી તેમની સમૃતીમાં તેમના પરિવાર તરફથી Page #28 -------------------------------------------------------------------------- ________________ આત્મા છે.. ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદશની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શ, સમ્યગુજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના મુક્તિને પામવા માટે છે. એ આરાધના કરનાર જીવ સંસારના સર્વ બંધનોથી સર્વથા મૂકાય છે. - આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ જ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભૂમિકામાં સદ્ગુરુનું માહામ્ય અને સ્વચ્છેદને ટાળવાની અનિવાર્યતા બતાવ્યા પછી, મતાથ ત્યજવા માટે મતાથીનાં લક્ષણે અને આત્માથે પામવા માટે આત્માથીનાં લક્ષણે બતાવ્યાં. હવે મુખ્ય તત્ત્વ પર આવે છે. આ શાસ્ત્રની રચના જે પદોને સમજાવવા માટે થઈ છે તે માત્ર એક ગાથામાં જ આમા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ છે જોકતા વળી મક્ષ છે, મેક્ષ ઉપાય સુધમ....૪૩... પ્રથમ પદ “આત્મા છે.” શા માટે એને પ્રથમ લીધું ? આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા વિના સાધનાનું કઈ મૂલ્ય નથી. આત્મા છે તે તેને માટે આરાધના ! આત્મા જ ન હોય તે કોના માટે સાધના કરવાની રહે ? માટે પ્રથમ તે એ વિશ્વાસ હવે ઘટે કે આત્મા છે. | મોટા ભાગના માણસે આત્માના સ્વીકાર માટે તૈયાર નથી. તેમાં ય જડ જગતની શક્તિઓને સર્વસ્વ માનનાર વિજ્ઞાનના પ્રભાવથી અંજાયેલે માનવ આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખતું નથી. જ્યાં અસ્તિત્વની જ શ્રદ્ધા નથી ત્યાં આત્મા વિષયક સર્વ પ્રશ્નો નિરર્થક બની જાય છે. શાસ્ત્રોમાં રાજા પરદેશીની વાત આવે છે. આત્માનું હેવાપણું છે જ, ભાગ-૨-૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું નહીં, એમ દઢતાપૂર્વક માનતે હેવાના કારણે પાપ કરવામાં પાછું વાળી જેતે ન હતે. આત્મા ન હોય તેથી પાપ-પુણ્ય પણ ન હોય અને પાપપુણ્યના અભાવે સ્વર્ગ–નરકની પણ સિદ્ધિ થાય જ નહીં, આમ સર્વથા નાસ્તિકવાદી હેવાના કારણે પાપ-પ્રપંચમાં જ એ પડયો હતો વળી એ હતે જિજ્ઞાસુ, એટલે પિતે જે માને છે તે સત્ય જ છે એ સાબિત કરવા માનવના દેહમાં, આત્માને શોધવાના પ્રયાસ પણ એણે જુદી-જુદી રીતે કર્યા હતા. મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારને કોઠીમાં પૂરી, તેને જીવ કેઠીનાં કયા ભાગમાંથી નીકળે છે, તે જોવાનો પ્રયાસ કર્યો પણ કેઠીમાં ક્યાંય તડ પડી નહીં અને પેલે ગુનેગાર તે મરણ પામેલે જ કેઠીમાં દેખાયે. તે જ રીતે બીજા એક ગુનેગારના શરીરને પહેલાં તેન્યું, અને ફાંસી દીધા પછી ફરી વજન કર્યું. અને વજન સરખા જ થયા. તેથી ત્યાં પણ સિદ્ધ થયું કે આત્મા નથી. જે આત્મા હોય તે દેહમાંથી નીકળી ગયા પછી દેહનું વજન એટલું ઓછું થવું જોઈએ પણ વજન ઓછું થયું નહીં. ત્રીજા ગુનેગારના શરીરના ટુકડે-ટુકડા કર્યા. અસંખ્ય ટુકડા કર્યા અને દરેક ટુકડામાં જીવને જોવાનો પ્રયાસ કર્યો પણ એકે ય ટુકડામાં જીવ દેખાય નહીં. આમ તેણે કરેલા સર્વ પ્રયાસ વડે દેહમાં આત્મા નામનું કોઈ તત્વ નથી એવું સાબિત કર્યું. તેથી તેને વિશ્વાસ દઢ થયે. પાપ અને પાપના ફળને ન માનવાના કારણે જીવન પાપમય પ્રવૃત્તિમાં જ વ્યતીત થવા માંડયું. જો કે પાછળથી તે બુઝચે અને આત્માના અસ્તિત્વને સ્વીકારતે થયો. જીવન સુધર્યું અને સાધનાની રાહે ચડી ગયે. સમતા યોગને સાધી એણે સફળતા મેળવી લીધી. અહીં રાજા પરદેશીએ આચરેલા પ્રયાસો સ્પૃહણીય નથી પણ આત્મ-તત્વને જાણવાની તેની જિજ્ઞાસા ઉલ્લેખનીય છે, પ્રશંસનીય છે. ભારતમાં એક ચાર્વાક સંપ્રદાય હતે. આજે તેનું સંપ્રદાયના રૂપમાં અસ્તિત્વ નથી. આ મતવાદીએ આત્માના અસ્તિત્વમાં વિશ્વાસ ધરાવતા નથી. આ જન્મ પહેલે અને છેલ્લે છે. પુનર્જન્મ નથી. પાપ-પુણ્ય નથી, સ્વર્ગ-નરક નથી. કર્મ નથી, કર્મફળ નથી. કશું જ નથી. અને તેથી . . . . e. Page #30 -------------------------------------------------------------------------- ________________ આત્મા છે આત્માના નામે થતી ધર્મ–આરાધના કરવાને કઈ અર્થ નથી. બસ, જેટલાં વર્ષ જીવે, સુખેથી જીવે. કરજ કરીને પણ મેજ-મજા કરી લે. જીવનને ભૌતિક આનંદ માણવા માટે ધનની જરુર હોય. તમારી પાસે ધન હોય તે ભલે, ન હોય તે કઈ પાસેથી કરજ કરીને , તેમ ન મળે તે લૂંટીને પણ લઈ લે અને ભોગ ભોગવી . જીવન પૂર્ણ થયા બાદ કશું જ નહીં રહે, તે પછી ક્યાં ભગવશે ? આત્માના અસ્તિત્વને નહીં માનનાર માનવેને દષ્ટિકોણ ભૌતિક્યાદી જ થઈ જાય છે. આરાધનાના નામે કશું યે રહેતું જ નથી. માટે જ શ્રીમદ્જીએ આત્મા છે કહી આત્માના અસ્તિત્વ વિષે શ્રદ્ધા જાહેર કરી છે. વળી આત્મા છે એટલે જગતમાં ક્યાંક આત્મા છે કે હશે તેમ નહીં પણ “હું આત્મા જ છું, મારું અસ્તિત્વ આત્મ-રૂપ છે, દેહ રૂપ નથી, દેહથી તદ્દન જુદો “હું માત્ર આત્મા છું', આવી દઢ શ્રદ્ધા જાગે, શક્તિ રૂપે છે તે વ્યક્તિત્વ રૂપે સાકાર થાય, અને સત્ય તત્વની સંપૂર્ણ વ્યક્તિગત શ્રદ્ધા જાગે, તેથી જ આ પ્રથમ પદ . બીજું પદ-તે નિત્ય છે. આત્માનું અસ્તિત્વ છે અને તે નિત્ય અસ્તિત્વવાન પદાર્થ છે. એ શાશ્વત તત્વ છે, નાશવંત નહીં. દેહને જ આત્મા માનનાર દેહના નાશથી આત્માને નાશ માને તેને અનાત્મવાદી કહા છે અને આત્માને સર્વતંત્ર સ્વતંત્ર દ્રવ્ય માનનાર આત્મવાદી છે. આત્મવાદી તથા અનાત્મવાદી બને ચેતનના અસ્તિત્વને તે સ્વીકારે છે. પણ આત્મવાદી ચેતનના સૈકાલિક અસ્તિત્વને સ્વીકાર કરે છે, જયારે અનાત્મવાદી માત્ર અસ્તિત્વને જ સ્વીકાર કરે છે. ચૈતન્ય આત્મા કદી મરે નહીં. તેને નાશ ન થાય. દેહ જડ છે તેને નાશ થાય છે. દેહ છે તે જડને એક પર્યાય છે અને પર્યાય કક્કી સ્થિર રહે નહીં. જે પરિણમે છે અર્થાત્ ક્ષણે-ક્ષણે બદલાય છે તે પર્યાય છે. દેહ પણ પર્યાય છે માટે તેને નાશ થાય. પણ આમાં સ્વતંત્ર દ્રવ્ય છે અને દ્રવ્યના દ્રવ્યત્વને કદી નાશ થાય નહીં માટે આત્મા નિત્ય છે. વળી આત્મા એક શક્તિ રૂપ છે. શક્તિને કદી નાશ થતો નથી તેમ વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું આત્મામાં નિત્યત્વ છે માટે જ મોક્ષની સંભવિતતા છે. અનંતકાળ સુધી શાશ્વત સ્થિતિમાં સદાનંદમય સ્થિતિમાં રહેવું તે તે મેક્ષ છે. આત્મા નાશવંત હેય તે શાશ્વત આનંદમય સ્થિતિ તેના માટે હાઈ શકે જ નહીં. આમ આત્મા નિત્ય છે એ શ્રદ્ધા જાગે તે જ મેલ આરાધના સાર્થક છે. ત્રીજું–શું પદ આત્મા કર્યા છે, અને કર્મ ફળને ભક્તા પણ છે. કર્મને કર્તા છે. નિજ કર્મને કર્તા છે. પિતે જ કર્મ કરે છે અને પિતે જ એ કર્મનાં ફળ ભોગવે છે. એકનાં કરેલાં કર્મો બીજાને ભેગવવાં પડતાં નથી. વળી કર્મ કેઈ કરાવતું નથી. પિોતે જ રાગ-દ્વેષ–અજ્ઞાનના કારણોનું સેવન કરી કર્મ કરે છે. ' અહીં માત્ર સ્થલ દષ્ટિથી, વ્યવહારનયને લક્ષ્યમાં રાખી વાત કરી છે. આત્માનું કર્તાપણું અને ભોકતાપણું વાસ્તવમાં શું છે એ આગળ વિચારશું. પાંચમા પદમાં કહે છે “આત્માન મેક્ષ છે. તે કર્મને કર્તા બને, ભોક્તા પણ બન્યું. પણ એ પછી આત્મા સર્વથી મુક્ત થવાની લાયકાત ધરાવે છે. જે આત્મા પુરુષાર્થ કરે તે બંનેને છેદી મેક્ષ પામી શકે છે. અન્ય માન્યતા એવી પણ છે કે વિશ્વમાં સર્વોચ્ચ શક્તિરૂપ એક જ બ્રહ્મ તત્વ છે. અને તે સદા એક જ રહેશે. કોઈ પણ જીવ પિતે બ્રહ્મ બની શકે નહીં. પરમ બ્રહ્મ પરમાત્માના પદ સુધી જીવ કદી પહોંચી શકે જ નહીં. પણ જેન આરાધનાની ચરમ પરિણતિ પરમાત્મ તવમાં થાય છે. ગમે તે પાપી, અધમ જીવ પણ જાગે અને સમ્યગૂ પુરુષાર્થ તેને લાધી જાય છે તે પણ સંસારથી સર્વથા મુક્ત થઈ સિદ્ધ સ્વરૂપી બની શકે છે. જેને પરંપરાની આ જ વિશેષતા છે. તેથી આ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સહુથી મહત્ત્વપૂર્ણ આ પાંચમું પદ' જ છે. આત્માને મોક્ષ છે એ શ્રદ્ધા સહિત સમજાય તે જીવ એ તરફ પુરુષાર્થ કરી શકે. વળી અહીં એક વાર મોક્ષ પ્રાપ્ત થયા પછી ફરી પાછે જન્મ લેવાને નથી. ચિરકાળ સુધી એ શાશ્વત રિથતિમાં જ પિતાના શુદ્ધ-વાસ્તવિક Page #32 -------------------------------------------------------------------------- ________________ આત્મા છે સ્વરૂપને આનંદ લેતાં ત્યાં જ રહેવાનું છે. જ્યારે કેટલાક ધર્મ–સંપ્રદાયેની માન્યતા એમ પણ છે કે એક વાર મેક્ષ તે થઈ જાય, પણ ફરી જન્મ લઈ આ સંસારનાં દુઃખ ભેગાવવા આવવું પડે. આ માન્યતા જીવને પુરુષાર્થ કરવામાંથી પાછો પાડે છે. જે પ્રબળ પુરુષાર્થ કર્યા પછી, અનેક કષ્ટો વેઠ્યા પછી મળતી મુક્તિ, શાશ્વત ન હોય, ફરી એનું એ પરિભ્રમણ હેય તે એવી મુક્તિથી શું ? એના કરતાં તે જ્યાં છીએ ત્યાં સારા છીએ! મેજ કર્યા કરીએ અને જન્મ-મરણ કર્યા કરીએ ! બંધુઓ ! જેન પરંપરાની મુક્તિ વિષયક માન્યતા સર્વજ્ઞ–સર્વદશી, વીતરાગ પરમાત્માએ આપેલ, બતાવેલ માર્ગને અનુસરીને છે. તેથી તેમાં મીનમેખ ન હોવાથી આ જ સાધના આરાધવા યોગ્ય છે. અહીં આત્મા વિષે કરેલો પુરુષાર્થ કદી વ્યર્થ નથી જતો. જેમ-જેમ પુરુષાર્થ થાય તેમ-તેમ મેક્ષની નજીક એ પહોંચાડે છે. આ શ્રદ્ધા જ જીવમાં જાગૃતિ આણે છે. પુરુષાર્થની પ્રેરણા આપે છે અને અંતે જીવ મેક્ષને પામી જાય છે. અને છેલ્લે પદ- “મેક્ષ ઉપાય સુધર્મ. જ્યારે પાંચે પદની શ્રદ્ધા આત્મામાં જાગૃત થાય ત્યારે હવે અંતિમ પદ કહે છે. “મેક્ષ છે” જીવ મુક્ત થઈ શકે છે તે તેના ઉપાયે હેવા જ જોઈએ. જીવ કેવા પુરુષાર્થ વડે મેક્ષને પામી શકે ? તે તેને સાદે સીધો ઉપાય એટલે જ કે બંધાચેલે છે એને જ મોક્ષ છે. તે મોક્ષ પામવા બંધનને કાપવાં, બંધનને કાપવાની રીત એ જ છે મોક્ષને ઉપાય. મોક્ષને માર્ગ ગાથામાં મેક્ષને ઉપાય “સુધર્મ” બતાવ્યું. “સુધર્મ” એટલે સ્વને ધર્મ. આત્માના શુદ્ધ સ્વભાવ રૂપ જ્ઞાતા-દેષ્ટા ભાવ તે જ છે સ્વ–ધર્મસ્વધર્મને છોડી પર–ધર્મરૂપ રાગ-દ્વેષ સેવ્યાં એટલે જ બંધાયે છે. તેનાથી વિરૂદ્ધ વતે તે છૂટી જાય. મુક્ત થાય. પંચતંત્રમાં આપેલ બેધકથાઓમાં એક કથા છે. એક મોટા જંગલમાં કેટલાક રાની પશુઓ રહે છે. તેમાં વનનો રાજા વનરાજ પણ છે. આખા એ જંગલને ધ્રુજાવતે રાજ કરી રહ્યો છે. એકવાર ખેરાકની શોધમાં નીકળે ઘણું છુ, પણ શિકાર મળતું નથી. ભૂખની પીડા પેટમાં વધી રહી છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું વ્યાકુળ થઈ ગયું છે. એટલામાં એક જગલી ઉંદર દેખાયે. સિંહ જેવું પ્રાણી આવા નાના જંતુઓને શિકાર ન કરે. તેનામાં પણ એક ખૂમારી હેય. પિતે બળવાન હોય એટલે બળિયા સાથે જ બાથ ભીડે. પણ શું કરે ? પેટની ભૂખ સતાવી રહી છે. એણે ઉંદરને મારવા પંજે ઉઠાવ્યો પણ નાને એ ઉદર બુદ્ધિમાન હતું. એણે વિનતિના સ્વરમાં કહ્યું, વનરાજ મને મારીને તમારું શું વળશે ? મારા આવડા શરીરથી તમારી ભૂખ ભાંગશે નહીં. મને છેડી દો. સિંહથી રહેવાતું નથી. ભૂખ સહેવાતી નથી. એ કહે ના, હું તે તને મારીશ જ. પણ ઉંદરે ખૂબ કાલાવાલા કર્યા વનરાજ ! મને છોડી દે, હું કયારેક તમને કામ લાગીશ ! વનરાજ વિચારે છે, આવડે એ મને શું કામ લાગશે ? છતાં ક્રૂર ગણાતા સિંહના દિલમાં દયા આવી અને એને છોડી દીધું. ઉંદર તે સિંહને મિત્ર બની ગયે. રોજ આવે, સિંહ સાથે ચેડી વાર રમે ને ચાલ્યા જાય. એમ એક દિવસ ઉંદર આવ્યા ને જોયું તે સિંહ કેઈની બિછાવેલી જાળમાં સપડાઈ ગયો છે, ગરીબડો થઈને બેઠે છે, નીકળવાના પ્રયાસ કરે તેમ વધુ ફસાતે જાય છે. ઉદર કહે આ શું? આવી દશા કેણે કરી આપની ? હે ! આ તે આપ જાળમાં ફસાયા છે! કંઈ વાંધો નહીં, આપને મુક્ત કરવા તે મારું કામ! અને ઉંદરે દાંત વડે ધીરે-ધીરે આખી જાળને કાપી નાખી. સિંહને મુક્ત કર્યો ! નાના એવા ઉદરે, વનરાજ જેવા મહા–પ્રાણીને મુક્ત કર્યો ! બંધુઓ! વિચારો ! જાળ કોણે કાપી? ઉંદરના દાંતની તીણતાએ! એ જ રીતે સંસારમાં ફસાયેલા આત્માને બંધનમાંથી છોડાવવાનું કામ કરે છે, સુધર્મ, સ્વધર્મ ! સ્વધર્મ જેવું તીણ સાધન બીજું કઈ નથી. અને બીજી વાત, ઉદરને સિંહ પર પ્રેમ હતું. તેના પ્રેમ ભાવે જ તેની પાસે આવું મોટું કામ કરાવ્યું. બંધુઓ! આપણે આપણા આત્માને જ મુક્ત કરે છે માટે આત્મા પર પ્રેમ કરીએ. જગતના પર ઘણે પ્રેમ કર્યો પણ પિતે પિતાને જ પ્રેમ નથી કર્યો. જે Page #34 -------------------------------------------------------------------------- ________________ આત્મા છે પિતાને પ્રેમ કરતે થઈ જાય તે મુક્ત થવામાં વાર કેટલી ? આચારાંગ સૂત્રમાં કહ્યું છે– ___पुरिसा तुममेव तुम मित्त, कि बहिया मित्त मिच्छसि.? હે આત્મા! તું જ તારે મિત્ર છે. શા માટે બહારના મિત્રને ઈએ છે? આત્મા સુમાર્ગે ચાલે, પિતે પિતાને જાગૃત કરે, પોતે પિતાનું ભાન કરે, નિજાનંદને અનુભવે તે તે પિતાને મિત્ર છે. સત્પથ પર ચાલી આત્માને મેક્ષ મંઝિલે પહોંચાડે છે. તે બંધુઓ! આત્મા પર, પિતા પર પ્રેમ કરી આપણે આપણાં બધન કાપી નાખીએ. - અહીં સંક્ષેપમાં છ પદો બતાવ્યાં ! હવે પછી સુપાત્ર શિષ્ય એકએક પદ વિષે પ્રશ્ન ઉઠાવશે અને સમર્થ સદ્ગુરુ, ખૂબ જ પ્રેમ ભાવથી, અનુભવ રસથી રસાયેલી વાણી દ્વારા પ્રશ્નોનાં સમાધાન કરશે. તે પહેલાં ભારતના અન્ય દર્શને સાથે આ છ પદનો સમન્વય કેવી રીતે થાય છે તે હવે પછીની ગાથામાં કહેવામાં આવશે. Page #35 -------------------------------------------------------------------------- ________________ -16 દર્શન પણ છે ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના આત્માને શુદ્ધ-બુદ્ધ બનાવે છે. અનંતકાળથી મલિન થયેલે આત્મા નિર્મળ બને છે. અને એ જ સિદ્ધિ છે. અધ્યાત્મ માર્ગે સિદ્ધિ પામીને કેઈ ચમત્કારિક લબ્ધિઓ પ્રાપ્ત કરવાની નથી. પણ આત્માનું જે મૂળભૂત સ્વરૂપ છે તે પામી જવાનું છે. અત્યારે આપણે જે કઈ છીએ તે વાસ્તવિકતા નથી, અયથાર્થ રૂપ ધારણ કરેલ છે. ગમે તેવા સાધન-સંપન્ન હે, શક્તિ ધરાવતા હે, શેઠશ્રીમંતનું બિરૂદ ધરાવતા હો, સમાજમાં પ્રતિષ્ઠા પામી ચુક્યા છે, એ બધું જ અયથાર્થ. એ તમારું સ્વરૂપ નથી, વાસ્તવિક સ્થિતિ નથી. આવું બધું તે કંઈ કેટલીયેવાર મેળવી ચૂક્યા છે. કશુંય નવું નથી. તમે જે મેળવ્યું તે વિશ્વના અનેક છે મેળવે છે. જે કંઈ સુખ મળ્યું, દુઃખ મળ્યું, આગળ વધ્યા કે પાછા પડયા. બધું જ જગતના ક્રમમાં ઘટિત થયા જ કરે છે ને થયું. પણ આજ સુધી આત્મદશામાં જે ઘટિત નથી કરી શક્યા, તે કરવું તેનું નામ છે આરાધના. ' આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ આરાધનાની યથાર્થતાને સમજાવવા માટે જ છ પદનું વિવેચન થયું છે. જે ભારતનાં અન્ય દર્શનના સિદ્ધાંત સાથે પણ કંઈક સમ્મત છે. શ્રીમદ્જી કહે છે ષ સ્થાનકે સંક્ષેપમાં, દર્શન પણ તેહ, સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ.૪૪. ભારતનાં છ દર્શનેએ તાત્વિક વિચારણા જેટલી કરી છે તે આ છ પદની અંદર સમાઈ જાય છે. આત્માને કેન્દ્રમાં રાખી તેના વિષે જે Page #36 -------------------------------------------------------------------------- ________________ ષડૂ દર્શન પણ તેહ કંઈ વિચારવામાં આવે તે છ પદ સિવાય બીજું કશું હોઈ ન શકે. તેથી જ શ્રીમદ્જી કહે છે કે આ છ પદને વિચાર કરતાં ષડ્રદર્શનનું જ્ઞાન થઈ શકે છે. ભારતમાં મુખ્યરૂપ છ દર્શન છે. 1, વેદાંત 2, જેન 3, સાંખ્ય સ, એગ 5. નૈયાયિક અને 6. બૌદ્ધ, જૈન દર્શન સિવાયના અન્ય દર્શને એકાંતવાદી છે ત્યારે જૈન દર્શન અનેકાંતવાદી છે. તત્વને એક દષ્ટિથી જ જવું તે એકાંત અને જુદી-જુદી અનેક દષ્ટિથી જેવું તે અનેકાંત. પ્રત્યેક પદાર્થમાં અનંત સંભાવનાઓ હોય છે. સર્વ સંભાવનાઓને દૃષ્ટિમાં રાખીને પદાર્થને કહે તે અનેકાંત. કોઈ પણ પદાર્થ ભિન્ન-ભિન્ન અનેક પ્રકારની ગ્યતા ધરાવતા હોય તેને એમ કહી દેવું કે તે આ જ છે તે તેને પૂરો ન્યાય આપી શકાતો નથી. પણ તે એક અપેક્ષાએ આવે છે, સાથે બીજી અપેક્ષાએ આ પણ છે એમ કહેવાથી પદાર્થનું પુરું સ્વરૂપ સામે આવે છે. પદાર્થનાં જેટલા Angles છે એટલા Angles થી તેને જેવો જોઈએ. જૈન દાર્શનિકેની એ વિશેષતા છે, કે તેઓ પ્રત્યેક પદાર્થ ને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની દષ્ટિથી જુએ છે અને સાથે-સાથે અસ્તિ નાસ્તિ ને વિવેક કરે છે. આ અનેકાન્તવાદ માત્ર શાસ્ત્રચર્ચા પૂસ્તે જ સીમિત નથી પણ જીવનમાં પ્રાયોગિક ક્ષેત્રે પણ એટલો જ ખરો ઉતરે છે. જેમકે નાના-મોટાની વ્યાખ્યા, ઊંચા-નીચાની વ્યાખ્યા, સારા-ખરાબની વ્યાખ્યા પણ સાપેક્ષ જ હોય છે. બે ટેબલ હેય એક ત્રણફૂટ ઉંચું અને બીજુ પાંચ ફૂટ ઊંચું. પહેલાં કરતાં બીજુ ઊંચું છે પણ તેની બાજુમાં ત્રીજુ આઠ ફૂટ ઊંચું ટેબલ મૂકે તે જેને ઊંચું કહ્યું તેને નીચું કહેવું પડશે. તે એ વચલા ટેબલમાં ઉચાપણું છે તેમ નીચાપણું પણ છે. એક જ ટેબલમાં પરસ્પર બે વિધી બાબત દેખાય છે. સામાન્ય રીતે એમ લાગે છે કે જે ઊંચું છે તે ઊંચું જ હોય. નીચું છે તે નીચું જ હોય ! પણ એકી સાથે બંને કેમ હોય ? પણ વ્યવહારમાં આમ પ્રયોગ થાય છે. જેને સહુ સારી રીતે જાણે છે, અને આમાં Page #37 -------------------------------------------------------------------------- ________________ 10 હું આત્મા છું ક્યાંય વિરોધ ઉભું થતું નથી. અનેકાંત દષ્ટિ જ એ છે કે પરસ્પર વિરોધી લાગતા બે ધર્મોને એક જ પદાર્થમાં બતાવતા છતાં વિરોધ ન થાય. આ દષ્ટિને ખ્યાલમાં રાખી જેનદર્શન જ્યારે અન્ય દર્શનની માન્યતાને વિચારે છે ત્યારે તે જેની દષ્ટિએ પણ સ્વીકાર્ય બને છે. મહામનીષી શ્રી હરિભદ્રસૂરિશ્વરજીએ ષડ્રદર્શન સમુચ્ચય નામના ગ્રંથમાં તટસ્થ ભાવે છે કે દર્શનેની ચર્ચા કરતાં, તે-તે દર્શનેની માન્યતાઓને બતાવી છે. વેદાંત અને કેટલાક સાંખ્યમતવાદીઓ આત્માને અબંધ માને છે, નિર્લેપ માને છે. આત્મા કદી બંધાતું નથી. તેનામાં બંધની સંભાવના નથી. બ્રહ્મ શુદ્ધ છે. આ મત તેઓને એકાંત દષ્ટિએ છે. જેનદર્શન આત્માને નિશ્ચયનયથી શુદ્ધ, બુદ્ધ, અને નિર્લેપ માને છે. તેના વાસ્તવિક નિર્મળરૂપમાં કયાંય લેપ નથી, બંધાવાપણું નથી. વેદાંત અને સાંખ્યની આ માન્યતા જૈન દર્શનને નિશ્ચયયથી માન્ય છે. તે ઉપરાંત જૈનદર્શનની વ્યવહાર દષ્ટિ આત્માને કર્મના કર્તા અને કતારૂપે માને છે. તેથી આત્મા બંધાય છે ને લેપાય પણ છે. ગમીમાંસકે અનેક આત્માને માનતા નથી, પણ આખાયે વિશ્વમાં એક જ આત્મા છે. જેમ આકાશમાં રહેલા ચંદ્રનાં પ્રતિબિંબ અનેક વાસણમાં રહેલા પાણીમાં અનેક પડે છે છતાં ચંદ્ર એકજ છે. તેમ અનેક શરીરમાં જુદા-જુદા લાગતાં આત્મા તે એક વિશ્વાત્માનાં પ્રતિબિંબ જ છે. આ એકાંત માન્યતા, આત્મસ્વરૂપની અપેક્ષાએ જૈનદર્શન માન્ય કરી શકે. શાસ્ત્રમાં કહ્યું “આત્મા એક છે. જનદર્શન લેકમાં અનંતઅનંત આત્માઓમાં વિશ્વાસ ધરાવે છે. છતાં આત્મા એક છે એમ કહેવા પાછળની દૃષ્ટિ આત્માનાં મૌલિક સ્વરૂપની છે. આત્મા સિદ્ધને હોય કે સંસારમાં ફરતા નાના-મોટા પ્રાણુઓને હેય. પણ બધા જ આત્માનું મૂળભૂત સ્વરૂપ એક સરખું જ છે. અસ્તિત્વ, વસ્તૃત્વ, નિત્યત્વ પ્રમેયત્વ, અગુરુલઘુત્વ આદિ ગુણે સર્વ માં છે જ. માટે જીવ સ્વરૂપે બધાં જ આત્મા એક છે આ પણ નિશ્ચયદષ્ટિ છે. તે ઉપરાંત સર્વ , Page #38 -------------------------------------------------------------------------- ________________ ષડૂ દર્શન પણ તેહ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે માટે જૈન દર્શન અને આત્માના હેવાપણુમાં પણ શ્રદ્ધા ધરાવે છે. ગ–ૌયાયિકે ઈશ્વરને જગતને કર્તા માને છે. જેના પરંપરા કોઈ એક ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી છે તેવું માનતી નથી પણ આત્માને જ પરમાત્મા માને છે. સહુ જીવે પિતાને આંતર-બાહ્ય સંસાર પિતે જ ઉભે કર્યો છે. પિતે જે કંઈ છે, જે છે, જે કંઈ ભેગવે છે, જે કંઈ મળ્યું છે, તે બધું જ પિતાની અંદર પડેલા આત્મતત્વની. બહિર્મુખ પરિણતિના કારણે છે એ સ્વીકારે છે તેથી આ જગતનાં અનંત. આત્માઓએ, અનંત સંસાર રચ્યું અને તે સર્વ આત્માઓ પરમાત્મા સ્વરૂપી જ છે તેને જ ઈશ્વર કહી શકીએ. આ દષ્ટિ તૈયાયિકે સાથે. સંમત થાય છે. વળી જડ જગત અનાદિ-અનંત છે તે કેઈનું બનાવ્યું બને નહીં. જેનદર્શન જગતને સ્વયંભૂ માને છે. બૌદ્ધ આત્માનું નિત્યત્વ ન સ્વીકારતાં આત્માને ક્ષણિક માને છે. તેઓ કહે છે જગતનાં સર્વ પદાર્થો ક્ષણ સ્થાયી છે. એક ક્ષણથી વધારે સમય કેઈપણ પદાર્થ ટકી શક્તિ નથી. પ્રત્યેક ક્ષણે પદાર્થને નાશ થાય છે, અને પ્રત્યેક ક્ષણે ઉત્પત્તિ થાય છે. આમ સર્વ પદાર્થની સાથે આત્મા પણ અનિત્ય છે. જેનદર્શન આત્માને એક દષ્ટિએ અનિત્ય પણ માને છે. આ તેની અનેકાન્ત દૃષ્ટિની બલિહારી છે. આત્મા પોતાના મૂળ. રૂપમાં દ્રવ્યની દૃષ્ટિએ નિત્ય છે પણ જેટલા દ્રવે છે. તે સર્વ પરિણમનશીલ છે. ક્ષણ-ક્ષણ પર્યાયનું પરિણમન થયા કરે છે વળી પર્યાય તે. ક્ષણિક જ હોય તેથી નાશવંત છે. જે ટકીને સ્થિર ન રહે તે જ પર્યાય. તે આત્મા દ્રવ્ય છે. તેનામાં પણ પર્યાયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ દૃષ્ટિએ આત્મા અનિત્ય છે. આમ પર્યાયાત્મક દ્રષ્ટિએ બૌદ્ધોની માન્યતા જેનદર્શન સ્વીકારે છે. દ્રવ્યાત્મક દષ્ટિથી આત્મા નિત્ય છે એ પણ જૈનદર્શનને માન્ય છે. યાયિકે આત્માને ફૂટસ્થ નિત્ય માને છે, એટલે કે જેમાં કંઈ જ પરિવર્તન કયારેય ન આવે. જે છે તે સદાકાળ રહે પણ જૈનદર્શન, Page #39 -------------------------------------------------------------------------- ________________ 12 હું આત્મા છું નિશ્ચયનયે નિત્યતાને સ્વીકાર કર્યા પછી પણ તેમાં વ્યવહારને અનિ. ત્યતા માને છે. દ્રવ્ય દૃષ્ટિએ નિત્ય આત્મા પર્યાયે અનિત્ય છે, પરિવર્તન શીલ છે. તે પર્યાય પણ સ્વાભાવિક અને વૈભાવિક બને છે. એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશન ખૂબ ઉંડાણથી વિચારે ! આપણે મનુષ્ય છીએ તે શું છે ? અનેક વખત સાંભળી ચુક્યા કે મનુષ્યને જન્મ એટલે ઉત્તમ માં ઉત્તમ અને દુર્લભ છે. માનવ બનવું તે શ્રેષ્ઠ છે. આ માન્યતા આપણે સહુના મનમાં દઢપણે છે પણ હું કહું છું કે મનુષ્યપણું તે આત્માની વિકૃત દશાનું પરિણામ છે. માટે મનુષ્ય થવું તે ઉત્તમ નથી ! સ્વીકારશે આ વાત ? બંધુઓ ! સાંભળીને જરા બુદ્ધિને ધકકો લાગશે ! આ શું ? સર્વ શાસ્ત્રોએ મનુષ્યપણાને ઉત્તમ કહ્યું અને આપ કેમ આમ કહે છે ? હા, દેવ, નારક કે તિર્યંચ ગતિની અપેક્ષાએ ભલે મનુષ્યપણું ઉત્તમ હેય પણ આત્માની શુદ્ધ દશા જ્યારે કર્મના લેપથી લેપાછું અને વિકૃત થઈ ત્યારે જ તેને ગતિનું પરિભ્રમણ છે, અને એ ભ્રમણમાં મનુષ્ય ગતિ પણ છે તેથી તે વિકૃતિ છે, આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં મનુષ્ય નથી, દેવ નથી, નારક કે પશુ નથી. તે તે માત્ર શુદ્ધ ચિપ આત્મા જ છે, તે વિકૃતિ તે ઉત્તમ કઈ રીતે હોઈ શકે ? માટે જ એક અપેક્ષાએ શ્રેષ્ઠ ગણાતે મનુષ્ય-ભવ બીજી દૃષ્ટિએ વિકૃત છે. હા, તે આ આત્માની વૈભાવિક પર્યાયની વાત થઈ છતાં વ્યવહારિક દૃષ્ટિથી મનુષ્યપણું શ્રેષ્ઠ છે તે પણ હકિકત જ છે. નૈયાયિકએ આત્માને નિત્ય માન્યો તેને પરમ શુદ્ધ નિશ્ચયનયથી સ્વીકારી શકાય. તે જૈનદર્શન અન્ય દર્શનેને એક–એક દૃષ્ટિકોણથી અપનાવે છે. અને ત્યાં જ જૈનદર્શનનાં અનેકાંતવાદની સિદ્ધિ છે. તેની યથાર્થતાની સાબિતિ છે. અને તેથી જ ભારતનાં અન્ય દર્શને જૈનદર્શનની આ વિશાળ દકિટમાં સમાઈ જાય છે. અન્ય દર્શનેને માન્ય તને પિતાની આગવી શૈલીથી સ્વીકાર કરવાનું સામર્થ્ય જૈનદર્શનની સ્યાદ્વાદ શૈલી ધરાવે છે. તેમજ તે દર્શનેની માન્યતા ઉપરાંત પણ જૈનદર્શન તત્વના Page #40 -------------------------------------------------------------------------- ________________ ષ દર્શન પણ તેહ 13 ઘણાં જ ઉંડાણમાં જઈ તત્વનાં અન્ય સત્યને બહાર લાવી શકયું છે. તેથી જ જનદર્શન સર્વ દર્શનેનાં તત્વજ્ઞાનનાં ઉંડાણમાં પ્રવેશ પામેલા ઉદારતા મહાગી આનંદઘનજી મહારાજ, ષડ્રદર્શનોને વીતરાગ પ્રરૂપિતા તત્વજ્ઞાન સાથે એક અલૌકિક દૃષ્ટિથી સમન્વય કરે છે.– પદર્શન જિન અંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડૂ દર્શન આરાધે રે...૨ સાંખ્ય, ગ, બૌદ્ધ, મીમાંસક, ચાર્વાક અને જૈન આદિ છ દર્શન વીતરાગ પરમાત્માના છ અંગ છે. આ છ અંગની સ્થાપના સમજ પૂર્વક કરવી જોઈએ. જે વીતરાગ પ્રભુનાં ચરણનાં ઉપાસક છે તે જ યથાર્થ રીતે દર્શનનાં આરાધક છે. તેમાં પ્રથમ કહે છે - જિન સુર પાદપ પાય બખાણે, સાંખ્યોગ દેય ભેદે રે આતમ સત્તા વિવરણ કરતાં, લહે દગ અંગ અખે દે રે...૨ જિનેશ્વર ભગવાનરૂપી જૈનદર્શન અથવા કલ્પતરુના બે પગ કે બે મૂળ રૂપ સાંખ્ય અને ગ દર્શન છે. તે બંને દર્શને આત્માની સત્તાને સ્વીકારે છે માટે ખેદ રહિત થઈ, બંને દર્શનેને સ્વીકાર કર જોઈએ. આપણે પહેલાં કહ્યું તેમ સાંખ્ય દર્શન અને ગદર્શન બંને આત્માના અસ્તિત્વમાં વિશ્રવાસ કરે છે. વળી અનંત આત્માઓને પૃથપૃથક માને છે. તેમજ આત્માને શુદ્ધ માની અકર્તા તથા અકતા માને છે. જેનદર્શન આત્માની શૈકાલિક સત્તા ને માનવાની સાથે અનંત આત્માએની પૃથકતાને માને છે. નિશ્ચયનયથી આત્માને અકર્તા અને એકતા પણ માને છે. આમ સાંખ્ય તથા યોગ જૈનદર્શનની માન્યતાને મજબૂત કરે છે. શરીરને આધાર પગ ઉપર છે. શરીરરૂપી વૃક્ષ પગ રૂપ મૂળ પર ઉભું છે. પગ મજબૂત હોય તે જ વૃક્ષરૂપી શરીર ટકી રહે. આ બંને દર્શન નિશ્ચયનયથી જૈનદર્શનથી અતિ નિકટ છે માટે બન્નેને જૈન- દર્શનના પગ કહ્યાં. Page #41 -------------------------------------------------------------------------- ________________ 14 હું આત્મા છું ભેદ-અભેદ-સુરત-મીમાંસક, જિનવર દેય કર ભારી રે લોકાલોક આલમ્બન ભજિયે, ગુરમુખથી અવધારી રે..૩ સર્વ આત્માઓને ભેદરૂપ માનનાર સુગત અર્થાત્ બૌદ્ધ અને સર્વ આત્માઓને અભેદ રૂ૫ માનનાર મીમાંસક જિનેશ્વરના બે હાથ છે. જે લેક અને અલેકના આધારરૂપ છે. જેને ગુરુગમથી જ સમજી શકાય. જેનદર્શન દ્રવ્યાસ્તિક નયથી સર્વ આત્માને એક માને છે, અર્થાત સ્વરૂપની દૃષ્ટિથી સર્વ આત્મા સમાન છે. અને પર્યાયાસ્તિક નયથી સર્વ આત્માઓને ભિન્ન માને છે. સર્વની પર્યાયે ભિન્ન-ભિન્ન સમયે અલગ-અલગ હોય છે. જેના દર્શનની દૃષ્ટિથી મીમાંસક દર્શન દ્રવ્યાસ્તિક નયવાદી છે અને બૌદ્ધ દર્શન પર્યાયાસ્તિક નયવાદી છે ! લેકા–લેમાં રહેલા સર્વ પદાર્થો આ બે નય દ્વારા સંપૂર્ણપણે સમજી શકાય છે. શરીરમાં રહેલા બે હાથ વધુ ક્રિયાશીલ છે, વધુ પુરુષાથ છે. આખા શરીર પર ફરે છે, અને આખા શરીરની ક્રિયાઓને કરે છે. બીજાં પણ અનેક કાર્યો હાથ દ્વારા થાય છે. તે જ રીતે ઉપર બતાવેલ બને ના સર્વ પદાર્થોનું સર્વાગિણ જ્ઞાન કરાવે છે. વળી આ અને દર્શને જૈનદર્શનને એક–એક નયથી સ્વીકૃત છે. લોકાયતિક ખ, જિનવરની, અંશવિચાર જો કીજે રે, તવ વિચાર સુધારસ ધારા, ગુરુગમ-વિણુ કિમ પીજે રે..૪ નાસ્તિક એવું ચાર્વાક દર્શન જિનેશ્વર દેવનું ઉદર છે, પણ માત્ર એક અંશથી જ. તત્ત્વ વિચારરૂપ સુધારસને ગુરૂગમ વિના પી શકાય નહીં. ચાર્વાક દર્શન આત્માદિને સ્વીકાર નથી કરતું તે આપણે આગળ જોઈ ગયા છીએ. આવા નાસ્તિક દર્શનને જીનેશ્વરના ઉદરની ઉપમા કેમ અપાય ? તેને ઉત્તર એ છે કે જેનદર્શન પાંચ પ્રમાણેને માને છે. કઈ તત્વને નિર્ણય કરવા જુદી-જુદી રીતે અપનાવાય છે તેમાં 1, પ્રત્યક્ષ 2, પરોક્ષ, 3, આગમ, 4, અનુમાન 5, ઉપમાન, આ પાંચ પ્રમાણે થી તત્વનિર્ણય જેન દાર્શનિકે કરે છે. ચાર્વાકવાદી આમાંથી માત્ર એક, ઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણને માને છે, અર્થાત્ જૈન માન્યતાના Page #42 -------------------------------------------------------------------------- ________________ 15 વત્ દર્શન પણ તેહ એક નાના એવા અંશને સ્વીકાર કરે છે. એ દષ્ટિએ જૈનદર્શન સાથે તેનું સામ્ય છે. - પેટમાં ગમે તેટલું નાખે પણ તે પિતા પાસે કંઈ ન રાખી આખા શરીરને આપી દે છે. તેમ ચાવંકવાદીઓએ તત્વજ્ઞાનના એક જ અંશને રાખી બાકી બધું છોડી દીધું છે. માટે જ તેને જિનેશ્વરનાં શરીરના પેટના એક અંશ રૂપે સ્વીકાર કર્યો છે. અને છેલ્લે જન જિનેશ્વર ઉત્તમ અંગ, અન્તરંગ-બહિરગે રે અક્ષર-ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગે રે ...5 જૈન દર્શનને જિનેશ્વરનાં ઉત્તમાંગ, મસ્તકરૂપ કહ્યું છે. અન્તરંગબહિરંગ બન્ને પ્રકારે. આરાધક જીવ એના અક્ષરનું મનમાં સ્થાપન કરીને ગુરુની સાથે રહીને આરાધના કરે. શ્રી આનંદઘનજી મહારાજ જૈન હતાં માટે જૈનદર્શનને ઉત્તમાંગ કહ્યું છે તેમ નથી. પણ જૈનદર્શન અનેકાન્તવાદી દર્શન છે. સર્વ વસ્તુઓને સર્વાગે વિચાર કરે છે. દરેક દષ્ટિબિન્દુઓને લક્ષ્યમાં રાખી, અન્ય વિચારધારાઓને પણ પિતાનામાં સમાવે છે. સત્વગ્રાહી દર્શન છે. શરીરમાં મસ્તકનું સ્થાન સર્વોપરિ છે, ઉત્તમ છે. મસ્તક જ આખા ય શરીરના સર્વ અવયેનું સંચાલન કરે છે, શરીરને કંટ્રોલમાં રાખે છે. માથું બગડે તે બધું જ બગડે. એ જ રીતે જૈનદર્શન એકાંગી નથી, પણ અનેકાન્તવાદી છે. સાપેક્ષ દષ્ટિકોણથી સર્વ દર્શનેને સમન્વય કરી તેને સ્વીકાર કરે છે. અમે કહીએ તે જ સાચું એ કદાગ્રહ જૈન દર્શનમાં નથી. પણ સર્વ સંભાવનાઓને સ્વીકાર અહીં છે. માટે જ તેને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત થયું છે. કેઈપણ દર્શનનું ખંડન કરવું તે આ દૃષ્ટિથી જિનેશ્વરનાં અંગોનું ખંડન કરવા જેવું છે. એટલે જ મુમુક્ષુ આત્મા કદી કઈ દર્શનનું ખંડન કરે નહીં. અહીં આપણે છ દર્શનેને સમાવેશ જૈનદર્શનમાં કેમ થાય તે વિચાર ખૂબ સંક્ષેપથી કર્યો છે. કારણ આ દાર્શનિક વિષય છે. ઘણું જ વિસ્તૃત વિવેચન માગી લે તેમ છે. પણ અહીં એ કહેવાનું પ્રયોજન નથી. માત્ર Page #43 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું જૈનદર્શનમાં અન્ય દર્શનેને સ્વીકારવાની કેવી ઉદારતા છે, કેવી વિશાળતા. છે તે જ બતાવવું છે અને છેલ્લે આનંદઘનજી મહારાજ પણ કહે છે. જિનવરમાં સઘળા દર્શન છે, દશને જિનવર ભજના રે. સાગરમાં સઘળી તટિની સહી, તટિનીમાં સાગર ભજના રે.. 6 જિનેશ્વરમાં એટલે કે જિનદર્શનમાં બધાં જ દર્શનેને સમાવેશ થઈ જાય છે. અન્ય અન્ય દર્શનેમાં જિનદર્શનનો સમાવેશ થાય કે ન પણ થાય. જેમ સાગરમાં બધી જ નદીઓ સમાઈ જાય પણ નદીમાં સાગર હોય કે ન પણ હોય. | નદીઓ સાગરમાં એકરૂપ થઈ મળી જાય છે. તેમાં અંતભૂત થઈ જાય છે. જયારે સાગર તે ક્યારેક બહુ ભરતીના સમયે જ કઈક નદીના મુખમાં પ્રવેશે, અન્યથા નહીં. આમ આનંદઘનજી મહારાજે ષડ્રદર્શનેને જિનેશ્વરના દર્શનમાં સમાવી લઈ જૈન દર્શનની ઉદારતાને પરિચય આપે છે. વિક્રમના ચોથા-પાંચમા સૈકામાં થયેલા આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરે તેમનાં સન્મતિ પ્રકરણ નામનાં ગ્રન્થમાં કહ્યું છે કે આત્મા છે, આદિ છે પદોની શ્રદ્ધા ધરાવે છે તે સમકિતી અને ન શ્રદ્ધા ધરાવે તે મિથ્યાત્વી, આમ આ છ પદ વિષેની માન્યતા પરાપૂર્વથી ચાલી આવે છે. આચાર્ય હરિભદ્રસૂરિશ્વરજીએ પણ આ પદોની વિવેચના કરી છે તે આપણે પ્રારંભમાં જ કહી ગયા હતા. અહીં કેટલાકને એ પ્રશ્ન થાય છે કે શ્રીમદ્ રાજચંદ્રજી તો ગૃહસ્થી હતા અને તેમના રચેલ શાસને શા માટે માન્યતા આપવી ? પણ આગળ બતાવ્યું તેમ શ્રી સિદ્ધસેન દિવાકર તથા શ્રી હરિભદ્રસૂરિશ્વરજી જેવા સમર્થ સાધક મહાપુરુષે જીનેવરના માર્ગને જે રીતે કહી ગયા તે જ શ્રીમદ્જીએ સરળતાથી સમજાવ્યું છે. તેઓએ પોતાના તરફથી કંઈ કહયું નથી. તેથી આ શાસ્ત્રને ન માનવાનું કેઈ કારણ નથી. વળી આ છ પદોને, પિતાની સાધના દ્વારા તેઓએ સિદ્ધ કરી બતાવ્યાં તેથી તે તેઓ પ્રગવીર કહેવાયા. Page #44 -------------------------------------------------------------------------- ________________ 17 પડું દર્શન પણ તેહ વળી આ છ પદે પરમાર્થને સમજવા ઈચ્છુક વ્યક્તિ માટે છે. જેને અંદરથી પરમાર્થની ભૂખ જાગી છે તેને માટે જ્ઞાનીઓએ કહ્યા છે અને તે સાપેક્ષ દષ્ટિએ સમજવાનાં છે. બંધુઓ ! આપણે પણ આપણું અંદર પરમાર્થનાં ઈચ્છક થઈએ. અંતર એવી તીવ્ર ઉત્કંઠાથી ઉભરાઈ ઉઠે કે જીવે આજ સુધી સંસારનાં સ્વાર્થને જ સેવ્યું છે પણ તેમાંથી પર થઈ પરમાર્થ તરફ પ્રેરાયે નથી. માટે હવે જ્યારે આવે સત્સંગ અને સશ્રવણને વેગ મળ્યો છે ત્યારે સ્વાર્થના સંકુચિત કેચલામાંથી બહાર નીકળી, પરમાર્થની વિશાળ દુનિયા તરફ પ્રયાણ કરીએ. - આટલી ભૂમિકા બાંધ્યા પછી શ્રીમદ્જી આત્માદિ છ પદોનું વિવેચન કરશે. જેને સાંભળી શ્રદ્ધામાં ઉતારીશું તે મોક્ષપદને પામવાને પુરુષાર્થ કરી શકીશું ........બાકી અવસરે .. ગ–૨-૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ .. નહીં જ હું એધાણ ! વીતરાગ પરમાત્મા, અનતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના જેઓએ કરી, તેઓ સિદ્ધિ પામી ગયા સાધના વિના સિદ્ધિ નથી. સાધનામાં એટલું બળ છે કે આત્મા પર રહેલા અનંત-અનંત કર્મોને ભસ્મ કરી, આત્માને સર્વથા શુદ્ધ બનાવે છે. , આરાધક જીવને આત્માના અસ્તિત્વની પૂર્ણ શ્રદ્ધા હોય છે. અહીં આત્માથી શિષ્યને આત્માના અસ્તિત્વમાં કેટલાક સંદેહ છે. તે સત્પાત્ર અને જિજ્ઞાસુ છે. સત્ય સમજવાની તાલાવેલી લાગી છે તેથી વિનમ્ર ભાવે, સરળતાપૂર્વક ગુરુદેવના શ્રીચરણોમાં જઈ પોતાની શંકા નિવેદિત કરે છે. અને એ શંકાનું સમાધાન આપવા માટે ગુરુદેવને વિનવી રહ્યો છે. એ. પૂછે છે નથી દષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ ....૪પ... શિષ્ય કહે છેઃ ગુરુદેવ ! આપ હંમેશાં આત્માના વિષયમાં સમજાવતા હે છે. પણ આત્માને કેવી રીતે સ્વીકારી શકાય ? કારણ આત્મા નેત્ર વડે જોઈ શકાતું નથી. તેનું કેઈ રૂપ, આકૃતિ વર્ણ દેખાતાં નથી. તેમજ બીજી કઈ ઈન્દ્રિયોથી પણ આત્મા અનુભવમાં આવતું નથી. આ શંકાનું થવું સહજ છે. આજ સુધી આપણે આંખથી દેખાય તેવા જ પદાર્થોને જાણ્યા છે, જોયા છે. આપણે આસપાસ પથરાયેલું આખું યે જગત આંખથી જોઈ શકાય છે. આંખ વગર કઈ પદાર્થને જોઈ શકાતું હોય તે ખબર જ નથી, તેથી જે આંખથી દેખાય તેને જ Page #46 -------------------------------------------------------------------------- ________________ નહીં જુદુ એંધાણ માની શકાય, અન્યને નહીં. વળી કેટલાક પદાર્થોના કેટલાક ધર્મોનું જાણપણું અન્ય ઈન્દ્રિયોથી થાય છે. શબ્દ આંખે દેખાય નહીં, તેને કાનથી સાંભળી શકાય. હા, લખેલે શબ્દ હોય તે વાંચીને તેને જાણી શકાય. પણ ક્યાંય પણ બોલાતે શબ્દ કાન વડે જ સાંળળવો પડે. તે શબ્દનું જ્ઞાન કાનથી થાય છે. સુગંધ કે દુર્ગધ, જેવા કે સાંભળવાથી ન જાણી શકાય, પણ નાક વડે ગ્રહણ થાય તે જ જાણી શકાય. તે ગંધનું જ્ઞાન નાકથી થાય. કેઈપણ પદાર્થ સામે પડયે હૈય, આંખથી જોઈએ કે નાકથી સુંધીએ પણ તેમાં રહેલા રસને જીભથી જ જાણી શકાય. જ્યાં સુધી જીભ પર ન મૂકીએ ત્યાં સુધી તેના આસ્વાદની ખબર ન પડે તે રસનું જ્ઞાન જીભથી થાય. અને સ્પર્શ હલકો, ભારે, ગરમ, શીત વગેરે બીજી કઈ ઇન્દ્રિયથી અનુભવી ન શકાય. ત્વચા સાથે એ પદાર્થને સંપર્ક થાય ત્યારે જ જાણી શકાય. હવા હોય, પણ તે જોવાય કે સંભળાય નહીં, આપણું શરીરને સ્પર્શ તે જ ખબર પડે કે ગરમ હું આવી રહી છે કે શીતલ-સમીર વાઈ રહ્યો છે. આમ જગતમાં પ્રાપ્ત થતાં પદાર્થો પાંચ ઈનિદ્રથી જાણી શકાય છે. કેટલીક વાતે મનથી સમજાય છે અને સર્વ સંસારને આપણું આ શક્તિઓ વડે જાણી લઈએ છીએ. પણ આત્માનું કેઈ રૂપ દેખાતું નથી. આત્મા સંભળાતું નથી, તેની કેઈ ગંધ નથી, જીભ પર મૂકી તેને રસ લેવાય તે નથી અને સ્પર્શ વડે પણ તે જાણી શકાતા નથી તેમજ મનથી ગમે તેટલે વિચાર કરીએ તે પણ મનની પક્કડમાંય આત્મા આવતો નથી આમ કેઈપણ ઇન્દ્રિય કે મન દ્વારા આત્મા ગ્રહણ થવા એગ્ય નથી. આજ સુધી એ, સાધન વડે જણાયા નથી. તેથી એમ લાગે છે કે આત્મા નામના કેઈ તત્વનું અલગ અસ્તિત્વ નહીં હોય. માટે જ બીજે પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ - પરંતુ શિષ્ય વિનયવાન છે. ગુરુદેવનાં વચનમાં શ્રદ્ધા છે. તેથી ફરી ગુરુદેવને કહે છે. મને તે આત્મા ક્યાંય જણ નથી પણ આપ ફરમાવે છે કે આત્મા છે તો પછી કેને આત્મા માનવે ? એ પણ શંકા મારા મનમાં છે - Page #47 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ મિથ્યા જુદે માન, નહીં જુદુ એંધાણ.૪૬. ગુરુદેવ ! આ દેહને જ આત્મા માની લઈએ તે શું વાંધો છે? દેહથી અલગ કેઈ આત્માને માનવાની જરૂર પણ ક્યાં રહે છે ? કારણ કે જીવન જીવાતું હેય તે આ દેહથી જ જીવાય છે. જેટલી ક્રિયાઓ થાય છે, સુખ-દુઃખનાં સંવેદને થાય છે તે દેહમાં જ થતાં અનુભવાય છે. બેલે-ચાલે, હરેફરે, ખાય-પીએ, વગેરે કિયાઓ દેહ જ કરે છે. શિષ્યને અતીન્દ્રિય કે સૂકમ સંવેદનાઓને અનુભવ નથી. સર્વ સામાન્ય માન ની જેમ ઈદ્રિયે અને મનથી થતી સ્કૂલ સંવેદનાના અનુભવેમાં જ એ જીવી રહ્યો છે તેથી ઇન્દ્રિયાદિને આત્મા માનવા પ્રેરાઈને પ્રશ્નો ઉપસ્થિત કરે છે. છતાં એ અતીન્દ્રિય જ્ઞાનને અભિલાષી છે એ તેની જિજ્ઞાસા પરથી જણાયા વગર રહેતું નથી. વળી, આપણે કયાં કઈને આત્મા જે છે ? જેને આપણે જીવ કે આત્મા કહીએ છીએ તે પણ તેના દેહને સંબોધીને કહીએ છીએ. કઈ માનવ, પશુ, પંખી, જતુ વગેરેને હાલતાં-ચાલતાં જોઈને આપણે કહેતા હોઈએ છીએ કે આ જીવ છે. એને માત્ર શ્રદ્ધાથી કહીએ છીએ. પણ દેહને જ જે છે આત્માને નહીં, માટે દેહને જ આત્મા માની લઈએ. એમ નહીં તે ઈન્દ્રિયને જ આત્મા માની લઈએ. આપ કહો છે આત્માને ગુણ જ્ઞાન છે તે જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન ઈન્દ્રિ દ્વારા જ થાય છે ને ? જે ઇન્દ્રિય અટકી જાય છે તેના વિષયને જ્ઞાન પણ થતું નથી. કેઈ માણસ આંખ ગુમાવી બેસે છે તે આંખથી દેખાતા પદાર્થોનું જ્ઞાન પણ અટકી જાય છે. કાનથી સાંભળવાનું બંધ થાય છે તે શબ્દજ્ઞાન નથી થતું, એમ જે ઈદ્રિયે કામ કરતી બંધ થઈ જાય તે વિષયનું જ્ઞાન થતું નથી, અને જ્ઞાન આત્માને ગુણ છે માટે ઈન્દ્રિયે જ આત્મા છે. વળી દેહ કે ઈન્દ્રિયોને આત્મા ન માને તે વાચ્છવાસને તે આત્મા માની જ શકાય. કારણ કેઈ બિમાર માણસની બધી જ ઈન્દ્રિ Page #48 -------------------------------------------------------------------------- ________________ 21 નહીં જુદું એંધાણ પેટી થઈ જાય. કદાચ એ ભાન-સાન ગુમાવી બેસે તે પણ જ્યાં સુધી તેને શ્વાસોચ્છવાસ ચાલતો હોય ત્યાં સુધી એ જીવતે છે એમ આપણે માનતા હોઈએ છીએ. અર્થાત ધાસેચ્છવાસ એ જ જીવ હોવાની નિશાની છે. માટે ધાસવાસ જ આત્મા છે એમ માની લઈએ તે કંઈ ખોટું નથી. આ ત્રણથી જુદો માનવે તે આપણું પેટી જીદ છે કારણ આ દેહ, ઈન્દ્રિય અને પ્રાણ આ ત્રણ વિકલ્પ છે આત્માનાં, આનાથી જુદી કઈ નિશાની, કઈ ચિન્હ આત્માના હેવાપણાનું દેખાતું નથી. તેથી જ આ ત્રણમાંથી કઈ એકને જ આત્મા માની લે. એ જ બુદ્ધિમત્તા છે. બંધુઓ ! અહીં શિષ્ય શંકાઓ રજુ કરી છે. સમાધાન તે ગુરુદેવ પછી આપશે. પણ વિચારે ! કે શિષ્ય કેટલે જિજ્ઞાસુ હશે ? આત્માના વિષયમાં તે કેટલે ઊંડો ઉતર્યો હશે ! તેણે કેટલું ચિંતન કર્યું હશે ! આપણે કેટલી વાર સાંભળ્યું પણ ક્યારેય ચિંતન કર્યું? આગ મેમાં કહ્યું છે અને ગુરુદેવના મુખેથી સાંભળ્યું એટલે આપણે માની લીધું કે આત્મા છે. પણ આપણે કદી એ વિષયમાં ઊંડા ઉતરીને વિચાર્યું છે? આગમ અને સંતે તે કહે છે, તે સાચું છે. પણ હું તેના પર ચિંતન કરી મારી બુદ્ધિને કસીને માન્યતાની દઢતા કરૂં એ વિચાર કયારેય આવે છે ? આ સાચું હવા પછી પણ જે ચિંતનપૂર્વક તત્વને પચાવ્યું હશે તે એ શ્રદ્ધામાંથી ખસશે નહીં. ઉંડાણમાં શ્રદ્ધા જામી જશે ને અંતે એને સાક્ષાત્ અનુભવ થશે. પણ આપણું સ્થિતિ કેવી છે ? સંતે જે ફરમાવે તે બધું જ સત વચન ગુરુદેવ ! પછી એ શું કહે છે તે વિચારવા ઊભા રહેતા નથી. સતએ કહ્યું એટલે સાચું જ હોય ! એમાં વળી આપણે શું વિચારવાનું? ના, આવું ન રાખશે. તેને કહેવા પાછળને હેતુ, લક્ષ્ય તથા ભાવાર્થ સમજવા માટે પણ એમના ઈગિતને જાણવા જેટલી તે આપણી માનસિક ભૂમિકા આવશ્યક છે. નહીં તે અધાતુકરણ થશે. હું તમને પૂછું કે કઈ એવા વક્તા તમારી સામે આવે કે જે આત્માના અસ્તિત્વને માનતા નથી. અને તેઓ તર્ક સહિત તમને એ સમજાવે કે આત્મા Page #49 -------------------------------------------------------------------------- ________________ 22 હું આત્મા છું નામનું કેઈ તત્વ જ જગતમાં નથી. એના તકે બધા અકાટય હેય. એ એવી જોરદાર Araguments આપે કે તમારા ગળે ઉતારી જ દે, તે માની લે ને કે આત્મા નથી? તર્કમાં બહુ તાકાત છે. એ તે. ગમે તેવી સાચી વસ્તુને ક્ષણમાં ટી સાબિત કરી દે અને બેટી વસ્તુને સાચી સાબિત કરી દે. માટે જ બંધુઓ ! આ જિજ્ઞાસુ શિષ્યની જેમ આપણે પણ ઉંડા ણમાં જઈ કહેલા ત પર ચિંતન કરીએ. તે જ સત્ ને સતરૂપે સમજી શકીશું. અહીં જિજ્ઞાસુ શિષ્ય આત્મા ઈન્દ્રિયે અને મનથી અનુભવમાં નથી આવતે માટે તે નથી એમ કહ્યું અને જે આત્મા છે તે દેહ, ઈન્દ્રિય કે પ્રાણને જ આત્મા માની લેવું જોઈએ. આ ત્રણથી જુદી જેની કાંઈ એધાણી નથી. તેને જુદો શું માનવે ? આટલી શંકા રજુ કર્યા પછી હજી તેનાં મનમાં આ વિષયમાં શંકા છે તે ગુરુદેવ સામે રજુ કેમ કરશે તે અવસરે ... - - Page #50 -------------------------------------------------------------------------- ________________ માટે છે નહી આભા.. વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરનાર જીવ જિજ્ઞાસુ હેય. સ્વને જાણ વાની તેની અભિલાષા ઉત્કટ હેાય અને એ માગે તે પુરુષાર્થ પણ કરતા હોય. જેટલો પુરુષાર્થ સંસારમાં ભૌતિકતાની ઉપલબ્ધિ માટે કર્યો એથી વિશેષ પુરુષાર્થ આત્માની ઉપલબ્ધિ માટે થાય તે જ આત્મા પમાય. ભૌતિક જગતમાં તે બહુ પુરુષાર્થ કર્યો, હવે ત્યાંથી પાછા વળવું છે. એ જ માર્ગે જે ગતિ કર્યા કરીશું તે કાગડા-કૂતરાના ભામાં ભટકવા સિવાય બીજું કંઈ જ હાથમાં નહીં આવે. - ભૌતિક ઉપલબ્ધિઓ ગમે તેટલી પામ્યા પણ તે મળ્યા પછી કાયમ રહેવાની નથી. ભલે પછી ચક્રવતિનું સામ્રાજ્ય મળ્યું કે ઈન્દ્રની રિદ્ધિ મળી પણ હજાર કે લાખ વર્ષ ભેગવ્યા પછી પણ એક સમય એ જરૂર આવશે કે તે હાથમાંથી ચાલી જશે. સંસારની ગમે તેવી ઉપલબ્ધિઓ, હશે પણ તે વિનધર સ્વભાવવાળી છે, કદી કેઈની થઈ નથી અને થશે નહીં. જ્યારે આધ્યાત્મિક ઉપલબ્ધિઓ જે યથાર્થ રૂપે થઈ હોય તે તે એક વાર પામ્યા પછી જતી નથી. પણ બંધુઓ ! આધ્યાત્મિકતાની ભૂખ લાગવી જોઈએ. પેટની ભૂખથી કે ધન-પ્રતિષ્ઠાની ભૂખથી દુઃખી થયા હશો! ઇંદ્રિય અને મનના વિષયેની ભૂખથી વ્યાકૂળતા અનુભવી હશે ! પણ આધ્યાત્મિક્તાની ભૂખની વ્યાકૂળતા કેવી હોય તેને અનુભવ કયારેય કર્યો છે ખરો? ક્યારેય આધ્યાત્મિકતાની અપ્રાપ્તિને ખેદ થયે છે ? એની પ્રાપ્તિ વિના જીવન કર્તવ્યશૂન્ય લાગ્યું છે ? ઉણપ અનુભવી છે ? જે. અનુભવી હોય તે સમજી લે છે કે જીવ આત્માને પામવાની ગ્યતા તરફ આવતે જાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ 24 હું આત્મા છું જેને નિજાનુભૂતિની લગની લાગી છે એવા જીવને જ શ્રીમદ્જી આત્માથી કહે છે. તે ગુરુદેવના સાનિધ્યમાં જઈ પહેલાં નિજને જાણવાને પ્રયાસ કરે છે. અહીં જિજ્ઞાસુ શિષ્ય આત્મા-વિષયક શંકા ઉઠાવે છે. શિષ્ય શ્રધ્ધાળુ છે. આત્મા વિષેની પિતાની માન્યતાને વધુ દૃઢ કરવાના ભાવથી જ શંકા કરે છે. એ કહે છે- ઈદ્રિયગોચર ન હોવાના કારણે આત્મા છે જ નહીં અને હોય તે દેહ, ઈંદ્રિય કે પ્રાણ આ ત્રણમાંથી એકને આત્મા માની લેવો જોઈએ. જુદી નિશાની ન હોવાથી આત્માનું અલગ અસ્તિત્વ નથી. હવે ફરી એ જ વિષયમાં બીજી રીતે શંકા રજુ કરે છે - વળી જે આત્મા હોય તે, જPય તે નહીં કેમ, જણાય જો તે હેય તે, ઘટ-પટ આદિ જેમ...૪૭.... ગુરુદેવ ! આત્મા હોય તે તે દેખા જોઇએ. જે ચીજોનું અસ્તિત્વ છે તે બધા જ પદાર્થો જણાય છે. તેનું જ્ઞાન થાય છે. એમ જે આત્મા હોય તે તેનું જ્ઞાન પણ થવું જોઈએ. જેમકે ઘટ એટલે ઘડે અને પટ એટલે વસ્ત્ર. એ બન્ને દેખાય છે. અહીં ઘટ-પટ કહી જગતના સર્વ જડ પદાર્થો તરફ સંકેત કર્યો છે. એટલે કે જગતના તમામ જડ પદાર્થોનું જ્ઞાન થાય છે. કારણ કે તેનું અસ્તિત્વ છે. તે રૂપી છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ ગુણોવાળું છે. - આપણું તર્કશાસ્ત્રમાં પણ આ જ વાત કહેલ છે. અસ્તિત્વ અને નાસ્તિત્વની ચર્ચામાં જે પદાર્થનું જગતમાં ક્યાંય પણ અસ્તિત્વ નથી તે ન જ દેખાય. તે સમજાવવા ત્યાં આકાશકુસુમની ઉપમા અપાય. જેમકે આકાશકુસુમ નથી માટે તે દેખાતું નથી. આકાશકુસુમ એટલે આકાશનું ફૂલ. ફૂલ ઝાડમાં હોય, છોડમાં હોય, લતામાં હોય પણ જ્યાં આ કંઈ ન હોય ત્યાં માત્ર આકાશમાં એકલું ફૂલ કેમ ઉગે ? તે નથી એટલે તે જણાતું પણ નથી. અહીં શિષ્ય પણ એ જ કહે છે કે જેમ ઘટ-પટ આદિ પદાર્થો દેખાય છે, કારણ તે છે, તેમ જે આત્મા હોય તે તે દેખા જોઈએ. આજના Page #52 -------------------------------------------------------------------------- ________________ માટે છે નહીં આત્મા 25 વૈજ્ઞાનિક યુગમાં મોટા ભાગના માણસો આવી જ ધારણાવાળા હોય છે. તેઓ કહે છે કે અમારી દૃષ્ટિમાં આવે તેને જ અમે માનીએ. જે અમે ન જોઈ શકીએ તેને ન માનીએ. પણ તેઓને ખબર નથી કે ઘણી ચીજો એવી હોય છે કે જે નજરે ન દેખાતી હોય છતાં શ્રદ્ધાથી અથવા તેને પરિણામ પરથી પણ તેને માનવી પડે છે. એક વારની વાત છે. આપણું માજી રાષ્ટ્રપતિ સર્વપલ્લી છે. રાધાકૃષ્ણન કે જેઓ મહાન ફિલોસોફર હતા, માત્ર વેદ વેદાંત, કે ભારતના દર્શનના જ અભ્યાસી હતા તેમ નહીં પણ વિશ્વની ફિલેસોફીના જાણકાર હતા. એક વાર કેટલાક વિદ્યાથીઓ તેમને મળવા આવ્યા અને તત્ત્વજ્ઞાન વિષે તેમની સાથે ચર્ચા કરવા લાગ્યા. ભારતીય તત્વજ્ઞાનમાં આત્મા તે હોય જ. કોઈપણ વિષયની દાર્શનિક ચર્ચા કરે એટલે તેમાં આત્મા તે રહેવાને જ આત્મા-વિષયક ચર્ચા ચાલી. તે પેલા વિદ્યાર્થીઓ કહે : ડે. સાહેબ! અમે આત્માને માનતા જ નથી! આપ આટલી આત્મા વિષે વાત કરે છે, પણ હાથમાં લઈને આત્મા બતાવે તે જ અમે માનીએ!” “ભાઈઓ ! આત્મા છે અને તે સનાતન સત્ય છે. તમે માને ન માને તેથી આત્માનું અસ્તિત્વ મટી જતું નથી. એ તે ત્રણે કાળે રહેનાર શાશ્વત તત્વ છે.” નહીં, ડે. સાહેબ! અમે તમારી પ્રતિભાથી અંજાઈ જઈ તમારી વાત માની નહીં લઈએ. અમને તે હાથમાં આત્મા બતાવે તે જ માનીએ” ઠીક, એ બતા! તમારામાં કે બુદ્ધિશાળી વિદ્યાથી છે?” “હા, કેમ ?" “જુઓ ! આત્મા એક એવું તત્વ છે કે જે ખૂબ જ બુદ્ધિશાળી હોય તે જ એને જાણી શકે !" અમારામાંને આ વિદ્યાથી બહુ જ બુદ્ધિમાન છે. તેને કોઈ પણ તત્વ “તરત સમજાઈ જાય છે. આજ સુધી study માં હમેશાં તે First Class First જ રહ્યો છે.” Page #53 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું જુઓ ભાઈઓ! નથી ઓળખતે તમારા એ મિત્રને! પણ તમે કહે છે એટલે માની લઉં છું. તે હવે એક કામ કરે. એની બુદ્ધિ કાઢીને આ ટેબલ પર મૂકે, એટલે હું મારો આત્મા કાઢીને બીજી બાજુ ટેબલ પર મૂકું !" “અરે! ડે. સાહેબ! કેવી વાત કરે છે ! બુદ્ધિ કંઈ મગજમાંથી કાઢીને મૂકવાની ચીજ છે? કે આંખેથી જેવાની ચીજ છે?” “તે શું છે? કેવી રીતે બુદ્ધિને જાણી શકાય?” “સાહેબ! એ તે માત્ર અનુભવવાની ચીજ છે. અમારો આ મિત્ર તેને અનુભવતા હશે અને બુદ્ધિના પરિણામરૂપ તેની શક્તિને આપણે જોઈ શકીએ, પણ બુદ્ધિ કઢાય નહીં અને જેવાય નહીં !" બસ, તે પ્યારા બાળકે ! હું પણ એજ કહું છું કે આત્મા અનુભવવાની ચીજ છે. પિતે તેને અનુભવી શકે. અને દેહમાં આત્મા હોવાથી તેના પરિણામ સ્વરૂપ દેહમાં થતી ક્રિયાને આપણે જોઈ શકીએ ! બોલવું, ચાલવું, ખાવું, પીવું, હરવું - ફરવું અને આપણું આખું યે જીવન, દેહમાં આત્મા છે તેનું પરિણામ છે. સમજ્યા? આત્મા કાઢીને હાથમાં લઈ જવાની ચીજ નથી.” અને બંધુઓ! વિદ્યાથીઓ સમજી ગયા ! ચાલ્યા ગયા! તે કહેવાનું એ કે બધી જ વસ્તુઓ ઈદ્રિયગોચર નથી હતી. પણ શિષ્યના મનમાં શંકા છે તેથી એ કહે છે કે ઘટ-પટની જેમ આત્મા દેખાય તે તેને માનું. અને મેં કહો તેટલા બધા જ વિકલ્પોથી આત્મા સિદ્ધ થત નથી, તે હવે આ વિષયમાં માત્ર એક જ વાત કહેવાની રહે છે તે માટે છે નહીં આત્મા, મિથ્થા મિક્ષ ઉપાય, એ અંદર રાંકા તણે સમજાવો સદુપાય...૪૮. ' હે ગુરુદેવ! આ બધા તર્કોથી એમ માનું છું કે આત્મા નથી. જે આત્મા જ નથી તે બંધ કોને અને મોક્ષ કેને? તે પછી પુરુષાર્થ પણ શાના માટે? આત્મા હોય તે તેને બંધ પણ હોય અને બંધ હોય તે Page #54 -------------------------------------------------------------------------- ________________ માટે છે નહીં આત્મા 27 તેના મેક્ષને ઉપાય પણ આચર પડે. પણ જે આત્મા જ નથી તે. હવે કશું યે કરવાપણું રહેતું નથી. હે કૃપાળું ગુરુદેવ! મારા અંતરની આ શંકાનું સમાધાન આપ વિના કેણ કરે? માટે જ શ્રી ચરણમાં વિનંતિ લાવ્યો છું કે સમાધાન આપો ! સુગ્ય શિષ્યને ગુરુદેવ પ્રતિ અત્યંત શ્રદ્ધા છે. ગુરુદેવની સમર્થતા પર વિશ્વાસ છે, કે મારા ગુરુદેવ મારી શંકાને શંકારૂપ નહીં રહેવા દે. શિષ્ય પણ કદાગ્રહી નથી કે હું માનું છું તે જ સાચું ! ભાઈઓ! કેટલાક લેકે શંકા લઈને તે આવે પણ સાથે પિતાને આગ્રહ તે લઈને જ આવે કે પ્રશ્ન તે પૂછીશ, પણ તેમનું આપેલું સમાધાન નહીં સ્વીકારું. હું જે માનું છું તે જ બરાબર છે. આ તે જરા પૂછવા માટે પૂછું છું. જેની પાસે પિતાના પ્રશ્ન સાથે જ જવાબ તૈયાર હોય તેને સમજાવ મુશ્કેલ છે. ખરેખર તે એ સમજવા નહીં પણ પરીક્ષા કરવા આવ્યો હોય છે. જિજ્ઞાસા વૃત્તિવાળે નહીં પણ નિંદક હોય છે. તે આ તે કદાગ્રહ છે. આવી માન્યતાવાળાને કદી તત્વની જાણકારી થાય નહીં. - અહીં શિષ્ય તે જિજ્ઞાસુ છે. પિતાની જિજ્ઞાસાની તૃપ્તિ માટે શંકા. કરી છે. આગ્રહ લઈને નથી આવ્યું. ગુરુદેવના ચરણમાં વિનય સમર્પિત કરતે, પિતાની શ્રદ્ધા સમર્પિત કરીને શંકાને સદુપાય તેને જાણ છે. શિષ્યને ગુરુદેવ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા છે કે મારા ગુરુદેવ સમર્થ છે. સાધક છે. આત્માના ગષક જ નહીં પણ નિજની અનુભવદશા તેઓને વતી રહી છે. માટે ગુરુદેવ જરૂર મારી શંકાનું સમાધાન આપશે એ તેને દઢ વિશ્વાસ છે. હવે ગુરુદેવ આત્માના અસ્તિત્વની સિદ્ધિ કઈરીતે કરશે અને તે શિષ્યના અંતરમાં કેટલી ઉતરશે તે અવસરે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ભાસ્યો દેહાધ્યાસથી ! વીતરાગ પરમાત્મા, અનતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ–રત્નની આરાધના, જેણે મેક્ષ માર્ગને યથાર્થ જાણે છે તે જ કરી શકે છે. ભૂલેલે જીવ, ભ્રમમાં ભટક્યા કરે છે તેથી આરાધના તેને સૂઝે જ નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં વિચારવાન તથા દશાવાન શિષ્યની શંકાઓ વિષે ચર્ચા ચાલી રહી છે. પોતે કોણ છે? તે જાણવાની અદમ્ય અભિલાષા ગુરુદેવના સમીપે શિષ્યને મુખરિત કરે છે. શિષ્યના મુખે એક પછી એક શકા નીકળી રહી છે. એક આત્મતત્વને સમજવા શિષ્ય જુદી-જુદી કેટલી રીતે સંદેહ મૂક્યાને ગુરુદેવ પણ એવી જ ઉત્કૃષ્ટ હિતવૃત્તિથી શિષ્યની શંકાઓનું સમાધાન કરવાના ઈચ્છુક છે. તેઓના અંતઃકરણમાં, શિષ્યની શંકા સાંભળી આનંદ થાય છે. શિષ્ય પર પ્રસન્ન થઈ ઉઠે છે. શંકાને કરનાર શિષ્ય કૃપાપાત્ર બની ગયા ! કેમ? શંકા કરનાર તે અજ્ઞાની હવે જોઈએ! તેના પ્રત્યે વત્સલતા કે કંટાળે? ગુરુદેવ વિચારે છે - મેં સુયોગ્ય શિષ્યને જ્ઞાનને અધિકારી માન્ય છે. આત્મા જેવા મૂળભૂત તત્વ પર શિષ્ય કેટલી વિચારણા કરી હશે; આત્મચિંતનના કેટલા ઊંડાણમાં એ ગયે હશે કે તેને આવી તર્કયુક્ત શંકાઓ જાગી છે! તેથી ગુરુદેવ સમાધાન આપવા તત્પર થાય છે. આવી શંકા થવા પાછળ શિષ્યની વિચારદશા હેવા પછી પણ, શિષ્યની ક્યાંક ભૂલ છે. એ ભ્રમમાં છે, એ પણ એક કારણ છે. તેથી -માનવમનના ઊંડાણને પામી કઈ યુક્તિ કારગત નીવડશે તે સમજી પહેલ જ પ્રહાર શિષ્યના અંતરમાં રહેલી ભૂલ પર કરે છે. તેઓ કહે છે - Page #56 -------------------------------------------------------------------------- ________________ ભાએ દેહાધ્યાસથી ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન...૪૯. શ્રીમદ્જી ગુરુમુખથી ફરમાવે છે કે જીવની અનાદિ ભૂલ છે, ભૂલને લીધે જ એ સંસારમાં ભમ્યો છે. જે ભૂલ નીકળી ગઈ હતી તે જીવનું પરિભ્રમણ ન હોત, પણ ભૂલને ભૂલી શકે નથી માટે જ રઝળી રહ્યો છે. એ ભૂલ એટલે જ અનાદિને દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે શું ? દેહ અને અધ્યાસ એવા બે શબ્દો છે અહીં. તેમાં ય અધ્યાસ = અધિ + આસ. અધિ ઉપસર્ગ છે. તેના બે અર્થ થાય એક અંદર અને બીજે ઉપર અને સ્થા-તિષ્ઠ ધાતુથી બનેલ શબ્દ તે આસ. તેને અર્થ છે બેસવું. એટલે કે અધ્યાસ શબ્દનો અર્થ થયે અંદર બેસવું. ઉપર બેસવું. અહીં દેહ સાથે અધ્યાસ શબ્દ જોડાઈને અર્થ કરે છે, દેહમાં બેસવું. અર્થાત્ દેહમાં મારાપણું. દેહ તે જ હું, એ ભ્રમ તે દેહાધ્યાસ. તે પહેલાં અભ્યાસ પછી અધ્યાસ. જે ચીજને ઉડે અભ્યાસ થાય છે એટલે કે વારંવાર રટણ થાય છે. વારંવાર પરિચય થાય છે, તે છે અભ્યાસ અને આ અભ્યાસની નિરંતરતા, એક પળની પણ વિસ્મૃતિ ન થવી તે છે અયાસ. જીવને મોટામાં મેટો અભ્યાસ હેય તે તે દેહને જ છે. એ બીજુ ઘણું વિસ્તૃત કરી શકે છે. પણ પિતે દેહ છે એ કદી યે વિસર્યો નથી. આનું કારણ શું? આજ સુધી આ જીવે અનંત જન્મ ધારણ કર્યા. દરેક જન્મમાં દેહ તે મળ્યો જ. આંખ, કાન, નાક, જીભ મળ્યા કે ન પણ મળ્યા. કયારેક બે, ત્રણ, ચાર, પાંચ જુદી-જુદી ઇન્દ્રિયે મળી પણ એક ય ભવ એ નથી થયે કે જ્યાં તેને દેહ વગર રહેવું પડ્યું હોય. તેથી જીવને દેહનો અભ્યાસ રહ્યો જ છે. અનંતકાળથી જીવ દેહ સાથે જ જીવી રહ્યો છે. એક ક્ષણ પણ એ દેહને વિસક્ત નથી. આ સ્મરણ નિદ્રામાં પણ તેને રહ્યાં કર્યું છે. રાતની ગાઢ નિદ્રામાં મચ્છર કરડે તે પણ ખબર પડતી હોય છે. દેહને પીડા થઈ તેનું ભાન આત્માને હોય છે. દેહ સુષુપ્ત પડ્યો હોય પણ આત્મા દેહની પીડાનું જ્ઞાન કરી લે છે. એટલે એ અવસ્થામાં પણ Page #57 -------------------------------------------------------------------------- ________________ 30 હું આત્મા છું' દેહાત્મ બુદ્ધિ જતી નથી. આમ દેહને પરિચય અનંતકાળને હેવાથી આ પ્રશ્ન થાય કે શું આ આતમા અનંતકાળમાં દેહ વગર કયારે ય નથી રહ્યો ? ઉત્તરમાં શાસ્ત્રો કહે છે કે આત્મા મૃત્યુ પછી એક શરીરમાંથી નીકળે અને બીજું શરીર ધારણ કરે તે વચ્ચે સમય બહુ જ અલ્પતમ હોય છે. જે આત્મા ત્રાજુગતિથી જાય તે તે એક સમયમાં જ અર્થાત પિલે સમયે આ શરીરથી નીકળે અને બીજે સમયે બીજું સ્થૂલ શરીર ધારણ કરી લે છે. તેથી માત્ર એક જ સમય દેહ રહિત રહે છે પણ વકગતિથી જાય એટલે કે બે-ત્રણ વળાંક લઈને જાય તે ત્રણ કે ચાર સમય સ્થલ દેહ રહિત રહે છે અને પછી બીજું શરીર ધારણ કરી લે છે. આમ વધુમાં વધુ માત્ર ચાર સમય દેહ રહિત જીવ રહે છે. જો કે તૈજસકાર્પણ રૂપ સૂક્ષ્મ શરીર તે સાથે હોય જ છે. અનંતકાળના પ્રવાહમાં ચાર સમય અત્યંત તુચ્છ છે. તેથી આત્માને દેહને અધ્યાસ થઈ ગયો છે. દેહ તે જ હું, એવી નિરંતરની સ્મરણદશાના કારણે દેહના ધર્મોને પિતાના ધર્મો માની લીધા. દેહના સંબંધીઓને પિતાના સંબંધી માનીને ભાન ભૂલ્ય. પણ દેહ તે આત્મા નથી. દેહથી જુદો હું આત્મા છું એનું ભાન નથી. હે શિષ્ય ! દેહ તે આત્મા કેમ હોઈ શકે ? દેહ અને આત્માનાં લક્ષણે પ્રગટ રૂપે ભિન્ન ભિન્ન દેખાય છે. શ્રીમદ્જીના જ શબ્દોમાં દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, - ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનાં સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચેતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. - અજ્ઞાનના કારણે જ દેહ અને આત્મા એક ભાસે છે ને તેથી જ સર્વ પ્રવૃત્તિઓ જેવી કે રેગ, શેક, દુઃખ વગેરે દેહના ધર્મો હોવા છતાં Page #58 -------------------------------------------------------------------------- ________________ 31 ભા એ દેહાધ્યાસથી આત્માને માની લીધા છે. પરંતુ ખરેખર એમ નથી. બને દ્રવ્યનાં લક્ષણો તદ્દન જુદાં છે અને જુદાં જ રહે છે. આત્માનું લક્ષણ છે ચેતન. જ્ઞાતા-દષ્ટ ભાવ. જેવું અને જાણવું. અને દેહ પુદ્ગલ છે, જડ છે. તેનું લક્ષણ છે સડન, પડન, વિધ્વંસન, નાશ પામવું. આત્માનું લક્ષણ જડમાં ન હોય. જડનું લક્ષણ આત્મામાં ન હોય. બન્ને દ્રવ્યો સર્વથા સ્વતંત્ર છે. આત્માની સામે જેટલા પદાર્થો આવે, બધાનું જ્ઞાન તેને થાય છે. જ્યારે જડની સામે હજારો વર્ષ સુધી પદાર્થો પડ્યા રહે તે પણ તેને જ્ઞાન થાય જ નહીં કારણ કે જાણવું તે જડને સ્વભાવ નથી. આ શરીર પરમાણુના સમૂહથી બનેલું છે. અનંત-અનંત પરમાણુઓના સ્કંધરૂપ આ શરીર સડે, ગળે, જીર્ણ થાય, નષ્ટ થાય. ગમે તેવા મજબૂત અને પહેલવાન શરીરને ગળતાં ને જીર્ણ થતાં આપણે જોયું છે કારણ તે તેને સ્વભાવ છે. જ્યારે દેહ ગળ્યા પછી પણ, જીર્ણ થયા પછી પણ તેમાં રહેલ આત્મા ગળતે નથી, સડતું નથી. તે જે છે તે જ રહે છે. તેમાં કશો જ ફેર પડતો નથી. વળી દેહ જડરૂપ છે. આત્મા અરૂપી છે. જડ પદાર્થો ઈદ્રિયગોચર છે. પણ આત્મા ઈન્દ્રિયે વડે જાણી શકાય નહીં. આપણે દેહને જ જે છે. આત્માને જે નથી. તેથી જ શ્રીમદ્જી શિષ્યને કહે છે ભાઈ ! તેં અનાદિથી દેહને પરિચય કરી તેને અધ્યાસ થતાં દેહ તે જ હું એમ માની લીધું છે. તેથી આત્મા દેહથી ભિન્ન છે તે માનવાની તારી તૈયારી નથી. પણ બંનેનાં લક્ષણો ભિન્ન છે અને જેનાં લક્ષણો જુદાં હોય તે એક કેવી રીતે હેઈ શકે ? આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા ગુરુદેવ દેહ આત્માની ભિન્નતાને બીજી રીતે સમજાવે છે– ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન 50 - હે શિષ્ય ! દેહાધ્યાસના કારણે, અજ્ઞાનના પરિણામે તને દેહ અને આત્મા એક ભાસ્યા પણ તે બને અત્યંત જુદાં છે. પુરૂષની કમરમાં લટકતી તલવાર, માત્ર મ્યાનરૂપ જ દેખાય છે પણ મ્યાનમાં તલવાર Page #59 -------------------------------------------------------------------------- ________________ 32 હું આત્મા છું છે અને તે બન્ને જુદાં છે. મ્યાનમાં સમાઈ જવાના કારણે બને એક દેખાય છે, એટલું જ નહીં, પણ સેનાની હોય તેમ ભાસે છે. નાટક સમયસારમાં કવિવર બનારસીદાસ કહે છે– ખાંડો કહિયે કનકકી કનક-મ્યાન સં યોગ ન્યારી નિરખત મ્યાન સૌ લેહ કહૈ સબ લોગ..! સુવર્ણમ્યાનના સંગે, તલવાર પણ સેનાની કહેવાય. પણ જ્યારે મ્યાનથી અલગ કરીને જોઈએ તે તે લેહની જ હેય. તે સેનાના, રત્નજડિત મ્યાનમાં રહેવા છતાં પણ સેનાની થઈ જતી નથી. તે પિતામાં જ રહે છે. ભલે બહારથી સોનાના નામે ઓળખાતી હોય પણ તે પોતાનું સ્વરૂપ છેડી મ્યાનરૂપ થઈ જતી નથી. વળી બનારસીદાસ કહે છે - જ્યો ઘટ કહિયે ઘીવક, ઘટકે રૂપ ન ઘવ ત્ય વરનાદિક નામ સૌ જડતા લહૈ ન જીવ.. જેમ ઘી ને ઘડે કહેવાય છે. વાસ્તવમાં ઘડે માટીને કે અન્ય ધાતુને હોય પણ તેમાં ઘી રહેવાથી એ ઘીને ઘડે કહેવાય. તેમ જીવ પણ જેવા શરીરમાં રહે તેના નામે, વણે કે જાતિએ ઓળખાય. પણ જડના એ ધર્મો પિતામાં આવે નહી. તે જડથી સદા ભિન્ન રહે છે. કારણકે આત્મા દેહથી સર્વથા ભિન્ન જ છે. માટે જ સગુરુ કહે છે અનાદિના અધ્યાસના કારણે તે દેહને આત્મા માની લેવાની વાત કરે છે. જેમ વનમાં ભમતા મૃગને, અંદરની પ્યાસ તડપાવી રહી હોય અને તે જળની શોધમાં આથડત હોય, ગ્રીષ્મની ઋતુના ભયંકર તાપમાં જ્યાં સૂર્ય અગ્નિ વરસાવી રહ્યો હોય, પૃથ્વી પર પડતાં સૂર્યનાં તપ્ત કિરણે, રેતાળ પ્રદેશમાં હવાના કેપને વચ્ચેથી પસાર થાય, ત્યારે સૂર્યકિરણમાં સ્પંદાયમાન હવા વહેતા પાણીને ભાસ ઉભું કરે. તૃષાતુર મગ જળ સમજી દેડે પણ પાણી દૂર ને દૂર સરકતું જાય. હાથમાં આવે જ નહીં. આ છે મૃગજળ . Page #60 -------------------------------------------------------------------------- ________________ ભાસ્ય દેહાધ્યાસથી 33 દેહની પ્રવૃત્તિને, આત્માની પ્રવૃત્તિ માની લઈને, દેહ તે જ આત્મા એ ભાસ ઉભો કર્યો છે. પણ જેમ મૃગજળ તે માત્ર ઝાંઝવાં છે પણ પાણું નથી તેમ દેહ તે આત્મા નથી. પણ દેહ જડ, આત્મા ચેતન એ બન્નેનાં લક્ષણે અત્યંત ભિન્ન છે. જડમાં ચેતનને એક અંશ નથી અને ચેતનમાં જડનો એક અંશ નથી. લક્ષણની મિત્રતાના કારણે બને ભિન્ન છે. તે કર્મ સહિત આત્મા, દેહ વિના રહી શક્તો નથી. માટે બન્નેને આધાર આધેય ભાવ છે. જેમ આકાશને સ્વભાવ છે-જડ-ચેતન સર્વ પદાર્થોને આધાર આપે. જગતના સર્વ પદાર્થોને આકાશ સાથે આધાર-આધેય ભાવ છે. આકાશ આધાર છે અને તેમાં રહેલા પદાર્થો આધેય છે. તેવી જ રીતે દેહ અને દહીને સંબંધ છે. દેહીને દેહે આધાર આપે છે માટે દેહ આધાર છે અને દેહી એટલે આત્મા આધેય છે. આકાશમાં રહેલ પદાર્થો આકાશ રૂપ નથી પણ તેનાથી સર્વથા ભિન્ન છે તેમ દેહમાં રહેલે આત્મા દેહ રૂપ નથી પણ દેહથી સર્વથા ભિન્ન છે. શિષ્યની શંકા હતી- અથવા દેહ જ આતમ- તેનું સમાધાન ગુરુદેવે આપ્યું. અને દેહ-આત્મા ભિન્ન છે તથા દેહ તે આત્મા નથી પણ આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે તે સમજાવ્યું. આત્માના અસ્તિત્વના વિષયમાં શિગે કરેલી અન્ય શંકાઓનું સમાધાન, ગુરુદેવ હવે કહેશે. Page #61 -------------------------------------------------------------------------- ________________ અબાધ્ય અનુભવ જે રહે...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ, અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્માની અનંત શાશ્વત શક્તિઓને જાગૃત કરે છે. આત્માની અનંત શાશ્વત શક્તિ એટલે જ આત્માના અનંત ગુણ. આ સર્વ ગુણે, સંપૂર્ણ નિર્મળતા સહિત જ્યારે પ્રગટ થઈ જાય ત્યારે જીવ અનંત સુખને પામે છે. અનંત શક્તિઓને અનુભવ કરે છે. ' આ અનંત શકિતઓના અનુભવ માટે અજોડ પુરુષાર્થ આવશ્યક છે. સર્વ પ્રથમ “હું આત્મા છું? એ જાણે, એ અનુભવે અને પછી એ માણે. એ જ છે સત્ય પુરુષાર્થ. અહીં આવા જિજ્ઞાસુ સાધક શિષ્યને પિતાના હેવાપણાને ભાવ અંતરમાંથી જાગતે હવા પછી પણ મન સંશથી વિચલિત થઈ જાય છે. તેને પિતાની શ્રદ્ધામાં સ્થિર થવું છે. પરભાવથી વિરકત થઈ સ્વભાવ દશામાં રમવાની ભાવનાવાળા એ જિજ્ઞાસુ છે. તેથી જ તે સદ્ગુરુના શરણમાં આવ્યું છે. એટલું જ નહીં, સમર્પિત થઈ ગયું છે. શિષ્યનું ત્રિ-ગે સમર્પણ ગુરુદેવના હૃદયને પ્રફુલ્લિત કરે છે. અને ગુરુદેવ સંદરમાં રહેલા જ્ઞાન-ભંડારને ખોલી નાખે છે. શિષ્યને પ્રથમ તેની ભૂલ સમજાવે છે કે જે ભૂલ સર્વ સાધારણ જીવે પણ કરી જ રહ્યા છે, સામાન્ય રીતે સહુ માન દેહને જ આત્મા માનતા હેય છે. દેહથી જુદો આત્મા હોય તેવું ભાન જ નથી હોતું. પણ અહીં તે ગુરુદેવ શિષ્યની આ ભૂલનું કારણ સમજાવવાની સાથે, એ ભૂલને સુધારવાની રીતે પણ બતાવે છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ અખાધ્ય અનુભવ જે રહે 35 આત્મા અને દેહ, ચૈતન્ય અને જડ લક્ષણ વડે જુદા જ છે બન્નેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. બન્નેની સ્વતંત્ર શક્તિઓ છે. મ્યાન અને તલવારના દષ્ટાંતે દેહ અને આત્મા ભિન્ન છે. તલવાર મ્યાનમાં એક-બે નહીં પણ સેંકડ, હજાર વર્ષ સુધી પડી રહે તો પણ તે માનરૂપ ન થાય. તેવી જ રીતે અનંતકાળથી આત્મા શરીરમાં જ રહેતે આવે છે. છતાં શરીરરૂપ ન થાય, આત્મા-રૂપ જ રહે. આ રીતે શિષ્યને તેની ભૂલનું ભાન કરાવ્યા પછી હવે શિષ્યની શકાને ઉત્તર આપે છે. શિષ્ય કહ્યું હતું- “નથી દષ્ટિમાં આવતે નથી જણાતું રૂપ અહીં નથી “નથી દષ્ટિમાં આવત” કહીને શિષેપ ચે ઇતિમાં આંખને મહત્વ આપ્યું છે તે વિચારણીય છે. વ્યવહારિક દૃષ્ટિથી વિચાર કરીએ તે પણ માનવ શરીરમાં આંખ સિવાયની બીજી ઈદ્રિય ન હોય તે એટલી મુશ્કેલી ઊભી નથી થતી. પણ આંખ ન હોય તે જીવન સૂનું-સૂનું લાગે છે. અપૂર્ણ લાગે છે. આંખ વગર માનવ પરવશ થઈ જાય છે. તેથી શિષ્ય પણ આંખને જ સર્વસ્વ માની તેને લક્ષ્યમાં રાખી શંકા ઉઠાવી છે. પણ અધ્યાત્મશાસ્ત્રમાં એથી કંઈક જુદું બતાવવામાં આવ્યું છે. ચિંતન કરતાં એમ લાગે છે કે બીજી ઈદ્રિ પર વિશ્વાસ કરી શકાય પણ આંખ પર વિશ્વાસ ન કરી શકાય. આંખ તે છેતરે છે. ભય ઊભો કરે છે, પદાર્થમાં જે નથી તે બતાવે છે. આત્મવૃત્તિને બહિર્મુખ કરવામાં આંખ મોટો ભાગ ભજવે છે. નિષેધાત્મક દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તે એક અંધ વ્યક્તિ એટલે પવિત્ર અને સરળ હોય એટલે બહેરે કે મૂંગે વ્યકિત નથી હોતો. કારણ એ છે કે આંખ બીજી ઈદ્રિયને પણ ભેગે માટે પ્રેરિત કરે છે જેથી દષ્ટા પાપી થઈ વિકારી થઈ. જીવનભર પાતકી રહી દુર્ગતિને તિરે અને અંતે સત્યાનાશ. તેથી જ વાણીમૌન કરતાં પણ દષ્ટિમોનની વિશેષ આવશ્યક્તા છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું - આમ આંખ જીવનમાં બહુ મોટો ભાગ ભજવે છે તેથી જ શિષ્ય આત્માને પણ આંખે વડે જ જાણવા પ્રેરાય છે. તે કહે છે-આંખેથી આત્મા દેખાતું નથી, કે આત્માનું કેઈ રૂપ પણ દેખાતું નથી. માટે આત્મા નથી. આનું સમાધાન કરતાં ગુરુદેવ ફરમાવે છે - જે દષ્ટા છે દષ્ટિને, જે જાણે છે રૂપ અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ 51 ગુરુદેવના મુખ પર સ્મિત ફરકી રહ્યું છે. તેઓ ફરમાવે છે, તે શિષ્ય ! જે પિતે જ સર્વને જેનાર છે, જાણનાર છે તેને કેણ જાણી શકે ? કેણ જોઈ શકે ? આપણે જગતના પદાર્થો ને આંખ વડે જોઈએ છીએ. પણ આંખને જાણનાર તથા જેનાર બીજું એક તત્વ આ દેહમાં છે. અને તે છે આત્મા. આત્મા સ્વ-પર પ્રકાશક છે. તે પિતે પિતાને જાણે છે, જુએ છે અને સાથે સંસારના સર્વ રેયને પણ જાણે છે. તેથી જે આંખે વડે જગત જેવાય તે આંખે અને જગત અને આત્મા વડે જેવાય. કહ્યું પણ જ્યાં દરય છે ત્યાં શ્ય-દષ્ટિ ઉભયને દષ્ટા ય છે. નિજ પર પ્રકાશક આત્મની ચેતન્ય સત્તા પ્રગટ છે.... જ્ઞાન એ આત્માને ગુણ છે. જડે નહીં. સ્થૂલ બુદ્ધિથી વિચારવા ટેવાયેલા આપણે એમ માનતા હોઈએ છીએ કે મેં આંખથી જોયુંજાણ્યું. પણ આંખ તે જડ છે. માત્ર સાધન છે. તેનામાં જ્ઞાનશકિત નથી. આંખ પણ ત્યારે જ જોઈ શકે છે કે જ્યારે દેહમાં આત્મા હેય અને એ આત્માને જ્ઞાને પગ આંખ સાથે જોડાય ત્યારે તે પદાર્થોને જોઈ શકે છે. આંખે જોયું પણ તે જાણ્યું તે આત્માએ જ. આંખ તે મકાનમાં રહેલ બારી જેવી છે બારીમાં ઉભેલે મનુષ્ય બહારનાં દાને જુએ તેમાં બારીએ શું કર્યું? જેનાર તે માનવ છે, પણ બારી માધ્યમ માત્ર છે. તેમ આંખ વડે જ્યારે પદાર્થો જોઈએ છીએ ત્યારે મેં આંખ વડે અમુક પદાર્થ જે” આ અનુભવ કરનાર કર્તા આત્મા Page #64 -------------------------------------------------------------------------- ________________ અબાધ્ય અનુભવ જે રહે 37 છે અને આંખ કરણ છે. આત્મા પદાર્થને જુએ તેમ દેહમાં રહેલી આંખને પણ જુએ. માનવ શરીરની સર્વ ઈદ્રિયોમાં આંખ વિશેષ શક્તિ ધરાવનાર માધ્યમ છે. પર્વતના શિખર પર ઉભેલે માનવ દૂર-સુદૂર ક્ષિતિજ સુધી દષ્ટિ દ્વારા અવકન કરે. વચમાં આવતાં નદી અને ઝરણાં, પહાડ અને વન, સાગર અને વૃક્ષ, પંખી અને માનવ સહુને એકી સાથે પિતાની નાની એવી કીકીમાં સમાવી લે. તેથી જ દ કરતાં દષ્ટિ વિશાળ. પણ વૈજ્ઞાનિક નિયમ કહે છે સૂર્ય-પ્રકાશ પદાર્થ પર પડે ત્યારે જ એ પદાર્થ માનવની આંખમાં પ્રતિબિંબિત થાય છે. અને આંખ એ પદાર્થને જોઈ શકે છે. માને કે સૂર્યકિરણે એક સુંદર પદાર્થ પર પડયાં અને તે પદાર્થ તમારી આંખમાં પ્રતિબિંબિત થયા. પણ તમે જ ન હ, તે તેનું જ્ઞાન કોને થાય? બંધુઓ ! તેને અર્થ એ થયો કે દષ્ટિને જોવાવાળે દષ્ટા અંદર બેઠે છે. જેની ઉપસ્થિતિ વિના આંખ, આંખ નહીં પણ માત્ર ગોખલા જ. એટલે જ દષ્ટા સ્વયમેવ છે. દષ્ટિ તેની શક્તિ છે, આંખે તેનું માધ્યમ છે અને બાકી બધું દશ્ય છે. આત્માની સ્વ-પર પ્રકાશક ચૈતન્ય સત્તા સદા તેમાં વિદ્યમાન છે. આત્મા અંતર્મુખ થાય તો પોતે પિતાને જાણે છે અને બહિર્મુખ થાય તે ઇંદ્રિય અને મનના સાધનથી પદાર્થોને જુએ તેમજ ઈદ્રિય-મનના સાધન વગર પણ અવધિ કે મન:પર્યવ જ્ઞાન વડે પણ જગતના પદાર્થોને જુએ. એ જ રીતે કેવળજ્ઞાન થાય ત્યારે આત્મા તો અંતર્મુખ જ હોય પણ આખાયે વિશ્વના સર્વ પદાર્થોનાં પ્રતિબિંબ તેમાં પડે. એટલે આત્માને સ્વને જાણવા કે પરને જાણવા ઇદ્રિયાદિકની આવશ્યક્તા છે જ એમ નથી. તેથી જ કહ્યું કે આત્મા દષ્ટિ તથા દશ્ય બનેને દષ્ટા છે. માટે તે પોતે આંખે વડે જોઈ શકાય નહીં. | પિતે પિતામાં આત્માને અનુભવ કઈ રીતે? આજ સુધીના આપણું અનુભવે પરભાવેના આશ્રયે, પર પદાર્થના આશ્રયે જ થયા છે. આપણું આખું યે જીવન પરાનુભવથી જ ભર્યું છે, આજ સુધી જે જે અનુભવે કર્યા તે એક-એક કરીને જોઈ જઈએ અને પછી ધીમેથી સરતા જઈએ અને જોઈએ કે કંઈ બાકી રહે છે કે નહીં ? Page #65 -------------------------------------------------------------------------- ________________ 38 હું આત્મા છું પાંચે ઈયિના 23 વિષ સાથે નિત્ય ખેલીએ છીએ. હું સાંભળ્યું છું, જેઉં છું, સૂવું છું, રસાસ્વાદ લઉં છું, સ્પર્શ છું, આ છે પાંચે ઇદ્રિએને અનુભવ. સાથે હું વિચારું છું એ છે મનને અનુભવ. આપણે વિચારીએ હું સાંભળું નહીં, કાનની શક્તિ સમાપ્ત થઈ જાય તે હું રહું કે નહીં ? એ જ રીતે આંખેને અંધાપો આવે. કંઈ જ ન જોઈ શકાય. ગંધ લેવાની શક્તિ નષ્ટ થઈ જાય, રસાસ્વાદને જાણી ન શકાય અને અને માને કે Paralysis થઈ જાય. આખું યે શરીર ખડું થઈ જાય. શારીરિક સંવેદનાને અનુભવ ન થાય. ત્યારે પણ હું છું એ ખ્યાલ રહ્યા કરે છે કે નહીં ? “હું કેણ છું' એ ભલે ખબર ન રહે. જાણ પણ ન શકીએ પણ હું જીવું છું, મારું અસ્તિત્વ છે તે હું કાન, આંખ, નાક, જીભ કે સ્પર્શ નથી પણ એથી જુદો છું, એ ખ્યાલ તે રહે છે. એમ મનથી વિચારતા હોઈએ ત્યારે શબ્દપ્રયોગ કરીએ છીએ. મારા મનમાં થયું કે હવે મારૂં”—“મન” તે બે પદાર્થ જુદા થયા. મન જુદું છે. મારું મન કહેનાર તે મનથી જુદો છે. માટે મને તે પણ હું નથી. મનથી કેઈ જુદું તત્ત્વ તે હું છું. વળી આગળ વિચારતાં હું આ જગતમાં, બાહા રૂપે જે રીતે એળખાઉં છું તે હું છું ? મને લેકે મનુષ્ય કહે છે તે હું મનુષ્ય છું? જે મનુષ્ય જ હોઉં તે સદા મનુષ્ય જ રહું, પણ એમ નથી. જમ્ય મનુષ્ય રૂપે અને મરીશ એટલે જેને લેકે મનુષ્ય કહે છે તે તે અહીં જ રહેશે. પણ તેમને હું તે ચાલ્યા જશે. મરણ થાય ત્યારે મનુષ્ય શરીર નથી જતું. તે અહીં છે છતાં લેકે કહે છે કે એ તે ચાલ્યા ગયા. તે ચાલ્યા જનાર મનુષ્ય નથી, એ એથી જુદો કેઈક છે. માટે હું મનુષ્ય નથી. અને જે મનુષ્ય નથી તે મનુષ્ય હવાના નાતે સંબંધીઓ સાથેના સંબંધરૂપ પણ નથી. મા-બાપ, ભાઈ-બહેન વગેરે સ્વજનેએ જે સંબંધ મારામાં માને છે તે પણ હું નથી. સ્ત્રીરૂપ કે પુરૂષરૂપ એ પણ મારું રૂપ નથી. એ પણ અહીં જ રહે છે. અને તેમને હું, અલગ થઈ ચાલતી Page #66 -------------------------------------------------------------------------- ________________ અબાધ્ય અનુભવ જે રહે 30 આમ મેં, મને જે જે બાહ્ય અનુભવથી અનુભવ્યો તે બધા જ અનુભવેને મારામાંથી દૂર કરીને જોઉં તે એ બધાથી પર એક અનુભવ તે રહે જ છે કે હું છું. વળી આ અનુભવ સર્વ જીને રહે છે. તે જ્ઞાની હોય કે અજ્ઞાની હું છું તે બધાને ખબર છે. જ્ઞાની છું થી હું આત્મા છું' એમ અનુભવ હોય. અજ્ઞાનીને જાણ નથી. વળી બાળકને પણ પોતાના હોવાપણને ખ્યાલ છે. કારણ આ અનુભવ બાધા રહિતને અનુભવ છે. આ અનુભવ કરવામાં કોઈ જ વિઘ્નકર્તા બની ન શકે. જીવ પતે કયાંય કોઈને બાધા કરતું નથી. અને પિતે પણ કેઈથી બાધ્ય થત નથી. માટે જ શ્રીમદ્જીએ કહ્યું કે અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવ સ્વરૂપ ષડૂ દ્રવ્ય એક પ્રદેશાવગાહી છે, જેમાં માત્ર આપણે જ એક ચૈતન્ય, બાકી પાંચ જડ તેથી જ આત્મા દષ્ટા છે. જડમાં દૃષ્ટિ નથી અને તે દષ્ટા પણ નથી. છતાં જડદ્રવ્ય વર્ણાદિ સહિત રહેવાના કારણે રૂપી છે તેથી જ જીવને ભ્રમ થયો છે, તેમાં પ્રીતિ થઈ છે. બાકીનાં દ્રવ્ય શક્તિ રૂપે છે. અરૂપી છે તેના પર જીવને પ્રીતિ થતી નથી. રૂપી દ્રવ્યને જીવ જાણે જીવ પોતે અરૂપી એટલે દષ્ટા અરૂપી અને દશ્ય રૂપી. બન્નેના એકપણને ભાસ તે સંસાર. પણ ગહનતામાં જઈ વિચાર કરીએ તે જડ-ચેતન બન્નેનાં લક્ષણો અને ગુણે ભિન્ન છે. એટલે સંસાર તે માત્ર દષ્ટિ અને દશ્ય વચ્ચે એક અવિકલ ભ્રમ છે. માટે જ શ્રી સહજાનંદ સ્વામીએ કહ્યું છે દશ્ય તો ઝેર છે જીવ વ્યાકૂળ કરે, દ્રશ્યમાં દષ્ટિ જેડે ન મહાત્મા... જીવ દશ્યમાં લેભાઈ જાય તે તે ઝેરરૂપ પરિણમે છે વ્યાકૂળતા ઊભી કરે છે. એટલે જ સાધના–રત સાધક દશ્યથી દષ્ટિને હટાવીને દૃષ્ટામાં જોડે છે. શ્રીમદ્જી પણ નીચેના દોહામાં આ જ ભાવ વ્યક્ત કરે છે કે જીવ અરૂપી છે. જડરૂપી છે, બેયના ગુણો અને પર્યાએ તદ્દન ભિન્ન છે. છતાં અરૂપી એવા ચેતન દષ્ટાને, જે રૂપીને ભાસ થયો, ગ્રહવાપણાનું Page #67 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું ગાંડપણ થયું, તે મોટું આશ્ચર્ય છે જે અકથ્ય છે. પિતે આત્મા અરૂપી હોવા છતાં રૂપી પર્યાયમાં અનંતકાળ ગુલામ થઈ વર્ચે છતાં તેને તે બંધન રૂપ લાગ્યું જ નહીં, એ કેવી વાત છે ? ગ્રહે અરૂપી રૂપીને એક અચરજની વાત જીવ બંધન જાણે નહીં, કે જિન સિધ્ધાંત... ગુરુદેવ શિષ્ય ને સમાધાન આપે છે. વત્સ ! આંખેથી નહીં દેખાતે આત્મા જ સર્વને જેનાર અને જાણનાર છે, તથા સર્વ બાહ્ય ભાવોને બાદ કરતાં-કરતાં અંતે જે બાકી રહે છે અને હું છું” નું જે સતત ભાન રહે છે. ઈદ્રિયની સંવેદના કયારેક ન પણ હોય, પણ આત્માનું સંવેદન નિરંતર હોય જ છે. તે જ જીવનું સ્વરૂપ છે. અને તે મન, બુદ્ધિ, ઈદ્રિય વડે જાણ્યા પછી પણ આને એક માત્ર ઉકેલ છે નિજ અનુભવ. માટે તારા મનમાં જાગેલ શંકા-“તેથી ન છવ સ્વરૂપ, તે યથાર્થ નથી. શિષ્યને સમાધાન થયું. ગુરુદેવના ચરણે મસ્તક નમાવી, મૂકેલા બીજા તર્કોનું સમાધાન પણ ચાહી રહ્યો છે તે અવસરે......... Page #68 -------------------------------------------------------------------------- ________________ પણ આત્માને ભાન ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૂ-જ્ઞાન અને સમ્યગૂ-ચારિત્રથી થાય છે. - આ ત્રિ-૨નની આરાધના સંસારમાગને છેદ કરી મોક્ષમાર્ગે જીવને મૂકી દે છે. આ માગે પહોંચવા માટે, જે રસ્તે પાર કરવાને છે તે લાંબો છે, કંટક ભરેલો છે. ઘણું વિદને અને બાધાઓથી ભરેલો છે. તેમાં જે સ્થિર રહેવાય અને ગુરુદેવની કૃપા મળી જાય તે-તે પાર પામી જવાય. એટલે જ પથિક સહારે માગે છે મેરી ધીરી હૈ ચાલ, ઔર પથ હૈ વિશાલ હર કદમ પર મુશીબત અબ તો હાલ પર મેરે થકે એ ચલે ના ચલે | મુઝકે તેરા ઇશારા સદા ચાહિયે.. આશરા ઇસ જહાંક મિલે ના મિલે મુઝકો તેરા સહારા સદા ચાહિયે. - ગુરુદેવના માર્ગદર્શનથી જ સાધક, સાધનામાર્ગે સ્થિર રહી આગળ વધી શકે છે. આવા સાધકને અધ્યાત્મ પામવાની તાલાવેલી છે. તેથી જ તેણે ગુરુદેવ સમક્ષ બાલભાવે, વિનય સહિત, પ્રશ્નો રાખ્યા છે. ઇન્દ્રિ પર જ જાણે આખા જીવનને આધાર હોય, અને ઇન્દ્રિયનું જ સામ્રાજ્ય હોય તેમ સમજી શિષ્ય ઇન્દ્રિયને આત્મા માનવા પ્રેરે છે. ઈન્દ્રિયોની જડતા તેનાં લક્ષ્યમાં નથી. પણ જ્ઞાની ગુરુદેવ ઈન્દ્રિયની વાસ્તવિક સ્થિતિ શું છે? ઈન્દ્રિયે કયાં સુધી ઉપયોગી છે તથા આત્મા અને ઈન્દ્રિયેને સંબંધ શું છે. આ બતાવી શિષ્યનાં મનમાં રહેલી શંકાને નિર્મૂળ કરે છે. તેઓ કહે છે. છે ઈન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, - પાંચ ઈન્દ્રિયના વિષયનું, પણ આત્માને ભાન...પર.. Page #69 -------------------------------------------------------------------------- ________________ R હું આત્મા છું પ્રત્યેક ઈન્દ્રિય પોત-પોતાના વિષયને ગ્રહણ કરે છે. સહુના વિષય જુદા-જુદા છે. કાન શબ્દને સાંભળે છે. આંખ રૂપને જુએ છે. ઘાણ ગંધને. અનુભવે છે. જીભ રસને ઓળખે છે અને ત્વચા-સ્પર્શનું સંવેદન કરે છે. આમ વ્યવહારમાં આપણે કહીએ છીએ, અને વ્યવહાર આમ જ ચાલે છે. અહી એક-એક ઇન્દ્રિયને વિષય સીમિત બતાવ્યું. પ્રત્યેક ઈન્દ્રિય. પિતાના વિષયને છોડી, અન્ય વિષયને ગ્રહણ કરી શકે નહીં. જેમકે આંખોનું કામ છે જેવાનું, રૂપને નિરખવાનું. આંખ આ કાર્ય ખૂબ સારી રીતે કરી શકે છે. બહ પાવરફુલ આંખે હોય તો તે દૂર-દૂર સુધી જોઈ શકે. ગગનમાં ઉડતું ગરૂડ, દૂર પૃથ્વી પર પડેલ પદાર્થને જોઈ લે. એવી શક્તિ તેની આંખોમાં હોય. કેટલાક મનુષ્યની આંખે પણ જીણામાં છણ વસ્તુને જોઈ શકે, એટલો પાવર ધરાવતી હોય, પણ આ શક્તિ માત્ર જેવામાં જ ઉપયોગી ! ગમે તેવી શક્તિદાયક આંખેશબ્દને ગ્રહણ ન કરી શકે. આંખ સતેજ હોય પણ કાન ન હોય તે નજીકનાં શબ્દો પણ સંભળાય નહીં. પુસ્તકને આંખ વડે વાંચી શકે, પણ કાનથી. ગ્રહણ કરવા યોગ્ય શબ્દોને આંખ સાંભળી ન શકે. એ જ રીતે આંખો નથી એ માણસ, મધુર બંસરીના સૂરને સાંભળે. અને વાહ, વાહ, પુકારી ઉઠે પણ તેને પૂછીએ બંસરી કેવી હોય ? જેણે કદી જોઈ નથી તે શું કહે ? આપણે કદાચ તેને આકાર-પ્રકાર સમજાવીએ છતાં તે કેટલું સમજે હશે ? કેને ખબર? એ જ રીતે બીજી બધી જ ઈન્દ્રિયોનાં વિષયને સારી રીતે એ ગ્રહણ કરી શકતે હોય. અરે ! કયારેક તે એવું જોવા મળે કે જેને આંખો નથી. તેની બીજી ઈન્દ્રિયે વધુ સતેજ હોય અને તે પગરવ માત્રથી માણસને ઓળખી કાઢે, છતાં આંખ રૂપ-રંગને ઓળખવાનું જે કાર્ય છે તે આંખ વિનાને માણસ ન જ . કરી શકે. જન્માંધ માણસને કદાચ ઘણું જ્ઞાન થઈ શકે, પણ તેને રંગ તે. ઓળખાવી જ ન શકાય. રંગ ઓળખવાનું કામ આંખનું જ છે, તે બીજી ઈન્દ્રિય વડે ન થઈ શકે. આમ ગંધ, રસ અને સ્પર્શના જ્ઞાનનું પણ આવુ. Page #70 -------------------------------------------------------------------------- ________________ પણ આત્માને ભાન ! 43 જ છે. પ્રત્યેક ઈન્દ્રિય પિતાના વિષય-ગ્રહણમાં ઘણું સતેજ હવા પછી પણ બીજી ઇન્દ્રિયના વિષયને ગ્રહણ ન જ કરી શકે. આ પરથી એમ સમજાય છે કે ઈન્દ્રિયની વિષય ગ્રહણશક્તિ ઘણું જ સીમિત છે. હવે જે ઈન્દ્રિયને આત્મા માની લઈએ તે બહુ મોટી અસંગતિ ઉભી થઈ જશે. કારણ જ્ઞાનશકિત તે વ્યાપક છે. અત્યંત વિશાળ છે. તેની કોઈ સીમા જ નથી. અસીમ છે. આત્મામાં અનંતજ્ઞાન છે અને સાથે સાથે અનંત ને જાણવાની અનંત શક્તિ છે. હવે જે ઈન્દ્રિય આત્મા હોય તે તે તેને જાણવાની શક્તિ મર્યાદિત થઈ ગઈ. તે જ્ઞાન ગુણ પણ મર્યાદિત થઈ ગયે. એટલું જ નહીં જ્ઞાન ગુણ એક અને અખંડ છે. જ્યારે ઈન્દ્રિય તે પિતાના જ વિષયને જાણે. બીજી ઇન્દ્રિયના વિષયને ન જાણે. એક ઈન્દ્રિય વિષય બીજી ઇન્દ્રિય ને ખબર નથી. તેથી જ્ઞાન તે ખંડ-ખંડ અને અનેક થઈ ગયું. આમ બધી જ દષ્ટિએ ઇન્દ્રિય તે આત્મા નથી. જે પાંચે ઈન્દ્રિયે જ આત્મા હોય તે મન, બુદ્ધિથી ચાલતી પ્રવૃત્તિનું શું ? શરીરમાં ચાલતી કાર્ય વ્યવસ્થાનું શું? તેમજ તે સર્વ કાર્યની વ્યવસ્થાનું સંચાલન કરનાર ચેતનનું શું ? આ પ્રશ્નો નિરુત્તર રહે છે. વળી વિચારણીય બાબત તે એ છે કે ઈન્દ્રિયે વડે થતા જ્ઞાનની જાણકારી કોને રહે છે? આંખ વડે જોયેલા રૂપ ને જાણનાર તે અંદર રહેલે આત્મા છે. એ જ અંદરથી બોલે છે કે મેં આ રૂપ જોયું. મેં આ રૂપ જાણ્યું. એમ બધી જ ઇન્દ્રિયોથી જે-જે વિષય ગ્રહણ કરાયા તે સહુને જાણનાર અંદરમાં રહેલ જ્ઞાન-સ્વરૂપ ચૈતન્ય તત્વ જ છે. જે એમ ન હોય તે આંખ સામેથી પદાર્થ દૂર ખસી જાય પછી એ ભાન ન રહે કે મેં અમુક પદાર્થને જોયે. આંખ તે જોવા માત્રથી જ જ્ઞાન કરે છે. જે પદાર્થને આ ક્ષણે આંખ જેતી નથી તે કઈ રીતે જ્ઞાન કરે ? પણ એમ નથી. આંખે એક વખત જોઈ લીધેલા પદાર્થને આત્માની જ્ઞાનશકિત યાદ રાખી લે છે. તેથી પદાર્થને જોયા પછી અંધ થયેલી આંખે, ભલે એ પદાર્થને જોઈ ન શકે. પણ આત્મા યાદ રાખે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ 44 હું આત્મા છું વર્ષો પહેલાં સાંભળેલ શબ્દો આજે યાદ છે. એ શબ્દો સંભળાવનાર સામે નથી છતાં, આજે અક્ષરશઃ યાદ છે. એમ ગંધ, રસ કે સ્પર્શ પણ યાદ છે. તેથી એ સિદ્ધ થાય છે કે ઇન્દ્રિયે તે માત્ર સાધન છે, માધ્યમ છે. એને જ્ઞાન કરવાની કે યાદ રાખવાની ખબર નથી, પણ બધીજ ઈન્દ્રિએ ગ્રહણ કરેલા વિષયને આત્મા યાદ રાખે છે. ઇન્દ્રિય જ્ઞાન કર વામાં પણ ત્યાં સુધી જ માધ્યમ રૂપ છે કે જ્યાં સુધી આત્માને અવધિ, મન પર્યવ કે કેવળજ્ઞાન નથી થયું. એ જ્ઞાન થતાં, આત્માને ઈન્દ્રિયની સહાયતાની જરૂર નથી. વગર ઇન્દ્રિયે આત્મા પદાર્થોનું, મનનું અને કાલેકનું જ્ઞાન કરી લે છે. વળી ગાથામાં કહ્યું છે કે છે ઈન્દ્રિય પ્રત્યેકને નિજ-નિજ વિષયનું જ્ઞાન. એ પણ માત્ર ઉપચારથી જ કહ્યું છે. વાસ્તવમાં તે ઇનિદ્ર જડ છે. એ પિતે પિતાની સ્વતંત્રતાથી કે વિષયને ગ્રહણ કરી શકતી નથી. આપણે સહુને અનુભવ છે કે રસ્તે ચાલ્યા જતા હોઈએ અને અનેક પદાર્થો આંખની સામે આવે, પણ તે બધાં જ પદાર્થોને આપણે જેતા નથી. અરે ! તમારે કોઈ મિત્ર તમારી આંખ પાસેથી પસાર થઈ જાય તે પણ તમને ખબર રહેતી નથી, આમ કેમ થાય છે ? આંખે તે કદાચ ત્યાં જ હતી પણ તમારા શબ્દોમાં કહું તે ધ્યાન બીજે હતું. યા તે બીજું કંઈ જોવામાં, સાંભળવામાં કે કંઈક વિચારમાં મશગુલ હતા કે પાસેથી પસાર થઈ જનાર પણ દેખાય નહીં. અર્થાત્ આપણે જ્ઞાનેપગ તે વખતે આંખ સાથે જોડાયેલું ન હતું. મન સાથે હતા, તેથી દેખાયું નહીં. આમ આત્માને જ્ઞાન ઉપયોગ જે ઈન્દ્રિય સાથે જોડાયેલ હોય, તે ઈન્દ્રિય જ વિષયને ગ્રહણ કરી શકે. બીજી નહીં. તેથી જ્ઞાન કરનાર તે જીવને જ્ઞાનપગ જ છે. ઇન્દ્રિો તે માત્ર ખાલી ખાં છે, સાધન છે. તે પિતે જ્ઞાન કરવામાં સમર્થ નથી. વળી તેને પિતાને પણ એ ખબર નથી કે તેણે જ્ઞાન કર્યું છે કે નથી કર્યું. કારણ ઇંદ્રિયે જડ છે. અને જ્ઞાન એ જડને ગુણ નથી પણ આત્માને ગુણ છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ તે પણ આત્માને ભાન 45 આમ ઈન્દ્રિયને આત્મા માની શકાય નહીં અને ઇન્દ્રિય વડે આત્મા ગ્રહણ પણ થાય નહીં. જ્યાં ઇન્દ્રિયે જડ છે અને જડ પદાર્થોનાં જ્ઞાન માટે પણ અસમર્થ છે. ત્યાં એ ચેતનને તે કેમ ગ્રહણ કરી શકે ? માટે ઇન્દ્રિયાતીત આત્મા, ઇન્દ્રિયોથી ગ્રાહ્ય પણ નથી, પોતે ઈન્દ્રિય રૂપ પણ નથી. ગુરુદેવ શિયની એક-એક શંકાનું નિર્મૂલન કરતાં-કરતાં આગળ વધી રહ્યાં છે. અને શિષ્યનું મને સંતોષ અનુભવી રહ્યું છે. હવે વિશેષ વાત અવસરે– આત્મ-ચિંતન હું આત્મા . હું આત્મા છું. સત્ ...ચિત... આનંદ એ મારું સ્વરૂપસતુ. સત્ યાને અસ્તિત્વ હું અસ્તિત્વવાન પદાર્થ છું....મારેકદી નાશ થાય નહીં. અવિનાશી પ્રવ...,નિત્ય...પદાર્થ એ હું...આત્મા, હું...ચૈતન્ય....ચૈતન્યએ શાશ્વત પદાર્થ છે..જડ...એ નાશવંત પદાર્થ છે.....સદા-સર્વદા રહે તે...શાશ્વત...નાશ પામે તે...નાશવંત...ચૈતન્ય શાકવત...જડ નાશવંત હું ચૈતન્ય છું શરીર જડ છે....મારે કદી નાશ થાય નહીં....ત્રણે કાળમાં મારું અસ્તિત્વ છે. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છું.... ભવિષ્યમાં હોઈશ.ભૂતકાળમાં જેટલા જ ધારણ કર્યા... તેમાં આ જ આત્મા હતે....વર્તમાને પણ આ જ આત્મા....ભવિષ્યમાં જેટલા જન્મ ધારણ કરીશ. તેમાં પણ આ આત્મા... | સર્વ કર્મ થી મુક્ત થઈ...સિદ્ધ થશે તેમાં પણ આ જ આત્મા.... આત્મા ચૈતન્ય, નિત્ય, શાવત, શરીર જડ, નાશવંત... અનિત્ય-હું...ચેતન્ય. મારો જન્મ નથી મારું મૃત્યુ નથી. જમે છે તે શરીર છે...મરે છે તે પણ શરીર છે. જન્મ-મરણ Page #73 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું થી રહિત..હું આત્મા શરીરથી જુદો...સર્વ સંગથી અસંગી...એ હું આત્મા....શરીર મારું નથી. હું શરીરને નથીહું કોઈને નથી કે મારૂં નથીજગતને કઈપણ પરમાણુ કોઈપણ પદાર્થ કેઈપણ વ્યક્તિ મારી થઈ શકે નહીં. હું..કઈને થઈ શકું નહીં....સર્વ સંસારથી જુદો... એક અખંડ અસંગી..એ હું ચૈતન્ય આત્મા ચિત્એ ટલે ચૈતન્ય...ચિત્ એટલે જ્ઞાન હું ચૈતન્ય છું..માટે જ જ્ઞાનવાન છું....ચૈતન્ય...મારો ગુણ છે....જ્ઞાન પણ....મારો ગુણ છે.” આત્માના એક-એક પ્રદેશેજ્ઞાન છે....મારે જ્ઞાનગુણ....મને પિતાને... જાણવામાં સમર્થ છે... જગતના પદાર્થોને એ જાણે છે.એથી પણ વધુ નિકટતાથી એ મને જાણી શકે છે. જગતના પદાર્થોને જાણવા માટે... ઇંદ્રિય અને મનના માધ્યમથી...જ્ઞાન પરિણમે છે. પણ નિજને જાણવા માટે...કોઈપણ માધ્યમની જરૂર નથી. આત્મામાં એ ઠરી જાયઆત્મામાં એ સ્થિર થઈ જાય તે મારું જ્ઞાન મને જાણી શકે છે. મારે...જગતમાં ભટકતા જ્ઞાનગુણને....ત્યાંથી પાછો વાળી..મારામાં સ્થિર કરે છે..., મને જાણ છે, મને માણે છે.. સત... ચિત્ત... આનંદ એ મારે સ્વભાવ...આત્માના એક-એક પ્રદેશે અનંત સુખભર્યું પડયું છે.....જગતના પદાર્થો સાથે વ્યક્તિઓ સાથે વાતાવરણ સાથે....સંબંધિત છું. એટલે જ દુઃખી થાઉં છું....એ બધા સંબંધને છોડી દઈ મારામાં સ્થિર થાઉં. તે આત્મામાં એકએક પ્રદેશે રહેલા સુખને...માણી શકું....સુખ....એ મારે સ્વભાવ દુઃખી થવું એ મારા સ્વભાવમાં નથી. મારું અજ્ઞાન, મારી ભ્રમણ છું. મારી મિથ્યા માન્યતા...મને દુઃખી કરે છે. એ બધાને છેડી..મારામાં સ્થિર થાઉં....મારામાં કરી જાઉં...તે મારા સુખને પામી શકું છું સચિદાનંદ સ્વરૂપને પામવા...વધુ.એકાગ્ર...થઈ, થોડી ક્ષણે વધુ ઊંડાણમાં જઈ....આત્માનું ચિંતન કરીએ..... હું...આત્મા છું” “હું. આત્મા છું” શાંતિ “શાંતિ.......શાંતિ. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ રૂ૫ ચૈતન્યમય...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના વડે જીવને વિક–ખ્યાતિ થાય છે. તે ચેત નને ચેતનરૂપ અને જડને જડરૂપ જાણે છે. આ વિવેક થાય એટલે સહજ રૂપે જ જીવ પિતાના સ્વભાવ તરફ ઢળે છે. જેમ ચૂલા પર ઉકળતું પાછું, નીચે ઉતારી લેવામાં આવે અથવા નીચેથી અગ્નિ કાઢી લેવામાં આવે કે તરત જ એ પિતાના સહજ સ્વભાવરૂપ શીતળતા તરફ ઢળવા માંડે. અગ્નિના સંગે રહી ઉષ્ણ થઈ ગયું હતું, પણ એ સંગ છૂટી જાય એટલે પાણી કરવા માંડે. તેમ છવ વિભાવ સંગે રહી, વૈભાવિક પરિણમનથી પરિણમતો હોય પણ જે વિભાવ છૂટે, રાગ અને દ્વેષ મંદ થવા માંડે કે જીવ પિતાના સ્વભાવમાં સ્થિર થતું જાય, જે પિતાનું સહજ સ્વરૂપ છે. સહજ સ્વરૂપની પ્રતીતિ થવા માટે જ શિષ્ય, ગુરુદેવ સમીપે મનની મુંઝવણે રાખે છે. દેહ, ઇંદ્રિય અને પ્રાણ ચેતન નથી પણ જડ છે. એ સમજાવતાં ગુરુદેવ કહે છે - દેહ ન જાણે તેહને, જાણે ન ઇકિય પ્રાણુ આત્માની સત્તા વડે, તેહ પ્રવતે જાણુ..પ૩... આત્મા ચૈતન્ય છે. દેહ, ઈન્દ્રિય અને પ્રાણ જડ છે. તે તેઓ આત્માને શી રીતે જાણી શકે ? જાણવું એ આત્માને ગુણ છે. વળી સર્વથી સ્વતંત્ર છે. આત્મા સિવાય અન્ય કઈ પણ પદાર્થ જ્ઞાન કરવા સમર્થ નથી. મેં સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ જ્ઞાતા દષ્ટા આતમ રામ Page #75 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું 48 જાણવું અને જેવું તે આત્માનું કામ. પછી એ આત્મા ગમે તેવા નાના શરીરમાં હોય તે પણ ત્યાં રહીને એ જાણી લે ખરે. આપણા હાથ પર એક મચ્છર બેઠો હોય. આપણે તેને પકડવા હાથ લંબાવીએ કે એ તરત ઊડી જાય. પકડમાં આવે નહીં, કેમ ? તેનામાં આત્મા છે. વળી તે - ત્રસ એનિમાં છે તેથી તેને ત્રાસ થાય તેની ખબર પડે છે. એ જાણે છે કે લંબાયેલે હાથ તેને મારી પણ નાખે. માટે તે હાથમાં ન આવે. ઊડી જાય. એવી જ રીતે નાના-મોટા જેટલા જીવ-જંતુઓ પશુ-પંખી જોઈએ એ છીએ તે સહુને પિતા પૂરતું જ્ઞાન છે. અને તે સ્વબચાવ કરી લે છે. જ્ઞાન વડે જીવન-ઉપયોગી પદાર્થ, સ્થાન વગેરે પણ શોધી લે છે. આ બધું જ તેનામાં રહેલા ચેતનને આભારી છે. જડ પદાર્થ ગમે તે શક્તિશાળી હોય, અરે ! જેમાં જ્ઞાન લખેલું છે તે ગ્રન્થ હોય પણ તેને કોઈ ફાડી નાખે, બાળી નાખે તે પણ તે કંઈ જ જાણી શકે નહીં. એટલે જ મેગલ કાળમાં આપણા કિંમતી ગ્રન્થ ભસ્મીભૂત થઈ ગયા. એક નાનું બાળક પણ તેને ઉઠાવીને ફેંકી દઈશકે. કારણ તે જડ છે. જ્ઞાન થવાની શક્તિવાળે નથી. એમ જગતમાં જેટલા જડ પદાર્થો છે તે સહ જ્ઞાનશક્તિ રહિત છે. દેહ જડ છે. તે પરમાણુઓને બનેલે સ્કંધ છે તેથી તેનામાં ચૈતન્યના ગુણ રૂપ જ્ઞાન ન હોય ઇંદ્રિયે જડ છે તે પણ આપણે જોઈ ગયા. તે આત્માની સહાયતા વગર જ્ઞાન કરવા સમર્થ નથી. અને પ્રાણ એટલે કે શ્વાસોચ્છવાસ એ પણ પુદ્ગલ જ છે. વાતાવરણમાં પડેલા શ્વાસોચ્છવાસ વગણના પુદ્ગલેને ઓકિસજન સાથે આપણે ગ્રહણ કરીએ છીએ. ને તે પુદ્ગલેને જ છોડીએ છીએ. પુદ્ગલ જડ છે માટે શ્વાસોચ્છવાસ પણ જડ છે. તે દેહ, ઈદ્રિય, પ્રાણ આત્માને અનુભવ કરી શકે નહીં. વળી એ ત્રણે ય પણ એક બીજાને જાણતા નથી. દેહને ખબર નથી કે મારે કેટલી ઇદ્રિ છે. ઇન્દ્રિયોને જાણ નથી કે એ દેહના કયા ભાગમાં છે. એ છે કે અયોગ્ય? બરાબર કામ આપે છે કે નહીં? વળી દેહને એ પણ ખબર નથી કે પિતે શ્વાસ લે છે કે નહીં? કેટલા શ્વાસ લીધા Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ રૂપ ચૈતન્યમય 49 અને કેટલા લેવા જોઈએ ? એ કશી જ ખબર નથી. શ્વાસને ખબર નથી કે એ દેહના કયા ભાગમાં કામ કરી રહ્યો છે. આમ ત્રણે ય પદાર્થો જડ અને ત્રણે ય પોતાથી પણ અજાણ અને ત્રણે ય એકબીજાથી પણ અજાણ. કઈ-કઈને જાણતા નથી. પહેલાં કહ્યું તેમ જડમાં જાણવાની શકિત નથી. એટલું જ નહીં પણ દેહઇંદ્રિય અને પ્રાણ સ્વતંત્ર શકિત ધરાવતા નથી નિર્માલ્ય છે, નિષ્ક્રિય છે. આત્માનું અસ્તિત્વ દેડમાં હોય ત્યાં સુધી જ તેની પ્રવૃત્તિ છે. દેહમાંથી આત્મા નીકળી ગયો કે એ જ ક્ષણે દેહનું હલન-ચલન, ઇન્દ્રિયની ક્રિયા તથા શ્વાસની ક્રિયા બધી જ બંધ. સામાન્ય રીતે આપણે એમ માનતા હોઈએ છીએ કે ચાલતે શ્વાસ બંધ થઈ ગયે એટલે માણસનું મૃત્યુ થઈ ગયું, પણ એમ નથી. શરીરમાંથી આત્મા ચાલ્યો ગયે એટલે ધાસ બંધ થઈ ગયો. શરીરમાંથી આત્માનું નીકળવું અને શ્વાસનું બંધ થવું આ બન્ને કિયા એક સાથે જ થાય છે તેથી આપણે જાણી શકતા નથી. બધાસ તે દેહમાં આત્માના હોવાની નિશાની માત્ર છે, પણ શ્વાસ આત્માને દેહમાં ટકાવી રાખી શકે નહીં. જો એમ જ હોય તે ઓકિસજનના બાટલાઓના આધારે માણસ સેંકડો વર્ષ જીવી શકત પણ જ્યાં સુધી દેહમાં આત્મા છે ત્યાં સુધી જ ઉપરના ઉપચારની સાર્થકતા છે પછી નહીં. તે વાસ પણ જડ, આત્મા છે ત્યાં સુધી જ છે. પછી નિષ્ક્રિય. આમ આત્મા એક જ ચૈતન્ય છે. બાકીનું સર્વ જડ. આત્મા સિવાય બીજા કેઈની કશી જ કિંમત નહીં. એક પદમાં આ ભાવે સુંદર રીતે વણાયેલા છે– હું તો આત્મા છું જડ શરીર નથી (2) શરીર મસાણની શેખનો ઢગલે, પલમાં બિખરે ઠોકરથી... મુઝવણ એ શિવ પૂજે બાલો, ગાયકતા નહીં સુખદુ:ખથી.. સ્પર્શ ગંધ રસ રૂપ શબ્દ અને જાતિ વર્ણ લિંગ મુઝમાં નથી ' ફિલ્મ બેટરી પ્રેરક જુદે તેમ દેહાદિક ભિન્ન મુઝથી. હું તો... સૂર્ય ચંદ્રમણિ દીપ કાતિની, મુઝ પ્રકાશ વણ કમ્મત શી... પ્રતિ દેહ જે શોભનિતા છે તે મારી જુઓ વિષે મથી.. હું તો.... ભાગ–૨-૪ Page #77 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે બધા માટે મારી હું આત્મા છું - કવિ કહે છે-હું આત્મા છું. જડ શરીર તે હું નથી. આ શરીરની અંતિમ પરિણતિ તે રાખને ઢગલે છે. સ્મશાને જઈ લાકડા સાથે લાકડું થઈ બળી જશે અને રાખ થઈ જશે. તેને પળ માત્ર વિખરતાં વાર નહીં. એક ઠોકર વાગી ને રાખ વાતાવરણમાં વેરાઈ જશે. અરે ! આ સુંદર શરીરનાં સુખ દુઃખ કયાં સુધી ? જયાં સુધી હું એટલે આત્મા તેમાં છે ત્યાં સુધી જ. હું દેહમાંથી નીકળી જાઉં પછી તેને પૂજે કે બાળો. બે ક્રિયામાં તેને સુખ કે દુઃખ કશું જ નથી. પછી તે એ શબ છે. તેનામાં જ્ઞાયક સ્વભાવ નથી. વળી મેટ માણસ હોય. જ્યાં સુધી તેનામાં આત્મા છે ત્યાં સુધી તેને બહુ આદર માનથી બોલાવાતે હેય પણ મરે એટલે એ પણ શબ જ થઈ જાય. આત્મા કહે છે મારામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ કશું જ નથી. તેમજ હું કેઈપણ વર્ણન નથી. મારી કઈ જાતિ નથી. મેં કઈ લિંગને ધારણ નથી કર્યું. હું તે એ સર્વથી જુદો છું. જીવનરૂપી જે ફિલ્મ ચાલી રહી છે તેની બેટરી તે અલગ જ છે. જેમાં બેટરી હેય તે જ મશીન ચાલે પણ બેટરી મશીનથી જુદી છે. બેટરી તે મશીન નથી, મશીન તે બેટરી નથી. પણ બેટરી મશીનમાં રહીને જ કામ આપે છે તેમ આ દેહને ચલાવનાર બેટરી તે અંદરમાં જુદો છે. એ જ રીતે હું આત્મા અને દેહાદિક સર્વ મારાથી જુદાં છે. વળી આત્માનું મૂલ્ય શું છે? સંસારના જેટલા પદાર્થો છે, જે પદાર્થોની ઉપયોગિતા આપણે ખૂબ માનીએ છીએ, અરે, ! કેટલાક પદા ની કિમત તો લાખો-કરોડોમાં આંકીએ છીએ પણ તે પદાર્થોનું આટલું મૂલ્ય કેના માટે ? માત્ર આત્મા છે તે માટે જ બંધુઓ ! ક્ષણભર કલ્પના કરી લે કે આખા યે વિશ્વમાં કોઈ ચૈતન્ય આત્મા છે જ નહીં માત્ર જડ જગતને પસારે જ છે. તે એ જડ પદાર્થની કેટલી કિંમત ? કંઈ જ નહીં. માત્ર બધું ધૂળ જ દેહમાં આત્મા છે તેથી બુદ્ધિ સક્રિય છે. તે જડ પદાર્થનું મૂલ્ય કરે છે. દેહ તથા ઈન્દ્રિય, આત્માની ફુરણાથી પ્રવર્તી રહ્યાં માટે જ પદાર્થોને ભેગવી શકે છે. તે આખાયે વિશ્વના સર્વ પદાર્થોની કિંમત માત્ર એક આત્માના કહેવા પર જ છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ રૂપ ચૈતન્યમય 51 નાના-મોટા સર્વ શરીરની જે શોભા છે તે પણ તેમાં આત્મા છે ત્યાં સુધી જ. ખીલેલા પુષ્પમાં આત્મા છે તેથી સર્વત્ર શેભા પામે છે. પણ આત્મા વિહેણું પુષ્પ, કરમાઈને અશોભનીય બની જાય છે. અરે પછી તે પુષ્પ નહીં કચરો કહેવાય. આ શરીર પર શૃંગાર કરીને શેભા વધારવા પ્રયત્ન કરીએ છીએ પણ આત્મા છે ત્યાં સુધી શૃંગાર પણ શોભા આપે. જે આત્મા નીકળી જાય અને પછી શબને શણગારવામાં આવે તે તે શેભતું નથી. તે તો માત્ર તમારા સંસારની વ્યાવહારિકતા છે તેથી શબને શણગારે છે. એ જ રીતે વિશ્વના સહુ પ્રાણીની શેભા ચેતનના કારણે જ છે. આત્મા નીકળી ગયા પછી તે દેહ સડવા માંડે, દુર્ગધ આવે, વિકૃત થઈ જાય. પ્રિયમાં પ્રિય વ્યકિત પણ આત્મા વિહેણે થઈ જાય પછી એનું સ્થાન ઘરમાં નહીં, સ્મશાનમાં. આમ દેહની શોભા આત્મા છે, અને આત્મા દેહમાં રહે તે જ દેહાદિની પ્રવૃત્તિ છે. તેથી દેહાદિથી આત્મા ભિન્ન છે. પણ દેહરૂપ નથી, એ નિશ્ચય થાય છે. - હવે શિષ્ય શંકા કરતાં કહ્યું હતું કે “મિચ્યા જુદો માન, નહીં જાદુ એંધાણું તેના ઉત્તરમાં ગુરુદેવ ફરમાવે છે - | સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણુ સદાય...૫૪. વત્સ ! તને આત્માનું કેઈ અલગ ચિહ્ન નથી દેખાતું પણ બિલકુલ પ્રગટ એવું, અને સર્વથી ભિન્ન એવું ચૈતન્ય એ આત્માનું લક્ષણ છે. દેહધારી જીવ, દેહની સર્વ અવસ્થાને અનુભવે છે. જમ્યા ત્યારે બાળક પર્યાય હતી પછી કિશોર, પછી યુવાની, પછી પ્રતા અને પછી વૃદ્ધાવસ્થા. આ બધી જ પર્યાયે એક શરીરમાં થાય છે. પર્યાયે થઈ થઈને તેને નાશ પણ થઈ જાય છે. બાલ્યાવસ્થા વીતી ત્યારે જ કિશોરાવસ્થા આવી અને એમ એક અવસ્થા ધીરે-ધીરે નષ્ટ થતી જાય છે અને બીજી અવસ્થાને અનુભવ વધતું જાય છે. આ બધી જ પર્યામાં રહેનાર એક જ આત્મા. વળી એ ચિક એટલે કે જ્ઞાન સ્વભાવવાનું તેથી પ્રત્યેક અવસ્થાને તેણે અનુભવી. બંધુઓ! Page #79 -------------------------------------------------------------------------- ________________ 52 હું આત્મા છું આજે પણ આપણે બાળપણ કે યુવાનીને યાદ કરીએ છીએ. ત્યારે બનેલા પ્રસગે અને એ અવસ્થામાં માણેલા જીવનને પણ યાદ કરીએ છીએ. તે એ સર્વ અવસ્થા નાશવંત અને આત્મા શાશ્વત અવસ્થામાં પરિવર્તન આવ્યું પણ આત્મા તે એને એ જ રહ્યો, કારણ આત્મા દેહરૂપ ન હતે. સર્વથી જુદો છે. જે દેહરૂપ જ હોય તે દેહની એ-એ અવસ્થાને નાશ થવાની સાથે-સાથે આત્માને પણ નાશ થઈ ગયે હેત. પણ એમ બન્યું નથી. અવસ્થાએ જડની થઈ ચેતનની નહીં. જડ વિનાશી છે. અને ચેતન અવિનાશી છે. માટે જ જીવે જડનો સંગ છેડવાનો છે - વધુ વિનાશી તુ અવિનાશી; અબ હૈ કિનકો વિલાસી, વધુ સંગ જબ દૂર નિકાસી તબ તુમ શીવકા વાસી.આપ સ્વભાવમેં... વપુ એટલે શરીર વિનાશી સ્વભાવવાળું છે. અને આત્મા અવિનાશી છે. શરીરને સંગ જ્યારે જીવ છોડશે ત્યારે તે શિવ બનશે. આમ તે દહથી સર્વથા ન્યારે છે. જેમ શરીરની અવસ્થાએથી એ ન્યારો છે તેમ સુષુપ્ત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને જાગૃત અવસ્થા. આ ત્રણ અવસ્થામાં પણ એ ત્રણે ય ભાવથી જુદો જ રહે છે. ગાઢ નિદ્રામાં શરીર સૂઈ ગયું હોય પણ ત્યારે ય આત્માને ખબર છે કે ઊંઘ લઈ રહ્યો છે. એટલે જ જગ્યા પછી આપણે કહેતા હોઈએ છીએ કે આજે તે બહુ સારી ઊંઘ આવી ગઈ. સવાર કયાં થયું તે ખબર ન પડી. Sound Sleep આવી. આત્માએ ઊંઘમાં એવી ગાઢ નિદ્રા અનુભવી છે, માટે જ જાગ્યા પછી, યાદ છે. વળી ઊંઘમાં સ્વપ્ન આવે, તે પણ જાગ્યા પછી કહીએ છીએ. એટલે સ્વપ્ન જોનાર અને તેને યાદ રાખનાર યાદ છે. સ્વપ્ન જુદી અવસ્થા છે અને તેને જાણનાર પણ જુદો છે, અને જાગૃત અવસ્થામાં પણ પળ-પળની પ્રવૃત્તિને સાક્ષી આત્મા જ છે. આમ ત્રણે ય અવસ્થામાં એ, અવસ્થાઓથી જુદો જ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ Anteriori care au content content and the mine પ્રગટ રૂપ ચૈતન્યમય પ૩ માટે જ અહીં ગુરુદેવ કહે છે હે શિષ્ય ! આ સર્વ અવસ્થાઓમાં તેનાથી જુદો રહીને જાણે છે તે ચૈતન્ય લક્ષણવાન આત્મા છે, વળી તેની આ ચૈતન્ય નિશાની, જ્ઞાન સ્વભાવ રૂ૫ નિશાની સદૈવ તેની સાથે જ રહે છે. જડનાં ચિન્હ તો બદલાઈ પણ જાય, નાશ પણ પામી જાય, એવાઈ પણ જાય પણ ચૈતન્યની નિશાની સદા સર્વદા અખંડિત રહે છે. નિગેદમાં ગયેલા જવનું પણ ચૈતન્ય લેપાતું નથી, તે બંધુઓ ! આપણે ચૈતન્ય છીએ અને તે ચેતન્ય સદા શરીરમાં વિલસી રહ્યું છે, તે આપણે ન ભૂલીએ. અહીં શ્રીમદ્જીએ ગાથામાં જે રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે એ એટલે સરલ છે કે સર્વ સામાન્ય માણસ પણ સમજી શકે. આપણે સહુએ આપણું જીવનની સર્વ અવસ્થાઓને અનુભવ કર્યો છે, અને સાથે સાથે એ પણ અનુભવ્યું છે કે આપણે એટલે કે તેને જાણનારે સદા જુદો જ રહ્યો છે, એ પણ અનુભવીએ છીએ. કોઈપણ પ્રકારની વિશેષ સાધના વગર જ આ દેહમાં રહેલ આભાના અસ્તિત્વને અનુભવ આપણે કર્યો છે. જેનાથી આત્માના હોવાપણાની શ્રદ્ધા દઢ થાય છે. સદ્ગુરુદેવે શિષ્યને આત્માને દેહ, ઈ દ્રિય, પ્રાણથી પોતાના વિશેષ એધાણની સાથે ઓળખાવી દીધું. જેથી શિષ્યની શ્રદ્ધા મજબૂત બની છે. - આત્મા સૂફમ છે તેથી તે ચર્મ–ચક્ષુઓથી પ્રત્યક્ષ નથી. પક્ષ તત્વને જાણવાનાં બે સાધન છે. 1. સ્વયંનું અતિશાયી જ્ઞાન. અર્થાત્ પોતે જ વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે જેથી આત્મા જેવા પક્ષ તત્ત્વને જાણી શકાય. - 2. અતિશાયી જ્ઞાનનાં વચન સાધકને સાધનામાં સ્થિર કરવા માટે તેને કઈ એક પક્ષ વિષયને સાક્ષાત્કાર કરાવી દેવું જરૂરી છે. તીર્થકર પરમાત્મા શિષ્યને જાતિ-સ્મરણ જ્ઞાન કરાવી દેતા તેનાથી તેને આત્માના સૈકાલિક અસ્તિત્વનું જ્ઞાન થઈ જતું અને તેઓ આત્માના વિશુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે સાધનારત થઈ જતા જેમકે મેઘકુમાર, [ આ લક્ષ્ય જ શિષ્યનું સમાધાન થઈ રહ્યું છે. હજુ આ જ વિષયમાં શિષ્ય કરેલી અન્ય શંકાઓનું સમાધાન અવસરે..... Page #81 -------------------------------------------------------------------------- ________________ જાણનારને માન નહીં...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાભાઓને મેશને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, પરમ તત્વની જિજ્ઞાસાવાળો સાધક જ કરી શકે છે. જેને પરમ તત્વની જિજ્ઞાસા છે તેને સ્વને જાણવાની જિજ્ઞાસા તે હોય જ. જાદ' હું કોણ છું. અને “રોહમ” હું તે છું. આ બે પદ આત્મવાદી દર્શનનાં બે ચક્ષુ છે. પહેલા પદમાં પિતાના અસ્તિત્વની જિજ્ઞાસા છે. અને બીજામાં પિતાના અસ્તિત્વને પ્રત્યક્ષ બધ છે. “હમ્ આ તર્કશાસ્ત્રનું પ્રત્યભિજ્ઞા પ્રમાણ-અતીત અને વર્તમાનનું સંકલનામક જ્ઞાન છે. શિષ્ય પૂછયું: “આત્માનું લક્ષણ શું ? આચાર્યો ઉત્તર આપે: “સેહમ” શરીર અહંકાર શૂન્ય છે. જેમકે: હું કરું છું, મેં કર્યું, હું કરીશ. તે જ આત્મા (ચેતન)નું લક્ષણ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માને જાણવાની જિજ્ઞાસાવાળા શિષ્ય, કઈ પણ ઉપાયે આત્માને જાણવા માગે છે. તેથી જ અનેક પ્રકારની શંકાએ ગુરુદેવ પાસે રાખી છે. એ કહે છે સંસારના સર્વ પદાર્થોને આંખ વડે જોઈ શકાય છે. જે રૂપી પદાર્થોનું અસ્તિત્વ છે, તે પદાર્થોને પ્રત્યક્ષ રૂપે અથવા આજના યુગમાં અનેક પ્રકારનાં સાધને વડે પણ પ્રત્યક્ષ કરી લઈએ છીએ. , એ પદાર્થો ગમે તેટલા દૂર હોય તે પણ તેને જાણી લઈએ છીએ તે આત્મા તે સહુથી વધારે નજીક છે, તે તે કેમ ન જણાય? જે તેનું અસ્તિત્વ હોય છે તે આટલે નજીક હેઈને ન જણાય એવું બને નહીં. Page #82 -------------------------------------------------------------------------- ________________ જાણનારને માન નહીં પપ પણ કદાચ શિષ્યને એ જાણ નથી કે આ આંખે દૂરના પદાર્થોને જાણી શકે પણ અત્યંત નિકટ હોય તે પદાર્થને જાણ મુશ્કેલ. જેમકે આંખમાં આંજેલું કાજળ. તે આંખથી અત્યંત નિકટ છે. આંખમાં જ સમાઈ ગયું છે. પણ આંખ તેને જોઈ શકતી નથી. આંખમાં આંજેલા કાજળને જોવા માટે આયનાની જરૂર પડે તેમ આ આત્મા એક ચર્મચક્ષુથી જોઈ શકાતો નથી અને બીજું તે આ શરીરના અણુએ અણુમાં વ્યાપ્ત છે માટે તેને જોવા માટે ચર્મચક્ષુ કામ ન કરે. અંદરનું જ કઈસાધન હેવું જોઈએ. અર્થાત્ આત્મા પોતે જ પિતાને જોઈ શકે. ચર્મચક્ષુથી પ્રત્યક્ષ થનાર પદાર્થોનું અસ્તિત્વ અને ચર્મચક્ષુથી પ્રત્યક્ષ ન થાય તેનું નાસ્તિત્વ આમ માનનાર શિષ્યને ગુરુદેવ કહે છે.– ઘટ-પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર ને માન નહિ, કહિયે કેવું જ્ઞાન.૫૫ દેવાનુપ્રિય! આંખ તથા અન્ય ઈથિી તે જગતના પદાર્થને જોયા છે, જાણ્યા છે અનુભવ્યા છે તેથી તેને માને છે કે એ પદાર્થોનું અસ્તિત્વ છે. પણ હું તને પૂછું છું કે જે એમ કહી રહ્યો છે કે મેં આ પદાર્થને જે જાણ્યો. હું આ પદાર્થને જોઉં છું, જાણું છું. હું આ પદાથને જોઈશ, જાણુશ. આ ત્રણે ય કાળ આ પ્રતીતિ અંદરમાં વર્યા કરે છે. તે “હું” કેણ છે? જાણનારે છે કે બીજો કોઈ? દેહમાં તે એ હું બુદ્ધિ જ નથી. જ્યારે જીભ વડે હુ” ને ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણું લક્ષ્ય “હું” કહેવાથી દેહ નથી હોત પણ દેહથી ભિન્ન બીજી કઈ શક્તિ હોય છે. તે જ જાણનાર છે. જાણનાર આત્મા જ છે. અગાઉ કહી ગયા મુજબ આત્મા સિવાય બીજું કઈ પણ જ્ઞાન શક્તિ ધરાવતું નથી, તેથી જાણનાર આતમા જ છે. હે શિષ્ય ! જેણે જાણ્યું તેને તું માને નહીં અને એના વડે જે જણાયા તેવા પદાર્થોને માને આ કેવી જાતનું જ્ઞાન? જે જાણનારને માને નહીં તે પદાર્થો જણાશે જ નહીં. પણ પદાર્થો જણાય છે માટે જ જાણનાર આત્મા છે તે સિદ્ધ થાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું * બંધુએ ! દેહ તે જાણી શકતું નથી છતાં અનાદિ અધ્યાસના કારણે આપણે એમ જ માનતા આવ્યા છીએ. દેહને જ સર્વસ્વ માની આજ સુધી પ્રવૃત્તિ કરી અને તેથી જ પાપ પ્રવૃત્તિ વધારે થઈ માટે દેહાત્મ બુદ્ધિ ટાળવી આવશ્યક છે. આખા વિશ્વ પર વિજય પ્રાપ્ત કરવાની અદમ્ય મહત્ત્વાકાંક્ષા લઈ ગ્રીસને બાદશાહ સિકંદર ભારત આવવા માટે પ્રયાણ કરી રહ્યો છે. તેના ગુરુ એરિસ્ટોટલ ફિલોસોફર છે. સિકંદરની સર્વ વિનાશી અભિલાષાઓનું એને દુઃખ છે. સિકંદર સમજાવ્ય સમજે તેમ નથી. તેથી તેઓ સિકંદરને કહે છે : સિકંદર ! તું ભારત જાય છે. મારા માટે એક ચીજ લેતે આવજે.” સિકંદરને થાય છે મારા દેશમાં શું નથી કે હું ભારતથી કઈ લાવું ? - “ગુરુદેવ! એવું તે શું છે? જે ભારતમાં છે કે અહીં નથી?” “સિકંદર ! ભારતની સંસ્કૃતિ એક સતેની સંસ્કૃતિ છે. બહુ જ પ્રાચીન સંસ્કૃતિ છે. ત્યાંથી મારા માટે એક સંતને લાવજે. ગુરુદેવ! આપની વાત સાંભળી હસવું આવે છે. ભારતના સંતે તે નિર્વસ્ત્ર હોય. ઉઘાડા શરીરે ફરતા હોય. જેની પાસે એક કેડી પણ ન હોય. એવા સંતને શું કરશે ? “તું લાવજે ને !" સિકંદર નીકળી પડે. બંધુઓ! ગૌરવની વાત છે કે આપણે આ દેશમાં જન્મ્યા. આ દેશે જેટલા સંતે પકવ્યા એટલા કોઈ દેશે પકવ્યા નથી. અહીંની સંસ્કૃતિ જ એવી છે કે અહીં જ મહાન રાંતે પિદા થઈ શકે. અરે ! સતયુગની વાત નથી પણ આ કાળમાં ય ભારતના ખૂણે-ખૂણે સમર્થ સંત સાધનારત છે. હું કે તમે તે બે-ચાર-પાંચને જ ઓળખતા હેઈશું પણ આ દેશના કણકણમાં સંત પાયા છે. હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી આપાદ મસ્તક, સંતે ઠેર-ઠેર આજે પણ વિહરી રહ્યા છે. “બહુરત્ના વસુંધરા” સૂત્ર અહી આ દેશમાં સાકાર થતું જણાય છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ જાણનારને માન નહીં પ૭ એરિસ્ટોટલ જાણતા હતા કે આત્માનો ખુમારી લઈને નંગ બદન ધુમવાવાળા સંતે ભારતની પાવન ભૂમિમાં જ પેદા થાય છે. અન્ય ભૂમિમાં એ શક્તિ નથી, એ તેજ નથી, એ પવિત્રતા નથી કે જ્યાં સંતેને જન્મ લેવાનું મન થાય. મારું કહેવાનું એ નથી કે બીજા દેશોમાં કયાંય સંતે થયા જ નથી, બધા શેતાન જ છે. પણ અહીં આ દેશમાં આજે આટલે ભ્રષ્ટાચાર અને દુરાચાર હેવા પછી પણ આત્મસાધક સંતે થાય છે. સિકંદર ભારત આવ્યા. યુદ્ધ થયું અને પાછા ફરી રહ્યો છે ત્યાં યાદ આવ્યું કે ગુરુદેવે એક સંતને લઈ જવા કહ્યું છે. અને માણસને હુકમ કર્યો. માણસો ચારે બાજુ દોડયા અને એક એકાંત નીરવ સ્થાનમાં એક મસ્ત ભેગી મળી ગયા. શરીર પર વસ્ત્ર નથી, રહેવા છાપરૂં નથી. એક વૃક્ષ નીચે ધ્યાનમાં રત બેઠા છે. સિકંદરના માણસે શું જાણે ધ્યાન શું છે? તેમણે તે મોટા બાદશાહના નોકરો હોવાના કારણે અભિમાન ભર્યા સ્વરમાં કહ્યું : એ સાંઈ ! ચાલ, તને સિકંદર બોલાવે છે.” પણ સંત તે ધ્યાનમાં હતા. કંઈજ સાંભળતા નથી. એક, બે, ત્રણ વાર કહ્યું પણ સાંઈ શાના સાંભળે? એ તે આત્મમસ્તીમાં લીન છે. સંતને લીધા વિના તે પાછું જવાય નહીં તેથી માણસે ત્યાં બેઠા. થોડીવારે ધ્યાન પૂરું થયું. આંખો ખેલી. એ જોઈને ફરી માણસો કહે છે : “ચાલ, અમારી સાથે ચાલ ! " " કેણ છે તમે ? ક્યાં લઈ જવા આવ્યા છે ?" " અરે ! સિકંદર તને બોલાવે છે. ચાલ !" સિકંદર ! ક્યા પ્રાણીનું નામ છે સિકંદર ? " અરે ! નથી જાણતું ? વિશ્વવિજયી સિકંદર ! જેના ચરણોમાં મોટા મોટા રાજામહારાજાઓના મુગટ આળોટે છે તે મહાન સિકંદર !" જાવ! કહી દેજે તમારા સિકંદરને ! હું ક્યાંય નથી જતો ! હું તે મારામાં છું. હું શા માટે કયાંય જાઉં ?" “અરે, ચાલ ! નહી આવે તે શું થશે, જાણે છે ?" જે થાય તે થાય. હું નહીં આવું !" Page #85 -------------------------------------------------------------------------- ________________ 58 હું આત્મા છું સિકંદરના માણસો પાછા આવ્યા. તેમને થાય છે આ તે કેઈમાણસ છે ? છે કેઈની પરવાહ? સિકંદર જેને યાદ કરે તેનાં નસીબ ઉઘડી જાય. અને આ કહે છે જે થવું હોય તે થાય બંધુઓ ! આ ભારતના સંત હતા. જેમણે ખરેખર ફકીરી સાધી હતી. “ફિકરકી ફાકી કરે ઉસકા નામ ફકીર એ ન ગયા. પણ માણસને જઈ સિંકદરને કહયું, જહાંપનાહ ! આપનું નામ લઈને કહ્યું તે પણ સંત ન આવ્યા. સાંભળીને સિકંદરને ધક્કો લાગે. અરે ! આજ સુધી આવું બન્યું છે દી કે મારું નામ સાંભળે ને ન આવે? સિકંદરના અહં પર ઘા લાગે, ઊભો થઈ ગયું અને માંડ ચાલવા. પહોંચે સંત પાસે. સુકલકડી શરીર, પણ મુખ પર તેજ. આંખોમાં સૌમ્યતાની સાથે નિસ્પૃહતા ! અભિમાની સિકંદરની આંખે આ ન જોઈ શકી. એ તે ઘમંડથી ઉન્મત્ત થઈને બે : “સાંઈ ચાલે ! મારા દેશમાં. હું તમને લઈ જઈશ !" “કેમ ? શું કરશે, ત્યાં લઈ જઈને ?" અરે ! મારી રિદ્ધિ-સિદ્ધિ તે જુઓ ! અહીં તે ઉઘાડા શરીરે પડ્યા છે, કશું ય નથી તમારી પાસે ! મારી સાથે આવે, રાજાશાહી ઠાઠથી રાખીશ. ચાલે, તમને સુખી કરીશ.” ઓહ એવી રિદ્ધિ તે બહુ જોઈ. તેની તુચ્છતા મને લોભાવી નથી શકી. રહેવા દે! મારે નથી આવવું. તું તારે જા ! સાંભળી સિકંદરને ક્રોધ વ્યાપી ગયો. મારી સામે બોલવાની હિંમત! એક નાચીજ વ્યક્તિ આટલી દલીલ કરે? કેમ સહન થાય? આવા છે આ સંત ? અને ક્રોધથી બોલ્યા : “સંત હું કંઈ જ સાંભળવા નથી માગતે ! ચાલે મારી સાથે !" “ન આવું તે ?" “તે પછી જોઈ લેજો. પરિણામ સારું નહીં આવે ! જોઈ છે મારી આ કટાર? એ કોઈની ય શરમ નહીં રાખે !" Page #86 -------------------------------------------------------------------------- ________________ જાણનારને માન નહીં પ૯ અને સંત ખડખડાટ હસી પડ્યા ! હસતા જ રહ્યા. સિકંદર તે. આ બની ગયો ! અરે ! આની સામે મૃત્યુ છે અને આ હસે છે. એક અજાણ વ્યક્તિ કટાર લઈ સામે ઊભી છે. પણ તેને ભય નથી ! શૂરવીર હૈદ્ધાઓ પણ મૃત્યુને સામે જોઈ વિઠ્ઠળ થઈ જાય. અનેકને મારનાર, પિતાની સામે મૃત્યુ આવે તે જોઈ નરમ થેંશ જે થઈ જાય. અને આ જીણું શરીરી સંત- ધકકો મારૂં તે પડી જાય તે--હસી. રહયો છે. અને સિકંદર જરાક નરમ પડો. પૂછે છે : “કેમ હસો છે ? મૃત્યુને ડર નથી તમને ?" ના ! તું કોઈ પણ હય, તારી કટાર ગમે તેવી હોય, મને મારી ન શકે !" “કેમ ! કઈ માટીના બનેલા છે તમે? કે મારી કટાર મારી ન શકે ?" “કોઈ જુદી માટીને નથી બન્યું ! પણ મારું જે “હું” છે તેને કઈ મારી શકે નહીં. હા, આ દેહને મારે, દેહના કટકા કરે પણ તેમાં મારે શું ? દેહ મરે તેથી હું કાંઈ ન મરૂં !" | સિકંદરે આવી ભાષા કયારે ય સાંભળી નથી. દેહ અને દેહની અંદર રહેનાર હું બને અલગ હોય એવી તેને સ્વને પણ ખબર નથી. એ પણ મહાન ફિલેસેફિર એરિસ્ટોટલને શિષ્ય હતે. પણ આવી વાતે એણે કયારેય સાંભળી ન હતી. બંધુઓ ! મેં એક વાર પહેલાં પણ તમને કહ્યું હતું કે ભારતનાં દર્શનેએ આત્મા વિષે જેટલા ઊંડાણમાં જઈ વિચાર્યું છે, જેટલું સંશોધન કર્યું છે એટલું વિવના કેઈ દશને કર્યું નથી. એટલે જ સિકંદરને દેહ અને આત્માની ભિન્નતાની વાત કરી કાનમાં પડી નથી. એ સમજી શક્તો નથી કે સંત શું કહી રહ્યા છે ! તે પૂછે છેઃ “સાંઈ ! આપ શું કહી રહ્યા છો ? હું નથી સમજી શકતે આપની ભાષા !" “ભાઈ ! કોઈ નવી ભાષા નથી. તેને જે અટપટું લાગે છે એ તે ભારતને એકએક બાળક પણ જાણે છે. દેહ અને આત્મા જુદા છે!” Page #87 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું “આત્મા ? આત્મા શું છે ?" સકંદર ! તારી અંદર જે ચૈતન્ય શક્તિ છે, તું જે બેલી રહ્યો છે કે હું તમને મારીશ એ તારે હું જ આત્મા છે !" - સિકંદર મહા બુદ્ધિમાન છે. કદી નથી સાંભળ્યું પણ વિચાર કરવા માંડયો કે ન સમજાય એવું હોવા છતાં પણ મારામાં “હું” અનુભવ હેલે એવું લાગે છે. મારામાં પણ મારે હું બેસી રહ્યો છે. અને સિકંદરના ભાવ અને ભાષા ફરી ગયાં. સંતના ચરણમાં મુકી પડ્યો. આપોઆપ હાથે જોડાઈ ગયા. વિનમ્ર ભાવે વ્યક્ત થવા માંડયા. કહે છે? મહારાજ ! આપ બોલે છે તે સમજાતું નથી પણ સાંભળવું બહુ ગમે છે. માટે હજુ કંઈક કહો!” સંતે જોયું, સિકંદર પીગળી રહે છે. સમજવાની ભાવના લઈને બેઠો છે, અને સમજશે, તેથી સંત ભાઈ ! તું કહે છે હું તમને મારી નાખીશ. તે તું આ શરીરને મારી શકે છે. મને નહીં !" તે શું તમે શરીર નથી ? ના ! હું તે શરીરથી જુદો આત્મા છું. શરીરને જાણનારે. શરીરમાં જે કંઈ થાય તે જાણી શકું છું પણ જાણ્યા પછી શરીરની વેદનાને અનુભવવી કે નહીં, એ મારા હાથની વાત છે.” એમ? મહારાજ એ કઈ રીતે બને ?" “બને રાજન બને ! આત્મા શરીરને પિતાનું ન માને. એ જડ છે અને જડને ધર્મ જડ બજાવે. શરીર શરીરમાં અને હું ચેતન મારામાં. આ ભાવ આવી જાય તે શરીરમાં જે કંઈ થાય તેનું દુઃખ ન વેદવું પડે ! આત્મા તે અમર છે. તે મરતે નથી.” તે શું મેં આજ સુધી લાખ માણસોને માર્યા છે તેઓના આત્મા મર્યા નથી?” હા, સિકંદર! તે અનેકને માર્યા. પણ તેઓ તે અમર આત્મા જ છે. તેથી મર્યા નથી પણ વિશ્વ વિજયી થવાની તારી ઉન્મત્ત અભિ Page #88 -------------------------------------------------------------------------- ________________ 61 જાણનારને માન નહીં લાષાના કારણે, તે બધાને મારતાં, તને જે #ર ભાવ આવ્યા તેનાથી થેકનાં છેક પાપ બંધાયાં !" પ્રભુ! તેનું પરિણામ શું ?" બસ, એ બધું અહીં જ મૂકીને મરી જવાનું અને મરીને નરકનાં દુઃખની ઘર યાતાના !" તે શું મારે દુઃખ ભોગવવું પડશે ?" “હા, તેમાં શંકાને સ્થાન નથી. અમર આત્મા પુણ્ય-પાપ સાથે લઈને જાય અને તેનાં ફળ તેને ભેગવવાં જ પડે ભાઈ! તે ઘોર પાપ કર્યા છે. એ તારે ભેગવવાં જ પડશે !" અને બંધુઓ ! સિકંદર સમજી ગયે. તેના ગુરુએરિસ્ટોટલ, સંતને ગ્રીસમાં લઈ જઈ જે કરાવવા માગતા હતા, તે સંતના સમાગમે અહીં જ થઈ ગયું. સિકંદરે સંતનાં ચરણોમાં પિતાની કટાર મૂકી દીધી અને ત્યાં જ પ્રતિજ્ઞા કરી, કે હવે એક પણ જીવને નહીં મારૂં. | ભારતના સંત પાસેથી ભવભવનું ભાથું લઈને, હળ કૂલ જેવો થઈ એ પાછો ફર્યો. બંધુઓ ! સંતે સિકંદરને જે સમજાવ્યું તે જ શ્રીમદ્જી આપણને સમજાવી રહ્યા છે, તે જાણનારો દેહની અંદર બેઠે છે તે દેહથી અલગ છે. જાણેલા પદાર્થનું અસ્તિત્વ જેટલું સત્ય છે એટલું જ જાણનારનું અસ્તિત્વ પણ સાચું જ છે. વળી પણ દેહ શા માટે આત્મા નથી તે કહે છે - પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જે આતમા, ઘટે ન આમ વિકલ્પ....૫૬.. જે દેહને આત્મા માનીએ તે એ વિકલ્પ કોઈ રીતે ઘટિત થત નથી. કારણ જ્ઞાન એ આત્માને ગુણ છે. તે કદી આત્માથી અલગ ન થાય. અલગ કરી પણ ન શકાય. અગ્નિમાંથી ઉષ્ણતા કે સાકરમાંથી મીઠાશ કાઢી શકાય જ નહીં. અને કાઢી નાખો તે અગ્નિ અગ્નિ ન Page #89 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું રહે, રાખ થઈ જાય. સાકર-સાકર ન રહે. એમ આત્મામાંથી પણ જ્ઞાન કાઢી ન શકાય. ' હવે દેહને આત્મા માનવાથી સ્થૂલ દેહ હોય તેનામાં જ્ઞાન વધુ હોવું જોઈએ અને કૃશ દેહમાં ઓછું જ્ઞાન હોવું જોઈએ. જેવડું શરીર એટલું જ્ઞાન. હાથી–ગુંડામાં માણસ કરતાં પણ વધુ જ્ઞાન હોવું જોઈએ પણ એમ નથી થતું. 300 કીલે વજન ધરાવનાર માણસમાં એટલું જ્ઞાન હેય જ એમ નથી દેખાતું. બલકે ક્યારેક તે ખૂબ મેટા દેહવાળે માણસ સાવ બુદ્ધ હોય અને દુબળુ પાતળું શરીર હવા પછી પણ અમાપ જ્ઞાન હોય. આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું રૂડું શાસ્ત્ર દેનાર શ્રીમદ્ રાજચંદ્રજીને દેહ કેટલે દુર્બળ હતું છતાં જ્ઞાન તે અગાધ હતું. પૂર્વ ભવેનું જ્ઞાન પણ સાથે લઈને આવ્યા હતા. એવી જ રીતે ઘણું-ઘણુ મહાન જ્ઞાની પુરુષને આપણે જોયા છે કે શરીરે કૃશ હવા પછી પણ તેમની જ્ઞાન ગરિમા અદ્દભુત હેય. તેથી સિદ્ધ થાય છે કે શરીર તે આત્મા નથી. શરીરમાં જ્ઞાન ગુણ નથી. પણ જેવા-જાણવાવાળે આત્મા દેહથી ભિન્ન છે અને સર્વ શકિતમાન છે. આમ ગુરુદેવે શિષ્યની આત્મા વિષયક શંકાઓનું સમાધાન કરી દીધું. છતાં વધુ સ્પષ્ટીકરણ અવસરે . Page #90 -------------------------------------------------------------------------- ________________ આત્માની શંકા કરે.... ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધને એ જ જીવ કરી શકે છે, કે જેને તે પિતે ચૈતન્ય છે, એ ભાન છે. આરાધનાના ભાવ ચૌતન્યમાં જ જાગી શકે, જડમાં નહીં, જડ અને ચૈતન્ય અને સર્વથા ભિન્ન છે. જે ધર્મ ચૈતન્યમાં હોય તે જડમાં ન હોય અને જડમાં હેય તે ચૈતન્યમાં ન હોય. દ્રવ્ય દૃષ્ટિથી ભલે કેટલાક ગુણોની સમાનતા હોય પણ પિતાના હોવાપણાની જે વિશિષ્ટ શક્તિ છે તે બન્નેની જુદી જ હોય. નાટક સમયસારમાં કવિવર બનારસીદાસે જીવ અને અજીવનાં લક્ષણ બહુજ સ્પષ્ટ રૂપે બતાવ્યાં છે. સમતા રમતા ઉરધતા જ્ઞાયકતા સુપ્રભાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ... - સમભાવ, આત્મસ્વરૂપમાં રમણતા, સ્વભાવથી ઊર્ધ્વગામિતા, જ્ઞાતા, અનંત સુખને અનુભવ કર્તા, સુખ દુઃખને વેદક સદા મૈતન્યતા આ બધાં જ જીવનાં લક્ષણે છે. તનતા મનતા વચનતા જડતા જડસમેલ લઘુતા ગુસતા ગમતા અજીવકે ખેલ... Page #91 -------------------------------------------------------------------------- ________________ 64 કપાળ અનાજ અમાણ એ વાતની હું આત્મા છું મનરૂ૫, વચનરૂપ કાયરૂપને ધારણ કરનારું, જડતા, જેનું પરિણમન પણ જડમાં, હળવાપણું, ભારેપણું, ગતિ કરવાપણું આ બધાં જ અજીવનાં લક્ષણ છે. આજ વાત શ્રીમદ્જી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહે છે. શિષ્યને રહેલી દેહાત્મ બુદ્ધિ, આત્માના હેવાપણા વિષે તથા આત્માના સ્વતંત્ર અસ્તિત્વ વિષે શંકા જન્માવે છે. જીવની એ જ મોટી ભૂલ છે. જ્યાં સુધી દેહાદિથી આત્માનું ભિન્નત્વ ન સમજાય ત્યાં સુધી સત્ શ્રદ્ધા જાગૃત થતી નથી. દર્શનમેહના ઉદયે આત્માના સાચા સ્વરૂપની પ્રતીતિ થતી નથી. માટે જ ઉપકારી ગુરુદેવ વારંવાર એક જ વાતને ફેરવી ફેરવીને જુદી-જુદી રીતે શિષ્યને સમજાવે છે. તેઓએ કહ્યું : જડ-ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ...૫૭.. વત્સ ! આગળ બતાવવામાં આવ્યું તેમ જડ અને ચેતન બનેને સ્વભાવ પ્રગટ રુપે જ જુદો સમજાય છે. અને જ્યાં સ્વભાવ જુદા ત્યાં પદાર્થ પણ જુદા. સ્વભાવને અર્થ જ છે પિતાનું હેવાપણું. જેનું અસ્તિત્વ જુદા-જુદા સ્વભાવથી ઓળખાતું હોય તે બન્ને જુદાં જ હોય. અગ્નિ ઉષ્ણતાથી ઓળખાય અને પાણે શીતળતાથી. બન્નેના સ્વભાવ તદ્દન ભિન્ન માટે બન્નેનાં અસ્તિત્વ પણ ભિન. વળી બન્ને વિરોધી પદાર્થો ચિરકાળ સુધી સાથે રહેવા છતાં પણ એક થઈ જતા નથી. સ્થૂલ પદાર્થોમાં પણ એમ છે અને સૂકમ પદાર્થોમાં પણ એમ જ છે. જેમકે એક મોટા વાસણમાં નાનાં-મોટાં ફળ નાખવામાં આવે. પહેલાં નાળિયેર, પછી એપલ, પછી લીંબુ, પછી સોપારી, પછી બેર, પછી, મરી, પછી રાઈ, પછી ખસખસ, આમ આખું યે વાસણ ભરી દેવામાં આવે અને તેને ઘણુ સમય સુધી રાખી મૂકવામાં આવે, તે મોટા ફળ તે જલદી અલગ પડી જશે. નાનાં ફળને જુદા પાડવામાં થોડી મહેનત થશે પણ જુદાં થાય ખરાં. અરે ! રાઈ અને ખસખસ જુદાં પાડતાં દમ નીકળી જાય. છતાં જુદા પડી શકે. એક ન થઈ જાય, Page #92 -------------------------------------------------------------------------- ________________ આત્માની શંકા કરે તેમ આ આત્મા જડ એવા દેહ અને જડ એવા કર્મો સાથે એક ક્ષેત્રાવગાહી અનાદિથી રહ્યો છે. પણ પિતે જડ થઈ ગયે નથી અને જડ કર્મો કે જડ દેહ પણ ચેતન થઈ ગયા નથી. શ્રીમદ્જીના જ શબ્દોમાં જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ કઈ કઈ પલટે નહીં, છડી આપ સ્વભાવ જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ પ્રગટે અનુભવ રૂપ છે, સંશય તેમાં કેમ ? " આ જ વાત શ્રી સહજાનંદ સ્વામીએ પણ કહી છે– ક્ષીર-જલ ન્યાય અનાદિથી, તુજ સંબંધ જડ સાથ પણું તું-તું જડ-જડ સદા, સૌ-સૌ નિજ-નિજ નાથ... આમ ગુરુદેવે શિષ્યની સર્વ શંકાઓનું યથોચિત સમાધાન કરી તેની શ્રદ્ધામાં બેસાડ્યું કે જડ અને ચૌતન્ય બન્નેના સ્વભાવ તદ્દન ભિન્ન છે. બન્ને દ્રવ્યોનું અસ્તિત્વ પણ ભિન્ન છે. અને સદા કાળ ભિન્ન રહેવા જ સર્જાયેલા છે. માટે ચૈતન્ય તે આત્મા અને બાકીના સર્વ પદાર્થો જડ. તું ચતન્ય આત્મા છે. તારું અસ્તિત્વ સહુથી નિરાળું છે. આટલું સમજાવ્યા પછી શિષ્યના અંતઃકરણમાં આત્માના હોવાપણું વિષે ક્યાંય પણ શંકા રહી ગઈ હોય તે માર્મિક વચન દ્વારા ગુરુદેવ કહે છે આત્માની શંકા કરે, આત્મા પોતે આપ, શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ 58 શિષ્ય કહ્યું હતું: “માટે છે નહીં આતમા પિતા તરફથી સર્વ શંકાઓ રજા કરી, અંતે આત્મા નથી એમ શિષ્ય સમજ હતે. ગુરુદેવે શિષ્યની એક-એક શંકાનું સમાધાન દીર્ઘ દૃષ્ટિથી, માર્મિક દલી– લેથી અને પ્રભાવશાળી વાણીથી કર્યું. ગુરુદેવ તત્વજ્ઞાનની ઊંડામાં ઊંડીગૂઢ વાતને ઉકેલ ખૂબ સરળતાથી કરે છે. શ્રીમદ્ રાજચંદ્રજીની વાણીની એ જ ખૂબી છે કે તેઓ કઠિનમાં કઠિન અને રહસ્યમય તને સરળ, અને સાદી ભાષામાં સમજાવી શકે છે. તેઓશ્રીના આખા યે સાહિત્યમાં આ ગુણ સર્વત્ર દષ્ટિગોચર થાય છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું ગુરુદેવ શિષ્યને કહી રહ્યા છે ભાઈ! મને બહુ મોટું આશ્ચર્ય થાય છે. તું કહે છે. “માટે છે નહીં આતમા તે આ નિર્ણય દેનાર કેણ છે ? વળી આત્મા વિષે સંદેહ કરનાર કોણ છે? હું અને મારું આવી પ્રતીતિ કેને થઈ રહી છે ? વિચારતાં જરૂર જણાશે કે આત્મા સિવાય બીજા કેઇને આવું સંવેદન થઈ શકે જ નહીં. વળી નિયમ એ છે કે વિશ્વમાં જે પદાર્થનું અસ્તિત્વ હોય તેના વિષે જ તેના અસ્તિત્વ કે નાસ્તિત્વને વિકલ્પ ઉઠે છે. જે આત્મા નામનું કઈ તત્વ સુષ્ટિમાં હેત જ નહીં તે તેના નાસ્તિત્વને વિકલ્પ ઉઠત જ નહીં માટે આત્મા છે એ સિદ્ધ થાય છે. પિતે જ પિતાની શંકા કરી રહ્યો છે. આ વાત તે કેવી હાસ્યાસ્પદ છે ! કયારેક ક્યાંય જોયું કે સાંભળ્યું છે કે કઈ માણસ એમ કહે કે : ભાઈ! અહીં આવે તો! જરા જુઓ તો-હું છું કે નહીં ? પદાર્થ કે બીજી કોઈ વ્યક્તિ માટે માણસ એમ પૂછતે હોય તે તે બરાબર જ છે. પણ પિતે પિતા માટે પૂછે એવા માણસને લેકે પાગલ જ કહે. એ મૂખની પંક્તિમાં જ બેસે. એ જ રીતે હે શિષ્ય ! આ જીવ પગલાનંદી થઈ પુદ્ગલ સાથે એટલે ઓતપ્રોત થઈ ગયો છે કે તે પોતે પિતાને ભૂલી ગયું છે. પિતાનું ખરૂં રૂપ શું છે તેની તેને ખબર નથી. તેથી હું છું કે નહીં એવી શંકા કરી હાંસીપાત્ર બને છે. આ તે એવી વાત થઈ કે અરિસામાં પડતા પ્રતિબિંબને માનીએ અને અરીસાને ન માનીએ. અરીસામાં પડતા પ્રતિબિંબને સ્વીકારતા હો, પછી એ પિતાના દેહનું અથવા કેઈપણ પદાર્થનું, પણ જ્યાં પ્રતિબિંબને સ્વીકાર થાય ત્યાં એ જેમાં પ્રતિબિંબિત થઈ રહ્યું છે તેને પણ સ્વીકાર થઈ જ જાય છે. કારણું પ્રતિબિંબ અવકાશમાં પડતું નથી. કેઈ પણ ચમકતી વસ્તુ જોઈએ. એ અરીસો હોય, ધાતુ હોય કે પાણું હોય પણ એવી વસ્તુ વિના પ્રતિબિંબ હોઈ ન શકે પ્રતિબિંબ સાથે એ પદાર્થને સ્વીકાર થઈ જાય છે. હે શિષ્ય ! તને શંકા થાય છે. એ “તું તારી અંદર જ બેઠે છે. એનામાં રહેલે જ્ઞાનગુણ જ શંકા કરી રહ્યો છે. આત્મામાં જે જ્ઞાનગુણ Page #94 -------------------------------------------------------------------------- ________________ આત્માની શંકા કરે ન હેત તે એ કેઇ પણ પ્રકારની શંકા પણ ન કરત અને જિજ્ઞાસા પણ ન સેવત. ગમે તે જડ પદાર્થ કદી કોઈ શંકા કે પ્રશ્ન ઉઠાવી શકો નથી. જડમાં જ્ઞાનશક્તિ જ નથી. માટે જ જેણે શંકા કરી છે એ જ આત્મા છે. જ્ઞાન ગુણે કરી સહિત ચૈતન્ય દ્રવ્ય છે એ તું સમજી લે. આ તો ભૂલેલો માણસ, પિતે પિતા વિષે શંકા કરે અથવા પિતાને જ ભૂલી જાય એવું થયું. પેલી વાત આપણે સાંભળી છે. દશ મિત્રો ફરવા નીકળ્યા. ફરતાં ફરતાં ઘણું દૂર નીકળી ગયા. વચમાં એક વિશાળ નદી આવી. બે કાંઠે પાણી ભર્યું છે. વરસાદની ઋતુ છે. અને ઉપરથી પૂર આવવાની સંભાવના છે. નદીમાં પાણ વધી રહ્યું છે. પણ યુવાની છે, સાહસ છે, દશે ય મિત્રો સામે કાંઠે જવા પાણીમાં પડયા, ઝપાટાભેર સામા કાંઠે નીકળી ગયા. વિચાર કરે છે કે આવતા પૂરની નદીમાંથી ઉતર્યા છે કે એકાદો રહી નથી ગયો ને ? ગણી લઈએ. એક યુવાન ગણવા માંડે. એક, બે, ત્રણ અને નવ સુધી ગણાયા. દશમે નથી. બીજો કહે છે તને ગણતા નથી આવડતું. હું ગણું અને એણે ય નવ ગણ્યા. આમ બધાય ગણે છે પણ નવ જ થાય છે. સહુ એકબીજાનાં મેઢા સામું જુએ છે. અરે! કેણુ વાણે આપણામાંથી ? સમજણ પડતી નથી. દશ થતા નથી અને કોણ ખાવા તે ખબર પડતી નથી. પાણીમાં તણાતાં પણ જે નથી. હવે કરવું શું ? ચિંતામાં પડયા. એટલામાં ત્યાંથી એક વૃદ્ધ પુરુષ નીકળ્યા. એણે જોયું યુવાને ઊભા છે પણ મુખ પર મુંઝવણના ભાવે છે. પૂછયું : “ભાઈઓ ! શું છે?” “અરે ! કાકા અમે દશ મિત્રો નદીમાં ઉતર્યા. એમાંથી એક તણાઈ ગયે.” કાકા કહેઃ “બરાબર ખબર છે ? તણુતાં જે ?" “ના, એ જ પંચાત છે ને ! સમજણ પડતી નથી. નીકળ્યા'તા દસ અને રહ્યા નવ. એક કણ ખવાય તે જ ખબર પડતી નથી.” વૃદ્ધ અનુભવી હતા. તે કહે-ઉભા રહો હું ગણું અને તેમણે ગણ્યા તે દશ થયા. કાકા કહે. “અરે! ભાઈઓતમે તે દશ છે.” દશ છીએ ? કાકા, અમે ગણ્યા તે નવ થયા !" Page #95 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું “ગણે જોઈએ ફરીથી !" ફરીથી ગણ્યા તે પણ નવ થયા. કાકા બોલ્યા: “અરે ! મૂર્ખ તું તને જ ગણતે નથી. તું થઈને દશ હતા કે તારા સિવાય ના, ના, હું થઈને દશ.” ત્યારે તારી જાતને સામેલ કરી દે એમાં ! સહુને ગણે છે, તું તને જ ભૂલી જાય છે !" બંધુઓ ! આત્માના અસ્તિત્વને અસ્વીકાર કરતા અજ્ઞાની જીવનું પણ આમ જ છે. એ માત્ર દષ્ટિગોચર થતા પદાર્થોને જ માને છે. ગુરુદેવે પણ એ જ કહ્યું હતું કે ઘટ, પટ આદિને માને છે અને તેના જાણનારને તું નથી માનતો ? શિષ્યને પોતાની ભૂલનું ભાન થાય છે. અને ગુરુદેવે કહેલાં તત્ત્વની વિચારણામાં ઊંડે ઉતરી જાય છે. એ વિચારમાંથી બહાર આવીને એ. ગુરુદેવ સમક્ષ શું કહેશે તે અવસરે..... Page #96 -------------------------------------------------------------------------- ________________ ..અંતર કર્યો વિચાર વીતરાગ પરમાત્મા-અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કરતે જીવ આત્માને પામી જાય છે. બીજું બધું પામેલે જીવ, આત્માને ન પામે ત્યાં સુધી સ્થિર થતું નથી. બીજું પામે એ તે ગતિના કારણ રૂપ બને છે. પરંતુ આત્માનું પામવું સ્થિરતાના હેતુભૂત બને છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માને સ્વીકારી તેને પામવાના ઉપાય બતાવ્યા છે. જિજ્ઞાસુ શિષ્ય ગુરુદેવની સમક્ષ આત્માના અસ્તિત્વ વિષયક શંકાઓ રાખી અને ગુરુદેવ તર્કયુક્ત, પ્રમાણયુક્ત દલીલ વડે આત્માના અસ્તિત્યની સિદ્ધિ કરી આપે છે. સમાધાન થતાં શિષ્યનું અંતઃકરણ પ્રસન્ન થઈ ઉઠે છે. તે આત્મા વિષયક ઊંડી વિચારણા કરે છે. વિચારણાના અંતે શું થાય છે તે શિષ્યના શબ્દોમાં આત્માના અસ્તિત્વના, આપે કહા પ્રકાર સંભવ તેને થાય છે, અંતર કર્યો વિચાર..૫૯... હે ગુરુદેવ ! આપે આત્માને અસ્તિત્વની સિદ્ધિ અનેક પ્રકારે કરી. આપે કહ્યા પછી એ બધા જ તર્કોને મારા અંતરના ઊંડાણમાં જઈ મેં વિચાર્યા. ખૂબ વિચાર્યા. વારંવાર વિચાર્યા. અને વિચારતાં મને લાગ્યું કે આપે ફરમાવ્યું તેમ જ છે. બંધુઓ ! સર્વજ્ઞ, સર્વદશી પરમાત્મા પણ આપણને એ જ કહે છે કે જે તત્વ સાંભળે કે વાંચે તેને ખૂબ ઊંડાણથી વિચાર કરજે. તત્વને સાંભળવામાં રુચિ છે, ગમે છે, એ સારું જ છે. પણ તે પછી તેના પર ઊંડી વિચારણું થાય તે જ એ શ્રદ્ધામાં ઉતરે. આ બહુ જ Page #97 -------------------------------------------------------------------------- ________________ 70 હું આત્મા છું મહત્વપૂર્ણ વાત છે કે જે તત્વની અંતરના ઊંડાણમાંથી વિચારણા થઈ હેય. ઊંડું ચિંતન થયું હોય. એ જ આત્મામાં શ્રદ્ધા રૂપે જામે છે અને ટકી રહી શકે છે. કારણ જેમ-જેમ વિચારણું થાય તેમ-તેમ આત્મા પર સંસ્કાર પડતા જાય છે. અને સંસ્કાર દઢ થતા જાય ત્યારે જ શ્રદ્ધા રૂપે આત્મામાં સદાકાળ માટે સ્થાપિત થઈ જાય છે. આનું કારણ એ પણ છે કે જેના વિષે ઊંડું ચિંતન કરીએ, તે વિષયમાં અત્યંત એકાગ્ર થવું પડે છે. આજુબાજુના બધા જ વિકલ્પ છૂટતા જાય છે. મન, બુદ્ધિ ચિંતનમાં જ જોડાઈ જાય છે એટલે પહેલા સંસ્કાર મજબૂત બને છે બંધુઓ ! આ જીવે જે વિષયના ખૂબ વિચાર કર્યા છે, ખૂબ મંથન કર્યું છે તે સંસ્કાર આપણામાં આજે પણ જામેલા દેખાય છે. આપણુ રાગ-દ્વેષ કષાયના ભાવ કેટલા મજબૂત છે કે તેને તેડવાના પ્રયાસ પછી પણ તૂટતા નથી. અને ગમે ત્યારે એ આત્મામાં પડેલા જ છે. એને જાગૃત કરવા પડતા નથી. એ સંસ્કાર એવા મજબૂત છે કે હીરની ગાંઠ અને તેલનું ટીપું " બારીક મજબૂત રેશમની ગાંઠ પડે અને તેના પર તેલનું ટીપું પડે પછી એ ગાંઠ કદી યે છૂટે નહીં. આપણે પણ કષાયેની ચીકાશ વડે વિભાવના સંસ્કારે એવા જ આત્મામાં જમાવ્યા છે. વારંવાર વિભાવને સેવ્યા છે. રાગ-દ્વેષ કરીએ તે છોએ જ પણ વધુને વધુ કેમ કરતા રહેવું એના ઉપાય શોધતા હોઈએ છીએ. અંતરમાં રાગભાવના પડી છે, તે એ રાગને પિષવાના હજાર ઉપાય, એ જ વિચારણું, મન, વચન, કાયાની એ જ પ્રવૃત્તિ. એ જ રીતે દ્વેષભાવનાને પિષવાના પણ એટલા જ પ્રયત્ન. આમ જીવ આવી આવી અહમમમની ભાવનાઓને અનાદિથી પિષને આવે છે. તેના જ વિચારે કરતે રહ્યો છે. તેથી એ સંસ્કાર નાની-મેટી કેઈપણ યોનિઓમાં ગમે ત્યાં સાથે જ લઈ ગયે છે. એક વારની વાત કહું. અમે ૧૯૬માં ઝરિયા, બિહાર, કેલ્ડ ફિલ્ડમાં ચોમાસું હતાં. નાની સાંકડી ગલીમાં ઉપાશ્રય અને 8-10 ફૂટ સામે જ એક દેશી નળિયાવાળું મકાન. એક દિવસ ઉપાશ્રયની ગેલેરીમાંથી જોયું તે એક કાગડો ચાંચમાં રોટલી લઈને આવ્યું. ચારે બાજુ જોયું, Page #98 -------------------------------------------------------------------------- ________________ 71 અંતર કર્યો વિચાર કેઈ નથી જેતું એમ ખાતરી કરી, પગ નીચે રોટલી દબાવી, ચાંચથી નળિયું ઊંચું કર્યું. તેની નીચે ચત્તા નળિયામાં જેટલી મૂકી દીધી. ઉપર પેલું નળિયું ઢાંકી દીધું. અને ફરી ખાતરી કરી કે કઈ જોતું નથી અને તે પશ્ચિમ તરફ ઊડી ગયે. અને તરત જ પૂર્વમાં બેઠેલે બીજે કાગડો આ જેતે હશે, તે આવ્ય, નળિયું ઊંચું કરી રેલી કાઢી, લઈને ઊડી ગયે. મૂકનાર કાગડો ફરી આવ્યો પણ રોટલી ન હતી. બંધુઓ ! આ આંખે દેખ્યા અહેવાલ છે. જેઈને એમ થયું અહીં તેને કોણે આ શીખવ્યું ? એક છૂપાવે અને બીજે ચેરી કરે, આ છે ભવ ભવના સંસ્કાર ! તમારા બાળકોને આવું શીખે છે ને ? વધારે ભાગ આપી કહો, જા, ખીસામાં નાખી દે, બહાર જઈને ખાઈ લેજે. કેઈને કહેતે નહીં કે મને બે ચોકલેટ આપી. બીજાને એક જ આપી છે. આ સમયે બાળક ખુશ થાય અને તમે પણ હરખાવ. પણ આ સંસ્કાર જીવમાં વધુ ને વધુ ઊંડા ઉતરતા જાય. આત્મા પર તેની અમીટ છાપ છોડતા જાય. એટલે જ આવા સંસ્કાર વગર શીખે કે શીખવ્યું બધી જ યોનિમાં જોવા મળે છે. આપણે આવા સંસ્કારથી તે પરિચિત છીએ જ પણ હવે આત્માની શ્રદ્ધા, જિનવચનેની શ્રદ્ધાના અમીટ સંસ્કાર પાડવા છે. આવા સંસ્કારે, વિચારણાપૂર્વકના ન હોવાના કારણે જ આપણું શ્રદ્ધાને ડગતાં વાર નથી લાગતી. શ્રદ્ધાનાં મૂળ ઊંડાં ઉતરતાં નથી. માત્ર ગતાનુગતિકથી ચાલી આવતી બાહ્ય રૂઢિઓ પરની શ્રદ્ધા જ હોય છે આપણામાં. પણ સમજ સહિતની શ્રદ્ધા જે હોય તો તે કોઈપણ વિપરીત સંગોમાં પણ ડગે નહીં. ( શિષ્યને આત્માના અસ્તિત્વ વિષયક સમાધાન થતાં તે પર ઊંડું ચિંતન કર્યું અને તે ગુરુદેવને કહી રહ્યો છે કે હે ગુરુદેવ! વિચાર્યું, મને સમાધાન થયું. હવે હું આત્માના અસ્તિત્વ વિષે શ્રદ્ધાવાન થયે છું. આપની અમૂલ્ય વાણી અને અપાર અનુગ્રહ મારી દિવ્ય દૃષ્ટિ જાગૃત થઈ રહી છે. આમ કહી એ ગુરુદેવના ચરણમાં મસ્તક મૂકી ધન્યતા અનુભવતે, ગદ્ગદ્ કઠે બોલી ઉઠે છે Page #99 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું છ છ પદની મારી અંતર આરાધના - શાશ્વત સિદ્ધિને પમાય....મારી અંતર આરાધના પહેલ પદ તે મારે આત્મદેવ સત્ છે સત, ચિત્, આનંદ સ્વરૂપ.... (2) ચેતનના ચમકારે મેર વ્યાપ જડમાં મળે ના એનું રૂપ...મારી અંતર આરાધના. ગુરુદેવ પ્રત્યે જાગેલી અસીમ શ્રદ્ધા એ શિષ્યના હદયનાં દ્વાર ખેલી નાખ્યાં. તેના મનમાં આમા વિષયે બીજી શંકાઓ પણ પડી છે. તે હવે રજુ કરે છે– બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયોગથી ઉપજે, દેહ વિયોગે નાશ. 60... શિષ્ય અભ્યાસી છે. અન્ય દર્શનેની તાત્ત્વિક માન્યતાને એ જાણે છે. અને તેથી જ તેના મનમાં બીજી શંકા ઉત્પન્ન થઈ છે. બીજું પદ બતાવ્યુંઆત્મા નિત્ય છે પણ શિષ્ય કહે છે ગુરુદેવ ! આત્મા અવિનાશી હોય તેમ મને માન્યામાં આવતું નથી. આત્મા છે તે સ્વીકારી લીધું પણ દેહના ઉત્પન્ન થયા પછી આત્મા દેહમાં ઉત્પન્ન થાય અને દેહના નારા સાથે નાશ થઈ જાય. આચાર્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ દ્વારા રચાયેલા વિશેષાવશ્યક મહાભાષ્ય” નામના ઉત્તમ ગ્રન્થનું એક પ્રકરણ છે. ગણધરવાદ. તેમાં ભગવાન મહાવીરના 11 ગણધરેએ દીક્ષા લીધા પહેલાં વેદને નહીં સમજવાના કારણે જે શંકાઓ કરી હતી તે અને પ્રભુએ કરેલ શંકાનાં નિવારણો આપ્યાં છે. તેમાં ત્રીજા વાયુભૂતિ નામના ગણધરે જીવ અને શરીર એક છે, એવો સંશય કર્યો છે અને પ્રભુએ તેનું નિરાકરણ કર્યું છે, તેની વિસ્તારથી ચર્ચા છે. | સંશય એ છે કે પૃથ્વી, પાણી, તેજ અને વાયુ આ ચાર ભૂતના ભેગા થવાથી આ શરીર બને છે અને તેમાં આત્મા નામનું એક તત્વ ઉત્પન્ન થાય છે. જેમકે ધતુરાનાં ફૂલ, ગોળ, પાણી વગેરેમાં અલગ-અલગ નશાને ગુણ ન હોવા છતાં પણ જ્યારે એ બધા પદાર્થોને ભેગા કરવામાં આવે તે નશાની શક્તિ ઉત્પન્ન થઈ જાય છે. તેમ પૃથ્વી આદિ ચાર Page #100 -------------------------------------------------------------------------- ________________ અંતર ક વિચાર 73 ભૂતમાં ચૈતન્ય શકિત નથી છતાં જ્યારે તેને સમુદાય થાય છે ત્યારે તેમાં ચૈતન્ય શકિત પ્રગટ થઈ જાય છે. વળી દારૂ બનાવનાર જુદા-જુદા પદાર્થોમાં નશાની શક્તિ ન દેખાતી હોવા છતાં, પદાર્થોના ભેગા થવાથી નશાને ગુણ તેમાં ઉત્પન્ન થાય અને અમુક સમય સુધી એ ગુણ રૂપે રહી પછી એ શકિતને નાશ થઈ જાય છે. તેમ ચાર ભૂતોમાં ચૈતન્ય નથી છતાં એ ભેગા થવાથી ચૈતન્યની ઉત્પત્તિ થાય અને અમુક કાળ પછી એ ચૈતન્યને નાશ થઈ જાય. આમ ચાર્વાકવાદીઓની આ માન્યતા છે. તેઓ પૃથ્વી આદિમાં ચૈતન્ય નથી માનતા. જે તેમાં ચૈતન્ય માને તો તે સ્વતંત્ર આત્માને સ્વીકાર થઈ જાય. માટે પથ્વી આદિ તત્વોના સગથી આત્મા ઉત્પન્ન થાય અને નાશ પણ પામે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ શિષ્ય એ જ શંકા ઉઠાવે છે, કે દેહને રોગ થતાં અર્થાત્ દેહ બને પછી એમાં જીવ ઉત્પન્ન થાય અને દેહના નાશથી નાશ પામી જાય. પણ વાસ્તવમાં એમ નથી. વાયુભૂતિ ગણધરની શંકાનું નિરાકરણ કરતાં પણ પ્રભુએ કહ્યું છે કે તમે પૃથ્વી આદિમાં ચૈતન્ય નથી માનતા, તે તે ભેગા થવાથી પણ તેમાં ચૈતન્ય ઉત્પન્ન થાય નહીં ધતુરાનાં ફૂલ-ગેળ આદિથી દારૂ બને અને તેમાં નશો ઉત્પન્ન થાય છે તેનું કારણ એ છે કે દારૂ જેમાંથી બને છે તે પદાર્થમાં પણ નશાનું તત્ત્વ છે. આપણે ભારે પદાર્થ જમીને ઉઠીએ કે તરત ઊંઘ આવવા માંડે છે, તે શું છે ? તે પદાર્થમાં અમુક પ્રકારને નશે છે. તેથી તેની અસર થાય છે. જેમ તલમાંથી તેલ નીકળે છે કારણ તલના પ્રત્યેક દાણામાં તેલ છે. જે એમ ન હેય તે તલના સમૂહમાંથી પણ તેલ ન નીકળે. રેતીના કણમાં તેલ નથી તે ગમે તેટલી રેતીને પીસે તેલ ન નીકળે. તેમ પૃથ્વી આદિ ભૂતેમાં ચૈતન્ય નથી માટે તેના સમૂહથી પણ ચૌતન્ય ઉત્પન્ન થાય નહીં માટે ચૈતન્ય એ સ્વતંત્ર દ્રવ્ય છે. પ્રભુ મહાવીરે વાયુભૂતિ ગણધરને આ પ્રમાણે સમાધાન આપ્યું છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ 74 હું આત્મા છું આવી ચાર્વાકની માન્યતાને કારણે આજે પણ કેટલાક લેકે એમ માનતા હોય છે કે માતાના પેટમાં રહેલા ગર્ભમાં ત્રણ મહિના સુધી જીવ નથી હોતે, પછી જ જીવ આવે છે. આ બહુ ભૂલભરેલી માન્યતા છે. જે ગર્ભમાં જીવ ન હોય તે તેને વિકાસ જ ન થાય. જ્યાં વિકાસ છે ત્યાં જીવ છે. સહુથી પ્રથમ જીવ આવે છે અને પછી જ શરીરરચના શરૂ થાય છે. જીવ જે ક્ષણે માના ગર્ભમાં આવે એ ક્ષણથી જ શરીરને બનાવવા માટે પરમાણુઓને ખેંચી કાર્યરત બની જાય છે. માટે ત્રણ. મહિનાના ગર્ભમાં પણ છવ હોય જ છે. તે પહેલાં જીવ અને પછી શરીરની ઉત્પત્તિ થાય છે. શિષ્યના મનમાં ચાર્વાકદર્શનની વાતે રમે છે. તેથી તે આ માનવા તૈયાર નથી માટે જ કહે છે કે દેહની સાથે આત્મા ઉત્પન્ન થાય છે અને દેહ સાથે આત્માને નાશ થાય છે. આત્માની નિત્યતાના વિષયમાં એક બીજી શંકા પણ છે. તે એ છે. અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. દા. બૌદ્ધ મતના પ્રભાવથી શિષ્ય સર્વ પદાર્થની સાથે આત્માને પણ ક્ષણિક માનવા તૈયાર થયો છે. તે કહે છે–સંસારના સર્વ પદાર્થો ક્ષણિક છે. અને તે ક્ષણે ક્ષણે પલટાતા આપણે જોઈએ છીએ. એમ આત્મા પણ ક્ષણેક્ષણે નાશ પામતે હવે જોઈએ. અને તેથી જ આત્મા નિત્ય ન હોય, પ્રત્યેક પદાર્થમાં પરિવર્તન થઈ રહ્યું છે જેને અવસ્થા કહે કે પર્યાય કહે. પર્યાય પણ બે પ્રકારની એક સ્કૂલ પર્યાય અને બીજી સૂમિ પર્યાય. આત્માની વૈભાવિક પર્યાય રૂપ આ મનુષ્યને દેહ, તે સ્થૂલ પર્યાય છે, કે જે અમુક વર્ષો સુધી મનુષ્ય રૂપે રહે છે. અને શરીરમાં ક્ષણે-ક્ષણે થતું પરિવર્તન કે જેના કારણે શરીર બાળક, યુવાન, વૃદ્ધ વગેરે અવસ્થાઓમાં પલટાય છે તે છે સૂક્ષ્મ પર્યાય. દરેક પદાર્થમાં પળેપળે પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જેના કારણે જ નવો પદાર્થ જુને થાય અને અંતે જીર્ણ થઈ, નાશ. Page #102 -------------------------------------------------------------------------- ________________ અંતર કર્યો વિચાર 75 પામે છે. આજે એક મકાન ખૂબ મજબૂત બનાવ્યું, પછી તે સમયે-સમયે જુનું થતું જાય અર્થાત તેમાં પર્યાયે પલટાયા કરે અને તે 50-100-200 વર્ષો નાશ પામી જશે. આમ જગતના સર્વ પદાર્થોમાં ક્ષણે ક્ષણે વિનાશ થઈ રહ્યો છે. ઘણા પદાર્થોને નાશ થતાં આપણે જોયા અને હજુ જોઈ રહ્યા છીએ. શિષ્ય કહે છે, આત્મા પણ એક પદાર્થ છે. તેમાં પણ પર્યાયે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તે આત્મા પણ એક વાર નાશ પામી જશે માટે તે નિત્ય નથી. આમ શિષ્યના અંતઃકરણમાં આત્માની નિત્યતા વિષે શંકા છે. તે એક તે દેહની સાથે જ આત્માની ઉત્પત્તિ અને નાશ માને છે. બીજું સર્વ પદાર્થની ક્ષણભંગુરતાની જેમ આત્મા પણ ક્ષણભંગુર છે, તેમ માનવા પ્રેરાય છે. હવે ગુરુદેવ પાસે સમાધાન ચાહે છે. ગુરુદેવ આનું સમાધાન કઈ રીતે આપશે તે અવસરે.. Page #103 -------------------------------------------------------------------------- ________________ દેહ માત્ર સંયોગ છે... ઉતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના અધિકારી જીવ જ કરી શકે છે. અધિકાર વિના ભૌતિક ક્ષેત્રે પણ કંઈ મળતું નથી તે આધ્યાત્મિક ક્ષેત્રે તે કશું મળવાની સંભાવના જ નથી. અધિકારી બનવા માટે પુરુષાર્થ જોઈએ. પુરુષાર્થ નહીં કરનારને આત્મિક સિદ્ધિ મળતી નથી. હા, ભૌતિક ક્ષેત્રે તે પૂર્વના પુણ્યરૂપ પુરુષાર્થથી ઘણું યે મળી જાય. કરોડપતિ બાપને ત્યાં જનમેલે બેટે કશું યે ના કરે તે યે મેવા-મિઠાઈ મળતા હોય, એ એના પૂર્વ પુણ્યનું પરિણામ છે. પણ આધ્યાત્મિક સિદ્ધિ એ પુણ્યનું પરિણામ નથી. આ ક્ષેત્રે પૂર્વનાં પુણે યોગ્યતા આપી દે. સાધના માટેના અનુકૂળ સંગે ઉભા કરી દે, પણ એ મળ્યા પછી જીવને બારમા ગુણસ્થાને પહોંચે ત્યાં સુધી પુરુષાર્થ આવશ્યક છે, માટે આધ્યાત્મિક ક્ષેત્રે જીવ સુષુપ્ત પડયો રહે એ ન ચાલે. સંસ્કૃતમાં એક સુભાષિત છે उद्यमेन हि सिध्यन्ति, कार्याणि न मनोरथैः / / न हि सुप्तस्य सिंहस्य, प्रविशन्ति मुखे मृगाः // પ્રત્યેક કાર્ય પુરુષાર્થથી જ સિદ્ધ થાય છે. માત્ર મનેર સેવવાથી કઈ કાર્ય પાર પડે નહીં મગરાજ સિંહ સૂતેલે હોય તે તેના મુખમાં કઈ પશુ જઈને પ્રવેશ કરે નહીં. અર્થાત્ સિંહને પણ પેટ ભરવા માટે મહેનત કરવી પડે છે. પુરુષાર્થથી જ કાર્ય સફળ થાય છેકાર્ય જેટલું મહાન, પુરુષાર્થ એટલે જ પ્રબળ. કબીરે પણ કહ્યું છે - Page #104 -------------------------------------------------------------------------- ________________ G દેહ માત્ર સંગ છે જિન જા તિન પાઇયા. ગહરે પાની પૈઠ... જેણે જેણે સને આવિષ્કાર કર્યો તેઓ ઊંડાણમાં ઉતર્યા. અર્થાત્ આત્માના ઊંડાણમાં જઈ સંશોધન કર્યું ત્યારે જ પામી શક્યા. બંધુઓ ! છીછરામાં છબછબીયાં કરવાથી કાંઈ ન વળે, માત્ર છીપલા અને ખેલા જ હાથમાં આવે. માનવને એ ખબર હોવી જોઈએ કે મોતી પામવા માટે મરજીવા થઈને સમુદ્રના ગહન તલને સ્પર્શવું જોઈએ. મતને. મુઠ્ઠીમાં રાખી, જે જળ સાથે ખેલે તે જ મૂલ્યવાન મેતી પામે. સાગર કિનારે ઊભી વિચારૂં; મોતી હશે કયાં જળના ઉદરમાં. ક્ષણ એક દેડી મૂઠી ભરાણી; મોતી નહીં હા! રંગીન છીપલાં, હા ! વ્યથી દોડી પામી ન મોતી; સાગર જળે ન કદી હેય મોતી, પૂરો વચન ત્યાં આવ્યા મરણમાં; ઊડે જે ઉતરીશ પામીશ મોતી. આત્માને પામવા માટે પણ પરમ કેટીને પુરુષાર્થ જોઈએ, માત્ર બાહ્ય ભાવે ચેડા તપ-ત્યાગ કરી લીધા તે ન ચાલે. એ તે છીછરામાં છબછબીયાં છે, પિતાના અંતરના ઊંડાણમાં ઉતરવું પડે, અંતરતમને. ખૂબ જ બળવું પડે, સતત વિચારણા જ તત્વને આત્મસાત્ કરાવે, અહીં શિષ્ય ઊંડી વિચારણા કરી છે. તત્ત્વને પામવાની પ્રચંડ જિજ્ઞાસા તેનામાં છે, તેથી તેણે અંતરથી પુરુષાર્થ ઉપાડે છે. તેમાં પ્રથમ તે સગુરુના ચરણમાં સમર્પણતા. વિનય અને નમ્રતા તથા જિજ્ઞાસાથી પૂછાતા પ્રશ્નની સત્યતા ! એ ગમે તેમ પ્રશ્ન નથી પૂછતે, પણ તર્કયુક્ત, પ્રમાણ સહિતની તેની શંકાઓ છે. તેથી જ એ કહી રહ્યો છે કે દેહ અને આત્મા એક જ છે. આત્મા નામના તત્વ તે સ્વીકાર્યું પણ તે દેહથી જુદું છે એવું નથી. કારણ દેહના એક- એક અણુમાં તેની ચેતના વ્યાપ્ત છે, દેહના કેઈ પણ ભાગમાં કાંઈ પણ થાય કે તરત સંવેદન તે થાય છે, કેઈ ભાગ સંવેદન રહિત નથી, તેથી દેહથી આત્મા. . અલગ નથી. Page #105 -------------------------------------------------------------------------- ________________ 78 હું આત્મા છું વળી દેહની ઉત્પત્તિ અને નાશ છે, માટે આત્માની પણ ઉત્પત્તિ અને નાશ છે. જગતના સર્વ પદાર્થો ક્ષણિક છે માટે આત્મા પણ ક્ષણિક છે. શિષ્ય કહે છે આત્માને માનું તે ખરે પણ નિત્ય માની શકતા નથી. ગુરુદેવ પણ એક શંકાનું પૂર્ણ નિરાકરણ થયા પછી અને શિષ્યના અંતરની શ્રદ્ધા દઢ થયા પછી જ બીજા પદની જિજ્ઞાસા માટે શિષ્યને મૂક પ્રેરણા આપે છે પાયાને સુદઢ કરી પછી આગળના ચણતરને ગતિ આપે છે. ગુરુદેવ આ ભાવ સાથે શંકાનું સમાધાન કરે છે– - દેહ માત્ર સંગ છે વળી જડરૂપી દશ્ય; ચેતનનાં ઉ૫ત્તિ લય, કેના અનુભવ વશ્ય..૬૨ શિષ્ય ! તું કહે છે દેહની ઉત્પત્તિ સાથે આત્મા ઉત્પન્ન થાય છે અને દેહના નાશથી આત્માને નાશ થાય છે. પણ પહેલાં તે એ જાણી લેવું જરૂરી છે કે દેહ એ શું છે ? દેહ, પરમાણુઓના સગથી ઉત્પન્ન થયેલે પદાર્થ છે. માનવદેહને વિચાર કરીએ તે, માતાના ઉદરમાં આવેલે જીવ રૂધિર અને વીર્યને પ્રથમ આહાર કરે છે, જે પદગલિક છે. અને તે પછી પોતાની શક્તિ વડે એ આહારનાં પુગલ, શરીર, ઇંદ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મન, આમ જુદી-જુદી શક્તિ રૂપે પરિણમાવે છે. જેને પર્યાપ્તિ કહેવાય છે. જીવ પૂર્વ કર્મોને સાથે લઈને આવ્યા છે. તેમાં એક પર્યાપ્તિ નામકર્મ પણ હોય છે. એ કમની શક્તિ એ છે કે જીવ જે નિમાં ગમે ત્યાં તેને આ છ માંહેની જેટલી શક્તિ પામવાની ગ્રતા છે એટલી ઉત્પત્તિ સમયથી જ ભેગી થવા માંડે છે. એક માનવદેહને આ બધી જ શક્તિઓ મળે છે. આત્મા તે આત્મા રૂપે જ માના ઉદરમાં આવ્યું છે. તે પછી માના શરીરમાંથી એ—એ જાતના પરમાણુઓને નિરંતર ખેંચતે જ રહે અને પિતાના શરીરરૂપ પરિણુમાવત રહે. નવ મહિના ત્યાં રહી કેટલું મેટું શરીર એ બનાવી લે. જમ્યા પછી પણ વાતાવરણમાં પડેલા પરમાણુઓના નાના–મેટા ને ગ્રહણ કરે. આહાર-પાણ રૂપે જે પદાર્થોને ગ્રહણ કરે એ પણ Page #106 -------------------------------------------------------------------------- ________________ દેહ માત્ર સંગ છે 79 પુદ્ગલના જ સ્કો. આમ આત્મા પિતાનું શરીર પુદ્ગલેના સંગે કરી બનાવે છે પરમાણુઓનું પરિણમન પણ સગે કરીને થાય છે. પરમાણુ પિતે, પિતા રૂપે સત્ છે એટલે અસ્તિત્વવાન પદાર્થ છે. તેથી તેનામાં નિરંતર પરિણમન થયા જ કરે છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે उत्पादव्ययध्रौव्ययुक्त सत् જે સત્ છે તે નિત્ય છે અને તેમાં ઉત્પત્તિ અને વિનાશ રૂપ પર્યાયે થયા કરે છે. પરમાણુઓમાં રહેલ સ્નિગ્ધતા અને ક્ષતાના કારણે બે પરમાણુ મળી દ્વયાણુક અને ત્રણ પરમાણુ મળી વ્યણુક બને છે. એમ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુઓ આપસ-આપસમાં જોડાય છે. અને ફરી વિખરે છે. આ પરિણમન ચાલુ છે. આમ જીવે ધારણ કરેલે દેહ તે પરમાણુઓને સંગ છે. બીજી રીતે સંગને અર્થ એ થાય છે કે આત્મા દેહ સાથે સંયોગ સંબંધે રહે છે. સંબંધ બે પ્રકારના, એક તાદામ્ય સંબંધ અને બીજે સંગ સંબંધ. તાદામ્ય સંબંધ એટલે એકના વિના બીજાનું ન હોવું તે, જેમકે ધૂમડે. અગ્નિ હોય તે જ ધૂમાડો હોય. જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમાડો પણ નથી. ધૂમાડો અગ્નિ વગર સંભવી જ ન શકે. માટે ધૂમાડાનો અનિ સાથે સંબંધ અવિનાભાવ સંબંધ છે એટલે કે તાદમ્ય સંબંધ છે. પણ આત્મા અને દેહને સંબંધ એ નથી. આત્મા હોય તે જ દેહ હોય એવું નથી. આત્મા વગરના દેહ એટલે કે મત કલેવર આપણે જેય છે. ત્યાં દેહ તે હોય પણ આત્મા નથી હોતે. એ જ રીતે આત્મા હેય પણ દેહ ન હોય, એ પણ સિદ્ધ દશામાં સંભવે છે. માટે દેહ અને આત્માને અવિનાભાવ સંબંધ નથી પણ સંયોગ સંબંધ છે. આયાસથી કે અનાયાસે ભેગા થઈ જવું તે સંગ સંબંધ છે. જ્યાં સંયોગ છે ત્યાં વિગ પણ છે. આમ ગુરુદેવ, શિષ્યને દેહનું સ્વરૂપ સમજાવતાં કહે છે કે એક તે દેહ છે તે સં ગ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું વળી દેહ જડ છે. એટલે કે ચેતન રહિત છે. બીજું જડનાં જે લક્ષણે, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ બધાં દેહમાં જોવા મળે છે. એકેન્દ્રિયથી લઈ પંચેન્દ્રિય સુધીનાં સર્વ શરીરમાં વર્ણાદિ હેય જ છે. પદુગલ પરમાણુએ જડ છે તેથી તેનાથી બનેલો દેહ પણ જડ છે. દેહ રૂપી છે. તેનું કોઈને કોઈ રૂપ છે. દેખી શકાય એવે છે. આપણે જે કંઈ જોઈએ છીએ તે બધા દેહને જોઈએ છીએ. જીવ તે દેખ તે નથી. કીડીકેડી વગેરેને જોઈ, આ જીવ છે એમ જ્યાં કહીએ છીએ, ત્યાં પણ તેના દેહને સંબોધીને કહીએ છીએ. દેહ દશ્ય છે. અર્થાત બીજા વડે જોઈ શકાય છે. આત્મા દેહને જુએ છે. કારણ જાણવું અને જેવું તે આત્માને સ્વભાવ છે. તેથી આત્મા સર્વને જુએ છે. પણ આત્માને કેઈ જોઈ શકતું નથી. આમ દેહ તે ચક્ષને વિષય છે. આત્મા જ્ઞાતા છે તે દેહ રેય છે. ગુરુદેવ શિષ્યને ફરમાવે છે. દેહ સંગ સંબંધે છે. જડ છે. સ્કૂલ સ્વભાવવાળે છે. તેનું રૂપ છે અને તે ચક્ષુથી જોઈ શકાય છે. હવે આવા દેહની ઉત્પત્તિ સાથે, તેનાથી સર્વથા જુદા લક્ષણવાળે આત્મા, તેમાં ઉત્પન થતો હોય અને દેહના નાશથી નાશ પામતે હોય તો હે શિષ્ય! હું તને પૂછું છું કે “ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વશ્ય?” દેહની ઉત્પત્તિ અને નાશ તે જાણી શકાય છે. પણ દેહમાં ઉત્પન્ન થયેલા આત્માને કેણ જાણી શકે ? આ આત્મા ઉત્પન્ન થયે એમ દેહ તે કહી શક્તા નથી. કારણ એ જડ છે. જ્ઞાનગુણ તેનામાં નથી. વળી જે પિતાની ઉત્પત્તિ પણ જાણતું નથી તે આત્માની ઉત્પત્તિ કેમ જાણું શકે? જે તું એમ કહેતે હોય કે આત્માએ જ આત્માની ઉત્પત્તિ જાણી લીધી તે એ પણ ચગ્ય નથી. તારા મતે આત્મા નિત્ય નથી. અને જે આત્મા ચેતનની ઉત્પત્તિને જાણે તે એ નિત્ય સિદ્ધ થઈ જાય. જેમ ઉત્પત્તિના વિષયમાં તેમ જ નાશના વિષયમાં. ચેતન દેહના નાશને જાણે શકે પણ આત્માના નાશને દેહ જાણી શક્તા નથી, એટલે જ આત્માની ઉત્પત્તિ અને લયને જાણનાર કેઈ નથી. માટે હે શિષ્ય! દેહની ઉત્પત્તિ સાથે આત્મા Page #108 -------------------------------------------------------------------------- ________________ દેહ માત્ર એક સોગ છે ઉત્પન્ન થતું હોય એવું અને દેહના નારા સાથે આત્મા નાશ પામતે હેય એવું કેઈએ જોયું નથી. આનું કારણ આપતાં શ્રી સદ્દગુરુ ફરમાવે છે - જેના અનુભવ વશ્ય એ, ઉપન લયનું જ્ઞાન તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન.૬૩... દેહ જડ હેવાના કારણે આત્માની ઉત્પત્તિ અને આત્માને નાશ જાણું ન શકે. હવે હે શિષ્ય! જે તું એમ કહે કે આત્મા જ્ઞાન સ્વભાવી છે એમ આપ કહે છે, માટે તેણે પોતે જ પિતાની ઉત્પત્તિ અને નાશ જાણી લીધો. પણ આ ય સંભવિત નથી. ઉત્પત્તિ થયા પહેલાં તો આત્મા હતા નહીં. હવે જ્યારે એ ઉત્પન્ન થઈ રહ્યો છે ત્યારે શું જાણતો - જાણુત ઉત્પન્ન થાય? એવું તે ન બને ! અને છતાં માની લઈએ તે પણ નાશને જાણનારે કેણ? જાણનારને નાશ થઈ ગયા. એ તે હવે રહ્યો નથી તે મારે નાશ થઈ ગયે એમ કેણ કહે? માટે આત્માએ જ પિતાની ઉત્પત્તિ અને નાશ જાશે તેમ કહેવું તે યુક્તિ સંગત નથી. માટે હે શિષ્ય! જે જાણનાર છે તે ય એવા પદાર્થથી જુદો જ હોય તે જ જાણી શકે. માટે ચેતન તે જ્ઞાતા અને તેથી પર તે સર્વ રેય. માટે જડ એવા દેહને જાણનાર, દેહથી જુદો જ હવે જોઈએ, અને તે એમ જ છે. શ્રીમદ્જીના શબ્દોમાં - રહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે તે; તે દેહથી જુદો ન હોય તે કઈપણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય, જે જાણે છે, તે તેથી જુદો જ હોય, કેમકે તે ઉત્પત્તિ-લયરૂપ ન ઠર્યો. પણ તેને જાણનાર કર્યો માટે તે બેની એકતા કેમ થાય ?' અરે ! કયારેક મૃત્યુશય્યા પર સૂતેલ વ્યક્તિને આભાસ થઈ જાય કે હવે પિતે જઈ રહ્યો છે. એ કહે પણ ખરે કે હું જાઉં છું, બસ, આટલા વાગ્યા પછી નહીં હોઉં. અમારા પ્રાતઃ સ્મરણીય પૂજ્ય દાદી ગુરુણિજી મોતીબાઈ મહાસતીજીને આ ખ્યાલ આવી ગયો હતે. તેઓએ અગાઉ ભાગ-૨-૬ Page #109 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું જ કહી દીધું હતું. જે રાત્રે તેમણે દેહ છે તે અગાઉ જ કહી દીધું કે રાત્રે બે ને વિશે હું જઈશ. સાંજે સંથારો પણ કરી લીધું. ને બે ઉપર પાંચ - સાત - દશ મિનિટ થઈ ત્યાં સુધી બોલતાં પણ હતાં. છેવટે પૂછયું પણ ખરું, કે બે ને વશ થઈ ગઈ? થેડી મિનિટે બાકી હતી, અને બે - વિશે તેમણે સમાધિપૂર્વક દેહ છો. * આવી જાગૃતિ બહુ ઓછા ને હોય. પણ દેહ છોડયા પછી એ કહેતા નથી કે મારે નાશ થયે. હા, જાતિસ્મરણ અથવા અવધિજ્ઞાન થયું હોય તે પોતાના પૂર્વ ભવના શરીરને ક્યારે ગ્રહણ કર્યા અને કયારે છોડયાં કે ભવિષ્યમાં ક્યારે, કયું શરીર ગ્રહણ કરશે અને છોડશે તે જાણી શકે. પણ તે શરીરથી પિતે ભિન્ન છે માટે જ જાણી શકે. ' અડી ગુરુદેવ શિષ્યને એ જ સમજાવી રહ્યા છે કે હે શિષ્ય! જેની ઉત્પત્તિ અને લય જાણવે છે. તેનાથી જાણનાર જુદો હોય તો જ જણાય, અને આત્માના ઉત્પત્તિ - લય કઈ જાણું શકતું નથી માટે આત્મા ઉત્પન્ન થતું નથી તેમ નાશ પણ પામતું નથી. તેથી તે નિત્ય છે. આમ ગુરુદેવે શિષ્યની, આત્માની નિત્યતા વિષે, જે શંકા હતી તેને સમજાવી છે. હજુ આ શંકા તદ્દન નિર્મૂળ થઈ જાય તે માટે વધુ ચેટ તર્કો દ્વારા ગુરુદેવ સમજાવશે. Page #110 -------------------------------------------------------------------------- ________________ તેથી નિત્ય સદાય! વતરાગ પરમાત્મા, અનતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. - આ ત્રિરત્નની આરાધના ચૈતન્ય એવા આત્માને જડથી જુદો જણાવી નિજાનંદની અનુભૂતિ કરાવે છે. જ્ઞાન એ ચૈતન્યને અસાધારણ ગુણ છે. અને તેથી જ ચૈતન્ય, ચૈતન્ય છે. આત્માની અનુભૂતિ પિતાના જ્ઞાન વડે જ આત્માએ કરવાની છે. આ જ્ઞાન એટલે કોઈ ગ્રન્થનું જ્ઞાન નહીં, શબ્દાત્મક જ્ઞાન નહીં, વાંચેલું કે સાંભળેલું જ્ઞાન નહીં, પણ આત્મામાં રહેલ વેદક શકિત દ્વારા જ ચૈતન્યને અનુભવવાને છે. સમ્યગ્રદર્શન પામેલે જીવ નિજ આત્માને અનુભવતા હોય, પણ એ અનુભૂતિ ખંડ ખંડ હોય, ક્યારેક થાય, ક્યારેક ન થાય. આત્મવિકાસની વધતી દશામાં, કેવળજ્ઞાન સુધી પહોંચે ત્યારે આજ સુધી થયેલ ખંડ-ખંડ અનુભવ અખંડ રૂપે થાય છે. અને પછી તેમાં નિરંતર જીવ ટકી રહે છે. આ અખંડ અનુભૂતિ તે જ સંભવે, જે આત્મા નિત્ય હોય. આત્મા ક્ષણિક હોય. નાશવંત હોય તે તેની અખંડ અનુભૂતિ થઈ શકે જ નહીં. અરિહંત પરમાત્માએ આવી અખંડ અનુભૂતિને માણી અને પછી શાસ્ત્ર પ્રરૂપ્યાં. તેઓ કહે છે કે અમે તથા જેટલા જ સિદ્ધિને પામી ગયા તે સહુએ આત્માને અખંડ અનુભવ કર્યો છે. અને અત્યારે પણ કરી રહ્યા છીએ. એ જ આત્માની નિત્યતાનું પ્રમાણ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, શિષ્ય આત્માની નિત્યતા વિષે સંદેહ ઊભો કર્યો છે. અને ઉપકારી ગુરુદેવ શિષ્યને સમજાવી રહ્યા છે. અનેક પ્રમાણયુકત તે જ આત્માની આત્માની છે અને Page #111 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું દલીલથી આત્માનું નિત્યત્વ સિદ્ધ કરી રહ્યા છે. આગળની ગાથામાં એ જ મર્મને સમજાવાશે. અહીં આપણને આ વિષય રીપીટેશન થતું લાગે છે. પ્રશ્ન થાય કે શ્રીમદ્જી જેવા આત્મજ્ઞાની મહાપુરુષ શા માટે ફરી ફરીને એ જ વાત કહી રહ્યા છે ? તેઓ જાણતા હતા કે જનસમાજને આત્માની નિયતા વિષે શંકા સંભવે છે. કેટલાક લેકે કહેતા હોય છે કે કેને ખબર છે પરભવ છે કે નહીં? મરીને ક્યાંય જન્મ લેવાને છે કે નહીં ? લોકો કહેતા હોય છે કે સ્વર્ગ -નરક જેવું કંઈ નથી. આ તે સ્વર્ગની લાલચે માણસ સારા કર્મો કરે, બીજાની ભલાઈ કરે, સદાચારી જીવન જીવે. અને નરકનાં અસહ્ય દુઃખનું વર્ણન કર્યું હોય તે નરકના ભયે પાપ-પ્રપંચ ન કરે, કેઈને ત્રાસરૂપ ન બને, દુરાચારને છેડી દે માટે જ ડાહ્યા માણસેએ સ્વર્ગ-નરકની કલ્પના ઉભી કરી છે, બાકી સ્વર્ગ અને નરક બધું અહીં જ છે. કોઈ માણસ બધી રીતે દુખી હેય, શરીરમાં ભયંકર બિમારીઓ હોય, માનસિક ત્રાસ હય, કૌટુંબિકજનેને અસહકાર હેય, આર્થિક ભીંસમાં આવી ગયે હેય, સમાજમાં કિંમત ન હય, આમ ચારે બાજુથી ઘેરાચેલે હોય ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે જીવતાં નરક ભેગવે છે. જુએ, નરક અહીં જ છે. પણ આમ માનનારાઓએ વિચારવું ઘટે કે કેટલાક માણસો ખૂબ અધમ, પાપી, દુરાચારી, વ્યસની બધી જ વાતે પૂર હોય, તેના એકના કારણે કેટલાય એ દુઃખી હોય છતાં એ માણસ બધી જાતનાં ભૌતિક સુખ ભગવતે હેય. તેનાં કરેલાં આ પાપ ગવવાં તે પડે જ ને ? તે એ. ભેગવવા માટેની વ્યવસ્થા થઈ ચૂકી હોય છે. બંધુઓ ! જીવ જ્યારે, જે ભાવે જેટલાં કર્મો કરે છે ત્યારે જ તેનું ફળ કયાં-ક્યારે –કેવું અને કેટલું ભેગવવાનું છે તે સાથે-સાથે નક્કી થઈ જાય છે. પહેલાં બધાં કર્મો ભેગાં થાય અને પછી ક્યામતને એક દિવસ આવે ત્યારે જીવે ક્યાં જવાનું છે અને શું ભેગવવાનું છે તે ભગવાન નક્કી - Page #112 -------------------------------------------------------------------------- ________________ તેથી નિત્ય સદાય કરીને કહે છે એવું નથી બનતું. અહીં તે ક્ષણ-ક્ષણ કયામતની જ છે, ક્ષણે-ક્ષણે કર્મ બંધાય અને ક્ષણે-ક્ષણે તેનું ફળ નકકી થઈ જાય. તે કર્મ અનુસાર સ્વર્ગ અને નરક પણ નક્કી થઈ જાય છે. કદાચ તમે નરક કે સ્વર્ગને કોઈ સ્થાન ન માનતા હો, પણ એ તે જાણે છે ને કે અહીં કોઈ માણસ મોટો ગુન્હો કરે તે તેના ગુન્હાની શિક્ષા માટે કેટલી બધી વ્યવસ્થા તમે જ ઊભી કરી છે ! પોલીસ, જેલ, કોટ, વકીલ, જજ, ચુકાદો અને સજા ! કહો, તમારી ઊભી કરેલી આ વ્યવસ્થાને અનુસરવું પડે છે કે નહીં ? અને સજા ભોગવવા જેલમાં ગુનેગારને લઈ જવાય કે તેને ઘરમાં રાખીને જ સજા આપે ? એમ નથી થતું ! સમાજની નજરે ગુનેગાર ઠરેલ વ્યક્તિને કાળ-કોટડીમાં પૂરાવું પડે અને ફાંસી સુધીની સજા મળે છે તે પણ ભેગવવી જ પડે, તેમાં ચાલે નહીં. બંધુઓ ! આત્માએ કરેલાં કર્મોનું પણ એમ જ છે. તેને ભેગવવા નરક, નિગદ અને તિર્યંચ જેવી ગતિરૂપ સ્થાને છે. અને ત્યાં જીવને જવું પડે છે. એ જ રીતે પુણ્યકર્મ કરવાવાળાને પણ સ્વર્ગ કે મનુષ્ય જેવી ગતિ મળે જ્યાં સુખ ભોગવે છે. આ બધું ત્યારે જ ઘટી શકે, જે આત્મા નિત્ય હેય. શ્રીમદ્જી વારંવાર આ ભાવનું રીપીટેશન ગાથાઓમાં કરે છે તેની પાછળનું કારણ એ જ છે કે માણસે આત્માની નિત્યતા સ્વીકારતા નથી. તેઓની સમક્ષ આત્માનું નિત્યત્વ સિદ્ધ કરી, પોતે જ નિત્ય એ આત્મા છે એ શ્રદ્ધાને જાગૃત કરવી છે. આત્માની નિત્યતા ફરી સિદ્ધ કરવા માટે શ્રીમદ્જી કહે છે - જે સંગે દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઉપજે નહિ સંગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ૬૪. જગતમાં જેટલા દેહાદિ સગે છે તે દશ્ય છે. અર્થાત જોઈ શકાય તેવા છે અને તે અનુભવ સ્વરૂપ આત્માના ય પદાર્થો છે. પણ આત્મા કેઈ સગથી ઉત્પન્ન થવા ગ્ય નથી. આત્મા છે ત્યાં વિકાસ છે. એક નાનું એવું બીજ જમીનમાંથી તત્ત્વને ગ્રહણ કરી, અંકુરિત થઈ Page #113 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું વૃક્ષ રૂપે વિકસિત થાય છે. બીજમાં ચૈતન્ય છે તેથી તે આસપાસના સગે શરીરની રચના કરી લે છે. પણ જડ પદાર્થો ગમે તેટલા મળ્યા પછી પણ તેમાંથી જીવની ઉત્પત્તિ થઈ શકે નહીં. વિજ્ઞાનની પ્રયોગશાળામાં અનેક રસાયણે ભેગાં કરી એકમાંથી અન્ય પદાર્થ બની શકે અર્થાત્ પદાર્થનું રૂપાંતર થાય. પણ કદી ક્યાંય સાંભળ્યું નથી કે વિજ્ઞાને અમુક પદાર્થો ભેગા કરી, તેમાંથી જીવની ઉત્પત્તિ કરી હેય. અરે ! ટયુબ બેબીને વિષે વિચારે તે પણ માના ઉદરમાં જીવને આવીને ઉત્પન્ન થવા માટે જે સ્થિતિ આવશ્યક છે તે જ સ્થિતિનું નિર્માણ એ જ વીર્ય અને રુધિર વડે બહાર કરવામાં આવે ત્યારે જ તેમાં જીવ આવીને સ્થાન ગ્રહણ કરે છે. જીવ કોઈને બનાવ્યું બનાવાતું નથી. નાનું બીજ ઊગીને વટવૃક્ષ થઈ શકે. પણ વિજ્ઞાને શોધેલા સાધનને જમીનમાં હજારો વર્ષ સુધી દાટી રાખે તે ધૂળ થઈ જશે પણ એક તસુભારને અંકુર તેનામાં નહીં કૂટે ! આમ સગેથી જીવની ઉત્પત્તિ થઈ શકે નહીં. હા, આત્માને આવીને ઉત્પન્ન થવા એગ્ય નિ તૈયાર થઈ શકે. જેમાં આત્મા જન્મ ધારણ કરે. જેમકે માનવના શરીરમાંથી નીકળતા મળી મૂત્ર આદિ શરીરથી નીકળે પછી 48 મિનિટમાં તેમાં જીવ ઉત્પન્ન થાય. અર્થાત્ 14 પ્રકારના સંમૂર્ણિમ જીવને જન્મ લેવા લાયક પરિસ્થિતિ છે તેથી તે સંગ મળતાં એ છે તેમાં જન્મ અને તેમાં જ મરે. પણ આવા સંગથી કેઈ ન જ આત્મા તેમાં ઉત્પન્ન થાય એવું ન બને. વળી આ બધા સંગેને જીવ જાણી શકે છે. તેના નાશને પણ જાણી શકે છે. પણ પિતે કેઈપણ પ્રકારના સંયોગથી ઉત્પન્ન થતું નથી. એ જ એના નિત્યત્વની સાબિતિ છે. વળી આ વિષયમાં કહે છે– જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એ અનુભવ કેઇને, ક્યારે કદી ન થાય 65 . આજ સુધીના અનુભવમાં કેઈએ કયારેય એ જોયું નથી કે કેટલાક જડ પદાર્થો મેળવવામાં આવે અથવા કઈ એક જડ પદાર્થમાંથી ચેતનની Page #114 -------------------------------------------------------------------------- ________________ વતન ન થારનાં સર્વ કરતાં પણ તેથી નિત્ય સદાય ઉત્પત્તિ થઈ હોય અને એ જ રીતે ચેતનમાંથી જડની ઉત્પત્તિ થઈ હોય. પહેલાં કહ્યું તેમ આત્મા આવીને જન્મ ધારણ કરી શકે એવી સામગ્રી મળી શકે. મનુષ્યરૂપે જન્મવું હોય તે માતાનું ઉદર અને વીર્ય-રુધિર રૂપ સામગ્રી જોઈએ તેમાં જીવ જન્મ લે. પણ જડ પદાર્થથી ચેતનનું નવું ઉત્પાદન ન બની શકે. આજે વિજ્ઞાને બરોબોટ બનાવ્યું. જેમાં માનવ શરીરનાં સર્વ અંગ-ઉપાંગે મૂકયાં. તેને હાલ ચાલતે કર્યો. તેની પાસેથી માનવશરીર કરતાં પણ વધુ કામ લીધું, પણ એક ખામી રહી ગઈ કે તેમાં જીવત્વ ન મૂકી શકાયું ! જડ પરમાણુ રૂપે નિત્ય હેવા પછી પણ વિજ્ઞાન તેનાં રૂપાંતરો કરી શકે પણ જીવને ઉત્પન્ન તે નથી કરી શકતું પણ તેમાં રૂપાંતર પણ કરવા વિજ્ઞાન સમર્થ નથી. બંધુઓ ! વિચાર કરો. તમારા ઘરમાં નાના-મોટા અસંખ્ય જડ પદાર્થો છે, કયારેય તમે જોયું કે એ જડ પદાર્થમાં જીવ આવ્યું અને તે તમારી જેમ હાલવા-ચાલવા-બોલવા માંડયો. હા, અમુક પદાર્થમાં જીવ-જંતુ થઈ જાય, પણ એ તે પહેલાં બતાવ્યું તેમ તેને જન્મવા યોગ્ય નિ મળી. પણ વર્ષોથી ઘરમાં રહેલ તમારૂં કબાટ પિોતે કઈ માનવરૂપ કે જીવરૂપ બન્યું હોય તેવું કયાંય સાંભળ્યું નથી. એવી જ રીતે ચેતન પિતે ચેતન મટીને જડ થઈ જાય એવું પણ જોયું નથી. હા, એમ લાગે કે માનવ કે કઈ પશુ, પંખી, જંતુ મરી જાય અને તેનું શરીર પડ્યું રહે તે આપણે એમ માનીએ કે થોડી વાર પહેલાં આ હાલતું-ચાલતું હતું ને હવે જડ થઈ ગયું. પણ એમ નહીં. એ જડ થઈ નથી ગયું. જડ રહી ગયું. ચેતર એમાં હતું એ ચાલ્યું ગયું, એટલે જડ શરીર પડી રહ્યું. ચેતન અને જડ જુદાં થઈ ગયાં. જડ પદાર્થ સ્થલ દષ્ટિથી પરમાણુઓના પ્રચયથી બનાવી શકાય. પણ જડનું મૂળભૂત રૂ૫ તે સૂફમમાં સૂક્ષ્મ પરમાણુ છે. વિજ્ઞાને ઘણી શોધ કરી, જડની શક્તિઓને માપી તેને ઉપયોગ કર્યો પણ એકેય પરમાણુને વિજ્ઞાન બનાવી શક્યું નથી. બનાવી શકે જ નહીં. વિજ્ઞાન પણ Page #115 -------------------------------------------------------------------------- ________________ 88 હું આત્મા છું સ્વીકારે છે કે વિશ્વમાં શક્તિને કદી નાશ થતો નથી. ચેતન અને જડ અને શક્તિરૂપે છે. નિસર્ગમાં તેનું અસ્તિત્વ સ્વતઃ છે, સહજ છે. તે અને શક્તિએનું પરિણમન થયા કરે પણ તેને સર્વથા નાશ ન થાય. જડની પર્યાનું પરિવર્તન થવામાં આપણે નિમિત્ત બની શકીએ પણ મૂળ જડ દ્રવ્યને બનાવી ન શકાય. જેમકે કેટનવસ્ત્ર એ પ્રથમ વન સ્પતિરૂપ હતું. કપાસના કાલામાંથી રૂ બન્યું, તેમાંથી સૂતર અને તેમાંથી વસ્ત્ર, આપણાં વસ્ત્રને કોઈ કહે કે આ તે વનસ્પતિને છેડ છે તે આપણને સાંભળવામાં અટપટું લાગશે. પણ ખરેખર પહેલાં એની વનસ્પતિ રૂપ પર્યાય હતી. હવે વસ્ત્ર રૂપ પર્યાય બની તે આપણે તેની પર્યાય તે બદલી શકીએ પણ પરમાણુઓને ઉત્પન્ન કરી શકીએ નહીં. . માટે જ જડથી ચેતન અને ચેતનથી જડ બની શકે નહીં. બન્ને દ્રવ્યાનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને તે કાયમ રહેવા સર્જાયેલું છે. હવે ફરી અસંગી જીવની નિત્યતાને વધુ તર્ક સહિત સિદ્ધ કરતાં ગુરુદેવ ફરમાવે છે - કેઈ સંગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય.૬૬. દેહ, સંગી પદાર્થોથી ઉત્પન્ન થાય છે. પરમાણુઓના અનંત પ્રદેશી સ્કને ગ્રહણ કરી, જીવ દેહની રચના કરે છે. અને પછી પણ આ દેહને ટકાવી રાખવા માટે આહાર દ્વારા અને રેમ દ્વારા પરમાણુઓને ગ્રહણ કર્યા કરે છે. આમ દેહાદિ પદાર્થો સંગોથી ઉત્પન્ન થયેલા છે. પણ ચેતન્ય એવો આત્મા કેઈ સંગોથી ઉત્પન્ન થવા ગ્ય નથી, એ આગળની ગાથાઓમાં બતાવી દીધું. નિયમ એ છે કે જેની ઉત્પત્તિ, તેને નાશ. ઉત્પન ન થાય તે નાશ પણ ન પામે. આપણી નજરે દેખાતા પદાર્થોની ઉત્પત્તિ આપણે જેઈ છે અને નાશ પણ જે છે. ગમે તેવા મજબૂત પદાર્થો હોય તેને બનતા જોયા અને કેટલાક કાળ પછી તે નાશ પણ પામે છે. મજબૂત Page #116 -------------------------------------------------------------------------- ________________ તેથી નિત્ય સદાય હોય તે તેને રહેવાની સમય મર્યાદા વધુ હોય, છતાં તેની મર્યાદા હેય. આજે દુનિયાની અજાયબીઓમાં એવાં વૃક્ષ હશે તે 200-500 વર્ષ જુનાં હશે. અરે પિરામિડે પણ લાંબા સમયના હશે. ભગવાન બાહુબલિની ભવ્ય પ્રતિમા પણ 1000 વર્ષથી ઊભી છે, પણ તમારી પાસે કોઈ એવે રેકર્ડ છે કે કોઈ વસ્તુ લાખ વર્ષની કે કરોડ વર્ષની જુની આજે પણ હોય ! હા, માનવશરીર કે પશુશરીરના અવશેષો મળી આવે છે તે પણ તેની ટાઈમ લિમિટ હોય. તેને સમય પણ નક્કી થઈ શકે છે. આમ જગતના પદાર્થો સગેથી ઉત્પન્ન થાય છે માટે તેને ના પણ વૈજ્ઞાનિકે કાઇને નહીં હોય૩૫માં કે પણ કઈ વૈજ્ઞાનિકે અથવા મહાપુરુષે કયાંયથી આત્માના અવશે શધ્યા ખરા ? મળ્યા છે કે ને? નહીં. ! તે આત્માને નાશ થઈ તે કઈ અવશેષરૂપમાં કે અન્ય કઈ પદાર્થરૂપમાં પરિણમતે નથી, તે જ તેની નિત્યતા છે. - અહીં સુધી ગુરુદેવે ઉત્પત્તિ અને વિનાશની વાત કહી, આત્માની નિત્યતા સિદ્ધ કરી. હવે પછી દેહ ધારણ કરેલ આત્માની નિત્યતા કઈ રીતે સિદ્ધ થાય છે તેનું વિવેચન આગળ કરશે. Page #117 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ જન્મ સંસ્કાર છે! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્માની નિયતાના કારણે થતી સિદ્ધિનું સહાયક સાધન છે. આત્મા નિત્ય માટે જ મોક્ષનું મૂલ્ય છે, આરાધનાનું મૂલ્ય છે. આગમાં આરાધનાની આટલી મહત્તા બતાવી, આરાધક ની મહાનતા બતાવી અને આરાધનાના અંતે થતી સિદ્ધિને સર્વોચ્ચ ધ્યેય રૂપે બતાવી. આ બધાની પાછળ આત્માની નિત્યતાને ધ્વનિ સમાયેલું છે. આત્મા નિત્ય છે એટલે જ શાશ્વત અને અનંતકાળનાં સુખ પ્રાપ્તિને ધર્મ પુરુષાર્થ છે અન્યથા ધર્મક્ષેત્ર અને આરાધનાને માર્ગ શા માટે અસ્તિત્વમાં આવે ? કરવા પાછળને ધ્યેય એ છે કે જૈન પરંપરા, આત્માની અંતિમ અવસ્થા રૂપ પરમાત્મ દશાને માને છે. તે દશાની પ્રાપ્તિ સર્વ જીવો કરી શકે છે. વળી આ માન્યતા માત્ર મૌખિક, બૌદ્ધિક કે કાલ્પનિક નથી પણ અનંત જી પરમાત્મ દશાને પ્રાપ્ત કરી ગયા, તેઓ આજે પણ નિત્ય એવી સ્વભાવ દશાને અનુભવ કરી રહ્યા છે. જીવની બે દશા-વિભાવ દશા અને સ્વભાવ દશા. જીવને વૈભાવિક પરિણમને થયા કરે તે સ્થૂલ પર્યાય હેય તે પણ લાંબા કાળ સુધી ટકે નહીં. તેને નાશ થઈ જ જાય. જ્યારે આત્માના સ્વાભાવિક પર્યાયે પરિમતે આત્મા, વિકાસક્રમમાં આગળ વધે ત્યારે જ્યાં સુધી પરિપૂર્ણ વિકાસ, Page #118 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ જન્મ સંસ્કાર દશા સુધી નથી પહોંચ્યા, ત્યાં સુધી હીંયમાન અને વર્ધમાન અને પરિ. ણામે થયા કરે. તે છેક અગ્યારમાં ગુણસ્થાન સુધી, પણ જે આગળ વધી ગયે અને સંપૂર્ણ સ્વાભાવિક દશારૂપ વીતરાગતાને પામી ગયે, તે પછી અસ્થિરતા નહીં, હયમાન પરિણામ નહીં. બસ, પછી તે સદા તેમાં જ સ્થિર, આમ સ્વાભાવિક દશા પણ નિત્ય છે. બીજી દષ્ટિએ વિચાર કરીએ તે આત્માનું સ્વરૂપ જ્ઞાનમય છે. એ જ્ઞાનગુણ પણ નિત્ય છે. જ્ઞાનગુણના પરિણામ સ્વરૂપ જાણવાની શક્તિ તથા વેદતાની શક્તિ સર્વ જીવ ધરાવે છે. એકેન્દ્રિયથી લઈ પંચન્દ્રિય સુધી સર્વ જીવને જ્ઞાનગુણ કાર્યરત જ હોય છે. આપણે કીડી-માખી-મચ્છર વગેરે જેને પીડાથી તરફડતા જોયા છે. તે પરથી સમજી શકાય છે કે તેઓને દુઃખનું સંવેદન થઈ રહ્યું છે. આ સંવેદન જડ પદાર્થોને નથી થતું, કારણ તેનામાં જ્ઞાનગુણ નથી. જ્ઞાનગુણના કારણે થતું સંવેદન શારીરિક, માનસિક, અને આધ્યામિક ત્રણે ય સ્તરે થાય છે. આપણે સહુને અનુભવ છે કે આપણે શારીરિક અને માનસિક અને સુખ-દુઃખના અનુભવ કર્યા છે. પણ આધ્યાત્મિક વેદન શું છે તેની ખબર નથી. સમ્યગદર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તે જીવ શરીર અને મનના સુખ-દુઃખના સંવેદનેને જ જાણી શકતા હોય, પણ એક વાર ભેદ-વિજ્ઞાન થયા પછી આત્મસ્વરૂપના આનંદને માણે, નિજાનંદની મસ્તીને અનુભવે. એ આધ્યાત્મિક સુખનું વેદન છે. એ જ રીતે આધ્યાત્મિક દુઃખનું પણ વેદન હોય ! એ કઈ રીતે ? આત્માને સ્વભાવ તો માત્ર સુખ ને સુખ જ છે તે તેમાં દુઃખનું વેદન કેમ ? જુઓ ! એક જીવ સમકિત દશાને પામી, આત્માને આનંદ લૂંટતો હેય. સાધના દ્વારા આત્મિક વિકાસકામમાં પ્રગતિના પંથે પણ હોય, પણ એવા જીવને ય વધુ વિકાસ કરવાની તાલાવેલી છે. તેમાં પુરુષાર્થ પછી પણ વિકાસ ના સાધી શકે તે તેને ખેદ વર્તતે હેય. ચેથા ગુણસ્થાન Page #119 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું ત્યાંસુધી પહોંચેલાને બારમે ન પહોંચવા માટે ખેદ હેય. આ ખેદદશા તે તે આધ્યાત્મિક દુઃખનું સંવેદન છે. પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીએ આ ખેદ અનુભવ્યો છે. તેમનાથી નાના, પ્રભુના નવ ગણધરે તથા પોતાનાથી જ બોધ પામેલા, પિતાના અનેક શિષ્ય કેવળ પામી મેક્ષ પધારી ગયા. અને પિતે હજુ છદ્મસ્થ દશામાં છે. એ દુઃખ એમણે કંઈ કેટલીયે વાર પ્રગટ કર્યું છે. પ્રિભુને પૂછ્યું છે. પ્રભુ, મને કેવળ કેમ નહીં” આ છે સર્વોચ્ચ કક્ષાનું આધ્યાત્મિક દુઃખનું સંવેદન. આત્માની વેદકશકિત, શરીર, મન અને આત્મા ત્રણેય ભૂમિકા પર કામ કરે છે. - જીવ પદાર્થ રૂપે નિત્ય છે, તેની સ્વરૂપદશા રૂપે નિત્ય છે, જ્ઞાન ગુણ રૂપે નિત્ય છે. પોતે નિત્ય છે, સાથે તેને ગુણે પણ નિત્ય છે. ગુરુદેવે, જીવની નિત્યતાની સિદ્ધિ કરી બતાવી છે. હવે જીવ વારંવાર જન્મ - મરણ કરે છે, અને ત્યાં વિવિધતાઓ દેખાય છે તે પણ નિત્યતાની જ સાબિતી છે, એ બતાવતાં ગુરુદેવ કહે છે - ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય 67... વિશ્વ ફલક પર વિહરતા નાના મોટા જેમાં અનેક પ્રકારની વિવિધતાઓ નજરે પડે છે. આ જીવની ગતિ જુદી - જુદી, કેઈ તિર્યંચ તે કઈ મનુષ્ય, દેવ અને નારકી તે અહીં દેખાતા નથી. જાતિ જુદી, કોઈ એકેન્દ્રિય, કઈ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય તે કઈ પંચેન્દ્રિય, સ્થિતિ પણ જુદી. કેઈનું આયુષ્ય લાંબું તે કેઈનું ટૂંકું. સહુનાં રૂપ - રંગ, આકારપ્રકાર જુદા જુદા. આ બધી બાહ્ય-ભિન્નતા, શરીરની દષ્ટિએ ભિન્નતા દેખાય છે. . એ જ રીતે મનને - સ્વભાવને - સંસ્કારને વિચાર કરીએ તે એ પણ વિવિધ. કેઈનું મન વિશાળ તે કેઈનું સંકુચિત. કેઈનું મને સાત્વિક, કેઈનું રાજસી તે કેઈનું તામસી. કેઈનું ચિત્ત સરળ તે કેઈનું પ્રપંચી Page #120 -------------------------------------------------------------------------- ________________ પૂર્વજન્મ સંસ્કાર તે આવી મનની વિવિધ ભિન્નતાઓ જોવા મળે. એ જ રીતે કેળનો સ્વભાવ અતિ ઉગ્ર, કેબને છેડો ઉગ્ર, કેઈને મૃદુ. કે લેબી, કેઈ માયાવી, કેઈ પાખંડી તે કઈ શુદ્ધ અને મંદ કષાયી. કેઈને સંસ્કારે હલકા તે કેઈન સભ્ય. આ બધું એક એક માણસનું, પ્રાણીનું, પક્ષીનું કે જીવ-- જતુનું નિરીક્ષણ કરતાં જોવા મળે છે. ત્યારે સહેજે એ પ્રશ્ન ઉદ્ભવે કે આમ કેમ? મનુષ્ય તરીકે, સર્વ મનુષ્ય હેવા છતાં પણ, તેમજ પ્રાણી તરીકે બધાં જ પ્રાણી હેવા, પછી પણ આ ભિન્નતા શા માટે? સર્પ ઝેરી, વાઘ કર, ચિત્તો હિંસક, કબૂતર ભયભીત, ગાય ગભરૂ, આવું કેમ? તથા એક જ મા - બાપનાં ચાર સંતાનમાં પણ વિશેષ પ્રકારની તારતમ્યતા કેમ? વિજ્ઞાન અને જવાબ શોધે. અને બાળકના માતા-પિતાના સ્વભાવ પ્રકૃતિ, રૂપ-રંગ વગેરે બાળકમાં હોય. પણ એ તે મા–બાપ સાથે સામ્યતા હોય ત્યાં સુધી જ. પણ મા-બાપમાં ન હોય તે બાળકમાં હોય તેનું કારણ શું ? ત્યારે વિજ્ઞાન જવાબ આપી શકે નહીં. ડોકટરે પણ એમ કહે કે કુદરતી છે આ બધું ! પણ કુદરત શું ? અને એણે આમ કેમ કર્યું ? બે સગા ભાઈઓમાં આટલી વિભિન્નતાનું સર્જન કરવા પાછળ કુદરતને શો હેતુ હતો ? તે વિજ્ઞાન ચૂપ ! પણ જૈનદર્શનની કમ-ફિલોસોફી અને જવાબ આપે છે. કઈ પણ બે જીવનાં કર્મો સરખાં નથી હોતાં. જ્યાં-જ્યાં જીવને જેવું વાતાવરણ જેવા સંગ મળ્યા એ–એ પ્રકારે એ વર્યો છે. અને એવા કર્મો જ બાંધ્યાં છે. એક સરખા વાતાવરણમાં પણ જીવ પિતાની યોગ્યતા પ્રમાણે કર્મબંધન કરતે રહે છે. એક જ માના પેટે જન્મેલ બે બાળકના સ્વભાવ-પ્રકૃતિ જુદાં છે. તે બન્નેએ. પૂર્વ ભવે મા-બાપ સાથે તથા એક-બીજા સાથે કઈ વિશિષ્ટ જણાનુબંધના સંબંધો બાંધ્યા છે. પણ કર્મ તે જુદાં-જુદાં જ કર્યા. અને એ કર્મો સંસ્કાર બનીને . જીવ સાથે જોડાઈ જાય છે. તેથી જીવ તેને પિતાની સાથે લઈને જાય Page #121 -------------------------------------------------------------------------- ________________ 94 હું આત્મા છું છે. ત્યાં એ સંસ્કાર જાગૃત થતાં તેવા-તેવા પ્રકારના તેને સ્વભાવપ્રકૃતિ દેખાય છે. - આ જમે જે સંસ્કાર આપણુમાં દેખાય છે તે મોટા ભાગના પૂર્વ ભથી સાથે લઈને જ આવ્યા છીએ. થોડા સંસ્કાર અહીંના વાતાવરણમાં મળે છે. પણ એવું વાતાવરણ મળવામાં પણ ગત-જન્મનાં કર્મો જ કારણભૂત છે. જેવા કર્મો કર્યા છે તેવું વાતાવરણ અહીં મળે અને તેથી એવા જ સંસ્કાર અહીં પણ પડે. વળી બીજી વાત. એક તંદુરસ્ત માતા, રેગી બાળકને જન્મ આપે. વિજ્ઞાન તેનું કારણ શોધે. માતામાં ન મળે ત્યારે ઈશ્વર પર છેડે. પણ આપણે વિચારીએ એ વાતને કે આમ કેમ થયું ? ક્યારેક તે બાળક જન્મથી ભયંકર બિમારી લઇને આવે. ત્રણ દિવસના બાળક પર ઓપરેશન કરવું પડે. ત્યારે બંધુઓ ! આપણને એમ થાય. અરેરે ! બિચારું બાળક ! હજી તે જગ્યું જ છે. એણે એવાં શું પાપ કર્યા? કે આ ભેગવવું પડે છે ! અને ખરેખર ! એ બાળકે અહીં આવીને કંઈ જ કર્યું નથી. એનાં મન, વચન અને કાયા ત્રણે ય એવાં અવિકસિત છે કે તે કંઈ પાપ કરી શકે નહીં. તે પછી થયું શું ? આને ઉકેલ બુદ્ધિ ન આપી શકે ! આમાં બે વાત છે. કાં તો એ જીવ પૂર્વજન્મમાં જ્યાં હતા ત્યાં આવા પ્રકારની બિમારી ભેગવતે હતો. કર્મ પૂરાં થયાં નહીં અને આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યાં તેનું મૃત્યુ થઈ ગયું અને બિમારી સાથે લઈને આવ્યો તેથી જન્મવાની સાથે જ રેગીષ્ઠ દેખાય. અથવા તેનાં કર્મો સાથે લઈને આવ્યું છે. તે કમે જન્મતાંની સાથે જ ઉદયમાં આવ્યાં, જે ભેગવ્યા વિના છૂટકે નથી. જીવ જે કંઈ કરે છે તે સંસ્કાર આત્મા પર અંકિત થઈ જ જાય છે. - અક્તિ થયેલા સંસ્કાર આ ભવમાં જાગી ઉઠે છે. આપણે વિચારીએ ! જમ્યા પછી આપણને કેટલું શીખવવું પડયું અને કેટલું શીખવ્યા વિના જ કરવા માંડ્યા ? મોટે ભાગે શરીરની ક્રિયા-બેસતાં ઊભા રહેતાં-ચાલતાં-બોલતાં આ બધું તે શીખવ્યું ત્યારે શીખ્યા. પણ Page #122 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ જન્મ સંસ્કાર તે 95 ગુસ્સો કરતાં, જીદ્દ કરતાં, રસાસ્વાદ લેતાં, આહાર લે છે એવું ભાન કેણે શિખવ્યું? માએ કહ્યું હતું કે બેટા ! ભૂખ લાગે એટલે રડવા માંડજે, તે જ ખાવા મળશે ! ના, એ તે આપણે માને સમજતાં શિખવ્યું કે હું રડું ત્યારે તારે સમજી લેવું કે કાં તે મને ભૂખ લાગી છે અને કાં તે મારા શરીરમાં પીડા છે ! આવા સંસ્કારે સાથે લઈને આપણે આવ્યા. ' અરે ! કૂતરાનાં નાના-નાના ગલુડિયાં જોયાં છે. ? એ પણ અજાધ્યાને જોઈને ભસવા માંડે. કોણે શિખવ્યું ? સર્પને ફૂફાડો મારતાં તેણે શિખવ્યું ? આમ પ્રાણી માત્રમાં જે-જે વિશિષ્ટતાઓ દેખાય છે તે પિતામાં રહેલા સંસ્કારોને જ કારણે ! જમીનમાં ધરબાયેલું બીજ, જેવું જમીનમાં દટાય કે બીજી જ ક્ષણથી જમીનને રસ ખેંચવા માંડે, નિરન્તર આ પ્રક્રિયા ચાલુ જ હેય. પરિણામ આપણે સહુ જાણીએ છીએ કે વડનું એક બીજ વિશાળ વટવૃક્ષ ઊભું કરી દે છે. અરે ! એક જ નહીં અનેક વડનું સર્જન કરે છે કે મૂળ વૃક્ષ કહ્યું હશે તે શોધવું ભારે પડે! આ શાનાથી થયું ? બીજમાં રહેલી પ્રચંડ આહાર સંજ્ઞાઓ વિકસિત થઈ આ સજર્યું. આમ આખાયે સંસારની જીવંત સૃષ્ટિમાં એ જ જોવા મળે છે કે જે કંઈ સાથે લઈને જીવ આવ્યો છે તથા તેના કારણે અહીં તેનામાં જે કઈ તારતમ્યતા દેખાય છે તે પૂર્વભવેના સંસ્કાર જ છે. આ ગાથા દ્વારા ગુરુદેવ શિષ્યને એ જ સમજાવવા માગે છે કે હે વત્સ ! સહુ જીવમાં દેખાતી વિભિન્નતા તેના ગત જન્મના સંસ્કાર છે. તેનાથી એ ફલિત થાય છે કે આ તેને પહેલે જન્મ નથી. પૂર્વે પણ વિવિધ યુનિઓમાં જન્મ ધારણ કરીને આવ્યું છે. હવે પૂર્વે જન્મ ધારણ કર્યો અને તેના સંસ્કાર અહીં લઈને આવ્યું, તેને અર્થ જ એ છે કે જે આત્મા આ શરીરમાં છે, તે જ આત્મા ગત જન્મોના શરીરમાં પણ હતું. જે બને જન્મને આત્મા એક ન હોય તે સંસ્કાર કેની સાથે આવ્યા ? કારણ એક આત્માએ કરેલાં કર્મો અન્ય આત્મા ભગવતે નથી. જે કરે તેની સાથે જ જાય અને તે જ ભોગવે. Page #123 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું - પૂર્વ જન્મનું શરીર સાથે નથી આવ્યું. તેને તે નાશ થઈ ગયે. પણ શરીરના નાશ પછી પણ આત્મા કાયમ રહ્યો. તેથી જ તેણે સંસ્કાર સાથે લઈને આ જન્મ ધારણ કર્યો. આથી સિદ્ધ થાય કે આત્મા નિત્ય છે, અવિનાશી છે. આત્માની નિત્યતા સિવાય આ બધું સંભવી શકતું જ નથી. હવે આત્માની નિત્યતાને સિદ્ધ કરતાં વધુ તક ગુરુદેવ કેવી રીતે આપશે તે અવસરે Page #124 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન હું..આત્મા છું હું...આત્મા છું.” શુદ્ધતા.... એ મારે સ્વભાવ હું ચૈતન્ય..., ચેતના” એ મારું સ્વરૂપ એ ચૈતન્યમાં... અશુદ્ધતા હોય નહીં. મારૂં... વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ છે. વર્તમાનમાં દેખાતું, અનુભવાતું...રાગ - શ્રેષના મેલથી મલિન થયેલું... અશુદ્ધ સ્વરૂપ. એ મારું નથી.... રાગ - શ્રેષ... એ મારી નથી....... રાગ - શ્રેષના કારણે થતા ભાવે... એ પણ મારા નથી . રાગદ્વેષના કારણે થતી પ્રવૃત્તિ...એ પણ મારી નથી... એ સર્વથી ભિન્ન, સર્વથી અલગ, સ્ફટિક જેવી નિર્મળ દશ.... તે મારી દશા... કર્મના કારણે થયેલી અશુદ્ધ દશા. તે મારે માટે ત્યાજ્ય છે. મારે...મારા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે...મારે..મારી શુદ્ધતાને....અનુભવ કરે છે...એ અનુભવ કરવા માટે...મારા....અસલી સ્વરૂપને ઓળખી.... તેમાં સ્થિર થવાનો પ્રયાસ કરૂં... આ આત્મા... સર્વકાળે.. સર્વત્ર.. સ્વતંત્ર છે. રાગ-દ્વેષનાં બંધને... તેને જકડી શકે નહીં...રાગ-દ્વેષના મેલથી એ મલિન.. બની શકે નહીં.. પુદગલના સંગે.. એ પુદ્ગલ થાય નહીં... વિભાવના પરિણમને...એ વિકૃત બને નહીં વિકૃતિથી રહિત. નિત્ય સ્વભાવ દશામાં રહેવા ટેવાયેલ આત્મા સર્વથા શુદ્ધ છે. મારે... મારા શુદ્ધ સ્વરૂપને. અનુભવ કરે છે... શુદ્ધ સ્વરૂપને.. માણવું છે... આજ સુધીના અનુભવે વિકૃતિમાંથી નીકળેલા છે. અશુદ્ધિમાંથી આવેલા છે. આત્માની સ્વાભાવિક દશાને અનુભવ... જીવે કર્યો નથી. ભાગ-૨-૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ 98 હું આભા છું મારે મારી સ્વાભાવિક શુદ્ધ દશા, નિર્મલ દશા, સ્ફટિક જેવી સ્વચ્છ દશાને અનુભવ કરે છે... એ માટે હું મને જાણું લઉં, મને ઓળખી લઉં..., મારામાં કરી જાઉં...., મારામાં સ્થિર થઈ જાઉં, મારામાં સમાઈ જાઉં... આત્મામાં સ્થિર થવા માટે... શુધ્ધ દશાને અનુભવ કરવા માટે..આત્માનું ચિંતન.ડી ક્ષણે..વધુ.એકાગ્ર...થઈ.વધુ ઉંડાણમાં જઈ. કેવલ આત્માનું ચિંતન કરીએ. “આત્મા...છું, હું...આત્મા છું.” 34....... ...“શાંતિ”......“શાંતિ ...“શાંતિ” Page #126 -------------------------------------------------------------------------- ________________ આભા દ્રવ્યે નિત્ય છે..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્માના નિત્ય સ્વરૂપની અનુભૂતિ કરાવી તે જ નિત્ય સ્વભાવમાં સ્થિર કરે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આત્માની નિત્યતાને સિદ્ધ કરતી અનેક દલીલે આપી, ગુરુદેવે શિષ્યની શંકાઓનું સમાધાન કર્યું. હજુ શિષ્યના મનમાં સંદેહ છે. જે સર્વ વસ્તુ ક્ષણિક હેય તે આત્મા પણ ક્ષણિક છે. જોઈએ. કારણ આત્મા વસ્તુ છે. આત્માને વસ્તુ કહે, દ્રવ્ય, પદાર્થ કે તત્વ કહે બધા પર્યાયવાચક શબ્દ છે. તેથી જ અહીં આત્માને વસ્તુ માની ક્ષણિક કહ્યો છે. આ શંકાનું જૈનદર્શનની દાર્શનિક વિચારધારાને લક્ષ્યમાં રાખી, ગુરુદેવ સમાધાન આપે છે– આત્મા પ્રત્યે નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણનું જ્ઞાન એકને થાય છે આત્મા દ્રવ્ય છે. દ્રવ્યનું લક્ષણ સત્ છે. વળી દ્રવ્ય ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે. આત્મામાં પર્યાયનું ઉત્પન્ન થવું તે ઉત્પાદ, તે પર્યાયને નાશ થવે તે વ્યય, અને એ બને અવસ્થાઓ વખતે આત્માનું પિતાના સ્વરૂપરૂપે તેમાં રહેવું તે ધ્રૌવ્ય. ધ્રુવતા એટલે કે સ્થિરતા. દ્રવ્યનું પિતામાં, પિતારૂપે રહેવાપણું તે સ્થિરતા. આત્મામાં ગમે તેટલી પર્યાયે ઉત્પન્ન થાય અને નાશ પામે પણ આત્મા બોલાતું નથી. એ જે છે તે જ રહે છે. અનંતકાળથી જે દ્રવત રહ્યો છે, ભવિષ્યમાં Page #127 -------------------------------------------------------------------------- ________________ 100 હું આત્મા છું અનંતકાળ સુધી દ્રવ્યા કરશે અને વર્તમાનમાં દ્રવી રહ્યો છે છતાં એટલે ને એટલે જ રહે તે દ્રવ્ય. સુવર્ણના દૃષ્ટાંતથી અને સમજીએ. સુવર્ણના ઘડાતા જુદા જુદા ઘાટમાં સુવર્ણ તે મૂળ દ્રવ્ય છે અને જુદા જુદા ઘાટ તે પર્યાય છે. સુવર્ણનું એક આભૂષણ બનાવ્યું. તે આભૂષણ રૂપ પર્યાયની ઉત્પત્તિ થઈ, ફરી એ આભૂષણને ગાળી નાખીને બીજે ઘાટ આપવામાં આવે તે પૂર્વે આપેલા ઘાટને નાશ થશે અને નવા ઘાટની ઉત્પત્તિ થઈ. પણ બનેમાં સુવર્ણ તે એનું એ જ રહ્યું. આભૂષણેમાં પરિવર્તન થયું પણ તેમાં રહેલ સુવર્ણ બદલાયું નહીં. એ જ એની ધ્રુવતા. બીજી રીતે દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું– | ગુખ પર્યાયવર્ધ્ય ગુણ અને પર્યાયના આશ્રયરૂપ છે તે દ્રવ્ય છે. દ્રવ્યની સાથે સદા રહેનાર, અવિનાશી ધર્મ તેને ગુણ કહે છે અને દ્રવ્યમાં સમયે-સમયે અવસ્થારૂપ પરિણમન થાય છે તે પર્યાય છે. પર્યાય દ્રવ્યની પણ હોય અને ગુણની પણ હોય. તે પર્યાનું પરિણમન થયા કરે પણ દ્રવ્ય કે ગુણ, ના બદલાય. - જેમકે ઉદધિ. પાણી દ્રવ્ય છે. તેમાં સમયે-સમયે તગે ઉઠે છે તે તેની પર્યાય છે. તગે ઉઠે ને શમી જાય. પણ તેથી પાણીમાં કઈ પરિવર્તન આવતું નથી. તે જેમ છે તેમ જ, જેટલું છે એટલું જ રહે છે. તેમજ પાણીમાં રહેલી શીતલતા પણ તરંગેના આવવાથી બદલાઈ જતી નથી. પણ એ દ્રવ્ય છે. શીતલતા એને ગુણ છે, અને તરંગે એ પર્યાય છે. પાણીરૂપ દ્રવ્ય એમ ને એમ રહ્યું. શીતલતારૂપ ગુણ પણ એમ ને એમ રહ્યો. પણ પર્યાયરૂપ તરંગે આવે છે અને જાય છે, તે બદલાયા કરે છે. તરંગ પાણીમાં આવે છે માટે તે પાણીની પર્યાયે થયી. શીતલતામાં ‘હાનિ-વૃદ્ધિ થવી, હવામાનના કારણે પાણી કયારેક ઉષ્ણ થઈ જાય તે કયારેક વધુ શીતળ થઈ જાય, એ છે ગુણની પર્યાય. પાણી ઉષ્ણ થવા પાછળનું કારણ અન્ય દ્રવ્યને સંગ હોય. સૂર્યને તાપ હોય કે કઈ Page #128 -------------------------------------------------------------------------- ________________ આત્મા દ્રવ્ય નિત્ય છે 101 પણ પ્રકારને અગ્નિ હોય, પણ એ સંગના દૂર થવાથી પાણી ફરી પોતાની મૂળ શીતળતાને પ્રાપ્ત કરી લે. પાણીમાંથી શીતળતાનો ગુણ કયારેય નાશ ન પામે. આમ દ્રવ્યની પર્યાય તથા ગુણની પર્યાય, થયા જ કરે. એક ક્ષણ પણ અટકે નહીં. પર્યાય રહિત દ્રવ્ય ન હોય અને દ્રવ્ય રહિત પર્યાય ન હેય. એ જ રીતે ગુણ રહિત દ્રવ્ય ન હોય અને દ્રવ્ય રહિત ગુણ ન હોય. વળી એ જ ન્યાયે ગુણમાં પણ પર્યાય હાય. આ સ્થિતિ જડ-ચેતન બને દ્રવ્યમાં રહે જ છે. સ્થૂલ પર્યાયે દૃષ્ટિ–ગોચર થાય પણ સૂક્ષ્મ પર્યાયે ઘણું લાંબા સમય પછી, દ્રવ્યમાં થતા પર્યાયાત્મક ફેરફારના કારણે જ જાણી શકાય. અન્યથા દેખાય નહીં. ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્યને આત્મદ્રવ્યમાં સમજીએ. આત્મા દ્રવ્ય છે દ્રવ્ય છે ત્યાં પર્યાય છે. તેથી આત્મામાં પણ ઉત્પાદ - વ્યય થયા કરે છે. ગતિરૂપ શરીરને ધારણ કરવા તે આત્માને વૈભાવિક પર્યાય છે. આત્મા પિતે મનુષ્યાદિ નથી. આત્માને શુદ્ધ સ્વરૂપમાં દેહાદિ ધારણ કરવાનું નથી, પણ શરીરને ધારણ કરવું તે કર્મોને કારણે છે. જ્યાં સુધી કર્મ સહિત આત્મા છે ત્યાં સુધી એ અનેક દેહ ધારણ કરે છે. જેટલા દેહ ભૂતકાળે ધારણ કર્યા, વર્તમાને જે દેહમાં છે અને ભવિષ્યમાં જેટલાં શરીરે ધારણ કરશે તે બધાં જ આત્મદ્રવ્યની વૈભાવિક પર્યા છે. એક દેહને નાશ થાય છે, અને બીજે દેહ ધારણ કરે છે. મૃત્યુ થાય એટલે એક દેહ છૂટી જાય અને બીજે જન્મ લે એટલે ન દેહ ઉત્પન્ન થાય. આ દિશામાં આત્મા તે બન્ને દેહમાં એને એ જ રહે. જેમ સુવર્ણનાં આભૂષણેના બદલાતા ઘાટમાં સુવર્ણ એનું એ જ રહે, તેમ આત્મા બદલાતા શરીરમાં એ ને એ જ રહે. અર્થાત્ આત્મા દ્રવ્ય અને બદલાતા દેહ તે તેની પર્યા. વળી એક જ શરીરમાં અવસ્થાઓ બદલાય. સર્વ પ્રથમ બાળક હોય, પછી યુવાન થાય, પછી વૃદ્ધ થાય. શરીરની આ અવસ્થાઓમાં આત્મા એ ને એ જ રહે. આત્માની અવસ્થા થઈ નથી. જેણે બાળપણને જાણ્યું ને માણ્યું એ જ યુવાનીને જાણે છે ને ભોગવે છે અને એ જ વૃદ્ધાવસ્થાને જાણે છે ને વેઠે છે. આ ત્રણેય અવસ્થાને અનુભવ એ જ Page #129 -------------------------------------------------------------------------- ________________ 102 હું આત્મા છું આત્માએ કર્યો. તેને બધું જ યાદ છે. શરીરની અવસ્થાઓ બદલાઈ પણ પિતે બદલાયે નથી. એ જ સાબિતી છે કે આત્મા પ્રવ્ય છે અર્થાત્ નિત્ય છે અને અવસ્થાઓ ઉત્પાદ-વ્યય સ્વભાવવાળી એટલે અનિત્ય છે. આત્મા દ્રવ્ય છે અને જ્ઞાનાદિ તેના ગુણ છે. ગુણે પણ પરિણમનશીલ છે અર્થાત્ તેમાં પણ પર્યાને ઉત્પાદ - વ્યય થયા કરે છે. જ્ઞાન એ જાણનાર શક્તિ છે. આત્માનું જ્ઞાન આત્માને જ જાણે, આત્માને અનુભવે તે તેની સ્વાભાવિક પર્યાય છે. જ્ઞાન અંતર્મુખ થાય ત્યારે આત્માને જાણે, પણ બહિર્મુખ થાય ત્યારે ઈદ્રિયેના વિષયને ગ્રહણ કરે. ઈન્દ્રિય પદાર્થોનું જ્ઞાન કરવામાં સાધનભૂત છે. બહિર્મુખ પ્રવર્તતું જ્ઞાન, જગતના પદાર્થોને ઈન્દ્રિ દ્વારા જાણે, એ જ્ઞાનની વૈભાવિક પર્યાય છે. જગતને જાણવું તે આત્માના સ્વભાવરૂપ જ્ઞાનને હેતુ નથી. પણ કર્મોના ઉદયનું નિમિત્ત પામીને જ્ઞાનને બહિર્મુખ વ્યાપાર થાય છે ત્યારે તે જગત સાથે જોડાય છે. જગત સાથે જોડાયેલું જ્ઞાન જડ પદાર્થોને જાણે, છતાં પિતે જડરૂપ થઈ જતું નથી. સમયે - સમયે, અન્ય - અન્ય પદાર્થોને જાણે તે તેના સમયે - સમયે બદલાતી પર્યાય છે. આ પર્યાયે ઉત્પન્ન થાય અને નાશ પામી જાય, પણ જ્ઞાન ગુણ કદી ઉત્પન્ન થાય નહીં, અને નાશ પામે નહીં. કયારેક સ્મૃતિદેવના કારણે મેળવેલું જ્ઞાન વિસરાઈ જાય. અને ત્યારે એમ લાગે કે જ્ઞાન નાશ પામી ગયું, પણ એમ થતું નથી. જીવના ગુણરૂપ જ્ઞાન છે તે પાણી અને પાણીની શીતલતાના સંબંધે, જીવ સાથે રહ્યું છે. જેમ પાણીની શીતલતા, કરડે ઉપાયે પણ સર્વથા નાશ પામતી નથી તેમ આ જીવ નિગદ જેવા અતિ સૂક્ષ્મ શરીરને ધારણ કરે છતાં આત્મામાં રહેલે જ્ઞાનગુણ સર્વથા આવરિત થતું નથી. સૂક્ષ્મ શરીરમાં જ્ઞાનને વ્યક્ત થવાનાં બાહ્ય સાધને નથી. તેથી જ્ઞાન અવ્યક્ત જ રહે છે. છતાં જ્ઞાન નથી. એમ કહી શકાય નહીં. જીવનું જીવત્વ જ જ્ઞાનના હેવાની સાબિતી છે. કર્મ સગે જીવ જ્ઞાનાદિ ગુણના વિકાર રૂપ પરિણમે છે, છતાં તે વિકાર રૂપ બની જતો નથી. આ છે ગુણની ધ્રૌવ્યતા અને ગુણમાં પરિણુત Page #130 -------------------------------------------------------------------------- ________________ આત્મા દ્રવ્ય નિત્ય છે 103 થતી પર્યાને ઉત્પાદ અને વ્યય. તેથી જ જેમ આત્મા સત્ છે તેમ તેના ગુણે પણ સદા અસ્તિત્વવાન છે. આટલું વિવેચન કરવા પાછળને હેતુ, આત્મા ક્ષણિક નહીં પણ નિત્ય પદાર્થ છે એ બતાવવાનું છે. ગાથામાં ગુરુદેવ એ જ કહે છે કે આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે પલટાતે હેવાથી અનિત્ય છે. શરીરની બાલ્યાવસ્થારૂપ પર્યાયે બદલાયા પછી પણ આત્મા બદલાતે નથી. એ બધી જ અવસ્થાઓનું જ્ઞાન એક જ આત્માને રહે છે. જે આત્મા ક્ષણિક હોય તે તેને વર્તમાન પર્યાય સિવાય બીજું કશું જ જ્ઞાન હોય નહીં. ભૂત-ભવિષ્યને જાણનારે જ નષ્ટ થઈ ગયે તે કેણ જાણે? માટે આત્મા ક્ષણિક નથી પણ નિત્ય છે. આ વિષયની વધુ સ્પષ્ટતા અવસરે Page #131 -------------------------------------------------------------------------- ________________ વદનારો તે ક્ષણેક નહી...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં, ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, આત્માના મૌલિક સ્વરૂપને પ્રગટ કરે છે કૃત્રિમ રૂપને સહારે ભવમાં ભટકનાર આત્માએ એ રૂપને જ પિતાનાં માની લીધાં. પિતાના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ એને થઈ નથી, તેથી જ આત્મ-વિષયક ભ્રાંતિ પણ ગઈ નથી. શંકા કરનાર શિષ્ય પણ કઈ ભ્રમનાં કારણે જ આત્માના સ્વરૂપને નિત્ય ન સ્વીકારતાં, ક્ષણિક માનવા પ્રેરાય છે. સંસારના દેખાતા સર્વ પદાર્થ ક્ષણિકતાની અનુભૂતિ કરાવે છે. એ જોઈને એણે ગુરુદેવને કહ્યું હતું કે આત્મા નિત્ય હોય એમ લાગતું નથી. શરીરની સર્વ અવસ્થાઓમાં આત્મા બદલાયા વગર એને એ જ રહે છે એ સિદ્ધ કર્યા પછી, એ જ બાબતને વધુ સ્પષ્ટ કરે છે. અથવા જ્ઞાન ક્ષણિકનું જે જાણી વદનાર વદનારે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર...૬૯. હે શિષ્ય! તેં તારા દેહમાં આત્મા છે એ તે સ્વીકાર્યું જ છે. તું કહે છે આત્મા ક્ષણિક છે. તે હું તને પૂછું છું કે આત્મા ક્ષણિક છે એમ બોલનારે, તારે આત્મા છે કે બીજે કઈ? અંદરથી કોણ બોલે છે? જે તારે આત્મા જ બોલતે હેય તે એણે કયારે જાણ્યું કે આત્મા ક્ષણિક છે? તારા મતે એ ક્ષણિક છે તે જાણનાર આત્મા તે નાશ પામી ગયે. કહેનાર બીજે કઈ છે કે જેણે જાણ્યું નથી. તે એની કહેલી વાત કેવી રીતે માનવી? જાણ્યા વિના કહેતે હેય તેની વાત માનવા લાયક Page #132 -------------------------------------------------------------------------- ________________ વદનારે તે ક્ષણિક નહીં 105 જ ન હોય, અને જે એ જાણીને પછી કહેતે હોય તે તે ક્ષણિક ન હોય. કારણ કે જાણવામાં ઓછામાં ઓછી એક ક્ષણ તે લાગે જ. કહેવામાં પણ એક ક્ષણ લાગે. જેણે જાણ્યું છે તે જ કહે છે તે તેવી સ્થિતિ બે ક્ષણની થઈ ગઈ. તે સર્વ વસ્તુ ક્ષણિક છે માટે આત્મા પણ ક્ષણિક છે તે સિદ્ધાંત ઉભે રહી શકતું નથી. આપણે સહુને અનુભવ છે કે આપણે જે કંઈ બેલીએ છીએ એ પહેલાં વિચારીએ છીએ. પછી બોલીએ છીએ. જે ક્ષણે વિચારીએ એ જ ક્ષણે કહી શકતા નથી, વિચારવાની ક્ષણ જુદી અને કહેવાની ક્ષણ જુદી. પહેલી ક્ષણે જેણે વિચાર્યું છે તે જ બીજી ક્ષણે કહી શકે. બંને જુદા હોય તે કઈ કદી વિચારેને વ્યક્ત કરી શકે નહીં. વિચાર પણ નાશ પામી ગયા અને વિચારનાર પણ નાશ પામી ગયે. કેણ કહે? શું કહે? એ જ રીતે આપણા આત્મામાં જાગતા ક્રોધાદિના ભાવ પણ એક ક્ષણે જાગે અને બીજી ક્ષણે તેને વ્યક્ત કરીએ છીએ. અરે ! એટલું જ નહીં કોધ - ક્ષમા, ગમે - અણગમે, હાસ્ય - શેક આદિ ભાવે પણ, કેટલાક દિવસ, મહિનાઓ કે વર્ષો પહેલાના આપણે કઈને કહેતા હોઈએ છીએ. અમુક સમયે, અમુક પદાર્થ મને બહુ ગમ્યું હતું, આજે પણ ગમે છે. આ કયારે કહી શકાય? જ્યારે એ ગમે ત્યારથી આજ સુધી જેને ગમે છે તેનું અસ્તિત્વ હેય તે ! અન્યથા નહીં. આમ દરેક દષ્ટિથી વિચારતાં, સર્વ પદાર્થોની ક્ષણિકતાનું જ્ઞાન કરીને, કહેનાર પિતે ક્ષણિક હોય એમ જણાતું નથી. આપણું જીવનવ્યવહારમાં પણ એ અનુભવ થતો હોય છે. તેથી આત્મા ક્ષણિક નહીં પણ દેહમાં હવા પછી પણ દેહથી જુદો અને સદા નિત્ય છે. આત્માને ક્ષણિક માનવા જતાં કર્મ ફિલે ફી ને સિદ્ધાંત પણ ઉડી જશે. કર્મ કરનાર અને ભેગવનાર બંને એક જ હેય જુદા નહીં. કર્મ જ્યારે બંધાય ત્યારે ને ત્યારે ફળ આપે અને ન પણ આપે. મેટા ભાગનાં કર્મો લાંબા સમય પછી ભેગવવાનાં હોય છે. જેણે બાંધ્યા છે એ લાંબા સમય સુધી અસ્તિત્વમાં હોય તે જ એ ભગવે. નહીં તે કોણ Page #133 -------------------------------------------------------------------------- ________________ 106 હું આત્મા છું ભોગવે? એકે કરેલા કર્મોને ભેગ અન્ય કેવી રીતે કરે? જો એમ થાય તે જગતના તંત્રમાં વ્યવસ્થા જ ન રહે. અપરાધ કેઈને અને સજા કે ભગવે? વ્યાવહારિક જગતમાં પણ આમ નથી હોતું તે આત્મિક જગતમાં તે ન જ હોય, કારણ વ્યાવહારિક જગતના મૂળભૂત સિદ્ધાંતરૂપી નીતિ - નિયમે, આ આત્મ-સાધના માટેની ભૂમિકા જ છે. આત્મિક જગત સ્વયંસંચાલિત છે, તેમા મીનમેખ નથી. આ દષ્ટિએ પણ આત્મા નિત્ય છે. આત્માની નિયતાની સિદ્ધિ એ આપણે માટે અત્યંત ઉપકારી સાધન છે. જે વ્યક્તિના અંતરમાં આ શ્રદ્ધા દઢ થઈ જાય તેને મૃત્યુને ભય ટળી જાય મરવાને તે ખરે, પણ તેનામાં એ સમજણ દઢ હોય કે મરે છે તે દેહ છે. હું મરતો નથી. હું તે અજરામર છું એ તે મસ્ત થઈને ગાતે હેય સહજાનંદી શુદ્ધ સ્વરૂપીઅવિનાશી હું આત્મ સ્વરૂપ. દેહ મરે છે હું નથી મરતે, અજર અમર પદ મા. ... આ દઢ વિશ્વાસ જેના અંતઃકરણમાં હોય તેણે ભયને જીતી લીધો હિય. દેહ અને આત્મા અલગ થાય તે થાય એમાં મારે શું? આત્માને દેહમાં રહેવાને સમય પૂરો થાય એટલે એ દેહ છોડીને ચાલતે થાય. તેમાં ખોટું શું? જ્યાં જેને જેટલું રહેવાનું હોય એટલું જ રહે, રહી શકે. સમય થતાં જવાનું જ હોય ! આવી સમજણ શ્રદ્ધાવાન જીવને ઉપકારક નીવડે. સહજાનંદ સ્વામીએ આ ભાવે એક પદમાં સુંદર રીતે ફરમાવ્યા છેનિત્ય હું નિત્ય શું આતમા નિત્ય છું, તે પછી મરણ ભય કેમ મહાર–? ભલે મરે શત્રુઓ, રાગ દ્વેષાદિઓ, અમર પરમાણુ જીવ મરે ન ક્યારે 1... વીર્ય રજથી બન્યું. માટીનું ઢેકું આ, જાય શમશાનમાં જડ-સ્વભાવે; ક્ષણે-ક્ષણે મલી-બિખરી દશા પલટે પણ, નિત્ય પરમાણુ નિજ ધર્મ દાવે.....૨ Page #134 -------------------------------------------------------------------------- ________________ વદનાર તે ક્ષણિક નહીં 107 હું આત્મા છું અને નિત્ય છું હવે મરણને ભય રાખવાની જરૂર જ શી છે ? રાગ-દ્વેષાદિના ભાવ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. એ મારા શત્રુ છે. એ મરતા હોય તે ભલે મરે. મારે રાગને ય ખપ નથી અને દ્વેષને ય ખપ નથી. હું એટલે આત્મા અને જડ પુદ્ગલનું મૌલિક સ્વરૂપ પરમાણુ. આ બંને કદી મરતા નથી. બને અમર જ છે.. મરે છે તે દેહ છે કારણ તે જડ પુદ્ગલેના સમૂહથી બન્યું છે તેથી તેને નષ્ટ થવું જ પડે. દેહ મરે અને તેને બાળવામાં આવે છે જે દેહ ચેતન હોત તે તેને મરવું ન પડત, બળવું ન પડત. પણ સમયે-સમયે મળતા-અને-વિખરતા પરમાણુઓનાં સ્કંધથી બનેલા શરીરની દશા બદલાય છે. તેનામાં અનેક પરિવર્તન આવે અને અંતે તેને રાખ થવું પડે પણ પરમાણુને કદી નાશ થાય નહીં. આમ જેને અનુભવ–મુલક આત્માની નિત્યતાને સચોટ વિશ્વાસ છે તે આત્મા દેહના મરણને ભય ન સેવે. પણ મરવું છે તે નિશ્ચિત છે તે. તેની તૈયારી કરી લે, ખરેખર તે માનવ જન્મે ત્યારથી તેને મરણની તૈયારી કરવાની છે. જરુર આ વાત છેડી અટપટી લાગશે. પણ જન્મ પછી કયારે મરણ આવશે તેની ખબર નથી. તેથી પ્રત્યેક પળે સાવધાન રહેવું આવશ્યક છે. જ્યારે મૃત્યુ આવે ત્યારે હસતા-હસતે જઈ શકે. કેઈ મેહ કે મમત્વ તેને સતાવતું ન હોય. મરણ વખતે ભલામણ કરવાની બાકી ન હોય. પણ મરણ આવી કહ્યું છે એ સંકેત મળતાં, બધું જ છેડી પિતામાં સ્થિર થઈ જાય. આત્મ-પ્રભુ સિવાય બીજું કંઈ યાદ ન આવે.. આવી તૈયારી કરવા માટે જીવની નિમિત્તાધીન વૃત્તિ છે તેને બદલવી પડશે. નાનાં-મોટાં કઈપણ નિમિત્તે જીવને વ્યાકૂળ ન કરી મૂકે એ માટે પિતે પિતાને કેળવણું આપવી પડશે. જેમ-જેમ જીવ કેળવાતે જાય તેમ-તેમ પિતામાં સ્થિર થતું જાય. મેહ-મમત્વનાં નિમિત્તોને આધિન થવાનું છોડી દે, રાગ-દ્વેષનાં નિમિત્તોમાં ભળવાનું છેડી દે. બસ આ બે કામ માટે રજની પ્રેકિટસ, રેજને અભ્યાસ થશે તે મરણ આવશે Page #135 -------------------------------------------------------------------------- ________________ 108 હું આત્મા છું ત્યારે એ સાજ સજી તૈયાર જ હશે. બંધુઓ ! આ છે મરણની તૈયારી, પિતે પિતામાં તૈયાર થઈ જાય. બસ, પછી બીજુ કશું કરવાનું રહેતું નથી ' અહીં ગુરુદેવે શિષ્યને આત્માની નિત્યતા વિષે સચેટ તર્કો આપી તેના માથામાં એ બેસાડયું કે આત્મા દેહથી જુદે છે, સ્વતંત્ર છે, નિત્ય છે. અને શિષ્યની શ્રદ્ધા પણ આ સ્વીકારે છે. ઉપકારી ગુરુદેવના ચરણમાં મસ્તક ઝુકાવી ઊભે છે. ત્યાં જ ગુરુદેવ હવે શિષ્યના આત્માની નિયતા વિષયક એક પ્રશ્ન પૂછી, તેના જ મુખે કહેવડાવવા માગે છે કે -ગુરુદેવ! આત્મા નિત્ય છે, નિત્ય છે, નિત્ય છે, અને તે સ્વીકારું છું. હવે એ પ્રશ્ન અવસરે. Page #136 -------------------------------------------------------------------------- ________________ .કેમાં ભળે તપાસ : વખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જીવમાં રહેલા અમરત્વ ગુણને પ્રગટાવે. છે. જન્મ-જરા -મરણ શરીર સાથે સંકળાયેલી ચીજે છે. અસંગી એવા. આત્માને શરીર નથી, જન્મ નથી, જરા નથી, મરણ નથી. આત્માનાં મૌલિક સ્વરૂપમાં આવી પરિસ્થિતિઓને સંભવ નથી. કર્મને વશ થઈ કમેં જેવા ખેલ ખેલાવ્યા એવા તે ખેલતે રહ્યો. પરિણામે આત્માના સ્વભાવમાં જે નથી એમાં જ એને રહેવું પડયું. એ જ કરવું પડયું. આપણું આખાયે ભૂતકાળને તપાસી લઈએ તે જીવે બીજું કાંઈ કર્યું કે ના કર્યું, પણ જન્મ-મરણ તે જ છે. જ્યાં જનમે લીધા, ત્યાં જે ફરજો હતી તે બજાવી કે નહીં, જવાબદારીઓ નિભાવી કે નહીં, કોઈ સારા-માઠાં કાર્યો કર્યા કે નહીં, પણ જન્મ અને મરણ તે કર્યા જ છે. કર્મોને સહારે ઉદય અને અસ્ત પાપે જ છે. - જીવની પશુનિમાં પણ કંઈક ફરજ હોય છે. આંગણે બાંધેલી ગાયનું સારી રીતે પાલન-પોષણ કરે છે એ ગાય પાસેથી દૂધની અપેક્ષા રહે જ રક્ષા કરવી તે તેની ફરજ થાય. નેકરને પગાર આપ તે જવાબદારી પૂર્વક કામ કરવું તે તેની ફરજ થાય. આમ જુદા-જુદાં જન્મમાં જુદીજુદી ફરજે હોય જ છે. પણ બધી જ વાર જીવ આ ફરજો બજાવતે હોય એવું નથી હોતું. કદાચ ચૂકી પણ ગયા હોય. પરંતુ જન્મ લેવાનું અને મરણ પામવાનું તે તે ચૂકયે જ નહીં. Page #137 -------------------------------------------------------------------------- ________________ 110 હું આત્મા છું જન્મ-મરણ પણ કેટલા? અનંત. જેની કોઈ ગણતરી થઈ શકે તેમ નથી. જાણે છે બંધુઓ ! સાધારણ વનસ્પતિ એટલે કે કંદમૂળના છે કાચી બે ઘડીમાં 65,536 ભવ કરે છે. એટલી વાર જન્મ અને મરે ! વિચાર કરે, 48 મિનિટથી પણ ઓછા સમયમાં આટલીવાર જન્મ, મરે તે તેને જીવન કાળ કેટલે? આપણે એક-બે-ત્રણ ગણવા માંડીએ તે પણ કદાચ એટલી વારમાં 65,536 ગણું ન શકીએ. વળી આટલા નાના જીવન-કાળમાં એ શું કરતે હશે ? આપણી સ્કૂલ બુદ્ધિ તે એમ કહે કે કાંઈ ન કરે ! કાંઈ કરવાને સમય જ ક્યાં છે? પણ જ્ઞાનીઓ કાળને સમયની દષ્ટિએ માપે છે. તેમને સૂફમતમ જ્ઞાનમાં જીવની સમય-સમયની પ્રવત્તિની ગણતરી છે. તેથી તેઓ તે કહે કે એ જીવ, તેના એક જન્મમાં અનંત કર્મો ભેગવે, અનંતની નિજર કરે અને અનત કર્મો બાંધે! આ વાત આપણું મગજમાં બેસે નહીં. કેમ થઈ શકે? ક્યાં જીવનને અતિ અલ્પ સમય અને કયાં ભેગવાતાં, નિર્જરા થતાં અને બંધાતાં અનંત કર્મ ! પણ બંધુઓ ! નિગેદના આ જીવને આગળ પ્રવાસ કરે છે. ઊંચું આવવું છે. અનંતકાળથી એમાં પડ્યો છે પણ ઉપર ઉઠવાને કામી છે. એ ત્યારે જ બને કે એના અનંત-અનંત પાપ કર્મોની નિર્જરા થઈ જાય. નિર્જરાના બળે જ એ આગળ વધે, ભલે સમજણપૂર્વકની નિજરા ન કરતે હેય પણ છેદન-ભેદન આદિ દુખે પરાધીનપણે સહન કરે તેથી કર્મની નિર્જરા થતી જાય અને છે ત્યાંથી આગળ વધવા લાયક બને. તે આમ અનત કર્મ ભોગવે અને અનંતની નિર્ભર કરે. આ જ છે તેના વિકાસનું સાધન. સહુ ને જ્યાં ઉપર ચડવું છે ત્યાં સાધન તે જોઈએ જ. નીચે ઉતરવા માટે તે કદાચ ભૂસકે મારીને પણ માણસ નીચે આવી જાય. તેમાં બહુ શ્રમ ન કરે પડે. પણ ઉપર ચડવા માટે તે મજબૂત આધાર જોઈએ. આ છે પણ નિર્જરાના બળેજ ઉપર ચડે છે. જીવનનાં આટલાં અલ્પકાળમાં એ કેટલાં અને કયાં-કયાં કર્મો બધે એ પણ વિચારણીય છે. પ્રત્યેક જીવ સમયે-સમયે સાત કર્મ બાંધે જ Page #138 -------------------------------------------------------------------------- ________________ કેમાં ભળે તપાસ 111 છે. આ છે પણ એ સાતેય કર્મો બાંધે. એના જીવનકાળનું માપ નીકળી તે ન શકે. પણ સ્કૂલ દષ્ટિથી વિચારીએ તે એક સેકન્ડમાં લગભગ 22 થી 23 ભવ કરે. હવે કર્મ ફિલોસોફીને એક એવો નિયમ છે કે કોઈ પણ જીવ તેના બીજા જન્મનું આયુષ્ય બાંધ્યા પછી જ મરે. એ પહેલાં મરે નહીં. આ જીવાનું પણ એમ જ થાય, એટલે એ તેના જીવનના અતિ ટૂંકા કાળમાં બીજા જન્મનું આયુષ્ય બધે પછી મરે. તેથી તેણે આઠે ય કર્મ બાંધ્યાં, સમયની ગણતરીથી તો એનું આયુષ્ય અસંખ્ય સમયનું હાય. આ વિષય બહુ જ સ્પષ્ટતાથી સમજવા જેવું છે. એક પ્રશ્ન હજુ થાય કે-નિગદને જીવ તેની કેટલી કેપેસિટિ? એ કર્મ બાંધે શાનાથી હા, બંધુઓ! આપણે ત્યાં કર્મબંધનાં મુખ્ય પાંચ કારણે કહ્યાં, મિથ્યાત્વ અવ્રત, પ્રમાદ, કષાય અને વેગ. એ જીવમાં આ પાંચે ય કારણ મોજુદ છે. એ સમકિતી હોય નહીં. વ્રત-પ્રત્યાખ્યાન કરી શકતું ન હોય, પ્રમાદમાં તે પડયો છે. ક્રોધાદિ કષાય પણ બધાં જ એનામાં અને વેગ માત્ર એક છે કાયાને તે કર્મ બંધનાં બધાં જ કારણે હાજર છે. હા, એ વાત ખરી કે તેને વિકાસ બહુ જ અલ્પ છે તેથી આ બધાં કારણે પણ એટલા પ્રબળ ન હોય. આવા કારણેથી આપણે જેટલાં ને જેવાં નિકાચિત કર્મો બાંધી શકીએ એવાં એ ન બાંધી શકે છતાં કારણો પડયા છે વળી રાગ –પણ અવ્યક્ત રૂપે છે તેથી કર્મો બાંધી શકવાની ગ્યતાવાળે એ જીવ છે. બંધુઓ આ તે માત્ર નિગોદના જીની વાત કરી પણ એ સિવાય ચારે ય ગતિમાં રહેલા છ કર્મો સાથેની આ રમત રમ્યા જ કરે છે. તેમાંથી ઊંચા આવતા જ નથી, કહેવાનું એ હતું કે જીવે અનેક જન્મ ધારણ કર્યા તેમાં એ કઈ પ્રગતિ કરી શકે કે નહી ! પિતાની ફરજોને બજાવી શક્યો કે નહીં ! સામાજિક દષ્ટિએ સેવા આપી શક્યો કે નહીં! આધ્યાત્મિક દ્રષ્ટિ એ આત્મ-વિકાસ સાધી શકે કે નહીં ! આ બધું કર્યું કે ન કર્યું પણ જન્મ અને મરણ તે કર્યા જ છે. ક્યારેય રોકાય નથી. Page #139 -------------------------------------------------------------------------- ________________ 112 હું આત્મા છું તેમાંથી છૂટવા માટે, જન્મ-મરણના ચક્રવ્યુહમાંથી બહાર નીકળવા માટે જ આપણું અનંત કરુણ-નિધાન પ્રભુએ માર્ગ બતાવ્યો છે. આધ્યાત્મિક્તાનાં અતિ ગહન તને આપણું સામે મૂક્યાં છે. તેઓ પ્રકાશે છે કે આત્મા અમર છે એને જન્મ-મરણ નથી એ સમજે એને શ્રદ્ધો, એને આરાધો અને જન્મ-મરણની સાંકળને તેડી નાખો અને આત્મા સદા-સર્વદાને માટે અમર થઈ જશે. આ તથ્યને સમજાવવા માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છ પદની ચર્ચા કરી છે. બધાં જ પદ અતિ મહત્વપૂર્ણ છે. તેમાં આત્માની નિત્યતાની સિદ્ધિ કરી, આપણે પરમાત્મભાવને પ્રગટ કરવાની પ્રેરણા આપે છે. જે આત્મા નિત્ય છે તે જ તેનું પરમાત્મત્વ પ્રગટ થઈ શકે. કારણ એકવાર આત્મા–પરમાત્મા બની ગયે, પછી એ અનંત કાળ સુધી એ જ સ્વરૂપમાં રહે છે. આનંદઘનજી મહારાજે ગાયું છે કે– રીઝ સાહિબ સંગ ન પરિહરે રે ભાગે સાદિ અનંત રહષભ જીનેશ્વર પ્રીતમ માહર રે.... સાહિબ અર્થાત્ આત્મામાં રહેલ પરમાત્મ શક્તિ, એકવાર જીવ એ શક્તિને રીઝવી પિતાની કરી લે તે પછી અનંતકાળ સુધી એ આત્માની જ થઈને રહે. એ સંગ ન છેડે. આવી અમાપ તાકાત છે આ નિત્ય આત્મામાં. જે એક વાર એ સર્વથા સ્વભાવે પરિણમવા માંડે તે પછી ક્રી વિભાવ તેને સ્પર્શી શકે નહીં. જન્મ-મરણના ફેરા સમાપ્ત થઈ જાય. શિષ્યની શંકાનું નિરાકરણ થઈ ગયું છે. આત્મા નિત્ય છે એ શ્રદ્ધામાં બેસવા માંડ્યું છે. સંતોષનું સ્મિત તેના ચહેરા પર ફરકી રહ્યું છે. ત્યારે ગુરુદેવ જડ અને ચેતનના અંતિમ પરિણમન વિષે પ્રશ્ન ઉપસ્થિત કરે છે. તેઓ શિષ્યને પૂછે છે ક્યારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ..૭૦... Page #140 -------------------------------------------------------------------------- ________________ કેમાં ભળે તપાસ 113 વિશ્વને એક “સનાતન સિદ્ધાંત છે કે જે વસ્તુ છે તેને કદી નાશ થતું નથી અને જે નથી તેની કદી ઉત્પતિ થતી નથી. ઉત્પત્તિ અને વિનાશ દેખાય છે તે માત્ર તે-તે પદાર્થની અવસ્થાઓને. પદાર્થમાં એક અવસ્થા ઉભી થાય છે અને સમયનું નિમિત્ત પામી તે અવસ્થાનું રૂપાંતર થાય છે. જેમકે માટીને ઘડે. ઘડો એ કઈ પિતામાં સ્વતંત્ર પદાર્થ નથી. કાલે કાંઈ જ ન હતું અને આજે ઘડે ઉત્પન્ન થઈ ગયે તેમ નથી થયું. ઘડો બનવા પહેલાં માટી હતી. માટીને કેઈએ બનાવી નથી પણ તે પરમાણુરૂપે છે જ. માટીના પિંડમાંથી ઘડે બને. અર્થાત્ પરમાણુઓની માટીરૂપ પર્યાય હતી તે ઘડારૂપ થઈ. એ જ ઘડો ફૂટી જાય ત્યારે તેના ઠીકરા થઈ જાય. તેમાંથી ભૂકો થઈ જાય. તેમાંથી પણ બારીક પાવડર થઈ જાય. અંતે વાતાવરણમાં ફેલાઈ જાય. ઘડાના નાશની જુદી-જુદી અવસ્થાઓ થયા પછી છેલે એ પરમાણુરૂપે તે રહી જ જાય. પરમાણુઓને નાશ થાય નહીં. પુદ્ગલેના મોટામાં મોટા ઔધોનું નાશરૂપ અંતિમ પરિણમન એટલે જ પરમાણુ. પરમાણુઓ પછી કેઈ આગળ અવસ્થા નથી. પરમાણુઓને નાશ ન થાય, તેમ તેની ઉત્પત્તિ પણ થાય નહીં. દુનિયાની કેઈપણ શક્તિ પરમાણુને ઉત્પન્ન ન કરી શકે કે નાશ પણ ન કરી શકે. વળી જડ શક્તિ પરમાણુને જોઈ પણ ન શકે બંધુઓ! તમે જાણતા હશે કે વિજ્ઞાને ચેલેન્જ કરી હતી કે ધર્મશાસ્ત્ર જે પરમાણુને નથી જોઈ શક્યા તે અમે Microscope વડે જોઈ લીધે. તેથી શાસ્ત્રો જુઠાં છે. પણ વિજ્ઞાને શોધેલો પરમાણુ તૂટી ગયે તેનાં ભાગ થઈ ગયા. પરમાણુ તે એનું જ નામ કે જેના બે ટૂકડા થઈ શકે નહીં. એ યુગલને અંતિમ હિસ્સો છે. વિજ્ઞાને જે જે હતે એ તે અનેક પરમાણુઓ મળીને બનેલા સકંધને જે હતું, પરમાણુને નહીં. વૈજ્ઞાનિકની લેબોરેટરીમાં ઘણુ શક્તિશાળી સાધને હોવા પછી પણ એ બધાં જ સાધને જડ. જડની શક્તિ સિમિત હોય અને ચેતનની અસીમ, તેથી જ આપણા કેવળજ્ઞાની ભગવંતે એ પુદગલનાં અંતિમ ભાગ–૨-૮ Page #141 -------------------------------------------------------------------------- ________________ 114. હું આત્મા છું ભાગ રૂપ અણુને જોઈ લીધે ! વિચાર તે કરે બંધુઓ ! કેવળી પર માત્માની શક્તિ કેવી જબરદસ્ત હશે કે જે વસ્તુને જોવા-જાણવા માટે વિજ્ઞાન કરડે નહીં અરબે રૂપિયાનું પાણી કરે છે. આખી ને આખી જંદગી ખચી નાખે છે. સર્વસ્વને ભેગ આપે છે છતાં નથી જોઈ શકાતી. તે વસ્તુને, અરે ! માત્ર વસ્તુ જ નહીં, વસ્તુનાં ગુણ અને તેમાં થતી સમય-સમયની પર્યાને સમય માત્રમાં જોઈ લે ! કેવળજ્ઞાનમાં એક સાથે આખું વિશ્વતંત્ર એક સમયમાં ઝળકે ! તે કેવળી પરમાત્માની લેબોરેટરી કેવડી ? પ્રયોગો કેવા ! શક્તિ કેટલી ? બંધુઓ ! અનંતના આરાધક આત્માઓ અનંતને પામી ગયા. કેવળીએ પ્રગટ કરેલી બધી જ શક્તિઓ અનંત ! જ્ઞાન અનંત, દર્શન અનંત, વીર્ય અનંત અને સુખ અનંત ! અનંતને પામવાવાળા જ અનંત દ્રવ્યને જાણું શકે. અરે ! દ્રવ્યની અનંતતાને જાણી શકે ! દ્રવ્યની અનંત શક્તિઓને માપી શકે ! કેવળી પરમાત્માએ જોયેલા પરમાણુને સીમિત વૈજ્ઞાનિક શક્તિઓ શું માપી શકે ? તેથી જ કેવળી પરમાત્માએ કહ્યું કે પરમાણુ કેઈથી ઉત્પન્ન નથી થતે અને નાશ પણ પામતે નથી દેખાતા વિનાશકારી પદાર્થો એ બધાં જ પરમાણુઓનાં કધો . સ્ક તૂટે છે, નાશ પામે છે અને તેની અંતિમ અવસ્થારૂપ પરમાણુરૂપે અનાદિકાળથી આ વિશ્વમાં રહ્યાં છે અને અનંતકાળ સુધી રહેશે. ગુરુદેવ શિષ્યને કહી રહ્યા છે. હે વત્સ ! જડનું સૂફમતમ સ્વરૂપ મેં તને બતાવ્યું. હવે હું તને પૂછું છું કે તારી માન્યતા મુજબ ચેતન-આત્માને નાશ થતું હોય તો તેનું અંતિમ પરિણામ શું? તે તું મને બતાવ ! - શિષ્ય વિચારમાં પડ્યો. ગુરુદેવનાં પ્રશ્નને શું જવાબ હોઈ શકે તેને ગણધર ગૌતમે, પ્રભુ વરને પૂછેલે પ્રશ્ન યાદ આવ્યું. ગૌતમે પ્રભુને પૂછ્યું હતું કે આ જીવની ઉત્પત્તિ ક્યારે થઈ ? શેમાંથી થઈ? Page #142 -------------------------------------------------------------------------- ________________ કેમ ભળે તપાસ 115 કેવળજ્ઞાની પરમાત્મા તીર્થંકર મહાવીરે ભૂતકાળના એક પછી એક પડ ઉખેળવા માંડયા. અનંતકાળ સુધી પાછળ દષ્ટિ કરી પણ શેમાંથી ય જીવ ઉત્પન્ન થયે દેખાય નહીં. આત્માનું સ્વતઃ અને સહજ હેવાપણું જ એમના જ્ઞાનમાં દેખાયું. શ્રી પ્રભુએ ગૌતમને ફરમાવ્યું H ગૌતમ મારા જ્ઞાનમાં જીવની ઉત્પત્તિ દેખાતી જ નથી ! માટે તે અનાદિ છે ! જેની આદિ નથી તે અનાદિ ! અને જેને અંત નથી તે અનંત. સાથે જ ગૌતમને બીજો પ્રશ્ન હ, પ્રભુ? તે જીવને અંત ક્યારે ? અને અનંતજ્ઞાન સંપન્ન વિભુએ ભવિષ્યકાળનાં પરદાઓને વિધીને પિતાની દિવ્ય દષ્ટિ દૂર-સુદૂર અનંત ભવિષ્ય સુધી દોડાવી. પણ જીવનમાં અનેક જન્મ-મરણ જોયા પછી, સ્વાભાવિક પરિણતિમાં પરિણમતે ભવ્ય જીવ જે, અંતે મુક્ત થતે જે અને મુક્ત થયા પછી અનંતકાળ સુધી એ જ પરમેચ્ચ અવસ્થામાં વિરાજતે જે અને પ્રભુને ધીર-ગંભીર ઘેષ ગૌતમે સાંભળે. ગાયમા ! જીવ અન-અંત છે ! તેને કદી નાશ થતો નથી. આમ જીવ અનાદિ અનંત ! શિષ્યનાં સ્મરણપટ પરથી આ આખું ચ ચિત્ર પસાર થયું. શિષ્ય સ્તબ્ધ થઈ ગયે. ગુરુદેવનાં પ્રશ્નને ઉત્તર તેની પાસે નથી. તેથી નત-મસ્તકે, ગુરુચરણમાં, વિનયાનવત થઈ ઢળી પડયો. ગુરુદેવનું અંતઃકરણ પ્રસન્ન થઈ ઉઠયું. શિષ્યની શ્રદ્ધામાં ચેતનનું નિત્યત્વ કતરાઈ ગયું. સ્વાભાવિક નિત્યતાને વધુ દઢ કરવા એક સાધક કવિ કહે છે– અગ્નિ કાષ્ઠ-આકારે રહે પણ, થાય ન કાષ્ઠ એ વાત નક્કી હતું. શાકે લણ દેખાય નહીં પણ, અનુભવાય તે સ્વાદ થકી..હ. શરીરાકાર રહી શરીર ન થાઉ, લવણ જેમ જણાઉં સહી...હાં... નદીપ જેમ સ્વ–પર પ્રકાશક, સ્વયં-જ્યોતિ છું પ્રગટ અહીં..હુ... અગ્નિ જેમ ઉપગ ચીપીએ, પકડાઉ કેઈ સજ્જ નથી..હાં.. પ્રયોગથી વિજળી માખણ જેમ, સહજાનંદ ઘન અનુભવથી હું. અરણીના લાકડામાં રહેલ અગ્નિ, વર્ષો સુધી લાકડામાં રહે, પણ તે શક્તિ મટી લાકડું ન બની જાય. આખાયે લાકડાના અણુઅણુમાં Page #143 -------------------------------------------------------------------------- ________________ 116 હું આત્મા છું વ્યાપ્ત થઈને રહેલ હોય તેને લાકડાથી જુદો પાડવા માગો તે, ન પડી શકે. એ શક્તિ રૂપે એમાં હોય જ, છતાં કાષ્ઠના આકારને ન થઇ જાય. કાષ્ઠના ગુણ-ધર્મોને ન સ્વીકારી લે. વળી શાકમાં નાંખેલું મીઠું દેખાતું નથી. એ સિવાયનાં હળદર, મરચું, ધાણાજીરું, તેલ વગેરે પદાર્થો જોઈ શકાય. પણ મીઠું છે કે નહીં તે જોવા માટે શાક ચાખવું પડે. સ્વાદથી જ ખબર પડે. આંખે ન દેખાતું મીઠું શાકમાં છે તે સ્વાદના અનુભવથી જાણી શકાય છે. એ જ રીતે આત્મા કહે છે. હું અનાદિથી શરીર સાથે રહું છું. જેવા આકારનું શરીર હોય તેવા આકારમાં રહું હાથીના શરીરમાં હોઉં તે એવો આકાર અને કંથવાના શરીરમાં હોઉં તે એ આકાર. જેટલા શરીર બદલાય એટલા આકાર બદલાય, પણ તેથી હું શરીર બની જાઉં નહીં. આજ સુધી શરીરરૂપ બન્યું નથી અને કદીયે બનીશ નહીં. વળી શાકમાં મીઠું દેખાય નહીં છતાં સ્વાદથી અનુભવાય છે, તેમ હું શરીરમાં છું તે આંખથી દેખાઉં નહીં, અન્ય ઇન્દ્રિયથી જણાવું નહીં, પણ હું સ્વ-પર પ્રકાશક છું. મને જેવા બીજા કેઈ પ્રકાશની જરૂર નહીં. રત્નને જેવા કે દીપકને જેવા બીજા પ્રકાશની જરૂર નથી, તેમ હું સ્વયં જોતિ સ્વરૂપ છું. આવા મારા પ્રગટ ચૈતન્ય લક્ષણથી જ મને જાણ શકાય. મને પકડવાની-જાણવાની પણ પદ્ધતિ છે. એમ ને એમ ના પકડાઉં. જેવી રીતે કેલસાના અંગારા હાથમાં નથી લેવાતા પણ તેને પકડવા ચીપિયાની જરૂર પડે છે. તેમ “હું” પણ આત્માના જ્ઞાનપગ વડે જ પકડમાં આવું છું અને તે પણ કેઈ “સજજન” પુરુષ જ પકડી શકે. સત્ + ન = સજજન. જે મનુષ્યને સને જાણવાની પ્રબળ તાલાવેલી લાગી છે તે જ સજ્જન. એવા સજ્જન પુરુષને ઉપગ જ જાગૃત હોય તેથી તે જ મને પકડી શકે. - પાણીમાં રહેલ વીજળી અને દૂધમાં રહેલ માખણ, પ્રયોગ દ્વારા જ મેળવી શકાય છે. મહેનત ન થાય તે તત્ત્વ હાથમાં આવે નહીં. પાણી Page #144 -------------------------------------------------------------------------- ________________ કેમ ભળે તપાસ 117 માંથી વિજળી મેળવવા કેટલા મોટા અને કેટલી સંખ્યામાં મશીને ! કેટલો સમય, શક્તિ અને સંપત્તિને ખર્ચ ! એ બધું યોગ્ય રીતે કરવામાં આવે તે જ પાણીમાંથી વિજળી મળી શકે, અન્યથા કરડે વર્ષો સુધી પાણ એમ જ પડયું રહે. કંઈ જ ન પામી શકાય. દૂધમાંથી માખણ મેળવવા માટે પણ એટલો જ પુરુષાર્થ, તે જ મળે ! એ જ રીતે દેહમાં રહેલા આત્માને પણ પામી શકાય છે. સહજ આનંદના પિંડ રૂ૫ આત્માને અનુભવ પ્રાગ દ્વારા જ પામી શકાય. આમ મહાપુરુષો સમજાવે છે તે આત્મા અનુભવગમ્ય છે. ઈન્દ્રિય કે મનની પકડમાં આવે નહીં એ ઈન્દ્રિયાતીત પદાર્થ છે. ગુરુદેવે આપેલ સર્વ સમાધાને શિષ્યને સુચ્યાં, તેના પર શ્રદ્ધા થઈ અને તેને આત્મસાત્ કર્યા તેથી શિષ્યનાં મુખેથી ઉદ્દગાર સરે છે. બીજુ પદ તે મારે આત્મા અવિનાશી છે - ધ્રુવ ને શાશ્વત સ્વરૂપ...૨ દેહ-દેહીની અભેદ ભિન્નતા...(૨) મ્યાનમાં સમશેર રૂપ.મારી. આત્માની નિત્યતાને શ્રદ્ધતો શિષ્ય આગળ શું શંકા કરે છે તે અવસરે.. Page #145 -------------------------------------------------------------------------- ________________ તેથી જીવ બિંદ્ય ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કર્મ–કલંકને નાશ કરનારી છે. વિશુદ્ધ આત્માને કર્મ, એ કલંક છે. અને કર્મ છે ત્યાં જ સંસાર છે. કર્મને નાશ થતાં સંસારને નાશ થઈ જાય છે. જિજ્ઞાસુ શિષ્યના અંતરમાં ઉદ્દભવેલી બે શંકાઓનું સમાધાન થઈ ચૂકયું છે. “આત્મા છે અને તે નિત્ય છે. આ શ્રદ્ધા અંતઃકરણમાં ઊડી ઉતરી ગઈ છે. વિચારક શિષ્ય આ બંને પદો પર વધુ વિચારણા કરે છે. દ્રવ્યાત્મક અને પર્યાયાત્મક દૃષ્ટિની વિચારણા એના મનમાં બીજી શંકાઓ જન્માવે છે. દ્રવ્યથી આત્મા નિત્ય છે છતાં વિવિધ પર્યાયરૂપ પરિણમે છે. જે જગતના સર્વ જેને જોતાં પ્રતિભાસે છે. વળી સર્વ જેમાં વિભિન્નતાને પાર નથી. આ વિભિન્નતાનું કંઈક મજબૂત કારણ હોવું જ જોઈએ. કારણ વિના કેઈ કાર્ય સંભવી શકે જ નહીં. આ વિચાર કરતાં શિષ્યના મનમાં એ સત્ય જાગૃત થયું કે જેની ભિન્ન-ભિન્ન પર્યાનું કારણ કર્મ જ હોવું જોઈએ. જે કારણમાં કર્મ હોય તે કર્મ કેણ કરે? શું આત્મા જ કર્મ કરતે હશે ? કે કેઈ અન્ય ? આ શંકામાં નિમિત્તભૂત છે સાંખ્યાદિ દર્શન. કારણ સાંખ્ય દર્શન, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ ભૂત, પાંચ તન્માત્રા, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ વીશ તો અને પચ્ચીશમાં પુરુષને તત્ત્વરૂપ માને છે. તેમાં પુરુષ અર્થાત્ આત્માને Page #146 -------------------------------------------------------------------------- ________________ તેથી જીવ અબંધ 119 અકર્તા અને અભક્તા માને છે. તેથી શિષ્યને એ શંકા છે કે આત્મા કર્મને કર્તા હોય કે નહીં ? તે વિષે વિચારતાં જે-જે પ્રશ્નો ઊયા તે ગુરુદેવની સમક્ષ રાખે છે. કર્તા જીવ ન કમને, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવને ધમ....૭૧.... હે ગુરુદેવ ! જીવ કર્મને કર્તા હોય એમ જણાતું નથી. પણ કમ જ કર્મને કર્તા હેય. જીવ પર કર્મો સત્તામાં પડયાં છે તે કર્મો જ પિતાની પરિસ્પંદન વડે બીજા કર્મોને ખેંચતા હોય. માટે કર્મથી, કર્મ સાથે કર્મ બંધાય. કારણ આત્મા ચૈતન્ય છે અને કર્મ જડ છે, વળી કર્મ જેનાથી થાય છે તે મન-વચન કાયાના યોગ પણ જડ છે. જડ દ્વારા થયેલી પ્રવૃત્તિ જડ કર્મોને ગ્રહણ કરે છે. તે જડ કર્મો, જડ સાથે જ બંધાય. જડ-ચેતન સાથે કઈ રીતે બંધાય ? એક દોરી વડે કોઈ પણ વસ્તુને બાંધે, તે દેરીની ગાંઠ દોરી સાથે જ પડે, એ વસ્તુ સાથે ન પડે. કૂતરાના ગળામાં સાંકળ નાખે તે સાંકળનું ગઠબંધન સાંકળ સાથે થાય કૂતરાનાં ગળા સાથે ન થાય. એ જ રીતે જડ કર્મો, ચેતન આત્મા સાથે ન બંધાય પણ જડ કમે સાથે જ બંધાય. વળી આત્મા અરૂપી અને જ્ઞાનીની દષ્ટિએ કર્મરૂપી. તે અરૂપી સાથે રૂપીનું બંધન ન થાય. રૂપીથી રૂપી બંધાય. કર્મો સાથે જ કર્મો બંધાય એ તર્ક યુક્તિયુક્ત લાગે છે. જે આમ નથી, તે કર્મનું આત્મામાં આવવું એની મેળે થયા કરે છે. કમને એ સ્વભાવ હોવો જોઈએ કે અનાયાસે, આત્માનાં કેઈપણ પ્રકારનાં પ્રયત્ન વિના જ આત્મામાં આવ્યા કરે. પણ આમ માનતા, આત્માનું કતૃત્વ સિદ્ધ થતું નથી. એમ પણ નહી તે જીવને જ સ્વભાવ હશે કે એ કર્મ કર્યા જ કરે. પણ આ વાત માનવા જતાં જીવનમાં મોક્ષની સંભાવના નથી લાગતી. કારણ સ્વભાવ તે એનું નામ જે દ્રવ્યથી કદી અલગ ન થાય. તેથી જીવ હંમેશાં કર્મ કર્યા જ કરે તે મુક્તિ થઈ શકે નહીં. Page #147 -------------------------------------------------------------------------- ________________ 120 હું આત્મા છું જે આ બધા વિકલ્પ યોગ્ય ન હોય તે– આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણું, તેથી જીવ અબંધ..૭ર. આત્મા અસંગ સ્વભાવી છે. શુદ્ધ-બુદ્ધ-નિર્મળ છે. રાગ-દ્વેષ તે તેને સ્વભાવ નથી. આવો શુદ્ધ સ્વરૂપી આત્મા કર્મ કઈ રીતે કરે? માટે સત્વ, રજસ્ અને તમસુ આવી ત્રિગુણાત્મક પ્રકૃતિ છે તે જ કર્મ કર્યા કરતી હેય, તેમાં આત્માને કંઈ લેવા દેવા નહીં. તેથી બંધ તે પ્રકૃતિને થયે, આત્મા અબંધ છે. આ માન્યતા પણ સાંખ્ય વેદાંત દર્શનની છે. શિષ્ય એ માન્યતાના આધારે જ આવી શંકા ઉઠાવે છે. તથા ગ–નિયાયિક દર્શનવાદીઓ આત્માના અસ્તિત્વને સ્વીકારતા હોવા છતાં સૃષ્ટિકર્તા રૂપ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે. તેથી જગતમાં જે કંઈ થઈ રહ્યું છે તે ઈશ્વરની પ્રેરણાથી જ થઈ રહ્યું છે. તેમાં જીવ જે કર્મ કરે છે તે પણ ઈશ્વરની પ્રેરણાથી જ કરે છે. આવી માન્યતા પણ છે. આ વાત શિષ્યના મનમાં બેઠી છે તેથી એ કહે છે, કે જીવ કશુંય કરતું નથી પણ ઈશ્વર તેની પાસે કરાવે છે. તેથી આત્મા તે અબંધ જ કરે છે. કોઈપણ તક વડે આત્મા કર્મને ર્તા સાબિત થતું નથી અને એમ જ હોય તે મેષ ઉપાયને પણ કોઈ હેતુ નથી– માટે મોક્ષ ઉપાયને, કેઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહીં, કાં નહી જાય...૭૩... શિષ્ય કહે છે ગુરુદેવ! ઘણું વિચાર્યા પછી એમ લાગે છે કે (1) કાંતે જીવ કર્મને કર્તા નથી અથવા (2) કર્મને કર્તા છે તે એ કર્તા પણું તેનું કાયમનું છે. પ્રથમ વિકલ્પ વિચારતાં કર્મનું કર્તાપણું જીવમાં ઘટિત ન થતાં અન્ય-અન્યમાં ઘટે છે. 1, કર્મ-કર્મને ર્તા છે. 2, કમને સહજ સ્વભાવ છે કે તે આમા પર આવ્યા કરે છે. 3, પ્રકૃતિ જ કમ બંધ કરે છે અને 4, ઈશ્વર પ્રેરિત કર્મ બંધાય છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ તેથી જીવ અબંધ 121 આ ચારેય કારણોને જોતાં એમ લાગે છે કે જે જીવ કર્મ કરતે નથી, તે અકર્તા છે. તે તે બંધાયેલે પણ નથી. જે બંધાયેલા છે તેને મુક્ત થવાની ઈચ્છા હોય. પણ બંધન નથી તેને મુક્તિ પણ શાની ?તેથી તે મેક્ષનો પુરુષાર્થ શા માટે કરે? વળી જે કંઈ કરી શકતો જ ન હોય તે મોક્ષને પુરુષાર્થ પણ કેમ કરી શકે? તેનામાં કંઈ પણ કરવાનું સામર્થ્ય જ નથી. બીજો વિકલ્પ આત્મા કર્મ કર્તા છે. તે તે તેને સ્વભાવ કરે છે. જે સ્વભાવ છે તે જીવથી જુદો ન પડે. તે કર્મનું કરવાપણુ જીવમાં હંમેશાં રહે જ, તે જીવથી દૂર ન થાય અને એમ જ છે તો પણ જીવને મક્ષ ન સંભવે.. | માટે હે ગુરુદેવ! આપ મેક્ષના પુરુષાર્થની પ્રેરણા આપે છે તે પણ વ્યથ કરે છે. મારા મનની આ બધી જ શંકાઓ મને મુંઝવી રહી છે માટે આપ કૃપા કરી મને સમાધાન આપે. અહીં શિષ્યોના પ્રશ્નોથી, એની તવ વિચારણાથી એ સ્પષ્ટ પ્રતિત થાય છે કે શિષ્ય દર્શનને અભ્યાસી છે. પણ દાર્શનિકેની પરસ્પર વિરોધી માન્યતાઓથી તે મુંઝાઈ ગયા છે. ગુરુદેવ તવાનુભવી છે. ધર્મનાં ઊંડાં રહસ્યના જાણકાર છે. તેઓ સમજે છે કે દર્શનની ચરમ પરિણતિ ધર્મ છે. જ્યાં દર્શન વિરોધી મતના કારણે અસમંજસ ઉભી કરે છે ત્યાં ધર્મ પરસ્પર સામંજસ્ય સ્થાયી તત્વનાં રહસ્ય સરલતાપૂર્વક સમજાવે છે, એટલે જ ધર્મમય તત્ત્વને જાણવા માટે શિષ્ય ગુરુદેવને વિનવી રહ્યો છે. શિષ્યની વિનતિને સ્વીકાર કરી ગુરુદેવ શું ફરમાવશે તે અવસરે. Page #149 -------------------------------------------------------------------------- ________________ હોય ન ચેતન પેરણા...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કરનાર જીવ કમશઃ અકર્તા ભાવને પ્રાપ્ત થતું જાય છે. આત્મવિશુદ્ધિ વધતી જાય, તેમ-તેમ વધતી આમસ્થિરતા નિષ્કામતામાં પરિણમે અને કર્મબંધ ઓછા થાય. જીવના સત્ પુરુષાર્થ વડે જ આ સાધી શકાય છે. જીવ વિરાધક માર્ગે પુરુષાર્થ કરે તે કર્મોના થેક વધતા જાય પણ આરાધક માર્ગમાં પુરુષાથી બને તે કર્મને નાશ થવા સાથે નવા કર્મ બંધ પણ ઓછા થાય. જિજ્ઞાસુ શિષ્યના મનમાં એ જ શંકા છે કે શું કર્મબંધને પુરુષાર્થ જીવ વડે જ થાય છે કે અન્ય કઈ કારણ છે? અર્થાત્ જીવ કર્મને કર્તા છે કે નહી? આ પ્રશ્ન ગુરુદેવ સમક્ષ રાખે છે. ગુરુદેવ ઉત્તર આપે તે પહેલાં આપણે આ વિષયમાં થડે વિચાર કરીએ - જીવના કર્તાપણું વિષે જુદી-જુદી દષ્ટિથી વિચારવું આવશ્યક છે. જૈન પરંપરાને સ્યાદ્વાદ સિદ્ધાંત નયાત્મક છે. પ્રત્યેક વસ્તુને જુદા-જુદા નથી અભ્યાસીને જ નિર્ણય આપે છે. તેમાં મુખ્ય નય બે, વ્યવહાર નય અને નિશ્ચય નય.. વળી તેના વિવિધ પ્રકાર. વ્યવહાર નયથી બે પ્રકારે વિચારાય. 1, વ્યવહાર નયે આત્મા, જડકર્મને કર્તા છે. કર્મ સહિત આત્મા રાગ-દ્વેષ કરે છે. કર્મના ઉદયે જીવને રાગ પણ થાય અને દ્વેષ પણ થાય રાગ-દ્વેષમાં જીવ ભળી જઈ પોતે રાગરૂપે પરિણમવા માંડે. તેથી આત્મ-પ્રદેશમાં સ્પંદન થાય અને એ સ્પંદન, શરીરે તેલ લગાવેલ માણસ ધૂળની રજને ગ્રહણ કરી લે છે તેમ - વાતાવરણમાં રહેલ કર્મ Page #150 -------------------------------------------------------------------------- ________________ 123 હેય ન ચેતના પ્રેરણા યેગ્ય પરમાણુઓને ગ્રહણ કરે છે, અને તે આત્મા સાથે ક્ષીર-નીરની. જેમ બંધાઈ જાય છે. આમ એ જડ કર્મને કર્તા થયા. 2, વ્યવહાર નયે આત્મા ગ્રામ, નગર, ઘટ-પટ આદિ પદાર્થોને કર્તા છે. વ્યવહારમાં જેટલા પદાર્થો બને છે તે કેકના, દ્વારા બનતા આપણે જોઈએ છીએ. વળી એ જાતને શબ્દ પ્રયોગ પણ થાય છે કે આ ઘડે કુંભારે બનાવ્યું. આ મકાન કડિયાઓએ બનાવ્યું. આ કામ મેં કર્યું એમ ઉપચારથી, આમ જ વ્યવહાર થાય છે. વાસ્તવમાં જોઈએ તે જે કાર્ય જે પરમાણુઓથી બન્યું તે પરમાણુઓ તે - તે રૂપે પરિણમવાની યેગ્યતાવાળા હતા અને વ્યક્તિનું નિમિત્ત પામીને પરિણમ્યા. જેમકે માટીને ઘડો બને. માટીમાં ઘડે બનવાની યોગ્યતા હતી અને કુંભાર તેનું નિમિત્ત બન્યો અને વ્યવહારથી એમ જ કહેવાય કે ઘડે કુંભારે બનાવ્યું. તે વ્યવહારનયે આત્મા પદાર્થોને કર્તા છે. 3, અશુદ્ધ નિશ્ચયનયે આત્મા ચેતન કર્મોને કર્તા છે. વાસ્તવમાં કર્મો તે જડ છે. પણ જડ કર્મોનું નિમિત્ત પામી આત્મામાં રાગાદિ ભાવે થાય છે, આત્મા તે ભાવને કરે છે. તેથી રાગાદિને ચેતન કર્મ કહ્યાં. આ રાગાદિ એ જીવને પિતાને સ્વભાવ નથી, પણ જીવને વિકાર છે. તેથી અશુદ્ધ નિશ્ચયનયે આત્મા રાગાદિને કર્તા છે. - 4, શુદ્ધ નિશ્ચયનયે આત્મા નિજ સ્વભાવરૂપ અનંત જ્ઞાનાદિને કર્તા છે. અનંતજ્ઞાન આત્માને ગુણ છે. ગુણમાં પર્યાયે થયા કરે છે. જીવ જ્ઞાનની પર્યાને કરે છે તેથી શુદ્ધ નિશ્ચયનયે એ જ્ઞાનાદિને કર્તા છે. 5, પરમ શુદ્ધ નિશ્ચયનયે આત્મા અકર્તા છે. આત્મા તેના સહજ સ્વરૂપમાં અખંડ અને અવિકારી છે. સ્વભાવ છે તે ત્રિકાળી સત્ય છે. તેને કરે પડે નહીં. પાણીમાં રહેલી શીતળતા પાણીમાં હોય જ. શીતળતા માટે પાઈને કંઈ કરવું પડતું નથી. તેમ આત્મામાં રહેલ ત્રિકાળી સ્વભાવ પરમ પરિણામિક ભાવ છે તે માટે તેને કંઈ કરવાપણું નથી. તેથી પરમ શુદ્ધ નિશ્ચયનયે આત્મા અકર્તા છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ 124 હું આત્મા છું આ રીતે જીવ સાથે કર્તાપણું કેટલીક દષ્ટિથી ઘટી શકે છે અને કેટલીક દષ્ટિથી જીવ અર્તા છે. સ્યાદ્વાદ સિદ્ધાંત જીવને કર્તા અને અકર્તા બંને માને છે. નાટક સમયસારમાં બનારસીદાસ આ તત્વ સમજાવે છે ગ્યાન સરુપી આતમાં કરે ગ્યાન નહિ ઔર દરબ કરમ ચેતન કરે, યહ વિવહારી દૌર.... જ્ઞાન સ્વરૂપી આત્મા જ્ઞાન સિવાય બીજુ કંઈ કરતા નથી પણ જે એમ કહેવાય છે કે દ્રવ્યકર્મ ચેતન કરે છે તે વ્યવહાર નયથી છે. બનારસીદાસ પણ નિશ્ચયથી આત્માને જ્ઞાનને કર્તા કહે છે અને વ્યવહારથી કમરને કર્તા કહે છે. આ બધી જ માન્યતાઓને લક્ષ્યમાં રાખી ગુરુદેવ પિતા તરફથી શિષ્યને સમાધાન આપે છે. હેય ન ચેતન પ્રરણું, કેણુ ગ્રહે તે કર્મ ? જડ સ્વભાવ નહીં પ્રેરણા, જુઓ વિચારી ધર્મ..૭૪.. શિષ્ય શંકા કરતાં કહ્યું હતું કે “ર્તા જીવ ન કર્મ ને તેના ઉત્તરમાં ગુરૂદેવ ફરમાવે છે કે અવકાશમાં રહેલ કર્મવર્ણનાં પુગલેને આત્મા તરફ ખેંચાઈને આવવામાં કેણ પ્રેરિત કરે છે ? આત્મામાં જ્યારે રાગશ્રેષનાં સ્પંદન થાય, આત્મા કંઈક ભાવ કરે ત્યારે એ ભાવેનાં તરંગે બહાર આવે છે, અને અવકાશમાં વિહરતાં કર્મ વર્ગણાનાં પુદ્ગલેમાં ખળભળાટ પેદા કરે છે. તે તે બિચારા પિતાની સહજ સ્થિતિથી વાતાવરણમાં વિહરતાં હૈય, બહારથી શરીરને સ્પશી–સ્પશીને ચાલ્યાં જતાં હોય, શરીર-મન કે આત્માને કઈ અસર કરતાં ન હોય, પણ આત્માના રાગાદિભાવેના તરંગે શરીરથી બહાર આવી કર્મવર્ગણનાં પુદ્ગલેને આત્મા સાથે જોડવા પ્રેરિત કરે છે. તેથી કર્મ પુગલો ખેંચાઈને આત્મા સાથે લાગી જાય છે. આત્માની પ્રેરણ વગર આ થતું નથી. Page #152 -------------------------------------------------------------------------- ________________ હેય ન ચેતન પ્રેરણા 125 આત્મામાં પડેલાં કર્મો પણ જડ છે. એ આત્માને ઉદયમાં આવે પણ જીવ જે રાગાદિ ભાવ ન કરે તે માત્ર જડ કર્મોના ઉદયથી અન્ય કર્મો ને આશ્રવ થતું નથી. આત્મા પર પડેલ અનત-અનંત કર્મો ગમે તેટલાં શકિતમાન હોય પણ તેના પિતામાં પ્રેરક શકિત નથી કે તે બહારનાં કર્મ પુગલેને પ્રેરિત કરે અને પિતા તરફ ખેંચે. આ દષ્ટિથી જીવ કર્મને પ્રેરક ગણાય પણ કર્તા નહીં. જડ પદાર્થોમાં આ શક્તિ નથી. એ કેઈને પણ, કઈ રીતે પ્રેરિત કરી શકે નહીં. તમારી પાસે શાસ્ત્રને ઉત્તમ ગ્રન્થ છે. તે વર્ષો સુધી ઘરનાં કબાટમાં પડ રહે પણ અંદરથી તમને સ્વાધ્યાય કરવાના ભાવ ન જાગે અને ગ્રન્થ હાથમાં ન લે તે ગ્રંથ તમને પ્રેરણા આપે નહીં કે ભાઈ ! મને લે અને વાંચ. એ જ રીતે તમને ક્રોધ આવ્યો છે પાસે લાકડી પડી છે, તે એ ઉછળીને તમારા શત્રને વાગતી નથી પણ તમે હાથેથી ઉપાડી ને ફેકે તે જ એ કાર્ય કરે છે. અરે ! કઈ માણસ, શસ્ત્રોનું ગોડાઉન ભર્યું છે તેમાં જઈ કઈ માણસનું ખૂન કરી નાખે તે એક પણ શસ્ત્ર, પિતાની જગ્યાએથી ઉપડી તેને સજા આપે નહીં. કાયદાનાં હજાર પુસ્તકે પડયાં છે, તેની વચ્ચે જઈ ભયંકર અપરાધ કરનારની સાક્ષી, એ પુસ્તક બની શકતાં નથી. આમ જડ પદાર્થમાં કોઈને પ્રેરિત કરવાની શક્તિ નથી. જે એમ હેત તે ઘટ-પટ આદિ પદાર્થોમાં પણ રાગાદિ આવતા અને તે પણ કર્મ બાંધવા માંડત, પણ આપણે કદી કઈ જડ પદાર્થમાં ક્રોધ થતે જોયો નથી કે નથી એવા બીજા કોઈ ભાવે જેયા. આમ કર્મબંધ આત્માની પ્રેરણશક્તિથી જ થાય છે. એ શક્તિ જડમાં નથી. માટે જીવ કર્મને કર્તા છે, અને સાથે બીજી વાત શિષ્ય કહી હતી કે કર્મ જ કર્તા કર્મ” એ પણ ગ્ય કરતી નથી. ઉપર કહ્યું તેમ તેનામાં પ્રેરકશક્તિ નથી. - હવે શંકા કરનાર શિષ્ય ગાથાના ત્રીજા-ચોથા પદમાં જે કહ્યું હતું કે અથવા સહજ સ્વભાવ કાં, કમ જીવને ધર્મ.” આ બંને વિકલ્પોનું ગુરુદેવ નિરાકરણ કરે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ 126 હું આત્મા છું જે ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ, તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવ ધર્મ...૭૫ કર્મ પિતાના સહજ સ્વભાવથી જ આત્મા સાથે બંધાય છે. એ વિકલ્પ કોઈપણ રીતે ઘટિત થતું નથી. પહેલાં કહ્યું તેમ આત્મા રાગાદિ ભાવે કરે તે જ કર્મ ખેંચાય છે. રાગાદિ ભાવરૂપ ભાવકર્મ આભા કરે છે અને કર્મ પુદ્ગલરૂપ દ્રવ્યકમ જ્ઞાનાવરણીયાદિરૂપે પરિણત થાય છે. . ભાવકર્મ કારણ છે. અને દ્રવ્યકમે તેનું કાર્ય છે. કારણ વિના કાર્ય સંભવે નહીં. તેથી કર્મો અનાયાસે આત્માને વળગી શકે નહીં. જે ચેતન રાગાદિ ન કરે તે કર્મો થાય નહીં. જે જે મોક્ષે પધાર્યા તે છે પણ જ્યાં સુધી રાગાદિ ભાવે કરતાં હતાં ત્યાં સુધી કર્મોના બંધનથી બંધાયેલા હતા અને નવા કર્મો ઉપાર્જન કરતા જ હતાં પણ જ્યારથી ચેતનના રાગાદિ ભાવરૂપ પ્રેરણું બંધ થઈ કે કર્મો શેકાઈ ગયાં. આપણા શાસ્ત્રોમાં એવા અનેક જીનાં દ્રષ્ટાંત છે. મુનિ ગજસુકુમારને Instant મુકિત જોઈતી હતી અને તેઓએ પ્રભુ પાસે ભાવો પ્રગટ કર્યા. પ્રભુ લાંબા સમય સુધી પુરૂષાર્થ કરું અને પછી મુકિત મળે એવું મારે નથી જોઈતું પણ મને તે Instant મુક્તિ જોઈએ છે. પ્રભુએ ફરમાવ્યું - જા સ્મશાનમાં જઈ સર્વ પરભાવેને છોડી આત્મ-સ્વરૂપની રમણતામાં મગ્ન થઈ જા અને મુકિત લઈ લે.” ગજસુકુમાર સ્મશાનમાં પધાર્યા. ચેતનાને પિતામાં જ વાળી દીધી, તેને મનાઈ કરી દીધી કે “તારી પ્રેરણાશકિત ને સંકેલી લે અને કંઈ પણ થાય રાગાદિ નહીં કરવાના” બસ, ચેતન સમજી ગયો અને તેણે પિતાને વ્યાપાર સંકેલી લીધો. પણ આત્મા પર પડેલાં કર્મો ચૂપ કેમ બેસે ! એમણે તે પિતાને પ્રભાવ બતાડવા માંડે. આત્મા-શરીર પર રાગ કરે અને નિમિત્ત પર દ્વેષ કરે, એ ઊય આવ્યું. પણ ચેતન પિતાનામાંથી એક તસુ ભાર ખસી શકે તેમ ન હતે. મનાઈ હુકમ હતું. અને તેણે ઉદય ને ગણકાર્યો નહીં. તે તરફ જોયું જ નહીં. પિતે કંઈ કર્યું જ નહીં. માત્ર પોતે પિતામાં જ રહ્યા અને ગજસુકુમારને Instant મોક્ષ મળી ગયે. Page #154 -------------------------------------------------------------------------- ________________ હાય ન ચેતન પ્રેરણા 127 બધાં જ નિમિત્તો, કર્મ બંધ કરાવે તેવાં હતાં પણ જે ચેતન કરતું નથી, થતાં નથી તો કર્મ” આ ઉકિત ને તેમણે સાર્થક કરી બતાવી. ગુરુદેવ પણ એ જ ફરમાવે છે કે આમ હોવાથી કર્મ પિતાની મેળે અનાયાસ આત્મા સાથે બંધાય તે તેને સહજ સ્વભાવ ઠરતે નથી. બીજી વાત જે તું એમ કહે છે કર્મ કર્યા કરવાં તે જીવને ધર્મ છે તે તે વાત પણ યુકિત-સંગત નથી. ધર્મ તે એનું નામ કે જે દ્રવ્યથી જુદો ન પડે. સાકરની મીઠાશ તેનાથી કદી અલગ થતી નથી. કેટી ઉપાયે પણ તેમ થઈ શકે નહીં. એ જ રીતે કર્મ કરવાં એ જે જીવને ધર્મ જ હોય તે કર્મબંધ કરતે આત્મા કદી અટકે નહીં અને કદી કઈ જીવને મક્ષ સંભવે નહીં. એ કરેલાં કર્મોથી અકળાય નહીં, કારણ સ્વભાવ સહજ હેય. વળી આત્મા કર્મને ગ્રહણ કરનાર કર્તા છે અને કર્મ ગ્રાહ્ય પદાર્થ છે. તે ગ્રાહક અને ગ્રાહ્ય પદાર્થ ક્યારેય એક થઈ જતાં નથી. બંનેને અવિનાભાવ સંબંધ નથી પણ સંગ સંબંધ છે. તેથી હંમેશાં સાથે રહેનાર નથી. વળી આત્માનાં શુદ્ધ સ્વરૂપમાં કર્મનું કર્તાપણું નથી. આ તે અજ્ઞાને કરી જીવ એ પરિણમને પરિણમે છે. તે અજ્ઞાન એ મોટામાં મેટો ભ્રમ છે. બ્રમ કદી કાયમ ટકી શકે નહીં અને એ સર્વથા ત્યાજ્ય જ છે. આમ કર્મનું કર્તાપણું એ જીવન ધર્મ નથી. અહીં શિષ્ય કરેલી બે શંકાઓનું નિરાકરણ ગુરુદેવે કર્યું. એક કર્મને સહજ સ્વભાવે આત્મામાં આવવાપણું તેણે માન્યું હતું તે અને બીજે કર્મ કરવાં એ જીવને ધર્મ છે. હજુ આ વિષયમાં શિવે ઉભા કરેલ બીજા પ્રશ્નો છે. તેનું સમાધાન સદ્ગુરુદેવ કેમ આપશે તે અવસરે... Page #155 -------------------------------------------------------------------------- ________________ અસંગ છે પરમાર્થથી...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ, અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, ચૈતન્યની અનુભૂતિ કરાવે છે. ચૈતન્ય નું અર્થ ક્રિયાકારિત્વ શું છે તે સમજાવે છે. દરેક દ્રવ્યને પિતાની સહજ સ્થિતિમાં જે પરિણમન છે તે તેનું અર્થ ક્રિયાકારિત્વ છે અર્થાત દ્રવ્યમાં સાર્થક કિયા થઈ રહી છે. શિષ્યનાં મનમાં ઉદ્દભવેલી શંકા પાછળ આ રહસ્ય છે કે આત્મા કંઈપણ કરવા સમર્થ છે કે નહીં ? આત્માનું ચેતનત્વ ક્યાં સુધી કાર્યકારી છે? આજ સુધી જીવે જડની ક્રિયાઓને જ જાણે છે. આત્માની ક્રિયા વિશે અજાણ છે માટે જ આ શંકા થવી સ્વાભાવિક છે. ગઈકાલે જ એ વાત આપણે વ્યવહાર નય અને નિચય નય થી વિચારી. આત્માનું ભિન્ન-ભિન્ન પ્રકારે કર્તૃત્વ અને અંતે અકતૃત્વ છે. તેમજ શિષ્યની શંકાઓનું સમાધાન પણ ગુરુદેવે આપ્યું. ચેતન પ્રેરણ કરે તે જ કર્મ થાય અને જે કંઈ ન કરે તે જ કર્મ થાય નહીં. બહુ સીધે હિસાબ છે. રાગ-દ્વેષ જીવને સ્વભાવ નથી છતાં વિભાવમાં જઈ એ કર્યા જ કરે છે અને તેથી કર્મો આવ્યા જ કરે છે. રાગાદિ ભાવે કરવાનું જીવ છોડી દે પછી કર્મ નહીં આવે. આજ વિષયમાં શિવે કહ્યું હતું કે “આત્મા સદા અસંગ છે. અસંગી આમા, સર્વ સંગથી રહિત હોય પછી એ કર્મ કઈ રીતે ઉપાર્જન કરે ? ગુરુદેવ ઉત્તર આપે છે. કેવળ હેત અસગ જે, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાને તેમ-૭૬... Page #156 -------------------------------------------------------------------------- ________________ 129 અસંગ છે પરમાર્થથી અસંગભાવ એટલે સર્વ–સંગ પરિત્યાગ. જેને બીજા શબ્દોમાં નિગ્રંથ દશા કહેવાય છે. બાહ્ય-આત્યંતર ગ્રંથીનું છૂટી જવું તે છે નિર્ચથતા. શ્રીમદ્જીએ પણ નિગ્રંથ દશા એટલે સર્વ સંબંધનાં તીક્ષણ બંધનને ત્યાગ એમ કહ્યું છે. ગ્રન્થ એટલે ગાંડ. બાહ્ય અને આત્યંતર ગાંઠોને ઊંડે સંબંધ છે. જીવ જ્યાં જન્મ ધારણ કરે, તેમાં ય મનુષ્યભવમાં આવે ત્યાં તેના કેટલાક સંબંધે અનાયાસે હોય છે કે જે આ જન્મમાં બાંધવા પડતા નથી. પૂર્વજન્મના ઋણાનુબંધના કારણે જ મા-બાપ, ભાઈ-બહેન અને અન્ય કુટુંબીજને સાથેના સંબંધો જન્મતાંની સાથે જ બંધાઈ જાય છે. સ્નેહીમિત્રો વગેરેના સંબંધો સમજપૂર્વક બાંધતો હોય છે. અર્થાત્ કંઈક ગાંઠ વાળી, શાની ગાંઠ વાળી ? જેની સાથે સંબંધ બાંધે તેના રાગ ભાગ સાથે પોતાના રાગની ગાંઠ વળે ત્યારે જ સંબંધ બંધાય છે. એ જ રીતે શત્રુતાના સંબંધ પણ છે. ત્યાં જીવ દ્વેષની ગાંઠ વાળે છે. આ છે બ્ધિ. જીવને નિગ્રંથ દશાની પ્રાપ્તિમાં આ ગાંઠે નડે છે. આત્માને ધ્યાનમાં પરોવાઈ જવું હોય તે પરોવાઈ શકતું નથી. સોયમાં પરોવવાના દોરામાં ગાંઠ હોય તે દરે સેયમાં આવે નહીં. અરે ! પરોવ્યા પછી દોરામાં ગાંઠ પડી તે કપડું સીવે તેમાં એ દોરે પસાર થઈ શકે નહીં ! બંધુઓ ! જ્યાં-જ્યાં ગાંઠ છે ત્યાં-ત્યાં આમ જ છે. ગાંઠ વિકાસને રૂંધી નાંખે છે. આગળ વધવા દે નહીં. પણ આપણું અવળાઈ તે જુઓ ! જીવને રાગ-અને ષ બંનેની ગાંઠે વધારવી ગમે છે. રાગના જેટલા સંબંધો વધે તે વધારવાની ઈચ્છાવાળે છે, અને શ્રેષના સંબંધે ને વધુ મજબૂત કરવાની ભાવનાવાળે છે આ જીવ. આ રાગ-દ્વેષની ગાંઠેને ઢીલી પાડી છેડી નાખવાને કે કાપી નાખવાને પુરુષાર્થ એ જ નિJથે-દશા પામવાને પુરુષાર્થ છે. સાથેસાથે આંતરિક નિર્ચથતા પણ પ્રાપ્ત કરવાની છે. તે વિભાવેને ત્યાગ એટલે કે રાગ-દ્વેષના ત્યાગથી જ પ્રાપ્ત થાય છે. આમ રાગ-દ્વેષની ભાગ–૨-૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ 130 હું આત્મા છું મંદતા તે જ નિર્ગથે દશા. એ છે સર્વ સંગ પરિત્યાગ. બહારથી નેહી સ્વજને, પરિગ્રહ આદિને ત્યાગ અને અંતરથી રાગાદિ મમત્વને ત્યાગ. આવી અસંગ દશા જીવમાં આવે ત્યારે જ તેને સ્વને અનુભવ થાય. | સર્વોચ્ચ અસંગ દશામાં તે એક કર્મ પરમાણુની પણ સ્પર્શના રહેતી નથી, શ્રીમદ્જીને જ શબ્દોમાં એક પરમાણુ માની ન મળે સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડેલ સ્વરૂપ જો.... જ્યાં જીવને સર્વ પરમાણુઓને સંગ છૂટી જાય છે-એ છે અસંગ દશા. કર્મ પરમાણુઓથી ઘેરાયેલે જીવ જ સંસારમાં ભમે પણ આત્મ વિકાસની સર્વોચ્ચ સ્થિતિમાં કર્મ સહિત, સર્વ પરમાણુઓ છૂટી જાય. મન-વચન-કાયા અને કર્મ જે સર્વ પુદ્ગલ રૂ૫ છે તે ચૈતન્ય આત્માથી સર્વથા અલગ થઈ જાય છે ત્યાં આત્મા સંપૂર્ણ કલંક રહિત થાય છે અને અખંડ, નિશ્ચલ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આનું નામ છે સર્વથા નિગ્રંથ દશા, અને એ છે અસંગ દશા. ગુરુદેવ ફરમાવી રહ્યાં છે કે જે જીવની આ દશા હતા તે તેને એ દશાને અનુભવ જરૂર થયે હેત. પણ આજ સુધીને અનુભવ શું છે? આત્માને કઈ રંગ કે સંગ ન લાગે હેય એ અનુભવ કર્યો છે ખરો? બંધુઓ ! આપણે આપણું જીવન કાળના અનુભવને વિચાર કરીએ. તે સર્વ અનુભવે વ્યક્તિ કે વસ્તુના સંગથી જ જમેલા છે. પરપદાર્થની પ્રીતિ અને તેની સાથે ગાઢ સંગ જ આવા અનુભવનું કારણ બન્યાં છે. વિશ્વમંચ પર આ સિવાય ક્યા અનુભવો છે ? વધુ ઉંમરવાળે વ્યક્તિ એમ કહે કે હું ઘણે અનુભવી છું. મેં ઘણી લીલી–સૂકી જોઈ નાખી. તે બધું શું છે? ધન મેળવ્યું કે ગુમાવ્યું ! સંસારના સંબંધમાં સુખ મળ્યું કે દુઃખ મળ્યું. જગતનાં પદાર્થોને જોયા, જાણ્યા અને માણ્યા. બસ, આ જ છે જીવનને અનુભવ. આ બધા જ અનુભવે પરના સંગે જ પામે. પણ આત્માની અસંગ દશાને અનુભવ થયો નથી. Page #158 -------------------------------------------------------------------------- ________________ અસંગ છે પરમાર્થથી 131 વાસ્તવમાં આત્મા અસંગ જ છે પણ જીવ સ્વ-સ્વરૂપમાં ઠરે તે જ એ દશાને અનુભવ કરી શકે. કવિવર બનારસીદાસ આત્માની અસંગ દશાનું વર્ણન કરતાં કહે છે. જબહી હૈ ચેતન વિભાવસ ઉલટિ આપુ, સમૈ પાઈ અપની સુભાઉ ગહિ લીની હૈ. તબહી તેં જે જે લેને ગ સબ લીની, જે જો ત્યાગ જોગ સે સે સબ છાંતિ દિન હૈ. લેબેકો ન રહી ઠૌર ત્યાગવેકીં નાંહિ ઔર, બાકી કહા ઉબરયો જ કારજુ નવીની હૈ. સંગ ત્યાગિ અંગ ત્યાગ વચન તરંગ ત્યાગ, મન ત્યાગ બુદ્ધિ ત્યાગિ આયા સુધ્ધ કિન હૈ. જ્યારથી આત્માએ વિભાવ પરિણતિને છોડી, નિજ સ્વભાવને ગ્રહણ કરી લીધું છે, ત્યારથી ગ્રહણ કરવા ગ્ય ગ્રહણ કરી લીધું અને છોડવા ગ્ય છોડી દીધું છે. હવે ગ્રહણ કરવાનું કંઈ બાકી નથી રહ્યું અને છોડવાનું પણ નથી રહ્યું, તેમજ કેઈ નવું કાર્ય કરવા જેવું પણ નથી રહ્યું. સર્વ પરિગ્રહ, શરીર, અને વચનના તરંગને ત્યાગ કરી દીધે, વિકલ્પ તજી દીધાં, બુદ્ધિને છોડી દીધી અને આત્માને શુદ્ધ કરી લીધે. આ છે અસંગ દશા. આત્માનું મૌલિક સ્વરૂપ આજ છે. જીવ અંતર્મુખ થાય તે આ સ્વરૂપની અનુભૂતિ કરી શકે છે. ગુરુદેવ કહે છે, હે શિષ્ય ! આમ આત્મા અસંગ સ્વરૂપ હોવા છતાં અત્યારે તારા અનુભવમાં આવતું નથી તેથી એ નિશ્ચિત થાય છે, કે એ અશુદ્ધ છે, સમલ છે, સંગી છે અને તેથી જ કર્મને કર્તા પણ છે. શિષ્યને એક વિકલ્પ હજુ બાકી છે “અથવા ઈશ્વર પ્રેરણા એમ કહી કમને કર્તા જીવ નહીં પણ ઈશ્વર છે એમ કહેવા માગે છે. ગુરુદેવ તેનું સમાધાન આપે છે - કર્તા ઈશ્વર કેઈ નહીં, ઇશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગયે, ઈકવર દેષ પ્રભાવ.૭૭. Page #159 -------------------------------------------------------------------------- ________________ 132 હું આત્મા છું પ્રથમ તે એ વિચારવું ઘટે કે ઈશ્વર કેને કહીએ? જે દર્શને ઈશ્વરમાં વિશ્વાસ કરે છે તેઓ આ વિશ્વની સર્વોચ્ચ તથા એક, અદ્વિતીય શક્તિ તે ઈશ્વર, એમ માને છે. વળી જેમણે અમાપ ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું છે તે ઈશ્વર. અશ્વર્ય અર્થાત્ ભૌતિક ધન-સંપત્તિ નહીં પણ આત્માની જે અલૌકિક, અપરિમિત, આનંદમય દશા એ જ છે ઈશ્વરનું ઐશ્વર્ય. આવી દશા જે પામી ગયા તે પોતાના શુદ્ધ, પરમશુદ્ધ સ્વભાવને પામી ગયા. આવી શક્તિનાં ધારક ઈશ્વર, પરભાવમાં એક ક્ષણ માટે પણ ન જાય. તેઓ માત્ર પિતાના અખૂટ એવર્યને આનંદ હમેશાં માણતા હોય. બંધુઓ! પરમ શુદ્ધદશા જેઓ પામ્યા છે તેઓ નિરંતર અદ્ભુત પરમાનંદની મસ્તીમાં જ હોય. તેને માણવામાં એટલા તન્મય હોય કે તેમાંથી બહાર નીકળે જ નહીં. સંસારની ભૌત્તિક સંપત્તિ ધારક Multimillionaire જે સુખને ન માણી શકે તે સુખને ઈવર માણતા હોય. કારણ એ છે કે ભૌતિક સંપત્તિ ગમે તેટલી હોય પણ માનવ બધી સંપત્તિને ભેગવી શકતા નથી. તેની પાસે જેટલું છે તેમાંથી પિતાને જોગવવાની એક સીમા હોય છે. અંદર બધું જ ભેગવી લેવાની તૃષ્ણ પડી હોવા છતાં સમય, શકિત તેને ઓછા પડે કે એ બધો જ ભેગ ન કરી શકે. પણ આમાનાં ઐશ્વર્યાને પામનાર વિશુદ્ધ આત્મા બધી જ આત્મરિદ્ધિને ભેગવટો કરતે હોય, અર્થાત્ તે સમયે - સમયે પિતાના અનંતજ્ઞાનાદિ ગુણોને અનુભવતા હોય. વળી આ અનુભવ એટલે ગહન હોય કે તેમાંથી એ આત્મા બહાર નીકળે જ નહીં. જ્યારે ઈશ્વરનું સ્વરૂપ આવું છે તે તેઓ પિતાના નિજાનંદની મોજ મૂકીને શા માટે જગતના જીના કર્મોના કર્તા થવા જાય? વળી એક ક્ષણ માની લઈએ કે એ આત્મભાવની રમણતામાંથી બહાર નીકળી ને કર્મ કરવાની પ્રેરણા આપે તે પ્રશ્ન એ થાય છે કે તેનામાં આવું કઈ કરવાની ઈચ્છા કેમ થઈ? એ ત્યાં થાકી ગયે, કંટાળી ગયું અને તેને કંઈ કરવાનું મન થયું એમ કહીએ તે ઈશ્વર પર કે મોટો દેષ આવે? એક સાધક આત્મા, આત્મસાધનાના પુરુષાર્થમાં છે તે પણ અદમ્ય ઉત્સાહથી વર્ષો સુધી પુરુષાર્થ કર્યા જ કરે છે, થાકતું નથી, કંટાળ Page #160 -------------------------------------------------------------------------- ________________ 133 નથી તે જેણે સંપૂર્ણતા પ્રાપ્ત કરી લીધી તે જે પિતાની સ્થિતિથી થાકે કે કંટાળે છે તે સામાન્ય માણસની કક્ષામાં મૂકાઈ જાય વળી જે કૃતકૃત્ય થઈ ગયું હોય તે જ ઇશ્વર ! જેને કંઈ કરવાપણું બાકી છે તે ઈશ્વર નહીં ! ઈશ્વર તે નિષ્કામ હાય. એક બીજો પ્રશ્ન ! ઈશ્વર જીવને કર્મ કરવાની પ્રેરણા આપે તે એકને સારા કર્મની અને બીજાને ખરાબ કર્મની, એક ને પુણ્યની અને બીજાને પાપની, આવી પ્રેરણું શા માટે આપે ? જો આમ કરે તે તે ન કરે, તે અદ્ભુત સામર્થ્ય ધરાવનારે ઇશ્વર, જીવો પ્રત્યે પક્ષપાત કરે ? વળી પાપ કરનારો દુઃખી થાય, તેમાં ઈશ્વરને શું મજા આવતી હશે ? ઈશ્વર એવું છે કે પિતાનાથી પ્રેરાઈને કોઈ કર્મ કરે અને દુઃખી થાય? વળી ઈશ્વરમાં જગતનું ફ્તત્વ માનીએ કે આ સૃષ્ટિ ઇશ્વરે બનાવી છે, કારણ કેઇપણ ચીજ બનાવ્યા વગર બનતી નથી. ત્યાં પણ પ્રશ્ન થશે કે ઇશ્વરને કેસે બનાવ્યું ? જે એને બનાવનાર કોઈ બીજે ઈશ્વર હોય તે વળી પાછો એ જ પ્રશ્ન ! આમ પ્રશ્નને અંત નહીં આવે! અને ઇવર સ્વયંભૂ અર્થાત્ પિતાની મેળે ઉત્પન્ન થયે તેમ માનીએ, તે સૃષ્ટિ પણ પોતાની મેળે બને તેમાં શું વાંધે? આમ અનેક શંકાઓ જન્મવા માંડશે. સમગ્ર રીતે જોતાં ઈશ્વરનું કર્તૃત્વ કઈ પણ દષ્ટિએ ઘટી શકતું નથી ઈશ્વરને કર્મને ર્તા માનવા જતા તે ઈશ્વર ન રહેતાં, સામાન્ય માનવ બની જાય છે તથા સામાન્ય માનવની એ તાકાત નથી કે કઈને કર્મની પ્રેરણું ગુરુદેવે શિષ્યના મનમાં રહેલ ઈવર કર્તુત્વની માન્યતાનું નિરાકરણ કરી એ સમજાવ્યું કે ઈકવર કર્મને કર્તા નથી. આ વિષયના સર્વ વિકલ્પોનું સમાધાન આપ્યા પછી આત્માની વાસ્તવિક સ્થિતિ શું છે? આત્મા કયાં સુધી કર્તા છે અને પછી જ્યારે એ અકર્તા છે, કેમ પિતે જ સામાન્ય માનવી અને પોતે જ ઈશ્વર બને તે અવસરે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ચેતન જો નિજ ભાનમાં...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ—ત્રિરત્નની આરાધના કમશઃ જીવને સ્વભાવદશામાં સ્થિર કરે છે. એ સ્વભાવદશા વધતાં-વધતાં એક સમયે એવી સ્થિતિ આવે છે કે જ્યાં જીવનું કર્તૃત્વ સમાપ્ત થઈ જાય છે. આત્મા કર્મને કર્તા છે કે નહીં ? આ પ્રશ્ન શિષ્યના મનમાં અનેક વિકલ્પ ઉભા થયાં અને ગુરુદેવે બહુ સચોટ શબ્દોમાં, સરળતાથી એ સર્વ વિકલ્પોનું સમાધાન કર્યું. શિષ્યના પ્રશ્નો વ્યવહાર નયને આશ્રિત હતા, તેથી ગુરુદેવે પણ તેના ઉત્તર વ્યવહાર નથી જ આપ્યાં. જીવ સ્વતંત્ર છે. તેનું પરિણમન પણ સ્વતંત્ર છે. આ વાસ્તવિક્તાને લક્ષ્યમાં રાખી હવે ગુરુદેવ નિશ્ચયનયથી આત્માનું અકર્તાપણું બતાવવા માગે છે. ચેતન જે નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વતે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ...૭૮... હે તત્વજીજ્ઞાસુ શિષ્ય ! ચેતનની પ્રેરણાથી કર્મ થાય છે એવું મેં કહ્યું હતું પણ તે જ્યાં સુધી ચેતનની બહિર્મુખ વર્તના છે ત્યાં સુધી જ. જે ચેતન પિતાના ભાવમાં, પિતાના ભાનમાં વર્તતે હેય અર્થાત નિજનાં જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ આદિ ગુણોમાં રાચતે હેય તે એ પોતાના સ્વભાવને જ કર્તા છે. સ્વભાવદશામાં સ્થિર હોય તે તેને કર્મબંધ નથી. - આરાધક ભાવમાં રહેલ જીવ રાગાદિથી મુક્ત હોય, રાગાદિ છે ત્યાં કર્મ બંધ છે, માટે આરાધક જીવને કર્મબંધ ન સંભવે ! આરાધના શું છે ? જેને સ્થૂલ દૃષ્ટિએ, ધર્મના રાહે ચાલવુ તે આરાધના, એમ કહીએ. તે ધર્મ શું ? કિયા-અનુષ્ઠાને કે વ્રતપ્રત્યાખ્યાને Page #162 -------------------------------------------------------------------------- ________________ ચેતન જે નિજ ભાનમાં 135 ને આપણે ધર્મ કહેતા હોઈએ છીએ. જે વ્યક્તિ એ બધું કરતી હોય તેને ધર્મિષ્ટ કહેતા હોઈએ. પિતે પણ પિતાને ધર્મિષ્ટ તરીકે ઓળખાવતે હોય અને અન્ય એમ માને તેમ પણ ઇચ્છતે હેય. પણ ધર્મિષ્ટ એટલે કોણ? ધર્મઈષ્ટ. જેને ધર્મ સિવાય બીજું કશું જ પ્રિય નથી તે ધર્મિટ. ધર્મ એટલે ઉપરના આચારો નહીં. પણ પિતાને ધર્મ. પિતે એટલે આત્મા. આત્માને ધર્મ, આત્માને સ્વભાવ એ જેને પ્રિય છે તે ધર્મિષ્ટ. ગીતામાં કહ્યું છે 'स्वधमे निधन श्रेयः परधर्मो भयावहः ' આ અત્યંત માર્મિક સૂત્ર છે. આને સ્થૂલ અર્થ તે માત્ર એટલે જ થાય, કે પિતાના ધર્મમાં મૃત્યુ પણ ભલું, પારકે ધર્મ ભયનું કારણ છે. સંપ્રદાયવાદી માનસ આને અર્થ એવો કરશે કે આપણે કુળ-પરંપરાને જે ધર્મ છે, તે ધર્મ ખાતર મરી ફીટવાની તૈયારી જોઈએ અને બીજાનાં ધર્મો તરફ દષ્ટિ કરીએ તે પણ ભય ઉત્પન્ન કરે. બંધુઓ! આ અર્થ તે સંપ્રદાયમાં પરસ્પર વિદ્વેષ જગાડે. એક જેન કહેશે મારે ધર્મ જ સાચે અને અન્ય સર્વ ધર્મો બેટા. એમ અન્ય સંપ્રદાયને માનનારો પણ એ જ કહેશે. અન્યના ધર્મને બેટા કહેનારે કલેશ વહોરી લેશે. તે ગીતાના આ સૂત્રે તે વેર-ઝેર ઉભા કર્યા. પણ બંધુઓ ! સૂત્રને નહીં સમજનાર, ધર્મની વાસ્તવિક વ્યાખ્યા નહીં જાણનાર તથા સંપ્રદાયને ધર્મ માનનાર, અજ્ઞાની જીવ જ આવે અર્થ કરે, એ અંતર્મુખ સૂત્રને ! શ્રીકૃષ્ણ એમ નથી કહેતા. સંપ્રદાય એ ધર્મ નથી. ફળ-પરંપરાની માન્યતા એ ધર્મ નથી. આપણા બાપ-દાદા એ જે સંપ્રદાયને માને તે સંપ્રદાય ધર્મ નથી. પણ અહીં સ્વને અર્થ છે આત્મા. આત્માને શુદ્ધ સ્વભાવ તે સ્વધર્મ. આ સ્વધર્મમાં જ ઠરવાનું છે, મરવાનું છે, સ્વધર્મમાં મરી ગયા તો નિર્વાણ મળી જશે. તેથી તે શ્રેયસ્કર છે. અર્થાત્ શ્રી કૃષ્ણ કહે છે કે મર્યા પહેલાં સ્વધર્મને પામી લે, પછી મરજે તે ભવભવની ભ્રમણા મટી જશે. Page #163 -------------------------------------------------------------------------- ________________ 136 હું આત્મા છું પરધર્મ અર્થાત્ આત્માથી અતિરિક્ત જે કંઈ છે તે બધું પર અને તેને સ્વભાવ તે ધર્મ. પર પદાર્થોમાં રાચ્યા રહેવું તે પરધર્મી પર પદાર્થોમાંથી સુખની આશા રાખવી તે પરધર્મ. જડ પદાર્થોની પ્રીતિ અને ઈન્દ્રિયેની આસક્તિ, આ છે પરધર્મ. તેમજ રાગાદિ ભાવે પણ જડ છે. રાગાદિ કરીએ તે છીએ જ પણ રાગ અને દ્વેષની પ્રીતિ પણ એટલી જ છે. રાગાદિ એ પિતાને સ્વભાવ હોય તેમ માની તે કરવા જેવા છે. એવી જે માન્યતા છે તે જ ભયાવહ છે. એટલે જ શ્રીકૃષ્ણ કહે છે કે પરધર્મને પિતાના માનીને એ જ કરતે રહ્યો છે તે મહાઅનર્થની ખાણ છે. આજ સુધી જીવ રખડ. કર્મ કરતો રહ્યો અને ભગવતે રહ્યો તેનું કારણ પણ એ જ છે કે જીવને જડના ધર્મો એવા રાગાદિ ભાવે બહુ પ્રિય લાગ્યા છે. તેનાથી પર થઈ આવે કદી વિચાર્યું જ નથી કે મારે ધર્મ આ નથી પણ આનાથી ભિન્ન “હું આત્મા છું તે આત્માના ગુણો તે મારો ધર્મ અને તેને પ્રગટ કરવાને પુરુષાર્થ એ જ ધર્મ કિયા. આવા સ્વધર્મને સમજનાર નિજભાનમાં સ્થિત થાય છે. શ્રીમદ્જીએ કહ્યું કે “ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ. આત્મા રાગાદિ ભામાં ન રહેતા પિતાનામાં જ હોય તે તેનામાં સ્થિરતા હોય. જ્યાં રાગાદિભાવનું કરવાપણું છે ત્યાં અસ્થિરતા છે, ચંચળતા છે. એ ચંચળતા જ આત્મા–પ્રદેશમાં કંપન પિદા કરે અને કંપનના કારણે જ કર્મ પરમાણુઓ રહિત થાય, તે જ કર્મબંધ. જે આત્મામાં સ્થિરતા હોય તે બહારના આકાશ-પ્રદેશમાં ગમે તેટલા કર્મ પરમાણુઓ હોય તે આત્મા પર આવી શકતા નથી. કર્મ બંધ થતા નથી.એવી સ્થિતિમાં આત્મા માત્ર પિતાના સ્વભાવ એટલે કે જ્ઞાનાદિભાવના પર્યામાં જ પરિણત થયા કરતે હેય. નિજ-સ્વભાવની અનુભૂતિમાં જ રત હેય. તેથી તે નિજ સ્વભાવને કર્તા છે તેમ કહીએ. વળી વતે નહીં નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ એમ કહીને વ્યવહાર નયે આત્મા કર્મને કર્તા પણ છે એ સિદ્ધ કરે છે. આત્મા જે. પિતાના સ્વભાવથી બહાર નીકળે કે તરત તેને કમ લાગ્યાં જ છે. સ્વભા Page #164 -------------------------------------------------------------------------- ________________ ચેતન જે નિજ ભાનમાં 137 વથી બહાર નીકળવું એટલે પરભાવમાં જવું. આત્માની જ્ઞાન પરિણતિ કયાંક ને કયાંક પરિણત થયા કરે છે. જે એ સ્વભાવમાં હોય તે અતિ ઉત્તમ, પણ સ્વભાવમાં ન રહી તે એ પરભાવમાં–જડભાવમાં તે થશે જ. પાંચ ઇન્દ્રિયે અને છઠ્ઠા મનને સંગ કરી સમસ્ત જગતમાં ભટકશે. વાસ્તવમાં જડ મન તે બિચારૂં ગમે ત્યાં ભટકે. એ કંઈ કરી શકતું નથી. જડ ને ક્યાં સંવેદન છે ? એને કયાંય જઈને કંઈ જોગવી લેવું નથી. મનની સામે ગમે તેટલા પદાર્થો આવે તે ભેગવી શકવાનું નથી. પણ જેને સંવેદન છે એ તે આત્માના જ્ઞાનમાં છે. જ્ઞાન મનને માધ્યમ બનાવીને ચૌદ રાજકમાં ભટકે છે, અને પછી બિચારા મનને તિરસ્કાર ખમવું પડે છે. આનંદઘનજી મહારાજે પણ મનને ઠપકાયું છે. તેઓ કહે છે— રજની, વાસર, વસતિ, ઉજજડ, ગયણ, પાયાલે જાય, સાપ ખાયે ને મુખડું થોથું, એહ ઉખાણે ન્યાય-હે કુંથુજિન આ મન રાત કે દિવસ જોયા વિના, વસ્તી કે નિર્જન પ્રદેશની પરવા કર્યા વિના, ગગન કે પાતાલની પરિસીમાને ભય સેવ્યા વિના, સર્વત્ર ભટકતું જ રહે છે. ભટકતા આ મનને પોતાને તો કાંઈ મળતું નથી. સાપ કોઈને ડંખ દે તે તેનું મુખ તે ખાલી ને ખાલી જ રહે છે. તેને કાંઇ સ્વાદ મળતો નથી. બંધુઓ ! આનંદઘનજી મહારાજે પણ એ જ વાત કરી. જડ મનને શું મળે ? જ્ઞાન પરિણતિ અવળી પરિણમે છે, અને મનની સાથે જયાં ત્યાં આથડે. તેથી એને તે વિભાવનું પિષક કોઈ સંવેદન પણ મળે. રાગાદિભાનું પિષણ થાય. તેમાં વિભાવે પરિણમેલે જીવ સુખ માને પણ જડ મનમાં સંવેદન શક્તિ નથી. તેથી તે ગમે તેટલું ભટકે છતાં તેને કંઈ જ મળતું નથી. હું તે કહીશ કે જડ મન સમજી જાય અને એ જયાં-ત્યાં ભટકતી જ્ઞાન-પરિણતિને સંગ છોડી દે તે તેને તે જગતને ઉપાલંભ ના સહે પડે ! વાસ્તવમાં જડ મન જ્ઞાન પરિણતિને ખેંચીને કયાંય લઈ જઈ શકે નહીં. પણ જ્ઞાન જ આત્મામાં ન રહેતાં બહાર નીકળે છે ત્યારે માધ્યમ Page #165 -------------------------------------------------------------------------- ________________ 138 હું આત્મા છું વિના તે ક્યાંય કોઈ વિષયને ગ્રહણ કરી શકતું નથી. તેથી તે ઇંદ્રિયે અને મનને હાથા બનાવી પિતે સ્વચ્છેદે વિતરણ કરે છે. જયારે આવું સ્વછંદે વિહરણ થાય ત્યારે તે કર્મોને કર્તા બને છે. જે દશે પિતામાં નથી એ પેદા કરે છે. તેથી ગુરુદેવે કહ્યું કે નિજભાન ગુમાવી, આત્મા કર્મના દોષથી દુષિત થાય છે. આમ કર્મનાં કતૃત્વ પદની સિધ્ધિ વ્યવહાર નથી કરી. સાથે-સાથે અન્ય દર્શનની માન્યતા--આત્મા સર્વથા અબદ્ધ છે અને પ્રકૃતિ બંધ કરે છે, કર્મ અનાયાસે આવ્યા કરે છે. કર્મ કરવાં એ જીવને સ્વભાવ છે, ઈશ્વર પ્રેરિત કર્મો બંધાય છે, વગેરે-વગેરેનું નિરાકરણ પણ સચોટ તર્ક દ્વારા આપ્યું. તેમજ નિશ્ચયનયે આત્મા જગતમાં કંઈ જ ન કરી શકે, કરવા સમર્થ પણ નથી. જગત જડ, આત્મા ચેતન એક-બીજાનું કશું જ ન કરી શકે. પણ આત્મા ભાનભૂલી જડ સાથે જડરૂપ પરિણમવા માંડે તે તે કર્મને કર્તા થાય છે. પણ નિશ્ચય નયે નિજ-સ્વરૂપમાં લીન હોય તે એ સ્વભાવને જ કર્તા છે બાકી કોઈને ય નહીં. ગુરુદેવે આપેલા આટલા નિરાકરણથી શિષ્યની શંકાએ નિમૂળ થઈ ગઈ. મનનું સમાધાન થઈ ગયું. આત્માનું કર્તૃત્વ કયાં સુધી છે તે શ્રધ્ધામાં ઉતરી ગયું તેથી ગુરુદેવ સમક્ષ પોતાની સમજણને સુંદર રીતે રજુ કરે છે. ત્રીજુ પદ તે મારે આત્મા જ કર્તા વ્યવહાર નયને આધીન વ્યવહાર કર્તા કમને જણાય પણ - નિશ્ચયે સ્વરૂપાધીન...મારી... ત્રણ પદની શ્રધ્ધા સંપૂર્ણપણે અંતરમાં જાગૃત થઈ ચૂકી છે. હવે ચોથા પદ વિષેની શંકાએ અવસરે.... Page #166 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન હું....આત્મા છું”“હું. આત્મા છું” સમતા....એ મારે સ્વભાવ... મારામાં રાગ નથીષ નથી...માટે વિષમતા પણ નથી રાગ-દ્વેષ રહિત...મારૂં શુદ્ધ સ્વરૂપ સમતામય છેજયાં રાગ છે...ત્યાં વિષમતા છે...જયાં દ્વેષ છે....ત્યાં પણ વિષમતા છે...રાગ-દ્વેષથી પર થઇ...મારામાં સ્થિર થાઉતે સમતાને ધારણ કરી શકું છું.નિજ સ્વરૂપના લક્ષે.... નિજાનંદના લશેમારા સમતા ગુણને પ્રગટ કરૂં... ગમે તેવી પરિસ્થિતિમાં સમતાને ગુમાવું નહીં. પ્રયત્નપૂર્વક સાધેલી સમતામારા ગુણને પ્રગટ કરે છે હું વિષમતા અનુભવું છું. એ મારૂં અજ્ઞાન છે....જગતને કેઈપણ પદાર્થ. કેઈપણ વ્યકિત કેઈપણ પરિસ્થિતિ મને વિષમ બનાવી શકે નહીં. જગતના પદાર્થમાંથી વ્યક્તિમાંથી.. ઇંદ્રિયના વિષયમાંથી...રાગ-દ્વેષ ઉઠાવી લઉં. રાગ-દ્વેષથી પર થઈ જાઉ... એ જ મારી સમતા છે... કર્મક્ષેત્રે કર્મ કરું તે પણ સમતા ધર્મક્ષેત્રે ધર્મ કરું તે પણ સમતા સર્વ પરિસ્થિતિમાં સમતા રાખી શકે..એ જ મારી સમતાની સાધના ...અનુકુળ પરિસ્થિતિમાં કુલાઈ ન જાઉં...પ્રતિકૂળ પરિસ્થિતિમાં કરમાઈ ન જાઉં. પરિસ્થિતિ નિમિત્ત છે. આ આત્મા ઉપાદાન છે. ગમે તેવું નિમિત્ત ઉપાદાનને કાંઈ ન કરી શકે ....આ સમજણ મારી સમતાને.. જાગૃત કરી શકે છે...સમત્વને પામવા..... સદૈવ સમતામાં રહેવા મારૂં ચિંતન કરૂં સ્વના ચિંતન વડે સ્વને જાણવાની લગની વડે...સ્વને ઓળખવાના પુરુષાર્થ વડે એ પામી શકાય છે.... થોડી ક્ષણે માટે....વધુ એકાગ્ર થઈ ઊંડાણમાં જઈ સ્વનું ચિંતન કરીએ... “હું. આત્મા છું” “હું. આત્મા છું” શાંતિ” “શાંતિ” “શાંતિ Page #167 -------------------------------------------------------------------------- ________________ ભોગ્ય સ્થાન નહીં કોય...! વખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, આત્મિક સિદ્ધિ આપે છે. કઈ પણ કાર્યું પરિણામ રહિત હોતું નથી. કાર્યનું ફળ તે હોય જ છે. આધ્યાત્મિક ક્ષેત્રે આરાધનાનું ફળ સિદ્ધિ છે. સિદ્ધિ એટલે સિદ્ધ દશા. સિદ્ધિ ને બીજો અર્થ ચમત્કારિક લબ્ધિ પણ થાય છે. વિશેષ પ્રકારની યોગ-સાધના વડે ગીઓ એ શક્તિ પામી શકે છે. જોકે સર્વ જવેમાં આ શક્તિ પડી હોય છે. અનાયાસે એ પ્રગટ થતી નથી. વળી સહુને એ જાણ નથી હોતી કે પિતામાં આવી શક્તિઓ હોઈ શકે ! તેથી કોઈ પુરૂષમાં આ લબ્ધિ જતાં માણસ આશ્ચર્ય પામે છે. પણ ગમે તે માનવ પ્રયાસ વડે લબ્ધિ પામી શકે છે. ચમત્કારિક લબ્ધિઓનું મૂલ્ય ભૌતિક જગત સુધી જ છે. તેનાથી કેઈ આભિક ઉન્નતિ થતી નથી. આત્મવિશુદ્ધિ થતી નથી, બલકે લબ્ધિઓને ઉપયોગ ભૌતિક ઉપલબ્ધિઓ માટે કરવામાં આવે તે આત્મા વિરાધક બને છે. માટે જ સાચા સાધક પુરૂષ લબ્ધિઓને પ્રયોગ કરે નહીં. મહાયોગી આનંદઘનજીના જીવન સાથે એક ઘટના જોડાયેલી છે. તેઓ નિર્જન વનમાં, આત્મ-મસ્તીમાં વિચરતા હતા. જગતની એમને પડી ન હતી. એક દિવસ એક વૃક્ષ તળે નિજાનંદમાં ઝુલી રહ્યાં હતાં. તે સમયે એક સંન્યાસી હાથમાં કંઈક કૂપ લઈને આવ્યું, અને કહ્યું. મહારાજ ! મારા ગુરુદેવે આપના માટે સુવર્ણ સિદ્ધિનું રસાયણ મે કહ્યું છે, જે વનસ્પતિના રસના મિશ્રણથી બનાવેલું છે.” Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાગ્ય સ્થાન નહીં કેય 141 “કેણ તારા ગુરુદેવ ?" મહારાજ ! આપનાં પૂર્વાશ્રમના મિત્ર! જેઓ સંન્યસ્ત અવસ્થામાં છે.” “મહાન ચમત્કારિક છે આ રસ. આપને ઉપયોગી થશે !" “મને ? મને શું ઉપગ એને?” મહારાજ ! આ રસને પથ્થર પર નાખતાં પથ્થર સેનું થઈ જશે!” પણ હું શું કરું એને ? “અરે ! મહારાજ ! સમજ્યા નહીં ? આ રસાયણ આપની પાસે હશે તે હજારે લેકે આપના ચરણ ચૂમતા આવશે !" ભક્તોને તે છોડીને આવ્યું જે સમાજ, ભક્ત થઈને મારી પાછળ ફરતું હતું, તેમાંથી છૂટી, અલખની આરાધના કરવા અહીં આવ્યો છું અને એ કરી રહ્યો છું. મારે હવે ભક્તો અને સેવક નથી જોઈતા !" અને આવેલા સંન્યાસીને થયું આ અઘોરી સમજતો નથી. એ શું જાણે કે આની કિંમત કેટલી હોય ? ખાખરાની ખીસકેલી, સાકરને સ્વાદ શું જાણે? અને તે ફરીથી વિનવવા માંડ્યો. પણ આનંદઘનજી જેનું નામ. એ તે પિતાના આત્મનંદમાં રસબળ હતા તેમને આવાં રસાયણે સાથે શું મતલબ ? અને જ્યારે પેલે આગતુક માનતા નથી, ત્યારે એ રસને કૂપ ઉપાડીને દૂર ફેંકી દીધે. પેલે જોઈ રહ્યો. અરે! મારા ગુરુની વર્ષોની મહેનત આણે ધૂળમાં મેળવી દીધી. અફસેસ કરવા માંડ્યો. આનંદઘનજી ઉઠ્યા અને પેલાને સમજાવવા માટે કે આવી સિદ્ધિઓ અમારી ચારે બાજુ ઘૂમે છે પણ અમે એની દરકાર નથી કરતા. અમારે મન તેનું મૂલ્ય ધૂળ જેટલું પણ નથી, તેઓ થોડે દૂરની એક શિલા પર ગયા અને ત્યાં જઈ મૂત્ર વિસર્જન કર્યું અને એ જ ક્ષણે પથ્થરની Page #169 -------------------------------------------------------------------------- ________________ 142 હું આત્મા છું શીલા, સુવર્ણમાં પરિવર્તિત થઈ ગઈ. પેલે આભો બની તે જ રહ્યો. આનંદઘનજી તેને કહે છે - ઉપાડ આ પથ્થર ! લઈ જા તારા ગુરુ પાસે ! એને કહેજે તમે તે રસાયણ મેકહ્યું. પણ હું તે તૈયાર સુવર્ણ જ આપું છું, જા મારા તરફથી ભેટ આપજે. પેલે સંન્યાસી વિલે મોઢે પાછો ફર્યો. બંધુઓ ! સાધનામાં એ શક્તિ છે કે, મહાપુરુષે જ્યારે સાધના કરે - ત્યારે એક બાજુ તે અમાપ કર્મ-નિર્જરા થતી જાય. તેથી આત્મ_વિશુદ્ધિ વધતી જાય અને બીજી બાજુ શુભ ભાવના થોકબંધ પુણ્ય બંધાય, અને પરિણામે આવી શકિતઓ પિદા થાય. ગીપુરૂષના શરીરમાં એવી શુદ્ધિ થઈ જાય કે તેમના શરીરમાંથી મળ-મૂત્રને ત્યાગ કરે તે પણ લબ્ધિયુક્ત હેય. સનસ્કુમાર ચક્રવર્તીને ઘૂંકમાં લબ્ધિ પેદા થઈ હતી કે ચૂકવાળી એક આંગળી શરીરના થડા ભાગ પર લગાડી તે રકતપિત્ત - વાળે એ ભાગ કંચન જે નિર્મળ થઈ ગયે. બંધુઓ ! સાધના કરનાર સાધકને આવી સિદ્ધિઓ તે ઘણું મળે પણ એ તરફ એનું લક્ષ્ય ન હોય. વળી આવી સિદ્ધિ માટે સાધના ન કરે. અનાયાસે લબ્ધિ થાય તે ભલે થાય. તેનાથી તેઓ લેભાય નહીં. સાચા ગુરુ પણ કદી શિષ્યને આવી પ્રલેશનકારી સાધના માટેનાં સૂત્રો ન આપે. શિષ્ય કદાચ જીદ કરીને એ સૂત્રો ગુરુ પાસેથી જાણે છે તે પણ ગુરુને તેને ખેદ હેય. એક શિષ્ય બાર વર્ષની સાધના, પાણી પર ચાલવાની સિદ્ધિ પામવા માટે કરી. એ પ્રાપ્ત કરીને, ઉછળતાં હૈયે ગુરુ પાસે આવીને પોતાની સિદ્ધિ પ્રાપ્તિની વાત ગર્વભર્યા સૂરમાં રજૂ કરી. ગુરુએ માત્ર એટલું જ કહ્યું. બેટા ! જે કાર્ય માત્ર બે પૈસામાં નાવિક કરી આપે તેની પાછળ તે જીંદગીનાં અમૂલ્ય બાર વર્ષ ગાળી નાખ્યાં ? બંધુઓ ! આ છે ભારતીય સાધકનું માનસ ! અહીં સાધનાની પરંપરા માત્ર આત્માની સિદ્ધિ કરવા માટે જ છે જિજ્ઞાસુ સાધકના અંતઃકરણમાં આત્માને જાણવા, સમજવાની, અનુભવવાની Page #170 -------------------------------------------------------------------------- ________________ ભોગ્ય સ્થાન નહીં કેય 143 જ લગની હોય છે. તેથી જ આત્મસિદ્ધિશાસ્ત્રમાં શ્રીમદ્જીએ છ પદોને શંકા સમાધાનરૂપે રજુ કર્યા છે. અહીં એક પ્રશ્ન તેના ઉત્તર સાથે જ ઉદ્ભવે છે. - શિષ્યનાં પ્રશ્નમાં કેટલું ઊંડું ચિંતન ભર્યું છે! ગહન ચિંતન વગર, આવા પ્રશ્ન થવાને સંભવ જ નથી આપણે જાણીએ છીએ કે શ્રીમદ્જીએ પિતે જ આ પ્રશ્નો ઉભા કર્યા છે અને પિતે જ જવાબ આપ્યા છે. આવા ઊંડા પ્રશ્નો એ સૂચવે છે કે શ્રીમદ્જીનું તત્ત્વ વિષયક ચિંતન કેટલું વિશાળ અને ગહન હશે. તત્વજ્ઞાન એક વાર વાંચી કે સાંભળી લેવાથી આત્મસાત્ થતું નથી, પણ તેને ખૂબ વાળવું પડે છે. ત્યારે જ આત્માની અનંત જ્ઞાનશકિત જાગૃત થાય છે. શ્રીમદ્જી પૂર્વનાં સંસ્કાર સાથે લઈને આવ્યા હતાં એ જ બતાવે છે કે પૂર્વ જન્મમાં તેઓએ જે જ્ઞાન મેળવ્યું હશે તે ઊંડા ચિંતન દ્વારા વાગોળીને પચાવ્યું હશે. તેથી જ આત્મા સાથે સંસ્કાર બનીને રહ્યું. અને આ જન્મે અનાયાસે જાગૃત થઈ ગયું. સામાન્ય માણસ કઈ એક તત્વ વિષે વિચારવા બેસે તે તેના વિચારો બે-પાંચ પળ ચાલે અને અટકી જાય, તેમાં ય link ન હોય. આગળ શું વિચારવું તેની સમજણ જ ના પડે. જ્યારે ચિંતનશીલ વ્યક્તિ જ્ઞાનાદિનાં વિચારો ને નિરંતર પોતામાં ઘોળ્યા કરતે હેય. શ્રીમદ્જી પણ ઊંડા તત્વજ્ઞાનના સંસ્કારને સાથે લઈને અવતર્યા તેથી જ આવી ઉત્કૃષ્ટ રચના તેમના દ્વારા થઈ બંધુઓ ! આપણે પણ વિતરાગની વાણીને સાંભળી તેનાં પર ચિંતન કરી આત્મા પર સંસ્કાર પાડીએ. આજે આપણામાં એ સંસ્કાર નથી દેખાતાં તેનું કારણ એ છે કે ગત જન્મમાં જે કરવું જોઈએ તે કરીને આવ્યા નથી. ત્યાં માત્ર વિષયનાં ભેગની મઝા જ માણી છે. તેથી એ સંસ્કારે ગાઢ છે, અને જ્ઞાન-દર્શનાદિનાં સંસ્કારો દેખાતાં જ નથી. આ નાના જીવનમાં ઘણું કરવાનું છે તે કરી લઈએ, આત્માને જ્ઞાન-દશનનાં ભાવોથી સંસ્કારિત બનાવી લઈએ ! Page #171 -------------------------------------------------------------------------- ________________ 144 હું આત્મા છું અહીં શિષ્ય આ સંસ્કારી છે તેથી જ તેના હૈયામાં જિજ્ઞાસા છે. તેણે ત્રણ પદોને જાણ લીધા પછી મનમાં સંશય જાગે કે આત્મા કર્તા છે. કર્મો કરે છે તે ભગવતે પણ હશે જ ને ? કરેલા કર્મોનું ફળ તે જ હાય જ ને ! પણ ભેગવવા પાછળ કયું તંત્ર કામ કરતું હશે? ખૂબ વિચારતાં પણ મગજમાં બેસતું નથી. તેથી ઉપકારી ગુરુદેવની સામે હૃદય ખોલી નાખ્યું છવ કર્મ તો કહે, પણ ભકતા નહિ સોય, શું સમજે જડ કમ કે, ફળ પરિણમી હેય?..૭૯ ભત્તે ! જીવ કર્મને કર્તા છે એ તે મેં સ્વીકારી લીધું. શુભ ભાવ વડે જીવ પુણ્ય કર્મ કરે અને અશુભ ભાવ વડે પાપ કર્મ કરે. પણ પુણ્ય અને પાપ અને કર્મો તે જડ છે. તેનામાં જ્ઞાનશક્તિ નથી. તેઓને પિતાને એ ખબર નથી કે પોતે પુણ્યરૂપ છે કે પાપરૂપ છે. વળી સમય થતાં જીવને સારૂં ને માઠું ફળ આપવું એ પણ એને ખબર નથી. જીવે આવા કર્મો કર્યા છે માટે જીવને એ—એ પ્રકારનાં ફળ આપવા જોઈએ એવું જડ કર્મો કઈ રીતે જાણે? અને જીવને ફળ તે કર્મોનું જ મળે છે ને ? જે જડ કર્મો ફળ આપવા સમર્થ નથી તે જીવ કર્મ ફળને ભોક્તા છે એમ કઈ રીતે કહી શકાય ? વ્યવહારમાં પણ જડ પદાર્થો ને ઉપયોગ અને તેનું મળતું ફળ એ આપણું પ્રયત્નથી મળે છે. જડ એમ ને એમ ફળ નથી આપી દેતું. આપણે જમવા બેઠા, સામે થાળી પિરસેલી છે, રોજ એ જ થાળીમાંથી એ ભોજનનાં પદાર્થો ખાઈએ છીએ. પણ આપણે હાથમાં લઈ મુખમાં મૂકવું પડે છે. ભોજન એમ ને એમ મુખમાં પડી ને ભૂખની શાન્તિ રૂપ ફળ આપતું નથી. માટે જીવને જડ કર્મો ફળ આપી શકે નહીં તે તે ભોક્તા કેમ કહેવાય ? પણ આપ જે જીવ ને ભોક્તા કહે જ છે તે વળી એક પ્રશ્ન ઉભો થાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ભગ્ય સ્થાન નહીં કેય 145 ફળદાતા ઈશ્વર ગયે, કતાપણું સધાય; એમ કહે ઈશ્વર તણું, ઈશ્વર પણું જ જાય.૮૦ એમ માની લઈએ કે ઈશ્વર તે સર્વનાં કર્મો ને જાણતા જ હોય તેથી જેમ ન્યાયાધીશ ગુન્હેગારોને ગુનાની સજા આપે છે તેમ ઈશ્વર ને તેનાં કર્મો ભેગવાવે તે જ જીવનું ભોક્તાપણું સિદ્ધ થાય, આટલું કહ્યા પછી વળી શિષ્યને જ એમ થાય છે કે ઈશ્વરને ફળદાતા માનીએ તે ઈધરનાં સ્વરૂપને ખંડિત થવું પડે. આ વિશ્વનાં અનંતાનંત છે, માત્ર સિદ્ધોને છેડીને, સર્વ કમ સહિત છે. સમયે-સમયે દરેક જીવને કર્મફળ તે ભોગવવાનું જ છે. ઈશ્વરે સમયે-સમયે દરેક જીવને ફળ આપવા જ પડે. હવે જે ઈશ્વર આ પ્રપંચમાં પડે તે એ પરભામાં જ રહે. ઈશ્વર એટલે તે મુક્ત આત્મા તે માત્ર નિજ સ્વભાવને જ કર્તા હેય. સ્વ-સ્વરૂપમાં જ નિમગ્ન હોય. પણ જે તેને જીવને ફળ આપવા રૂપ કાર્ય કરવું પડતું હોય તે તેનામાં પરભાવોનું કર્તાપણું આવ્યું. આટલા નાં કર્મોને હિસાબ રાખતાં રાખતાં તે પિતે જ કર્મથી લેપાય જાય છે તેનું ઈશ્વરપણું ટકી શકે નહીં. ઈશ્વરત્વ તેનામાં ન રહે તે તે સામાન્ય ચેતન પ્રાણી જે થઈ જાય. તે પછી તેને પણ કમ હેય અને તેનાં કર્મોનું ફળ તેને કોણ ભોગવા ? આમ ઘણું જ અવ્યવસ્થા ઉભી થઈ જાય. માટે ઈશ્વર પણ એને ફળ દેવામાં સમર્થ નથી. તે તેનાં ઈશ્વરત્વમાંથી બહાર આવે નહીં અને ફળ આપે નહીં. હવે જે આમ જ છે તે પછી ભોકતાપણું સિદ્ધ થઈ શકે નહી. તેથી શિષ્ય કહે છે - ઈશ્વર સિદ્ધ થયાં વિના, જગત નિયમ નહીં હૈય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્ય સ્થાન નહીં કેય....૮૧... હે ગુરુદેવ ! ઈશ્વર અર્થાત્ સંપૂર્ણ પુરુષ. વીતરાગી અને શુદ્ધ સ્વભાવી પરમાત્મા. આવા ઈશ્વર જીને ફળ દેનાર સિદ્ધ થતાં નથી. ભગ–૨–૧૦ Page #173 -------------------------------------------------------------------------- ________________ 146 હું આત્મા છું તેઓ જગતનાં પ્રપંચમાં પડતા નથી. એમ કહી તે દઈએ પણ તે, જગતનું તંત્ર જે વ્યવસ્થિત રીતે ચાલે છે તે કેણ ચલાવે છે ? આપણે જોઈએ છીએ કે વિશ્વ-નિસર્ગનાં સર્વ કાર્યો નિયમથી જ થઈ રહ્યાં છે. સૂર્યને ઉદય અને અસ્ત, ઋતુઓનું પરિવર્તન, દિવસ અને રાત્રિ, ગ્રહનું ફરવું, વૃક્ષનું ઉગવું, ઝરણાનું વહેવું વગેરે કિયાઓ નિયમિત પણે થયા જ કરે છે. એ બધું પણ થશે નહીં. એ જ ન્યાયે જીવનાં શુભા-શુભ કર્મનાં ભોગવવા માટેનાં સ્થાને સ્વર્ગ-નર્ક આદિ મનાયા છે તે વ્યવસ્થા પણ નહીં રહે. જીવને કર્મો ભોગવવાનાં સ્થાને જ ન હોય તે ભોકતાપણું પણ કેમ હોય ? શિષ્યનાં મનમાં એ વાતને બહુ ઊંડો પ્રભાવ છે કે વિશ્વનું તબ ઈશ્વર વિના ચાલી જ ન શકે. તેમજ કમેને ભગવટો પણ કોઈ મધ્યસ્થ શક્તિ કરાવે તો જ થઈ શકે. અન્યથા એ શક્ય નથી. કર્મફળનાં ભોકતૃત્વ વિષે શિષ્યનાં મનમાં આવી આશંકાઓ જન્મી છે. તે ગુરુદેવને કહે છે. હે ગુરુદેવ! મારા પર કૃપા કરે ! આપ તે ઉપકારી છે. તે મારા જેવા અજ્ઞાની ને અજ્ઞાન ભાવમાંથી બહાર કાઢવા મારે કર ગ્રહે. આધાર આપે. ! શિષ્યની નમ્ર વિનંતિને સ્વીકારી ગુરુદેવ તેની શંકાઓનું સમાધાન કરવા તત્પર થયા છે. સમાધાન શું છે તે અવસરે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ભાવ કર્મ બેંજ કલ્પના...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના જીવને શુદ્ધ સ્વાભાવિક દશાના આનંદની અનુભૂતિ કરાવે છે. અનાદિથી અશુદ્ધ દશામાં પરિણત થઈ વિકૃત આનંદને જ જીવે માર્યો છે. સ્વ-સન્મુખ થયે નહીં તેથી નિર્મળ આનંદને માણી શકે નહીં. સાધનાને રહે ચડતે જીવ સ્વ-સમુખ થઈ, સ્વમાં પરિણત થવા માંડે છે. જેથી પરિણામે સર્વ બાહ્ય ભાવે છૂટી જાય છે. પિતે પિતામાં ઠરવા માંડે છે શાંત થઈ જાય છે. આવી દશાને ઝંખતે શિષ્ય ગુરુદેવ સમક્ષ અનેક શંકાઓ રજુ કરે છે. જીવ કર્મફળને ભેટતા છે કે નહીં ? એ સંદેહ શિષ્યનાં અંતરમાં ઉડયો છે. ગુરુદેવ સમક્ષ મૂકે છે. તેને સમજાવતા પહેલાં આત્મામાં ભાતૃત્વ કઈ-કઈ દષ્ટિથી ઘટી શકે તેને વિચાર કરી લઈશું. જેમ વ્યવહાર અને નિશ્ચય અને દૃષ્ટિથી આત્માનું કતૃત્વ વિચાર્યું એ જ રીતે ભકતૃત્વ પણ બને દષ્ટિથી આત્મામાં ઘટિત થઈ શકે છે. , વ્યવહારનયથી, એક રીતે જીવ ઈદ્રિને વિષયભૂત પદાર્થો થિી ઉત્પન્ન સુખ દુઃખને ભોકતા છે, તથા પદાર્થોને ભોક્તા છે. ઇન્દ્રિ દ્વારા પદાર્થોને ગ્રહણ કરવાથી સુખ અથવા દુઃખને અનુભવ સહુને છે. જેમકે :–અમુક સંગીત સાંભળ્યું બહુ મઝા આવી, અમુક દશ્ય જોયું જરાય ન ગમ્યું. મઝા આવી તે સુખ અને ન ગમ્યુ તે દુઃખ. આ ભોગ નિરંતર ચાલતું જ હોય છે. વળી પદાર્થ મેળવીને પણ સુખદુઃખ ભોગવવાના હોય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ 148 હું આત્મા છું 2, એ જ વ્યવહાર નય થી, બીજી રીતે જીવ કર્મનાં ઉદયે કરી જે સુ-ફળ કે કુ-ફળ મળે તેનાં સુખ-દુઃખને ભોક્તા છે. પુણ્યનાં ઉદય અનુકુળતા અને પાપનાં ઉદયે પ્રતિકુળતા વેઠવી જ પડે છે. કર્માધીન જીવ કર્મનાં ઉદયમાં વહી જતો હોય તેથી ઉદય જન્ય સુખ-દુઃખને ભક્તા છે. 3, અશુદ્ધ નિશ્ચય નયથી, ચેતન ભાવરૂપ રાગ-દ્વેષનો ભોકતા છે. રાગ-દ્વેષ વિભાવ છે, પણ ચેતનનાં આશ્રયે ઉત્પન્ન થતાં હોય છે. તેથી તે ચેતનરૂપ છે. તેને ભોક્તા જીવ છે. જીવ રાગ અનુભવે છે તે ષ પણ અનુભવે છે. 4, શુદ્ધ નિશ્ચય નયથી જીવના મૌલિક ગુણો અનંતજ્ઞાન, અનંતદર્શન. અનંત વીર્ય અને અનંત સુખને ભોકતા છે. ગુણોનું પરિણમન સહજ રૂપે સમયે-સમયે થયા કરતું હોય છે. જીવ તેને અનુભવ લેતો રહે છે માટે તે ભાવોને ભોકતા છે. 5, પરમ શુદ્ધ નિશ્ચય નયથી જીવ અભોક્તા છે. આ નય ભોગ્ય અને ભેકતામાં ભેદ નથી સ્વીકારતે એ કેવળ શુદ્ધ નિરપેક્ષ સ્વભાવને જ ગ્રહણ કરે છે. જીવ પિતાનાં શુદ્ધ સ્વભાવરૂપે નિરંતર રહ્યા જ કરે છે તેથી તે અભોકતા છે. આમ વ્યવહાર અને નિશ્ચય નયથી આત્માનું ભોકતાપણું અભોકતા પણું બતાવ્યા પછી હવે શ્રી ગુરુ શિષ્યની શંકાનું સમાધાન આપે છે. ભાવ કર્મ નિજ કલપના, માટે ચેતન રૂપ, જીવ વીર્ય ની રણ, ગ્રહણ કરે જડધૂપ..૮૨..... કર્મ ત્રણ પ્રકારનાં 1, ભાવકર્મ, 2, દ્રવ્યકર્મ, 3, કર્મ, આત્માનાં રાગ-દ્વેષ રૂપ પરિણામ તે ભાવક છે. રાગ-દ્વેષ વિકાર રૂપ હેવા છતાં ચેતન આત્મામાં જ ઉત્પન્ન થાય છે માટે તેને ભાવ કર્મ કહ્યા છે. આ ભાવકર્મનું નિમિત્ત પામીને કર્મ વર્ગણાનાં પગલે ખેંચાઈ આત્મા પર આવે છે તે દ્રવ્યરૂપ છે, માટે તેને દ્રવ્યકમ કહ્યાં. અને બંનેનાં પરિણામ સ્વરૂપ શરીર તે ને-કમ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ભાવ કર્મ નિજ કલ્પના 149 રાગ-દ્વેષ એ આત્માનાં વિકારી ભાવે છે. આપણે પણ રાગ-દ્વેષને અનુભવ કરીએ છીએ તે ભાવાત્મક રીતે જ કરીએ છીએ કેઈ વ્યક્તિ કે વસ્તુને રાગ-પ્રીતિ આપણાં અંતરમાં છે, તે માત્ર અંતરથી જ અનુભવી શકાય. બહાર કે પદાર્થરૂપે દેખાડી ન શકાય. હા, રાગનાં પિષણ માટે થતા કાર્યોથી રાગને જાણી શકાય કે માપી શકાય. પણ રાગ જોઈ ન શકાય. એવું જ શ્રેષનું. એ પણ અંદરમાં અનુભવાય પણ બતાવી ન શકાય. દ્વેષનાં કાર્યને જાણું શકાય, જોઈ શકાય પણ એ કાર્યનાં કારણરૂપ દ્વેષને જાણ ન શકાય. આમ રાગ અને દ્વેષ ભાવાત્મક છે અને આત્માનાં વિકારી ભાવ છે માટે ભાવકમ છે. વળી એ આત્માનાં અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. જ્ઞાનદશામાં રાગાદિ નથી. આત્મા જ્ઞાન સ્વભાવથી સ્થૂત થાય છે ત્યારે કર્મોનાં ઉદયરૂપ પ્રવર્તતું અજ્ઞાન કેટલીયે વિકૃતિ પિદા કરે છે, તેમાં તે રાગ-દ્વેષને પણ પેદા કરે છે. જીવનાં અજ્ઞાનથી પિદા થતાં હોવાથી રાગ-દ્વેષને ચેતન માન્યા છે. આત્મા પિતે શાંતરસમય હોવા છતાં જ્ઞાન સ્વભાવમાં ન રહે ત્યારે તેનું આત્મવીર્ય સ્કુરાયમાન થાય. આ આત્મા અનંતવીય ને ધારક છે. આત્મા જેટલો સ્વભાવથી વધુ દૂર ખસે એટલું વધુ વીર્ય ફુરે અને જીવનાં મન, વચન, કાયાનાં યેગોને ચંચળ બનાવે. યોગોની ચંચળતા આત્માને પણ સ્થિર ન રહેવા દે. આત્મામાં કંપન પેદા થાય, આ કંપન વાતાવરણમાં પડેલ કમ પુદ્ગલેને ખેંચી કર્મરૂપ પરિણત કરે છે. આમ આત્મા જ અજ્ઞાને કરી કર્મને કર્તા બને છે. આત્મા જ્ઞાનભાવમાં રમતું હોય, સમ્યગદશી બની નિજ સ્વરૂપની રમણતામાં ઝૂલત હોય એ નિમિત્ત પામીને આત્માનાં અસંખ્ય પ્રદેશે રહેલ અનંતવીર્ય ઉલ્લસિત થાય, અંતભૂત થાય ત્યારે એ કેટી કર્મોની નિજર કરી નાખે છે. જીવમાં એક પ્રકારને ભાલ્લાસ પિદા કરે છે. જે જીવને અતિ વેગે સર્વ કર્મ ક્ષય તરફ દોરી જાય છે. Page #177 -------------------------------------------------------------------------- ________________ 150 હું આત્મા છું જીવને સવળે પુરુષાર્થ આત્મવીર્યને ઉપગ, કમ નિર્જરા માટે કરે છે અને અવળે પુરુષાર્થ આત્મવીર્યના બળે અનંત કમેને ઉપાર્જન કરે છે. અહીં ગુરુદેવ એ જ બતાવવા માગે છે કે રાગ-દ્વેષ રૂપ ભાવકર્મો ચેતનનાં આશ્રયે ઉત્પન્ન થઈ જડ એવા કર્મોનાં કારણરૂપ બને છે. અને તેથી વ્યવહાર નયે આત્મા કમને કર્તા બને છે. અહીં આ બધું કહેવાનું પ્રયોજન એ જ છે કે જે આમ જીવ કર્મને કર્તા બનતો હોય તે એ કર્મફળને ભક્તા પણ બને જ. ભાવ કર્મથી દ્રવ્ય કર્મો આકર્ષાય છે. દ્રવ્ય કર્મોના ઉદયે વળી જીવ એ રૂપ પરિણમે છે. અને બાહ્યમાં પણ દેહાદિની ક્રિયાઓ એ રૂપ થાય છે દેહાદિની ફિયાનાં કારણે ફરી રાગ-દ્વેષ અને કર્મબંધ થાય છે. આમ આ આખુયે ચક ચાલ્યા જ કરે છે. એ સર્વનાં મૂળમાં અજ્ઞાન છે. જ્યાં સુધી અજ્ઞાન પડયું છે ત્યાં સુધી જ આત્માને કર્મનું ભકતૃત્વ છે. જે સમયે અજ્ઞાન જશે તે જ સમયથી એ નિજ સ્વભાવને “કર્તા–ભક્તા' બની જશે. જડ કર્મો ચેતનને ફળ કેવી રીતે આપી શકે તે સમજાવવા માટે ગુરુદેવે આટલી ભૂમિકા બાંધી. કર્મો જડ હોવા છતાં પણ જ્યાં સુધી આત્મા સાથે એક ક્ષેત્રાવગાહી રહ્યાં છે. ત્યાં સુધી એને ચેતનને પાવર મલ્યા કરે છે. એ પાવરથી એ પિતાને કરવા ગ્ય કાર્ય કરી લે છે. ચેતન આત્માથી પાવર મેળવવા માટે કર્મ ચેતનને ભ્રમિત કરી નાંખે છે. તે જ ચેતન, કર્મને વશ થાય. નહીં તે ન થાય. આપણે સહુને અનુભવ છે કે આપણે આત્મબ્રાંતિમાં જીવી રહ્યાં છીએ એટલે જ કર્મોનું જોર આપણે પર ચાલે છે. અન્યથા અનંત શક્તિ ધારક આત્મા પર જડ કર્મો કેમ સવાર થઈ શકે ? આત્માને ભૂલાવામાં નાંખી કર્મો ને જે કરવું હોય તે કરી લે છે. તેમ એ જ આત્માને સારાં - માઠાં ફળ દેવા માટે પણ આત્માને ભૂલાવે અને ફળ આપી દે છે. હવે જડ કર્મો કેવી રીતે આત્માને ફળ આપે છે તે ગુરુદેવ સમજાવશે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ઝેર સદા સમજે નહીં ?.. વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના પરમાર્થ સાધવાની સાધના છે. જેને આજ સુધી પરમાર્થ સાથે નથી. માત્ર દેહ અર્થે ભૌતિક ઉપલબ્ધિઓની પ્રાપ્તિમાં જ એ પડશે રહ્યો. જીવને એ જાણ નથી કે દેહનાં, મનનાં, ઈન્દ્રિયેનાં સુખે કરતાં પણ, વિશેષ સુખ કયાંય મળે છે ! આત્મા-પરમાત્મા જેવા શબ્દો પણ જેના કાને નથી પડયા તેને ક્યાંથી ખબર હોય કે “હું આત્મા છું” તેમ હું જ પરમાત્મા છું” મારા પરમાત્મભાવને પ્રગટ કરી શકું છું. બંધુઓ ! જીવને જે Field માં જેટલો વિકાસ થયો હોય, એટલી જ ઈચ્છાઓ એને થાય. પછી ભલે પિતાના Field ની ઈચ્છાઓ અનેક હોય. જેમકે ભારતનાં તદ્દન નાનાં ગામડાઓ જે શહેરથી ઘણું જ દૂર અને અંદરના ભાગમાં છે, ત્યાં રહેનારા માણસે કદી ટ્રેઇન પણ જોઈ નથી. અરે ! એ જાણતો પણ ન હોય કે આવું કઈ વાહન હેાય કે જે એક ગામથી બીજે ખૂબ દૂરનાં ગામમાં લઈ જાય ! એને ટ્રેઇનમાં બેસવું છે એવો વિચાર પણ ન આવે તે Air માં બેસવાને વિકલ્પ જ કયાંથી ઉઠે ? આજનાં વિજ્ઞાને કરેલી શેઠેથી પણ એ બિલકુલ અજાણ, એને કોઈપણ જાતનાં વૈજ્ઞાનિક સાધનોથી સગવડતા મેળવી લેવાની ઈચ્છા પણ ન જન્મે ! આપણે પણ એ ગ્રામ્યજનથી કંઈ વિશેષ નથી. માત્ર દેહને ઇન્દ્રિએનાં પ્રદેશમાં જ વસ્યા છીએ. તેમાંથી બહાર નીકળી અમાપ રિદ્ધિને Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર હું આત્મા છું સ્વામી આત્મા એ જ હું છું. તેમજ મારા આત્મામાં જ અવિકલ સુખનાં ખજાના ભર્યા છે એથી તદ્દન અજ્ઞાત એવા આપણાં આત્મિક સુખની પ્રાપ્તિનાં પ્રયત્ન કયાંથી કરીએ ? પણ, આજે આવા દુષમકાળમાં પણ આપણે સૌભાગ્યશાળી છીએ કે વીતરાગની વાણીરૂપ શાસ્ત્રો તથા સત્સંગ બંને મળ્યા છે પિતાની જ્ઞાન-દશાથી આત્માને પામી શકાય છે એવી સચોટ ખાત્રી ગુરુદે કરાવે છે. ત્યારે સાંસારિક વા નાઓને છેડી દઈ આત્મિક ઉપલબ્ધિ માટે પુરુષાર્થ કરીએ. સંસારસુખ તે બહુ ભેગવ્યા પણ હવે આત્મિક આનંદની અનુભૂતિ કરવી છે. સંસારનાં ભેગે મીઠા લાગતા હશે પણ પરિણામે તે કડવા ઝેર છે. શાસ્ત્રમાં કહ્યું છે– जहा किम्पाग फलाण', परिणामो न सुन्दरो / एव भुत्ताण भोगाणं, परिणामो न सुन्दरो // તેમજ મિસ સુલી વદુરદુરથી..! સુંદર દેખાતા કિપાકવૃક્ષનાં ફળ, ખાવાથી ઝેરરૂપ પરિણમે છે. તેમ દેહ-ઈન્દ્રિયનાં ભેગે ભગવતી વખતે બહુ મીઠા લાગે. ક્ષણ એક જુઠા સુખની અનુભૂતિ કરાવે પણ પરિણામે દીર્ઘકાળ સુધી દુઃખ જ આપે. બંધુઓ ! અજ્ઞાન ભાવે જીવ ઈન્દ્રિયજન્ય વિષય. વૈષયિક પદાર્થોને ભેગવે છે. પણ એ જ જીવ જ્યારે અજ્ઞાન ટાળી જ્ઞાનદશાને જાગૃત કરે ત્યારે પિતામાં રહેલ સ્વભાવદશાને લેતા બને છે. સંસારનાં સર્વ પદાર્થો હાજર હોય, ઈન્દ્રિયે પણ સંપૂર્ણ હોય. દેહ સશક્ત હોય છતાં અંતરમાં પ્રગટ થયેલી ઉદાસીનતા પદાર્થોનાં ભેગવટામાં નિર્વેદને જ સેવતી હોય. તેથી જ સર્વ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી ચક્રવતી ભરત, તદુભવ મોક્ષે પધારી ગયા. ભૂગજન્ય પદાર્થો તે જડ છે એ જીવને આકર્ષી શકે નહીં પણ જીવને રાગ-દ્વેષને ભગવટ કરે પણ ગમે છે. એ રાગાદિમાં ભળી જાય છે તેથી જ પિતે ભેગો તરફ આકર્ષાઇ તેને ભેગવે છે. અનાદિથી જીવને આ જ અભ્યાસ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ ઝેર સુધા સમજે નહીં 153 જિજ્ઞાસુ શિષ્ય, કે જેનું મન સંસારનાં ભેગોથી વિરક્ત થવા માંડ્યું છે તે તત્વની દષ્ટિએ જીવનું ભકતૃત્વ શું છે તે જાણવા માગે છે. જીવ કર્મને કર્તા છે એ તેની શ્રદ્ધામાં ઉતર્યું છે પણ સાથે-સાથે એ ય જાયું કે કેમ તે જડ છે. જડ કર્મો કઈ રીતે ફળ આપવા સમર્થ હોઈ શકે ? ગુરુદેવે આના સમાધાન અર્થે પ્રથમ ગાથામાં એ સમજાવ્યું કે જીવ કર્મને કર્તા કઈ રીતે છે. કર્મનાં કતૃત્વમાં ચેતનની પ્રેરણા હોય તે ભકતૃત્વમાં પણ હોય. આ તકે ઉપસ્થિત કરી હવે જડ કર્મો ફળ કઈ રીતે આપે તે સમજાવે છે. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનુ, ભક્તાપણું જણાય...૮૩ વત્સ ! વ્યવહારમાં જોયું છે કે જડ પદાર્થોની અસર બહુ મોટી હોય છે. સામાન્ય રીતે વિચાર કરીએ તો રોજનાં ભજનની અસર શરીરમાં દેખાય છે. ભેજનનાં પદાર્થો જડ હોય છે. છતાં શરીરમાં શક્તિ, લેહી, ચરબી વગેરે બધું જ બનાવે છે. આહારનાં બળે માણસ જીવતા હોય છે. કેટલાંક ભેજ્ય પદાર્થ તે નશીલા પણ હોય છે. ભારે ખોરાક ખાઈને ઉઠો, ને ઘેન ચડવા માંડે. આરામ કરવાની ઈચ્છા ન હોય તો પણ સૂઈ જવું પડે. આ છે ભેજનનાં પદાર્થોની શરીર પર અસર. મદિરા પીધેલા માણસ પર, મદિરાની અસર કેટલી ? તેને ભાનસાન ભૂલાઈ જાય, ડાહ્યો ગણાતે માણસ વિચિત્ર રીતે વર્તન કરવા માંડે, તેનાં જ્ઞાનતંતુઓ શિથિલ થઈ જાય. ઓપરેશનના ટેબલ પર સૂતેલા માણસને ડોકટર એનેસ્થેસિયા આપે અને તે મૃતવત્ થઈ જાય. શરીરનાં કઈ પણ ભાગને કાપે. તેને ખબર ન પડે. કેટલી જબરદસ્ત અસર આત્મા પર? જે આત્માને એક સેયની અણી અડે તેનું પણ સંવેદન છે એ આખું શરીર કપાઈ જાય તે પણ વેિદી ન શકે, ક્યાં જાય આત્મા ? આત્મા તે ત્યાં ને ત્યાં હોય પણ Page #181 -------------------------------------------------------------------------- ________________ 154 હું આત્મા છું પિલા પદાર્થો, જે વેદે છે એવા જ્ઞાનતંતુઓને અત્યંત સુષુપ્ત અવસ્થામાં મૂકી દીધા તેથી સંવેદન કરી શકે નહીં. એ જ રીતે કઈ માણસ ઝેર ખાય તે મરી જાય છે અને ઉત્તમ પદાર્થ જેને અમૃત કહેવાય તે ખાય છે તેનાથી તેની શરીર શક્તિજીવન શક્તિ વધે છે. જેટલા કહ્યાં તે બધાં જ પદાર્થો જડ છે છતાં તેની અસર શરીર પર થતી આપણે અનુભવીએ છીએ. તેમાં પણ પોતાની ઈચ્છાથી ઝેર આદિ લે તે જ અસર થાય અન્યથા ન થાય તેમ પણ નથી. જાણેઅજાણે લઈ લીધું તે પણ તેની અસર થાય જ છે. જેમ આ બધી અસર શરીર પર, મન પર, જ્ઞાનતંતુઓ પર, આત્માની સંવેદન શક્તિ પર થાય છે. એ જ રીતે શુભા-શુભ કર્મોની અસર આત્મા. પર થાય છે. એ સમજવા માટે કર્મ બંધનની પ્રક્રિયાને વિસ્તારથી સમજીએ. આત્મા અને કર્મ પરમાણુઓનાં સંબંધ વિશેષને બંધ કહે છે. તેના ચાર ભેદ છે. પ્રકૃતિબધ. સ્થિતિબન્ધ, રસબન્ધ અને પ્રદેશબંધ.. પ્રકૃતિબંધ –પ્રકૃતિ શબ્દનો અર્થ છે સ્વભાવ, તેથી જુદાં-જુદાં કર્મોમાં જ્ઞાનાદિની ઘાત કરવાનો જે સ્વભાવ ઉત્પન્ન થાય છે. તે પ્રકૃતિબંધ. કહેવાય છે. જેમકે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય. આ આઠ સ્વભાવ, કર્મોમાં ઉત્પન્ન થાય છે. જીવનાં ગ અને કષાયરૂપ ભાવેનાં નિમિત્તથી જ્યારે કર્મ-વર્ગણાઓ કર્મરૂપ પરિણત થાય છે ત્યારે તેમાં ચાર બાબતે ઉભી થાય છે. 1 સ્વભાવ, 2 સ્થિતિ, 3 ફળ દેવાની શકિત, 4 પરિમાણ એમાં. સ્વભાવ અને પરિમાણુ એટલે કે પ્રકૃતિબન્ધ અને પ્રદેશબન્ધ જીવની વેગ શક્તિ પર નિર્ભર છે તથા સ્થિતિ અને ફળ દેવાની શક્તિ અર્થાત સ્થિતિબન્ધ અને રસબન્ધ જીવનાં કષાય ભાવ પર નિર્ભર છે. ગશકિત જેવી તીવ્ર કે મંદ હશે, બન્ધને પ્રાપ્ત કર્મ પુદ્ગલેને સ્વભાવ અને Page #182 -------------------------------------------------------------------------- ________________ ઝેર સુધા સમજે નહીં 155 પરિમાણ પણ એવા જ તીવ્ર કે મંદ હશે. જીવના કષાય જેવા તીવ્ર કે મંદ હશે, બંધને પ્રાપ્ત પરમાણુઓની સ્થિતિ અને ફલદાયક શક્તિ પણ એવી જ તીવ્ર અગર મંદ હશે. આમ પહેલાં પ્રકૃતિબન્ધમાં કર્મો જ્ઞાનાવરણાદિ રૂપે પરિણમે છે. પ્રદેશબંધ - પુદ્ગલનાં એક પરમાણુને એક પ્રદેશ કહે છે તેથી જે પુદ્ગલ સ્કંધ કર્મરૂપ પરિણત થાય છે તે પુદ્ગલસ્કનું પરિમાણ, પરમાણુ વડે આંકવામાં આવે છે. જેમકે :–અમુક સમયમાં આટલા પરમાણુવાળા પુદ્ગલસ્કન્દ, અમુક જીવનાં કર્મરૂપ પરિણત થયા છે, તેને પ્રદેશબન્ધ કહે છે. - જે પુદ્ગલસ્કા કર્મરૂ૫ પરિણત થાય છે તેને કર્મવર્ગણ સ્કધ કહે છે. આ લેક પુદ્ગલાસ્તિકાયથી ઠસોઠસ ભરેલ છે. તે પગલે અનેક વર્ગણાઓમાં વિભાજીત છે. તેમાં એક કર્મવગણને વર્ગ પણ છે. આ કર્મ વર્ગણ જ જીવનાં પેગ અને કષાયનું નિમિત્ત પામીને કમરૂપ પરિણત થઈ જાય છે પરંતુ પ્રત્યેક જીવ એવી જ કર્મ વર્ગણાઓને ગ્રહણ કરી શકે છે કે જે તેનાથી અત્યંત નીકટ હેય. જેમ આગમાં તપાવેલા લેહનાં ગળાને પાણીમાં નાખવાથી, એ જે જગ્યાએ પડશે તે સ્થાનનાં પાણીને જ ગ્રહણ કરશે દૂરના પાણીને નહીં. એ જ રીતે જીવ પણ જે આકાશ-પ્રદેશમાં સ્થિત હોય તે જ આકાશ-પ્રદેશમાં રહેનારી કર્મવર્ણણાઓને ગ્રહણ કરે છે. વળી જેવી રીતે તપાવેલે લેહ ગળે પાણીમાં નાખવાથી ચારે તરફથી પાણીને ખેંચે છે તેવી જ રીતે જીવ પણ સર્વ આત્મપ્રદેશથી કર્મોને ગ્રહણ કરે છે. | ભજન પેટમાં જવા પછી કાલકમથી રસ, રૂધિર આદિ રૂપ થઈ જાય છે તેમ પ્રતિ–સમય જે કર્મવર્ગણાઓને જીવ ગ્રહણ કરે છે. તે કર્મ વર્ગણાએ પણ, એ સમયે જેટલા કર્મોને બંધ થવાને હૈય, એટલા ભાગમાં વહેંચાય જાય છે. આયુષ્ય કર્મને બંધ કાયમ નથી થતું. જ્યારે થાય છે ત્યારે એક અંતમુહૂર્ત સુધી જ, જીવનમાં એક જ વાર થાય છે. એ સમયે જેટલા કર્મ Page #183 -------------------------------------------------------------------------- ________________ 156 હું આત્મા છું પગલે ગ્રહણ થાય તેના આઠ ભાગ થઈ જાય. આયુષ્ય ન બંધાતુ હોય ત્યારે સાત ભાગ થાય. દશમાં ગુણસ્થાને આયુષ્ય અને મોહનીય છેડી શેષ છ ભાગ થાય અને તેરમા ગુણસ્થાને એક કર્મ જ બંધાય છે માટે ગ્રહણ કરાયેલા પુદ્ગલ તે એક રૂપ જ રહે છે. કર્મ પુદ્ગલેનું વિભાજન કેવી રીતે થાય છે તે જોઈએ. આયુષ્ય કર્મને ભાગ સર્વથી ડે છે. કારણ તેની સ્થિતિ સર્વ કર્મોથી ઓછી છે. આયુષ્ય કર્મથી નામ તથા ગોત્ર કમને ભાગ અધિક છે કારણ આયુષ્ય કર્મની સ્થિતિ 33 સાગરોપમની છે અને નામ-શેત્રની 20 કોડાકોડ સાગરની છે. તે બન્નેને સરખે ભાગ મળે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયની સ્થિતિ નામ-શેત્રથી વધારે એટલે કે 30 કોડાકોડ સાગરની છે તેથી નામ, ગોત્રથી તે ત્રણેયને વધારે ભાગ મળે છે. પણ ત્રણેયને એક સરખે મળે છે. આ ત્રણેય કર્મોથી મહનીય કર્મને ભાગ અધિક છે કારણ કે તેની સ્થિતિ 70 કડાકોડ સાગરની છે. વેદનીય કર્મને ભાગ સહુથી અધિક છે. જો કે વેદનીયની સ્થિતિ મોહનીય કર્મથી ઘણું ઓછી છે તે પણ મોહનીયથી વેદનીયને ભાગ વધારે છે કારણ કર્મ પુગલનાં ઘણાં દ્રવ્ય વિના વેદનીય કર્મના સુખદુઃખાદિને સ્પષ્ટ અનુભવ થઈ શકતો નથી. વધારે પુગલ મળે તે જ વેદનીય પિતાનું કાર્ય કરવામાં સમર્થ બની શકે છે. માટે સ્થિતિ છેડી હોવા છતાં પણ સહુથી વધુ ભાગ તેને મળે છે. સ્થિતિબંધ –બંધ થઈ ગયા પછી જે કર્મ જેટલા કાળ સુધી આત્મા સાથે લાગીને રહે, તે તેને સ્થિતિકાળ. બંધાવાવાળા કર્મોમાં આ સ્થિતિકાલની મર્યાદાનું નિશ્ચિત થવું તેને જ સ્થિતિબંધ કહેવાય છે. સ્થિતિ બે પ્રકારની. જન્ય અને ઉત્કૃષ્ટ. ઓછામાં ઓછી સ્થિતિને જઘન્ય અને વધુમાં વધુ સ્થિતિ, તે ઉત્કૃષ્ટ સ્થિતિ. બીજી રીતે બે પ્રકારની સ્થિતિ કહી. કર્મ બંધાયા પછી જ્યાં સુધી ઉદયમાં ન આવે પણ આત્મા સાથે રહે તે અબાધાકાળ અને ઉદયમાં આવ્યા પછી જ્યાં સુધી ઉદયમાં રહે તે સ્થિતિ. જે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલા સાગરોપમની હાય એટલા સો વર્ષને અબાધા કાળ હોય છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ ઝેર સુધા સમજે નહીં 157 રસબંધ - બંધ પ્રાપ્ત કર્મ પુદ્ગલેમાં ફળ દેવાની શક્તિ હોય છે તેને રસબંધ કહે છે. જેની સાથે બંધાયા પહેલાં કર્મ પરમાણુઓમાં કઈ વિશિષ્ટ રસ નથી હોતો. તે નિરસ અને એકરૂપ હોય છે. પરંતુ જ્યારે જીવ દ્વારા કર્મ પરમાણુઓ ગ્રહણ કરવામાં આવે ત્યારે જ જીવનાં કષાયરૂપ પરિણામમાં નિમિત્તથી તેમાં અનંતગુણ રસ પડે છે. જે જીવનાં ગુણની ઘાત કરે છે તેને જ રસબન્ધ કહે છે. જેમ સુકુ ઘાસ નીરસ અને લખ્યું હોય છે પણ જુદાં-જુદાં પ્રાણઓનાં પેટમાં જઈ દૂધ બને, તેની ઘટ્ટતા અને ચીકાશમાં તારતમ્યતા હોય છે વળી ગુણમાં પણ અંતર પડે છે. ભેંસ, ગાય અને બકરીના દૂધમાં આ ભેદ જોવા મળે છે. તેમ જુદા-જુદા જીવ જ્યારે કર્મ ગ્રહણ કરે ત્યારે સહુનાં કષાયભામાં તરતમતા હોય છે તેથી કર્મની ફળ દેવાની શક્તિ રૂ૫ રસમાં પણ તરતમાતા બને છે. અને ઉદયમાં આવે ત્યારે તીવ્ર કે મંદ રસ ફળ આપે છે. રસ અથવા અનુભાગ બે પ્રકાર હોય છે. તીવ્ર અને મંદ. આ બંને પ્રકારને અનુભાગ શુભ-અશુભ બંને પ્રકૃતિમાં હોય છે. શુભ પ્રકૃતિનાં રસને શેરડીના રસની ઉપમા આપવામાં આવે છે કારણ કે ભેગવવામાં એ મીઠે અને સ્વાદિષ્ટ શેરડીના રસ જે હોય છે. અશુભ પ્રવૃતિઓનાં રસને લીમડાનાં રસની ઉપમા અપાય છે. લીમડાને રસ કડે હોય તેમ અશુભ પ્રકૃતિનાં ફળ પણ દુઃખદાયી હોય છે. આ બંને રસમાં પણ અનેક પ્રકારે વધતા-ઓછાપણું હોય છે જેને તીવ્ર, તીવ્રતો અને તીવ્રતમ તથા મંદ, મંદતર, અને મંદતમ રૂપ ગુણ હાનિ-વૃદ્ધિ કહે છે. આમ કરેલા કર્મોને અમુક પ્રકૃતિ રૂપે, અમુક પ્રદેશના પરિમાણ રૂપ, અમુક સ્થિતિ અર્થાત્ કાળ સુધી અને મંદ–તીવ્ર રસ રૂપે જીવ ભોગવે છે. આ ચારેય પ્રકારનાં બંધના કારણરૂપ જીવનાં કષાય ભાવો તથા યેગની પ્રકૃતિનું માધ્યમ મુખ્ય કારણ છે. જીવ જ્યારે વિભાવ પરિણમને પરિણમે છે ત્યારે કષાયે કરે છે અને કષાયનાં આશ્રયે મેંગેની તે-તે પ્રકારની પ્રવૃત્તિ થાય છે. Page #185 -------------------------------------------------------------------------- ________________ 158 હું આત્મા છું જેમ કર્મ કરવામાં ચેતન આત્માએ ભાગ ભજવ્યું, તે જ જડ પરમાણુઓ કમરૂપ પરિણમ્યા તેમ કર્મોનાં ઉદય વખતે પણ આત્મા હાજર છે, આત્મા સાથે લાગેલા કર્મો જ ઉદયરૂપ પરિણમ્યા છે, અન્ય નહીં. તેથી તે કર્મો પણ ફળ આપવા સમર્થ થાય છે. જડ પદાર્થ પિતે કંઈ ન કરી શકે પણ, માનવ કે પશુ-પક્ષી વગેરે કઈ જીવ જડને પ્રવર્તાવે તે જડમાં ઘણું સામર્થ્ય છે. જે આજના વૈજ્ઞાનિક યુગમાં સમજવું જરાય મુશ્કેલ નથી. પુદગલનો અંતિમ ભાગ પરમાણુ, પિતે એકલે શું કરી શકે ? તેનામાં અખૂટ શકિત હોવા પછી પણ જડ હવાનાં કારણે તે કંઈ કરી શકતો નથી પણ એ જ અણુની શક્તિ માપીને તેને પ્રવેગાત્મક ધોરણે ઉપયોગમાં લીધી તે એ વિશ્વનો વિનાશ કરી શકે તેવી ધ્વસાત્મક શક્તિ તેનામાં પિદા થઈ અને ભલ-ભલી બિમારીને દૂર કરી શકે તેવી સર્જનાત્મક શકિત પણ વિકસિત થઈ એ સિવાય પણ અનેક રીતે જડ-શક્તિઓને નાથવામાં આવી છે અને તે માનવ પ્રાણીઓનાં ઉપયોગમાં આવે છે. તેથી જ ગુરુદેવ કહે છે કે પદાર્થ પિતે ન જાણતો હોવા પછી પણ તેનામાં રહેલ શકિતની અસર થાય છે તેમ શુભા-શુભ કર્મ પણ જીવને ફળ આપવા શકિતમાન છે. આત્મા પર રહેલ કર્મ તેની સ્થિતિ પાકતાં ફળ આપે છે. અને ફળ આપી પોતાની જાતે જ આત્માથી અલગ થઈ જાય છે. આમ જીવ કર્મને કર્તા છે તે તે ભકતા પણ છે. આત્માનાં ક્ષેતૃત્વ ને સિદ્ધ કરતાં અન્ય તર્કો અવસરે. Page #186 -------------------------------------------------------------------------- ________________ કારણ વિંના જ કાર્ય છે..! વતરાગ પરમાત્મા-અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના વિભાવના કારણે રહેલી વિચિત્રતાનું ભાન જીવને કરાવી અનેકરૂપતામાંથી બહાર લાવી એકરૂપતા પ્રાપ્ત કરાવે છે. જીવનું સ્વરૂપ એક અને અખંડ હોવા છતાં સંસારમાં રહેલ અનંત પ્રાણું– એમાં વિભિન્નતા દેખાય છે. મનુષ્યરૂપે, બધાં જ મનુષ્ય સરખાં, શરીરાકૃતિ સરખી, હોવા છતાં પણ એક મનુષ્ય બિલકુલ બીજા જે જોવા નથી મળતું. કયારેક કંઈક સરખાપણું બે માનમાં જોવા મળે છે તે પણ કરેડામાં કેઈક, કદાચ બેલડાનાં બે બાળકે સમાન દેખાય. છતાં સૂક્ષ્મતાથી જોતાં જરા ફેર તે દેખાશે. હાથ, પગ, આંખ, કાન, નાક, મુખ વગેરે યથાસ્થાને જેટલા હેવા જોઈએ તેટલા જ હોય પણ તેનો દેખાવમાં ફરક હોય. એ જ રીતે શરીરની દષ્ટિએ પશુઓમાં–પક્ષીઓમાં પણ આ અંતર રહે છે. શરીરની દૃષ્ટિએ આવી વિભિન્નતા જગતમાં દેખાય છે. માનસિક દૃષ્ટિએ પણ મનવાળા જેમાં વિભિન્નતા દષ્ટિગોચર થાય છે. જડ પુદ્ગલનું બનેલું મન, મનરૂપે બધાને એક સરખું મળ્યું પણ મનનાં કાર્યોમાં ખૂબ અંતર. કોઈ માણસને નાને એ પ્રસંગ ખૂબ જ ઊંડી અસર કરી જાય. મન અપસેટ થઈ જાય. અરે ! તેનાં કારણે ભયંકર બિમારી નેતરી લે. જ્યારે કેટલાક માણસનાં મન એવા હોય કે અતિ દુઃખદ પ્રસંગ પણ તેનાં મનને ચલિત ન કરી શકે. બીજી દષ્ટિએ માનસિક સ્થિતિ સહુની જુદી-જુદી. રસ અને રૂચિ Page #187 -------------------------------------------------------------------------- ________________ 160 હું આત્મા છું પણ જુદાં, એક વ્યક્તિને અમુક ચીજ કે અમુક વ્યક્તિ બહુ જ પ્રિય હોય તે બીજી વ્યક્તિને એ જ ચીજ કે એ જ વ્યક્તિ અત્યંત અપ્રિય હાય. આવા ગમા-અણગમાનાં ભાવે દરેકનાં મનમાં જુદી-જુદી રીતે પડ્યાં હોય છે. એથી પણ આગળ વધીએ તે આધ્યાત્મિક ભૂમિકા પર સહુમાં ભિન્નતા હોય. જેમકે સહુ સાથે બેસીને પ્રાર્થના કરતાં હેય. ભગવાન ઋષભદેવની સ્તુતિ રૂપ ભકતામર સ્તોત્રનું સ્મરણ થતું હોય પણ ભગવાન પ્રત્યે સહુને એક સરખા ભક્તિભાવ જાગતા નથી. કેઈ ભક્તિરસની ભરતીથી પ્રસન્નતા અનુભવતા હોય તે કઈ માત્ર બોલી જવા ખાતર બોલી જતાં હોય. હૃદયને એ પ્રાર્થનાનાં ભાવ સ્પશે પણ નહીં. એક સાથે ઘણાં લોકો સામાયિક લઈ બેઠા હોય. સામાયિક એટલે સમતાગની સાધના. એક વ્યકિતને સામાયિક કરતાં સમતાભાવ અંતરમાં સધાય પણ ખરે. ભલે થોડી વાર જ સમતા રહે પણ સમતાને અનુભવ તે કરી લે. બીજી વ્યક્તિ વધારે સાધી શકે અને પ્રાયોગિક જીવનમાં સમતા ઉતરવા માંડે. એક વ્યકિતને અનેક સામાયિક કર્યા પછી પણ સમતા શું તે ખબર પણ ન પડે. એ જ રીતે ધર્મના નામે થતાં સર્વ ક્રિયા-અનુષ્ઠાને તપ-જપ-ભક્તિસ્વાધ્યાય વગેરેની સહુને સરખી અસર જોવા નથી મળતી. સહુ જીને તેનું પરિણામ જુદું-જુદું. વળી એક જ નિમિત્ત, કોઇની નાની સરખી ભૂલ, એક વ્યકિતને ભયંકર ગુસ્સો કરાવે, વ્યક્તિ ખૂબ આવેશમાં આવી જાય, ધ્રુજવા માંડે, અને બીજી વ્યકિત એ જ નિમિત્તમાં તદ્દન શાંત રહે, એને નિમિત્ત જરાય ખળભળાવે નહીં. એટલું જ નહીં બંધુઓ! આપણે સહુને અનુભવ છે કે કેઈ નાનું નિમિત્ત આપણને ખૂબ અસર કરી જાય. કેધથી લાલચેળ થઈ જઈએ. ન બોલવાનું બોલી નાખીએ. વ્યાકૂળ થઈ જઈએ, આખી પરિસ્થિતિ ને પલટાવી નાખીએ પણ ક્યારેક એ કે એથી મેટું નિમિત્ત આવે તે Page #188 -------------------------------------------------------------------------- ________________ કારણ વિના ન કાય તે 161 પણ આપણે ખામોશ રહી જઈએ. કંઈ ન થાય મનમાં, જતું કરી દઈએ. આ બાબત પર વિચાર કરીએ ત્યારે આપણને જ આપણી જાતની વિચિત્રતા ને ખેદ થાય કે આ તે કેવું ? કેઈની નાની ભૂલે મેં કેવા ઉધામા કર્યા. અને અહીં આટલું મોટું નુકશાન થયું તે પણ મને કંઈ ન થયું. અને વખત ભૂલ કરનાર વ્યક્તિ એ જ અને જેનાર પણ હું જ છતાં બંને પ્રસંગનાં મારા વ્યવહારમાં આટલી ભિન્નતા કેમ ? આમ સમગ્રપણે વિચાર કરતાં પ્રત્યેક વ્યક્તિની પિતાની જુદાં-જુદાં સમયની સ્થિતિ જુદી, એ જ રીતે અનેક વ્યક્તિઓમાં એક સમયમાં વિભિન્ન વિચિત્રતાઓ ! આ વિચિત્રતાઓ પાછળ કંઈને કંઈ કારણ ચોક્કસ છે. ભલે પ્રત્યક્ષ કારણ હોય કે પરોક્ષ પણ કેઈ ને કોઈ કારણ તે હોય જ છે. કારણ વિના કાર્ય નથી હોતું. આ કાર્ય-કારણ ભાવને સમજાવવાની સાથે-સાથે ગુરુદેવ શિષ્યની શંકાનું સમાધાન આપે છે. જીવ કમને કર્તા હેવા પછી પણ ભેકતા કઈ રીતે હોઈ શકે તે શિષ્યની શંકા છે. ગુરુદેવ ફરમાવી રહ્યાં છે— એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ, કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ ઘ.૮૪. હે શિષ્ય ! જગતમાં કોઈ નિધન છે તે કોઈ ધનવાન છે, કેઈ પંડિત છે તે કઈ મૂખ છે, કોઈ ઊંચ છે, કેઈ નીચ છે. અને આગળ કહી તે બધી જ શારીરિક, માનસિક, આધ્યાત્મિક વિચિત્રતાઓ છવામાં દેખાય છે. તે સર્વની પાછળ કંઈને કંઈ કારણ છે. આ કારણ પ્રત્યક્ષમાં ક્યારેક દેખાય છે, ક્યારેક નથી દેખાતું. કોઈ માણસ ખૂબ મહેનત કરે અને ધન કમાય ત્યારે તે આપણે એમ માનીએ કે એણે પરિશ્રમ કર્યો, તેના ફળ સ્વરૂપ ધનપ્રાપ્તિ થઈ પણ ઘણી મહેનત કર્યા પછી પણ સુખ-સાધન–સગવડતા ન પામી શકે ત્યારે શું સમજવું? વ્યવહારમાં બોલીએ છીએ કે એનાં નશીબ જ એવા છે ! નશીબ એ શું છે? ભૂતકાળને વૈભાવિક પુરુષાર્થ તે વર્તમાનનું પ્રારબ્ધ! શુભ ભાવે સહિત થયેલે પુરુષાર્થ પુણ્યરૂપે પરિણમે છે અને અશુભ ભાવથી થયેલે ભાગ-૨-૧૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ 162 હું આત્મા છે પુરુષાર્થ પાપનું નિબંધન કરાવે છે. નશીબ એ કોઈ અદશ્ય વિધાતાએ લખેલ જન્મપત્રિકા નથી. પણ જીવ પિતે જ પૂર્વ—જન્મમાં જે જે પુણ્ય પાપ કરીને આવ્યું છે. તે જ ભાથું પ્રારબ્ધ રૂપે સાથે લઈને આવ્યા છે. આથી નિશ્ચિત થાય છે કે વર્તમાનમાં જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે સર્વ શુભાશુભ કર્મોનાં કારણરૂપ છે. પૂર્વે કરેલાં કર્મો ઉદયમાં આવી તે-તે પ્રકારનાં ફળ આપી રહ્યાં છે. સર્વ જીવનાં કર્મો એક સરખાં નથી હતા. વિભિન્ન નિએમાં ગયેલ જીવે જુદા-જુદા સમયે જુદાં-જુદાં ભાનાં કારણે અનેક પ્રકારનાં કર્મો ઉપાર્જન કર્યા છે. તેના ઉદયથી પ્રેરાઈને સર્વ જીવે પણ એ જ રીતે જુદાં-જુદાં પરિણામવાળા વાનાં કારણે જુદીજુદી જાતનાં કર્મો બાંધે છે. તે કર્મોનાં ફળરૂપ સર્વ જી જુદાં-જુદાં સંગને પામે છે. માટે જ આટલી બધી વિચિત્રતાઓ દેખાય છે. કર્મ પરમાણુઓ જડ હેવા પછી પણ જીવનું નિમિત્ત પામી જુદીજુદી રીતે પરિણમે છે. જ્યાં સુધી આ પરમાણુઓ કર્મરૂપ નથી પરિ ણમ્યા ત્યાં સુધી તેનામાં કંઈ અંતર નથી હતું. સર્વ સરખાં જ હોય છે. પણ જીનાં રાગાદિ ભાવોની તારતમ્યતા નાં કારણે પરમાણુઓમાં તારતમ્યતા ઉભી થાય છે. એ જ રીતે આ વિશ્વમાં પરમાણુઓની અનંત-અનંત વર્ગણાઓ પડી છે. જે પિતાનાં સ્વતંત્ર વિચરણમાં કઈ જીવને લાભ-નુકશાન કંઈ જ કરતી નથી. પણ જીવ એ પરમાણુ સ્કલ્પોને ગ્રહણ કરે, પછી તેમાં રૂપાંતર થાય છે અને તેનાં પરિણામે જુદાં-જુદાં, દષ્ટિમાં આવે છે. પરમાણુઓ પિતાનાં સ્વભાવથી જ એક-બીજા સાથે મળે છે અને વિખરાય છે. એકલે હોય ત્યાં સુધી એ માત્ર પરમાણુ જ છે. પણ બે અને તેથી અધિક મળી જાય ત્યારે સ્કંધ બને છે. કેઈ જીવનાં, કઈ પણ જાતનાં નિમિત્ત વગર, આવા અનંત-અનંત સ્ક વાતાવરણમાં પડેલા જ છે. આ સ્કમાં જુદી-જુદી જાતની ગ્યતાઓ આપમેળે જ ઉભી થાય છે. જેનાં કારણે એ સ્કધ જીવનાં ઉપયોગમાં આવે છે. આવા સ્કે આઠ પ્રકારનાં છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ 163 કારણ વિના ન કાર્ય તે 1, કર્મવર્ગ:-જે સ્કને, જીવ રાગાદિ ભાવે વડે ગ્રહણ કરે છે અને તે ગ્રહાયેલા બે કર્મરૂપે પરિણમવાની યોગ્યતાવાળા છે. કર્મરૂપે આત્મા સાથે અમુક કાળ સુધી રહે છે પછી ફળ આપી આત્માથી અલગ થઈ જાય છે. ફરી પાછા એ જ જીવને અથવા બીજા જીવને કર્મ રૂપે જ ઉપગમાં આવે છે. 2, મને વર્ગ :-મનવાળા છ કંઈ ને કંઈ વિચારે છે. વિચારે જડ છે. પરમાણુરૂપ છે. જીવ જ્યારે વિચારે છે, તે પહેલાં મને શક્તિ દ્વારા વાતાવરણમાંથી મને વર્ગ નાં પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરે છે. પછી જ વિચાર કરી શકે છે. એક વિચાર આવીને પસાર થઈ ગયો એટલે એ જ ક્ષણે મનેવર્ગનાં પુગલ કો જીવથી જુદાં પડી જાય છે. ફરી વાતાવરણમાં મળી જાય છે. 3, ભાષાવર્ગ:-ભાષા પર્યાપ્તિ જે જીવોને છે. તેઓ ભાષા દ્વારા ભાવને વ્યક્ત કરે છે. શબ્દો દ્વારા બનતી ભાષા જડ છે. જયારે કોઈ પણ માનવ કે પ્રાણું બેલે છે, તે બેલતાં પહેલાં ભાષા વર્ગનાં પુગલેને, પિતાને મળેલી ભાષા પર્યાપ્તિની શકિત વડે ખેંચે છે. તેને ભાષા રૂપ પરિણાવે છે. પછી છેડી દે છે. ભાષા વર્ગનાં પરમાણુઓ જીવને બેલવાનાં ઉપયોગમાં આવે છે. - 4, શ્વાસોચ્છવાસ વર્ગ -એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સર્વ પ્રાણીએને જીવન જીવવા શ્વાસોચ્છવાસની મુખ્ય આવશ્યકતા છે. બધાં જ જીવો શ્વાસ લેતા–મુકતા હોય છે પણ આપણે જાણી શકતાં નથી. શ્વાસ લેવાની પદ્ધતિ ભિન્ન-ભિન્ન હોય. વનસ્પતિ એકેન્દ્રિય જીવ છે. તે જીવી ઐકિસજન તથા કાર્બન હવામાંથી લે છે અને છેડે છે. તે વિજ્ઞાને પણ સાબિત કર્યું છે. હવાની સાથે-સાથે શ્વાસોચ્છવાસ વર્ગનાં પરમાણુ સ્કને પણ જીવ ગ્રહણ કરવો હોય છે. પ્રત્યેક વાસ સાથે આ પુદ્ગલે ગ્રહણ થાય છે અને ઉચ્છવાસ સાથે એ પુદ્ગલે ને ત્યાગ થાય છે. પ, દારિક વર્ગ -માનવ તથા પશુ ને દારિક શરીર હોય, સ્થા વર, વિગલેન્દ્રિય તથા પંચેન્દ્રિય પ્રાણીઓનાં જે શરીરે આપણે જોઈ શકીએ Page #191 -------------------------------------------------------------------------- ________________ 164 હું આત્મા છું છીએ તે બધાં જ દારિક શરીર. જે શરીર સડન-પડનનાં સ્વભાવવાળું છે. વળી જે ઉદાર એટલે કે મુખ્ય શરીર છે તેને ઔદારિક કહેવાય છે. આ શરીર ને બનાવવામાં તથા ટકાવી રાખવામાં જે પુદ્ગલ સ્ક ઉપગમાં આવે તેને ઔદારિક વર્ગ કહે છે આ શરીર જ્યારે બન્યું ત્યારે જીવે દારિક સ્કને ગ્રહણ કરી બનાવ્યું. માના ગર્ભમાં રહેલું બાળક માના શરીરમાંથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે. એ મળતું પિષણ ઔદારિક વર્ગનાં પુગલે હોય છે. જમ્યા પછી આહાર–પાણી રૂપ જે કંઈ પદાર્થો લેવાય છે તે પણ ઔદરિક પુદ્ગલે જ અને રેમ વડે જે આહાર થાય છે અર્થાત્ પગલે ખેંચાય છે તે પણ દારિક પુદ્ગલે જ. દેખાતું આખું યે જડ-જગત ઔદારિક વર્ગના પરમાણુઓથી જ બનેલું છે. એ સિવાયનાં બીજા પુદ્ગલે આ જગતમાં આપણે નજરે જોઈ શકતાં નથી. 6, વૈકિય વર્ગ -દેવ અને નારકીનાં શરીર વૈક્રિય પુદ્ગલેનાં બનેલાં છે. જે પુદગલે લેહી, માંસ, મજજા આદિ સપ્ત ધાતુ રૂપમાં પરિણમી ન શકે. માત્ર પુદ્ગલે જ હોય. દેવ–નારકનાં શરીરમાં લેહી–માંસ આદિ ન હેય. દેવનું શરીર શુભ વૈકિય પુદ્ગલથી નિર્મિત હોય અને નારકનું શરીર અશુભ વૈકિય પુગેલેથી. - કોઇ માનવ પણ આ લબ્ધિને સાધના દ્વારા મેળવી શકે છે. તે તે માનવ અનેક જાતનાં નાના-મોટા રૂપો બનાવી શકે છે. એ રૂપ બનાવવામાં ઉપયોગી થતાં પગલે વૈકિય પુદ્ગલે હોય. દેવે પણ આ પૃથ્વી પર આવે ત્યારે અન્ય રૂપ ધારણ કરે છે તે પણ વૈક્રિય પુદ્ગલ દ્વારા જ રચે છે. વાયુ ને પણ વૈકિય શરીર હેય. તે પણ નાનાં-મોટાં રૂપ ધારણ કરે છે. આમ વિવિધ શરીર રચનામાં ઉપયોગી થતાં પુગલે તે વૈકિય વર્ગ. 7, આહારક વર્ગ :-આ પુદગલે વિશ્વમાં સહુથી થોડા છે. ચૌદપૂર્વ ધારી મહાત્મા, સંયમી પુરુષ, મનમાં ગહન તત્વની શંકા થતાં દૂર વિરાજિત કેવળી પરમાત્માને પ્રશ્ન પૂછવા જવા માટે જે શક્તિને ઉપયોગ કરે, તે Page #192 -------------------------------------------------------------------------- ________________ 165 કારણ વિના ન કાર્ય તે શક્તિને આહારક લબ્ધિ કહે છે. આ લબ્ધિ દ્વારા એક નાનું શુભ મુહૂગલેનું પૂતળું બનાવવામાં આવે, જે પૂતળું પેજને દૂર કેવળી ભગવાન પાસે જઈ શંકાનું સમાધાન કરી પાછું આવે અને પછી વિખેરાઈ જાય. આ પૂતળું બનાવવા માટે જે પુદગલ સ્કંધ ઉપગમાં આવે તે છે આહારક વર્ગ. - આ લબ્ધિ માત્ર ચૌદ પૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય કેઈને નહીં. 8, અવર્ગ-વર્ગ -બિન ઉપયોગી પુગલ સ્કો જે વિશ્વમાં સહુથી વધારે છે. આ વર્ગનાં નાના-મોટા સ્ક વાતાવરણમાં ફર્યા કરતાં હેય. જે કદી કઈ જીવને ઉપયોગી થયા નથી અને થવાના પણ નથી. માત્ર પુદગલ રૂપે તેનું અસ્તિત્વ છે. તે મળે અને વિખરાય એમ થયા જ કરે છે. આમ આ આઠ પ્રકારનાં પરમાણુ-પુદ્ગલ-સ્ક છે વિશ્વમાં ઠસોઠસ ભર્યા છે. પણ જ્યાં સુધી જીવનાં ભાવેનું નિમિત્ત ન પામે ત્યાં સુધી તે, જીવ પર કશી જ અસર કરતા નથી. તે પિતાનાં સ્વતંત્ર વિચરણમાં જ વિચરી રહ્યાં હેય. જડ છે, છતાં જીવનાં નિમિત્તે જીવ સાથે જોડાય ત્યારે, આત્માનાં ચૈતન્યનાં કારણે જાણે તેનામાં પણ ચેતન આવતું હોય તેમ એ પ્રવર્તવા માંડે છે. એવી જ રીતે આત્મા પર રહેલાં કર્મો જડ હોવા છતાં પણ આત્મા સાથે એક ક્ષેત્રાવગાહી રહ્યાં છે. તેથી આત્મા પર તેની અસર થાય છે. શિષ્યનાં મનની શંકા કે જડ કર્મો કઈ રીતે જીવને ફળ આપે? તેના સમાધાનમાં ગુરુદેવે એ સમજાવ્યું છે કે જડ પરમાણુ પુદ્ગલેનું પરિસુમન જીવનાં આશ્રયે કેવું-કેવું થાય છે અને તે કેટલું કાર્ય કરી શકે છે. વિશ્વની જેટલી જડ-શક્તિઓ આજે આપણે ઉપયોગમાં લઈ રહ્યાં છીએ તે પણ આપણી ચેતનશકિતના સાથથી જ. જે ચેતન ન હોય તે જડ કશું ય કરી શકે નહીં. ચેતનની પ્રેરણા પામી જડ ઘણું કરી શકે છે. તેની સાબિતિ પ્રથમ કહ્યું તેમ આ જગતની અંદર દેખાતી વિચિત્રતાઓ. આમ જડ કર્મો ફળ દેવા સમર્થ છે. એ ગુરુદેવે સમજાવ્યું. હવે શિષ્યનાં મનમાં એક બીજી વાત છે કે કદાચ સર્વશક્તિમાન ઈશ્વર જીવને ફળ દેવામાં જજનું કામ કરતા હોય ! તે યોગ્ય છે કે નહીં એ શંકા તેણે ઉઠાવી છે. ગુરુદેવ આ જિજ્ઞાસાનું સમાધાન પણ કરશે જે અવસરે.. Page #193 -------------------------------------------------------------------------- ________________ કર્મ સ્વભાવે પરિણમે....! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. એક્ષ-માર્ગની આરાધના સભ્યદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના આત્માથી આત્માને પામવા માટે છે. આજ સુધી જે કંઈ પામવાને પ્રયાસ કર્યો તે ઇન્દ્રિયેથી, મનથી, બુદ્ધિથી, પણ આત્માથી નથી કર્યો અનુભવી મહાપુરુષોએ સ્વયંથી સ્વયને નીરખવા માટે જ આરાધના બતાવી છે. એના માટે બાહ્ય-ચક્ષુ બંધ કરવા પડશે અને આંતર-ચક્ષુ ખેલવા પડશે. જિજ્ઞાસુ શિષ્ય ઈન્દ્રિય, મન અને બુદ્ધિનાં આશ્રયે મેળવેલ જાણકારી નાં કારણે અતીન્દ્રિય આત્મા વિષયક તમાં શક્તિ થયો છે. આત્માને કમને કર્તા સ્વીકાર્યા પછી, આત્મા કર્મ ફળને ભક્તા હેઈ શકે તે વિષે એને સદેહ છે. ગુરુદેવ એ સંશયને છેદી રહ્યાં છે. જીની વિચિત્રતાઓનું દર્શન કરાવી, એ જ જીવને કર્મનું ભેગવવાપણું છે એ સિદ્ધ કર્યું. ઈશ્વર કર્મને કર્તા નથી તે તે જીવને કર્મ ફળ દેવામાં પણ સમર્થ નથી. અને જીવનાં કર્મોને ન્યાય કરવા માંડે, તે ઈશ્વરનું ઈશ્વરત્વ રહેતું નથી. એમ શિષ્ય પણ માને છે. છતાં હજુ મનમાં એમ છે કે ઈશ્વર ફળ ન આપતે હોય તે જગતને કેઈ નિયમ જ ન રહે. તેથી જીવ શુભા-શુભ કર્મ ફળને ભોગવે પણ નહીં. શ્રી ગુરુદેવ આ શંકાનું સમાધાન આપે છે. ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર ર્મ સ્વભાવે પરિણામે, થાય ભોગથી દૂર...૮૫. હે શિષ્ય ! તું પોતે જ સમજે છે કે ઈશ્વર ફળ દેવા સમર્થ નથી. Page #194 -------------------------------------------------------------------------- ________________ [ કર્મ સ્વભાવે પરિણમે 167 છે તેથી એ વાત તે ભૂલી જ જવાની કે ઈશ્વર ફળ આપે તે જ જીવ ભગવે. - બીજી વાત સંસારનાં જીવને સારા-નરસા કર્મફળ ભોગવતાં આપણે જોઈએ જ છીએ. કોઈ સુખી અને કોઈ દુઃખી એ જ છે જીવનાં કર્મ ફળ. જે કમ ભોગવે છે, તે તેની પાછળ કોઈ વ્યવસ્થિત તંત્ર પણ હશે. એ નિયમ છે, કર્મને પિતાને સ્વભાવ! સંસારના સર્વે દ્રવ્ય અનંત શક્તિમાન છે. આત્મા અચિંત્ય શક્તિમાન છે. તેની સંપૂર્ણ શક્તિ ખીલી ઉઠે છે ત્યારે તે સર્વથા મેક્ષને પામે છે. શુદ્ધ બુદ્ધ બની જાય છે. એજ રીતે જડ દ્રવ્યમાં પણ અનંતશકિત છે. એ શક્તિના આધારે પિતાનું સ્વતંત્ર પરિણમન પણ છે. વળી જડ દ્રવ્ય એક થી બીજા રૂપ પરિણમે, તે પણ તેની ત્રિકાળી અનંતશક્તિને નાશ થતો નથી. વળી કામણ વર્ગણાનાં પુદ્ગલે જીવનાં રાગાદિ રૂપ ભાવકનું નિમિત્ત પામીને દ્રવ્યકર્મ રૂપે પરિણમે છે. ત્યારે જીવ પર પિતાને અધિકાર જમાવવાની એક વધુ શક્તિ તેનામાં પેદા થાય છે. જ્યાં સુધી એ પુદગલે કર્મરૂપ ન પરિણમ્યા હોય ત્યાં સુધી જીવને કંઈ કરવા સમર્થ નહીં પણ જીવ સાથે તેને કર્મરૂપ સંબંધ થયું કે તેનામાં કેવા રૂપે, કેટલું, ક્યાં સુધી અને કેવી તીવ્રતાથી ફળ આપવું આવી ગ્યતાઓ પ્રગટે છે. વળી કર્મ જડ પુદ્ગલ છે. પુદ્ગલેનું પોતાનું પરિણમન છે, તેથી સમય થતાં એ ઉદયમાં આવી જીવને ફળ આપે છે અને નિવૃત્ત થઈ જાય છે. જેમજેમ કમ પરમાણુ ઉદય આવલિકામાં પ્રવેશી જીવને ફળ આપે છે તેમતેમ તે નિસત્વ થઈ - થઈને ખરી જાય છે, આવું સ્વાભાવિક પરિણમન તેનું ચાલુ જ છે. ઝેર કે અમૃત, શરીરમાં જઈ તેની અસર જેટલી માત્રામાં પહોંચાડવાની હોય, તે પહોંચાડી નિવૃત્ત થઈ જાય છે. તેમ શુભ કર્મ પુણ્યરૂપે ફળ આપી ચાલ્યા જાય છે અને અશુભ કર્મ પાપ રૂપ ફળ આપી ચાલ્યા જાય છે. એક વાર ફળ આપી દીધાં પછી એ દાઢ વગરનાં સાપ જેવા થઈ જાય. કશું જ કરી શકે નહીં. કારણ તેને જીવને સાથ છૂટી ગયે. જીવની સાથે છે ત્યાં સુધી જ તેનું જેર છે. પછી નિર્માલ્ય ! હા, પિતે Page #195 -------------------------------------------------------------------------- ________________ 168 હું આત્મા છું પિતામાં, પિતાની રીતે પરિણત થયા કરે, પણ જીવને અસર કરવામાં અસમર્થ ! તે આમ કર્મો જડ હવા પછી પણ જીવને ફળ આપે છે. તેથી જ જીવને કરેલાં કર્માનુસાર ભિન્ન-ભિન્ન ગતિઓમાં, તે - તે સ્થાને જ જઈ કમ ભેગવવા પડે છે. એ પણ હકીક્ત છે. શિષ્ય એમ માને છે કે, ઈશ્વર હોય તે જ આખાયે જગતનું નિયંત્રણ કરે, વ્યવસ્થા રહે. પણ જ્યાં ઈશ્વર જ સિદ્ધ થતું નથી, ત્યાં વિશ્વનું સંચાલન અશક્ય છે. તેથી જ જીવને શુભાશુભ કર્મોને ભેગવવાનાં સ્થાન પણ ન હોઈ શકે. આને ઉત્તર ગુરુદેવ આપે છે. - તે-તે ભગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ...૮૬... જીવ જેવા શુભા-શુભ કર્મો કરે છે. તે તેને ભેગવવા જ પડે છે. આ કર્માનુસાર શુભાશુભ અધ્યવસાય થાય છે અને આ અધ્યવસાયે જ જીવની ભાવગતિ છે. ભાવગતિને અનુરૂપ એનાં ફળ ભોગવવા માટે દ્રવ્ય ગતિ પણ છે જ. દ્રવ્યગતિ ચાર છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તેમાં ઉત્કૃષ્ટ શુભ કર્મોને ભેગવવાનું સ્થાન તે દેવગતિ - સ્વર્ગ, ઉત્કૃષ્ટ અશુભ કર્મો એટલે કે પાપ અધ્યવસાયને ભેગવવાનું સ્થાન તે નક. શુભાશુભ મિશ્ર અધ્યવસાયને ભેગવવાનું સ્થાન તે મનુષ્ય અને તિર્યંચગતિ. ગતિ પર થડે વિચાર કરીએ. એ સ્થાન એવું છે માટે ત્યાં ગયેલા જીવને એવાં ફળ ભોગવવા પડે છે, એમ નથી. પણ એવા કર્મો કર્યા છે માટે તે સ્થાનમાં જવું પડે છે અને કર્મો ભોગવે છે. જેમકે કોઈ માણસ ખૂન કરતાં પકડાયે, તેને જેલમાં લઈ જવા અને તેને કેટે ફાંસીની સજા આપી. તે આ સજા જેલમાં જ અપાય. કેઈને તેનાં ઘરમાં ફાંસી અપાતી નથી. વળી એ જેલમાં ગયે માટે તેને ફાંસી થઈ એમ નથી. જે એમ હતા તે જેલમાં રહેનાર કર્મચારીઓ સુપરિન્ટેન્ડટ વગેરે અન્ય માણસોને પણ સજા થવી જોઈએ પણ જે ગુનેગાર છે તેને જ તે સ્થાનમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ કર્મ સ્વભાવે પરિણમે 169 સજા થાય છે, બીજાને નહીં. તેમ જીવે જેવા કર્મો કર્યા હોય તે ભેગવવા માટે તેવા સ્થાને છે. ત્યાં રહીને એ કર્મો તેને ભેગવવાનાં હેય. આ સ્થાને કેઈએ બનાવ્યા છે એમ પણ નહીં. લેકનું પરિણમન એ પ્રકારનું છે. ચૈતન્ય દ્રવ્ય શુભાશુભ અધ્યવસાયમાં પરિણમે અને ચેતનનાં ભાવનું નિમિત્ત આપી કર્મોમાં શુભાશુભ ફળ આપવાની યોગ્યતા પ્રગટે, તે જીવને ફળ આપે આમ ચૈતન્ય અને જડને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેથી લેકમાં એવા સ્થાનનું નિર્માણ આપમેળે થયેલું છે. ગુરુદેવ કહે છે. જીવની શક્તિ અનંત છે. જડની શક્તિ અનંત છે. એ શક્તિને આપણી સ્કૂલબુદ્ધિ વડે માપી શકાય નહીં. તેનાં ગહન રહસ્ય ઉકેલીને કથવા બહુ મુશ્કેલ છે પણ હે શિષ્ય ! આ ઉંડી વાતને અહીં સંક્ષેપથી કહી છે. પિતામાં રહેલ અનંતશક્તિને એ પ્રગટ કરવાને પ્રયત્ન કરે તે સંસાર ભાવથી ઉંચે ઉઠી, સ્વભાવને પામી શકે છે. પિતે પિતામાં ઉંડે ઉતરે તે રવ ને ઓળખી શકે છે. તે માટે ચિન્મય ચિંતન અનિવાર્ય છે. બંધુઓ ! માણસ ચિંતા ઘણી કરતાં હોય પણ તેને ચિંતન કરતાં નથી આવડતું. મનને જરાક જ ફેરવી નાખે તે ચિંતાના બદલે ચિંતનમાં તેને પ્રવેશ થઈ જાય. યુરેપને એક અતિ–શ્રીમંત ગૃહસ્થ, આર્થર એનું નામ. સંસારના મનાયેલા સર્વ સુખ, સર્વ સાધને એને ઉપલબ્ધ હતાં. ભોગમાં આળોટતા હતે. એના જીવનનું એક માત્ર લક્ષ્ય હતું ધન. એ લક્ષ્યની પૂર્તિ માટે તેણે પારાવાર પુરુષાર્થ કર્યો, પ્રારબ્ધ સાથ આપે અને તેણે લક્ષ્યને સાધી લીધું હતું. ધનની સાથે-સાથે ચિંતાઓ પણ એટલી જ એનાં મન પર હતી. એ ને તે દિવસે ખાઈ શકો કે તે રાત્રે ઉંઘી શક્ત. અન્ન અને ઉંઘ તેના વેરી થઈ ગયા હતાં. બંનેને ભોગવી શકે તે માટેનાં સર્વ પ્રયત્ન પણ તેનાં નિષ્ફળ ગયા. બસ, માત્ર ચિંતા-ચિંતા ને ચિંતા. તેની પત્ની પણ આર્થરની આ સ્થિતિથી દુઃખી હતી, અનેકવાર, અનેક રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યા પછી પણ આર્થર ચિંતા છોડી શકતો ન હતે. મનને શાંતિ મળતી ન હતી. Page #197 -------------------------------------------------------------------------- ________________ 170 હું આત્મા છું આર્થરને એક ડૉકટર મિત્ર હતું. જે માનવમનનાં ઊંડાણને પામી. શક્ત હતે. આર્થરની પત્નીને લાગ્યું કે આને શાંતિ આપી શકે તે તે માત્ર તેને ડોકટર મિત્ર છે. તેણે આર્થરને મહામહેનતે એ ડોકટર મિત્ર પાસે મોકલ્યા. આર્થરે પત્નીનું કહ્યું માન્યું અને મિત્ર પાસે ગયા. ડોકટરે પ્રેમથી તેને આવકાર્યો, બેસાડયો. સારી રીતે વાત કરી. કેમ આવવાનું થયું એમ પૂછતા આર્થર કહે છે દસ્ત! બહુ મુંઝાયે છું મગજ પર ખૂબ ચિંતાઓ છે, વ્યાકૂળતા દિન-પ્રતિદિન વધતી જાય છે. ઉઘ-આરામ બધું જ હરામ થઈ ગયું છે. હવે તે બહુ મુંઝાયે છું, સમજાતું નથી શું કરવું? તું ડોકટર છે, તારી પાસે દવા લેવા આવ્યો છું. હવે તે તું. જ મને આ ચિંતાના બેજમાંથી બચાવી શકીશ. આર્થર ડોકટર પાસે એકદમ નરમ ઘેંશ જે થઈ ગયો. ડોકટરમાં જાણે એને દેવ દેખાય ડોકટર સમજી ગયે. આને શારિરીક કોઈ રોગ નથી પણ ધનની તૃષ્ણ, ભેગની લાલસા, સંસારની આસક્તિ એને ઘેરી વળી છે જેથી સત્યને એ ઓળખી શક્યો નથી પરિણામે ચિન્તાઓ તેના પર સવાર થઈ ગઈ છે. તેણે આર્થરને આશ્વાસન આપતાં કહ્યું “બહુ સરસ દવા છે મારી પાસે, ચક્કસ સારું થઈ જશે.” એ અંદરની રૂમમાં ગયે, થોડીવારે બહાર આવી, દવાની ચાર પડીકી આર્થરના હાથમાં મૂકી. આવતીકાલ સવારથી આ દવા લેવાની છે. ત્રણ-ત્રણ કલાકે એક–એક પડીકી અને એક જ દિવસમાં ફરક પડી જશે. આર્થર ખુશ થતો ઉડ્યો. ચાલ્યો. ડોકટરે ઉભો રાખે. “અરે ! આર્થર, દવા લેવાની વિધિ તે જાણે લે ! આવતી કાલે સૂર્યોદય પહેલાં દરિયા કિનારે જવાનું. દૂર દૂર એકાંત-નિર્જન સ્થાન પર, સમુદ્ર તટે તારે બાર કલાક રહેવાનું ! ખાવા-પીવાની વસ્તુઓ અને શરીર પર ઢીલા વસ્ત્રો. આ સિવાય કંઈ સાથે નહીં લઈ જવાનું !" .............................આર્થરે તે દવા દીધી પાછી H Page #198 -------------------------------------------------------------------------- ________________ કર્મ સ્વભાવે પરિણમે 171. મારે નથી જોઈતી, તારી દવા ! બાર કલાક માટે ધંધે છેડીને દરિયે પડયો રહું. એ કેમ પિસાય ? મારે કેટલી એ પેઈન્ટમેન્ટસ હોય? કેટલા બીજા કામ હોય ? એ બધાનું શું ? મારે નથી જવું !" અરે ભાઈ તારે શાન્તિ જોઈતી હોય, તારા મનને ચિતાઓથી મુક્ત કરવું હોય તે એકવાર તે જા ! જઈને તે ખરે!'' મિત્રનાં પ્રેમભર્યા શબ્દોએ જાદુ કર્યો અને આર્થરે કંઈક વિચાર્યું. ભલે! તું બહુ કહે છે તે જઈશ, બાર કલાક ફ્રી હેઇશ. તે ત્યાં પણ મારે ઘણું કામ થઈ જશે. એક ફોન અને બીજે રેડિયે બે લઈને જઈશ.. બધા સમાચાર પણ મળશે. ફેનથી વ્યાપારની વાતે પણ થઈ જશે. કંઈ વાંધો નહીં ! તું કહે છે તે હું જઈશ !" “ના ભાઈ, ના ! કશું ય સાથે નથી લઈ જવાનું. રેડિયે, ફેન નહીં અને કાગળ-પેન પણ નહી' ! ભાઈ! માત્ર 12 કલાક જ છેડવાનું છે, છેડી દે. પછી જે તને કેટલી પ્રસન્નતાને અનુભવ થાય છે !" આર્થર અંદરથી દુઃખી છે. મનથી ખૂબ જ વ્યાકૂળ છે. ચિંતાઓ તેને ફેલીને ખાઈ રહી છે. તેથી મને-કમને પણ ડોકટર મિત્રની વાત. માની લીધી. ઘરે ગયે. પત્નીને વાત કરી. પત્ની ખુશ થઈ, સમજુ હતી, સમજી ગઈ. તેણે તે બધી જ તૈયારી કરી આપી. બીજે દિવસે સવારે. ખાવા-પીવાનો સામાન, તથા બિછાવવા માટે એકાદ આસન લઈ આર્થર ઉપડી ગયે સમુદ્ર તટે, દૂર-દૂર એકાંત નીરવ સ્થાન શેધી, આસન જમાવ્યું. બેઠે, ચારે બાજુ કેઈ નથી. થોડી વાર તે ગભરાયે. શું કરવું અહીં બેસીને! મુંઝવણ થવા માંડી. ઉભો થયે. આંટા મારવા માંડ્યો. વળી બેઠે. એટલામાં સૂર્ય ઉદય થવા માંડે. એ તે જોઈ રહ્યો. જાણે સમુદ્રમાંથી અગ્નિને દિવ્ય ગેળે બહાર આવતો હોય એવો પ્રતિભાસ થવા માં. કદી આવું દશ્ય જોયું નથી, મન પ્રફૂલ્લિત થઈ ગયું. અને ઉપર ઉઠતાં સૂર્યને તથા આકાશનાં બદલાતાં રગોને જોવામાં તન્મય થઈ ગયે. સૂર્ય કેટલે ઉપર આવી ગયો ત્યાં સુધી એને ખ્યાલ ન રહ્યો. ઓચિંતુ યાદ આવ્યું. અરે ! પડિકી લેવાનો સમય થઈ ગયે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ 172 હું આત્મા છું એક નબરની પરિકી ખીસામાંથી કાઢી, ખેલી. સાવ ખાલી. દવા નથી, ગળી નથી, કોઈ પાવડર નથી. આ શું ? ગુસ્સો આવ્યો. મિત્રે મારી મશ્કરી કરી છે. ખાલી કાગળને શું કરું? બે-ચાર વાર ફેરવીફેરવીને કાગળ જે. દવા તે ન જ દેખાણું પણ તેમાં કંઈક લખેલું હેય એમ લાગ્યું. ધ્યાનથી જોયું, વાંચ્યું. તેમાં લખ્યું હતું–Listen Carefully, શાંતિથી સાંભળ. વાંચીને આર્થર વિચારે છે. શું સાંભળું ? આ લખવાનું પ્રજન શું ? આ તે કંઈ દવા છે ! આર્થર બુદ્ધિમાન છે. એ સમયે કે જરૂર મારો મિત્ર મને કંઈક કહેવા માગે છે. જ્યારે મારી પાસે રેડિયો, ટેપરેકર્ડર કે કોઈ માણસે કશું જ નથી ત્યારે હું શું સાંભળું ? સાંભળવાના સાધને વગર શું સંભળાય ? આમ વિચારે છે ત્યાં તે પ્રાતઃકાલનાં ખુશનુમા વાતાતરણમાં છેડે દૂર 5-7 નાનાં નાનાં ભૂલકાઓને કિલકિલાટ કાને પડે. બાળકે હસી રહ્યાં છે. આજે પહેલી વાર આર્થરને બાળકનાં હાસ્યમાં મધુરતા સંભળાણું ! એ વિચારે છે. અહા ! નાનાં બાળકનું હાસ્ય આટલું મીઠું ? બંધુઓ ! આર્થરને પણ બાળકો છે. છતાં કદી એ બાળક સાથે નિર્દોષ રમત માણું શક્ય નથી. બાપ તરીકેનું વાત્સલ્ય બાળકોને આપી શક્ય નથી. સંતાનોને પ્રેમ માણું શક નથી. ધન કમાવાનું ભૂત તેનાં દિલ-દિમાગ પર એવું તે સવાર થઈ ગયું હતું કે બાળકમાંથી મળતા આનંદને એ માણી શક્યા ન હતા. એટલામાં આકાશમાં ઉડતા પક્ષીઓને મધુર કલરવ તેનાં કાને પડે. તેમાં તેને મીઠાશ લાગી. સમુદ્રનાં ઉછળતાં મોજાને ધ્વનિ તેનાં કાનમાં ગુંજારવ કરવા લાગ્યો. તેમાં સંગીતનાં સૂર તેને સંભળાયા. આ વિશ્વમાં આટલું બધું માણવા જેવું છે એ જાણ જ ન હતું. આ સ્વરે તેનાં મનને આનંદ આપી રહ્યાં છે. સાંભળવામાં લીન થઈ ગયા છે. પણ આર્થર વિચારક છે. એ વિચારે છે : ના, મારે માત્ર આ અવાજે જ નથી સાંભળવાનાં, બીજું કંઈક સાંભળવાનું પણ છે ! એ શું ? મારે મિત્ર મને કઈ તરફ સંકેત કરી રહ્યો છે ? Page #200 -------------------------------------------------------------------------- ________________ કર્મ સ્વભાવે પરિણમે 173 વિચારતાં આર્થર બહારથી અંદર વળે. અંતરમાંથી આવતાં અવાજે તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. સાંભળવાનો પ્રયત્ન કરે છે. અંતરમાં કઈક બોલી રહ્યું છે. બંધુઓ ! અંદરના અવાજો સાંભળવાની જીવને આદત નથી. બહારનાં અવાજે સાંભળવા જ જીવને ગમે છે. એટલે જ એ એકાંતે રહી શકતું નથી. એકલો પડતાં જ આત્મા કંઈક કહેવા માંડે છે. અંતઃકરણ કકળવા માંડે છે. તેને કકળાટ સાંભળી ન શકાય તે હોય છે. તેથી જ પિતે પિતાને સાંભળવા નથી માગતો. દુનિયા જાણે ન જાણે પણ પિતે જાણે છે કે અંદરથી કે છે. વળી આત્મા પણ એકાંતે જ રજુ થાય છે. એને સાંભળતા માણસ ગભરાય છે, મુંઝાય છે. એ અવાજે ભયાનક લાગે છે. એટલે જ માણસ આસપાસ ઘઘાટભર્યું વાતાવરણ રાખે છે, કે આત્મા અંદરથી બોલવા ન માંડે અને બેલે તોય તેના બહેરા કાને એ અવાજ અથડાય જ નહીં. આર્થરની આ જ સ્થિતિ હતી. એ મુંઝાવા માંડે. અકળામણ વધી રહી છે. અંદરથી કઈક બોલી રહ્યું છે. સાંભળવાની હિંમત નથી, પણ મિત્રે કહ્યું છે માટે સાંભળવું જ છે, અને અંદરથી અવાજ આવે. આર્થર! તું કેણ છે ? આજ સુધી તે શું કર્યું ? આર્થર તાજુબ થઈ ગયે ? મને કેણ પૂછે છે ? તું કેણ છે? હું કેણ છું? આર્થર ! હું આર્થર છું ! આર્થર કેણ? આ શરીર ! ના, અંદરથી તે કઈ બીજે બોલી રહ્યો છે. તે બેલનાર કેણુ છે ? આર્થર વિચારે ચડયો. તેને કદી આ પ્રશ્ન અંદરમાંથી ઉઠો જ હેતે, આજ સુધી તેને અવકાશ જ ન હતો. અંતરમાંથી અવાજ ઉઠી શકે એનું આર્થરને ભાન જ ને”તું. ત્યાં “હું આત્મા છું” એ વિચાર તે કયાંથી જ ઉદ્દભવે ? આજે એ આત્માને અવાજ સાંભળી રહ્યો છે. એ વિચારે ચડી ગયે. હું કેણ ? હું કેણ નું મનમાં રટણ ચાલ્યું. જવાબ તે મળતું નથી. પણ હું કંઈ જુદો છું, સ્વતંત્ર છું એ એને ભાસ થવા માંડે. હું”, એ શું ? તેને ઉત્તર શું ? એ નથી સમજાતું છતાં આ પ્રશ્ન ઉઠયો એ પણ એને ગમવા માંડે. અને એ વિચારમાં કેટલે સમય પસાર થઈ ગયે એ ખબર રહી નહીં. Page #201 -------------------------------------------------------------------------- ________________ 174 હું આત્મા છું ત્રણ કલાક તે કયારના ય વિતી ગયા છે. હવે બીજો ડોઝ લેવાની -તાલાવેલી લાગી. અંદરમાં શાંતિને અનુભવ થઈ રહયો છે. ખબર છે આ દવા નહીં દુવા છે. તેણે બીજી પડકી ખેલી. વાંચ્યું. તેમાં સુંદર સૂત્ર હતું–Try Reaching Back. પાછા ફરવાને પ્રયત્ન કર. ક્યાંથી પાછો ફરૂં ? વિચારતાં સમજાયું કે, મિત્ર ભૂતકાળ જાણે છે માટે ભૂતકાળમાં જવાનું કહે છે. કેટલાક ભૂતકાળ ભૂલી જવા માટે હોય તો કેટલાક યાદ રાખવા માટે. આર્થરને પણ એમ જ હતું. તેને ભૂતકાળ બોધ આપે તે હતે. તે વિચારે છે. ગરીબ વિધવા માને દીકરો. ચાર ભાઈ-બહેન. ખાવા કે પહેરવા પણ પુરૂં નહીં. છતાં નિર્દોષ જીવનને આનંદ માણતાં હતાં. આખા યે વર્ષમાં સારૂં ખાવાનાં નામે કીસમસમાં માત્ર એક દિવસ કેક ખાવા મળે. તે ય સવારે એક કેક મા એ બનાવી હેય. સાંજે તેનાં ચાર ટૂકડા થઈ એક જ ટૂકડો મળવાને હોય. પણ એને આનદ દિવસભર હોય. આર્થર આ દિવસે યાદ કરે છે. અહા ! એ કેકનાં એક નાના ટૂકડામાં કેટલે આનંદ હતે ! તેમાં કેટલે સ્વાદ હતો ! આજે ભાત ભાતનાં ભેજન મળે છે. સ્વાદ નથી, રૂચિ નથી, ભૂખ નથી, તૃપ્તિ નથી. શું કારણ? ધન મળ્યા પછી પણ સુખ કેમ નહીં ? નિર્ધન દશામાં જે સુખ અને આનંદ માણ્યા તે આજે નથી મળતાં, તે નકકી થાય છે કે ધનમાં સુખ નથી. ધન સુખનું કારણ નથી. આ વિચારે આર્થરની આંખે ખુલી ગઈ. આજ સુધી ધનની પાછળ ખુવાર થઈ ગયે. બધું જ ભૂલી જઈ ઈશ્વરને ડર રાખ્યા સિવાય ભયાનક પાપ કર્યા. માત્ર ધન મેળવાની તૃષ્ણાથી જ. આજ સુધી તેની પત્ની અને મિત્રો ધનની તૃષ્ણ એછી કરવાનું કહેતાં હતાં પણ તેને સમજાતું ને'તું. ધન જ ચિંતાનું કારણ છે એ માનવા તૈયાર નેતે, પણ શાંત ચિત્ત અંતરનાં એકાંતમાં વિચારણા કરવાથી, ભૂતકાળને જેવાથી સમજાયું કે આજ સુધી ધન માટે જેટલા ઉધામા કર્યા તે બધાં અનર્થની ખાણ સમા જ પુરવાર થયાં, અંતે આર્થરનાં મનમાં વસી ગયું કે ધન ક Page #202 -------------------------------------------------------------------------- ________________ કર્મ સ્વભાવે પરિણમે 175 સંપત્તિ જ સર્વસ્વ નથી. ધન તે ચાલ્યું જનાર છે. નો'તું ને આવ્યું તેમ આવીને ચાલ્યું જશે માટે તેનું અભિમાન કરવા જેવું પણ નથી. આર્થરની આંખ આડેનાં પડળે ઉતરવા માંડયા. સત્ય સમજાવા માંડયું. હળવાશને અનુભવ થવા માંડે. એ આનંદમાં ત્રણ નહીં ચાર કલાક વીતી ગયા. ત્રીજી પડીકી ખોલી. ચિત્તશાંત છે. મન પ્રસન્ન છે. સર્વ બેજાથી મુક્ત, રાહત અનુભવે છે. અને એણે ત્રીજી દવા લીધી, દુવા વાંચી– | Re-Examine your motives-તારા હેતુઓને ફરીથી તપાસ. મારો હેતુ ? શાને હેતુ ? મેં કદી હેતુ વિચાર્યો નથી. જીવું છું બસ, જીવું છું. શાના માટે જીવું છું ? હશે ને કોઈ કારણ? આર્થર વિચારે છે. હવે હાથમાં ચાવી આવી ગઈ છે. હેતુ શોધવા બહાર જવું પડે તેમ નથી. તે પિતામાં જ ઉતર્યો. અંતર તમને તપાસ્યું, નિરીક્ષણ-પરીક્ષણ કર્યું અને તેને સમજાયું કે મારા જીવનને ચરમ અને પરમ ધ્યેય માત્ર ધન અને ધનને આશ્રયે નામના, યશ, પ્રતિષ્ઠા ! આ મેળવવા માટેની જ મારી મથામણ છે. તે શું આ હેતું યેાગ્ય છે? નામ કેના રહ્યાં છે? મારા જેવા તો કેટલાય શ્રીમતે માટીમાં મળી ગયા. કેણ તેઓને યાદ કરે છે? તે મને કણ યાદ રાખશે? અરેરે! આર્થર જે નામ માટીમાં મળવાનું છે તેના માટે આટલી તીવ્ર વેદના વેઠી રહ્યો હતે ? ઓહ આ બધું જ નકામું ? આજ સુધીનું જીવન મેં વ્યર્થ ગુમાવ્યું. બંધુઓ! જે આર્થર કાલે એમ કહેતું હતું કે 12 કલાક બીઝનેસ છેડી દઉં તે શું થાય? મારા વિના કેમ ચાલે? એ આજે પિતાની બધી જ પ્રવૃત્તિઓને બેટી ઠરાવી રહ્યો છે. જેમાં એને જીવનનું સર્વસ્વ દેખાતું હતું તેની ક્ષણભંગુરતાને પ્રતિભાસ થયે. પોતે જાણે કોઈ ઉદાત્ત હેતું વગરનું જીવન જીવ્યા હોય તેમ, આજ સુધી કરેલો પરિશ્રમ અર્થ વગરને લાગે. આ વિચારમાં ઊંડે ઉતરી ગયે સમય પસાર થઈ રહ્યો છે. હવે માત્ર એક ડેઝ બાકી છે. જે પડિકીએમાં કઈ અજબ જાદુ ભર્યો છે, જે જીવનનું ધરમૂળથી પરિવર્તન કરવા સમર્થ છે, એ દવા લેવાની Page #203 -------------------------------------------------------------------------- ________________ 176 હું આત્મા છું લગની લાગી છે. એટલે બધો હળવો થઈ ગયો છે કે વિચાર કરતાં-કરતાં કિનારાની રેતીમાં જ્યાં બેઠા હતા ત્યાં ઉધો સૂઈ ગયે. ચોથી પડિકી ખોલીને ઓ રેતી પર લખી નાંખ. વાંચતા જ આર્થર વિચારવા લાગ્યા. ચિંતા? ચિંતાઓને તે પાર જ ક્યાં છે? કેટલી યાદ કરું ? કેટલી લખું ? પણ ના, મને આ દવાએ તે અમૃત પાયું છે. માટે લખી તે નાખીશ જ. એ એક, બે, ત્રણ નંબર કરી ચિંતાઓ લખવા માંડે. ઉંધા છે. હાથની આંગળીથી રેતીમાં લખી રહ્યો છે. મને એટલું હળવું થઈ ગયું છે, કે જેના માથે ચિંતાઓનાં ગંજ ખડકાયા હતા. એ બધી જ ચિંતાઓ જાણે સમાપ્ત થઈ ગઈ છે. હવે ચિંતા યાદ આવતી નથી. 4-5 લખી, યાદ કરી રહયો છે ત્યાં તે પગને કંઈક સ્પર્શ થયે. સફાળો બેઠે થઈ ગયે શું અયું? જુએ છે ત્યાં તે સૂર્યાસ્ત થઈ રહયો છે. સમુદ્રમાં ભરતી આવી રહી છે. મેજા ઉછળવા માંડયા છે. મજાનાં પાણીને સ્પર્શ થયા હતા. અને સમુદ્રની ભરતીને એ નિહાળી રહયો. ત્યાં તે એક મોટું મોજું આવ્યું અને રેતી પર લખેલી ચિંતાઓને લઈ સમુદ્રમાં વિલીન થઈ ગયું. આર્થર જોઈ જ રહયો. એ ચમકર્યો અરે ! જે ચિંતાઓ કાળનાં પ્રવાહ સાથે વહી જનાર છે તેનાં માટે અત્યાર સુધી દુઃખી થત રહયો ! કેવે મૂરખ ! બંધુઓ ! માનવ ટી ચિંતાઓનાં બેજથી દબાતે જ રહયો છે પણ એ માનતે હોય એવી 100 ચિંતાઓમાંથી 99 તે આવતી જ નથી બાકી ચારમાંથી બે ને ઉકેલ સહેલાઈથી થાય એવો હોય છે. શેષ રહી છે. ખરેખર તો માણસને માત્ર બે ચિંતાઓ સામે જ લડવાનું હોય છે. પણ વ્યર્થ સે ચિંતાઓનાં બોજ નીચે પિતાની શક્તિને ખચી નાખી હોય એટલે જેની સામે લડવાનું છે, ત્યાં લડવાની શક્તિ તેનામાં બચતી જ નથી. આર્થર વિચારે છે. અહા ! આ કુદરતી સંકેત મને કેવી મોટી શિક્ષા દઈ જાય છે ? શા માટે આટલી ચિંતાઓ મેં સેવી ? કાળનાં પ્રવાહમાં સુખ કે દુઃખ બધું જ સમાપ્ત થનાર છે. “દુઃખનું ઓસડ દહાડા” બસ, Page #204 -------------------------------------------------------------------------- ________________ કર્મ સ્વભાવે પરિણમે 177 આવા વિચાર કરતાં તે આર્થર હળવો થઈ ગયે. થર્મોસ-ટિફીનમાં બચેલ ચા-નાસ્તો કરીને નિસર્ગનાં ખેળે મનમસ્ત થઈને બેઠે છે. પિત–પિતાની સાથે વાર્તાલાપ કરી રહ્યો છે. ચિત્ત પ્રસન્નતા અનુભવી રહ્યું છે. આકાશમઃ ચંદ્રોદય થઈ ગયું છે. શીતલ-મંદ સમીર વહી રહ્યો છે. અને આર્થરની આંખેમાં ઉંઘ ભરાણી, નહીં પલંગ, નહીં ગાદી, નહીં તકિયે, નહીં A.C. અને રેતી પર ઉંઘી ગયો. અનેક મહિનાઓથી નેતી માણું શક્ય તેવી મીઠી ઉંઘમાં સરી પડશે. એક ઉંઘે સવાર થયું. સૂર્યનું પહેલું કિરણ તેના દેહને સ્પર્યું અને આંખ ઉઘડી. ચારે બાજુ જુએ છે. ક્યાં છે પિતે? ઓહો ! ગઈકાલે સવારે 12 કલાક માટે સમુદ્ર કિનારે આવ્યું હતું 24 કલાક થઈ ગયા. એ ઉડે, અંતર પ્રસન્નતાથી ઉભરાઇ રહ્યું છે, ચાલવા માંડ્યો ઘર ભણું. ઘરનાં આંગણામાં જ પત્ની રાહ જોઈને ઉભી છે. હસતાં-હસતાં સ્વાગત કરે છે. ત્યાં તે સૌથી નાનું બાળક ડેડી–ડેડી કરતું દોડ્યું અને આર્થરે બાળકને તેડી લીધું. વાત્સલ્ય-ભર્યા ભાવે બાળકને પ્રેમથી ભિંજાવી દીધું. બાળકને પણ નવાઈ લાગી ! આ એજ મારા ડેડી છે ? મને કઈ દિવસ પ્રેમ ન કરનાર ! આ ડેડીને આજ શું થયું છે ? બંધુઓ ! આર્થરનું જીવન પલટાઈ ગયું. સંસારની તુચ્છ કામનાઓથી મુક્ત થઈ ગયે. જીવનનાં મૂલ્ય બદલાઈ ચૂક્યાં. બાકીનું જીવન પ્રસન્નતાપૂર્વક શાંતિથી જી. આર્થર આજ સુધી ચિંતા કરતે હતે. એ ચિંતાને બદલે ચિંતન તરફ વળે. પિતે કેણ છે ? શું કરે છે? શા માટે કરે છે ? વગેરે વિચાર્યું. પિતામાં જ ઊંડો ઉતર્યો એ સુખી થયે કારણે સુખ પિતામાં જ પડ્યું છે. બહારના સાધને માનવને સુખી કરી શકે નહીં. આપણે પણ આત્મામાં પડેલી અનંત શક્તિઓને જાગૃત કરીએ તે ધારીએ તે કરી શકીએ તેમ છીએ. જિજ્ઞાસુ શિષ્ય શક્તિના જાગરણ માટે જ શંકારૂપ મનના મેલને ગુરુ દેવની વાણુનાં વારિ વડે ધોઈ રહ્યો છે. જેમ-જેમ શંકાઓ શમતી જાય ભાગ-૨-૧૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ 178 હું આત્મા છું છે તેને આત્મા શુદ્ધ બનતું જાય છે. અહીં જેથી શંકાનું સમાધાન પણ થઈ ગયું છે. જે કર્મો કરે તે ભગવે, એ સમજાતાં એ પિતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. ચેથું પદ તે મારો આત્મા જ ભોકતા | કીધેલા કર્મોનો ભોગ...હાં.... પિત કરી ને પિતે જ ભોગવે (2) ઈશ્વરને માને ના ગમારી... પાંચમા પદ વિષેની શંકા અવસરે.... Page #206 -------------------------------------------------------------------------- ________________ પણ તેનો નહીં મોક્ષ..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, કર્મનાં ચક્ર-બૃહ ને તેડી નાંખે છે. જેને કર્મોનાં બૂહમાંથી છૂટવું છે તે જ જીવ આરાધનાનાં માર્ગે વળે છે. કમશ. આરાધનાનાં પાને ચડતે–ચડતે સર્વોચ્ચ સપાનને પામી જાય છે. આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં આવાં જ જિજ્ઞાસુ શિષ્યને સંસારથી છૂટવાની તડપ જાગી છે. તેથી જ ગુરુદેવનાં ચરણોમાં રહી, મનને સ્વચ્છ કરતે જાય છે. સંસાર કર્માધીન છે અને મેક્ષ સ્વાધીન છે. સ્વાધીન સુખને પામી શકાય કે નહીં તે વિષે સંશય છે. જે ગુરુદેવ પાસે રજુ કરે છે. કર્તા ભોકતા છવ છે, પણ તેને નહીં મેક્ષ, વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દેષ.૮૭. ગુરુદેવ ! જીવ કર્મને કર્તા છે તથા કર્મફળને ભક્તા છે. એ મને દઢ શ્રદ્ધા જાગી છે. આપની પરમકૃપાથી કમને આ સિદ્ધાંત અંતરથી સમયે હું પણ સંસારના સર્વ જી પર દષ્ટિપાત કતાં, જીવની નિત્યતાનાં કારણે જન્મ-મરણ નાં ચાલતા ચકને જોતાં, એમ લાગે છે કે જીવ કર્મ કરે છે અને ભગવે છે. ભગવતાં વળી નવા કર્મો ઉપાર્જન કરે છે આમ કર્મ કરવા અને ભેગવવાની Cycle ચાલે જ છે. એક-એક જીવ અનંતકાળથી આ જ ઘટમાળમાં આવર્તન લઈ રહ્યો છે. વર્તમાનમાં પણ જીવ અને કર્મને એ ને એ સંબંધ દેખાય છે. જે જીવને મેક્ષ થતે જ હોત તે આજ સુધી થઈ જ જોઈતું હતું. અનતકાળમાં જે Page #207 -------------------------------------------------------------------------- ________________ 180 હું આત્મા છું નથી થયું તે હવે કેમ થાય? અનંતકાળનાં ભ્રમણમાં આત્મા અને કર્મની જે સ્થિતિ હતી તે આજે પણ છે. જેવા કર્મો કરે તેવા એ ભગવ્યા કરે છે. શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન કયાંય...૮૮ શુભ કામ કરે તે તેનું ફળ ભેગવવા દેવ-મનુષ્ય ગતિમાં જીવ જાય છે. ત્યાં પુણ્યનાં સુ-ફળ ભેગવે છે, ભૌતિક સુખને માણે છે. અશુભ કર્મો કરે તે તેનું ફળ નરક-તિર્યંચ ગતિમાં જઈ ભગવે છે. પાપનાં કુફળરૂપ દુઃખ ભોગવે છે. આમ ગતિઓનું આવાગમન ચાલુ જ છે, કયાંય કર્મરહિત થયે હેય એવું દેખાતું નથી. અહીં શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય” એમ કહી શિષ્ય મહાન ભ્રમને તેડ્યો છે. પિતાની સત્ય સમજણને રજુ કરી છે. સમાજમાં બહુ મેટી ભ્રામક માન્યતા ચાલે છે કે - પુન્ય કરવાથી મેક્ષ મળે છે. જેમ પુન્ય કરવાથી સંસારસુખનાં સાધને મળી રહે તેમ મેક્ષ પણ કઈ શ્રેષ્ઠ સ્થાન છે. દેવકથી પણ ઉંચુ સ્થાન છે તેથી ઘણું પુન્ય કરનારે મેક્ષમાં જાય છે અને ત્યાંનાં સુખો ભેગવે છે. વળી આ માન્યતાનાં અનુસંધાનમાં એક બીજે ભ્રમ પણ સેવાઈ રહ્યો છે તે એ કે પુન્યકરણ, તે જ ધર્મ છે તેનાથી જુદો બીજે કઈ ધર્મ નથી. દાન વગેરે કરીને માણસે સંતોષ માનતા હોય છે કે આપણે ધર્મ કરી લીધે. આવા ધર્મથી મેક્ષ માને છે. આ બંને માન્યતાઓ એ નર્યું અજ્ઞાન છે. પ્રથમ વાત તે એ કે પુન્ય એ ધર્મ નથી. પુન્ય એ આશ્રવ છે. આશ્રવ છે ત્યાં કર્મબંધ છે. કર્મ હોય ત્યાં સુધી મેક્ષ નથી કે કર્મના ફળ સ્વરૂપ પણ મોક્ષ નથી. માટે. પુન્ય એ ધર્મ નથી. આશ્રવ અધર્મ છે. સંવર ધર્મ છે. માટે મેક્ષ સંવરથી થાય પણ આશ્રવથી નહીં. જેનાથી શુભ કર્મો બંધાય તે પુન્ય-આશ્રવ અને જેનાથી આત્મા પર રહેલાં કર્મોની નિર્જરા થાય તે ધર્મ. મક્ષ ધર્મથી થાય. Page #208 -------------------------------------------------------------------------- ________________ પણ તેને નહીં મોક્ષ 181 આમ આ માન્યતાનાં ભ્રમને તેડવા શિષ્ય સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે શુભ કર્મો એટલે કે પુન્ય ભોગવવા જીવ દેવાદિ ગતિમાં જાય અને પાપ ભોગવવા નરકાદિ ગતિમાં જાય. આ ગતાગતિ ચાલુ જ છે. ત્યાં ફરી કર્મબંધન થાય છે. તેથી જીવ કમરહિત કયાંય થતું નથી. મેક્ષ એટલે સર્વથા કર્મરહિત થવું તે જીવ કર્મને કર્તા તથા ભક્તા હશે, છે, એ માની લીધું પણ તેના મોક્ષની સંભાવના નથી. આમ શિષ્ય જીવન મેક્ષ વિષયમાં તર્કયુક્ત શંકા લઈ શ્રી ગુરુનાં ચરણમાં ઉપસ્થિત થયેલ છે. વિનય સહિત, નમ્ર મુદ્રામાં ગુરુચરણે પ્રાથ રહ્યો છે. ઉપકારી ગુરુદેવ આ શંકાનું સમાધાન યથત રીતે આપણે જે અવસરે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ઉપજે મોક્ષ સ્વભાવ...! વખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદશની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના અનંતકાળનાં બંધનને છેદી નાખે છે, જીવ સર્વ પ્રથમ ક્યારે બંધાયે, તે જાણતા ન હોવા છતાં, બંધનને તેડવામાં એ સમર્થ છે. . અનંતકાળથી નિગેહમાં પડેલે જીવ, કશાયે પુરુષાર્થ વિના, માત્ર અકામ નિજારાનાં બળે આગળ વધે છે. એ સ્થાનમાંથી બહાર આવવાનું સામર્થ્ય જીવમાં પડયું છે. વળી નિગદનાં જીવની ચેતના અતિ અલ્પ માત્રામાં વિકસિત હોય છે. જેનાં કારણે ચિકણાં કર્મો બાંધવાને ત્યાં અવકાશ નથી. તેથી જ સત્તાગત કર્મોને ભોગવતે–ભોગવતે એ ઉપર ચડે છે. ત્યાં તેણે સહેલાં છેદન-ભેદનનાં દુઃખે કેણે, ક્યારે આપ્યા, તેની તેને ભાન નથી. તેથી જ તે જીવોમાં ઉગ્ર રાગ-દ્વેષ સંભવતા નથી, અને ઉગ્રભાવે કર્મ બંધાતા નથી. નિગેદનાં જેમાં પણ ચારેય કષાયે તથા ચારેય સંજ્ઞાઓ છે પણ એ વિભાવ, ઉગ્રરૂપે પરિણમવાનું સામર્થ્ય ત્યાં ધરાવતા નથી. એટલું જ નહીં બેઈન્દ્રિય, તેઈન્દ્રિય કે ચૌરેન્દ્રિય જીને કઈ સામે ઉગ્ર થવું હોય તે કેમ થાય? આપણે વાત-વાતમાં ઉગ્રતા ધારણ કરી લઈએ છીએ, પણ એ છેને કેઈ સતાવે, મારી નાખે તે પણ તેઓ કશું કરી શક્તા નથી. અરે! માનવ થયા પછી પણ કેઈની સત્તા નીચે દબાયેલો માણસ પણ તેનાં ઉપરી અધિકારીનાં વાક્પ્રહારે મુંગા મેઢે સહન કરી લે છે. કષાની ઉત્તેજના થવા દઈ શકતું નથી. તે એકેન્દ્રિય-નિગદમાં પડેલા જીવની ચેતના સુષુપ્ત છે, જ્ઞાનને અલ્પ અંશ જ જાગૃત છે. તેથી તેનાં વિભાવ પરિણામે તીવ્રભાવે પરિણમી Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉપજે મેલ સ્વભાવ 183 શકતા નથી. જેની ચેતના જેટલી વધુ જાગૃત એટલા વિભાવ પરિણામે પણ ઉત્કૃષ્ટભાવે પરિણમી શકે છે. કષાયે તીવ્રતમની કેટીએ પહોંચી શકે છે. જેના કષાયે જેટલા વધુ તીવ્ર તેટલા કર્મબંધન પણ વધુ. જ્યાં નિકાચિત કર્મો બંધાય છે ત્યાં ઉગ્ર કષાયોને રસ રેડાય તે જ બંધાય. જીવ જેમ જેમ વિકસિત થતું ગયે, તેની ચેતના વધુને વધુ જાગૃત થતી ગઈ, તેમતેમ વિભાવ પરિણામે - રાગાદિ પણ તીવ્ર થતાં ગયાં, પરિણામે વિકસિત ચેતનાનાં આશ્રયે, વધુ કર્મનિર્જરા કરી મુક્તિ તરફ આગેકૂચ કરવાની હતી તેનાં બદલે વધુ ગાઢા કર્મો બાંધી દુર્ગતિને નેતરી લીધી. અલ્પતમ વિકાસવાળ જીવ કર્મબંધન કરે છે તે કાચા-સૂતરનાં બંધન જે હેય, કે જરા પ્રયાસથી તૂટી જાય પણ પંચેન્દ્રિયપણું સુધી પહોંચેલે જીવ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અને જાગૃત ચેતનાનાં કારણે કાથીનાં દેરડાથી બંધાય, કે પછી છૂટે મુશ્કેલ ! બંધુઓ ! દેરડાને વિચાર કરો! નાળિયેરનાં સૂકા છેતરા, જેને એક-એક તાંતણે અલગ કરી નાખવામાં, પીંજી નાખવામાં આવે અને પછી તેને વળ દઈ એક-બીજા સાથે JOIN કરી લાંબુ મજબૂત દેરડું બનાવવામાં આવે ત્યારે એ એવું શક્તિશાળી બની જાય કે ગમે તેવી વસ્તુને બાંધી શકે. ચાલીશ હાથ ઊંડા કૂવામાંથી પાછું ખેંચી શકે પણ તેના તાંતણા જુદા થઈ જાય તે તે નિર્માલ્ય! અંતરમાં પડેલા કક્ષાનાં ભાવને વિખેરી નાખીએ, એક-એક પરમાણુને છૂટો કરી નાખીએ તો તે આત્મા પર પિતાનું જેર જમાવી શકે નહીં. બંધુઓ! આ કરી શકવાનું સામર્થ્ય પણ જીવમાં જ છે. જેમ પંચે. ન્દ્રિય જીવ કર્મ બાંધવામાં શ્રેરે તેમ, તે કર્મોનાં ભૂકા કરવામાં પણ શ! કર્મ બાંધવાના સમયે જેમ આત્માનું અનંત વીર્ય સ્કૂરાયમાન થાય અને બંધ કર્મો બાંધે છે. તેમ માનવનાં શરીરમાં રહેલ વિકસિત ચેતનાનું અનંત વીર્ય સ્વભાવનાં પુરુષાર્થમાં ફૂરાયમાન થાય તે તે સર્વ કર્મોને ક્ષય કરી નાખે છે. રાગ-દ્વેષને સંપૂર્ણ નાશ કરવા માટે થતી વીર્ય સ્કૂરણ માત્ર એક માનવ જ કરી શકે. દેવેમાં એ ક્ષમતા નથી. | પ્રવૃત્તિ માગે ઝૂરાયમાન વીર્ય સાતમી નરકની તૈયારી કરી લે છે. તે નિવૃત્તિ માગે જાગતે વર્ષોલ્લાસ મેક્ષની મંઝીલે પહોંચાડી દે છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ 184 હું આત્મા છું રાજર્ષિ પ્રસન્નચંદ્રજીએ માત્ર અંતમુહુતમાં આ બને છેડાની શક્તિઓ જગાડી લીધી. પરભાવમાં વહેતી ચેતનાએ આત્માનાં અસંખ્ય પ્રદેશ વિલસતા વીર્યને એવું જબરદસ્ત ફ્રાયમાન કર્યું કે નરકની સોપાન શ્રેણએ ચડવા માંડ્યા પણ પરમાંથી વૃત્તિ પાછી ફરી, સ્વનાં લક્ષ્ય પરિણત થવા માંડી કે વીર્યનાં પ્રવાહે રાહ બદલી નાખે. એ જ વીર્યશક્તિએ, વિભાવમાંથી નિવૃત્તિ લીધી અને કર્મોને નાશ કરવા માંડ્યો તે સર્વ ઘાતિ કર્મોને ક્ષય પણ અલ્પ સમયમાં કરી લીધે. અધ્યાત્માગી આનંદઘનજી મહારાજ પણ આત્માનાં અનંતવીર્યનાં ઉલ્લાસથી થતી યેગશક્તિની નિષ્ફળતા વિષે બતાવે છે - ઉત્કૃષ્ટ વીર્ય નિવેશે, ગક્રિયા નવિ પેસે રે, ગતણી ધ્રુવતાને લેશે, આતમશક્તિ ન બેસે રે વીર.. આત્મામાં જ્યારે ઉત્કૃષ્ટ વીર્ય ઉલ્લસિત થઈ ઉઠે છે ત્યારે મન, વચન, કાયાની યેગશક્તિ તેમાં પ્રવેશ પામી શક્તી નથી અર્થાત્ અનંત વીર્યનાં સ્કૂરાયમાન થવાથી આત્માની પરિણામધારા એટલી વિશુદ્ધ બનતી અતિ ત્વરાએ આત્મા ગુણસ્થાનનાં વિકાસમાં આગળ વધી જાય છે. તેથી ગની ક્રિયા મંદ પડવા માંડે છે. કર્મને ગ્રહણ કરવા રૂપ યોગને વ્યાપાર બંધ થવા માંડે છે. લેશ્યા પણ નષ્ટ થવા માંડે છે. ઉત્કૃષ્ટ આત્મવીર્યથી આત્મા અાગી, અકિય અને અલેશી બની જાય છે. યેગોને પ્રભાવ આત્મા પર હવે રહેતું નથી તેથી યોગો સ્થિર થઈ જાય છે. અને એ સ્થિર થતાં આત્મા પણ સ્થિર થઈ જાય છે. અર્થાત્ સગી આત્મા અગી બની જાય છે. સર્વ પુદ્ગલને સંગ છૂટી જાય છે. આત્મા તથા પુદ્ગલ બંને દ્રવ્ય સ્વતંત્ર બની જાય છે. આત્માને મોક્ષ થઈ જાય છે શિષ્યની દષ્ટિ માત્ર પ્રવૃત્તિ પર જ છે. તેથી એ ગુરુદેવને કહી રહ્યો છે કે શુભ અને અશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલે જીવ, પુણ્ય અને પાપ કર્મ ઉપાર્જન કરતા રહે છે. અને તેના ફળ સ્વરૂપ સ્વર્ગ-નર્ક આદિમાં ફર્યા કરે છે. આની આદિ નથી દેખાતી તે અંત પણ નથી Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપજે મોક્ષ સ્વભાવ 185 દેખાતો. ગતિનાં પરિભ્રમણને અંત આવે તે મુક્તિ થાય. માટે મેક્ષ હોય તેવું લાગતું નથી. ગુરુદેવ સમાધાન ફરમાવે છે– જેમ શુભાશુભ કર્મપદ જાણ્યાં સફળ પ્રમાણુ તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ...૮૯.. વત્સ! તારા ધ્યાનમાં આ સિદ્ધાંત તે આવ્યો જ છે કે શુભભાવનું શુભ ફળ અને અશુભ ભાવનું અશુભ ફળ જીવ પાસે જ છે. શુભાશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલ જીવને પુરુષાર્થ નિષ્ફળ નથી જતે પ્રમાણ સહિત આ સિદ્ધાંત સાબિત થયું છે. હવે આ સિદ્ધાંતને જ વધુ સ્પષ્ટપણે વિચારીએ. - શુભાશુભ ભાવમાં પ્રવૃત્ત થયેલે આત્મા સુ-ગતિ અને દુર્ગતિ રૂપ, સુખ તથા દુઃખરૂપ, ફળને પામે છે. તેમ જ્યારે જીવ શુભ અને અશુભ બને ભાવથી નિવૃત્ત થઈ જાય. ત્યારે તેનામાં પિતાની સ્વ-પરિણતિરૂપ સહજ એ શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. જે શુદ્ધ ભાવ શુભાશુભ ભાવે બાંધેલા કમેન દવંસ કરવામાં સક્ષમ છે. આ શુદ્ધ ભાવ શુભાશુભરૂપ અશુદ્ધ ભાવને વિરોધી છે. તે વિભાવની નિવૃત્તિરૂપ છે. અને સ્વભાવની પ્રવૃત્તિ રૂપ છે. બંધુઓ! બહુ જ વિચારણીય છે આ વિષય. શુદ્ધ ભાવ એ આત્માને ભાવ છે. તે વિભાવની નિવૃત્તિરૂપ છે તે સ્વભાવની પ્રવૃત્તિરૂપ છે. શુદ્ધ ભાવની પ્રવૃત્તિ જ આત્માનું સ્વાભાવિક કતૃત્વ છે. જેમ-જેમ જીવની શુદ્ધ સ્વાભાવિક દશા, વધતી જાય છે તેમતેમ વિભાવનું જોર મંદ થતું જાય છે. આત્મા કર્મોથી મૂકાવા માંડે છે. જેટલા અંશે કર્મોનું મૂકાવું થાય છે એટલે અંશે જીવને મોક્ષ થાય છે. કેઈપણ જીવને મેક્ષ માત્ર એક સમયમાં, સીધે જ નથી થઈ જતે. હા, ઉપચારથી એમ કહી શકાય કે જીવને બંધનમાંથી છૂટતા માત્ર એક સમય જ લાગે છે. પણ યથાર્થતા એમ છે કે અનાદિનાં મિથ્યાત્વી જીવને જે સમયે સમ્યગદર્શન થયું એ જ સમયે એને મોક્ષ થઈ જાય એવું બનતું નથી. જીવ કમે-કમે જ આગળ વધે છે. પછી ભલે કઈ હળુકમ જીવ શીવ્ર વિકાસ કરે અને કેઈ જીવને અર્ધ પુદ્ગલ પરાવર્તન Page #213 -------------------------------------------------------------------------- ________________ 186 હું આત્મા છું જેટલે સમય ચાલ્યા જાય. પણ કમે-કમે કર્મોથી છૂટતે જાય છે, બંધન મુક્ત થતો જાય છે ને અંતે મેક્ષને પામે છે. આમ શુભાશુભ ભાવની નિવૃત્તિ થતાં જીવને મેક્ષ પ્રાપ્ત છે તેમ ગુરુદેવ ફરમાવે છે. હે શિષ્ય, તું એ સમજ કે પ્રવૃત્તિ સફળ છે તેમ નિવૃત્તિ પણ સફળ છે. શિષ્ય પૂછયું હતું કે અનંતકાળથી કર્મ-સહિત જીવ રખડ્યા કરે છે, હજુ એવો ને એ જ છે, જીવમાંથી દેષ ગયે નથી. તેના ઉત્તરમાં ગુરુદેવ કહે છે. વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મેક્ષ સ્વભાવ 90.... અનંતકાળ આમ જ વ્યતિત થઈ ગયે તેનું કારણ એ છે કે જીવ શુભાશુભ ભાવમાં જ રહ્યો છે. તેને દૂર કરવા પ્રયાસ જ કર્યો નથી. સર્વ સામાન્ય જીવે સારા-માઠાં ભાવમાં જ રહેતાં હોય, તે ભાવથી નિવૃત્ત થવા જેવું છે તેની તેઓને ખબર જ નથી. માણસ નિવૃત્તિ એટલે બેકારી સમજે છે. જેમાં કંઈ કરવાનું નહીં. હાથ જેડીને બેસી રહેવાનું, આળસુ થઈ પડ્યું રહેવાનું એ નિવૃત્તિ. પ્રવૃત્તિ કરે તો તેનું કાંઈક પરિણામ હેય! નિવૃત્તિનું શું ફળ? કાંઈ જ નહીં ! પણ નિવૃત્તિ એ શું છે? જીવ એક કાર્યમાં રોકાયેલ હતો તેમાંથી હટી જઈ તે કાર્યને છોડી દેવું એટલે તેનાથી નિવૃત્તિ થઈ જાય. તે નિવૃત્ત થાય તે જ બીજી જગ્યાએ પ્રવૃત્ત થઈ શકે. નિવૃત્તિનાં સમયને સદુપયોગ થઈ શકે. બસ, આત્માનાં ભાવમાં પણ આમ જ છે. શુભ અને અશુભ બંને વિકારી ભાવે છે, અશુદ્ધ ભાવે છે. તેને ત્યાગ કરવાનું છે, બનેને છેદી નાખવાના છે, તેનાથી નિવૃત્ત થવાનું છે, પરિણામે આત્મા નિજ-સ્વભાવમાં સ્થિત થાય અને શુદ્ધ ભાવ પ્રગટ થાય છે. વળી જવના સ્વભાવમાં સંસાર નથી. સંસાર તે વિભાવ પરિણતિએ પરિણત થયે એટલે ઉત્પન્ન થયે છે. પણ જીવ સંસારભાવથી ખસવા માંડે તે પિતાનાં મૂળ સ્વરૂપના રૂપ મક્ષ સ્વભાવ દબાયેલું છે તે જાગૃત થઈ જાય. Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉપજે મેક્ષ સ્વભાવ 1875 રાગ અને દ્વેષનાં ભાવે સર્વ નિઓમાં જીવ કરતો જ રહ્યો. ચાહે એ માનવ બન્ય, દેવ, નારક કે પશુ બન્યો પણ રાગાદિમાંથી નિવૃત્ત. થયો નથી. બે પશુઓ સાથે બાંધેલા હોય. તેને લીલું ઘાસ નાખવા જાવ. એક ને નાખ્યું ને બીજાને નાખતા જરા વાર લાગી કે, તે પશુ વ્યાકૂળ થઈ ઉઠશે. તમારા પર તેને દ્વેષભાવ આવશે. તેને પણ લીલું ઘાસ નાખશે એટલે તમારા પર તેને પ્રેમ જાગશે. આ તથા અન્ય નિઓમાં જીવે રાગ-દ્વેષ ક્ય જ છે. તેમાં પણ માનવ બન્યા પછી તે રાગાદિની માત્રા વધી ગઈ બંધુઓ ! જાણે છે? મનુષ્યને જ એક ભવ એ છે કે, ત્યાં જ જીવના શુભઅશુભ અને શુદ્ધ ત્રણેય ભાવો Climax પર પહોંચી શકે છે. શુભ ભને આગળ વધારતે જીવ પુણ્યાનુબંધ કરવા માંડે તે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં મહદ્ધિક દેવરૂપે જન્મ લે છે, અશુભ ભાવથી પાપનાં પિોટલા બાંધતે રહે તે સાતમી નરકની ઘર યાતના સહેવા ચાલે જાય. અને એ જ જીવ શુભ-અશુભ બંને ભાવેને છેદીને શુદ્ધભામાં પરિણત થવા માંડે તે સર્વ કર્મને ક્ષય કરી મોક્ષને પામી જાય. આ ત્રણેય Climax પર ચઢવાની શક્તિ માત્ર માનવામાં જ છે. તેથી જ શ્રીમદ્જી ફરમાવે છે કે શુભ-અશુભ એ તારો સ્વભાવ નથી પણ તે બંનેથી ભિન્ન એ મેક્ષ સ્વભાવ જ તારે પિતાને છે. એ ભાવને જાગૃત કરી લે. બંધુઓ! જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવને વિકાસ કરવાથી શુદ્ધ ભાવ પ્રગટે છે, વિકાસ પામે છે. માત્ર જેવું અને જાણવું એ જ તારૂં સ્વરૂપ, એથી આગળ કશું જ નહીં. માટે પુરુષાર્થ તે એ કરવાને છે કે રાગ-દ્વેષનાં ભાવથી ખસી જઈ જ્ઞાતા-દષ્ટ ભાવમાં સ્થિર થતે જા, આ માટે પ્રબળતમ પુરુષાર્થ જોઈશે. જીવના સ્વભાવને ભૂલાવનાર રાગ-દ્વેષ જેટલા પ્રબળ, સામે પુરુષાર્થ પણ એટલે જ પ્રબળ જોઈશે. પાણીને સ્વભાવ શીતળતા. પણ પાણીને ચૂલા પરથી ઉતારીએ જ નહીં. એ ઉકળતું જ રહે તે, ઠંડુ થાય શી રીતે ? પાણીને તેનાં મૂળભૂત Page #215 -------------------------------------------------------------------------- ________________ 188 હું આત્મા છું સ્વભાવમાં જવું છે તે, કાં ચૂલા પરથી ઉતારી લે અને કાં ચૂલામાંથી અગ્નિને બુઝાવી દે. પછી કશું જ નહીં કરવું પડે! ગમે તેટલી ડીગ્રી ગરમ થયેલું પાળ્યું હશે. પણ એક વખત અગ્નિને સંગ છૂટી ગયે તે એ સ્વયં શીતળ થવા માંડશે. ભલે સમય લાગે પણ પાણીને પિતાનાં મૂળ સ્વભાવમાં આવે જ છૂટકે છે. બધુઓ! આત્માના જ્ઞાતા-દષ્ટાભાવ રૂપ મોક્ષ સ્વરૂપ, રાગ-દ્વેષનાં ચૂલે ચડી વિકૃત થઈ ગયું છે. ઉકળી રહ્યું છે. એકવાર માત્ર એટલું કરે કે રાગ પણ નહીં કરું અને દ્વેષ પણ નહીં કરું. ઈન્દ્રિયે છે ત્યાં સુધી વિષયે તે ગ્રહણ થશે. પણ હું તે માત્ર સાક્ષી જ રહીશ. પછી જુઓ જીવને નિજ સ્વભાવ પ્રગટ થાય છે કે નહીં? જેમ પાણી નીચેથી અગ્નિને હઠાવ્યા પછી ચાર-છ કલાક તેને શીતળ થતાં લાગશે. તેમ જ્ઞાતા -દ્રષ્ટા ભાવને કેળવવાની શરૂઆત કરીશું પછી તરત જ મોક્ષ થઈ જશે એમ નહીં થાય, સમય લાગશે. પણ એક વાર રાગાદિની મંદતા આવી અર્થાત્ સમ્યગુદર્શનની પ્રાપ્તિ કરી લીધી પછી અદ્ધ પુદ્ગલ પરાવર્તનથી - વધુ સમય નહીં લાગે. તેને મોક્ષ નિશ્ચિત જ છે. આમ શિષ્યની શંકા હતી કે શુભા-શુભ કર્મો કરવા, તેને ભોગવવા, ફરી કરવા આ ચક ચાલુ જ છે તેથી જીવને મેક્ષ સંભવી શકે નહીં. તેના ઉત્તરમાં જ શ્રી ગુરુએ ફરમાવ્યું કે શુભા-શુભ ભાવથી નિવૃત્ત થઈમેક્ષ સ્વભાવ પ્રગટ કરનાર જીવ મેક્ષને પામી શકે છે. શુભાશુભ ભાવ એ જીવને સ્વભાવ નથી પણ મેક્ષ સ્વભાવ એ જ જીવનું સ્વરૂપ છે. આ વિષયમાં વધુ એક વાર વિચારણા કરી ગુરુદેવ સમજાવે છે તે અવસરે– Page #216 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન “હું...આત્મા છું” હુ.. આત્મા છું” સહજ” એ મારું સ્વરૂપ હું.... સહજ સ્વભાવી છું.... કૃત્રિમ નથી. હું ચૈતન્ય... હું... આમા સ્વયંભૂ છું. આત્માને કેઈ પિદા કરી શકે નહીં... કઈ રચી શકે નહીં.... કેઈ બનાવી શકે નહીં... હું સ્વતઃ સહજ સ્વભાવી દ્રવ્ય છું સહજતા. એ મારો સ્વભાવ હું. આત્મા છું. માટે જ આત્મા છું... તેનું કઈ કારણ નથી. તેની કઈ રચના નથી... સહજ રૂપે હું આત્મા... ચૈતન્ય... એ મારે સહજ ગુણ જ્ઞાયકતા એ મારે સહજ સ્વભાવ... મારામાં. કેઈએ ચૈતન્યને આરેપ કર્યો નથી... જ્ઞાયકતાને કેઈએ આરોપ કર્યો નથી. મારૂં ચૈતન્ય. સહજ છે.... મારી જ્ઞાયતા... સહજ છે. હું આત્મા દ્રવ્ય રૂપે સહજ જ્ઞાનાદિ ગુણે રૂપે સહજ અને તેથી સર્વ પદાર્થો રૂપે સહજ. આ આત્માનું સ્વાભાવિક પરિણમન... સહજ રૂપ થાય છે. વૈભાવિક પરિણમનમાં... કર્મના ઉદયની અપેક્ષા છે. રાગ-દ્વેષના ભાવની અપેક્ષા છે. પણ આત્મા જ્ઞાનાદિ રૂપે, ચૈતન્યરૂપે પરિણમે છે, તેમાં કોઈની અપેક્ષા નથી. સર્વ અપેક્ષાઓથી રહિત પિતે. પિતામાં સહજભાવે પરિણમે છે. મારામાં જ્ઞાનગુણનું પરિણમન... સહજ છે... જ્ઞાન થવા માટે બહારના કેઈપણ પદાર્થની આવશ્યક્તા નથી. કેઈના આલંબનની જરૂર નથી... | દર્શનગુણને પરિણમાવવા માટે મારી શ્રદ્ધા... મારા આત્મભાવમાં રહે તે જ આવશ્યક છે... Page #217 -------------------------------------------------------------------------- ________________ 190 હું આત્મા છું ચારિત્રભાવને પરિણાવવા માટે... બાહ્ય લિંગની આવશ્યકતા નથી. આત્મા... આત્મામાં રહે... નિજાનુભૂતિમાં વાસ કરે.. એ ચારિત્રનું પરિણમન છે... રત્નત્રય રૂપે પરિણાવવું.. એ મારે સહજ સ્વભાવ છે. રાગ-દ્વેષ રૂપે પરિણાવવું” એ કૃત્રિમતા છે. સહજતા નથી... મારા મન વચન કાયાના ગે કરી... જેટલું પરિણમન થાય છે તે બધું કૃત્રિમ પરિણમન છે, કરાયેલું છે. જ્યારે નિજ સ્વાભાવિક દશાનું પરિણમન... એ સહજ પરિણમન છે. મારેવભાવિક પરિણમનથી પર થઈ...મારા સ્વાભાવિક પરિણમનમાં... સ્થિર થવું છે.સહજ દશાને પામવી છે. સહજ સ્વભાવી આત્માને નિહાળવે છે...સહજાનંદી આત્માને...અનુભવે છે. તે માટે માત્ર... આત્માનું ચિંતન.ડી ક્ષણે વધુ...એકાગ્ર થઈ..આત્માનું ચિંતન... “હું.. આત્મા છું”“હું આત્મા છું.” શાંતિ “શાંતિ” “શાંતિ.” Page #218 -------------------------------------------------------------------------- ________________ ...આયાતક વિયોગ ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, સંપૂર્ણતામાં પરિણમે છે ત્યારે જ જીવની આયાંતિક મુક્તિ થાય છે. આરાધનાનું ફળ મુક્તિ, પણ જેટલે અશે આરાધના એટલે અંશે મુક્તિ. કોઈ પણ જીવની મુક્તિ એક ક્ષણમાં થઈ જાય તેમ બનતું નથી, પણ કમે– ક્રમે થાય છે. જેવી રીતે સૂર્ય પૂર્વકાશની ક્ષિતિજમાંથી સંપૂર્ણપણે બહાર આવતાં પહેલાં તે કમેન્ટ ક્રમે ઉપર ચઢતો હેય. અત્યારે છ વાગે સૂર્યોદય થતો હોય તે લગભગ પાંચ વાગ્યાથી આકાશનાં રંગમાં પરિવર્તન થવા માંડે, પિ ફાટે, પ્રભાત થાય અને ધીમે ધીમે સૂર્ય ઉપર આવે. સર્વ પ્રથમ ક્ષિતિજમાં માત્ર એક પતલી લાલ કિનાર દેખાય, જે પ્રતિક્ષણે સ્થૂલ થતી જાય અને થોડી ક્ષણોમાં આ ય સૂર્યને ગળે ઉપર આવી જાય. આ પ્રક્રિયા ધીરે-ધીરે થાય છે. એ જ રીતે કેઈ પણ આત્મા, અનાદિને મિથ્યાત્વી હોય અને જે સમયે પ્રથમ સમકિત પામે, તે જ ક્ષણે મેક્ષ પામી જ નથી પણ વિભાવનાં અંધકારમાં ડૂબેલે માનવ કમશઃ આગળ વધે છે. સમ્યકત્વ પામ્યા પછી પણ ચેથા ગુણસ્થાનથી સીધે તેરમે ગુણસ્થાને કેવળ અવસ્થાને પામી જાય એવું આજ સુધી બન્યું નથી. શનૈઃ શનૈઃ મોહનીય કર્મને ખપાવતે જીવ આગળ વધે છે. જીવમાં અનંત શક્તિ પડી છે. પણ કર્મોનાં ગાઢ આવરણેનાં કારણે એ શક્તિને અનુભવ નથી. તેથી જ આ જીવ કર્મબંધને દ્વારા આત્માને Page #219 -------------------------------------------------------------------------- ________________ 192 હું આત્મા છું વધુને વધુ આવરિત કરતે રહ્યો છે. પણ જો એ એકવાર કૃષ્ણ પક્ષી મટી શુકલ-પક્ષી બની જાય તે તેને ઉદય થ નિશ્ચિત જ છે. આ શબ્દ પ્રયોગ સમજવા જેવું છે. કૃષ્ણપક્ષી તેને કહેવાય ? જે પક્ષમાં દિવસે-દિવસે અધંકાર વધતો જાય. પૂનમ જાય અને કૃષ્ણ પક્ષ શરૂ થાય. વદ એકમને ચંદ્ર જોઈએ તે પૂનમના ચંદ્ર કરતાં બહુ ફરક ન દેખાય. પણ સૂક્ષ્મતાથી જોતાં તેની તેજસ્વિતા ઓછી થઈ ગઈ હોય. પૂનમના ચંદ્ર કરતાં ધૂળ થઈ ગયો હોય. વળી એને ઉદય પણ મેડે થાય. દિન-પ્રતિદિન જેમ-જેમ દિવસો વિતતા જાય તેમ તેમ ચંદ્ર વધુને વધુ ફિક્કો પડતે જાય, અંધકાર વધતું જાય. અમાસ આવે ત્યાં પૂર્ણ અંધકાર થઈ જાય. શુકલપક્ષમાં બીજનો ચંદ્ર એક પાતળી દેરી જે હોય, તે પ્રકાશ પણ ન આપે. પરંતુ તેને વિકાસ થતું જાય તેમ-તેમ પ્રકાશ વધતે જાય. સુદ આઠમ-ઇસમને ચંદ્ર પણ પ્રકાશ આપે. ચંદ્રનું તેજ વધતું જાય અને પૂર્ણિમાની રાત્રે સોળે કળાએ ખીલેલે ચંદ્ર પૂર્ણ પ્રકાશિત હોય. સારી આખેવાળ માણસ એ પ્રકાશમાં વાંચી શકે, કાર્ય કરી શકે. આમ કૃષ્ણપક્ષી જીવ, જ્યાં સુધી છે ત્યાં સુધી આત્મામાં મિથ્યાત્વને અંધકાર વધતો જાય. અરે ! ક્યારેક વધ-ઘટ થાય પણ પ્રકાશમાં તે ન જ આવી શકે. દર્શન મેહનીય કર્મ પાતળું પડે. થડે અંધકાર છેરાય, અને બીજના ચંદ્ર જેવી, શુકલપક્ષી દશાને પ્રારંભ કરે પછી જ આત્મવિકાસના માર્ગમાં વધુ ઉજજવળ બનતું જાય. પરંતુ પહેલાં તે જીવને કૃષ્ણપક્ષીમાંથી શુકલપક્ષી થવામાં જ સમય લાગે. જેમકે આજે વદ એકમ હોય અને આપણે ઈચ્છીએ કે કાલે પૂર્ણિ માને ચંદ્ર ઉગે તે ન જ થઈ શકે ! કઈ શકિત પણ આમાં ફેરફાર ન કરી શકે ! આજે વદ એકમ છે તે પૂર્ણિમાનાં ચંદ્રને જેવા તમારે એક મહિના સુધી રાહ જોવી જ પડશે. ગમે તેવી ઉથલ-પાથલ કરી નાખે. આજનું વિજ્ઞાન ગમે તેટલું એડવાન્સ હેવા પછી પણ, અને ચંદ્ર પર જઈ આવ્યાને દા કરતું હોય તે પણ એ ચાહે ત્યારે પૂર્ણિમાનાં Page #220 -------------------------------------------------------------------------- ________________ આત્યાંતિક વિગ 193 ચાંદને ઉગાડી ન શકે. એ તે એના કમથી જ થાય. ભલે કૃષ્ણપક્ષ હોય, પણ તેની ગતિ ચાલુ છે. તેથી મહિના પછી પણ પૂર્ણચંદ્રનાં દર્શન થશે. એવી જ રીતે જીવ શુકલપક્ષી . દર્શનમોહ પાતળું પાડ્યું. ગાઢ અંધકારમાંથી એકવાર બહાર આવ્યા પછી તરત જ સર્વ કર્મોને ક્ષય કરવા જેવી વીર્યશક્તિની સ્કૂરણ ન કરી શકે. તેને સમયની રાહ જોવી જ રહી. પણ શુકલપક્ષી, આત્માની પૂર્ણતાને પામશે તે નિશ્ચિત. શિષ્યને મોક્ષનાં હેવાપણા વિષે શંકા છે. ગુરુદેવ એ શંકાનું સમાધાન કરી રહ્યા છે. જીવ સ્વયં જ મક્ષ સ્વભાવી છે. એ સ્વભાવ જાગૃત થઈ જાય તે જીવ પુરુષાર્થની દિશામાં ત્વરિત ગતિએ પ્રગતિ કરશે. એ પુરુષાર્થ અજ્ઞાનને છેદી નાંખે, પર-સોગોને તેડી નાખે. અને આગળ વધતા મુક્ત થઈ જાય. એ બતાવતાં ગુરુદેવ ફરમાવે છે - દેહાદિક સંયોગને, આત્યાંતિક વિગ; સિદ્ધ મેક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખભેગ૯૧... હે વત્સ ! મળેલા દેહાદિ સાગને જ્યારે આત્યાંતિક વિગ થશે ત્યારે મેક્ષ એ જ ક્ષણે થશે. દેહ, ઈન્દ્રિય, મન બુદ્ધિ વગેરે સંગ -સ્વભાવે જીવ સાથે છે. જેને સંગ છે તેને વિગ પણ હોય જ. આ જીવ ભૂતકાળમાં દેહ, ઈન્દ્રિય વગેરે અનેક વાર પામે અને એટલી જ વાર એ સર્વને વિગ પણ થયું. જ્યાં જ્યાં જન્મ ધર્યો ત્યાં ત્યાં દેહ તે મળે જ સાથે એકથી લઈ પાંચ ઈન્દ્રિય પણ મળી, ક્યારેક મન મળ્યું, બુદ્ધિ મળી અને તે જન્મનું આયુષ્ય પૂર્ણ થતાં એ બધું જ છેડીને વળી ન જન્મ ધારણ કર્યો, ત્યાં પણ એ જ મેળવ્યું. આમ અનંતવાર દેહાદિને સંગ થય અને વિગ પણ થયું. છતાં જીવ પાર ન પામે. કારણ એ જ કે એકવાર દેહાદિને વિયાગ થયા પછી જીવ સાથે કર્મો તે રહ્યાં છે કે જે ફરી-ફરીને દેહાદિને સંગ કરાવે જેમ દેહાદિને વિગ અલ્પકાળ માટે જ થયે, તેમ આત્મા સાથે લાગેલા કર્મો પણ સર્વથા ક્ષય ન થતાં તેને પણ સંગ અને વિયેગ ભાગ-૨-૧૩ Page #221 -------------------------------------------------------------------------- ________________ 194 હું આત્મા છું થો જ રહ્યો. કયારેક કર્મો વધારે તે કયારેક ઓછા પણ અનંતના આંકને તેણે તે નહીં. તેથી ફરી-ફરીને આ સંયોગ-વિયોગમાં જ જીવો અટવાતે રહ્યો. અહીં જ્ઞાની ગુરુ ફરમાવે છે કે આવા ક્ષણિક વિગથી જવા ઠેકાણે આવે નહીં, પણ આત્યંતિક વિયેગ અર્થાત્ એકવાર વિગ થયા પછી ફરી કદી સંગ ન થાય એ પ્રબળ પુરુષાર્થ જીવ કરી લે, કર્મનાં સર્વ સંગોને જ ત્યાગ કરી દે તે પછી ફરી ને દેહ ધારણ કરવાને નહી રહે. દેહ ન મળતાં તેને કારણે પ્રાપ્ત થતાં ઇન્દ્રિય, મન, બુદ્ધિ આદિને સંયોગ પણ નહીં થાય. આત્મા સવ થા શુદ્ધ, નિજ સ્વરૂપને પામી જશે. અને તેનું જ નામ સિદ્ધપદ, મોક્ષપદ, શાશ્વત સ્વરૂપ. જ્યાં અનંત-અનત કાળ સુધી જીવને નિજ સ્વભાનાં સુખને જ ભેગે છે. આ ગ.થામાં સિદ્ધપદને શાશ્વત કહ્યું તેનું કારણ એ છે કે જૈન પરંપરા સિદ્ધિને અનંત માને છે. એક વાર એક જીવ મુક્ત થઈ ગયે પછી ફરી એને જન્મ-ધારણ કરવાનું નથી. આ સાષ્ટમાં માનવ અવતાર કે અન્ય કેઈ અવતાર લઈને આવવાનું નથી. જો એમ થતું હોય તે મોક્ષને કઈ અર્થ જ નથી. ફરી-ફરીને જન્મ લેવા ન પડે માટે તે મુકિતને પુરુષાર્થ છે. અને જે મુક્ત થયા પછી પણ જન્મ લેવાનાં બાકી જ રહે તે, સર્યું એ મુક્તિથી ! અહીં તે જે જીવ સિદ્ધ થાય, મેક્ષ પામે તે અનંતકાળ માટે જ. સદા-સર્વદા એ જ શાશ્વત સ્થિતિમાં રહેવા માટે જ. સર્વ સંગ-વિયેગથી પર થઈને માત્ર એક જ, અટલ, નિશ્ચલ, શાશ્વત સ્થિતિ એ જ એક્ષ. તેથી જ મહાયોગી આનંદઘનજી મહારાજે આત્મમસ્તિમાં ગાયું છેરીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત...ગષભ. આદિ અનંત જેની સ્થિતિ છે, એવા પરમાત્મપદને પામી જવું. એ જ છે સાહિબને રીઝવવાપણું. આ આદિ-અનંતને સમજીએ. Page #222 -------------------------------------------------------------------------- ________________ આત્યાંતિક વિયેગ 195 જીવ સાથેનાં ભિન્ન-ભિન્ન સંબંધોને ચાર રીતે જાણી શકાય. 1, અનાદિ અનંત 2, અનાદિ અંત 3, આદિ અનંત 4, આદિ અંત. જીવ અનાદિ અનંત છે. તેની કયારેય ઉત્પત્તિ થઈ નથી. અને નાશ પણ કદી થશે નહિ. તેથી જીવની આદિ પણ નથી અને અંત પણ નથી. જીવ અને કર્મને સબંધ અનાદિ-અંત છે. આ જીવને સર્વ પ્રથમ કર્મ લાગ્યાને સમય મળતું નથી. ખાણમાં પડેલા સેનાની જેમ અનાદિકાળથી જ જીવ સાથે કર્મ છે. અનાદિ હોવા છતાં, આ સંબંધને અંત છે. જીવ પુરુષાર્થ કરે છે, જેમ માટીમાંથી અલગ થઈ જઈ તેનું શુદ્ધ બની જાય છે, તેમ જીવ પણ શુદ્ધ બની જાય છે. અર્થાત્ કર્મનાં સંબંધને અંત આવી જાય છે. તેથી કર્મને સંબંધ અનાદિ હોવા છતાં અંતવાળે છે. આત્માની મેક્ષ સ્થિતિ આદિ અનંત છે. સંસારનાં પરિભ્રમણમાં જીવ અનાદિકાળથી બંધનમાં હતું. પહેલાં કદી મુક્ત થયે નથી. પણ જ્યારે સર્વ કર્મોને ક્ષય થાય ત્યારે સર્વ પ્રથમ મોક્ષદશાની પ્રાપ્તિ થાય છે. અને તે દશા અનંતકાળ સુધી જીવની સાથે રહે છે. તેને કદી અંત આવતું નથી તેથી મેક્ષદશારૂપ સ્થિતિ જીવને આદિ અનંત છે. આદિ–અંત વાળી સ્થિતિ તે જીવને અનેક પ્રકારે ઘટિત થઈ શકે છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ હોવા છતાં પ્રત્યેક કર્મ ની અપેક્ષાએ એ કર્મ જ્યારે જીવને લાગ્યું કે તેની આદિ થઈ અને તે આત્માથી અલગ થઈ ગયું ત્યારે અંત થયે. બીજી રીતે અનાદિ મિથ્યાત્વી જીવને પ્રથમ સમ્યક્ત્વ થાય ત્યારે જીવન સમક્તિ દશાની આદિ થઈ અને એ સમકિત ક્ષાયક ન હોય, પણ ઉપશમ કે ક્ષયે પશમ હોય તે થયા પછી ચાલ્યું જાય તે એને અંત થઈ ગયે. આમ કેટલાક ભાવે જીવની સાથે આદિ-અંતવાળા હોય છે. આનંદઘનજી મહારાજ, જેની આદિ છે પણ કદી અંત થવાને નથી એવા અનંત-શાશ્વત પરમાત્મ ભાવને પ્રાપ્ત કરવાની વાત કરે છે. જે પરમાત્મ તત્વ અંતરમાં જ પડયું છે તેને પ્રગટ કરવાનું છે. તેને રીઝવવાનું Page #223 -------------------------------------------------------------------------- ________________ 196 હું આત્મા છું છે. અર્થાત તે પિતાના આત્મદેવને જ રીઝવવાનો છે. મંદિરમાં જઈ પ્રભુની પ્રતિમાની સન્મુખ પૈસા-ચેખા કે ફળ-ફૂલ ધરવાથી, નહીં આત્મદેવ રીઝે કે નહીં એ પ્રતિમાને દેવરીઝે. પણ અંતરઆત્માને રીઝવવા માટે તેનામાં તન્મય થવું પડશે. સર્વ બાહ્ય સગોથી પર થઈ માત્ર તન-મનમાં આત્મદેવને નીરખ પડશે. કબીરની દાંપત્ય ભક્તિ એમ જ પ્રભુને રીઝવે છે. કબીરે પ્રભુની વિરહ વ્યથાને અનુભવ કર્યો છે. અને પ્રભુને પ્રિયતમ માનીને તેમને રીઝવવાને પ્રયાસ પણ કર્યો છે. જ્યારે કબીર આત્માનુભૂતિમાં ઉંડા ઉતરી જાય છે ત્યારે પિતામાં જ પ્રભુનાં અસ્તિત્વને આભાસ તેમને મળે છે પણ એ પ્રભુ પ્રગટ થતું નથી ત્યારે તેને કેમ પામવે એની દુવિધામાં પડે છે તેઓ કહે છે. પ્રિતમ પતિયાં લિખું, જે કહું હેત વિદેસ તમેં, મનમેં, નૈનમેં, તાકે કે સંદેશ....? મારો પ્રિયતમ જે પરદેશ હોત તે પત્ર લખી તેમનાં સમાચાર મેળવત, તેમને બેલાવત, પણ જે મારા તનમાં, મનમાં નયનેમાં સમાપેલે છે. તેને ક્યાં સંદેશ મોકલું? તેમને શું સંદેશ મોકલું? અર્થાત કબીર કહે છે મારે પરમાત્મા પ્રભુ, સચ્ચિદાનંદઘન બ્રહ્મ મારા ઘટમાં જ વિરાજે છે. તેને શોધવા ક્યાંય દૂર જવું પડે તેમ નથી. એકવાર જે એ રીઝી ગયે તે પછી એ કદી મારાથી દૂર કયાંય નહીં જઈ શકે! દામ્પત્ય ભાવનું પ્રતીક બાંધીને વળી કબીર કહે છે. મારા નયનેની એરડીમાં આંખની કીકી રૂપ પલંગ પર પિયુને બેસાડી, પલકેનાં પર્દાને નાખી દઈ પિયુને રીઝાવી લઉં ... નયનનકી કરી કે ઠારી, પુતરી પલંગ બિછાય; પલકનકી ચિક ડારિકે, પિયુ કી લેઉ રિઝાય...! બાહ્ય દષ્ટિ બંધ કરી, આંતરચક્ષુને ખેલી આત્મભાવમાં લીન થઈ જવાય તે પરમાત્મા પ્રિયતમ પ્રગટ થયા વિના રહે નહીં. પછી સદા Page #224 -------------------------------------------------------------------------- ________________ આત્યાંતિક વિયેગ 197 શાશ્વત સુખની મેજમાં મસ્ત બની પરમાત્મા સાથે આનંદને માલ્યા કરૂં. બસ આ છે આદિ-અનંત પરમાત્મ તત્ત્વ, ગાથામાં શ્રીમદ્જી પણ એ જ કહે છે. સર્વ બાહ્ય સંગે ને સર્વથા વિયેગ થઈ જતાં શાશ્વત તથા અનંત એવા સિદ્ધપદને પામી શકાય છે. જે સુખને કદી અંત નથી તેવા અંત રહિત સુખની પ્રાપ્તિ પુરુષાર્થ વડે સર્વ જીવને પ્રાપ્ય છે. શિષ્યનાં અંતઃકરણમાં થયેલ મિક્ષ છે કે નહીં ? એ વિષયની જે શંકા હતી તેનું સમાધાન ગુરુદેવે આપ્યું છે કે જ્ઞાતા-દષ્ટ ભાવરૂપ મક્ષ સ્વભાવ પ્રગટ થાય તે જીવ મોક્ષને અવશ્ય પામી શકે છે. શિષ્યને જ્યાં આ સમાધાન થયું કે “મોક્ષ છે ત્યાં તેનું અંતઃકરણ પ્રસન્નતાથી ઝૂમી ઉઠયું અને અંતર ગુંજારવ કરવા માંડયું. પાંચમુ પદ તે સૌથી સોહામણું | મોક્ષની પ્રાપ્તિ પમાય......(૨) પર સંગે સંસારે આથડયો સ્વભાવે સ્વમાં સમાય..મારી..... ઘણું સમાધાન પછી હવે માત્ર એક જ જિજ્ઞાસા શિષ્યનાં અંતઃકરણમાં રહી છે. તેની વિચારશકિત અને ચિંતનશીલતાએ તેને આવી જિજ્ઞાસા માટે પ્રેરિત કર્યો છે. તે જિજ્ઞાસાથી ઉભા થતાં પ્રશ્નો કેવા છે તે અવસરે......... Page #225 -------------------------------------------------------------------------- ________________ હોય કદાપિ મોક્ષપદ વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના, આરાધ્યની પ્રાપ્તિ માટે જ છે. જીવ આરાધક છે, જ્ઞાનાદિ રત્નત્રય આરાધના છે અને પરમાત્મપદની પ્રાપ્તિ તે આરાધ્ય છે. બીજા શબ્દોમાં સાધક, સાધના અને સાધ્ય. માત્ર આત્મિક દ્રષ્ટિથી જ નહીં પણ વ્યાવહારિક જગતમાં પણ આ ત્રણેયનું હોવું જરૂરી છે. માનવનું બૌદ્ધિક સ્તર જેટલું વિકસિત હશે એટલી ઈચ્છાઓ તેને થશે. કંઈક મેળવવું છે, કંઈક પામવું છે. એ છે સાધ્ય. એ મેળવવા માટે થઈ રહેલ પ્રયત્ન તે છે સાધના અને પ્રયત્ન કરનાર પ્રાણી છે સાધક. માનવને અનેક પ્રકારની ઇચ્છાઓ થયા જ કરે છે. એ બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય કે નહીં. સંગ હેય, શક્તિ હોય, પ્રારબ્ધ હેય, પુરુષાર્થ હોય, તે જ પૂર્ણ થાય અન્યથા ન પણ થાય. પરંતુ માનવ તેમજ અન્ય પ્રાણુઓને, સહુને ઈચ્છા તે થયા જ કરે છે. વળી એ ઈચ્છાઓ પણ જે કંઈ મળવાની શક્યતા છે તેના માટે જ થશે. જે વસ્તુનું અસ્તિત્વ નથી. મળી શકે તેમ જ નથી તેવી ઈચ્છા કદી કઈ જીવને થતી નથી. વળી આ ઈચ્છાઓ સારી પણ હોય, ખરાબ પણ હય, ઈચ્છાની પૂર્તિનાં પ્રયત્ન પાપકારી સિંઘ પ્રવૃત્તિરૂપ પણ . હેય અને નિરવઘ પ્રવૃત્તિરૂપ પણ હોય. જે હોય તે. અહીં સમજવું છે એ જ કે વ્યાવહારિક જગતની પ્રાપ્તિઓમાં પણ સાધક, સાધના અને સાથે આ ત્રણ યથાર્થ હવા પછી જ સિદ્ધિ મળી શકે છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ હોય કદાપિ મોક્ષપદ 199 જીવજંતુઓમાં પણ આ જોવા મળે છે. અહીં એક નાને ખેરાકને કણ પડ હોય, દૂર કીડીનું દર હય, કીડી ગંધથી પ્રેરાઈને અહીં સુધી આવે. પહેલાં તે તેનામાં ઈચ્છા પેદા થઈ પછી અહીં આવવા સુધીને પુરુષાર્થ કર્યો. સાકર કે અન્નનાં કણને લઈને એ ચાલતી થઈ. આમ કીડી પિતે સાધક, તેને પુરુષાર્થ તે સાધના, અન્નનો કણ મેળવે તે સાધ્ય અને મેળવી લીધે તે સિદ્ધિ. આ કેણે શીખવ્યું કીડીને? નાના એવા પ્રાણીને કેમ ખબર પડી કે જઈને કણ લઈ લઉં? બંધુઓ ! આ છે જીવની પિતાની શક્તિ. તેનામાં પડેલી આહાર સંજ્ઞા, ભેગવૃત્તિ તેને પ્રેરે છે અને તે કાર્ય કરી લે છે. જીવને આ જ અનાદિને અભ્યાસ છે. આ તે નથી શિખવવું પડતું પણ જીવ નિજસ્વભાવને ભૂલી ગયા છે. પોતે જાગે તે સાધી શકે છે. જે કંઈ સાધવાનું છે તે પોતે પિતામાં જ સાધવાનું છે એ ભાન ભૂલી ગયા છે. વાસ્તવમાં વિચારીએ તે જીવ જ સાધક છે, જીવનાં નિજ સ્વભાવ વડે તે પુરુષાર્થ તે જ સાધના છે. આત્માનાં મેક્ષ સ્વભાવ ને સર્વથા જાગૃત કરે તે જ સાધ્ય છે અને તેની સાકારતા એ જ સિદ્ધિ છે, મેક્ષ છે. પાંચમા પદનાં સમાધાનમાં ગુરુદેવે આ જ બતાવ્યું. છેલ્લે અત્યંત મહત્વપૂર્ણ પદની સિદ્ધિ કરવી છે. અહીં એક પ્રશ્ન વિચારણીય છે, કે મેક્ષ ઉપાય એ જ સર્વથી શ્રેષ્ઠ પદ છે. તે તેને છેવું કેમ રાખ્યું? આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, ભકતા છે અને મોક્ષ છે. આ પાંચેય પદોની શ્રદ્ધા જેના અંતકરણમાં યથાર્થરૂપે જાગી છે તે જીવ જ આત્મ સાધનાનાં માર્ગે પ્રવૃત્ત થઈ શકે છે. પહેલાં આત્મ-સાધનાને માર્ગ બતાવાય અને જે જીવને આત્માનાં હેવાપણની જ શ્રદ્ધા ન હોય, મેક્ષનાં અસ્તિત્વની શ્રદ્ધા ન હોય તે સાધના કરે શા માટે ? એટલે જ શ્રીમદ્જીએ મુમુક્ષુઓની શ્રદ્ધાને પથ્થરની રેખા સમ દઢ કરી પછી જ મોક્ષને ઉપાય દર્શાવે છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ 200 હું આત્મા છું જગતમાં પણ એમ જ બને છે. આપણને ખબર છે કે ખાણમાં સેનું, રૂપું કે હીરા છે. તે તેને મેળવવા માટેને ઉપાય શોધીએ છીએ. ગમે-તેટલું જોખમ ખેડીને પણ મૂલ્યવાન પદાર્થને પામવા કાર્યરત થઈએ છીએ. સમુદ્રના તળિયે પડેલી સમૃદ્ધિને પણ મૃત્યુની પરવાહ કર્યા સિવાય માણસ મેળવવાનો પ્રયાસ કરે છે. અરે ! તમે પેટ્રોલ શેઠું ! કેમ મળ્યું ? શું તેની નદીઓ વહી જાય છે ? ના, કેટલું ઊંડું સારકામ ર્યા પછી એ મળે છે. એકવાર જાણવું જોઈએ કે અમુક વસ્તુ, અમુક સ્થાને છે તે આકાશ-પાતાળ એક કરીને પણ મેળવ્યે જ છૂટકે. વળી એ મેળવવા માટેની યથાર્થ ટેકનિક પણ જાણવી પડે. ધરતીનાં પેટાળમાં પડેલા પદાર્થોને મેળવવા ર૫-૫૦ ફીટ ઊંડે ખાડો ખેદવાથી ન મળે. અરે ! ઊંડાણમાંથી પણ તેને જ મળે છે એને જાણકાર છે. પૂર્ણ જાણકારી પ્રાપ્ત કર્યા સિવાય મૂલ્યવાન પદાર્થ મેળવી શકાતું નથી. શિષ્યને પાંચ પદોનું સમાધાન થયું છે. અને જ્ઞાની ગુરુદેવ મોક્ષમાર્ગનાં યથાર્થ જ્ઞાતા છે. તેઓ પાસેથી એ રાજમાર્ગ મેળવવો છે તેથી શિષ્ય ચિંતનમાં ઉતરે છે. પણ જેમ-જેમ ચિંતનમાં ઊંડે ઉતરતો ગયે તેમ-તેમ ગુંચવણ વધતી ગઈ. આ ગુંચ ગુરુદેવ સિવાય કે ઈઉકેલી શકે તેમ નથી તેથી, મનની મુંઝવણ રજુ કરતાં ગુરુદેવ સમીપે શિષ્ય કહે છે. હવે કદાપિ મોક્ષપદ નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯ર... હે ગુરુદેવ ! આપે મોક્ષપદની સિદ્ધિ કરી અને વિચારતાં મારી શ્રદ્ધામાં પણ બેસે છે. હવે એ મોક્ષને પામવાને કેઈ ઉપાય તે જરૂર હવે જોઈએ. પણ અવિરેાધી ઉપાય હોય એમ મને લાગતું નથી. આવી મહાન સિદ્ધિને પામવાને ઉપાય પણ એ મહાન જ હોય અને તેને કઈ વિરોધ ન કરી શકે. કોઈને તર્ક એ માર્ગને ઉથલાવી ન શકે તે સર્વ સંમત હવે જોઈએ. અહીં શિષ્યના મનમાં આ શંકા શા માટે ઉદ્ભવી છે? અવિધ માર્ગ તેને કેમ દેખાતે નથી? એ બીજી ગાથામાં એ પિતે જ બતાવે છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ વાધ્યાય કરી છે. પૂબ ભણે, તેટલુ ગાન હોય કદાપિ મોક્ષપદ 201 અથવા મત દશન ઘણું, કહે ઉપાય અનેક; તેમાં મત સાચે કયે, બને ન એહ વિવેક..૭.. અહીં અનેક ધર્મો અને અનેક દર્શને છે. સહ પિતાની માન્યતાથી મેક્ષ માને છે. અને મેક્ષનાં ઉપાયે સહુ ભિન્ન ભિન્ન બતાવે છે. જેમકે કઈ કહે કે જ્ઞાનમાર્ગ જ સાચે છે ખૂબ ભણે, ખૂબ જ્ઞાન સંપાદન કરે, નિત્ય શાસ્ત્રોને સ્વાધ્યાય કરે, નિત્ય શાસ્ત્રોની ચર્ચા કરે. જેટલું મેળવાય તેટલું જ્ઞાન મેળવે, મોક્ષ થઈ જશે. કેઈ તપને માર્ગ બતાવે છે. તપથી કર્મોની નિર્જરા થાય છે. માટે જેટલું થાય તેટલું ઘોર તપ કરે. શરીરને કષ્ટ આપો. દેહને જેટલું વધુ કષ્ટ આપશે એટલે મોક્ષ જલ્દી થશે. માટે બધું જ છેડીને માત્ર તપ જ કરે. તે વળી કેટલાંક માત્ર ભક્તિને જ મોક્ષને માર્ગ સમજી બેઠા છે. જ્ઞાનમાર્ગ અને તપમાર્ગ તે કઠિન છે. ભક્તિમાર્ગ સહુથી સરળ. બસ પ્રભુનાં કર્તાનરૂપ ભક્તિ કર્યા કરે. અને મોક્ષ મળી જશે. તે વળી કેટલાંક લેકે હિંસાદિનાં કાર્યોમાં પણ મેક્ષમાર્ગની પ્રરૂપણું કરે છે. કેટલાક કિયા-અનુષ્ઠાનેમાં ધર્મ સમજી એને જ મોક્ષને માર્ગ કહેતાં ફરે છે. આમ સર્વ પિત-પોતાની માન્યતાને સાચી કરાવી મિક્ષનાં માર્ગરૂપ બતાવે છે. મહાયોગી આનંદઘનજી મહારાજ પણ કહે છેઅભિનન્દન જિન દરિસણ તરસીએ દરિસણ દુર્લભ દેવ; મત-મતભેદ રે જે જઇ પૂછીએ સહુ થાયે અહમેવ.. અભિનન્દન.... ચેથા તીર્થંકર અભિનન્દન પ્રભુની સ્તુતિ કરતાં તેઓ કહે છે તે પ્રભુ! હું આપના દર્શનને પ્યાસી છું. પણ આપનું દર્શન દુર્લભ છે. વળી મત-પંથ-સંપ્રદાયો પણ અનેક છે. તેઓને જઈને પૂછીએ તે સહુ Page #229 -------------------------------------------------------------------------- ________________ 202 હું આત્મા છું એમ કહે છે કે અમારે મત સાચો છે! અમારા મતની માન્યતાથી જ પરમાત્મદર્શન થાય. અન્ય કોઈ પ્રભુનાં દર્શન કરાવવામાં સમર્થ નથી. અહીં પરમાત્મદર્શન અર્થાત નિજ આત્માની ઉપલબ્ધિ. બીજા શબ્દોમાં કહીએ સમ્યગુદર્શન. સમ્યગદર્શનની પ્રાપ્તિનો માર્ગ સહુ જુદાં-જુદાં બતાવે છે. તેમાં પણ પિતે માનેલા મત-પંથ-સંપ્રદાયનાં રાહે ચાલવાથી જ સમ્યગદર્શનની પ્રાપ્તિ થશે તેમ કહે છે. શિષ્ય બધાંજ દર્શનેને અભ્યાસ કર્યો છે. અનેકની વાત સાંભળી છે. તેથી તે મુંઝવણમાં મૂકાઈ ગયું છે કે આટલાં બધાં માર્ગ માંથી કયો માર્ગ સાચે ! વળી એકાદ માર્ગને સાચે માની તેનાં પર ચાલવા માંડીએ અને જે એ માર્ગ પેટી મંઝિલે પહોંચાડે તે ત્યાંથી પાછું ફરવું ભારે જ પડે. માટે હવે ક્યાં માર્ગને ગ્રહણ કરે? સાચા અને બેટા માર્ગને વિવેક કેમ કરે? અને જો એ વિવેક ન થતું હોય તે પછી કયાં માર્ગને આરાધ ? વળી બીજો પ્રશ્ન એ પણ છે કે આત્મા પર કર્યો તે અનાદિ કાળથી જ લાગેલા છે. અનંત ભૂતકાળમાં આ જીવ કર્મો કરતો જ રહ્યો છે. અને આ ભવનું આયુષ્ય તે કેટલું સિમીત ? આટલા નાના આયુષ્યમાં અનંતકાળનાં એકઠા કરેલા અનંતાનંત કર્મોને નાશ શી રીતે થઈ શકે? શિષ્યના મનમાં એ આશંકા છે કે જેટલે કાળ જીવે કર્મ બાંધવામાં કાઢયે એટલે જ સમયે તેને નાશ કરવામાં પણ જોઈએ ને ! માનવ ગમે તેટલે પુરુષાર્થ કરે તે પણ અનંત કર્મોને છેદવા જેટલું સામર્થ્ય તે તેનામાં હોય જ ક્યાંથી? આમ શિષ્યનાં મનમાં મક્ષ ઉપાય વિષે ગડમથલ ચાલી છે. અનેક દર્શનેનાં અનેક મત તેને મુંઝવી રહ્યાં છે. વળી તેની નજર સામે અનંત ભૂતકાળ ઉભે છે. તેથી મોક્ષનાં ઉપાય માટે કઈ સ્થિર ઉપાય દેખાતું નથી. આ ઉપરાંત પણ જગતની અન્ય માન્યતાઓ પણ તેને મુંઝવે છે. એ માન્યતાઓ શું છે? તે અવસરે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ઉધ્ય ઉદય સદ્દભાગ્ય ! વાતરાગ પરમાત્મા, અનતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધનાને હેતુ છે મોક્ષ. મક્ષ હાય પણ મેક્ષને ઉપાય ન હોય તે મોક્ષ થાય શી રીતે ? એ શંકા શિષ્યનાં મનમાં ઉદ્દભવી છે. એ માટે જેટલાં પ્રશ્નો એનાં મનમાં ઉઠયાં તે સર્વ પ્રશ્નો ગુરુદેવ સમક્ષ રાખી રહ્યો છે. અન્ય પદેનાં વિષયમાં આટલા પ્રશ્નો તેને થયા ન હતાં, કારણ એ છે કે શિષ્યનાં અંતરમાં મોક્ષ પ્રાપ્તિની પ્રબળતમ પિપાસા જાગી છે. નરી મુમુક્ષુતા તેનામાં ભરી પડી છે. તેના અંતરની શ્રદ્ધા અને કહે છે કે હું આત્મા છું, હું જ પરમાત્મા છું. પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકું છું. તે શા માટે એ દિવ્ય શક્તિ પ્રગટ ન કરી લેવી ? મારા અંતરમાં જ અનંત સુખને શાશ્વત નિધિ પડે છે તે એને કેમ ન મેળવું ? ભૌતિક સમૃદ્ધિ માટે પણ આવું થતું જોઈએ છીએ. બંધુઓ ! જ્યારે તમને ખ્યાલ આવે કે અહીં મારે આટલે હક્ક છે. આટલે અધિકાર છે તે મેળવવા માટે મહેનત કરે કે નહીં ? જેટલા ઉપાય કરવા પડે તે કરે ને ? અરે ! અધિકાર મેળવવા લડવું-ઝઘડવું પડે, એથી આગળ વધી કેટે ચડવું પડે તે પણ તૈયાર ને? એટલું જ નહીં, હક્ક મેળવવા જતાં થડી આબરૂ ગુમાવવી પડે તે એ ગુમાવીને પણ મેળવી લે ને? આમ શા માટે? એ અધિકાર પ્રત્યેનું આકર્ષણ અને મળ્યા પછી તેનાથી મળતાં સુખની કલ્પના એટલી બધી પ્રબળ હોય કે એ મેળવ્યાને પ્રયાસ કર્યો વગર રહો જ નહીં. બંધુઓ ? જાણે છે કે આ ભૌતિક સંસારની મળેલી સમૃદ્ધિ કે અધિકારો કેટલાં સમયનાં ! અલ્પ સમયનાં જ. વળી એ મલ્યા પછી સુખશાંતિ મળશે જ એવી ગેરેન્ટી પણ નહીં. કદાચ દુઃખરૂપ પણ નીવડે. Page #231 -------------------------------------------------------------------------- ________________ 204 હું આત્મા છું જ્યારે અહીં તે આમિક અધિકાર ની પ્રાપ્તિની વાત છે. શિષ્યને પિતામાં પડેલા પરમાત્મતત્વ પર દઢ વિશ્વાસ જાગે છે તેને પ્રગટ કરવાનાં ઉપાસે જાણવા છે. પણ અનેક મત દર્શનવાદીઓ પિત–પિતાનાં માર્ગને છાતી ઠોકીને સાચે ઠેરાવી રહ્યાં છે. બીજાને ખેટા કહી ભાંડી રહ્યાં છે. તે તેમાં સાચો માર્ગ કયે ? કેને અનુસરવું? તે વાતને શિષ્ય સમજી શક્યું નથી. વળી શિષ્ય અભ્યાસી છે. અનેક મત–પંથની માન્યતાઓને તે જાણે છે. આરાધના કરનાર વ્યક્તિ જેમ સત્ય માર્ગને જાણે તેમ બેટા માર્ગને જાણું લેવા પણ તેના માટે જરૂરી છે. કારણ અન્ય માર્ગની માન્યતાઓ તેના માર્ગમાં વિનરૂપ બનીને આડી ન આવે, પિતાને માર્ગ સરળ બને. તેથી જ આ વિષયમાં થતી અન્ય શંકાઓ ને ગુરુદેવ સમક્ષ રજુ કઈ જાતિમાં મેક્ષ છે. ક્યા વેષમાં મેક્ષ, એને નિશ્ચય ના બને, ઘણું ભેદ એ દોષ-૯૪.... હે ગુરુદેવ ! કઈ જાતિમાં જન્મ-લેવાથી મેલ થાય તે કૃપા કરીને સમજાવે. ભારતમાં પુરાણકાળથી જાતિભેદની વ્યવસ્થા ચાલી આવે છે. ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણમાં માનવ સમુદાયનું વિભાજન કરવામાં આવ્યું હતું. જે કાળે આ થયું એ કાળે તેનું વ્યાવહારિક તથા ધાર્મિક મૂલ્ય હોય. સમયની માંગ સાથે આ વિભાજનની જરૂર પડી હેય તેથી થયું હોય. પણ કાળનાં પરિવર્તન સાથે ઘટિત થતું આવ્યું છે તેમ ધીરે-ધીરે મૂલ્ય ઘસાતા જાય. નવી પેઢીઓનાં નવા મૂલ્ય સ્થાપિત થાય અને જૂનાં મૂલ્ય ભૂલાતાં જાય તેનું પરિણામ હિતકારી પણ હોય અને અહિતકારી પણ હેય. કયારેક તે આવી વ્યવસ્થા વિકૃત બની જાય. તે એટલી હદ સુધી કે તેનાં મૂળભૂત સિદ્ધાંત બિલકુલ વિસરાઈ જાય. જાતિવણની વ્યવસ્થા તેના કાર્યોને અનુરૂપ થઈ હતી. ક્ષત્રિયને રાજ્યની ધૂરા સંભાળવાની, પ્રજાનું રક્ષણ અને વિકાસ એ બન્ને કાર્યો તેનાં. બ્રાહ્મણનાં હાથમાં ધર્મ–તંત્ર હતું. સામાન્ય જનસમુહ કુમાર્ગે ન ચાલ્યો Page #232 -------------------------------------------------------------------------- ________________ ઉદય ઉદય સદ્ભાગ્ય 205 જાય, નીતિ–સદાચાર માં બંધાઈને રહી સાત્વિક જીવન જીવે એ જોવાનુ કામ બ્રાહ્મણોનું હતું. વૈશ્યનાં હાથમાં આખું યે અર્થતંત્ર હતું. આર્થિક દષ્ટિએ રાજ્યને વિકાસ કરે, રાજ્યને સમૃદ્ધ બનાવવું. અન્ય પ્રદેશમાં પિતાનાં દેશની આબરૂ કેમ વધારવી આ કાર્ય વૈશ્યાનું હતું અને સમાજ જીવનની જરૂરિયાતને સર્વ રીતે પૂરી પાડવાનું કામ શુદ્રોનું હતું. આમ આખીયે મનુષ્ય જાતિ નિર્ભયતા અને સરળતાથી વ્યવસ્થિત જીવન જીવી શકે માટે આ વ્યવસ્થા થઈ હતી. અને જ્યાં સુધી આ મૂલ્ય સચવાયા ત્યાં સુધી સહુ સંપ સંગઠ્ઠનથી જીવ્યા. પણ મળેલ મેટાઈને પચાવવાની તાકાત ન હોય તે અજીર્ણરૂપે પરિણમે ક્ષત્રિય, બ્રાહ્મણે તથા વૈશ્ય મોટાઈન ગુમાનમાં ભાન ભૂલ્યા અને શુદ્રોને હડધૂત કરવા માંડ્યા. તેઓને કંઈ જ અધિકાર નહીં. સામાજિક દરજજે પણ નહીં અને ધર્મ કરવાને અધિકાર પણ નહીં ભૂલ-ચૂકે મંદિરનાં આંગણુમાં તે નહીં પણ મંદિરના પાછળનાં ભાગમાં કઈ ક્ષુદ્ર આવી ચડયે અને અજાણતાં જ વેદના મંત્રે તેનાં કાનમાં પડી ગયા તે એ એને એટલે મેટો ગુન્હ લેખાતે કે મૃત્યુદંડથી ઓછી સજા એને ન હોય. એટલું જ નહીં તુલસીદાસ જેવા ભકતકવિ જ્યાં એક બાજુ એમ બતાવે કે રામચંદ્રજી હલકી એવી ભીલ જાતિને પણ ગળે લગાવે. ત્યાં બીજી બાજુ એ કહે કે શુદ્ર તે તાડનને અધિકારી છે. તેને માટે જ જોઈએ. વિચારો બંધુઓ ! કેટલી હદ સુધી માનવની માનવતા મરી પરવારતી હશે ! એટલું જ નહીં એક સમય એ પણ આવ્યું કે ક્ષત્રિય એમ માનવા લાગ્યા કે ધર્મ તે શૂરવીરે જ કરી શકે. અમારામાં શૂરવીરતા છે. માટે અમે જ ધર્મ કરવાના અધિકારી, અન્ય નહીં. વળી અમુક શાસ્ત્રાભ્યાસ બ્રાહ્મણ જ કરી શકે. બીજાને શાસ્ત્રને સ્પર્શ કરવાને પણ હક્ક નહીં. આમ સામાજિક ક્ષેત્રે તથા ધાર્મિક ક્ષેત્રે આવી માન્યતાઓનું પ્રચલન વધતું ચાલ્યું. એથી જ શિષ્યનાં મનમાં પ્રશ્ન છે કે કઈ જાતિમાં જન્મ લેવાથી મોક્ષ મળે? - બીજી વાત-કયા વેશમાં મેક્ષ ? મોટા ભાગનાં જેને એમ માનતા હોય છે કે જેનો વેષ ધારણ કર્યો હોય તે જ મેક્ષ મળે, એટલું જ નહીં Page #233 -------------------------------------------------------------------------- ________________ 206 હું આત્મા છું દિગમ્બરે એમ કહેશે કે દિગમ્બર વેષે જ મેક્ષ મળે. શરીર પર વસ્ત્ર હિય તે પણ મેક્ષ ન મળે. અને તેથી જ પિતાને શાનાં અઠંગ અભ્યાસી કહેવડાવતા વાચાળ લેકે દિગમ્બર જૈન ધર્મની ય બોલાવે! કેવી ઘર અજ્ઞાનતા? કેવી વિડંબના ! ભગવાન મહાવીરનાં ચરણોમાં દિક્ષીત થયેલા સાધુઓમાં કેટલાંક સચેલક અર્થાત્ વસ્ત્રધારી અને કેટલાંક અચેલક એટલે વસ્ત્રવિહૂણાં, નગ્નત્વને ધારણ કરનારા હતાં. છતાં બંને પ્રકારનાં સાધુઓ સાધના દ્વારા મેક્ષ પામી ગયા. કેઈને પણ દિગમ્બરત્વ કે શ્વેતામ્બરત્વનું લેબલ લાગેલું ન હતું છતાં તેમને મેક્ષ થવામાં કયાંય વાંધો આવે નહીં. એટલું જ નહીં સ્ત્રીને મેક્ષ ન થાય. પુરુષને જ થાય એવી પણ એક જોરદાર માન્યતા પ્રવર્તે છે. માતા માદેવી, ચંદનબાળા, મૃગાવતી વગેરે ક્ષે પધાર્યા છે તેમ તેઓ સ્વીકારે નહીં. સીશરોર મોક્ષપ્રાપ્તિને પુરુષાર્થ ન કરી શકે. અરે ! આ કાળમાં પણ આપણે એવી વિરાંગનાઓ સાંભળી છે. ઝાંસીની રાણુ અને લક્ષ્મીબાઈ જેવી શુરતાથી ભરેલ નારીઓએ મોટા યુદ્ધો આપ્યા છે. કેવી શક્તિ હશે એમનામાં? છતાં આવી માન્યતાઓ ચાલે છે. શિષ્ય આવી અનેક માન્યતાઓને જાણે છે તેથી એ પૂછે છે કે કઈ જાતિ, વેષમાં મોક્ષ થાય તે નિર્ણય કરી શકાતું નથી અને જે એનું સમાધાન ન મળે તે પછી બધું જ વ્યર્થ તેથી એમ જણાય છે, મળે ના મક્ષ ઉપાય જીવાદિ જાણ્યા તણે, શો ઉપકાર જ થાય? 95. ગુરુદેવ ! વિચારતાં એમ લાગે છે કે આટલા મતભેદ, આટલી વિભિનતા જ્યાં પ્રવર્તીતિ હોય ત્યાં મેક્ષને સચોટ ઉપાય મળે જ શી રીતે? અને જે મેક્ષઉપાય ન હોય તે આપે આત્મા છે કહીને જે પાંચ પદો સમજાવ્યા તેને અર્થ પણ શું ? શા માટે એ જાણવા? એથી લાભ શો? Page #234 -------------------------------------------------------------------------- ________________ ઉદય ઉદય સદ્દભાગ્ય 207 માત્ર હું જાણું છું એ અહંકાર વધારવા માટે તે આ જાણવું નથી. જે એ જ્ઞાન મેક્ષપ્રાપ્તિમાં ઉપકારક નીવડતું હોય તે જ જાણવાને અર્થ છે. હે ગુરુદેવ ! મેં આપને આટલે શ્રમ આપે. કેટલા સમયથી આપને મારી શંકાઓ કહી-કહીને વ્યથિત કરી રહ્યો છું ! અને જો એ જાણવાનું કશું જ ફળ ન હોય તે મેં આપને વ્યર્થ પરિશ્રમ આપે ! શિષ્યનાં અંતકરણમાં ગુરુભકિત પડી છે. તેથી ગુરુદેવને શ્રમિત કરવા નથી માગતો, પણ સાથે-સાથે ગુરુદેવ પ્રત્યે અચલ શ્રદ્ધા છે કે તેમનાં ચરણમાં આવ્યો છું તે એમ ને એમ પાછે નહીં જાઉં. મારા અંતરમાં ગમે તેટલાં શંકાના ઝાળા હશે તે સર્વને સાફ કરી અંતરને સ્ફટિક જેવું નિર્મળ બનાવશે જ. માટે જ નિર્ભયતાથી ગુરુદેવ સમક્ષ એક પછી એક પ્રશ્નો રજુ કરી રહ્યો છે. જેમાં ચાલતાં શીખી ગયેલું બાળક આમ-તેમ દોડા -દોડી કરતું હોય, તેને ન તો પડવાને ભય હાય ન લાગવાને ભય. તે જાણતું હોય કે મારી પાછળ બહુ મોટું રક્ષણ છે મારી મા એ મને પડવા નહી દે. લાગવા નહીં દે. તેથી નીડરતા પૂર્વક ફરતું હોય. શિષ્યની અડેલ શ્રદ્ધા ગુરુ ચરણમાં સમર્પિત થયેલી છે તેથી તે અનેક તર્કો ચાહે યેગ્ય હોય કે અગ્ય તેની પરવાહ કર્યા વગર ગુરુદેવ પાસે મૂકી રહ્યો છે અને તેથી જ હવે છેલ્લે કહી રહ્યો છે– પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાગ સમજુ મેક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદૂભાગ્ય...૯૬ અહો ગુરુદેવ ! આપની અસીમ કૃપા મારા પર છે. આપે અમાપ વાત્સલ્ય મારા પર વહેવડાવ્યું, આપની અખંડ કરૂણાને ધોધ મારા પર વરસી રહ્યો છે. મારી પાંચેય શકાઓનું સમાધાન મને સર્વીશે થઈ ગયું છે. હવે એ વિષે એક અંશમાત્ર પણ શંકા અંતરમાં રહી નથી. હું ખૂબ જ આશ્વસ્ત થયો છું. હવે એક છઠ્ઠી શંકા આપના સમક્ષ રાખું છું. જે એની યથાર્થ પ્રતીતિ મને થઈ જાય તે હું મારી જાતને મહાન ભાગ્યશાળી માનીશ. Page #235 -------------------------------------------------------------------------- ________________ 208 હું આત્મા છું બંધુઓ! શ્રીમદ્જીએ આ ગાથામાં બહુ જ વિચારપૂર્વક સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે. તેઓ કહે છે ઉદય ઉદય સદ્ભાગ્ય’ શિષ્ય કહે છે. આખાયે સંસારની રિદ્ધિ-સિદ્ધિ કે સંપત્તિ મળી જાય. સત્તા કે અધિકાર પ્રાપ્ત થાય તેમાં મારૂ સદ્ભાગ્ય નથી. કારણ એ તે જીવે અનેકવાર મેળવ્યું અને અનેકવાર ગુમાવ્યું તેની કેઈ નવાઈ નથી. પણ જે મને મોક્ષને ઉપાય લાધી જાય, તે વિષે મારા મનમાં શંકા ન રહે, મોક્ષ ઉપાય મારી શ્રદ્ધામાં બેસી જાય, મારા શ્વાસમાં વણાઈ જાય તેને મારી બુદ્ધિ સ્વિકારી લે, મારા આચરણમાં તે ઓતપ્રેત થઈ જાય. મારી વૃત્તિઓને તે નિર્મૂળ કરી નાંખે, મારી પ્રગતિને સમ્યગ્ર રાહે લઈ જાય, જે આટલું થાય તે મારા પુન્યને ઉદય થયે તેમ માનીશ. તે જ મારા સદ્દભાગ્યને ઉદય-સર્વોદય થયો એમ માનીશ, અહીં શિષ્ય, સમર્પિત ભાવે ગુરુદેવનાં ચરણે પિતાની સર્વ શ્રદ્ધા સમર્પિત કરતે થકે ગુરુદેવને વિનવી રહ્યો છે. હે ગુરુદેવ! બધાં સંશયોનું સમાધાન યથાર્થ રીતે થઈ ગયું છે. અંતઃકરણનાં એક ખૂણામાં પણ સંદેહ નથી. હવે માત્ર એક છેલ્લી શંકા છે. બસ, મને એનાથી નિઃશંક કરે. બંધુઓ! શિષ્ય જ્યારે આટલા સમર્પિત ભાવે, જિજ્ઞાસવૃત્તિથી ગુરુના ચરણમાં શંકા રજુ કરી રહ્યો છે ત્યારે ગુરુદેવને આત્મા પણ ઉલ્લસિત થઈ ગયું છે. આ પણ યોગાનુયેગ હેય છે. યોગ્ય પાત્ર જ્યારે આવા સંતની સન્મુખ આવે ત્યારે આપ આપ તેમનું અંતઃકરણ ખૂલી જાય છે. ઉલ્લસિત થઈ જાય છે. મને યાદ છે. 1971 માં અમે જબલપુર (એમ. પી.)માં હતાં ત્યારે ત્યાંના એક વૃદ્ધ શ્રાવક લાલચંદજી તેમનું નામ. મંદિરમાગી પણ તત્વ જિજ્ઞાસુ. તેઓ ચાર-આઠ દિવસે ઉપાશ્રય દર્શન કરવા આવે ત્યારે પ્ર. મોટા મહાસતીજી પાસે વિનયપૂર્વક કોઈ ને કોઈ પ્રશ્ન રાખે. તેઓની યોગ્યતા જ કંઈક એવી કે એ પ્રશ્નને જવાબ પૂ. બાપજી આપે તે એ અદૂભૂત હોય, અમે તો સાંભળીને તાજુબ થઈ જઈએ. એ જાય પછી Page #236 -------------------------------------------------------------------------- ________________ ઉદય ઉદય સદ્દભાગ્ય 209 અમે એકવાર પૂ. બાપજીને પૂછયું-“બાપજી! આ જ પ્રશ્ન અમે પણ પહેલાં પૂછ્યું હતું, પણ આપે અમને આવું સમાધાન ન'તું આપ્યું.” પૂ. બાપજીએ ફરમાવ્યું કે " આ શ્રાવકની કઈ ભવિતવ્યતા એવી છે. પાત્રતા ઉંચી કેટીની છે કે મારા મુખમાંથી પણ અનાયાસે જ આવા શબ્દ નીકળે છે. અને પછી તે જાણે અમારે કમ થઈ ગયો કે જ્યારે લાલચંદજી દર્શન કરવા આવે કે અમે પૂ. બાપજીનાં ચરણોમાં હાજર થઈ જઈએ. અને અમને શાસ્ત્રનાં અદૂભૂત રહસ્ય જાણવા મળે. બંધુઓ! અહીં પણ ગ્ય શિષ્ય ગુરુદેવનાં ચરણોમાં, યોગ્ય શંકાએ લઈ રજુ થયો છે. અને ગુરુદેવનું ઉલ્લસિત અંતર શાસ્ત્રનાં ઊંડા રહને ઉકેલી રહ્યું છે. શિષ્યની શંકાનું સમાધાન કરવા ગુરુદેવ તત્પર થયાં છે. મોક્ષનાં ઉપાય રૂપ છઠ્ઠ પદ તે જ સર્વ શ્રેષ્ઠ પદ છે. બાકીનાં પાંચ પદને પણ યથાર્થ રીતે પ્રગટ કરવા અને અનુભવવા માટે આ પદ, તે ચાવીરૂપ છે. આ પદ તે જ સિદ્ધિરૂપ છે. શ્રદ્ધામાં, જ્ઞાનમાં અને આચરણમાં ઉતારવા જેવું આ પદ . સૌથી વધુ સમજીને આચરવા માટેનું પદ પણ આ જ છે. હવે ગુરુદેવ શિષ્યની શંકાનું સમાધાન કરવાની સાથે મોક્ષના ઉપાયે શું બતાવે છે તે અવસરે... ભાગ-૨-૧૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ ...મોક્ષ ભાવે નિજવાસ ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, અગી દશાની પ્રાપ્તિ અર્થે છે. યોગી, મન-વચન-કાયાનાં અને સાધી લે છે. તેના પર નિયંત્રણ કરી લે છે. પિતાની ઈચછા પ્રમાણે યોગોનું પ્રવર્તન કરાવી શકે છે. યોગ દ્વારા અદ્દભૂત અને અસંભવ લેખાતાં કાર્યો કરી શકે છે. પણ જૈન પરંપરા ગીને મહત્વ ન આપતાં અયાગી સાધનાની મૌલિકતા ધરાવે છે. , જ્યાં સુધી રોગ છે ત્યાં સુધી સંપૂર્ણ મિક્ષ નથી. કેવળી પરમાત્મા પણ વેગ સહિત વિચરણ કરે ત્યાં સુધી તેઓ સિદ્ધ થઈ શકે નહીં. જે સમયે સર્વ ગોનું રૂંધન કરી, અગી અવસ્થાને પ્રાપ્ત કરે તે સમયે તરત જ તેઓને મેક્ષ થઈ જાય. આ મોક્ષ ઉપાય વિષે શિષ્યનાં મનમાં શંકા છે. એ કહી રહ્યો છે. હે ગુર! આપે આપેલાં પાંચેય પદનાં સમાધાન બુદ્ધિ દ્વારા સમજી મારી શ્રદ્ધામાં મેં ઉતાર્યા. તેથી હવે મારા અંતરમાં તે વિષે કઈ શંકા નથી. બંધુઓ ! બુદ્ધિથી સમજવું એક વાત અને તેને ચિંતન દ્વારા વાગેની શ્રદ્ધામાં પચાવવું એ મહત્વપૂર્ણ વાત. શિષ્ય ચિંતક છે તેથી માત્ર બુદ્ધિથી અપનાવી કેરે તકવાદી નથી થયે. અને વિચાર્યા વગર માત્ર અંધશ્રદ્ધાથી પણ તત્વને નથી અપનાવ્યું. બુદ્ધિ અને શ્રદ્ધા બંનેને મેળ સાધી તત્ત્વને આત્મસાત્ કર્યું છે. જે તત્વ માત્ર ગતાનુગતિક શ્રદ્ધાથી સ્વીકારાયું હોય પણ સમજણપૂર્વક, વિચારપૂર્વક, યથાર્થતાની જાણપૂર્વક જે સ્વીકાર્ય ન બન્યું Page #238 -------------------------------------------------------------------------- ________________ મક્ષ ભાવ નિજવાસ 211 હોય તે તેવી શ્રદ્ધા તૂટતા વાર નથી લાગતી. કેઈ વ્યકિતમાં મૂકેલી શ્રદ્ધા પણ વિચારપૂર્વકની ન હોવાનાં કારણે તૂટી જતી હોય છે. તત્વનું પણ એમ જ છે અહીં શિષ્યની શ્રદ્ધા વિચારણાથી નિષ્પન્ન થયેલી છે. શિષ્ય છઠ્ઠા પદને યથાર્થ રૂપે સમજવાની તૈયારી વાળે થયો છે અને ગુરુદેવ સુપાત્ર શિષ્યની યોગ્યતા પર પ્રસન્ન થઈ તેને પોતાનાં અંતરમાં પડેલું સર્વ જ્ઞાન આપવા તત્પર થયાં છે. બંધુઓ ! યેગ્ય પાત્ર વિના અનુભવી ગુરુ જ્ઞાન આપે નહીં. આજે ભારતમાંથી અનેક ઉચ્ચકેટીની વિદ્યાઓ સમાપ્ત થઈ ગઈ તેનું કારણ એ જ છે. પાત્રનાં અભાવે વિદ્યાધારી પુરુષ તે વિદ્યા પિતાની સાથે લઈ ગયા, પણ કોઈને આપી શક્યાં નહીં. કેટલાંક વર્ષો પહેલાની વાત કરું. અમારા દાદાગુરુ પૂજ્ય તપસ્વીજી શ્રી માણેકચંદજી મહારાજની જ્ઞાનપિપાસા અતિ તીવ્ર હતી. તેઓ જ્ઞાનપ્રાપ્તિ અર્થે એ જમાનામાં મારવાડ પધાર્યા કે જ્યારે વિહારની કઠિનતા ઘણું હતી. યુવાન વયે પૂન્ય ફકીરચંદજી મહારાજ સાહેબની સેવામાં રહ્યાં. પૂજ્ય તપસ્વીજી મહારાજમાં વિનય નમ્રતા–વિવેક વગેરે ગણો એટલાં હતાં કે તેઓની ગ્યતા જોઈ પૂજ્ય ફકીરચંદજી મહારાજ સાહેબ ફિદા-ફિદા થઈ ગયાં. તેઓએ કહ્યું હતું કે આ કાઠિયાવાડી સાધુની સુપાત્રતા જોઈ મારું હૃદય સંતોષ પામે છે. મારી પાસે રહેલા જ્ઞાનને આપવા માટે હું પાત્રની શોધમાં હતું. મને મળી ગયું. મારું બધું જ જ્ઞાન હું એને આપી દઈશ. અને બંધુઓ ! પૂ. ફકીરચંદજી મહારાજે હૃદયના ઉલ્લસિત ભાવે પૂ. તપસ્વીજી મહારાજ સાહેબને સર્વ જ્ઞાન આપી દીધું. પૂ. તપસ્વીજી મહારાજ અથાગ જ્ઞાન લઈ મારવાડથી પાછાં પધાર્યા. આ કાળમાં પણ એવા મહાપુરુષ હશે કે જેઓની પાસે આગમ જ્ઞાનનાં ઊંડા મર્મો ભર્યા હશે આપણે પાત્ર બનીએ તે એ મર્મો અને સાધનાનાં સૂત્રો પામી શકીએ. પાત્ર ન બની શકવામાં મોટામાં મોટું વિન કેઈ હોય તે તે છે આપણે અહંભાવ. હું કંઈક છું, કંઈક વિશિષ્ટ છું, બીજામાં નથી તે મારામાં છે, આવી જાતને અહંકાર આપણને યંગ્ય બનવા દેતું નથી. અધૂરા ના અધૂરા જ રહીએ છીએ અને પરિણામે ગુરુગમ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧ર , હું આત્મા છું કે સંતસમાગમ મળ્યા પછી પણ તેઓનાં સાનિધ્યે જે પ્રાપ્ત કરવાનું છેતે નથી કરી શક્તાં. બે કાંઠે વહેતી નદીનાં તીરે માત્ર તાડ જેવા થઈ ઉભા રહીએ તે અંજલીભર પાણી પણ ન પામીએ કે તૃષા ન છીએ. પણ વાંકા વળીને પાણીની અંજલી ભરીએ તે જરૂર મીઠા પાણીનાં આસ્વાદ સાથે એ પ્યાસ બુઝાવવાનું કામ કરે. પણ વાંકે વળે તે ને ? નમે તે ને ? અહંકાર જાય અને નમ્રતા પ્રગટે તે જ કંઈક પામી શકાય સુયોગ્ય શિખ્ય અતિ નમ્ર બની ગુરુદેવ સમક્ષ શંકા મૂકે છે. હવે તીવ્ર તાલાવેલી જાગી છે. માત્ર સમજવાની જ નહીં પણ યથાર્થ સમજુ તે યથાર્થ આચરી શકું એવા ભાવ લઈને ગુરુદેવ સમીપે હાજર થયે છે. ગુરુદેવ પણ શિષ્યની યોગ્ય ભાવનાને એ જ યંગ્ય પ્રતિસાદ આપતાં કહે છે. પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીતઃ થાશે મેક્ષેપાયની, સહજ પ્રતીત એ રીત...૯૭.... હે શિષ્ય ! મારૂં અંતઃકરણ પ્રસન્નતા અનુભવે છે. મારો શ્રમ સાર્થક થતે નિહાળું છું. તને તત્વ આત્મસાત્ થયું છે, તે વિચારી, ચિંતન કરી શ્રદ્ધામાં ઉતાર્યું છે. બંધુઓ ! શ્રીમદ્જીએ કે સાર્થક શબ્દ પ્રયોગ કર્યો છે ! “આત્મા વિષે પ્રતીત’ શિષ્ય માત્ર બુદ્ધિથી નથી સ્વીકાર્યું પણ વિચારીને આત્મા સુધી પહોંચાડયું છે. આપણે બુદ્ધિ દ્વારા ઘણી વાતે સ્વીકારી લીધી હોય છે પણ તેને શ્રદ્ધા સુધી પહોંચાડતા નથી તેથી તે આચરણમાં ઉતરતી નથી. અને તેથી જ આપણું જ્ઞાન માત્ર બુદ્ધિએ ભેગી કરેલી માહિતી રૂપ જ રહે છે પણ “જ્ઞાનસ્ય રિતિક” નાં ન્યાયે આચારરૂપમાં આવતું નથી. શ્રદ્ધામાં બેસે તે જ આચારરૂપે સાકાર થાય. ગુરુદેવે શિધ્યમાં જ્ઞાન આત્મસાત્ થતું જોયું તેથી જ તેઓ શિષ્ય પર વધુ કૃપા વરસાવી રહ્યા છે. તેઓ કહે છે પાંચે ઉત્તરે મેં આપ્યા તેની પ્રતીતિ તને થઈ છે તે જ તારી ગ્યતાને સાબિત કરે છે, તેથી જ મારું હૃદય બેલે છે કે એ જ રીતે મેલેપાયની પ્રતીતિ પણ તને સહજ Page #240 -------------------------------------------------------------------------- ________________ ભક્ષ ભાવ નિવાસ * 213 રૂપે જ થશે. તેમાં સમય કે શ્રમ નહીં લાગે. મેક્ષ ઉપાયને સમજ એ તારા જેવા સુ-મતિ ધારક શિષ્ય માટે રમત વાત છે. ડાબા હાથ ને ખેલ છે. - બંધુઓ ! ભૌતિક જીવનવ્યવહારમાં આવું ઘણી વાર બેલતા હો છે કે અમુક કામ કરવું, કેઈ ને ઠગે, કેઈને ફસાવ, શીશામાં ઉતાર, એ તે મારા ડાબા હાથનો ખેલ છે. પણ એ બધાં જ ખેલો પરિણામે પાપકારી અને દુઃખદાયી છે. હું તે તમને કહીશ કે મોક્ષને ઉપાય સમજવો જેમ શિષ્યને સહજ છે તેમ સહુને સહજ થાય તેવું કંઈક કરે ને ! અંતરમાં પડેલી શ્રદ્ધાની શક્તિને જાગૃત કરી લે, તત્વને પામવાની પાત્રતા પિદા કરી લો તે આપણું માટે પણ મપાય સમજવો અને આચરવો સહજ થઈ જશે. એ માટે જોઈએ પુરુષાર્થ. મોહનય અને જ્ઞાનાવરણીયને પશમ વધારતાં જઈએ તે પહેલાં સમજાશે અને પછી આચરણમાં આવશે, ગૃહસ્થી માટે પણ તે શક્ય છે. ઈતિહાસમાં અનેક મહાપુરુષોની વાત આવે છે કે તેમને મન કેવળજ્ઞાન પામવું એ પણ સહજ હતું. ભરત ચક્રવર્તીએ ચપટી વગાડતામાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. વિચારો બંધુઓ ! જે ભરત અરિસાભુવનમાં રૂપનાં અહંનું પિષણ કરવા માટે પ્રવેશ્યાં હતાં તેઓ સર્વથા અહને તેડી કેવળ લઈ બહાર પધાર્યા. કેટલો સમય લાગે! અને કે શેખીન હશે એ જીવ ! તમે રેજ અરિસામાં મુખ જુઓ છે. જેને અભિમાન પણ કરતાં હશે. સુંદરતા પ્રત્યે સજાગ પણ હશે. છતાં તમારે ત્યાં કેટલા અરિસા? દરેક રૂમમાં એક, અરે! બખે! પણ નહીં, ભારતે તે અરિસા–ભુવન બનાવ્યું હતુ. ઉપરનીચે, આગળ-પાછળ ચારે બાજુ, છયે બાજુ અરિસા જ અરિસા. અને ત્યાં જઈ સૌદર્યના અભિમાનનું પિષણ, પણ બંધુઓ! એ ભાવેને ખંખેરતા વાર ન લાગી. બહુ જ સહજરૂપે છૂટી ગયું. હું તમને પૂછું છું કે જ્યારે તમે અરિસામાં મુખ જુઓ છેતે કયારેય ભરત યાદ આવે છે? એમ થાય છે કે મને પણ અરિસામાં રૂપ નિહાળતાં કેવળજ્ઞાન કેમ ન થાય ? ભેગમાં પણ જે ત્યાગ Page #241 -------------------------------------------------------------------------- ________________ 214 હું આત્મા છું યાદ આવતું હોય તે સમજી લેજે કે મપાય આપણું માટે પણ સહજ જ હોઈ શકે. અહીં ગુરુદેવે પાત્ર ને પીછાણ્યું છે અને જ્ઞાન આપી રહ્યાં છે તેથી જ કહે છે તારા માટે મેપાય સમજ બહુ જ સહેલે છે. ગુરુદેવનાં મુખમાંથી નીકળેલા ઉપકારી વચને શિષ્યને પણ ગદ્ગદ્ કરી મૂકે છે. બંધુઓ! ગુરુદેવની અસીમ કૃપા-ધારા શિષ્ય પર વરસી રહી છે. આ ક્યારે વરસે? ક્યારે આવા સુંદર ઉદ્ગારે ગુરુદેવનાં મુખમાંથી નીકળે? શિષ્યની એવી ભવિતવ્યતા હોય ત્યારે જ. આપણે પણ ઈચ્છીએ કે આપણાં ગુરુજનેનાં મુખમાંથી હંમેશા આપણા માટે આશિષ વચને જ નીકળે. પણ ભાઈ ! ગુરુદેવનાં હૃદયને સં ધ્યું ન હોય તે એ કેમ બને ! ગુરુદેવનું અંતઃકરણ ગમે તેટલું ઈચ્છે તે પણ આપણી અપાત્રતા તેમનાં હૃદયને કેળવા જ ન દે. વચને નીકળે જ નહી માટે આપણે પાત્ર બનવાની અત્યંત જરૂર છે. પિતાનાં અંતકરણના ભાવે પ્રદર્શિત કર્યા પછી હવે મોક્ષપાય શું છે તેનું સુ-વિસ્તૃત વિવેચન ગુરુદેવ આપી રહ્યાં છે. જીવની કયાં ભૂલ છે તે સમજાવતા ગુરુદેવ કહે છે કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ 98.... વત્સ ! મેક્ષમાર્ગને પામવા સર્વ પ્રથમ અજ્ઞાનને સમજીને ટાળવું આવશ્યક છે. અજ્ઞાન શું છે ? ગાથામાં કહ્યું : કર્મભાવ અજ્ઞાન છે. કર્મના ઉદયે કરીને મળેલ સ્થિતિને પિતાની સ્થિતિ માનવી, પિતાનું સ્વરૂપ માનવું તે કર્મભાવ છે. આપણને કઈ પૂછે: તમે કેણ છે? આપણે કહીએ અમે મનુષ્ય છીએ. ઠીક છે. અન્ય ભેદોને વિસરી જઈ, માનવતાવાદી દષ્ટિકોણથી એમ કહો તે બરાબર છે. પણ આધ્યાત્મિક દૃષ્ટિએ વિચાર કરીએ તે હું મનુષ્ય છું એમ માનવું તે અજ્ઞાન છે. કારણ મનુષ્યપણું પામવું તે ઔદાયિક ભાવ છે. કર્મોનાં ઉદયે કરી મનુષ્ય થવાય ? જીવ જ્યારે મનુષ્યગતિ નામ કર્મ બાંધે, મનુષ્યનું આયુષ્ય બાંધે, ત્યારે તેના પરિણામ સ્વરૂપ મનુષ્ય થાય. તેની સાથે જે-જે ઈન્દ્રિ Page #242 -------------------------------------------------------------------------- ________________ 215 મિક્ષ ભાવ નિવાસ મળી, પંચેન્દ્રિય થયે એ પણ નામકર્મને ઉદય, ઉચ્ચગોત્ર મળ્યું તે ગોત્ર કર્મને ઉદય. શારીરિક સુખાકારી પ્રાપ્ત થઈ એ શાતાવેદનીયને ઉદય. આમ અત્યારે આપણું જે સ્વરૂપ છે તે કર્મનાં કારણે જ છે. માટે તે વૈભાવિક સ્વરૂપ છે. જીવનાં પિતાનાં સ્વરૂપમાં મનુષ્યગતિ, પંચેન્દ્રિયપણું, ઊંચકૂળ શારીરિક, માનસિક અનુકૂળતાઓ આદિ–આદિ નથી, તેથી એ બધું જ જીવની વિકૃત પર્યાએ થઈ. પર્યાને પિતાનું સ્વરૂપ માની લેવું તે ઘોર અજ્ઞાનતા છે. પર્યાય નાશવાન છે. સદા રહેનાર નથી. જ્યારે આત્મા તે સદા અસ્તિત્વવાનું શુદ્ધ દ્રવ્ય છે. પ્રાપ્ત થયેલી પર્યાયોમાં પ્રીતિ કરવી, તેમાં આસક્ત રહેવું તે અજ્ઞાન છે. કર્મનાં ઉદયે પ્રાપ્ત થયેલી સ્થિતિમાં પ્રીતિ રાખવી તેને જ પિતાની માનવી અને પોતાનું મૂળ સ્વરૂપ શુદ્ધ, બુદ્ધ, ત્રિકાળી ચિન્મય સ્વભાવ છે તે ભૂલી જવું તેનાં જેવું કંઈ અજ્ઞાન નથી. પિતાનું સ્વરૂપ તે મોક્ષ છે. સદા-સર્વદા નિજાત્મમાં વાસ કરે તે જ છે મોક્ષ. સ્વમાં વાસ કરવાનું છે. પુદ્ગલની પર્યાને સ્વ માની તેમાં જ આજ સુધી વાસ કર્યો છે ત્યાંથી હટી જઈ સ્વ ઓત્મામાં સ્થિર થવું તે જ છે મેક્ષભાવ. એ મેક્ષભાવ પ્રગટ કરવા માટે અંધકાર સમ અજ્ઞાનને નાશ કરે પડશે અને તે જ્ઞાનપ્રકાશ આવતાં જ નાશ પામે અન્યથા નહીં. અંધકારને દૂર કરવા માટે એક નાનો દી જ બસ છે. પણ એ પ્રગટ જોઈએ. કવિવર રવીન્દ્રનાથે એક કાવ્યમાં સુંદર કલ્પના રજુ કરી છે. સંધ્યાના ઓળા ઉતરી રહ્યાં છે. સૂર્ય અસ્તાચલ પર જઈ રહ્યો છે. સૂર્યનાં મુખ પર ઉદાસી છે. ચિંતાથી ફિક્કો પડી ગયો છે. માનવ જગત, પ્રાણ જગત, વનસ્પતિ જગત, સર્વ તેની સામે હાજર છે. કેઈકે પૂછ્યું : “સૂર્યદેવ ! જતાં-જતાં અપના મુખ પર ચિંતા કેમ દેખાય છે ?" સૂર્ય જવાબ આપે છે : “હું તે જઈ રહ્યો છું. આખું યે જગત અંધકરમાં ડૂબી જશે. અને તે પાછા ફરતા સમય લાગશે. ત્યાં સુધી જગતને અજવાળવાનું કામ કોણ કરશે ?" સહ સ્તબ્ધ થઈ ગયા. સૂર્યદેવનું વિરાટ કાર્ય કોનાથી થઈ શકે ? કઈ જવાબ આપી શકતું નથી. એટલામાં એક ખૂણે પડેલું નાનું એવું કેડિયું સળવળ્યું : Page #243 -------------------------------------------------------------------------- ________________ 216 હું આત્મા છું મહારાજ ! ક્ષમા કરજે ! બહુ જ અલ્પબળ ધરાવું છું. નાનકડી કાયા છે. પણ આપની ઉદાસી મારાથી નથી સહેવાતી તેથી મારાથી બનશે એટલું કાર્ય આપના બદલે હું કરીશ !" અને સૂર્ય સંતોષનાં સિમત સાથે ક્ષિતિજમાં ઉતરી ગયે. બંધુઓ ! જ્યાં સૂર્ય પ્રકાશ નથી ત્યાં નાનકડું કેડિયું કંઈક પ્રકાશ જરૂર પાથરી શકે ! આપણું અંતઃકરણમાં પડેલા અજ્ઞાન અંધકારને દૂર કરવા જ્ઞાનનું એક તેજ કિરણ પણ બસ થઈ પડશે. માટે પ્રથમ દેહઆત્માની ભિન્નતાનું ભેદ-વિજ્ઞાન પ્રગટાવી લઈએ. શ્રીમદ્જીએ એ જ કહ્યું : “અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ” જ્ઞાનને પ્રકાશ થશે તે અંધકાર ઊભો નહીં રહી શકે. એકવાર, અંધકાર રડતા-રડતે બ્રહ્મા પાસે ગયે. ચોધાર આંસુએ રડી રહ્યો છે. બ્રહ્માએ પૂછયું : “ભાઈ ! તું કેણ છે? શા માટે રડી રહ્યો છે?” “પ્રભે ! અંધકાર ! મોટી ફરિયાદ !" ફરિયાદ ? તારે વળી શાની ફરિયાદ ?" પ્રભે ! પ્રકાશ મારી પાછળ પડી છે. જ્યાં જાઉં ત્યાં આવે ને મને ટકવા જ દેતો નથી. મેં એનું શું બગાડયું છે ! શા માટે મારી પાછળ પડયો છે ?" એમ ! બોલાવે પ્રકાશને ! એ શું સમજે છે તેના મનમાં ! આ જગતમાં રહેવાને સહને અધિકાર છે !" બોલાવ્યો પ્રકાશને આવ્યા, હસી રહ્યો છે. બ્રહ્મા સામે રજુ થયે છે. પણ તેને કાંઈ ચિંતા નથી. રડવાનું કેઈ કારણ નથી. હાથ જોડી પ્રણામ કરી કહે છે : “પ્ર ! મને યાદ કર્યો ?" “હા ! આવ ! તારે અપરાધ થયો છે. તારે સજા ભોગવવી પડશે !" પ્રભુ ! અપરાધ ? મારે શું અપરાધ ? એ તે કહે !" “તું અંધકારની પાછળ કેમ પડયો છે? એ જ્યાં હોય ત્યાં જઈ તેને ભગાડી મૂકે છે ! ક્યાંય રહેવા જ દેતે નથી ! શું તારો જ અધિકાર છે આ જગતમાં રહેવાને !" Page #244 -------------------------------------------------------------------------- ________________ 217 મેક્ષ ભાવ નિવાસ પણ પ્રભુ ! આ કહ્યું કે આપને ?" “અરે ખુદ અંધકાર જ રડતા-રડતે આવ્યા હતા મારી પાસે !" “પ્રભુ, પ્રભુ ! માફ કરે મને! મારા અનંતકાળનાં અનવરત ભ્રમણમાં મેં કયાંય અંધકારને જે જ નથી ! એ કે હેય એની જ મને ખબર નથી !" બંધુઓ! ખરેખર! જ્યાં પ્રકાશ આવે ત્યાં અંધકાર ટકી જ ના શકે. તે તેણે અંધકારને ક્યાંથી જે હેય? બસ આમ આપણે પણ જ્ઞાનનું કિરણ પ્રગટાવીએ તે અજ્ઞાન રૂપી અંધકાર ઊભે રહી શકશે નહીં. આપણી દેહાત્મબુદ્ધિ, મન, પ્રાણ, કે ઈન્દ્રિયોને આત્મા માનવાની ભૂલ એજ આપણું અજ્ઞાન છે. આ અજ્ઞાનને ટાળવા ભેદ-વિજ્ઞાનને પ્રગટ કરીએ. પ્રથમ-જડ-ચેતન ભેદ વિજ્ઞાન, દેહ અને આત્મા ભિન્ન છે. દેહ જડ છે. આત્મા ચેતન છે. બીજુ - સ્વભાવ - વિભાવ ભેદ વિજ્ઞાન - જ્ઞાનાદિ તે આત્માનાં સ્વભાવ છે અને ક્રોધાદિ તે વિભાવ છે. ત્રીજુ-સ્વભાવ પર્યાય અને સ્વભાવ ગુણ ભેદ વિજ્ઞાન-ગુણ શૈકાલિક છે અને નિત્ય છે. પર્યાય ક્ષણિક છે. ચેથું-ગુણ-દ્રવ્ય ભેદ વિજ્ઞાન–જેમાં ગુણ રહે તે દ્રવ્ય. હું આત્મા દ્રવ્ય છુ. અને જ્ઞાનાદિ મારા ગુણે છે. આમ અનેક પ્રકારે ભેદ વિજ્ઞાન કરવા તે જ્ઞાન છે અને આ થતાં જ અજ્ઞાન નાશ પામશે. રાગદશા એ જીવની ભ્રમણા છે. અજ્ઞાન છે. જીવનમાં શુદ્ધ સ્વરુપમાં કયાંય રાગાદિ નથી. આવી દઢ શ્રદ્ધા એ જ જ્ઞાન છે. જ્ઞાન પ્રકાશ છે. પ્રકાશ વિના માર્ગ સૂઝે નહીં માગે ચાલી શકાય નહીં, આગળ વધાય નહીં. પ્રકાશ હોય તે જ પથ પર ડગ ભરી શકાય. અહીં ગુરુદેવ, શિષ્યને મોક્ષને માર્ગ બતાવી રહ્યાં છે. તેમાં સર્વ પ્રથમ જ્ઞાનપ્રકાશની આવશ્યકતા છે. તે જ પગ ઉપડશે માટે પ્રથમ અજ્ઞાનને દૂર કરી જ્ઞાન પ્રગટાવવું તે કર્તવ્ય છે એમ કહે છે. - આ પદને સમજાવવા અહીં લગભગ 22 ગાથાઓમાં વિસ્તૃત વિવેચન કર્યું છે જેથી શિષ્ય મોલોપાય યથાર્થ રીતે સમજે. આગળ અવસરે.. Page #245 -------------------------------------------------------------------------- ________________ છે કારણ છેઠઠ દશા...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, મેક્ષભાવ જાગૃત થયા પછી જ થાય છે. અનાદિકાળથી જીવ બંધભાવમાં જ પડયો છે. આજ સુધીની જીવની સર્વ પરિણતિ બંધ અથે જ થઈ. વૈભાવિક પરિણમને એ કાં તે જીવને શુભ કર્મને બંધ કરાવ્યું કાં અશુભ કર્મને. આ બંધ દશા એ જ છે અજ્ઞાનભાવ, એ જ છે કમભાવ. શુભ અને અશુભ બંને ભાવને કર્મભાવ કહ્યાં અને કર્મભાવને અજ્ઞાન કહ્યું. અર્થાત્ પાપભાવ પણ અજ્ઞાન અને પુણ્યભાવ પણ અજ્ઞાન, આમ શા માટે? મિથ્યાત્વી જીવ પાપ અને પુણ્ય બંને પ્રકારનાં કર્મોને બંધ કરે છે. મિથ્યાત્વી છે, માટે માત્ર પાપ જ બાંધે એમ નથી. એ જીવને પણ કષાયની મંદતા હોય, મન-વચન-કાયાનાં શુભ ગ પ્રવર્તતા હોય તેથી પુણ્યબંધ થાય. અને સભ્યત્વ થયા પછી પણ જીવ શુભઅશુભ બંને પ્રકારનાં ભાવે વડે પુણ્ય-પાપ બંનેનો બંધ કરે. જે બંને પ્રકારનાં જીનાં પાપભાવ અને પુણ્યભાવને અજ્ઞાન કહ્યાં તે બને છમાં અંતર શું રહ્યું? બંને અજ્ઞાની જ કહેવાયા ! પણ, ના, એમ નથી. પ્રથમ તે એ સમજીએ કે પુણ્ય-પાપનાં બંધને રૂચિને, પ્રીતિને અજ્ઞાન કહ્યું. મિથ્યાત્વી જીવને તે કર્મભાવમાં આસક્તિ હોય જ, પ્રીતિ હોય જ તેથી તેને તે ભાવ અજ્ઞાનરૂપ છે. પણ સમકિતી જીવનાં મતિ-શ્રત પણ અજ્ઞાનરૂપ ન રહેતાં જ્ઞાનરૂપ પરિણત થઈ ગયાં હોય, તેથી તેની સ્વ-સ્વરૂપની દષ્ટિ ખૂલી ગઈ હોય. પોતે આત્મા Page #246 -------------------------------------------------------------------------- ________________ તે કારણ છેદક દશા 219 છે, સર્વથી ભિન્ન છે, અસંગ છે, આવી પ્રતીતિ તેને વર્તતી હોય તેથી કમભાવ તે મારો ભાવ નથી પણ વિકાર છે. તેની દઢ શ્રદ્ધા તેનાં અંતરમાં રમતી હોય, તેથી કર્મભાવ પ્રત્યેની આસક્તિ તૂટી ગઈ હેય. આ છે નથી પણ કર્મભાવ અજ્ઞાન છે. સમક્તિીને કર્મભાવ છૂટી ગયો હોય અને મોક્ષભાવ પ્રગટ થઈ ચૂક્યું હોય. હવે કર્મબંધના કારણ અને તેનાં પંથ વિષે શ્રીમદ્જી ફરમાવે છે. જે જે કારણ બંધના, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, એક્ષપંથ ભવ અંત•૯૯. રાગ અને દ્વેષ આ બે મુખ્ય કારણ છે કર્મબંધનાં, થોડે વિસ્તાર કરીએ તો મિથ્યાત્વ,-અવ્રત, પ્રમાદ, કષાય, અને વેગ આ પાંચ કારણે કર્મબંધનાં છે. આ કારણેનું સેવન અને તેનાં પ્રત્યેની આસક્તિ જ જીવને એ માર્ગમાં રોકી રાખે છે. સામાન્ય રીતે એમ થાય કે કઈ પદાર્થ કે વ્યક્તિને રાગ, માણસને હોય તે તે સમજ્યા! પણ રાગને રાગ કઈ રીતે હોય? એ તે કઈ આંખે દેખાતે સ્થૂલ પદાર્થ નથી કે તેને જોઈ તેના પર રાગ જાગે ! પણ આપણાં જ અંતઃકરણને તપાસીએ કે જેના પ્રત્યે આપણને રાગ છે તે રાગને ટકાવી રાખવા માટે, એ વ્યક્તિનું આપણે કેટલું કરીએ છીએ ! તેને કેટલે ખ્યાલ રાખીએ છીએ? તન-મન, ધનથી કેટલો ભેગ આપીએ છીએ? અમુક પ્રકારની શક્તિ ન હોવા છતાં પણ શક્તિનો વિચાર ન કરતાં રાગીનાં રાગને સંભાળવા કેટલે શ્રમ વેઠીએ છીએ ! વાસ્તવમાં તે વ્યક્તિ માટે આ બધું નથી કરતાં પણ આપણાં અંતરમાં પડેલા રાગ-ભાવને પિષણ જોઈએ છે. આલંબન વગર તેનું પોષણ થાય નહીં. તેથી એ વ્યક્તિને આધાર બનાવી, આપણું પિતામાં રહેલા રાગભાવને પંપાળ્યા કરીએ છીએ. એ વ્યક્તિને આપણા પ્રત્યેનાં રાગમાં જરાય ઉણપ ન આવે તે માટે પણું એટલે જ પરિશ્રમ! આ છે રાગને રાગ ! Page #247 -------------------------------------------------------------------------- ________________ 220 હું આત્મા છું આવું જ શ્રેષનું છે. જે વ્યક્તિ સાથે દ્વેષભાવ છે. તેનું પોષણ કરવા માટે પણ બધાં જ પ્રયત્ન ! તેનું ખરાબ જોઈને, સાંભળીને ખુશ થઈએ! આપણે તેનું બગાડી ન શક્તા હેઈએ પણ બીજે કંઈ બગાડે તે, બગાડનાર પર આપણને રાગ થાય. આમ અંતરમાં પડેલી ષ ભાવનાનું પણ પિષણ કરીએ છીએ. જ્યાં સુધી રાગ-દ્વેષનાં પિષણને ભાવ પડ્યો છે ત્યાં સુધી આત્માની અબંધ અવસ્થા પ્રગટ થાય નહીં. બંધદશા પરની પ્રીતિ બંધદશાને જ સબળ બનાવે, જેને બંધદશા પર પ્રીતિ છે તેને અબંધદશા પર પ્રીતિ ક્યાંથી સંભવે ! તેથી જ મેક્ષભાવ જાગે નહીં. અને રાગ-દ્વેષને આ માર્ગ એટલે બંધને પંથે. આ કારણેને છેદી નાંખે એવી દશા અંતરમાં પ્રગટે તે જ મોક્ષને બંધ હાથ લાગે. દશા સહજ હોય. એકવાર અંતરમાં પ્રગટ થઈ ચૂકી પછી તેને દિશા મળી જશે. રાહ ચિધો નહીં પડે. આ દશા શું છે? બંધુઓ! આપણે રાગ તથા Àષની દશાને અનુભવ કર્યો છે. પ્રિય વ્યક્તિ કે પદાર્થને જોતાં જ, અરે! જોઈએ પણ નહીં માત્ર તેનું નામ સાંભળીએ! અને નામ પણ ન સાંભળતાં માત્ર સ્મૃતિ જ થાય તે ય આપણું રોમે રેમ ઉલલસિત થઈ જાય, પ્રસન્નતા છવાઈ જાય. સુખદ સ્મૃતિઓને વાગોળવા માંડીએ. માણેલી અનુભૂતિઓમાં ફરીને આળોટવા માંડીએ. કેટલો સમય આમાં ચાલ્યા જાય તે ખ્યાલ પણ ન રહે. આ છે જીવની સહજ રાગ દશા કે જેને જાગૃત કરવા માટે કશે જ પ્રયત્ન કરે પડતું નથી. | ષ દશા પણ જીવને આવી જ સહજ હોય છે. એટલે જ કોઈ સાથેના વેરાનુબંધ ભવ-ભવ સુધી ચાલે છે. પ્રત્યક્ષ ગ ન મળે તે મને મન શત્રુનું કેટલું અહિત કરી નાંખતાં હોઈએ છીએ. એ માટે કેટલાં ઈષ્ય દ્વેષનાં ભાવેને સેવતા હોઈએ છીએ. આ બધાં જ ભાવે સહજ રીતે આત્મામાં જાગૃત થઈ જાય છે. રાગ-દશા તથા દ્રષદશા જેટલી સહજ આપણું માટે છે એથી પણ વિશેષ સહજતા રાગ-દ્વેષ રહિતની દિશામાં પ્રગટે તે જ બંધનાં પંથને Page #248 -------------------------------------------------------------------------- ________________ . તે કારણ છેદક દશા 221 અંત આવે. રાગાદિની પરંપરા અનાદિથી ચાલી આવે છે તેનું છેદક બળ હજુ સુધી આત્માએ જાગૃત કર્યું નથી. એ જ્યારે જાગૃત થશે ત્યારે રાગદિમાં મંદતા આવશે અન્યથા રાગાદિનું જોર કંઈ ઓછું નથી. તે આત્મવીર્ય ને જાગૃત થવા જ નથી દેતાં. તેથી જ જીવે પ્રયત્નપૂર્વક આત્મવીર્યનું ઉત્થાન કરવું પડશે તેમાં સર્વ પ્રથમ દશા એટલે સમકિત દશા. મિથ્યાત્વ આશ્રવને રોકી જીવ, સમક્તિ સંવરનીપજાવે તો જ અનાદિ પરંપરાની એક કડી વચમાંથી તૂટે ! કોધાદિને વશ કરવા માટેનાં પ્રયત્ન તે જીવ અનેક કરી ચૂક્ય. પણ તેમાં સફળ થયા નથી. થાય પણ નહીં. પ્રથમ પ્રયત્ન કરવાનું છે, મિથ્યાત્વને દૂર કરવાને. જે મિથ્યાત્વ દૂર થાય તે અનંતાનુબંધી કષાયે દૂર થવાના જ. બાકીનાં રહેલાં અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન કષાયો. નું બહુ જોર પછી ચાલે નહીં. એ જરૂર પિતાનું પોત પ્રકાશે, આડા આવે, પણ પછી જીવને હાથમાં એક ચાવી આવી ગઈ હોય એટલે પુરુષાર્થ વડે આગળ વધે. તે કષાયને લડત આપવા જેટલી શક્તિ આત્માએ પ્રગટ કરી લીધી હોય. લડતાં ક્યારેક હારે તે પણ ફરી ઉભો થઈ, શૌર્ય બતાવે અને આખરે કષાએ હાર સ્વીકારવી જ પડે. તેને દૂર થયે જ છૂટકે. પણ એક વાર જે મિથ્યાત્વને મારી ને ભગાડયું તે જ આ બધું કરવા માટેની સહજદશા આત્મામાં જાગૃત થઈ જાય. જેમ વિભાવે પરિણમતા આત્મામાં રાગાદિની દશા સહજ રૂપે દેખાય છે તેમ જ્યારે જીવ સ્વભાવે પરિણમવા માંડે એટલે મેક્ષદશા પણ એટલી જ સહજ થઈ જાય. રાગાદિ ભાવે જ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ અનેક પ્રકારનાં છે. તેમાં જિનેશ્વર અને જિનેશ્વરના માર્ગની અડેલ, અચલ, નિષ્કપ શ્રદ્ધા ન થવી તે પણ મિથ્યાત્વ છે. જ્યાં સુધી જિનવચનમાં શ્રદ્ધા નથી, જિનનાં પ્રરુપેલા માર્ગ પ્રત્યે સમર્પણતા નથી, જિનેશ્વર પ્રતિ અનન્ય ભક્તિભાવ નથી. ત્યાં સુધી જીવ આત્મસાક્ષાત્કાર સુધી ન પહોંચી શકે. મિથ્યાત્વ ભાવે હટી સમ્યગદર્શન ની પ્રાપ્તિ ન થઈ શકે. Page #249 -------------------------------------------------------------------------- ________________ 222 હું આત્મા છું જીનેશ્વર પ્રતિ એવી નિષ્પકંપ શ્રદ્ધા હોય કે ગમે તે થાય, ભૌતિક દૃષ્ટિએ, શારીરિક, માનસિક દૃષ્ટિએ ગમે તેટલું નુકશાન વેઠે છતાં જિનેશ્વર પ્રતિની શ્રદ્ધામાં ફરક ન પડે. અન્ય સ્થાને લેભાય નહીં. દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને કેવળી પ્રરૂપિત દયામય ધર્મ, આ ત્રણ તની યથાર્થ શ્રદ્ધા અંતરમાં રમવા માંડે. પિત દેવ તે તેને જ માને, કે જે સર્વથા વીતરાગ હેય. વીતરાગતાથી જરા પણ ઓછું ન જ કેટીમાં તે ન જ આવે. આવી અનન્ય શ્રદ્ધા ત્યાં સમક્તિ. ભગવાન મહાવીરનાં સમયની વાત, પ્રભુ ચંપાપુરીમાં પધાર્યા છે. સમેસરણ લાગ્યું છે. સંખ્યાબંધ માનવ અને દેવે પ્રભુની દેશના સાંભળવા ઉપસ્થિત થયા છે. દેશના પૂર્ણ થતાં એક સંન્યાસી, અંબડ જેનું નામ, જે પ્રભુને ઉપાસક હતું તે પ્રભુનાં ચરણોમાં હાજર થયે, અને કહ્યું : છે તેની પત્ની સુલસાને ધર્મ–સંદેશ કહેજે !" મસ્તક ઝૂકાવી, અંબડ ચાલ્યું, પણ મનમાં સળવળાટ થવા માંડે ! મહાવીર જેવી મહાન વિભૂતિ, ત્રિલેકીનાથ, દેવ-દાનવનાં પૂજ્ય પ્રભુ, એક નાચીજ નારીને ધર્મ-સંદેશ મોકલે છે ! કેમ? શું હશે ! સંશય પેદા થયે! બંધુઓ ! માનવમન કેટલું અળવિતરૂં છે? વીતરાગ પ્રત્યે પણ શંકા જન્માવે તે સામાન્ય સંતનું તે શું ગજું ? સંતોના સાનિધ્યમાં કઈ ભાવિક ભક્ત વધુ સમય ગાળે તે તમારા સહુનાં મનમાં સંશયે જાગે જ છે ને ! શું હશે ! કેમ આ ભાઈ કે બહેન વધારે જાય છે, સંતે પાસે ! શું હોય ? સંતો પાસે ધર્મદલાલી સિવાય બીજું શું હોય? પણ માનવમન સમજે તે ને ? અબડ રાજગૃહી પહોંચ્યો, પણ મનમાંથી સંશય ખસતો નથી. કેવી છે સલસા ? પરીક્ષા કરૂ! રાજગૃહીનાં સીમા પ્રદેશમાં જઈ બ્રહ્માનું રૂપ લીધું. જનતા તે ઉમટી પડી. સાક્ષાત બ્રહ્માજી પધાર્યા છે. સહ દર્શને Page #250 -------------------------------------------------------------------------- ________________ તે કારણ છેદક દશા 223 દોડયાંસુલસાને કેઈએ બોલાવી, ન ગઈ, વળી વિષ્ણુનું રૂપ લીધું, ફરી શિવજીનું રૂપ લીધું. હજારે માનવોનાં ટોળે-ટોળા જઈ રહ્યાં છે. પણ સુલસા શાંત ભાવે જ બેઠી છે. સુલસા કયાંય ન દેખાણી, અંબડને આશ્ચર્ય છે. પણ મનમાં નિર્ણય કર્યો કે હવે તે સુલસા આવે જ, અને તેણે સાક્ષાત્ મહાવીરનું રૂપ ધારણ કર્યું. પહેલા જનારાઓએ સુલસાને કહ્યું. સુલસા હવે તે ચાલ, તારા પ્રભુ આવ્યા છે. પણ સુલસાએ જે જવાબ આપે તે અત્યંત માર્મિક હતે. હૈયાને વીંધનારો હતો. એ કહે છે. ના, બહેન ના, મારા પ્રભુ અહીં પધારે તે મારું અંતર સાક્ષી આપે જ ! પ્રભુ નગરમાં તે શું ? પણ નગરથી દૂર-દૂર પધાર્યા હોય તે પણ મારા હૈયે આનંદના ઓઘ ઉછળવા માંડે. અહીં તે મારા પ્રાણમાં કેઈ સ્પંદન નથી થતું. તેથી એ મારા મહાવીર નહીં પણ બીજુ કોઈ હશે. જાવ તમે !" એ ન ગઈ! બંધુઓ! વિચારે ! સુલસાનાં આત્મ-પ્રદેશે તેનાં આરાધ્ય દેવ પ્રત્યેની શ્રધ્ધા કેટલી વણાયેલી હશે ? કે પ્રભુ પધારે એને સંદેશે એના પિતાનાં અંતરમાંથી જ આવે ! કેઈએ સંદેશ આપવો ન પડે ! કેવી અનન્ય ભક્તિ ! કેવી અડોલ નિષ્ઠા ! કેવી સમર્પિત શ્રધ્ધા ! એ ન ગઈ તે ન જ ગઈ ! અંબડ દૂર-દૂર સુધી આખો ખેંચીને જોઈ રહ્યો છે. પણ સુલસા નથી દેખાતી. એ વિચારે છે કેવી હશે આ નારી? કેમ નહીં આવતી હોય ? પણ ના, હજુ એક પરીક્ષા કરૂં ! તેણે રૂપ સમેટી લીધું. જૈન સાધુનું રૂપ લઈ એ-પાત્રા લઈ, ધર્મલાભ કહી સુલસાનાં આંગણુમાં ઉભા રહ્યાં. સુલસા અંદરથી ભકિતભાવે દેડી આવી. હાથ જોડી સ્વાગત કર્યું. પિતાના અહેભાગ્યને બિરદાવવા માંડી. આજ સુપાત્રદાનને અવસર આવ્યો. ત્યાં તે સાધુરૂપ અંબડે, સુલસા પાસે સચેત પદાર્થની માગણી કરી, અને સુલસા થંભી ગઈ ! “માફ કરજે મહારાજ, કાંતે આપ કોઈ બહરૂપી છે, કાં જિનેશ્વરનાં ધર્મને વિસરી ગયા છે, સાધુ અકલ્પનીય પદાર્થ Page #251 -------------------------------------------------------------------------- ________________ 224 હું આત્મા છું ન માગે. મને માફ કરે! હું જિનેશ્વરની ઉપાસિકા છું. મારાથી સચેત પદાર્થ તમને નહીં અપાય. પધારો મહારાજ, હવે સ્તબ્ધ થવાને વાર અંબડને હતો. તે હૃદયથી ગદ્ગદ્ થઈ ગ. જિનેશ્વર અને તેનાં માર્ગ પ્રત્યેની અનન્ય નિષ્ઠા જોઈ આવે લબ્ધિધારી સાધક પણ સુલતાનાં ચરણમાં નમી પડે. પિતાનું મૂળ રૂપે પ્રગટ કરી કહેવા લાગ્યા. સુલસ ! પ્રભુએ કહી તેવી જ તું છે. તારી પરીક્ષા કરવા જ મેં આટલા રૂપ ધારણ કરી તેને લલચાવવા પ્રયાસ કર્યો પણ તું ન લેભાણું. ધન્ય છે તારી નિષ્ઠાને ! તારી નિશ્ચલતાને ! સુલમા! પ્રભુએ માત્ર તારા માટે જ ધર્મ-સંદેશ મેકલ્યો છે. આવડી મોટી રાજગૃહી નગરીમાં તું એકજ ભાગ્યશાળી છે કે પ્રભુ તને ધર્મ-સંદેશ પાઠવે છે. સુલસા એ ધર્મ-સંદેશ માથે ચડાવી કહે છે. મને માફ કરજે. પણ મારી શ્રદ્ધા માત્ર મારા નાથનાં ચરણોમાં જ સમર્પિત છે. તે સિવાય ક્યાંય શ્રદ્ધા નમે નહીં. આપ કે અન્ય દેવતાઓ આદરણીય ભલે હોય. પણ મારા માટે નમસ્કરણીય તે માત્ર મારા આરાધ્ય દેવતા એક જ એ સિવાય મારું મન ક્યાંય ન માને ! બંધુઓ! કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા. પછી ગોપીઓને યાદ કરે છે. ત્યારે ઉદ્ધવ નામને તેમને મિત્ર પણ ગોકુળમાં આવે છે કે એ ગોપી એમાં એવું શું છે કે કૃષ્ણ આટલાં યાદ કરે છે. ગોકુળ આવી, ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે કે કૃષ્ણ તે તમને ભૂલી ગયું છે. તમે એને છોડી દો અને નિરાકાર બ્રહ્માની આરાધના કરે. ત્યારે ગોપીઓએ પણ ખૂબ જ માર્મિક ઉત્તર આપે છે– ઉો ! મન નહીં દસ-બીસ એક હતું જે ગયે શ્યામ સંગ કે આરાધે ઈશ”. ઉધે મન નહીં દસ-બીસ Page #252 -------------------------------------------------------------------------- ________________ તે કારણ છેક દશા 225 હે ઉદ્ધવ ! અમારે દસ-વીશ મન નથી. એક જ હતું અને તે શ્યામની સંગે ચાલ્યું ગયું તે હવે તારા નિરાકાર ઈશને કેણુ આરાધે? અર્થાત્ સર્વસ્વ સમર્પિત ભાવે ગોપીઓ કૃષ્ણને આરાધે છે. સુલસાની ભક્તિ પણ એવી જ છે. માત્ર મહાવીર સિવાય કયાંય તેનું હૃદય ઝૂકતું નથી. અનન્ય શ્રદ્ધા તેનાં રોમ-રોમમાં ભરી છે. અને એવા જ ભકિત ભાવથી એ પ્રભુ પ્રત્યે પિતાનાં ભાવે પ્રગટ કરે છે કે જે શ્રી માનતુંગસુરિજીએ ભગવાન ઋષભદેવની સ્તુતિ કરતાં ગાયા છે मन्ये वर हरिहरादय एव दृष्टा दृष्टेषु येषु हृदय त्वयि तेोषमेति / कि विक्षितेन भवता भुवि येन नान्यः વારિક રુતિ નાથ ! મારિ | 22.. હે પ્રભુ! મેં અન્ય દેવેને પણ જોયા તે ઠીક જ થયું કારણ કે તેઓને જોયા પછી આપની સાચી ઓળખાણ મને પડી ને તેથી જ હવે મારું મન આપ સિવાય બીજે કયાંય કરતું નથી. - આમ અરિહંત દેવ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા એ સમક્તિનું મૂળ છે. જેથી જીવની બ્રાન્તિ ટળી જાય છે. જીવ એ જાણે છે કે જેવું જિનનું રૂપ છે તેવું જ મારું રૂપ છે. હું આત્મા છું, પરમાત્મા છું. મારા પરમાત્મભાવને પ્રગટ કરી શકું છું આ સિવાય પરમાં પિતાનાં સુખની કલ્પના એ પણ મિથ્યાત્વ છે. પરલક્ષ્ય જીવ ક્રાંતિમાં ભમ્યા કરે છે. જીવને મેશપંથને પ્રશસ્ત કરે હોય તે પરમાં અર્થાત્ દેહાદિમાં, પુદ્ગલાનંદમાં સુખની માન્યતા છે તે તોડવી પડશે. મારું સુખ મારામાં જ છે. હું અનંત સુખ સ્વભાવી, શુદ્ધ ચિપ ત્રિકાળી નિત્ય આત્મા છું. પૂર્ણ જ્ઞાનાનંદ એ મારું સ્વરૂપ છે. હું નિર્મળ છું, અસંગી છું આદિ જીવનાં નિજ સ્વરૂપની પ્રતીતિ વર્યા કરે તે જ છે અબંધદશા. આવી અબંધદશા પ્રગટ થતાં જ મિથ્યાત્વભાગ-૨-૧૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ 226 હું આત્મા છું રૂપ બંધને માર્ગ પણ છેદાઈ જશે, અને એ છેદાતા જ મોક્ષમાર્ગ "પ્રશસ્ત થશે. છે. શ્રીમદ્જી ગાથામાં એ જ ફરમાવે છે કે બંધના કારણોમાં ઓતપ્રત જીવ બંધનાં માર્ગમાં ગતિ કરે છે. પણ એ કારણેને છેડી શકે એવી દશા આત્મામાં પ્રગટ થતાં જ મોક્ષને પંથે લાધે છે, અને પરિણામે ભવને અંત થાય છે. આ મેક્ષ માગને પામવાનાં વધુ ઉપાય અવસરે. Page #254 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય કર્મની ગ્રંથ ! જ વાતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગુરાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના અનાદિની ગાંઠે ને છેદી નાખે છે. છવા ગ્રંથિરહિત બને છે. એ ગાંઠ શેની છે? શું કરે છે? એ વિચારાધિન છે. સૂતર પિતાના મૂળ રૂપમાં ગાંઠરહિત હોય, સરળ હેય. સેયનાં બારીક નાકામાં પણ પરોવાઈ જાય. સોય-દેરાથી કપડું સીવતા હે, સીધો રે કપડામાંથી પાસ થઈ જતું હોય પણ જે દોરામાં ગાંઠ પડી તેં અટકી જાય આગળ ન વધે. ગાંઠ ખેલવાનાં પ્રયાસમાં સફળ થાવ તે સારૂં, નહીં તે દોરે કાપવું જ પડે. એટલે જ્યાં ગાંઠ છે ત્યાં અટકાયત છે. બ્રેક લાગી જાય. આગળ વધાતું નથી. વ્યવહારિક જગતની વાત કરીએ તે જે જે વ્યક્તિઓ સાથે સંબંધ હોય છે, ત્યાં સુધી જ સરળતાથી નભતા હોય કે જ્યાં સુધી એકબીજા વચ્ચે કેઈ ગેરસમજણની ગાંઠ ન પડી હેય. એકવાર જે આવી ગાંઠ પડી જાય તે પછી બધું જ અવળું પરિણમે. પછી તે “આડે લાકડે આડે વેર” જ્યાં સુધી સંબંધમાં મિઠાશ હોય ત્યાં સુધી મજાકમાં કદાચ એક-બીજાને ગાળો આપે તે પણ એ મીઠી લાગે. અને જે સંબંધ બગડયા તે પછી સીધી અને સારી વાત પણ ઊંધી જ લાગે. ગાંઠ પડી એટલે સંબંધ અટકી જાય. - પણ જે ગાંઠની જરૂર છે તે છે દેરામાં છેડાની ગાંઠ. સેયમાં દર પરેવી તેને છેડે ગાંઠ ન મારે તે સીવતા કપડામાં દોરો રહે નહીં, Page #255 -------------------------------------------------------------------------- ________________ 228 હું આત્મા છું નીકળી જાય, તેથી તે ગાંઠ ઉપયોગી છે. તેમ વ્યવહારમાં પણ સંબંધ એ સ્નેહની ગાંઠ છે. એ ગાંઠ ન હોય તે સંબંધ બંધાય જ નહીં. સંબંધ ટકે જ નહીં. સ્નેહની ગાંઠ જ સંબંધને ટકાવી રાખે છે. આધ્યાત્મિક ક્ષેત્રે પણ બંને પ્રકારની ગાંઠે સમજવી જરૂરી છે. કઈ ગાંઠ અટકાવનાર છે અને કઈ ગાંઠ ઉપાગી છે? અહીં શ્રીમદ્જી મોક્ષને ઉપાય બતાવી રહ્યાં છે. તેમાં સર્વ પ્રથમ શું કરવું આવશ્યક છે તે સમજાવે છે. પહેલા વ્રત-કિયા અનુષ્ઠાનની વાત ન કરતાં જીવનું અજ્ઞાન જે જે સ્વમાં નિવાસ કરવારૂપ છે તેને જાગૃત કરે, એ કહ્યું. એકવાર જીવમાં મેક્ષભાવ જાગૃત થઈ ગયે તે વ્રત-અનુષ્ઠાને આપ મેળે, સહજરૂપે આચરણમાં ઊતરી જશે. પ્રયત્ન નહીં કરે પડે. વળી બંધનાં કારણેનું સેવન કરવાથી બંધના પંથે આગળ વધશે અને મેક્ષનાં કારણે થી મેક્ષનાં પંથે આગળ વધાય એ બતાવ્યા પછી, કર્મબંધનાં મુખ્ય કારણે અને તેથી પડતી ગાંઠે, જીવમાં કંઈકંઈ છે તે બતાવતાં શ્રીમદ્જી ફરમાવે છે - રાગ-દ્વેષ અજ્ઞાન એક મુખ્ય કર્મની ગ્રંથ; મુખ્યરૂપે રાગ-દ્વેષ અને અજ્ઞાન એ ત્રણ કર્મબંધનની ગાંઠે છે. છવનાં આત્મિક વિકાસમાં આ ગાંઠે જ આડી આવે છે. રાગ-દ્વેષની - ચર્ચા તે આપણે અનેકવાર કરી, વળી રાજ રાગ-દ્વેષને સેવીએ છીએ. તેથી તેને ઓળખીએ છીએ. તે બે તે મહાબંધન છે. શ્રમણુસૂત્રમાં કહ્યું છે– હિં, પર રંધોળ, તેર વંધો' રાગબંધન - અજ્ઞાન બે પ્રકારનાં, એક જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયથી અને બીજું મોહનીયના ઉદયથી, બંને અજ્ઞાનમાં અંતર છે. જ્ઞાનાવરણીય કર્મનાં ઉદયનાં Page #256 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય કર્મની ગ્રંથ 229 કારણે અજ્ઞાન હોય તે એટલું જ કે જાણપણું ઓછું હોય અથવા નહાય. બહુ સમજણ ન હોય. બુદ્ધિ ન હોય. પણ એથી બહુ મોટું નુકશાન ન થાય. પણ મેહનીય કર્મનાં ઉદયનાં પરિણામ સ્વરૂપ અજ્ઞાન એ વિકૃતિરૂપ હોય. જે પદાર્થ જે છે તે તેને જાણ તે સભ્યજ્ઞાન. અને જે છે તે પદાર્થને ન જાણ બલ્ક નથી તે જાણુ. પિતાની મિથ્યા માન્યતાને તે પદાર્થમાં આરોપ કરે તે મોટું અજ્ઞાન જેને બીજા શબ્દોમાં મિથ્યાત્વ કહીએ. સત્ય સમજણ પ્રગટ ન થવા દે. અવળી માન્યતાથી જીવને મુંઝવ્યા કરે અને તેથી ભયંકર નુકશાન. જ્યાં જે નથી ત્યાં તેને આભાસ ઉભો કરાવે. કુદેવને સુદેવ, કુગુરુ ને સુગુરુ, અને કુધર્મ ને સુધર્મ માનવા પ્રેરે. એમ જીવને અજીવ તથા અજીવને જીવ માને. વિતરાગનાં માર્ગની સત્ય પ્રતીતિ થવા ન દે. આમ મેહનીયનું અજ્ઞાન જીવને ભમાવનાર છે. આજ સુધી જીવને મોક્ષ ન થયો હોય તે કારણભૂત આ અજ્ઞાન જ છે. જ્યારે જ્ઞાનાવરણયનું અજ્ઞાન જીવને બહુ મોટું નુકશાન ન કરે. ભણું ન શકે, કંઈ યાદ ન રહે. મહેનત કરવા પછી પણ એક અક્ષર કંઠસ્થ ન કરી શકે પણ એથી મોક્ષ ન અટકે. માષતુષ મુનિની વાત આપણું ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. તેઓને જ્ઞાનાવરણીય કર્મને ગાઢ ઉદય હતે. અથાગ પ્રયત્ન પછી પણ શાસ્ત્રની એક ગાથા યાદ ન રાખી શકે. તેઓને ખેદ વતે છે. અન્ય મુનિઓ શાસ્ત્રમાં પારંગત છે, પોતે કશું જ શિખી નથી શકતા. તેઓ પિતાનાં ગુરુદેવ પાસે જઈ ખેદ વ્યક્ત કરે છે. ગુરુદેવ અનુભવી મહાપુરુષ છે. તેઓ જાણે છે કે આ સાધુને જ્ઞાનાવરણીયને ગાઢ ઉદય છે. પણ તેમનામાં મિથ્યાત્વનાં ભાવે નથી. રાગ-દ્વેષ મંદ પ્રવર્તી રહ્યા છે, આત્મા હળુકમી છે, મંદકવાયી છે, ગુરુદેવે મુનિને આશ્વાસન રહે માટે એક સુંદર સારગર્ભિત સૂત્ર આપ્યું મા રુષ મા તુષ અને કહ્યું: દેવનુપ્રિય ! તમને વધુ યાદ ન રહે તે માત્ર આટલું જ ગેખે. બસ એથી તમારે બેડે પાર થઈ જશે ને મુનિએ ઉલ્લસિત ભાવે એ સૂત્ર ને ગેખવાનું Page #257 -------------------------------------------------------------------------- ________________ 230 હું આત્મા છું શરૂ કર્યું. એ જ ધૂન લાગી છે. આ દિવસે માત્ર આ એક જ સૂત્રનું ઉચ્ચારણ અને તેમ કરતાં વચમાંથી રુષ ને રૂ નીકળી ગયું અને મા તુષ ને મા નીકળી ગયે. રહી ગયું “માષતુષ” નિરંતર સૂત્રનું રટણ ચાલુ છે. અને તેઓનું તે નામ જ ઠરી ગયું મોષતુષ મુનિ. સૂત્રને અર્થ છે પ્રતિકૂળ પરિસ્થિતિમાં રોષ એટલે દ્વેષ ન કર તથા અનુકૂળ પરિસ્થિતિમાં તુષ એટલે રાગ ન કરે. ખરેખર આ સૂત્રનાં ઉચ્ચારણની સાથે-સાથે રેષ અને તેષ બંને ગળવા માંડ્યા અને મુનિને પણ ખબર ન રહી કે એ બંનેને સર્વથા નાશ કયારે થઈ ગયે! અને મુનિ કેવળજ્ઞાન પામી ગયા ! બંધુઓ ! જ્ઞાનાવરણીયનાં ગાઢ આવરણે મુનિની સમતા અને સરળતા સામે ટકી ન શક્યા તેને હટી જવું પડયું અને કેવળજ્ઞાનને દીપક પ્રગટી ગયે. શાસ્ત્રો ભણ્યાં નહીં ગાથાઓ ગોખી નહીં. ચર્ચાઓ કરી નહીં. પ્રવચને આપ્યા નહીં છતાં રાગ-દ્વેષ નિર્મૂળ થઈ ગયા અને મોક્ષની મંઝિલે પહોંચી શક્યાં. આમ જ્ઞાનાવરણીય નું અજ્ઞાન, જીવને ભમાવનારૂં નથી, અટકાવનારૂંનથી પણ રાગ-દ્વેષ ની ગાંઠ રૂપ જે અજ્ઞાન છે એ જ જીવને અટકાવે છે. રાગ-દ્વેષ અને અજ્ઞાન એ દેરાની વચલી ગાંઠ જેવા છે જે જીવને વિકાસ ક્રમમાં આગળ વધવા દેતાં નથી. તે ગાંઠ છેદાય તે જ જીવ મિથ્યાત્વનાં ભાવથી મુક્ત થઈ સમ્યકત્વ પામી શકે છે. જીવ શુકલપક્ષી બની આત્માનાં શુદ્ધ ભાવમાં વૃદ્ધિ કરતે આગળ વધે છે. ત્યારે જ દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ એમ કુલ સાત પ્રકૃતિને ખપાવી સમક્તિ પ્રાપ્ત કરે છે. જીવ પ્રથમ યથાપ્રવૃત્તિકરણ કરે છે. એટલે કે મેહનીય કર્મની 70 કેડીકેડ સાગરની સ્થિતિમાંથી 69 કોડાકોડ સાગર જેટલી સ્થિતિનાં કર્મોને ખપાવી નાખે. માત્ર એક ક્રોડાકોડ સાગરની સ્થિતિ જેટલું જ મેહનીય કર્મ શેષ રહે તેને યથાપ્રવૃતિકરણ કહે છે. આટલે સુધી પહોંચવામાં જીવને વિશેષ પુરુષાર્થ કરે પડતો નથી. અહીં સુધી તે અભવ્ય જીવ પણ અનેકવાર પહોંચી જાય છે. પણ રાગ-દ્વેષની દુર્ભેદ્ય Page #258 -------------------------------------------------------------------------- ________________ મુખ્ય કમની ગ્રંથ 231 ગાંઠને તે છેદી શકતા નથી. કારણ અભવ્ય જીવને ગાંઠને છેદવા માટે જોઈતા અતિ શુદ્ધ પરિણામ આવતા જ નથી. તેથી આટલું કર્યા પછી પણ તે પાછા ફરી જાય છે અને ફરી મેહનીય કર્મને વધારી દે છે. પણ ભવ્ય જીવ જ્યારે આટલે સુધી પહોંચ્યા પછી વધુ વિશુદ્ધ પરિણામ ધારાને પામે તે રાગ-દ્વેષની ગાંઠને છિન્નભિન્ન કરી નાખે. જેને શાસ્ત્રોમાં અપૂર્વકરણ કહ્યું છે. આવા પરિણામે જીવને વારંવાર આવતા નથી. ક્યારેક જ આવે છે માટે જ તે પરિણામેને “અપૂર્વ કરણ કહે છે. રાગ-દ્વેષની ગાંઠ લૂટાવથી જીવનાં પરિણામોમાં વિશેષ શુદ્ધિ થાય છે. આ શુદ્ધિ ને “અનિવૃત્તિ કરણ” કહેવામાં આવે છે. એટલે કે સમ્યકત્વ ની પ્રાપ્તિ વિના જીવ રહેવાને જ નથી. ભેદ-વિજ્ઞાન પ્રગટ કરે જ છે માટે તેને અનિવૃત્તિ કરણ કહ્યું છે. આમ વિશુદ્ધ ભાવધારાથી આગળ વધતે જીવ રાગ-દ્વેષની ગાંઠને છેદી સમ્યકત્વ પામે છે. આ ગાંઠ છેદાય એટલે પહેલા કહ્યું તેમ દર્શન મેહનીયની ત્રણ પ્રકૃતિ તથા અનંતાનુબંધી કષાયની ચાર પ્રકૃતિ કેધ, માન, માયા અને લેભ આ સાત પ્રકૃતિને ઉપશમ કરે, અથવા ક્ષપશમ કરે. અથવા ક્ષય કરે. ઉપશમ થાય તે જીવને ઔપનિક સમ્યકત્વ થાય, પશમ થાય તે ક્ષાપશમિક સમ્યક્ત્વ થાય અને ક્ષય થાય તે ક્ષાયિક સમકિત થાય. અહીં એક વાત વિચારીએ. “સમ્યકત્વ પ્રાપ્તિ માટે દર્શન-મેહનીયને ક્ષય તે અનિવાર્ય છે. પણ ચારિત્ર મેહનીયની પ્રકૃતિ રૂપ અનંતાનુબંધીનાં ક્ષય–ઉપશમની શી જરૂર ? અનંતાનુબંધી કષાય, મિથ્યાત્વની સાથે રહી કર્મોને અનંત અનુબંધ કરાવે છે. જેની પરંપરા અનંતકાળ સુધી ચાલે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીને સંબંધ અવિનાભાવી છે તે એક બીજા વગર હાય જ નહીં. મિથ્યાત્વ હેાય ત્યાં અનંતાનુબંધી હોય અને અનંતાનુબંધી હોય ત્યાં મિથ્યાત્વ હેય. બંનેને ઉદયકાળ સાથે જ હેય. વળી બંને એક Page #259 -------------------------------------------------------------------------- ________________ 232 હું આત્મા છું બીજાનાં સહાયક છે. માટે જ સમક્તિની પ્રાપ્તિ માટે બંને સાથે યુદ્ધ કરવું જ પડે. બનેને હરાવાય તે જ સમ્યક્ત્વ થઈ શકે. . સમ્યક્ત્વ એકવાર થાય એટલે જીવને મેક્ષ નિશ્ચિત. જે સમ્યક્ત્વ ટકી રહી શકે. આત્માનાં વિશુદ્ધ પરિણામે તીવ્ર થી તીવ્રતર, તીવ્રતમ બનતા જાય તે જીવ તે જ ભવે પણ મેક્ષ લઈ શકે. નહીં તે ત્રણ ભવે, પંદર ભવે કે એથી પણ વધુ ભ થાય. પણ મોક્ષ થવાને તે નિશ્ચિત હવે અનંતકાળ કાઢવાનું નથી. અનંત અનુબંધ કરાવનાર અનંતાનુબંધીને એક વાર નિર્માલ્ય કર્યા પછી તે જોર કરે તે પણ બહુ જોર તેનું ચાલે નહી તેથી જીવ મોક્ષમાર્ગમાં આગળ ડગ ભરતો જાય. ગાથામાં એ જ કહ્યું: “થાય નિવૃત્તિ જેહથી, એ જ મેક્ષને પંથ”. રાગ-દ્વેષ અને અજ્ઞાનથી જેના દ્વારા નિવૃત્ત થવાય તે મોક્ષને પંથ છે. અહીં સમ્યકત્વ પ્રાપ્તિને પુરુષાર્થ એ જ મેક્ષને પથ છે. જીવ એક વાર આ પુરુષાર્થ કરે, સમકિતનો સ્વાદ ચાખી લે તે પછી એ સ્વાદને છેડવાનું મન નહીં થાય. કદાચ એકવાર સમતિ થયા પછી ચાલ્યું ગયું હશે. તે પણ જીવને એ સ્વાદ ભૂલાય નહીં તેથી ફરી ફરીને સમક્તિ દશાની પ્રાપ્તિની ઝંખના જાગે અને પામે. અને આમ જ એ આગળ વધી જાય. આ જ છે મોક્ષને પંથે. આ પુરુષાર્થ કરવાની ઈચ્છા જીવને ત્યારે જ જાગે કે જ્યારે રાગદ્વેષની ગાંઠ ખૂંચવા માંડે. બંધુઓ ! કેઈ સાથેનાં સનેહ સંબંધમાં જે ગેરસમજણની ગાંઠ પડી ગઈ હોય તો એ ગાંઠ જન્મભર ખટકે છે. એ છુટી જાય તે સારું એમ જીવ ઈચ્છે તે માટે પ્રયત્ન થાય. તેમ જ્યારે રાગ-દ્વેષની ગાંઠ ખટકશે, નડશે, ખૂંચશે ત્યારે જ જીવ મિથ્યાત્વ દશામાંથી નીકળી સમકિતને પામવાનો પુરુષાર્થ આદરી શકશે. ગુરુદેવ શિષ્યને એ જ સમજાવે છે કે મેક્ષને માર્ગ શોધવા ક્યાંય ચેકમાં જવાની જરૂર નથી. એ અંદરમાં જ છે. અંદરમાં ઉતરી જા તે માર્ગ સામે જ દેખાશે. સરળ અને સીધે માર્ગ મળી જશે. બસ રાગદ્વેષ અજ્ઞાનની ગાંઠોને ગાળવા માંડ એટલે માર્ગ સાફ. આ માર્ગ ને વધુ પ્રશસ્ત ગુરુદેવ હવે કરશે. Page #260 -------------------------------------------------------------------------- ________________ સર્વાભાસ રાહત!, વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જે સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, જીવનાં મૌલિક સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે. જીવનું વર્તમાન સ્વરૂપ તે મૌલિક નથી, કર્મનાં કારણે મળેલું હોવાથી આભાસી છે. શ્રીમદ્દજી આત્માનાં શુદ્ધ સ્વરૂપને બતાવવાની સાથે જ અશુદ્ધ સ્વરૂપને પણ બતાવે છે. અશુદ્ધ સ્વરૂપને ત્યાગ અને શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની આવશ્યકતા પણ બતાવે છે. તથા એ જ એક્ષપથને પામવાની રીત છે, એમ કહે છે આત્મા સત ચિતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામી, મોક્ષપંથ તે રીત...૧૦૧... એ આત્માની શુદ્ધ દશા છે. આભાસ એ જીવનું અશુદ્ધ સ્વરૂપ છે, આભાસ રહિતની દશા તે આત્માની શુદ્ધ દશા છે. સત અર્થાત અસ્તિત્વ. જેનું સદા-સર્વદા માટે અસ્તિત્વ છે, જેને કદી નાશ થવાને નથી તે સત્ અસત્ ની ઉત્પત્તિ નહીં અને સત્ ને નાશ નહીં. ગીતાકારે પણ કહ્યું છે– ___ 'नासतो विद्यते भावो नाभावो विद्यते सतः' જગતમાં જે પદાર્થનું અસ્તિત્વ નથી, તે પદાર્થ કયારેય ન ઉત્પન્ન થાય નહીં અને જે પદાર્થ સત્ છે, અસ્તિત્વવાન છે તેને કદી નાશ થાય નહીં. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આગળ જ આત્માની નિત્યતાની સિદ્ધિ કરતાં Page #261 -------------------------------------------------------------------------- ________________ 234 હું આત્મા છું આ જ ભાવે શ્રીમદ્જીએ બતાવ્યા છે. ચેતન એ આત્મા અને જડ એવા પરમાણુ બંને મૂળભુત સ્વરૂપમાં નિત્ય છે. તેનામાં રહેલે અનિત્યતાને અંશ તે તેની પર્યાય છે. પર્યાની ઉત્પત્તિ અને નાશ બને થયા કરે છે, પણ પદાર્થ પિતે તે પ્રવ-નિત્ય જ રહે છે. આત્મા પણ ગતિ, જાતિ આદિ અનેક પર્યાયે ધારણ કરે છે. તેને નાશ થાય છે અને એ બધામાં આત્મા એને એ જ રહે. ભવનું ભ્રમણ ગમે તેટલું થાય પણ આત્મા-આત્મા મટી જતું નથી. ત્રણેય કાળે આત્માનું અસ્તિત્વ એક સરખું જ જળવાઈ રહે છે. એ ત્રિકાળી સત્ પદાર્થ છે. સર્વ કર્મોથી મુક્ત થઈ સિદ્ધ દશાની પ્રાપ્તિ થતાં સર્વ બાહા ભાને નાશ થઈ જશે પણ આત્માના અસ્તિત્વને નાશ નહીં થાય. માટે તે સત્ છે. આત્મા ચૈતન્યમય છે. અન્ય સર્વ દ્રવ્યોથી આત્માને અલગ પાડનાર આત્માને અસાધારણ ગુણ એટલે જ ચૈતન્ય. આ ગુણ આત્મા સિવાય અન્ય દ્રવ્યમાં નથી. જડ દ્રવ્ય સત્ છે પણ ચૈતન્યવાન નથી. જડમાં બીજી અનેક શક્તિ છે. તેની શક્તિઓને ઉપયોગ સંસાર કરી શકે છે. પણ અંતે તે જડ છે. આત્મા ચૈતન્ય છે માટે જ જીવંત છે. જીવનું જીવત્વ એ જ છે તેનું ચૈતન્યત્વ. વળી આત્મા ચૈતન્યવાન છે માટે જ જ્ઞાનવાન છે. જ્ઞાન એ પણ આત્માને અસાધારણ ગુણ છે. અન્ય દ્રામાં એ નથી. જ્ઞાન આત્માને ગુણ હોવાનાં કારણે જ આત્મા સ્વ–પર પ્રકાશક છે. આત્મા સ્વયંને જાણે છે તથા પર પદાર્થોને પણ જાણે છે. જીવની આ વિશિષ્ટતાએ જ તેને જડથી જુદો પાડે છે. આ વિશિષ્ટતાઓને લઈને જ આખો સંસાર, વ્યવહાર ચાલે છે બહુ દ્રવ્યમાં જીવ પણ જડ જે જ ચૈતન્ય અને જ્ઞાનવિહુ જ હેત તે આ સંસારનું સ્વરૂપ જ કંઈક જુદું હોત. તેમજ આત્મા સત્ છે, ચૈતન્યવાન છે માટે જ મોક્ષ પામી શકે છે. જે તે સત્ ન હતા તે તેને જ નાશ થઈ જાય તો મોક્ષ કણ પામત? વળી આત્માને ત્રિકાળી શુધ્ધ ચૈતન્યાનંદને નિરંતર અનુભવ એ જ મેલ. Page #262 -------------------------------------------------------------------------- ________________ સર્વાભાસ રહિત 235 આત્મામાં ચૈતન્યત્વ ન હોય તે મેક્ષ પણ શું હેત? તેથી જ આત્માના આ વિશિષ્ટ લક્ષણે જ તેને મોક્ષ હોવાની સાબિતિરૂપ છે. - હવે ત્રીજુ લક્ષણ કહ્યું “સર્વાભાસ રહિત” જ્યાં આભાસ છે ત્યાં યથાર્થતા નથી હોતી. બને એક-બીજાનાં વિરોધી છે. આભાસ તે આભાસ જ હેય યથાર્થ ન હોય અને યથાર્થ તે યથાર્થ જ હોય, આભાસ નહેાય. આત્મા સદા ચૈતન્ય તથા જ્ઞાન સહિત છે. આ બન્ને લક્ષણે જેમાં નથી તેને આત્મા માનીને તેમાં જ રાચીએ તે સર્વથી મેટો આભાસ. આજ સુધી જીવે દેહને જ આત્મા માન્ય છે. દેહમાં મારાપણાની બુદ્ધિ કરી, દેહ પ્રત્યેનું મમત્વ વધાર્યું છે. દેહ જડ છે તથા જ્ઞાનરહિત છે તે તે મારું સ્વરૂપ ક્યાંથી હોય? કર્મ સંગે દેહને સંગ થયે છે. એકવાર નહીં, અનેકવાર આવા સંગે થયા અને વિગ પણ થયાં છતાં દેહમાં મારાપણાની બુદ્ધિ ગઈ નહીં. જીવે જ્યાં-જ્યાં દેહ ધારણ કર્યા ત્યાં તરત જ તેમાં હુંપણાની બુદ્ધિ ઉત્પન્ન થઈ અને તે માન્યતાનું પિષણ પણ એ કરતે રહ્યો. દેહ મળવાની સાથે સાથે કર્મનાં કારણે બીજું પણ ઘણું-ઘણું મેળવ્યું અને એ બધું દેહને જ મળ્યું, આત્માને નહીં. નામકર્મનાં ઉદયે શરીર સુંદર હોય તે કહે હું સુંદર છું. ગોત્રકમના ઉદયે શરીર ઊંચા કૂળમાં જગ્યું તે કહે હું કુળવાન છું. શાતા વેદનીયનાં ઉદયે શરીરે શાતા હોય તે કહે હું સુખી છું, ભાગ્યશાળી છું, પુણ્યવાન છું. આમ દરેક આભાસ ને યથાર્થ સાબિત કરવાનો પ્રયાસ કરતો રહ્યો અને અહ સાથે મમ ને જોડતો રહ્યો. જ્ઞાની પુરુષે કહે છે આ બધાં જ આભાસ છે. આત્મા મનુષ્ય નથીસુંદર શરીરધારી નથી, ઊંચા-નીચા કૂળ નથી, પુણ્યવાન નથી. આ બધાં જ આત્માની વિકારી અવસ્થાનાં પ્રતિક છે. તેને પિતાનાં કેમ મનાય ? આભાસ છે ત્યાં યથાર્થતા નથી માટે જ તે જોઈતું ફળ પણ ન આપી. શકે. જંગલમાં દેખાતાં ઝાંઝવાનાં જળ તે યથાર્થ નહીં પણ આભાસ છે, તે કદી તૃષા છીપાવે નહીં. એ જ રીતે આત્માને વિભાવનાં પરિણામે. Page #263 -------------------------------------------------------------------------- ________________ 326 હું આત્મા છું મળેલા સ્વરૂપને પિતાનું સ્વરૂપ માની લેવાય તે આત્માનંદની પ્રાપ્તિ થઈ શકે નહીં. શ્રીમદ્જી કહે છે કે અહીં આત્માનું જ સ્વરૂપ બતાવ્યું છે તે ૨વરૂપને માત્ર પામી લેવું એ જ મોક્ષને પંથ છે. બીજુ કશું કરવાનું રહેતું નથી. આત્માને એ દઢ પ્રતીતિ થઈ જાય કે હું સદા અસ્તિત્વવાન, અવિનાશી, ત્રિકાળી નિત્ય આત્મદ્રવ્ય છું. મારું સ્વરૂપ ચૈતન્ય છે. અનંતજ્ઞાન ગુણ એ મારે શુદ્ધ સ્વભાવ છે. તથા સર્વ આભાસેથી રહિત હું માત્ર આત્મા ! આત્મા જ છું ! આટલી પ્રતીતિ જીવને આવી જાય તે તે મોક્ષનાં પથે જ છે. મેક્ષને માર્ગ નથી મળ્યે તેનું કારણ પણ એ જ છે કે આજ સુધી સર્વ-સંસારી ભાવોને પિતાનાં માનીને તેમાંથી બહાર નીકળવાને પ્રયાસ કર્યો જ નથી. તેથી જીવની ગતિ માત્ર સંસારમાર્ગે જ થઈ પણ તેનાથી ઉપર ઉઠી પરમગતિને પામી શકવાને પુરુષાર્થ એ કરી શકાય નહીં. આ પુરુષાર્થ કરવામાં આત્માની જે પરિણામધારા પ્રવર્તે છે એ જ છે જીવને મોક્ષભાવ. અને એ ભાવે થતે પુરુષાર્થ એ જ છે મેક્ષને પથ. મોક્ષપંથની પ્રવૃત્તિ માટે જીવને કરવા ગ્ય પુરુષાર્થના ભાવે અવસરે... Page #264 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન... “હું આત્મા છું. હું આત્મા છું” અકર્તાપણું એ મારો સ્વભાવ મારામાં. કર્તુત્વ નથી... આ આત્મા.... નિજ સ્વરૂપ દશામાં અકર્તા છે.... પિતે. પિતામાં સમાઈ જઈએ, આત્મા... નિજ સ્વરૂપ દશામાં લીન બને તે એ અર્તા છે સ્વરૂપ બહાર થઈવિભાવદશાને. પિતાની માની તેની સાથે પરિણમે... ત્યારે એ કર્તા થાય છે. રાગ હું કરું છું... છેષ હું કરું છું એ કરવાપણાને ભાવ એ જીવનું કર્તાપણું છે... શુભ-અશુભ ભાવમાં પરિણમી જઈએ પુન્ય-પાપને ર્તા બને છે... શુભ-અશુભ ભાવ એ મારા નથી .. પુણ્ય અને પાપ પણ... મારા નથી... એ બધાથી પર હું છું.... આત્માની શુદ્ધ દશાની પરિણતિમાં.... રાગ નથી.. અને દ્વેષ પણ નથી... પુણ્ય પણ નથી, પાપ પણ નથી. એ સર્વથી હું.... ચૈતન્ય ઘન આત્મા છું, જ્ઞાન-દર્શનમય આત્મા છું. જગતમાં ફરતી વૃત્તિ એને, વિભાવમાં વર્તતી વૃત્તિઓને ત્યાંથી પાછી વાળી... જેટલી ક્ષણે માટે મારામાં સ્થિર થાઉં....એટલી ક્ષણ હુ.. અર્જા છું. મારે... મારા અખંડ અર્તાપણાને પ્રગટ કરવું છે. એ માટે કતૃત્વભાવને છડું, પરમાં રહેલી મમત્વ ભાવનાને છે , જ્ઞાન-દર્શનની ઉપયોગમય દશામાં ઝુલું. તે મારી સ્વરૂપ દશાને પ્રગટ કરી શકું છું... એ માટે મને જાણું, મને ઓળખું, મને અનુભવું. મારામાં ઠરી જાઉં. મારામાં સમાઈ જાઉં, મારામાં સ્થિર થઈ જાઉં, તે મારા સચિદાનંદ સ્વરૂપને પામી શકું છું. થોડી ક્ષણે માટે.. વધુ.. શાંત થઈ ... વધુ.... એકાગ્ર થઈ. માત્ર આત્માનું ચિંતન હું. આત્મા છું” ". આત્મા” છું... ..........“શાંતિ''.... “શાંતિ” “શાંતિ. Page #265 -------------------------------------------------------------------------- ________________ કર્મ અનંત પ્રકારના...! ઉતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે આ ત્રિરત્નની આરાધના, આત્મા પર રહેલા કર્મનાં અનાદિ બંધનને તેડી નાખે છે. આ બંધન અનાદિ હોવા છતાં અંતવાળું છે. ભવ્યઆત્મા આ બંધનને અંત કરી શકે છે પણ અમવ્ય આત્માનાં બંધને ક્યારેય તૂટતા નથી. તેના બંધને અનાદિ-અનંત છે. ભવ્યત્વ અને અભવ્યત્વ આ જીવનાં પરિણામિક ભાવે છે. અમુક જીવમાં ભવ્યત્વ અને અમુકમાં અભવ્યત્વ આમ શાથી? તેને કોઈ ઉત્તર નથી. તેમાં કઈ કારણ-કાર્ય ભાવ નથી. એ અહેતુક છે કારણ તે જીવનાં પરિણામિક ભાવે છે. જીવના અન્ય ભાવો કર્મ–સાપેક્ષ હોય છે. જેમકે ઔદયિક ભાવ, ઔપથમિક ભાવ, ક્ષાપશમિક ભાવ અને ક્ષાવિકભાવ. આઠ કર્મોમાંથી કેઈપણ કમનાં ઉદયનાં કારણે જીવની જે આત્મિકદશા થાય તે ઔદયિક ભાવ. જ્ઞાનાવરણયનાં ઉદયથી જીવમાં અજ્ઞાનદશા હોય તે ઔદયિક ભાવ છે. એ જ રીતે અન્ય-અન્ય કર્મોનાં ઉદયનાં કારણે થતાં જીવનાં ભાવ તે ઔદયિક ભાવ. - મેહનીય કર્મનાં ઉપશમનાં કારણે થતું ઔપશમિક સમ્યકત્વ તથા રાગ-દ્વેષની મંદતા તે જીવને ઔપથમિક ભાવ. - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીયનાં ક્ષપશમથી થતું જ્ઞાન-દર્શન, મેહનીયનાં પશમથી થતું સમ્યક્ત્વ અને રાગ-દ્વેષની મંદતા તથા અંતરાયનાં ક્ષોપશમથી થતું વીર્યાદિ શકિતનું જાગરણ તે સર્વ ક્ષાપશમિક ભાવ. Page #266 -------------------------------------------------------------------------- ________________ કર્મ અનંત પ્રકારનાં 239 - ચાર ઘાતિ કર્મોનો ક્ષયથી પ્રગટતી વીતરાગતા કેવળજ્ઞાન, કેવળદર્શન, સાયિક સમકિત, યથાખ્યાત ચારિત્ર તથા અનંતવીર્ય શક્તિ એ છે જીવને સાયિક ભાવ, સાથે-સાથે ચારેય અઘાતિ કર્મોનાં ક્ષયથી અર્થાત્ આઠે કર્મોનાં સંપૂર્ણ ક્ષયથી પ્રાપ્ત થતી સિદ્ધ દશા તે છે ક્ષાયિક ભાવ. - આમ ચારેય ભાવે, કર્મ સાપેક્ષ છે. કર્મ સાથે તેને સંબંધ છે. પણ આત્માનાં પારિમિક ભાવમાં શનીય અપેક્ષા નથી. તે નિરપેક્ષ છે. જીવનું જીવત્વ પણ પરિણામિક છે. કોઈ પ્રશ્ન કરે કે જીવ, તે જીવ કેમ છે? તેનામાં જીવત્વ કેણે મૂક્યું? તથા અજીવ, તે અજીવ કેમ? તેનામાં અજીવતત્વ કોણે મૂકહ્યું? તે તેને કઈ ઉત્તર નથી. મૂકવાની કે બનાવવાની આ ચીજ નથી. એ છે એટલે છે. એવું જ છે ભવ્યત્વ અભવ્યત્વનું કેટલાક ભેળા લેકે આ પ્રશ્ન કરતાં હોય છે કે ભગવાને આ પક્ષપાત કેમ કર્યો ? શા માટે અમુક જીવને ભવ્ય બનાવ્યા અને અમુકને અભવ્ય ? અભવ્ય જીવનું સંસાર પરિભ્રમણ કદી મટવાનું જ નહીં. એ બિચારે વ્રત–નિયમે કરી લે. સ્તુતિ-ભક્તિ કરી લે. પૂજા-પાઠ કરી લે. અરે ! સાધુપણ સ્વીકારી ઉત્તમ રીતે મહાવ્રતનું પાલન કરી લે. પણ તેને મેક્ષ નહીં. શા માટે ? તેને આ બધું ઉપરથી જ હોય, અંતરસ્પશી ન હોય. તે અંદરથી કેરધાર જ રહે. તેનું ભીતર ભિંજાય જ નહીં અને તે સંસારના ફેરા ટાળે નહીં, તે ભગવાને શા માટે એ જીવને અભવ્ય બનાવ્યું ! ભોળા જીવને પ્રશ્ન તે ઉચિત છે. પણ ઉત્તર એટલે જે કે ભગવાન કેઈને એ બનાવતું નથી. કશું બનાવી શકતું નથી. તેણે કોઈનામાં ય ભવ્યત્વ કે અભવ્યત્વ મૂકયું નથી. આ બંને જીવનાં પરિણામિક ભાવે છે. અનુભવી પુરુષોએ આ પ્રશ્નનો ઉત્તર મગનાં કોયડું નાં દષ્ટાંત આપે છે. એક વાટકે બાફવા મૂકેલા મગમાં બે-ચાર દાણુ બફાતા નથી. તે એવા ને એવા જ રહે. તેને ફરી-ફરીને બાફવાને પ્રયત્ન કરે છતાં, પિોચા ય ન પડે. આમ કેમ ? એવું શું છે એનામાં? ખેડૂતને પૂછે! જેના ખેતરમાં એ પાક્યા છે ? એ પણ કહેશે મારા આખા ખેતરમાં અનેક મણ Page #267 -------------------------------------------------------------------------- ________________ 240 હું આત્મા છું મગ પાકયા. બધાંને એક સરખા જ વાતાવરણમાં રાખ્યા. એ જ જમીન, ખાતર, પાણી, પ્રકાશ, માવજત એ જ મળ્યાં. તેની સાથે એક જ શીંગમાં થયેલાં અન્ય દાણાઓ બરાબર થયાં અને આ ચાર દાણું જ આવા થયાં. કેમ ? તે હું પણ જાણ નથી. એ એવા થવાનાં હશે તેથી થયાં. બંધુઓ! વૈજ્ઞાનિકને પૂછે, લેબોરેટરીમાં મોકલે આ દાણાને ! ઉકેલ મળશે ખરો? ન જ મળે. બસ, એવું જ છે આ ભવ્યત્વ અને અભવ્યત્વનું. આ છે જીવને પરિણામિક ભાવ. નિહેતુક. ભવ્ય જીવ કર્મનાં બંધને તેડી શકે છે. તેથી હવે શ્રીમદ્જી કર્મ બંધન કેટલાં અને કયાં-કયાં છે તે બતાવે છે. કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહુ પાઠ-૧૦૨ સામાન્ય રીતે કર્મો આઠ પ્રકારનાં છે તેમ આપણે સાંભળતા આવીએ છીએ. પણ અહીં અનંત પ્રકારનાં કહ્યાં. પ્રત્યેક જીવ સમયે-સમયે કર્મબંધ કરતા હોય છે. કર્મબંધના કારણે વિષે આપણે આગળ વિચારી ગયા છીએ. રાગાત્મક તથા વાત્મક પરિણામેનાં કારણે જીવમાં કર્મબંધ થાય છે. આપણું સહુને અનુભવ છે કે આ પરિણામે હમેશા એક સરખા જ નથી હોતા. તીવ્ર-મંદ ભાવેની ષટ્ટણ હાનિ-વૃદ્ધિ થયા કરે છે અને તે એક-એકમાં પણ કેટલા પ્રકાર? એક જીવને એકવાર મંદ રાગ થયે, બીજી ક્ષણે એથી જુદી જાતને મંદ થશે. ત્રીજી ક્ષણે વળી જુદી જાતને. એમ મંદ રાગ અનેક પ્રકારનાં. એ જ રીતે મંદતર કે મંદતમ પણ અનેક પ્રકારનાં, તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ પણ અનેક પ્રકારના. આ અપેક્ષાએ એક જ જીવનાં માત્ર એક જીવનમાં અનંત પ્રકારનાં રાગાદિનાં પરિણામે થાય. જ્યારે જેવા પરિણામે થાય, ત્યારે તેવા જ પ્રકારનાં કર્મો બંધાય. પરિણામેનાં પ્રકાર અનંત તે કર્મનાં પ્રકાર પણ અનંત. પરમ-શુદ્ધ જીવમાં અનંત ગુણો છે. આ અનંત ગુણે કર્મનાં કારણે વિકૃત થાય છે ત્યારે જ તેમાં રાગ-દ્વેષનાં અનંત પરિણામે પેદા Page #268 -------------------------------------------------------------------------- ________________ 241 કર્મ અનંત પ્રકારના થાય છે. જે અનંતકર્મોને બાંધે છે. અને તે કર્મોથી અનંતગુણે વધુ ને વધુ દબાતાં જ જાય છે. આમ અનંતની પરંપરા ચાલે જ છે. માટે જ કર્મ અનંત પ્રકારનાં કહ્યાં છે. જ્ઞાનીઓએ પિતાના જ્ઞાનમાં જીવનમાં આવા વિવિધ પરિણામે જોયા અને તેનાથી બંધાતા વિવિધ કર્મો પણ જોયાં. પરિણામો ને વિભાજીત કરી આઠ પ્રકારમાં સમાવી દીધાં. જે-જે પરિણામે એક સરખાં લાગ્યા તેને એક પ્રકાર બનાવ્યું. તેને જ્ઞાનાવરણીય કહ્યાં. જ્ઞાનનું આવરણ કરનાર બધાં જ પૌં. કઈ જાડે, કેઈ જશે, કઈ હલ્ક, કેઈ ભારે, કેઈમજબૂત, કે જીર્ણ, એ બધા પૌં જ છે. એમ માની એક પ્રકારમાં સમાવેશ કરી દીધો અને જ્ઞાનાવરણીય નામ આપી દીધું. એવી જ રીતે અન્ય-અન્ય કર્મોને પણ સમજાવ્યા. વળી આ અનંત કર્મોને, આઠ ભાગમાં સમાવવાનું કારણ પણ એ છે કે સર્વથા શુદ્ધ-બુદ્ધ તેવા સિદ્ધ પરમાત્મામાં આઠ ગુણે પ્રગટયા છે તે અનંત ગુણમાં મૌલિક ગુણે છે. એક-એક કર્મનાં ક્ષયથી આ એક-એક ગુણો પ્રગટે છે. તેથી આઠ ગુણેને દાબી દેનાર આઠ પ્રકારનાં કર્મો કહ્યાં. તેથી જ અનંત પ્રકારને આઠમાં સમાવી દીધા. તે 1, જ્ઞાનાવરણીય, 2, દર્શનાવરણીય, 3, વેદનીય, 4, મેહનીય, પ, આયુષ્ય, 6, નામ 7, ગાત્ર 8, અંતરાય, આ આઠ કર્મોમાં ચાર ઘાતી અને ચાર અઘાતી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અને અંતરાય આ ચાર ઘાતી કર્મ છે અને બાકીનાં ચાર અઘાતી. ઘાતી કર્મને બે રીતે સમજીએ. એક અર્થ તે એ થાય છે કે આત્માનાં મૌલિક ગુણને જે દબાવી દે છે. તેને પ્રગટ નથી થવા દેતાં, તે કર્મોને ઘાતી કર્મો કહ્યાં. અનંતજ્ઞાન ગુણને દબાવનાર જ્ઞાનાવરણીય, અનંતદર્શન ગુણને દબાવનાર દર્શનાવરણીય. અનંત-સુખ ગુણને દબાવનાર મેહનીય અને અનંતવીર્ય ગુણને દબાવનાર અંતરાય. જ્યાં સુધી આ ચારેય કર્મો. જોરાવર છે ત્યાં સુધી આત્માનાં શુદ્ધ સ્વભાવરૂપ આ ગુણે પ્રગટ થતાં ભાગ-૨–૧૬ Page #269 -------------------------------------------------------------------------- ________________ 242 હું આત્મા છું કર્મોમાં એ નથી કે આત્માનાં ગુણેને સર્વથા નાશ કરી નાંખે. માત્ર ગુણોને પ્રગટ થવા ન દે. બીજી રીતે વિચારીએ તે જીવને જયારે પ્રચંડ પુરુષાર્થ ઉપડે ત્યારે આ ચારેય કર્મોને એક સાથે ક્ષય કરી નાંખે છે. આજ સુધી જે-જે જીએ સાધના કરી તે માત્ર આ ચાર કર્મોનો ક્ષય માટે જ. સર્વ પ્રથમ મેહનીય સાથે લડયા. અને મેહનીય જતાં બીજા ત્રણ ઘાતી કર્મો પણ ગયાં. વળી ચારે ય કર્મોને ક્ષયે પશમ પણ જીવ કરી શકે છે. અને પુરુ ષાર્થ વડે સર્વથા ક્ષય પણ કરી નાંખે છે. અર્થાત્ જીવમાં એ તાકાત છે કે આ ચાર કર્મો ગમે તેટલા પ્રબળ હોય પણ પુરુષાર્થ દ્વારા તેને નાશ કરી નાંખે છે. જીવને કરવાનું પણ એ જ છે. અઘાતી માટે કંઈ કરવાનું નથી. અઘાતી કર્મો જીવને હેરાન પણ નથી કરતાં. એ તે બિચારા એનાં સમયે ઉદયમાં જરૂર આવે પણ તેથી જીવની સ્વભાવગત સ્થિરતામાં આડા ન આવે. ચાર ઘાતી કર્મ ક્ષય કરી જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, તેની પાસે ચાર અઘાતીક તો છે જ, પણ એ તો બળેલી સીંદરી જેવા નિર્માલ્ય છે. કંઈ કરી શક્તા નથી. એનું અસ્તિત્વ તે માત્ર ઘાતીકર્મો છે ત્યાં સુધી જ છે. જે ભવમાં ઘાતીને ક્ષય થયે એ જ ભવમાં અઘાતીને પણ ક્ષય થાય જ. પછી એ રહી શકે નહીં. હા, એટલું જરૂર છે કે કેવળજ્ઞાન થયા પછી, કેવળી પરમાત્માને આ ચાર અઘાતી કર્મો ભલે કશી પીડા નથી આપતાં! વિકૃતિ પેદા નથી કરતાં! પણ મેક્ષ જવામાં વિલંબ કરાવે છે. જયાં સુધી આ ચાર કર્મો છે ત્યાં સુધી કેવળીને પણ સદેહે રહેવું પડે છે. પણ, સાથે એ પણ સમજી લઈએ કે કેવળી પરમાત્માની આત્મિક દશામાં તથા સિદ્ધપ્રભુની આત્મિકદશામાં કંઈ જ અંતર નથી હોતું તેથી કેવળી શરીર સહિત હવા પછી પણ જીવન -મુકત જ છે તેથી તેમને અઘાતી કર્મો નડતર રૂપ નથી. - તાત્પર્ય એ છે કે અઘાતી કર્મોને નાશ કરવા માટે જીવ પુરુષાર્થ કરી શકતા નથી એ કર્મો પુરુષાર્થથી નાશ થાય તેવા નથી, એને સમય પૂરે થાય ત્યારે જ જાય. એ પહેલાં પ્રયત્ન વડે તેને નાશ થઈ શકે Page #270 -------------------------------------------------------------------------- ________________ કર્મ અનંત પ્રકારના 243 નહીં. જ્યારે જીવને પુરુષાર્થ ઘાતી કર્મનાં નાશમાં મહાન ઉપયોગી છે. ગમે તેટલી લાંબી સ્થિતિ હોય તે પણ પુરુષાર્થ દ્વારા ઉદીરણા કરી એ કર્મોને ખેંચીને ભેગવી લે અને જીવ તેનાથી નિવૃત્ત થઈ જાય. આમ ચાર ઘાતી કર્મો જીવનાં અનંતગુણોની, લગભગ સંપૂર્ણ ઘાત કરવાની એટલે કે તેને દાબી દેવાની શક્તિ ધરાવે છે તે જીવ પણ ઘાતી કર્મોની ઘાત કરવાની જ નહીં, તેને દાબી દેવાની જ નહીં પરંતુ તેને સમૂળગે નાશ કરવાની શક્તિ ધરાવે છે. કર્મોનું નામ-નિશાન પણ રહેવા ન દે, એવી અમાપ શક્તિ છે જીવમાં. આ ઘાતી કર્મોમાં પણ મુખ્ય છે મેહનીય. કારણ મેહનીય આત્માનાં અનંત ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર, ક્ષાયિક સુખને દબાવવાની સાથેસાથે, મિથ્યાત્વ, રાગ-દ્વેષ, દુઃખ આદિ વિકૃતિઓ પેદા કરે છે. વિકૃતિ બહુ જ ભયંકર ચીજ છે. એક વિકૃત ચીજ અન્ય સર્વને વિકૃત કરી દે. વિકૃતિ તે સર્વ રોગનું મૂળ છે. આયુર્વેદ કહે છે કે માનવનાં શરીરમાં વાત, પિત્ત અને કફ આ ત્રણ શક્તિરૂપે છે, શરીર માટે ઉપયોગી છે પણ ત્રણમાંથી એકમાં વિકૃતિ આવી કે શરીરમાં રોગ થાય છે. તે નુકશાનકારક છે. એલેપથી એમ કહે કે શરીરમાં બધા જ રોગનાં કિટાણુઓ છે. જયાં સુધી તેનું સંતુલન રહે ત્યાં સુધી શરીર માટે સુખકર્તા છે પણ તેનું સંતુલન બગડયું, વિકૃતિ આવી કે મહારેગથી શરીર ઘેરાઈ જાય. દુઃખકર્તા બની જાય. એ જ રીતે આત્માનાં મૌલિક ગુણે તે આત્માને સર્વથા સુખકારી જ છે પણ મેહનીયરૂપ વિકૃતિ જ્યારે તેમાં આવી અને તે વકરવા માંડે ત્યારે રાગ-દ્વેષ-અજ્ઞાન આદિ ભાવેની વૃદ્ધિ થવા માંડે છે. વ્યવહારિક જીવનમાં તથા આધ્યાત્મિક જીવનમાં, જીવને દુઃખી કરનાર કોઈ હોય તે આ રાગ-દ્વેષ જ છે. પણ મેહનીયે જીવને એ મૂર્શિત કરી દીધે હોય કે જીવને ભાન જ ન રહે કે પોતે શું કરી રહ્યો છે. પિતાની પ્રવૃત્તિ Page #271 -------------------------------------------------------------------------- ________________ હું આત્મા છું ગ્ય છે કે અયોગ્ય એની પણ ખબર ન રહે. જ્યાં મોહનીયનું જેર છે ત્યાં બીજા કર્મો પણ એને સાથ આપે, તેથી તેનું જોર વધતું ચાલે માટે જ મેહનીયને કર્મોનો રાજા કહ્યો છે. સાધનાકાળમાં જીવ મેહનીય સામે જ લડે છે જે મેહનીય છતાય તે પછી બીજા તે જીતાય જ. શ્રીમદ્જીએ પણ કહ્યું - . . . એક વિષયને જીતતાં સૌ સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર વિષય એ મેહની જન્માવેલે વિકાર જ છે તેને જીતી લેતાં સર્વ જીતી શકાય. - હવે મોહનીયનાં ભેદ-પ્રદ સાથે તેને જીતવાના ઉપાય શું તે અવસરે.. Page #272 -------------------------------------------------------------------------- ________________ હણે બોવ વીતરાગતા...! તરાગ પરમાત્મા-અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, મોક્ષના અવરોધક કારણોને નાશ કરે છે. કર્મબંધન જેટલાં કારણે છે તે બધાં જ મેક્ષ થવામાં બાધા રૂ૫ છે. માટે પ્રથમ તેને સમજવા જરૂરી છે. મુખ્યરૂપે મેહનીય વિષે વિચારશું. શ્રીમદ્જીએ અનંત પ્રકારનાં કર્મોમાં, આઠની મુખ્યતાની સાથે, મોહનીયની પ્રધાનતા બતાવી. મેહનીયનાં બંધના કારણ શું? મોહનીયનાં ઉદયે પ્રવર્તતા ભાવ કેવા? અને મોહનીયને છેદવાને ઉપાય છે ? આ ત્રણે વિષે વિચારવા આવશ્યક છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં મેહનીય કર્મનાં બંધ હેતુ આ પ્રમાણે બતાવ્યા છે 'केवलिश्रुतसंघ धम देवोवर्णनादो दश'न मोहस्य'-६-१४ કેવળી પરમાત્મા, જ્ઞાન, સંઘ, ધર્મ અને દેવનાં અવર્ણવાદ, એ દર્શનમોહનીય કર્મનાં બંધ હેતુ છે. અવર્ણવાદ એટલે નિન્દા. કેવળી આદિની નિન્દા કરવાથી, ન હોય તેવા દોષનું તેમનામાં આરોપણ કરવાથી, તેમજ અનેક પ્રકારે તેઓને ખોટા સાબિત કરવાનો પ્રયત્ન કરવાથી દર્શનમેહનીય કર્મ બંધાય છે. તથા— ___ कषायोदयात्तीवात्मपरिणामश्चारित्रमोहस्य 6-15 કષાયનાં ઉદયથી થતે તીવ્ર આત્મપરિણામ ચારિત્ર મેહનીય કર્મને બંધહેતુ છે. તીવ્ર ક્રોધ, માન, માયા, લેભ કરવાથી ચારિત્ર મોહનીય કર્મ બંધાય છે. જે પ્રકૃતિને ઉદય હોય, તેને જ બંધ થાય છે. ક્રોધનાં Page #273 -------------------------------------------------------------------------- ________________ 246 હું આત્મા છું ઉદયમાં કોઇ મેહનીયને બંધ તથા માનનાં ઉદયમાં માન મેહનીય ને બંધ એમ દરેક પ્રકૃતિનાં ઉદયમાં તેને જ બંધ થાય છે. વળી તીવ્ર કપાયને ઉદય આવે અને તેમાં ભળી જવાય તે એ જ તીવ્ર બંધ થાય. પણ તીવ્ર કષાયનાં ઉદયમાં પણ છવ સમતા રાખી શકે, મન, વચન કે કાયા એક પણ ભેગમાં કષાય પ્રગટ ન થાય તે જીવ કષાયનાં ઉદયને આધીન ન થવાથી કર્મ બાંધતે નથી. એ જ રીતે કષાયોને ઉદય મંદ હોય તે બંધ પણ મંદ થાય છે અને તે ઉદયમાં ન ભળે તે બંધ થતું નથી. આમ મેહનીય કર્મનાં બંધનું કારણ મેહનીયને ઉદય જ છે. દશીનમેહનીયનાં બંધના કારણેમાં કેવલી આદિનાં અવર્ણવાદને માન્યા. તે પણ શ્રેષનાં કારણે જ અવર્ણવાદ-નિંદા કરવાનું મન થાય છે. જેના પર દ્વેષ નથી તેની નિન્દા આપણે કરતાં નથી. દ્વેષ થવે તે મેહનીયને જ ઉદય છે. તેથી દર્શન મેહનીયનાં બંધનું કારણ પણ મેહનીયને જ ઉદય. રાગ-દ્વેષ અને મિથ્યાત્વ, મુખ્યરૂપે મેહનીયનાં ઉદયથી પ્રવર્તતા ભાવ છે. તેને વિસ્તારથી વિચારીએ તે દર્શન મેહનીયનાં ત્રણ ભેદ. ૧,મિથ્યાત્વ મેહનીય-જે સત્ય શ્રદ્ધા જાગૃત થવા જ ન દે. 2, મિશ્ર મેહનીય-જિન માર્ગ અને અન્ય માર્ગનાં વાસ્તવિક ભેદને વિવેક ન કરવા દે. 3, સમ્યક્ત્વ મેહનીય-ક્ષાયિક સમક્તિ તથા ઉપશમ સમકિતરૂપ શુદ્ધ પ્રતીતિ થવા ન દે. ચારિત્ર મેહનીયના 25 પ્રકાર. જેમાં 16 કષાય. તરતમ ભાવેનાં કારણે તેનાં ચાર વિભાજન કર્યા છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ-અતિતી. જે અનંત અનુબંધ કરાવે, સમ્યકત્વને સ્પર્શ પણ ન થવા દે, વિપરીત માન્યતાઓમાં જીવને મુંઝવ્યા કરે. અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા ભ–તીવ્ર, સમ્યક્ત્વ થયા પછી પણ ત્રતાદિની શ્રદ્ધા અને આચરણ ન થવા દે. પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ-મંદ. કંઈક અંશે વ્રતાદિ થાય પણ સર્વ વિરતિનાં ભાવ ન જાગવા દે. Page #274 -------------------------------------------------------------------------- ________________ હણે બેધ વીતરાગતા 247 સંજવલન કે ધ, માન, માયા, લેભ-મંદતર, સંપૂર્ણ વીતરાગ દશાને પ્રગટ ન થવા દે. હને કષાય. જે કષાય તે નહીં પણ કષાયને ઉત્તેજિત કરવાનાં કારણભૂત હર્ષ, શેક, રતિ,–અરતિ, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. આ નવેય નામથી જ સ્પષ્ટ છે. આમ મોહનીય કર્મનાં ઉદયે જીવમાં આવા ભાવ હમેશા પ્રવર્તતા હોય છે. જેને અનુભવ આપણે નિશદિન કરતાં હોઈએ છીએ. હવે શ્રીમદ્જી મેહનીય કર્મનાં નાશ માટે ઉપાય કહે છે. કમ મેહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા અચૂક ઉપાય આમ...૧૦૩... આગળ કહ્યું તેમ મોહનીય કર્મનાં બે ભેદ, દર્શન મેહનીય અને ચારિત્ર મોહનીય. આત્માનાં શ્રદ્ધા ગુણને વિકારી ભાવ એટલે મિથ્યાત્વ એ જ દર્શન મેહનીય તથા ચારિત્રગુણને વિકારી ભાવ એટલે રાગદ્વેષ એ જ ચારિત્ર મેહનીય. આપણું જીવનની પ્રત્યેક પ્રવૃત્તિને વિચાર કરીએ તે આપણે વિકૃતિનાં પિષણ અર્થે જ જીવતાં હોઈએ તેમ લાગે છે. આપણી પ્રત્યેક કિયા પાછળ રાગ-દ્વેષ અને મિથ્યાત્વ પડયા જ હોય છે. વળી એ ભાવેનાં સેવનમાં આપણે આનંદ માનતા હોઈએ છીએ એટલું જ નહીં પણ જે કરીએ છીએ તે જ થઈ રહ્યું છે એવો આગ્રહ પણ ધરાવીએ છીએ. ભલાવિકૃતિ તે કંઈ સારી ચીજ છે? નથી. તેથી જ તેને હણવાની વાત છે. એ કેવી રીતે? શાનાથી હણાય તે ઉપાય શાસ્ત્રમાં બંતાવ્યા છે. જ્ઞાનીઓ ફરમાવે છે કે આત્મામાં વિકૃતિઓ તે પાર વિનાની છે. તેને એક પછી એક દૂર કરવા પ્રયત્ન કરશે તે પણ એ તે વધતી જશે. માટે તેને છંછેડવી રહેવા દે. પણ તારી સ્વાભાવિકદશાને પ્રગટ કરી લે. જેટલા અંશે સ્વભાવ પ્રગટ થશે એટલા અંશે વિકાર દૂર થતાં જશે. દૂર Page #275 -------------------------------------------------------------------------- ________________ 248 હું આત્મા છું કરવા પ્રયત્ન નહીં કરે પડે. મોરને ટહૂકાર સાંભળી ચંદનવૃક્ષ પર રહેલાં સર્પો નાશી છૂટે તેમ સ્વભાવ જાગતા વિકારે આપોઆપ ચાલ્યા જશે. દર્શન મેહનીયને દૂર કરવા બેધ” પ્રગટ કરવાનું છે. બેધને અર્થ સમજવા જેવો છે. સૂચક છે. આપણને સર્વ પ્રથમ કઈ પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે તે કયાં કમથી થાય છે તે જોઈએ. ઈન્દ્રિય અને પદાર્થને સંયોગ થવાથી સર્વ પ્રથમ માત્ર સામાન્ય અવધ થાય છે. કંઈક છે એટલું જ થાય છે તે છે દર્શન કંઈક છે એ થયા પછી શું હશે ? શું હશે ? આવી જાતની વિચારણા તે “અવગ્રહ.” તે પછી આ હશે કે પિલું હશે ? જેમાં નિર્ણય નથી થતું તે છે “હા”. તે પછી લક્ષણો પરથી જાણી લેવું કે આ જ છે. તેવું નિર્ણયાત્મક જ્ઞાન તે “અવાય અને નિર્ણય થયા પછી લાંબા સમય સુધી સ્મૃતિમાં ટકી રહે તે “ધારણા. બહુ જ અલ્પકાળમાં આટલી પ્રેસિજરમાંથી પાસ થઈ જઈએ તેથી ખબર નથી રહેતી કે આટલે લાંબો કમ ચાલ્યા પછી જ્ઞાન થયું. આપણે માનીએ છીએ કે પદાર્થને જે કે તરત એ પદાર્થનું જ્ઞાન થઈ ગયું. પદાર્થનું જ્ઞાન થાય તે વસ્તુનો બોધ થયે કહેવાય. એ જ રીતે સદ્ગુરુના ઉપદેશથી સાંભળીને, વિચારીને, ચિંતન કરીને આત્માનાં શુદ્ધ, નિર્મળ, અવિકારી, તિસ્વરૂપને પ્રગટશે જાણવું તે બધી છે. જેને બેધિબી જ કહીએ, ભેદવિજ્ઞાન કહીએ, આત્મસાક્ષાત્કાર કહીએ. આ બધ જાગૃત થતાં અનાદિકાળની વિપરીત માન્યતાઓ છૂટી જાય છે. કર્તાપણાની તથા ભેકતાપણાની બુદ્ધિ છૂટી જઈ પિતે ત્રિકાળી જ્ઞાનસ્વરૂપી આત્મા છે. એવી શુદ્ધ પ્રતીતિ વતે છે. આ બોધ જ દર્શનમેહનોય ને હણવા સમર્થ છે. પછી એ ઉપશમભાવે હણે, પશમભાવે હણે કે ક્ષાયિક ભાવે હણે પણ દર્શન મેહનીયને ટકવા ચારિત્ર મેહનીયને નાશ “વીતરાગતા થી થાય છે. વીતરાગતા અર્થાત રાગ-દ્વેષ રહિતની દશા. જેમાં સંપૂર્ણ આત્મસ્થિરતા છે. આત્માની અસ્થિરતા Page #276 -------------------------------------------------------------------------- ________________ હણે બે વીતરાગતા 249 નું કારણ ચારિત્ર મોહનીય છે. જેટલી–જેટલી આત્મસ્થિરતા વધતી જશે. એવું છે કે તે કમે-કમે ક્ષીણ થાય છે. એક સાથે એક જ સમયમાં કોઈપણ જીવથી સર્વથા ક્ષીણ નથી થતું. ભલે કઈ હળુકમી છવ ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કર્યા પછી માત્ર એક અંતમુહૂર્તમાં ચારિત્ર મેહનીયને રાગ-દ્વેષની મંદતા વધતી જાય, તેમ-તેમ ચારિત્ર મેહનીય ક્ષીણ થતું જાય. અને સંપૂર્ણ રાગ-દ્વેષને ક્ષય એજ વીતરાગતા અને ત્યારે ચારિત્ર મેહનીયને એક અંશ પણ રહેવા ન પામે જીવ પોતાના સત્-ચિ-આનંદમય, અવિકારી, અકષાયી સ્વરૂપને પ્રાપ્ત કરી લે. આ ક્રમે-કમે વિકસિત થતી દશાને જ બીજા શબ્દોમાં ગુણસ્થાનની વિકાસદશા કહેવાય છે. ચેથા ગુણસ્થાને જીવે વીતરાગતાને આંશિક આસ્વાદ જ પ્રાપ્ત કર્યો હોય જેનાં પરિણામે અનંતાનુબંધી કષાયરૂપ ચારિત્ર મોહનીય ક્ષીણ થઈ જાય. તેનાથી આગળ વધી. પાંચમે ગુણસ્થાને આવે એટલે અપ્રત્યા ખ્યાની અને છડું ગુણસ્થાને આવે એટલે પ્રત્યાખ્યાન કષાયને નાશ કરે તે પછી સાત, આઠ, નવ ગુણસ્થાન સુધીમાં સંજવલન કષાયનાં ક્રોધ, માન, માયા અને નવ કષાયને ક્ષીણ કરી નાંખે. હવે બચે માત્ર સૂફમ લેભ તે દસમા ગુણસ્થાને ક્ષય કરે અને બારમા ગુણસ્થાનમાં સંપૂર્ણ વીતરાગતા પ્રગટી ચૂકે આ વીતરાગતા પ્રગટ કરવા માટે પ્રવેગાત્મક રૂપે આત્માના શુદ્ધ સ્વરૂપનું નિરંતર ચિંતન કરવું. “હું આત્મા છું” દેહ નથી. દેહાદિ સર્વ મારાથી ભિન્ન છે. કર્મો મારાથી ભિન્ન છે. વિભાવે ભિન્ન છે. હું રાગાદિ રૂપ નથી. પણ જ્ઞાયક સ્વભાવી છું. માત્ર સાક્ષીરૂપ છું. આવું ચિંતન કયારેક ઉલ્લસિત પરિણામોને જાગૃત કરે છે અને તે પરિણામે વડે આત્માને સ્પર્શ થતાં વીતરાગતાના અંશરૂપ પ્રથમ સમ્યગદર્શન, વીતરાગ દર્શન પ્રગટ થાય છે. અને તે જ ક્રમે આગળ વધતાં સંપૂર્ણ અકષાયી સ્વરૂપની પ્રાપ્તિ, તેને જ અનુભવ, તેની જ રમતા એ છે સંપૂર્ણ વીતરાગતા. Page #277 -------------------------------------------------------------------------- ________________ 250 હું આત્મા છું આમ દર્શન મોહનીય અને ચારિત્ર મેહનીય બનેને ક્ષય કરવા માટે બોધિબીજ તથા વીતરાગતા એ અચૂક ઉપાય છે. અહીં કૃપાળુ ગુરુદેવે મેહનીયનાં વિકારને દૂર કરવા “અચૂક ઉપાય બતાવ્યો છે, જેને આચરવાથી વિકાર દૂર થાય જ. તેમાં શંકા નહીં. અહીં Experiment નથી. કે આ ઉપાય કરી જે. ફાયદો થાય તે ભલે નહીં તે આવજે મારી પાસે, બીજો ઉપાય બતાવશ. બધુઓ ! આજના ડોકટરે તમારા શરીર પર experiment કરતાં હોય છે ને? ત્રણ દિવસની દવા લઈ જાવ. સારું થઈ જશે. ન થાય તે બીજી દવા. અને એમ જ થાય ફરી જાવ ત્યારે દવા બદલીને આપે એમ ત્રણવાર દવા બદલે લાગુ ન પડે અને શરીર દરદથી ઘેરાઈ જાય ને પછી મૃત્યુની નોબત આવે. પણ અહીં ગુરુદેવ એમ ન કહેતાં તેઓએ તે સચોટ ઉપાય બતાવે છે. જેવું ભયંકર દર્દ છે એવી જ પાવરફુલ દવા છે. દર્દીને ભાગવું જ પડે. ચાલે જ નહીં. એમાં કોઈ ફરક નહીં. વળી આ ઉપાય તે એ છે કે એકવાર વીતરાગતા પ્રગટ થઈ તે ફરી કદી રાગાદિની બિમારી શરીરમાં પ્રવેશ પામી શકે જ નહીં. તે ખાત્રીપૂર્વક જ ઉપાય છે. જે કારણથી બંધ, તેનાથી વિપરીત કારણે મુક્તિ. રાગ એ કર્મબંધને અચૂક ઉપાય છે. તેથી જ વીતરાગતા એ મુક્તિને અચૂક ઉપાય છે. આજ વિષયને વધુ સ્પષ્ટ કરવા ગુરુદેવ રેજનાં જીવન કમમાં અનુભવમાં આવતાં ભાવેને રજુ કરે છે–જે અવસરે. Page #278 -------------------------------------------------------------------------- ________________ હણે ક્ષમાઠેઠ તેહ. વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધનાનું ફળ છે સંપૂર્ણ વીતરાગતા. વીતરાગદશા, જીવની સહજદશા છે. તે દશાની પ્રાપ્તિને પુરુષાર્થયથાર્થરૂપે થાય તે જીવ નિજદશાને પામી જાય છે. અનંતકાળથી જીવને ભમાવનાર રાગ-દ્વેષને દૂર કરવાનું અમેઘ સાધન એટલે જ વીતરાગતા. જે આગળની ગાથામાં શ્રીમદ્જી બતાવી ગયા. વીતરાગતાની પ્રાપ્તિને પ્રાથમિક પુરુષાર્થ હવે બતાવે છે - કમબંધ કેધાદિથી, હણે ક્ષમાદિક તેહ, પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ...૧૦૪.... કધ, માન, માયા અને લેભનાં ભાવે કર્મબંધ કરાવે છે.વ્યવહારમાં પણ નુકશાન કરે છે અને તેનાથી વિરધીભાવે ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ, ક્રોધાદિને હણે છે તે સહુને પ્રત્યક્ષ અનુભવ છે. કેધ આવવાથી આપણને શારીરિક, માનસિક અને આત્મિક અશાંતિ થાય જ છે. પ્રસન્નતા અને આનંદ નષ્ટ થઈ જાય છે. વળી જેના નિમિત્તે કોધ કરીએ તેને પણ અશાંતિ ઉભી થાય. પણ આવેલા નિમિત્તમાં શાંત રહી, ક્ષમા ધારણ કરીએ તે સહુને શાંતિ રહે છે. પાપકર્મનાં બંધ થતા નથી. ડી સમજદારી અને સમતા હોય તે જીવ પિતાનાં આ આવેગે પર નિયંત્રણ કરી શકે છે. પ્રારંભમાં પ્રયત્નપૂર્વક, માત્ર જેને શુભ ભાવે જ કહીએ, એ રીતે ક્ષમાદિ ધારણ કરી શકે અને પછી આત્મલક્ષ જાગૃત થતાં ક્ષમાદિ તે મારો સ્વભાવ છે, સ્વભાવમાં રહેવું તે મારે ધર્મ છે Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨પર હું આત્મા છું આવું લય થતાં આત્માનાં સહજ સ્વાભાવિક ક્ષમાગુણને જીવ પ્રગટ કરી શકે છે. જરૂર છે માત્ર પુરૂષાર્થની. મેહનીય કર્મ પ્રબળ હેવા છતાં પણ તેને શાંત કરવા, ક્ષીણ કરવા માટે જીવ પાસે સાધને પણ વધારે છે. ચાર અઘાતિને દૂર કરવા માત્ર એક ક્ષયરૂપ સાધન. ચાર ઘાતિ માટે ક્ષય અને ક્ષેપશમરૂપ બે સાધને જ્યારે મેહનીય માટે ક્ષય, ક્ષપશમ અને ઉપશમરૂપ ત્રણ સાધન છે. તેથી જે જીવ પુરુષાર્થ ઉપાડે તે મેહનીયને નાશ જલ્દી કરી શકે છે. શિષ્ય આગળ એક પ્રશ્ન કર્યો હતે : કર્મો કાળ અનંતનાં શાથી છેદ્યાં જાય? એ ખૂબ વિચારણીય છે. પ્રથમ તે એ કે આત્મા અને કર્મને સોગ અનંતકાળથી ચાલ્યા આવે છે. છતાં એક પણ કર્મની સ્થિતિ અનંતકાળની નથી અને એક પણ જીવ કમરહિત રહ્યો નથી. અનાદિથી આજ સુધી જીવ સાથે આઠે-આઠ કર્મો અનંત-અનંત કામણ પુદ્ગલ વણ સાથે રહ્યાં છે. આજે પણ અનંત-અનંત કર્મો જીવ સાથે છે. કર્મને આ અખંડ પ્રવાહ સમજીએ. જે ક્ષણે જીવ કર્મ બાંધે, તે ક્ષણે જ તે કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ નિશ્ચિત થઈ જાય છે. જે આપણે અગાઉ કહી ગયાં છીએ. તેમાં અહીં સ્થિતિની વાત કરીએ. આઠે કર્મની સ્થિતિ ભિન્નભિન્ન છે. એટલું જ નહીં એક મોહનીય કર્મ લઈ એ તે પ્રત્યેક ક્ષણે બંધાતા મેહનીય કર્મની સ્થિતિ હંમેશા એક સરખી નથી હોતી. જઘન્ય અંતર્મુહૂર્તથી લઈ ઉત્કૃષ્ટ 70 કોડાકોડ સાગર સુધીની ગમે તે સ્થિતિ નિશ્ચિત થાય. જેમ-જેમ સમય પાકે તેમ-તેમ એક-એક કર્મ પરમાણુ ઉદયમાં આવતાં જાય અને ફળ આપીને ખરી જાય. તેની નિશ્ચિત થયેલી સ્થિતિ પછી એક સમય પણ વધારે એ આત્મા સાથે રહી શકે નહીં. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કોડાકોડ સાગરની તેથી વધુમાં વધુ આત્મા સાથે તે આટલે કાળ જ રહી શકે તે પછી તેને આત્માથી અલગ થવું જ પડે. તેથી એ સાબિત થાય છે કે ઉત્કૃષ્ટ સ્થિતિનું બંધાયેલ મેહનીય પણ અનંતકાળનું તે ન હોય. છતાં અનંતકાળમાં કદી મોહનીયને Page #280 -------------------------------------------------------------------------- ________________ હણે ક્ષમાદિક તેહ 253 સર્વથા ક્ષય થયો નથી તેનું કારણ એ કે દરેક કર્મની કડી ડાતી રહે છે. પ્રત્યેક સમયે જીવ કર્મ તે બાંધે જ છે. તેથી તેને પ્રવાહ રેકતે નથી. પણ અહીં આપણા માટે positive point એ છે કે અનંતકાળની સ્થિતિવાળું એક પણ કર્મ નથી તેથી આપણે તેને અંત કરી શકીએ છીએ. અરે! કર્મોથી નિષ્પન્ન મિથ્યાત્વ, રાગ-દ્વેષ આદિ ભાવે અનંતકાળનાં હેવા છતાં તેને પણ છેદી શકીએ છીએ તે મર્યાદિત સ્થિતિવાળા કર્મોને તે જરૂર નષ્ટ કરી નાખી શકીએ. બીજી વાત શિષ્યનાં મનમાં એક શંકા એ પણ હતી કે કર્મ પ્રવાહ અનંતકાળને અને આપણું આયુષ્ય અત્ય૫, તેમાં આટલા કર્મોને કેમ છેદાય? પણ બહુ જ સાદી સમજણની વાત છે કે કઈ પણ વસ્તુને બનાવતાં કે બનતાં જેટલો સમય લાગે તેટલો સમય તેનાં નાશમાં ન લાગે. એક મેટું મકાન બનાવતા 6-12 મહિના લાગે પણ એ જ મકાનને તેડી પાડવું હોય તે કદાચ એટલા દિવસે જ બસ થઈ પડે. એક બીજમાંથી વિશાળ વૃક્ષને વધતાં કેટલાય વર્ષો લાગ્યા હોય પણ તેને નષ્ટ કરવા માટે થોડાં કલાકની જ જરૂર રહે. એ જ રીતે અનંતકાળનાં કર્મોને નષ્ટ કરવામાં અનંતકાળ નથી કાળ છે. કર્મો સર્વથા નાશ થઈ શકે છે. આપણી સામે ભગવાન મહાવિરને ભૂતકાળ મજુદ છે. પ્રભુનાં સત્તાવીશ જેની ગણતરી થાય છે. તેમાં પ્રભુએ આત્મા માટે પુરુષાર્થ કર્યો તેવા ભવ કેટલા ? માત્ર આઠજ ભવ 1-3-16-18-22-23-25 અને અંતિમ અર્થાત્ 27 મે ભવ. જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપની આરાધના આ ભવમાં જ કરી. આ આઠ ભવનાં સમયનું માપ કાઢીએ તે કેટલું અલ્પ થાય? આત્મામાં વળી એક વાત એ સમજી લઈએ કે જવ અનંત સંસારનાં ભ્રમણમાં અનંત પુદ્ગલ પરાવર્તન કરે છે. તેમાંથી જ્યારે અંતિમ પુદ્ગલ પરાવર્તન બાકી રહે ત્યારે જ તેને સમ્યગ્રદર્શન થાય. સમ્યગુદર્શન થયા Page #281 -------------------------------------------------------------------------- ________________ 254 હું આત્મા છું પછી કેટલાક ભવે ભલે થાય પણ તેને મોક્ષે જવાને સમય નિશ્ચિત થઈ ગયે. કાળ-મર્યાદા બંધાઈ ગઈ. જેમ કોઈ માણસ પર એક લાખ રૂપિચાનું દેણું હોય અને તે 999 રૂ. ચૂકવી દે પછી માત્ર એક રૂ. જ રહે, તેનું કદાચ વ્યાજ પણ થાય, તે પણ ચૂકવતાં વાર કેટલી ? જીવનું પણ એમ જ છે. જીવ સર્વ પ્રકારે પાત્ર થઈ ગયે હાય. ઉપાદાન તૈયાર હેય નિમિત્ત મળવાની જ વાર ! ઉત્તમ નિમિત્તા મળે તે જીવનાં વિભાવને તૂટતાં વાર નથી લાગતી. ગાથામાં કહ્યું “હણે ક્ષમાદિક તેહ.” ચંડકૌશિક સર્પ જે કાળઝાળ જંતુ જેની દૃષ્ટિમાં જ નહીં, પણ અંતરમાંય વિષ જ હતું. પિતાની માની લીધેલી માલિકીના સ્થાનમાં કઈ માનવ કે પશુ કે વૃક્ષ તે ન રહી શકે પણ આકાશમાં પક્ષી પણ ન ઉડી શકે. જે કઈ આવે તે તેને કૌશિકનાં વિષને ભેગ બનવું પડે. આટલી ભયંકર વિષવૃત્તિ પણ હેવા પછી પણ ભ. મહાવીર જેવું અત્યુત્તમ નિમિત્ત મળતા તેને ક્રોધ શાંત થઈ ગયે. રોમે-રમે ક્ષમા જાગૃત થઈ ગઈ. બદલાઈ ગયા સપં. ઇન્દ્રભૂતિ ગૌતમ અભિમાન થી ચૂર બની, સર્વજ્ઞ પરમાત્મા પ્રભુ મહાવીરને ગર્વ ઉતારવા ગયા. ને પોતે જ પ્રભુનાં ચરણમાં સર્વસ્વ સેંપી નમ્રાતિનમ્ર બની ગયા. માન ગયું અને વિનય પ્રગટ થઈ ચૂક્યા. એથી પણ થડા નજીકનાં ભૂતકાળની વાત કરીએ. જેન વેતામ્બર ઇતિહાસનાં સમર્થ વિદ્વાન આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ, જન્મે બ્રાહ્મણ, વેદ, પુરાણ, ઉપનિષદ, વ્યાકરણ, ન્યાય વગેરેનાં અદ્દભુત વિદ્વાન. તેઓની વિદ્વતા સામે કેઈ ટક્કર ન ઝીલી શકે. એવું પ્રચંડ તેમનું જ્ઞાન તેઓ પિતે પણ એ માનતા કે આ જગતમાં મારા જેવી વિદ્વતા ધરાવનાર કઈ પુરુષ જ જ નથી. તે છતાં અંદરમાં યેગ્યતા પડી છે. તેથી મને મન નિર્ણય કર્યો છે કે એવી કોઈપણ વ્યક્તિ મને મળશે કે જેનું કહેલું તત્વ હું સમજી નહીં શકું તેમને શિષ્ય બની જઈશ. Page #282 -------------------------------------------------------------------------- ________________ 255 હિણે ક્ષમાદિક તેહ એક સમયે એક મકાન પાસેથી પસાર થઈ રહ્યાં છે. જે મકાનમાં કેટલાંક સાધ્વીજીએ બિરાજે છે. તેમાંના એક વૃદ્ધ સાધ્વીજી શાસ્ત્રની સ્વાધ્યાય કરી રહ્યાં છે. શબ્દો હરિભદ્રજીનાં કાને પડયાં, તેઓ ત્યાં ઉભા રહી ગયાં. વારંવાર એકજ ગાથા અને તેમાં આવતાં એક સરખા શબ્દોનું પર્યટન ચાલે છે. સમજવા પ્રયત્ન કરે છે પણ સમજી શકતા નથી. તેઓ આજ્ઞા લઈ અંદર ગયા, જેયું. વૃદ્ધ સાધ્વીજી ગાથાઓને સ્વાધ્યાય કરે છે. પૂછયુંઃ આપ શું બોલે છે? ફરી બોલશે ? સાધ્વીજી એ એ જ ગાથા કહી બતાવી– चक्कि दुग्ग हरिपणग, पणग-चक्कीण केशवो चक्की केशव चक्की केशव दुचक्की, के सी अ चक्की अ. આ ચક્કી–ચક્કી એમને ન સમજાયું. ઘણે વિચાર કર્યો છતાં સમજાતું નથી. તેમણે કહ્યું : આર્યાજી! આ ગાથાને અર્થ બતાવશે ? - સાધ્વીજી અર્થ કહે છે- દરેક છ આરામાં 63 શલાકા પુરુષ થાય છે. શલાકા અર્થાત્ લાઘનીય, પ્રશંસનીય. તેમાં 24 તીર્થકર, 12 ચકવતી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બળદેવ. આ ગાથામાં ચક્રવતી અને વાસુદેવ ક્યાં કમથી થયા તે બતાવ્યું છે. પ્રથમ બે ચક્રવતી પછી પાંચ વાસુદેવ. પછી પાંચ ચક્રવતી પછી એક વાસુદેવ. પછી એક ચક્રવતી પછી એક વાસુદેવ. પછી એક ચકવતી પછી એક વાસુદેવ. પછી બે ચક્રવતી પછી એક વાસુદેવ પછી એક ચકવતી આ કમથી 12 ચકવતી અને 9 વાસુદેવ થયા. ચક્કીનો અર્થ ચકવર્તી અને હરિને અર્થ વાસુદેવ. હરીભદ્રસૂરિ સંસ્કૃતનાં વિદ્વાન હતાં અને આ ગાથા હતી પ્રાકૃતમાં તેથી તેઓ સમજી ન શક્યાં. પણ સમજ્યા એટલે તેમનાં અંતરમાં કરેલે નિર્ણય, જે કે નથી જાણતું. પણ તે અનુસાર તેઓને આ સાધ્વીજીના શિષ્ય થવું જ જોઈએ. તેઓ સાધ્વીજીનાં ચરણમાં પડી ગયા. Page #283 -------------------------------------------------------------------------- ________________ 256 હું આત્મા છું અને કહ્યું : “આર્યાજી ! મને શિષ્ય તરીકે સ્વીકારો. મારી પ્રતિજ્ઞા હતી કે જેનું કહેવું તત્વ ન સમજુ તેમને શિષ્ય થઈ જઈશ !" સાધવજી . એને કહ્યું : “ભદ્ર પુરૂષ! હું સાધ્વી છું. કઈ પુરૂષને શિષ્યરૂપે ન , સ્વીકારી શકું. આપ અમારા ગુરુદેવ આચાર્ય ભગવંત અહીં જ બિરાજે છે તેમની પાસે જઈ શકે છે, અને હરિભદ્રજી આચાર્ય ભગવંત પાસે જઈ તેમના શિષ્ય થઈ ગયા. જૈન સાધુનાં તે સ્વીકારી લીધાં પણ તેમનું પ્રથમ સમર્પણ જે સાધ્વીજીનાં ચરણમાં થયું હતું તેમને ઉપકાર કદી ભૂલ્યા નહીં. એટલું જ નહીં. એ સાધ્વીજીનું નામ હતું “યાકિની”. એ સમયે સાધ્વીજીને મહત્તરા કહેતાં. હરિભદ્રસૂરિજી એ દીક્ષા લીધા પછી જ્યાં જયાં પિતાનું નામ આવે ત્યાં-ત્યાં યાકિની મહત્તા સુન જ લખ્યું સુનું અર્થાત્ પુત્ર. આપણાં ઈતિહાસનાં મહાન સમર્થ આચાર્ય, પણ ઉપકારને ન ભૂલ્યાં. પિતાને ગર્વ જેણે ગાળે તેને ન વિસર્યા. તેઓએ 1444 ગ્રન્થ લખ્યાં. બધે જ યાકિની મહત્તારા સુન્નું નામ તે ખરૂં જ બંધુઓ ! ચંડકૌશિક સર્પ હાય ! ઈન્દ્રભૂતિ ગૌતમ હોય કે હરિ ભદ્ર હોય ! પણ ઉપાદાન તૈયાર હતાં ને ઉત્તમ નિમિત્તો મળતાં ક્રોધાદિ ને હણી નાંખ્યા. અનંતકાળથી સતાવતા વિભાવને દૂર કરી દીધાં. તેથી આપણું વ્યવહારમાં જે બેલાય છે કે-“પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય” તે અતિ ભૂલ-ભરેલી માન્યતા છે. અનેક અધમ અને પાપી જીવોએ પણ પિનાની પ્રકૃતિને બદલી નાંખી છે. ક્રોધી હતા તે ક્ષમાધર થઈ ગયા. અહંકારી હતાં તે નમ્રાતિનમ્ર બની ગયા. ઘેર હિંસક હતાં તે અહિંસાના પૂજારી બની ગયા. પ્રપંચી હતાં તે સરળતાની મૂર્તિ બની ગયા. આ સહુએ પ્રકૃતિને જ બદલી. તેથી જ તે સહુ પાર પામી ગયા જે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જતાં હોય તે કઈ જીવ કદી મેક્ષ પામી શકે નહીં ભવોભવ કોધાદિ વિભાવો સાથે જ ચાલે. તે છૂટવાને આરે જ નહીં. પણ એમ નથી. તેથી જ શ્રીમદ્જી એ પણ કહ્યું કે ક્ષમાદિભાવો ને જાગૃત કરવાથી, ક્રોધાદિ કષાયને નાશ થઈ જાય છે. મોક્ષનાં સટ ઉપાય રૂ૫, પ્રવેગાત્મક ધરણે જીવે શું કરવું જોઈએ તે આટલી ગાથાઓમાં શ્રીમદુજી કહી ગયાં. હવે શિષ્યની શંકાઓના સમાધાન અવસરે Page #284 -------------------------------------------------------------------------- ________________ તે પદની સર્વાગતા! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, ઉદાત્ત ભાવથી ભરાયેલું છે. સંકુચિત માનસ આરાધનાને યોગ્ય નથી હતું. ઉદારતા તેમજ ઉદાત્તતા અંતરનાં દ્વાર ખોલી નાખે છે. - સંકુચિત વિચારશ્રેણીવાળા, કિયા-અનુષ્ઠાની માન્યતાથી મોક્ષ માનનારા, અનેક ધર્મ–મત–પંથનાં વિચારોને સાંભળી–સાંભળી શિષ્યની મતિ મુંઝાઈ જાય છે. તેથી જ મેક્ષેપાયની સત્યતાને નિર્ણય કરી શકતો નથી. ગુરુદેવ પાસે તેણે પિતાની શંકા રાખી હતી. “અથવા મત દર્શન ઘણાં....” ગુરુદેવ એ શંકાનું સમાધાન આપતા ફરમાવે છે. છોડી મત દર્શન તણે, આગ્રહ તેમ વિકલ્પ કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫.૧૦૫ અમુક મત કે દર્શનને માનવાથી જ મેક્ષ મળે એ આગ્રહ તથા વિકલ્પ બંને છેડવાના છે. આગ્રહ છે ત્યાં અજ્ઞાન છે. જ્ઞાની કદી આગ્રહી ન હોય. અજ્ઞાનમાંથી જ કદાગ્રહ જન્મે છે. પછી તે મત, પંથ વિષે હેય. ધર્મનાં ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે કે પારિવારિક ક્ષેત્રે હેય. પણ અજ્ઞાનતા જ તેમાં ભાગ ભજવે છે. વળી પિતાની માન્યતાનાં ચેગઠામાં ફસાયેલ, સંકુચિત માનસને માનવ જ કદાગ્રહી હોય તે સત્યને ચાહક ન હોય. જ્યારે જ્ઞાની, માત્ર સત્યને ઇછે. સાચું તે મારૂં તે સિદ્ધાંત જ્ઞાનીને, અને મારૂં તે સાચું એ સિદ્ધાંત અજ્ઞાનીને. ભાગ-૨-૧૭ Page #285 -------------------------------------------------------------------------- ________________ 258 હું આત્મા છું જ્ઞાની એક જ વિષયને, વસ્તુને, પ્રસંગને અનેક રીતે મૂલવી શકે. અનેક પાસાઓથી તેનું માપ કાઢી શકે. તેથી જ જૈન પરંપરાનાં પ્રબુદ્ધ વિચારક, મહામનિષિઓએ સ્યાદ્વાદને સિદ્ધાંત આપે. સ્યાદ્વાદ એ શું છે? કદાગ્રહથી સંપૂર્ણ દૂર, સાપેક્ષ દષ્ટિ, એ જ છે સ્યાદ્વાદ. આમ પણ હાય અને તેમ પણ હોય. બંને વાત પિતાપિતાની અપેક્ષાએ સત્ય હોય. એ જ વાતને નિરપેક્ષ દૃષ્ટિથી વિચારતાં અસત્ય ઠરાવી શકાય, પણ જ્યાં સમન્વયવાદી દષ્ટિકેણ હોય ત્યાં આગ્રહ કે અસત્યને અવકાશ જ નથી. તેથી જ ગુરુદેવ શિષ્યને કહી રહ્યાં છે કે અનેક મત-દર્શનેનાં સિદ્ધાંત તે સાંભળ્યા પણ તેને સ્યાદ્વાદનાં સિદ્ધાંતથી કસી લે. તે તેની શુદ્ધતાસત્યતા પકડમાં આવશે. બીજી વાત કહી વિકલ્પને ટાળવાની. રાગ-દ્વેષ જ વિકલ્પ જન્માવે છે. જ્યાં જીવનાં રાગ-દ્વેષ મંદ પડતા જાય ત્યાં નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. વિકપ જ એક મત-પંથ-સંપ્રદાય પ્રત્યે રાગ જન્માવે અને અન્ય પ્રત્યે દ્વેષ જન્માવે. અને તેમાંથી જ માન્યતા ઊભી થાય કે આ મત સાચે અને બેટો. બહારનાં કિયા-અનુષ્ઠાને પરથી જ તે માપ કાઢો થઈ જાય. અને પોતે જેની માન્યતામાં વર્તતો હોય, તે સંપ્રદાયને માન્ય ક્રિયા આચાર જ સાચા, બીજા બેટા એવી માન્યતાને શિકાર થઈ જાય. દાખલા તરીકે સ્થાનકવાસી સંપ્રદાયની માન્યતાવાળા શ્રાવક સામાયિક કરે તે, મુખે મુહપત્તી બાંધીને કરે. એક દેરાવાસી શ્રાવક કરશે તે હાથમાં મુહપત્તિ રાખશે અને દિગમ્બર પરંપરાવાળા શ્રાવક મુહપત્તિ રાખશે જ નહીં. આ ત્રણેયને એક સ્થાનમાં ભેગા કરીને પૂછો કે તમારા ત્રણમાંથી કેની રીત સાચી? કલ્પના કરો શું ઉત્તર મળશે ? ત્રણેય પિતાની રીતને સાચી કહી, બીજા બે ને ભાંડશે. સ્થાનક્વાસી કહેશે ઉઘાડે મુખે સામાયિક કરે છે તે મહાપાપી, તેથી હું કરું છું તે સાચું. આ બંને બેટા. દેરાવાસી કહેશે સામાયિકમાં મુહપત્તિનું પડિલેહણ તે કરવું જ જોઈએ, જે ન થાય તે સામાયિક ખેતી અને દિગમ્બર કહેશે મુહપત્તિ તે પરિગ્રહ છે, તેથી તે બંને ખેટા, હું અપરિગ્રહી છું તેથી હું સાચો ! Page #286 -------------------------------------------------------------------------- ________________ 259 કહો બંધુઓ! કેણ સાચે અને કોણ ખોટે? વાસ્તવમાં સામાયિક શું છે? સામાયિકમાં અમુક ઉપકરણે હોવા જોઈએ એવી જે પરંપરા છે તે સંપ્રદાયનાં પૂર્વાચાર્યોએ ચલાવેલી પરંપરા છે. તેને પણ કંઈક અર્થ હોય, મહત્વ હોય, પણ એને અર્થ એ નથી કે એમ જ, એ ઉપકરણ સહિત થાય તે જ સામાયિક સાચી અન્યથા ખોટી. સામાયિક એટલે સમતા. સામાયિક કરીને જે સમતા સાધી શકે તેની સામાયિક સાચી. અનુકૂળતા એને ફૂલાવે નહીં અને પ્રતિકૂળતા કરમાવે નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં મન વ્યાકૂળ ન થતાં સમત્વ સાધી શકે તે ખરી સામાયિક. પછી ગમે તે પંથને માન્ય ઉપકરણે હોય, તેથી કંઈ જ ફરક પડતું નથી. મારૂ કહેવાનું એ નથી કે સ્થાનકવાસી મુહપત્તિ બાંધવી છોડી દે કે દેરાવાસી મુહપત્તિ બાંધવા માંડે. પણ વ્રતાદિનાં રહસ્યને સમજી, શા માટે કરવા છે? કેવી રીતે કરવા ? કર્યા પછી જીવનમાં પરિવર્તન કેટલું ? આ વિચાર અતિ આવશ્યક છે. આવું સમજનાર મત–પંથને આગ્રહી નહીં રહે. શ્રીમદ્જી કહે છે આગ્રહ અને વિકલ્પ તજી જે મોક્ષને માર્ગ બતાવે તેને સાધે તે અ૮૫ કાળમાં મોક્ષ થાય. આગળ પણ કહી ગયા કે મેહનીયને જીતે તે મોક્ષ મુઠ્ઠીમાં. અહીં પણ એ જ કહ્યું. દર્શનમોહનીય જીવમાં આગ્રહ જન્માવે છે. અને ચારિત્ર મેહનીય વિકલ્પ ઉભા કરે છે. એ બંનેને બોધ અને વીતરાગતાથી જીતી લેવાય તે પછી જીવને વધુ ભવ કરવાના ન રહે. સમ્યગદર્શનની પ્રાપ્તિ પછી કોઈ જીવ તે જ ભવે મોક્ષે જઈ શકે, કેઈ ત્રીજે તે કઈ પંદરમે. તેનાં જમે બહુ જ ઓછા રહે. માટે બતાવેલા માર્ગે ચાલવાનું છે. મત-દર્શન–સંપ્રદાયનાં સંકુચિત કુંડાળામાં ન રહેતા, જેનાથી રાગ-દ્વેષની મંદતા થાય તે આચારને સેવવે. પછી તે ગમે તેણે બતાવ્યો. ગમે ત્યારે બતાવ્યું. કેઈ મત-પંથવાદીઓને ઠેકે નથી કે તેમનાં માર્ગે જ રાગ-દ્વેષ મંદ થઈ શકે. બસ, કરવાનું માત્ર એટલું જ છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ 260 હું આત્મા છું વળી શિષ્યને ગુરુદેવ સમજાવતાં કહે છે– પદનાં 5 પ્રશ્ન તે, પૂછડ્યા કરી વિચાર તે પદની સર્વાગતા, મેક્ષ માર્ગ નિર્ધાર. 106 ગુરુદેવ શિષ્યની ચિંતનશીલતાથી પ્રસન્નતા અનુભવે છે. હે શિષ્ય! છ પદનાં છ પ્રશ્નો તે ઘણું ઊંડા ચિંતન પછી મને પૂછયાં. અને મેં તેનાં એ સર્વ પદને તું સમજયો. એ છ યે પદ એક-બીજા સાથે અતૂટ સંબંધ ધરાવે છે. તેમાંથી એક પણ પદ ને ઓછું આંકવાથી મેક્ષમાર્ગ માં ક્ષતિ પહેચે. છ એ છ પદ ને સર્વ રીતે, સર્વથા સમજીને, વિવેક કરીને આદરવા યોગ્ય આદરવું તે જે છે વાસ્તવિક મેક્ષમા. પ્રથમ પદ “આત્મા છે. આત્માનાં અસ્તિત્વને સ્વીકાર ન થાય તે મિક્ષ કેને ? મેક્ષ ઉપાય કરે કેણ ? આત્માને ન માનવાથી એક્ષને પણ અભાવ થશે. બીજુ પદ : “આત્મા નિત્ય છે. આત્માને બૌદ્ધોની જેમ ક્ષણિક માનવાથી, મેક્ષ કોણ પામે ? મેક્ષની આરાધના કરનાર તે ક્ષણિક હેવાથી નાશ પામી જાય. તેથી મેક્ષ ન સંભવે. સાંખ્યાની જેમ આત્માને એકાંતે નિર્લેપ માનવાથી સંસાર કેને? સંસાર છે તો મેક્ષ છે. આત્માને સંસાર ન હોય તે મેક્ષ પણ ન સંભવે. નૈયાયિકની જેમ આત્માને મનુષ્ય છે તે હંમેશા મનુષ્ય જ રહે, અથવા શુદ્ધ છે તે શુદ્ધ જ રહે. તે પણ મેક્ષ ન સંભવે. મનુષ્ય મટીને સિદ્ધ દશા ન પામે. તથા શુદ્ધ જ છે તેને શુદ્ધ થવાનું હોય નહીં. તેથી મોક્ષને ઉપાય શું કરવાને ? આત્માને એકાંતે અકર્તા અને એકતા મનાય તે કમને બંધ પણ નહીં થાય. કર્મબંધ નથી તે સંસાર નથી. સંસાર નથી તે મેક્ષ નથી. તેથી મેક્ષિપદની સિદ્ધિ થશે નહીં. મિક્ષ છે. આ પદને ન માનતાં મેક્ષનાં હવા પણને જ નિષેધ કરવામાં આવે અને જીવ કર્મ બાંધ્યા કરે અને ભગવ્યા કરે. આવું ચિક ચાલતું રહે એમ માનીએ તે પણ મેક્ષ પદની સિદ્ધિ ન થાય. Page #288 -------------------------------------------------------------------------- ________________ તે પદની સર્વાગતા 261 છેલું પદ મોક્ષને ઉપાય, તે નથી તેમ માનતાં પણ મોક્ષપદની સિદ્ધિ ન થાય. પણ સ્યાદવાદ શૈલીથી સર્વ પદને અપનાવતાં જૈન દર્શનની દષ્ટિથી વિચાર કરતાં આત્માનાં અસ્તિત્વને સ્વીકારી, તેને કથંચિત નિત્ય અને કથંચિત્ અનિત્ય જાણીએ. આત્મા નિશ્ચય નયે કર્મને કર્તા અને ભેંકતા ન હોવા છતાં પણ વ્યવહાર ન કર્તા બૅકતા છે. અને તે જ આત્માને મુક્ત કરવાના પ્રયત્ન અને મોક્ષનું મૂલ્ય છે. આત્મા બંધાય છે તેમ મુક્ત પણ થઈ શકે છે. તે જ તેને મેક્ષ છે. અને એ મેક્ષ પામવા માટે ને માર્ગ પણ છે. આમ છે કે પદોને આપણી શ્રદ્ધામાં સ્વાદુવાદનાં સૂત્રથી સાંકળતા મોક્ષમાર્ગ પ્રશસ્ત બને છે. તેથી જ ગુરુદેવ કહે છે કે હે શિષ્ય ! છે યે પદોની સર્વાગ સંપૂર્ણતા એ જ મોક્ષમાર્ગ છે તેમ તું અંતરથી નિર્ણય કર. અને આત્મા એ જ મોક્ષમાર્ગને આરાધવાનું અનુપમ સામર્થ્ય ધરાવે છે એ પણ લક્ષ્યમાં લે. હવે અન્ય શંકાનું સમાધાન અવસરે.... Page #289 -------------------------------------------------------------------------- ________________ જd વેષનો ભેદ નહિ...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સભ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એક, અનન્ય અને અવ્યાબાધ સ્થિતિની પ્રાપ્તિ અર્થે થાય છે. કર્મ સહિત જીવ, અનેક પરિસ્થિતિઓમાં અટવાયા કરે છે. છ ખંડની સાહાબી ભગવતે ચકવતી ગઈ કાલ સુધી ખમ્માખમ્મા થતું હોય અને આજે નરકમાં ઉત્પન્ન થાય તે અનંત વેદનાઓથી પીડાતે હેય. કર્મ સ્થિતિ બદલી નાખી. આ જ રીતે પ્રત્યેક જીવ, અનેકવાર અનેક પરિસ્થિતિઓમાંથી પસાર થત રહ્યો. એક, અખંડ સ્થિતિને પામ્યું નથી. પણ જે ક્ષણથી મોક્ષમાર્ગે ડગ ભરવા માંડે છે, આત્મામાં સ્થિરતા વધતી જાય છે. તે ક્ષણથી જ અવ્યાબાધ સ્થિતનું પ્રાગટ્ય વધતું ચાલે છે. અને અંતે સર્વ કર્મોથી રહિત થઈ ચિરકાળ સનાતન શાશ્વત સ્થિતિને પ્રાપ્ત કરી લે છે. શાશ્વત સ્થિતિની પ્રાપ્તિના ઉપાય એ જ મોક્ષમાર્ગ. શિષ્ય પણ આવી સ્થિતિ પામવા તલસી રહ્યો છે. તેથી જ મનની સર્વ આશંકાઓ ગુરુદેવ સમક્ષ મૂકી દીધી. ગુરુદેવ અત્યન્ત સનેહભાવે સરળતા ભર્યું સમાધાન આપી રહ્યાં . છેલ્લી શંકા હતી કઈ જાતિમાં મેક્ષ છે, ક્યા વેષમાં મેક્ષ ? તેના ઉત્તરમાં ગુરુદેવ ફરમાવે છે– જાતિ વેષને ભેદ નહિ, કહ્યો માર્ગ જે હેય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય...૧૦૯. મોક્ષ પામવા માટે જાતિ કે વેષ આવશ્યક નથી. અમુક જાતિને હોય, ઊંચા કુળમાં જન્મ્ય હેય, તે જ મેક્ષ થાય તેમ નથી. મેક્ષ Page #290 -------------------------------------------------------------------------- ________________ જાતિ વેષનો ભેદ નહિ 263. અથે જે સાધના કરવાની છે તે કોઈ પણ વ્યકિત કરી શકે છે. આત્માએ આત્માને ધર્મ જાગૃત કરવાને છે. જે આત્મા છે. તે સાધના કરી શકે. જડ ને સાધના નથી. વળી વ્યાવહારિક ભાષામાં કહીએ તે પાળે એને ધમ ને બાંધે એની તલવાર.” કેટલાક અજૈન લકે પૂછતા હોય છે કે અમારે જૈન ધર્મ સ્વીકાર હોય તે સ્વીકારી શકાય કે નહીં ? ઉત્તર એ જ કે જૈન ધર્મ વિશ્વવ્યાપી ધર્મ છે. એ ગુણપૂજક છે, વ્યક્તિપૂજક નથી. કારણ એ આત્માને ધર્મ છે. આત્માને ધર્મ આત્મા સ્વીકારે છે તેમાં કોઈનેય વાંધે શું હેઈ શકે? વળી એ પણ જાણી લેવું જોઈએ કે જેને એ કઈ જાતિ નથી, કૂળ નથી પણ ધર્મ છે. આજે જૈન ધર્મને માનનારા મોટે ભાગે વૈશ્ય છે. જ્યારે તીર્થકરના જમાનામાં ક્ષત્રિયે પણ જૈન ધર્મના અનુયાયીઓ હતાં. જો કે આ કાળમાં પણ અન્ય વર્ણવાળા પણ જૈન ધમી છે. તે કઈ વર્ણ કે જાતિ કે કૂળ સાથે કોઈ પણ ધર્મને સીધે સંબંધ હોઈ શકે નહિં. ભગવાન મહાવીર નાં ચરણોમાં સર્વ વર્ણનાં જીવ દીક્ષિત થઈ, મેક્ષ પામ્યા છે. એક કવિએ સુંદર રીતે એ ભાવ ગાયા છે. કઈ ન ઊંચુ કેઇ ન નીચું, મહાવીરના શાસનમાં એક જ સરખું સ્થાન સહુનું, ધમતણું આંગણમાં.. પાળે એને ધમ અહીં છે, જાત-પાતના ભેદ નહી છે દષ્ટિ ભેદ નથી રાની ને, હરિજન કે બ્રાહ્મણ માં.. ગૌતમ જમ્યા બ્રાહ્મણ કુળમાં, અભયકુમાર તો ક્ષત્રિયકૂળમાં જ બુ સ્વામી વૈશ્ય થયા તે, હરિકેવી હરિજન માં.... માણસ મોટો ધર્મ થકી છે, કૂળ નહી પણ કમ થકી છે. માન્યો છે. અધિકાર જવાને, સહુને મુકિત નગર માં... રાગ-દ્વેષ વિજેતા, વીતરાગ, સર્વજ્ઞ પ્રરૂપિત આ માર્ગમાં કંઈ જ ભેદ નથી, ઊંચ-નીચના ભેદ નથી, જાતિ, વર્ણ કે લિંગના ભેદ નથી. જેણે ભેદ-વિજ્ઞાન પ્રગટાવી જ્ઞાન અને આત્માનાં અભેદ સ્વરૂપને અનુભવી લીધું Page #291 -------------------------------------------------------------------------- ________________ 264 હું આત્મા છું તે મોક્ષને અધિકારી. પછી એ ગૌતમ જે બ્રાહ્મણ હોય, અભયકુમાર જે ક્ષત્રિય હેય, જંબુ જે વૈશ્ય હેય, કે હરિકેશી જે ચાંડાલ હોય ! મળેલી જાતિ તે શરીરની છે. આત્મા કઈ જાતિને નથી. માનવરૂપે જન્મ લેનાર વ્યક્તિને આખર કોઈ ને કોઈ કૂળમાં તે આવવું જ પડે. જાતિ-કૃળની વ્યવસ્થા એ સામાજિક વ્યવસ્થા છે. સમાજને સુગઠિત તથા વ્યવસ્થિત રાખવા માટે એ અનિવાર્ય પણ હોય. છતાં આત્મઆરાધના કરવામાં કયાંય આ વ્યવસ્થા બાધારૂપ નથી બનતી. જેનાં અંતરનાં પડળ ઉઘડી જાય છે એ પછી સામાજિક દષ્ટિએ, હલકી ગણાતી જાતમાંથી ભલે ને આવ્યા હોય, પણ આત્માને સાધી લે છે. પૂર્વ જન્મનાં ઉત્તમ સંસ્કારો લઇને આવનાર મહાપુરુષ કોઈપણ પ્રદેશ કે જાતિમાં જન્મ્યા હોય, પણ તેમના સંસ્કારે ઝળક્યા વગર રહેતા નથી. અને તેઓ આત્માને સાધી લે છે. શાસ્ત્રીય દષ્ટિથી વિચાર કરીએ તે પ્રભુએ પંદરભેદે સિદ્ધ કહ્યાં. 1, તીર્થસિદ્ધા,-તીર્થકર તીર્થની સ્થાપના કરે તે પછી જે મોક્ષે ગયા તે ગણધર આદિ. 2, અતીર્થ સિદ્ધા-તીર્થની સ્થાપના થયાં પહેલાં મેક્ષે ગયા તે મારૂદેવી માતા આદિ. 3, તીર્થંકર સિદ્ધા–તીર્થંકર પદવી પામીને મોક્ષે ગયા તે ઋષભદેવ આદિ તીર્થકરો. 4, અતીર્થકર સિદ્ધા–તીર્થકરની પદવી પામ્યા વિના, સામાન્ય કેવળરૂપ મેક્ષે ગયા તે. 5, પ્રત્યેકબુદ્ધ સિદ્ધાકોઈ પદાર્થને જે પ્રતિબંધ પામી પિતાની મેળે જ ચારિત્ર લઈ મેસે ગયા તે કરકંડુ આદિ. 6, સ્વયં બુદ્ધ સિદ્ધા-ગુરુનાં ઉપદેશ વિના, જાતિ -સ્મરણ જ્ઞાન આદિ પામીને મોક્ષે ગયા તે, કપિલ આદિ. 7, બુદ્ધ બોધિ સિદ્ધા– ગુરને ઉપદેશ સાંભળી, વૈરાગ્ય પામી મોક્ષે ગયા તે. 8, એક સિદ્ધા,-એક સમયમાં એક જ જીવ મેક્ષે ગયા તે, મહાવીર સ્વામી, 9, અનેક સિદ્ધા-એક સમયમાં ઘણાં જીવ મેક્ષે ગયા તે, રાષભદેવ આદિ 10, સ્ત્રીલિંગ સિદ્ધા-સ્ત્રીલિંગે મોક્ષે ગયા તે ચંદનબાળા આદિ. 11, પુરુષલિંગ સિદ્ધા–પુરુષ લિંગે મોક્ષે ગયા તે 12, નપુંસકલિંગ સિદ્ધા-નપુંસક લિંગે મેક્ષે ગયા તે, ગાંગેય આદિ. 13, ગૃહસ્થ લિંગ સિદ્ધા-ગૃહસ્થનાં Page #292 -------------------------------------------------------------------------- ________________ જાતિ વેષને ભેદ નહિ 265 વેષે મેક્ષે ગયા તે મારૂદેવી માતા આદિ, 14, સ્વલિંગ સિદ્ધા–સાધુનાં વેષે મેક્ષે ગયા તે, જબુસ્વામી આદિ અનેક મુનિરાજે. 15, અન્યલિંગ સિદ્ધા-યેગી, સંન્યાસી આદિ તાપસનાં વેષે મેક્ષે ગયા તે વલચિરી આદિ. આ પંદર પ્રકારમાં અંતમાં બતાવેલ અન્યલિંગ સિદ્ધા. તે અન્ય જાતિ, વેષમાં રહેલ સાધક પણ મોક્ષને પામી શકે છે તે બતાવ્યું. અર્થાત્ વેષને ભેદ નથી. વેષ એ તે બાહ્ય આચાર છે, વ્યવસ્થા માટે છે. સાંપ્રદાયિક ઓળખાણ માટે છે. પણ એ વેષથી માણસનાં અંદરમાં કઈ પરિવર્તન થઈ જતું નથી. એ તે એને એ જ રહે છે. વળી સમાજમાં અન્ય વ્યવહારમાં પણ વ્યવસ્થા માટે અમુક વેષની જરૂર હોય છે. જેમકે : નગરની પિોલીસ, એને જે કાર્ય કરવાનું છે તે માટે અમુક યુનિફોર્મ આપવામાં આવે છે. હવે આ યુનિફર્મથી તેનામાં કોઈ શારી. રિક, માનસિક શક્તિ આવી જાય છે તેમ નથી. પણ પોલીસનાં ડ્રેસમાં હોય અને તે નાગરિક વ્યવસ્થા માટે નગરજનોને કહે તે જનતા તેનું કહેવું માને, પણ એ જ માણસ સાદા વેષમાં હોય તે કોઈ જાણ પણ ન શકે કે આ નગરને સંરક્ષક છે. તે વેષ એક વ્યવસ્થા માટે, સભ્યતા માટે ઓળખાણ માટે છે. તેમ શરીર પર ગમે તેવા વસ્ત્રો ધારણ કર્યા હોય, બાહ્ય આચાર જુદાં હોય પણ અંતરથી આત્માની વિશુદ્ધિ થઈ ગઈ હોય તે વીતરાગતાની પ્રાપ્તિ થાય જ છે. તેથી જ શ્રીમદ્જીએ ગાથામાં કહ્યું કે “સાધે તે મુક્તિ લહે જે સાધના કરે તે સિદ્ધિ પામે. કોઈ પણ જાતિ, વેષ, મત, પંથ કે સંપ્રદાય હોય, કયાંય કશોય ભેદ ન રહે. શિષ્યનાં મનને મુંઝવી રહેલ સંશય, કે અમુક જ જાતિ-વેષનાં જીવો જ મોક્ષે જાય, અન્ય નહીં તેનું સુખદ સમાધાન ગુરુદેવે અહીં આપ્યું છે. અહીં સુધી તે શંકાઓનાં સમાધાન થયાં હવે ગુરુદેવ એ બતાવવા માગે છે કે જે જીવને મોક્ષ સાધવો છે તેની અંતરદશા કેવી હોવી જોઈએ? પ્રધાનતા અંતરદશાની છે. બાહ્ય આચાર-વિચાર, વેષભૂષા જાતિ-કૂળ એ બધું તે નગણ્ય છે. તેથી હવે મોક્ષ પ્રાપ્તિની ઇચ્છાવાળા જીવની પ્રાથમિક Page #293 -------------------------------------------------------------------------- ________________ 296 હું આત્મા છું દશા કેવી હોવી જોઈએ. ખરેખર આત્માની જિજ્ઞાસાવાળે જીવ કેવા ભાવો ધરાવતું હોય તે બતાવતાં શ્રીમદ્જી ફરમાવે છે. કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ...૧૦૮ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં થોડા ફેરફાર સાથે આ જ ગાથા બીજીવાર આવી છે. જે સૂચવે છે કે મોક્ષની અભિલાષી જીવને આ ગુણોની કેટલી જબરદસ્ત આવશ્યક્તા હશે ? ફરીને એ જ કહ્યું. મેક્ષમાર્ગને અધિકારી કેવો હોય ? પૂર્વપદનું વિવેચન તે આગળ કરી આવ્યા છીએ. કોધાદિ કષાય જેનાં શાંત થયા છે. અર્થાત્ રાગ-દ્વેષની મંદતા પ્રવર્તે છે. સર્વ આશા-અભિલાષાઓથી પર થઈ નિરંતર મોક્ષની ભાવના અંતરતમમાં રમ્યા કરે છે. સંસારના પરિભ્રમણને થાક લાગે છે. સંસારનાં સુખ તે વ્યર્થ છે. સુખાભાસ છે. દુઃખના અદશ્ય પર્દા પાછળથી આવતા સુખ છે. તે જીવે અનંતવાર ભોગવ્યા પછી પણ કંઈજ પામ્યું નથી. આવી અનેક પ્રકારે વિચારણા જેને સતત ચાલતી હોય તેવા જિજ્ઞાસુ જીવનું એક વિશિષ્ટ લક્ષણ આ ગાથામાં બતાવ્યું. “અંતર દયા છકાય જીવની દયાનું ફરમાન શ્રી પ્રભુએ કર્યું છે. એ છકાયમાં પોતે પ્રથમ છે. પિતે અર્થાત્ આત્મા. જે આત્માની દયા કરી શકે તે જ છકાયની દયા કરી શકે. જેને બીજા શબ્દોમાં સ્વદયા કહીએ. જયાં સુધી જીવ પાત્રતા કેળવવાની દશામાં હતા ત્યાં સુધી પ્રાણદયા સુધી જ સીમિત હતે. પણ હવે તે મોક્ષના માર્ગે પ્રયાણ આદર્યું છે તેથી સ્વદયા, અંતરદયા પ્રગટ થઈ જ હોય એવા જીવને સમય-સમયની અત્યંત જાગૃતિ વર્તાતી હોય. આત્મા કયાંય વિષયકષાયથી રંજિત ન થાય. રાગાદિથી મલિન ન થાય, વિભાવથી ન ખરડાય. તેની તકેદારી પલપલ પ્રવર્તતી હોય. આવે જાગૃત જીવ, સ્વભાવની પરિણતિમાં જ પરિણમવાનાં પુરુષાર્થમાં હોય તેથી હિંસાદિનાં ભાવ તેનાં આત્મપરિણામમાંથી ઉતરતાં જતાં હેય. કમેકમે તે સારાયે વિશ્વમાં આત્માનાં દર્શન કરતો થઈ જાય. પછી ન તે અંતરથી વૃત્તિઓની મલિનતા રહે અને ન તે બાહ્ય વ્યવહારમાં પાપ-પ્રપંચની ભાવના રહે. Page #294 -------------------------------------------------------------------------- ________________ જાતિ વેષને ભેદ નહિ 267 તે કઈ જીવને હણે નહી, એટલું જ નહીં, તેનું દીલ પણ ન દુભાવે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે કોઈનું પણ અહિત તેનાં હાથે ન થાય. જાણ્યઅજાણે તેમનાં ભાવમાં સ્વ-પર હિતની કામના જ વર્તતી હોય. માર માર કરતે કઈ દુશ્મન આવે તે પણ પિતે એટલી શાંતિ અને સ્થિરતા ધારણા કરી હોય કે એક સંવાડામાં પણ ઉગ્રતા ન જાગે. આવેલ શત્રુ પાણી-પાણી થઈ જાય, અનેક સંતનાં જીવનના એવા પ્રસંગે આપણે સાંભળ્યા છે કે ગમે તેવા પ્રસંગોમાં પણ તેમને દુર્ભાવ જાગે જ નહીં. નાનક પિતાના શિષ્યો સાથે જઈ રહ્યાં હતાં. એટલામાં તેઓને કઈ વિધી આવી ગાળો બોલવા માંડે. ગુરુ નાનક સ્થિર છે, શાંત છે. કશેય પ્રતિરોધ કરતાં નથી. પ્રતિક્રિયાની કઈ ભાવના ચિત્તમાં ઉઠતી નથી. સાથે રહેલા શિખે હેરાન થઈ ગયા ! ગુરુદેવ કાંઈક તે બોલે ! આને રેકે ! ઉત્તર આપો! પણ ગુરુ નાનક જેમનું નામ એ તે પ્રસન્ન મુદ્રામાં, અંતરનાં ઉશકેરાટ વિના પિલા આવનારને આશીર્વાદ આપે છે. આ છે સ્વદયા, અંતરદયા, ભાવદયા. જેના અંતરમાં સ્વદયા વણાઈ ગઈ છે. તેના વ્યવહારમાં અન્ય જીવે પ્રત્યે અનુકંપાના ધોધ વહેતા હોય. અને ત્યારે જ એ જીવ મેક્ષમાર્ગમાં પ્રગતિ કરી શકે છે. બસ, તે ગાથામાં બતાવેલા ગુણે, મોક્ષમાર્ગનાં અધિકારી જીવનાં ગુણ છે. આપણે એ જાણવું હોય કે મોક્ષની આરાધનાને ગ્ય બન્યા. છીએ કે નહીં? તે આ મીટર છે. તેનાથી માપી લેવું ઘટે. સ્વયંનું પૃથક્કરણ આ ગાથાથી કરી લઈએ. તે સ્વને ખ્યાલ આવી જશે. આવી યેગ્યતા ધરાવનાર સાધક બહુ શીધ્ર આત્મ વિકાસ સાધી શકે છે. કઈ રીતે તે અવસરે– Page #295 -------------------------------------------------------------------------- ________________ ...વહેં અંતર શેઘ ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, એગ્ય ઉપાદાનની અપેક્ષા રાખે છે. જયાં સુધી ઉપાદાન તૈયાર ન હોય, ત્યાં સુધી આરાધના થઈ શકે જ નહીં. વળી ઉપાદાન તૈયાર થતાં યેાગ્ય નિમિત્ત પણ મળ્યા વગર રહે નહીં. જીવને પુરુષાર્થ ઉપાદાનની તૈયારી માટે જ હોય, નિમિત્ત પ્રાપ્તિ માટે નહીં. ( ઉપાદાનની તૈયારી સતત પુરુષાર્થ માગી લે છે. અંતરને યથાર્થ પુરુષાર્થ જાગે, નિરંતર થતું રહે તે જ ઉપાદાન તૈયાર થાય છે. વ્યાવહારિક ક્ષેત્રે, કોઈપણ પ્રકારની વિશિષ્ટ ગ્યતા પ્રાપ્ત કરવી હોય તે કેટલા વર્ષોને પરિશ્રમ? ડૉકટર, વકીલ કે એન્જિનિયર બનવા માટે 17-18 વર્ષ સુધી નિરંતર પરિશ્રમ! કઈ બાળક S S. C. પાસ થયા પછી એમ કહે કે દસ વર્ષથી ભણી રહ્યો છું. મારે વિશેષ ગ્યતા તે પ્રાપ્ત કરવી છે પણ હવે બે-ચાર વર્ષ વિસામે લઈ લઉં પછી આગળ અભ્યાસ કરીશ! એ બાળક આગળ વધી ન શકે. તેને એક વર્ષને પણ વિશ્રામ ન અપાય. બંધુઓ ! જીવનું ઉપાદાન તૈયાર કરવા માટે પણ એક-બે વર્ષ નહીં પણ એક-બે ભવ સુધી પ્રબળ પુરુષાર્થ કે અનિવાર્ય છે. ઉપાદાન અર્થાત્ જીવની વિશિષ્ટ ગ્યતા. મેક્ષ સાધક જીવની યોગ્યતા કેવી હેવી જોઈએ. તે શ્રીમદ્જીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં બતાવ્યું. જેના કષાયે શાંત થયા છે, મોક્ષ સિવાય અન્ય સ્પૃહા જેને રહી નથી, સંસાર દુઃખરૂપ ભાસ્યો છે, ભાવદયાથી ભરપૂર અંતર, કરુણામય Page #296 -------------------------------------------------------------------------- ________________ વતે અંતર શોધ 269 બન્યું છે. આટલા ગુણોથી રંગાયેલ આત્મા, ઉપાદાનની પૂર્ણ તૈયારી કરી ચૂક્યો છે. હવે તેને માત્ર ઉત્તમ-નિમિત્તની અપેક્ષા છે. અને ઉત્તમ નિમિત્તને વેગ થતાં, જિજ્ઞાસુ જીવનાં આત્મપ્રદેશમાં જે ઘટિત થાય છે તે શું? શ્રીમદ્દજી ફરમાવે છે - તે જિજ્ઞાસુ જીવને, થાય સદગુરુ બોધ; તે પામે સમકિતને, વતે અંતર શોધ...૧૦૯ ગ્ય જીવની યેગ્યતા જ, સરુનાં વેગને ખેંચી લાવે છે. આ જીવ નગરમાં હોય કે વનમાં, પણ તેને માર્ગદર્શક મળી રહે છે. જ્યાં ત્યાં ભટકવાનું બંધ થાય છે. સત્ રાહે ચાલવાનો પુરુષાર્થ રૂપ તત્વને બોધ સદ્દગુરુ તેને કરે છે. | સર્વ પ્રથમ તે પોતે આત્મા છે. અને જગત જડ છે. આત્મા ચૈતન્ય સ્વરુપી અને તે સિવાયનાં અન્ય પાંચ દ્રવ્યો જડ. ચેતન તથા જડ બંને નિજ-નિજ પરિણમનથી જ પરિણમે. એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ પરિણત થઈ શકે નહીં. ચેતનનું પરિણમન ચેતનમાં જ ચેતનરૂપે થાય, પિતાનાં જ્ઞાનાદિ ગુણરૂપે થાય, જડનું પરિણમન જડમાં જ થાય, વર્ણાદિ ગુણરૂપે થાય. બંને દ્રવ્ય સર્વતઃ સ્વતંત્ર, બંનેના અસાધારણ ગુણે સ્વતંત્ર. જડમાં થતા પરિવર્તનમાં ચેતન કશું જ કરી શકે નહીં, ચેતનમાં થતી અવસ્થાઓમાં જડ કશું કરી શકે નહીં. આમ બને દ્રવ્ય એક ક્ષેત્રાગાહી રહેતાં હોવા છતાં પણ, સંપૂર્ણ રૂપે સ્વતંત્ર હેવાનાં કારણે, એકબીજામાં કંઈ કરી શકે નહીં. | સદગુરુને આ બેધ પામ્યા પછી, જિજ્ઞાસુ સાધક અંતવિચારણામાં ઉતરે. નિજ અંતરમાં કેવા ભાવે પ્રવર્તી રહ્યાં છે. તે ઊંડાણમાં જઈ તપાસે. સ્વદ્રવ્ય આત્મા, સર્વ પદ્રવ્યથી ભિન્ન છે. જડમાં થતી પર્યાયે તે મારી પર્યા નથી. તે સર્વ પર્યાયથી હું ભિન્ન છું. દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નેકમરૂપ હું નથી. એ ત્રણેયથી જુદો ત્રિકાળી ચૈતન્ય, મારૂં સ્વરૂપ. દેહારિરૂપ હું નથી, માટે દેહમાં થતાં આધિ-વ્યાધિ-ઉપાધિ Page #297 -------------------------------------------------------------------------- ________________ 270 હું આત્મા છું પણ મારા નથી. હું તો પૂર્ણ આનંદઘન જ્ઞાન સ્વરૂપી, શુદ્ધ, નિર્મળ આત્મતત્ત્વ છું. આમ આત્મતત્વ પર થતી ઊંડી વિચારણાનાં કારણે પોતાના સ્વરૂપની પ્રતીતિની સાથે-સાથે, મહાન ઉપકારી ગુરુદેવ, જેમનાં નિમિત્તે સાધકમાં આવી વિચારણું પ્રગટાવી, તેમના પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ જાગૃત થાય છે. તેમનાં વચનોમાં રુચિ પેદા થાય છે. આજ સુધી સંસારના ભાવે સંસારરૂપ પરિણતિમાં સવની પરિણતિ માની, પરમાં રાચતાં જીવને સદ્ગુરુ નાં ઉપદેશની રુચિ પ્રગટ થઈ ન હતી તેવી અપૂર્વ રુચિ જાગે છે. આત પુરુષમાં અનન્ય શ્રદ્ધા ભક્તિ જાગે છે. શ્રદ્ધાનાં ભાવથી આત્મા એતઃપ્રોત થઈ જાય છે. અર્થાત્ વ્યવહાર સમ્યક્ત્વ ની પ્રાપ્તિ થાય છે. આવો શ્રદ્ધાથી સભર જીવ એક બાજુ તે સદગુરુનાં ચરણની ભક્તિથી આત્માને હળુકમી બનાવતે જાય છે. ત્યારે બીજી બાજુ પિતાનાં અંતરમાં ઉતરી જાય છે. બાહ્યદષ્ટિને બંધ કરી અંતરનાં ચક્ષુને બોલી, નિજનું સંશોધન કરે છે. જીવ હંમેશા બહારનાં જગત સાથે જ સંકળાયેલે રહ્યો છે. બહાર શું-શું થઈ રહ્યું છે તે જાણવા–જેવાની જેટલી જિજ્ઞાસા જીવે આજ સુધી સેવી હતી. તેવી નિજ અંતરને જાણવા માટે સેવી નો'તી. પણ ગુરુદેવનાં પરમ શાંત રસમય, બોધવચને શ્રદ્ધામાં સમાતા, સાધક નિજ અંતરની શોધ કરવા માંડે ! પ્રથમ દેષ તે એ જ જણાય કે આજ સુધી પરમાં જ સ્વબુદ્ધિ રહી. સ્વને સમજ્યા વગર, પરનાં પિષણઅર્થે જ સર્વ પ્રવૃત્તિ થતી રહી. જીવ ત્યાં જ ભૂલે ! તેથી જ ભટક્ય ! પરમ પિતા પણાની માન્યતાના કારણે જ પરમાંથી પલ માત્ર પણ દૂર ખસી શકે નહીં. અને પરિણામે સ્વની સન્મુખ થયે નહીં. હવે સગુરુ જેવું મહાન આલંબન મળ્યું છે. તે સ્વની શોધ કરી. સ્વમાં સ્થિર થઈ સ્વાનુભૂતિ કરવી છે. સાધક. ને આવી અદમ્ય ઉત્કૃષ્ટ ભાવના જાગૃત થાય છે. અને તે સ્વાનુભૂતિને પામવા સ્વાનુભૂતિને આસ્વાદ લેવા પ્રયત્નશીલ બને છે. Page #298 -------------------------------------------------------------------------- ________________ વતે અંતર શોધ 271 બસ ! હવે સાધક, માર્ગે ચડી ગયું છે. આગેકૂચ થઈ રહી છે. પી છેહઠ કરવાની નથી. માર્ગ મૂકવાનું નથી. રસ્તે થાકવાનું નથી. અદમ્ય ઉત્સાહ અને પરમ પ્રસન્નતાપૂર્વક થયેલ પ્રસ્થાનને પ્રગતિનાં રહે અતિ વેગે આગળ ધપાવવાનું છે. તેનાં પથને પ્રશસ્ત કરનાર સદ્દગુરુ તેની સાથે જ છે. તેથી હવે ભૂલ નથી, બ્રમણ નથી, સની કેડીએ સાધક ચાલ્યા જાય છે. આ સાધક, સદ્ગુરુનાં ચરણને સેવતો જિજ્ઞાસુ સાધક, આત્મભાવનાં પ્રકાશમાં કેવા અદ્ભુત રત્નને પામે છે તે અવસરે Page #299 -------------------------------------------------------------------------- ________________ લહે શુદ્ધ સમાપ્ત ...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્યજી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના એ જ જીવ કરી શકે છે કે જેનાં અંતરમાં આપ્ત પુરુષની શ્રદ્ધા, આજ્ઞા, રૂચિ અને તેઓ પ્રત્યે ભકિત જાગૃત થઈ છે. પ્રથમ શ્રદ્ધા જાગે, તે જ તેઓનાં ઉપદેશની રુચિ જાગે, તે ઉપદેશને અનુસરવાનાં ભાવ જાગે. પણ જે શ્રદ્ધા જ ન હોય તે આજ્ઞાનું પાલન થઈ શકે નહીં. જેટલી કચાશ શ્રદ્ધામાં એટલી જ કચાશ આજ્ઞાપાલનમાં, સર્વ-સર્વદશી જિનેશ્વર દેવ પ્રત્યે હૃદયપૂર્વક શ્રદ્ધા હોય, તેમનાં કહેલ વચને સર્વથા સત્ય જ હોય, આ દઢ વિશ્વાસ હોય તે, પ્રભુએ ફરમાવેલ આજ્ઞાનું આરાધન સહજ બની જાય. એ જ રીતે ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા પણ અટલ હય, અચલ હોય તે તેઓની આજ્ઞા આરાધવામાં પણ વિલંબ ન થાય. બંધુઓ ! આપણે આપણી શ્રદ્ધાને તપાસવાની જરૂર છે. જે શ્રદ્ધામાં કચાશ હશે તે નિશ્ચય સમ્યકત્વ તે દૂર રહ્યું, વ્યવહાર સમ્યક્ત્વ પણ નહીં થાય. જ્યારે અંતઃકરણ નું ઊંડાણ દેવ-ગુરુ પ્રત્યે એ બોલશે કે ‘ત્વમેવ સર્ચ-ત્વમેવ સર્ચત્યારે જ અંતરના પટ ખૂલશે, અંધકાર ઉલેચાશે, સમ્યક્ત્વયેત ઝળહળી ઉઠશે ! અહી ગ્ય-સુપાત્ર-જિજ્ઞાસુ સાધક આવી અટલ શ્રદ્ધા ધરાવી રહ્યો છે. અંતરનાં એક-એક તારમાંથી શરીરનાં રેમે-રોમમાંથી શ્રદ્ધા ટપકી રહી છે. આપ્તપુરુષની શ્રદ્ધા ભક્તિરૂપે વ્યવહાર સમ્યફવની પ્રાપ્તિ થઈ ચૂકી છે. તેથી હવે ગુરુદેવ, આવા યોગ્ય આભાને નિશ્ચય સમ્યક્ત્વનાં Page #300 -------------------------------------------------------------------------- ________________ લહે શુદ્ધ સમક્તિ તે ર૭૫ પુરૂષાર્થ તરફ લઈ જાય છે. ગુરુદેવ નાં અંતઃકરણમાં શિષ્ય પ્રત્યે ભારોભાર હિત ભર્યું છે તેથી તેઓ ચાહે છે કે શિષ્ય શુદ્ધ સમક્તિને પામે, આરાધક બને, રત્નત્રયની ઉત્કૃષ્ટ આરાધના કરી લે. તેથી જ નિશ્ચય સમ્યકત્વનાં કારણરૂપ વ્યવહાર સમ્યક્ત્વની ચર્ચા પ્રથમ કર્યા પછી, હવે નિશ્ચય સમ્યક્ત્વ સમજાવે છે. નિશ્ચય સમ્યકત્વ એટલે શું ? અરિહંત પરમાત્મા, અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંતસુખ માં નિશદીન ઝૂલી રહ્યાં છે. તેઓ આ ગુણની સંપુર્ણતાને અનુભવી રહ્યાં છે. એ ગુણેનું અશે અનુભવવું તે છે નિશ્ચય સમ્યક્ત્વ. અંશે એટલા માટે કે સાધકનાં મૌલિક ગુણ સંપૂર્ણતઃ પ્રગટ થયાં નથી. જ્યારે મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય થાય તેની સાથે ત્રણ ઘાતિકર્મો ને પણ ક્ષય થાય, ત્યારે જ અનંત ચતુષ્ટય પૂર્ણરૂપે પ્રગટ થાય છે. ત્યારે જ એ ગુણેનાં સંર્પણ આનંદની અનુભૂતિ થાય છે. પરંતુ આ જ ગુણનું અશે પ્રગટ થવું એ જ છે નિશ્ચય સમ્યકત્વતેથી નિશ્ચય સમ્યક્ત્વની દશામાં ગુણોની અનુભૂતિ પણ આંશિક જ હોય છે. જીનેશ્વર પ્રભુ જે અનુભૂતિમાં રાચી રહ્યાં છે, જેમાં તેઓની નિરંતર રમણતા છે તેવા ઉત્કૃષ્ટ અનુભવને અંશ મળી છે તે જ નિશ્ચય સમ્યક્ત્વ ! બંધુઓ ! અનુભવી મહાપુરુષે સમ્યક્ત્વી જીવને જિનેશ્વરનાં લઘુ નંદન કહે છે ! કેવું સુંદર સંબંધન ! ભેદ વિજ્ઞાન જગ્યી જિન્હકે ઘટ સીતલ ચિત્ત ભયી જિમ ચંદન કેલિ કરે સિવ મામૈ જગ માંહિ જિસકે લઘુનંદન સત્ય સરૂપ સદા જિલ્ફકૈ પ્રગટયી અવદાત મિથ્યાત નિકંદન સાંતદસા તિહુકી પરિચાનિ કરે કર જોરિ બનારસી વંદન... ભાગ-૨-૧૮ Page #301 -------------------------------------------------------------------------- ________________ 274 હું આત્મા છું કવિવર બનારસીદાસે, આવા સમકિતી જીવને વંદન કર્યા છે. તેઓ કહે છે. જેના અંતર-ઘટને વિષે ભેદ-વિજ્ઞાન જાગૃત થયું છે. ચિત્ત જેનું ચંદન જેવું શીતલીભૂત થઈ ગયું છે. એવા જીનેશ્વરનાં લઘુનંદન, શિવમાર્ગમાં ક્રીડા કરી રહ્યાં છે. મિથ્યાત્વને મૂળમાંથી જ ઉખેડી નાખી, નિજ સત્યસ્વરૂપને પ્રગટ કર્યું છે. તેઓની શાંતદશાને જાણું, બે હાથ જેડી બનારસી વંદન કરે છે. - સમ્યક્ત્વી જીવ પણ સામાન્ય છે માટે વંદનને ગ્ય બને છે કારણ તે જીનેશ્વરનાં લઘુનંદન છે. ઝાડના નામે ફળ વેચાય તેમ જીનેશ્વરનાં મહિમાને જાણતાં જ, સમ્યક્ત્વનાં મહિમાને પણ સમજી જ શકે શ્રીમંત કે આબરૂદાર બાપનાં દીકરા તરીકે ઓળખાવવામાં પણ માણસ ગૌરવ અનુભવે છે તે જિનેશ્વરનાં નંદનરૂપે ઓળખાવવામાં કેટલું ગૌરવ? બંધુઓ! આવું ગૌરવ પામવાનું સૌભાગ્ય આપણને કયારે મળશે? અંતરમાં એક નિશ્ચય કરીએ, પ્રબળ જિજ્ઞાસા જાગૃત કરીએ કે સંપૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ અર્થોને પ્રચંડ પુરુષાર્થ તે નથી કરી શક્તા, પણ જિનેશ્વરનાં લઘુનંદન કહેવડાવું એવી સમ્યક્ત્વદશાની પ્રાપ્તિ તે જરુર થઈ શકે ! આ ભવમાં જ એવો પુરુષાર્થ કરી લઉં કે જેથી સમ્યકત્વ પામ્યા વિના તે ભવ પૂર્ણ ન જ થાય. ઉપકારી ગુરુદેવ શુદ્ધ સમ્યકત્વદશા પ્રગટ શી રીતે થાય તે બતાવતા કહે છે - મત દશન આગ્રહ તજી, વતે સદ્દગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ...૧૧૦... અમુક મત, પંથ કે સંપ્રદાયની માન્યતાથી મેક્ષ છે એ કદાગ્રહ જેને નથી. જે સત્યને ગ્રાહક છે તે જીવ સદ્ગુરુની આજ્ઞાને આરાધક બની શકે છે. મત–પંથને આગ્રહ ધરાવનાર જીવ કદાગ્રહી હોય છે. જેનું વિવેચન આગળ એકથી વધારે વાર થયું છે. મત-પંથમાં ધર્મ નથી. ધર્મ આત્માને સ્વભાવ છે અને તે આત્મામાંથી જ પ્રગટ કરવાનું છે. માટે સત્યનો ઈચ્છક જીવ મંત-પંથની માન્યતાને વળગી ન રહે, તેમાં કદાગ્રહ Page #302 -------------------------------------------------------------------------- ________________ લહે શુદ્ધ સમક્તિ તે 275 ન સેવે. મત-પથને ગૌણ કરી સદ્ગુરુની આજ્ઞાની આરાધના માટે જ ઉત્સાહી રહે એ તે કહે અભુક્રિએમિ આરોહણએ. આરાધના કરવા હું ઉપસ્થિત થયેલ છું, તત્પર થયે છું. તેથી એ જીવ સદ્ગુરુનાં ચરણમાં, નિર્મળભાવે સમર્પિત થાય છે. મન-વચન-કાયા ત્રણે ભેગથી આજ્ઞાને આરાધે છે. સદગુરુનાં માહાભ્યને એ જાણે છે. સદ્ગુરુ પિતે નિશદીન આત્મામાં ઝૂલી રહ્યાં હેય. પરભાવેની પ્રીતિ તે કયારનીય છૂટી ગઈ હોય, સ્વાનુભવની અનુપમ મસ્તી તેઓ માણતાં હોય, જે ખુદ માણી શકે તે જ અન્યને પણ આપી શકે. જિજ્ઞાસુ સાધકનાં અંતરમાં સપુરૂષનું ચિત્ર સ્પષ્ટ હોય. તે જાણુતે હેાય કેસપુરુષ તે જ કે જેહને આત્મપગ જ અટલ છે, અનુભવ પ્રધાન જ વચન જેનું, શાસ્ત્ર-શ્રુતિએ પટલ છે; અંતરંગ ઇછા રહિત જેની ગુપત આચરણું સદા. નિન્દા-સ્તુતિ શાતા-અશાતાથી ન મન સુખ-દુખ કદા.. આત્માને સ્વભાવ છે ઉપયોગ. સપુરુષને ઉપયોગ આત્મામાં જ હોય. બાહ્યપ્રવૃત્તિ બીજી કરવી પડતી હોય તે કરે છતાં “આત્મા છું.” ની પ્રતીતિ તેઓની અટલ હોય. પરભાવથી ભિન્નતાની પ્રતીતિ ક્ષણિક જ નહીં, સતત વર્તતી હોય. નિજાનુભૂતિને આનંદ માણતા હોય તેથી તેઓનાં મુખમાંથી નીકળતા વચને અનુભવથી રસાયેલા હેય. માત્ર ગ્રન્થના શબ્દોનું રટણ કરી લીધું હોય તેવું ન બને. વળી આવા સંત વ્યવહારિક દષ્ટિએ કદાચ ઘણાં શા ન ભણ્યા હોય, પણ એમનાં મુખમાંથી નીકળતા વચને એટલા પ્રામાણિક હોય કે શાસ્ત્રમાં એથી જુદું કશું યે ન હોય. એટલું જ નહીં આત્માનુભૂતિની કેટલીક વાતે તે શાસ્ત્રમાં પણ જોવા ન મળે તેવી તેમની પાસેથી મળે અથવા તેમના પ્રત્યક્ષ જીવનમાં જોવા મળે. વળી સર્વ પૃહા-કામનાઓથી પર, માત્ર નિષ્કામ ભાવે જીવનની ચર્ચા–કશાય દંભ કે દેખાવ વિના અંતરંગનાં નિર્મળભાવે સહિતની વર્તતી હોય. આવા સંતે એટલા સરળ અને નિખાલસ હોય કે, સમાજ Page #303 -------------------------------------------------------------------------- ________________ 276 હું આત્મા છે. માન્ય આચારોને દેખાડો કરવામાં તેઓ ન માનતા હોય. પણ અંતરની નિર્મળતા જેમાં જળવાઈ રહે, વધતી ચાલે, તેવી ચર્યા સહજ તેમની બની ગઈ છે. અને તેથી જ પિતાનાં જીવન આચારથી સમાજ તેની નિન્દા કરશે કે પ્રશંસા એ વિકલ્પ પણ તેમને ના ઉઠે! આજે આ યુગમાં પણ ભારતભૂમિમાં આવા પુરુષે કયાંય દૂર-સુદૂર પ્રદેશમાં, ઉરનાં એકાંતે, નિર્જન વનમાં ગુપ્ત સાધના કરી રહ્યાં હશે, જેની જગતને જાણ પણ નથી. સંતેને એવી સ્પૃહા પણ નથી કે કઈ તેમને જાણે. - હમણાં જ ત્રણ-ચાર વર્ષ પહેલાં જ જેમણે દેહત્યાગ કર્યો એવા એક સંત મહારાષ્ટ્રમાં થઈ ગયા. ખરેખર જેઓએ બહારથી સન્યસ્ત સ્વીકાર્યું ન હતું. ગૃહસ્થાશ્રમી હતાં. જીવનની ફરજ પુરી થતાં ઘરથી દૂર એક નદીના કિનારે આવ્યા, ત્યાં તેમને Water Supply માટે બનાવેલ એક નાની, અવાવરૂ રૂમ જેવામાં આવી. તે રૂમને વપરાશ ન હતે. કેઈકની પરવાનગી લઈ તે રૂમમાં એ બેસી ગયા. બહાર નીકળ્યા જ નહીં. શરીર પર માત્ર એક વસ્ત્ર. ઘણાં સમય પછી એક વ્યક્તિને જાણ થતાં તે ત્યાં આવવા માંડે. પેલા સંતને રોજ એકવાર દૂધ લેવા મહાપ્રયત્ને સમજાવી શક, અને રેજ દૂધ લાવી દેવા માંડે, રૂમ બહારથી બંધ રહે. આ માણસ દૂધ આપવા જાય ત્યારે ખલે, દૂધ અંદર મૂકી બંધ કરી દે. વીશ કલાકે ફરી ખૂલે. ક્યારેક દૂધ પીધા વગર પડયું જ રહે. કલાકો અને દિવસ સુધી આત્મધ્યાનમાં લીન હેય. કેટલે સમય ગયે તેની ખબર ન હોય, ભૂખ કે દુઃખની પરવાહ ન હોય. થડે વખત રૂમમાં મચ્છરને ઉપદ્રવ રહ્યો. મચ્છર એટલાં કે તેમનાં આખા શરીર પર પથરાઈ ગયા. શરીર દેખાય નહીં, જાણે માખીઓને રહેવાને મધપૂડે. પણ અવિચલ ભાવ. તેઓને જાણ પણ ન હોય. એ ઉપદ્રવ દૂર થતાં ઉંદરને ઉપદ્રવ વધે.આખો દિવસ નાની એવી રૂમમાં સંતની સાથે રપ-૩૦ ઉંદરે સંતના શરીર પર ચડ-ઉતરે પણ નિશ્ચલભાવે બેઠેલા સંત જાણે પત્થરની પ્રતિમા, અરે! દૂધ તો ઉંદરે જ પી જાય. છતાં સંતને ભાન નહીં. ઉપસર્ગો-પરિષતો સામે પ્રતિકારની કઈ ભાવના નહીં. Page #304 -------------------------------------------------------------------------- ________________ લહે શુદ્ધ સમક્તિ તે 277 આવા સંત મહારાષ્ટ્રમાં હમણાં જ થઈ ગયા. પણ ચાર-છ વ્યક્તિ સિવાય કેઈ એ તેમને જાણ્યા નહીં. પરવાહ પણ નેતી તેમને કે કોઈ જાણેવંદે કે પૂજે. બંધુઓ ! આ છે ગુપ્ત આચરણ–ગુપ્ત સાધના. પિતે સાધક છે. એવી પણ કેઈને જણાવવાની ઈચ્છા તેમને ન હોય. વળી કેટલાક ગૃહસ્થાશ્રમમાં રહી કે ત્યાગી જીવનમાં રહી, ઉત્તમ સાધના કરતાં હોય છે. જેની કોઈનેય ખબર નથી હતી. જેની ભાવના અતિ ઉત્તમ હેય. શરીરસેવામાં અને આત્માઆરાધનામાં લોકોની નજરે તે માત્ર તેઓનું સેવાકાર્ય જ દેખાય પણ એ સંત ખરેખર આત્મામાં કેટલા ઊંડા ઉતર્યા છે, આમાનાં અતલ ઊંડાણને માપી આવ્યા છે, એની જાણ કોઈને ન હોય. બહારથી વ્યવહારમાં હેય. અંતરથી આત્મામાં હોય. . બંધુઓ! મારા અનુભવની વાત કહું. જેમના માટે હું અત્યંત ગૌરવ અનુભવું છું એવા મારા પરમ ઉપકારી ગુણીજી પૂજ્ય બાપજી પણ આવા જ અંતરંગ સાધક છે. બહારથી જોતાં સમાજ સાથેના વ્યવહારમાં, શિયા-પરિવારની ફરજોમાં, વ્યાખ્યાન આદિ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત દેખાય. પણ એ બધાં જ વ્યવહારમાં એમનું ચિત્ત સદા આત્મભાવમાં રમતું હેય. સમતા અને સહિષ્ણુતા તે અમાપ. આજ લગભગ 32-33 વર્ષથી અશાતા વેદનીયને ઉદય હંમેશા વો-ઓછે અંશે તેઓનાં દેહમાં વર્યા જ કરે છે. છતાં કદી આ ધ્યાન નહીં. વિષમતા નહીં. ન તે દેહની મૂચ્છ. ન શિષ્યા પરિવારની મૂછ ! બસ નિજ મસ્તીમાં મસ્ત-સર્વથી નિસ્પૃહ. પઠન-પાઠનનાં બહુ જ ઓછા ગે મળ્યા; છતાં પણ તેમનાં મુખ માંથી ઝરતી અમીધારા જ્યારે વ્યાખ્યાન રૂપે આપણે ઝીલીએ ત્યારે જરૂર આપણા અંતરને એ સ્પર્શી જાય, કારણ તેઓનાં આત્મ અનુભવમાંથી નીકળતા એક-એક ભાવે એટલા ગૂઢ છતાં સ્પષ્ટ અને સરળ હોય કે સીધા આત્માને જ Touch કરે. બંધુઓ ! આ અનુભવ તે તમને પણ થયું હશે કે તેમના પ્રવચનમાં ફૂટતા ભાવે કેટલાં અંતર સ્પશી હોય છે ! તેઓને આત્મ અનુભવ ઊંચે છે. પણ આચરણું Page #305 -------------------------------------------------------------------------- ________________ 278 હું આત્મા છું ગુપ્ત છે. સામાન્ય જન જેને સમજી ન શકે. તે પુરુષની આચરણ આવી જ હોય, અને તેથી જ માનસિક સુખ-દુઃખ કે શાતા-અશાતાથી તેઓ પર થઈ ગયા હોય. આવા સદગુરુની આજ્ઞાનાં અતૂટ વિશ્વાસે જિજ્ઞાસુ શિષ્ય વત્યે જાય તે તે શુદ્ધ સમકિત દશાને પ્રાપ્ત કરે જ કરે. જેમાં શંકાને સ્થાન નથી. સદ્ગુરુનાં ઉપદેશ પર, આજ્ઞા પર યથાર્થ શ્રદ્ધા ભાવે ચિંતન થાય તેથી પરદ્રવ્ય પ્રત્યેની આસક્તિ તૂટતી જાય. જેમ-જેમ સ્વનું ચિંતન વધે તેમ-તેમ પરનું ચિંતન ઘટે. અંતે જ્યારે આત્મા દેહનું ભેદ વિજ્ઞાન પ્રગટ થઈ જાય ત્યારે, બહાર ભટકતી વૃત્તિ અંતરમાં સ્થિર થઈ જાય. પછી તેને કયાંય બહાર જવાની જરૂર જ ન રહે. પિતામાં પડેલી અચિંત્ય-ગુપ્ત શક્તિઓને ખજાને, તે વૃત્તિઓને પિતામાં જ રોકી રાખે. જ્યાં સ્વસંવેદન થાય. તેના આસ્વાદમાં જ આત્મા લીન બની જાય. બસ આ જ છે નિશ્ચય સમ્યક્ત્વ. આવું સમ્યકત્વ એક અને અખંડ છે. તેમાં ન તો કઈ ભેદ કે ન તો કઈ પક્ષ. સમ્યક્ત્વનાં જેટલાં ભેદે બતાવ્યા તે બધાં જ વ્યવહાર દષ્ટિએ. શાસ્ત્રોમાં રુચિરૂ૫ સમ્યક્ત્વનાં ભેદ બતાવ્યા છે. તે 1, આજ્ઞા સમ્યકત્વ. 2, માર્ગ સમ્યકત્વ. 3, ઉપદેશ સમ્યક્ત્વ. 4, સૂત્ર સમ્યકત્વ 5, બીજ સમ્યકત્વ. 6, સંક્ષેપ સમ્યકત્વ. 7, વિસ્તાર સમ્યકત્વ. 8, અર્થ સમ્યક્ત્વ. આ આઠ સમ્યકત્વ તેની ઉત્પત્તિની દષ્ટિથી બતાવ્યા. ગમે તે કારણે સમ્યક્ત્વની ઉત્પત્તિ થઈ શકે છે. પણ આ બધાં જ વ્યવહાર ની દષ્ટિએ ભેદ છે. બીજા બે ભેદો કહ્યાં તે 1, અવગાઢ સમ્યકત્વ 2, પરમાવગાઢ સમ્યફત્વ. અવગાઢ સમ્યફ અર્થાત્ ક્ષાયિક સમ્યકત્વ. સાત પ્રકૃતિનાં સંપૂર્ણ ક્ષયરૂપ ચેથા ગુણસ્થાને થયેલું તે ક્ષાયિક સમ્યક્ત્વ. જે ચોથાથી બારમા ગુણસ્થાન સુધી હોય છે. અને પરમાવગાઢ તે પણ ક્ષાયિક સમ્યકત્વ જ છે. પણ તે તેરમા ગુણસ્થાનવત જીવને છે. ત્યાં જ્ઞાન, દર્શન અને વીર્ય પણ અનંતરૂપ પ્રગટ થઇ ચૂક્યા છે. પણ ચેથાથી બારમા સુધીનાં ક્ષાયિક Page #306 -------------------------------------------------------------------------- ________________ લહે શુદ્ધ સમક્તિ તે 279 સમક્તિને તથા તેરમા ગુણસ્થાનનાં ક્ષાયિક સમકિતને અનુભવ એક સરખો જ છે. તેમાં કંઈ જ ભેદ નથી. માટે જ શ્રીમદ્જી ગાથામાં ફરમાવે છે જેમાં ભેદ ન પક્ષ સુયોગ્ય સાધક સદ્દગુરુની આજ્ઞાની સંપૂર્ણ આરાધના સાથે આવા શુદ્ધ સમ્યકત્વને પ્રાપ્ત કરે છે. જેમાં અનંત ચતુષ્ટયને આંશિક અનુભવ જીવ કરે છે. આત્મા સ્વરૂપની રમણતાને આનંદ લૂંટે છે. સ્વાનુભવની મસ્તીમાં મગ્ન બની જાય છે. સ્વસંવેદનની અનુભૂતિ દશામાં રમમાણ રહે છે. જીવ વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે એક પછી એક સોપાન પાર કરી રહ્યો છે. હવે પછીનું સોપાન કર્યું તે અવસરે. Page #307 -------------------------------------------------------------------------- ________________ આત્મ-ચિંતન.... “હું....આત્મા છું હું...આત્મા " અનાહારપણું....એ મારો સ્વભાવ... હું..ચૈતન્ય આત્મા આત્માને આહાર જોઈએ નહીં. આત્મા નિજગુણેમાં પરિપૂર્ણ છે. જ્ઞાનાદિ સ્વભાવને ધારક છે...પિતાના જ્ઞાનાદિ ગુણેને એ અનુભવે છે....આત્માને....જ્ઞાનાદિમાંથી જ રસ મળે છે....નિજની અનુભૂતિના રસે. જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિની સાથે આત્માનું પિષણ થાય છે... આહાર... જડ પુગેલે છે... પુદ્ગલચૈતન્ય આત્માને સંતોષી શકે નહીં.ચૈતન્યને..ચેતનાની અનુભૂતિમાં..સંતેષ છે.શરીર જડ છે.... જડના પિષણ માટે...જડની આવશ્યક્તા હેય....જડ શરીરને પોષવા જડ શરીરને સંભાળવા , જડ શરીરની વૃદ્ધિ માટે આહારની આવશ્યક્તા છે....આ ચૈતન્ય આત્મા જડ શરીરથી નિરાળ થઈ જાય, જડથી ભિન્નતાને અનુભવે, આહારની આવશ્યક્તા ન રહે.... શરીરને....આહારની જરૂર છે. પણ તેમાં વૃત્તિઓને ભેળવવાની જરૂર નથી.રસવૃત્તિને છોડી....અનાસક્તભાવે....આહારને ગ્રહણ કરવું...આત્મા ....અનાહારક પદને પામી શકે છે. હું ચૈતન્ય હું....અનાહારક આત્મા....મારે....મારા સ્વરૂપને પામવું છે -અનાહારક પદની પ્રાપ્તિ માટે તપશ્ચર્યા....અણમેલ સાધન છે...જેમ -જેમ તપશ્ચર્યામાં દઢતા..., તપશ્ચર્યામાં ઉગ્રતા આવે છે.... કઠિનતા આવે છે..., તેમ તેમ અનહારક પદને પ્રાપ્ત કરે છે....મારે..મારા અનાહારક પદને.... પ્રાપ્ત કરવું છે. શરીરની આસક્તિથી દૂર થવું છે.માટે વધુ... એકાગ્ર થઈ...વધુ ઊંડાણમાં જઈ સ્થિરતા સાથે...આત્માનું ચિંતન હું...આત્મા છું.હું... આતમા છું.” ... “શાંતિ “શાંતિ”. “શાંતિ Page #308 -------------------------------------------------------------------------- ________________ ..અનુભ, લા પ્રતીત ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્મ અનુભવનાં ઊંડાણમાં લઈ જાય છે. આત્મામાં જેટલી સ્થિરતા વધારે, અનુભવ એટલે જ ઊંડે, અને અનુભવનું ઊંડાણ વધતું જાય. તેમ આત્મ સ્થિરતા વધતી જાય. બંને અ ન્ય છે. માનસિક ધરાતલ પર થયેલા, સુખ-દુઃખના અનુભવોનું પણ એમ જ છે. જે અનુભવ હૃદયને વધુ સ્પશી ગયો હોય, તે સુખને હોય કે દુઃખને પણ લાંબા સમય સુધી સ્મૃતિમાં જળવાઈ રહે છે. અરે ! કેટલાંક અનુભવે તે જીંદગી પર્યત યાદ રહી જાય છે. માનસ પરથી ભૂંસાતા નથી. પણ જે કઈ અનુભવ માત્ર ઉપરછલ્લે હોય, અંતર સુધી ન પહોંચે હોય તે આજે અનુભવાયેલું કાલે ભૂલી જવાય છે. આત્માનાં અનુભવની વાત પણ એવી જ છે. ક્ષાયિક સમક્તિરૂપ ઊંડે અનુભવ, કદી ભૂંસાતું નથી. એ તે જીવ સાથે હંમેશા રહે છે. મેક્ષે જાય તે પણ જીવ સાથે લઈ જાય છે. પણ માત્ર દર્શન મેહનીયની પ્રકૃતિઓને દબાવી દીધી હોય એટલે કે ઉપશમ જ કર્યો હોય તે તે માત્ર એક અંતમુહર્ત જેટલો કાળ માંડ ટકીને રહે, પછી આત્માની એ અનુભવદશા વિસરાય જાય છે. ઉપશમ સમક્તિ આત્માને અનુભવ કરાવે જરૂર પણ તેમાં સાયિક સમક્તિ જેટલું ઊંડાણ અને સ્થિરતા નથી હોતા. અરે ! બુદ્ધિગમ્ય તને સમજવા માટે પણ બુદ્ધિનાં ઊંડાણ અને સ્થિરતાની આવશ્યક્તા હોય છે. જડ જગતનાં રહસ્ય પણ બુદ્ધિમાન માણસો જ સમજી શકે. બધાનું એ ગજુ નહીં. ગમે તેટલી મહેનત કર્યા પછી પણ Page #309 -------------------------------------------------------------------------- ________________ 282 હું આત્મા છું અ૫ બુદ્ધિવાળો માનવ જડ તને પણ ન સમજી શકે. વળી સ્થિરતા પણ કેટલી જોઈએ ? આજે વૈજ્ઞાનિકોએ જડ-જગતનાં રહસ્ય ને ઉકેલી જગતના સામે ધરી દીધા. તેમાં તેની સ્થિરતા કેટલી ! આખાયે વિશ્વને વિસરી જઈ, માત્ર પિતાનાં પ્રયોગમાં જ લીન થઈ જાય. ત્યારે જ આવા બુદ્ધિમાન માણસો પણ એ રહસ્યને પામી શકે! તે બંધુઓ! આધ્યાત્મિક જગતનાં રહસ્યનાં અનુભવ માટે પણ ઊંડાણ અને સ્થિરતા આવશ્યક છે. અહીં વ્યવહાર સમ્યત્વથી નિશ્ચય સમ્યક્ત્વની યાત્રા શિષ્યને કરાવ્યા પછી, ઊંડી અનુભૂતિને એકવાર આસ્વાદ માણે લીધે છે એવા સાધકની દશા કેવી હોય તે હવે કહે છે, વતે નિજ સ્વભાવને, અનુભવ, લક્ષ, પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકત...૧૧૧. સાધકને ભેદ વિજ્ઞાન થયું. દેહ અને આત્માની ભિન્નતા, વસ્ત્ર અને શરીરની ભિન્નતાની જેમ પ્રત્યક્ષ અનુભવી. સ્વને સાક્ષાત્કાર થયે. સ્વરૂપ દશાનું પ્રાગટ્ય તે એક સમયમાં થયું અને પછી તેને નિરંતર પ્રવાહ પણ રહ્યો. છતાં સમ્યગદર્શની જીવ પણ સંસારી છે. સર્વ કર્મથી રહિત નથી થયે. તેથી કર્મજન્ય ઉપાધિઓ તે તેને હોય જ. વળી તેની ચિત્ત-દશા સ્વ-સંવેદનથી રંગાયેલી હોવા છતાં, ચિત્તને અન્ય કાર્યોમાં પ્રવૃત થવું પડતું હેય. અહી આવા જીવની વ્યાવહારિક ભિન્ન-ભિન્ન અવસ્થાઓમાં ચિત્તની દશા, અર્થાત્ આત્મદશા કેવી વર્તતી હોય તે બહુ જ સરલ અને સચેટ રીતે બતાવવામાં આવ્યું છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની સર્વ ગાથાઓ અનુપમ છે, છતાં સમ્યક્ત્વી જીવની દશાને અદ્ભૂત ચિતાર આ ગાથામાં આપવામાં આવ્યો છે. આ ગાથાને યથાર્થ રીતે સમજનારને સ્વયંની દશા કેવી છે. તે કેઈને પૂછવા ન જવું પડે ! પ્રથમ બતાવ્યું કે નિજ સ્વભાવને અનુભવ વર્તતે હોય ! કયારે ? સમ્યફવી જીવ નિવૃત્તિની ક્ષણમાં હેય. કઈ પણ કાર્ય રહિત માત્ર નિવૃત્તિ હોય તે સમયે તેનું સમગ્ર લક્ષ આત્મ સ્વભાવને અનુભવ કરવામાં જ હોય Page #310 -------------------------------------------------------------------------- ________________ અનુભવ લક્ષ પ્રતીત ર૩. તે સ્વાત્મામાં ઊડે ઉતરી જાય, ચિત્ત બીજે કયાંય ન હોય. પિતે પિતાનામાંથી જ આનંદ લૂંટવા માંડે. નિજના અનુભવ સિવાય અન્ય દશા તેની ન હોય. સામાન્ય રીતે માનવ નિવૃત્તિનાં સમયે, મને રંજનનાં સાધને શોધત હોય. સમય પસાર કરવાના આલંબન શોધતા હોય. કેઈપણ પ્રકારનાં સાધન કે આલંબન સિવાય આનંદ મેળવતાં માનવ શીખ્યો નથી હોતું. કંઈ જ ના મળે તે ભૂતકાળની સ્મૃતિ અને ભવિષ્યની કલ્પનાનાં વિચારોમાં ગરકાવ થઇ જાય. એવા વિચારોમાં કલાકોના કલાકે પાસ કરી નાંખે પણ એક ક્ષણ માટે પણ તે પિતામાં જઈ ન શકે. પિતામાંથી આત્માને અનુભવ માણુ ન શકે. જેણે કદી આત્માનંદને માણ્યું નથી તે નિવૃત્તિમાં પણ કયાંથી માણી શકે ? અડી તે નિજાનંદની અનુભૂતિ કરી ચૂકેલ સમકિતી સાધકની વાત છે કે નિવૃત્તિમાં તેની સમગ્ર ચિત્તદશા આખાયે સંસારથી વિરક્ત થઈ માત્ર નિજ આત્મામાં જ રમતી હોય. એકવાર જે નિજાત્માની ઊંડી અનુભૂતિ માણી ચૂક્યું છે તેને આસ્વાદ ફરી-ફરી લેવા માટે તેની અદમ્ય તાલાવેલી હોય. તેથી તે જીવ સંસારથી પર થવાની નિવૃત્તિની ક્ષણે મેળવવા ઝંખતે હોય, નિવૃત્તિ મળે કે તેની ઉપગ ધારા નિજ સ્વભાવનાં અનુભવમાં વર્તાવા માંડે. આમ આવા સાધકનાં ચિત્તમાં નિવૃત્તિ દશામાં અનુભવ ધારા વર્તતી હેય. સંસારમાં રહેલા જીવને નિવૃત્તિની ક્ષણે તે ઓછી મળે. દેહાદિ ઉપાધિઓ છે તેથી તેની પ્રવૃત્તિમાં પણ તેને પ્રવૃત્ત થવું પડે. જ્યારે સમકિતી જીવ દેહાદિની ક્રિયારૂપ પ્રવૃત્તિ કરતે હોય ત્યારે તેનું લક્ષ નિજ સ્વભાવમાં વતતું હોય. તે ચોક્કસપણે જાણતા હોય કે દેહાદિની ક્રિયાઓ તે મારી ક્રિયા નથી. મારૂં કર્તવ્ય પણ નથી. હું તે અશરીરિ આત્મા છું. ઈન્દ્રિયાતીત, તત્વ છું. આત્માનાં નિજ સ્વરૂપમાં આવી કિયાઓને સ્થાન નથી. પણ આ આત્મા દેહધારી છે. તેથી દેહની કિયા કરવી પડે છે. પણ મારું લક્ષ એ નથી. મારું લક્ષ તે માત્ર મારે આત્મા, એ સિવાય બીજું કશું નહીં. આવી દશા દેહાદિ પ્રત્યેની આસક્તિને Page #311 -------------------------------------------------------------------------- ________________ 284 હું આત્મા છું કમશઃ મંદ કરી નાખે. રાગ-દ્વેષને મંદ કરી નાખે. તેથી જ જ્ઞાની અર્થાત્ સમકિતી જીવ પાંચ ઇન્દ્રિયનાં વિષયે ભગવતે, જગતની આંખે દેખાતે હેય, છતાં તેનાથી અલિપ્ત હય, તેનું લક્ષ નિજ આત્મા હોય, તેથી ભેગે ભેગવતા પણ તેને કર્મબંધ ન થાય એટલું જ નહીં ! સમ્યફલ્હી હેય છતાં રાજા હોય, ચકવતી હોય, રાજ્યની ધૂરા વહન કરવાની હૈય, પ્રજા પ્રત્યેની સર્વ ફરજો બજાવવાની હોય. અને તેમાં કેઈ રાજા તરફથી યુદ્ધની નેબત આવી પડે, તે રાજાને લડવા પણ જવું પડે. યુદ્ધ કરે પણ અંતરથી રાજ્યલિપ્સા ન હોય. આત્મામાં પૂર્ણ જાગૃત હોય. યુદ્ધ તે મારું કાર્ય નથી. જે પ્રતિ પક્ષી યુદ્ધ કરવા ન ચાહે તે પોતે ન કરે. એટલી તૈયારીવાળો હેય. યુદ્ધ કરવામાં રસ ન હોય. માત્ર રાજા તરીકેની ફરજનાં ભાને જ યુદ્ધ કરવા જાય. અંતરથી એ ન્યારે હાય. તેથી જ પ્રવૃત્તિ દશામાં લક્ષ ધારા વર્તતી હેય. ત્રીજી ધાર તે પ્રતીતિ ધારા. સમકિતી હોય, તેને આઠેય કર્મોનાં ઉદય તે વર્તતા જ હોય. દર્શનાવરણીયનાં ઉદયે નિદ્રા આવે. ઊંઘ લેવી કુંભકર્ણની નિદ્રા ન લે. પણ ઉંઘમાં પણ તે સજાગ હોય. જાગી જાય તેમ નહીં પણ સુષુપ્તિમાં પણ તેને નિજ સ્વભાવની પ્રતીતિ વર્તતી હોય. હું આત્મા છું એવી સ્પષ્ટ જાણ તેને ત્યારે પણ હોય. ભર ઉંઘમાંથી ઉઠાડીને પૂછો “તું કેણ છે?” તે એ કહેશે “હું આત્મા છું.” જેમ આપણને આપણાં નામની સતત પ્રતીતિ રહ્યા જ કરે છે. ઉંઘમાં કેઈ અવાજ દે તે પણ ઉઠીને જવાબ આપીએ છીએ. આપણું નામ આપણને એટલું પ્રિય છે તથા નામની સ્થિતિ બહુ લાંબી ન હોવા છતાં પણ તેની પ્રતીતિ તે સ્પષ્ટ જ છે. જેટલી આપણું ઉમર થઈ, નામની ઉંમર પણ એટલી જ, તેનાથી વધારે નહીં. છતાં જન્મ-જન્મથી સાંભળતા આવ્યા હઈએ તેમ નામને પરિચય વધારે છે. સમક્તિી જીવને શરીરનાં નામથી પણ વધારે નિજ આત્માની પ્રતીતિ છે. કારણ આત્મા એ કેઈ નામ નથી. તેની કઈ ઉંમર નથી. તે પોતે Page #312 -------------------------------------------------------------------------- ________________ અનુભવ લક્ષ પ્રતીત 285 જ છે. પિતાની પ્રતીતિ પિતાને હોય જ, હેવી જ જોઈએ. જીવ ભ્રમણામાં ભૂલ્યા છે તેથી તેને ખબર નથી કે “હું આત્મા છું.” પણ સમક્તિી તે ભ્રમણામાંથી બહાર નીકળી ગયા છે. આત્માની ઊંડી અનુભૂતિ કરી લીધી છે. નિજ ને વેદી લીધું છે. તેથી સુષુપ્ત દશામાં પણ આત્મ-સ્વભાવની પ્રતીતિ તેને રહે છે. આત્મા ભૂલાતું જ નથી. તેથી જ સુષુત દશામાં પ્રતીતિ ધારા વર્તતી હોય. આમ સમકિતી આત્મા જીવનવ્યવહારમાં કઈ પણ દશામાં હોય. આત્મ-વિસ્મરણ તેને થતું નથી. અનુભવ, લક્ષ અને પ્રતીતિ રહ્યાં જ કરે છે. જ્ઞાનીઓએ કહ્યું છે - નિવૃત્તિ દશામાં અનુભવધારે! પ્રવૃત્તિ દશામાં લક્ષધારા ! સુષુપ્ત દશામાં પ્રતીતિધારા ! આવા જીવની વૃત્તિ બહિરંગમાં હેય નહીં તેથીજ ગાથામાં કહ્યું? વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થે સમક્તિ આ જીવની વૃત્તિ આત્મભાવમાં, નિજ અંતરંગમાં જ વહ્યા કરે છે. અને તે દશા જ પરમાર્થથી સમક્તિ દશા છે. કવિવર બનારસી દાસે પણ આજ ભાવ વ્યક્ત કર્યા છે— સ્વારથ કે સાચે પરમાર્થ કે સાચે ચિત્ત, સાચે સાચે નૈન કહું સાચે જૈનમતી હૈ; કાહુ કે વિસદ્ધિ નહિ પરજાય બુદ્ધિ નહિ, આતમ ગણી ને ગૃહસ્થ હૈ ન જતી હૈ; સિદ્ધિ રિદ્ધિ વૃદ્ધિ દીસૈ ઘટમેં પ્રગટ સદા, અંતર કી લછિ અજાચી લછયતી હૈ; દાસ ભગવત કે ઉદાસ હૈ જગત સૌં: સુખિયા સદૈવ એસે જીવ સમકિતી હૈ... જેને આત્માર્થની લગની લાગી છે, જેમનું ચિત્ત પરમાર્થ સાધવામાં જ લીન છે. સત્યનાં ઉપાસક તથા જિનેશ્વરનાં સાચા અનુયાયી છે. બધા સાથે અવિરોધી ભાવથી વર્તે છે. પર્યાય બુદ્ધિ નથી. દેશવિરતિ શ્રાવક કે સર્વવિરતિ સાધુ ન હોવા છતાં નિત્ય આભગવેષણામાં જ રહે છે. Page #313 -------------------------------------------------------------------------- ________________ 286 હું આત્મા છું આત્મરિદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે. આત્મલક્ષ્મીથી શ્રીમંત છે. જગત થી ઉદાસી અને જિનેશ્વર ચરણનાં ઉપાસી એવા સમકિતી જીવ જ સદા સુખી છે. આવા સમક્તિી જીવ પરમાર્થને સાધે છે. વળી તેમની દશા ઉત્તરોત્તર વિકસિત થતી જાય છે. સવિકલ્પક દશાને ટાળી નિર્વિકલ્પ દશાને સાથે છે. તેમાં જ સ્થિર રહે છે. આ ગાથામાં શ્રીમદ્જીએ સમકિતી જીવની ઉચ્ચદશાનું આલેખન કર્યું છે. મોક્ષમાર્ગમાં આ દશાનું જ માહાતમ્ય છે. આવી દશા જેની પ્રગટે તેની દિશા સવળી જ હોય. પછી એ કદી અવળી દિશાએ જાય જ નહીં. દશાને પ્રગટાવી તેથી દિશા લાધી ગઈ આ દશાનું વિકસિત પગલું ક્યાં જઈ વિરામ પામશે તે અવસરે... Page #314 -------------------------------------------------------------------------- ________________ ઉદય થાય ત્યારેત્રનો..! - વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, આત્મઅનુભવદશાને સતત ટકાવી રાખે છે. એક વાર આત્માને અનુભવ થયા પછી જીવ આરાધક ભામાં જ રહ્યા કરતો હોય, તે એ અનુભવદશાની નિરંતરતા રહે છે. - જીવનની વિભિન્ન અવસ્થાઓમાં, સમકિતી જીવને નિજ સ્વભાવને રહેતે અનુભવ, લક્ષ અને પ્રતીતિ. સમકિતની વિશુદ્ધિની સાથે આત્મ વિકાસની પ્રગતિના પ્રબળ કારણે છે. આવા જીવને વિકાસ કેટલે શીવ્ર થાય છે. તે બતાવતા શ્રીમહૂજી ફરમાવે છે - વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રને, વીતરાગ પદ વાસ...૧૧ર.... સમક્તિની વધતી જતી દશા અર્થાત્ આત્માનુભવની વધતી નિર્મળતા. સમકિત દશામાં રહેલા જીવને સમયે-સમયે અનંતાનંત કર્મોની નિર્જરા થતી રહે છે. અશુદ્ધિ ઘટતી જાય છે અને વિશુદ્ધિ વધતી જાય છે. ચારિત્રમોહનીય કર્મની નિર્જરા પણ થતી રહે છે. તેથી રાગ-દ્વેષની મંદતા થાય છે. આ મંદતા જીવમાં રહેલ મિથ્યાભાસને ટાળે છે. અહીં પ્રશ્ન થાય કે મિથ્યાત્વ ગયું અને સમકિત પ્રકાણ્યું તે પછીની દશાની તે વાત થઈ રહી છે. તે પછી મિથ્યાભાસ શાને? મોહનીયનાં જેટલા ભાવે છે તે બધાં જ મિથ્યાભાવે જ છે. સમક્તિ થયું એટલે મોહનીયની 28 પ્રકૃતિઓમાંથી માત્ર સાત પ્રકૃતિ જ ગઈ, હજુ 21 બાકી છે. ક્રોધાદિ તથા નવ નકષાય. Page #315 -------------------------------------------------------------------------- ________________ 288 હું આત્મા છું તેમાં સમ્યક્ત્વની નિમળતા વધતાં પ્રથમ અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાની કષાય ચતુષ્કને ક્ષીણ કરે. જે પ્રકૃતિએ દેશવિરતિ તથા સર્વવિરતિ, રૂપ ચારિત્રની ઘાતક છે. આ પ્રવૃતિઓ ક્ષીણ થતાં ચારિત્રને ઉદય થાય છે. અહીં ચારિત્રનાં ઉદયને પણ સમજવું જરૂરી છે. સામાન્ય રીતે ઉદય તે કર્મોને થાય છે. ચારિત્ર કઈ કર્મ નથી. તે તેને ઉદય કેમ થાય? ઉદયને અર્થ છે પ્રગટ થવું. જેમ પ્રભાતે પૂર્વાકાશમાં સૂર્યોદય થાય છે. આપણે રોજ કહીએ છીએ કે સૂર્યને ઉદય થયો. એટલે શું થયું? કઈ કારણે સૂર્ય ન બન્યું એમ નથી. પણ તે આપણી દષ્ટિ મર્યાદાથી દૂર હતે. નીચે હતું તે ઉપર આવે. આપણું નજરે ચડે એમ આકાશમાં ઉપર આવ્યા. કેવી રીતે આવ્યો? તેની ગતિ નિરંતર ચાલુ જ છે. તેથી ઉપર આવે. એવી જ રીતે અસ્ત પણ થઈ જાય. ચંદ્ર, તારાઓ વગેરે સર્વને એમ જ ઉદય અને અસ્ત થયા જ કરે છે. અર્થાત્ અપ્રગટ હોય તેનું પ્રગટ થવું તે ઉદય અને પ્રગટનું અપ્રગટ થઈ જવું તે અસ્ત. ચારિત્ર તે કઈ કર્મનાં ઉદયનું ફળ નથી. તેથી આપણે આ શબ્દ પ્રાગ કે ચારિત્રને ઉદય થાય તે સૂર્યોદયની જેમ જ સમજવાનું છે કે જે ચારિત્રનાં ભાવે અપ્રગટ હતાં તે પ્રગટ થાય. પણ જેમ સૂર્યને પ્રગટ થવામાં તેની ગતિ કારણભૂત છે તેમ ચારિત્રને પ્રગટ થવામાં આત્મદશાની નિર્મળતા કારણભૂત છે. વધતી જતી આત્મસ્વરૂપની વિશુદ્ધિ ચારિત્રને પ્રગટ કરે છે. સર્વ મિથ્યાભાસો ટળી જાય છે. નેકષાયરૂપ મિથ્યાભાસ રતિ-અરતિ, હર્ષ-શોક, ભય, જુગુપ્સાનાં ભાવે પણ મંદ પડતા જાય છે. એક સંસાર આસક્ત જીવને, ઈન્દ્રિયેનાં વિષયોમાં જેટલા ગમા-અણગમાનાં ભાવે હોય તેવા સમકિતીને ન હેય. ચારિત્રવાનને ન હોય. હા, તેના આ નેકવાને સર્વથા ક્ષય નથી થયે તેથી તેના જીવનમાં પણ પસંદગીનાં ધોરણે જરૂર હોય. અમુક ગમે એને અમુક ન ગમે તેમ પણ હોય છતાં તેના માટે વ્યાકૂ ળતા ન હોય. આતંધ્યાન ન હોય. ક્ષણિક ભાવે આવી પણ જાય. છતાં તરત ત્યાંથી પાછો વળી જાય, તેમાં જ પડયો ન રહે. એવું જ હર્ષ-શેકનાં ભાવેનું, એવું જ Page #316 -------------------------------------------------------------------------- ________________ ' ઉદય થાય ચારિત્રને 289 ભય-જુગુપ્સાનાં ભાવેનું, નિમિત્ત મળતાં ક્ષણિક અસર થાય, પણ લાંબે સમય ટકે નહીં. જિનેશ્વરની ઉપાસિકા પેલી શાણ સુમતિ-વીતરાગનાં ચરણમાં જેની અનન્ય શ્રદ્ધા છે. સમ્યકત્વ ભાવની આરાધિકા છે. આત્મ-નિર્મળતામાં ચિત્ત રમી રહ્યું છે. પ્રભુનાં વચનની પૂર્ણ શ્રદ્ધા છે. શ્રદ્ધા સાથે આચારને સમન્વય થયેલે છે. એવી એ શ્રાવિકાને પતિ બહાર ગયે છે અને આંખનાં રત્ન સમા, બે યુવાન પુત્રનું અકસ્માતે એક સાથે મૃત્યુ થાય છે. ક્ષણભર તો સુમતિ સ્તબ્ધ થઈ જાય છે. આખાયે જીવનને ચહેરે વિકૃત થઈ ગયું હોય એવું પ્રતિભાસવા માંડે છે. પણ વીતરાગનાં ચરણે જેણે પૂજ્યા છે એવી અનન્ય શ્રદ્ધાવાન નારી શેડી જ ક્ષણેમાં સ્વસ્થ થઈ જાય છે. પુત્રને અન્ય ઓરડામાં સફેદ ચાદર ઓઢાડી જાણે સુવરાવી દીધા છે અને ઉબરમાં પતિની રાહ જોતી ઉભી છે. કેટલા સમય પછી પતિ આવે છે. રેજની હસતી નારીનું મુખ ઉદાસ જુએ છે. પતિનાં મનમાં પ્રશ્ન “સુમતિ! શું થયું? કેમ ઉદાસ છે?” “કંઈ નહીં, દેવ! પાડોશી સાથે જરા ઝઘડો થઈ ગયો! અરે! સુમતિ તું આ બેલે છે? ઊંચે અવાજે બોલતા પણ તને કદી કોઈએ સાંભળી નથી. તું ઝઘડે કરી શકે કઈ રીતે? રત્નકંકણ લઈ આવી હતી. મને બહુ ગમ્યા. મેં રાખી લીધા. આજે પાડેશી માગવા આવ્યા, પણ મારે નેતા આપવા. તેથી ઝઘડો થયો.” “અરે! પાગલ. એમાં તે ઝઘડે હોય? જેનું હોય તે માગવા આવે તે આપી જ દેવું જોઈએ ને? પારકું કેટલા દિવસ રખાય? આપી દે !" ' “ના, પણ, મને આપવા નહીં ગમે, મારે તે એ રત્નકંકણ રાખવા છે. બહુ ગમે છે મને! ન આપું તે !' ભાગ-૨-૧૯ Page #317 -------------------------------------------------------------------------- ________________ 290 હું આત્મા છું “અરે! આજે તને થયું છે શું? કયારેય નહીં ને આજે કેમ આવી વાત કરે છે!” - “સ્વામી! ખરેખર ! પારકી વસ્તુ આપણાથી ન રખાય? જેની હોય તેને આપી દેવી પડે ?" “હા, હા, તેમાં પૂછવાનું શું?” . આપને દુઃખન હીં થાય?” “ના, ના, તેમાં દુઃખ થવા જેવું શું છે? આપણું કામ પતી ગયું. સમય થઈ ગયો. દઈ જ દેવા પડે!” ' એમ! તો ચાલો હું આપણા રત્નકંકણ બતાવું ! અને સુમતિ તેના પતિને હાથ ઝાલી અંદરનાં ઓરડામાં દોરી ગઈ. જ્યાં બબ્બે યુવાન પુત્ર ચિરનિદ્રામાં પોઢી ગયા હતાં, મુખ પરથી સહેજ કપડું દૂર કરી સુમતિએ ધીરેથી પતિને કહ્યું : જુઓ નાથ! આ આપણું રત્નક કણ! તેને સમય પૂરો થઈ ગયે. અને તે રવાના થઈ ગયા !" પતિ તે અવાક રહી ગયે. પુત્રોનાં મૃત્યુને આ સ્ત્રી આ રીતે મૂલવી શકે. એક માતૃહૃદય આટલી સમતા દાખવી શકે ! કઈ હશે એ શાક્ત? અને સુમતિને પતિ ત્યાં જ તેની પત્નીનાં ચરણમાં ઢળી પડે કહ્યું : “સુમતિ! તે ખરેખર વીતરાગનાં ચરણ-શરણની ઉપાસના કરી છે. આટલા મોટા આઘાતને ઝીરવવાની શક્તિ વીતરાગની વીતરાગતા પ્રત્યેની તારી અનન્ય ભક્તિએ જ તને આપી છે!” બધુ! આ છે હર્ષ શેકથી પર દશા. સમકિતી જીવને રોમે-રે મે વીતરાગતાની શ્રદ્ધા ભરી હાય. તેથી જ આવા મહાભયંકર પ્રસંગમાં પણ સમતા ટકાવી રાખી શકે. માટે જ અહીં કહ્યું કે સર્વ મિથ્યાભાસે ને ટાળી નાખે અને ત્યારે મથ્યાભાસ ટાળવા માંડે એટલે ચારિત્ર મહનીયની પ્રકૃતિએ એક-એક કરીને ખરવા માંડે. જેમ-જેમ ચાગ્નિ Page #318 -------------------------------------------------------------------------- ________________ 291 ઉદય થાય ચારિત્રને મોહનીય પાતળું પડતું જાય. તેમ આત્મ-સ્થિરતા વધતી ચાલે, આત્મ સ્વરૂપની રમણતામાં રહ્યાં કરવું એ જ છે, ભાવચારિત્ર. જ્યાં ભાવ ચારિત્ર પ્રગટે ત્યાં દ્રવ્ય ચરિત્ર આપોઆપ આવી જ જાય, વૃત્તિમાંથી અવતનાં ભાવ ઉતરી જાય, પ્રમાદનાં ભાવ ઉતરી જાય એટલે આત્મસ્થિરતાની અપૂર્વદશારૂપ, અપ્રમત્તદશારૂપ, ચારિત્ર પ્રગટે. આ છે જીવનાં સાતમાં ગુણસ્થાનની સ્થિતિ. હવે રહે માત્ર સંજ્વલન કષાય. પણ એ તે અતિ મંદ છે. તેથી જીવને વિકાસમાં બહુ આડે આવતાં નથી. સાતમા ગુણસ્થાન પછી ચડતી દશામાં જીવ, તેને પણ ક્ષય કરી શકે છે. પણ તે પહેલાંની જે દશા છે તેનું વર્ણન શ્રીમદ્જીએ કર્યું છે... એમ પરાજય કરીને ચારિત્રમેહને, આવું ત્યાં જ્યાં ક૨ણ અપૂર્વ ભાવજે, શ્રેણું ક્ષેપકતણું કરીને આરૂઢતા, અનન્ય ચિંતન આતશય શુદ્ધ સ્વભાવ અપૂવ... સાતમા અપ્રમત્ત ગુણસ્થાનની સ્થિતિ માત્ર અંતમુહૂતની છે. પણ બહુધા જીવ આખા અંતમુહૂર્ત સુધી ત્યાં ટકી શકતો નથી. પ્રમાદ આવે ભરતી આવે અને સાતમા ગુણસ્થાનની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. થેડી સેકન્ડ કે થેડી મિનિટે પૂરતો જ ત્યાં રહે. પણ જ્યારે જીવની પરિણામધારા અતિ વિશુદ્ધ થવા માંડે. એ વિશુદ્ધિ વધતી ચાલે તે નિર્વિકલ્પ દશાની સાથે આગળ વધે. અને આ દશા માત્ર બે ઘડી જ જે ટકી રહે અર્થાત્ પુરૂં અંતમુહૂર્ત સુધી રહે તે અંતર્મુહૂર્તનાં છેલ્લા સમયે તે કેવળજ્ઞાન લઈ લે. અર્થાત એટલા સમયમાં તે જબરદસ્ત પુરુષાર્થ કરી લે. જેથી વીતરાગતા પ્રગટે. અહીં શ્રીમદ્જી પણ એ જ કહે છે કે જે ચારિત્ર મોહનીયને એકવાર પરાજિત કરી, આત્મસ્વરૂપની રમણતા રૂપ સ્થિરતામાં બે ઘડી ટકી ગયે તે, આઠમા ગુણસ્થાનને સ્પર્શ પામી જાય. જ્યાં આજ સુધી ચારિત્રને પ્રગટાવવાનાં જે ભાવે નથી જાગ્યા તેવા ભાવે આવે. જેને અપૂર્વકરણ કહે છે. Page #319 -------------------------------------------------------------------------- ________________ 292 હું આત્મા છું અહીંથી જીવ કર્મોને રસઘાત અને સ્થિતિઘાત શરૂ કરે છે. અર્થાત પૂર્વે બાંધેલા કર્મોમાં જે તીવ્રતા હોય તેને મંદ કરતે જાય છે. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને ઓછી કરતે જાય છે. આ ગુણસ્થાને જીવને વધુમાં વધુ પુરુષાર્થ થાય છે. જેમ પ્લેનને ઉપર ચડવા માટે ટેઈક ઓફ લેવામાં જ વધુ શકિત લગાવવી પડે છે, ઉપર ચડી ગયા પછી સીધું ચલાવવામાં એટલી શક્તિની જરૂર પડતી નથી. તેમ જીવ એકવાર ક્ષેપક શ્રેણીએ ચડી ગયે તો પછી કેટલીક મિનિટોમાં વીતરાગદશા સુધી પહોંચી જાય. જે શાશ્વત દશા છે. આ ગુણસ્થાનની પરિણામ ધારા અનન્ય તથા તેની વિશુદ્ધિ પણ અતિશય. બસ પછી તે છેડે જ પ્રવાસ બાકી રહે. નવમા-દસમાં ગુણસ્થાને આવે. નવમા ગુણસ્થાને નેકષાયરૂપ ચારિત્ર મેહનીયની પ્રકૃતિઓને તથા સંજવલન કષાયનાં કોધ, માન, માયાને ક્ષીણ કરી નાંખે. દસમા ગુણસ્થાનની સ્થિતિ અતિ અલ્પ જ્યાં માત્ર એક સંજવલન લેભને ક્ષય કરી સીધે બારમે પહોંચી જાય. એટલે વીતરાગપદ વાસ.. આવી વીતરાગતાને પામવા લડવાનું છે, માત્ર મોહનીય સાથે. મેહનીય પ્રબળ છે. તેમ જીવમાં રહેલ શકિત પણ પ્રબળ છે. પણ જ્યાં સુધી આત્માની શકિતઓને જાગૃત ન કરીએ ત્યાં સુધી મેહનીય પાતળું પડે નહીં. જેની સાથે લડવું છે તેનાં કરતાં આપણી શકિત વધારે હોય તે જ લડી શકાય, અન્યથા ચૂપચાપ સહન કરી લેવું પડે. પણ જીવમાં અનંત શક્તિ છે તે જે જાગૃત કરી લઈએ તે મેહનીયનું ગમે તેટલું જોર હશે તે ઢીલું ઢફ થઈ જશે ને ચૂપચાપ ચાલ્યું જશે. એક યુવાન એક મકાન નીચેથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં અચાનક ઉપરથી એક ઈંટ પડી ને જરા પગમાં વાગ્યું. યુવાનીનું જેમ હતું તરત ગુસ્સો આવ્યો ! કોણે નાંખી ઈટ. જઈને તેના જ માથામાં મારૂં. અને તે ઈટ હાથમાં લઈ ધડાધડ દાદરો ચડી ગયે. જઈને છૂટી ફેંકે એટલી જ વાર. ત્યાં તે એણે જોયું એક પહેલવાન અગાશીમાં દંડ-બેઠક કરી રહ્યો છે. તેનાં હાથનાં ધક્કાથી ઇંટ નીચે પડી હતી. પેલે યુવાન તે ઢીલ Page #320 -------------------------------------------------------------------------- ________________ ઉદય થાય ચારિત્રને 293 ગાર થઈ ગયે. પહેલવાનને કહે છે. “ઓહો ! આપ છે ! આપની ઈટ નીચે પડી ગઈ હતી માટે આપવા આવ્યો છું. મારા જેવું કંઈ કામકાજ હોય તે કહેજે. અહીં બાજુમાં જ રહુ છું.” અને ચૂપચાપ ચાલ્યો ગયો. બંધુઓ ! જોયું ને! પહેલવાનને જોઈ કે ઢીલ થઈ ગયો ! આ હતે મારવા પણ ચાપલૂસી કરીને ચાલ્યા ગય! બસ, આપણે પણ આત્માના અનંત વીર્યને જાગૃત કરી લઈએ. પહેલવાન બની જઈએ, તે પ્રબળ એવા મોહનીયની પણ તાકાત નથી કે આપણી સામે ચૂં-ચાં કરી શકે ! એને પલાયન થવું પડે. અને આપણી વિતરાગતા જાગી ઉઠે! આમ સમ્યગદર્શનની સાધના આગળ વધતાં વીતરાગતા સુધી જીવને પહોંચાડે જે જીવનું ચરમ અને પરમ પ્રાપ્તવ્ય છે. એ વીતરાગ ઠરામાં આત્મા કેરી સાં રમશું કરતે હોય તે અવસરે Page #321 -------------------------------------------------------------------------- ________________ કેવળ નિજ 3 વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધનાનું ચરમ બિન્દુ વીતરાગતા. વીતરાગતાનાં પ્રાગટય સાથે જીવ કૃતકૃત્ય થઈ જાય છે. કશું જ કર્તવ્ય રહેતું નથી. ભવ સમુદ્રમાં ગોથા ખાતે જીવ વીતરાગતાની દીવાદાંડીના સહારે કાંઠે પહોંચ્યું બસ બેડે પાર, અને તેને કેવળ નિધાન લાધી ગયે. શ્રીમદ્જી મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ ગુણસ્થાન જે; અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જે..અપૂર્વ... ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં, ભવનાં બીજ તણે ત્યાંતિક નાશ જ સવ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે..અપૂર્વ... મેહનીયને સર્વથી મેટા એવા સ્વયંભૂરમણ સમુદ્રની ઉપમા આપી. વિશાળ મહાસાગર છે મેહ. છતાં સાધન વડે તરી શકવાની શક્યતાવાળે છે. એ જ છે જીવનું સૌભાગ્ય. જેમ વિશાળ સમુદ્રમાં માઈલેનાં માઈલ યાત્રા કરી દૂર-સુદૂરના પ્રદેશમાં જહાજ દ્વારા જઈ શકાય છે. તેમ મેહરૂ૫ સમુદ્ર ગમે તે વિશાળ હવા પછી પણ, માનવ જન્મરૂપ મહાન સાધન વડે એ તરી શકાય છે. જ્યારે જીવ આ સમુદ્રને પાર કરી કાંઠે ઉતરે છે. ત્યારે ત્યાંની જે દશા છે તે અલૌકિક અને અદ્ભુત હોય છે. અનાદિનાં Page #322 -------------------------------------------------------------------------- ________________ કેવળ નિજ સ્વભાવનું 295 ભવ-ભ્રમણમાં કયારેય નથી લાધી એ દશા ત્યાં લાધે છે. જીવની આ દશાનું નામ આપ્યું ક્ષીણમેહ ગુણસ્થાન. મેહનીયને સંપૂર્ણ, સમૂળ ક્ષય કરી જીવ અહીં પહોંચી ગયે. બસ, વિજય! હવે પાછું ફરવું નથી. ભવ કરવા નથી જે બારમા ગુણસ્થાનને સ્પર્શે કે સંપૂર્ણ વીતરાગ દશામાં જીવ સ્થિર થઈ જાય અને એ સ્થિરતા એક સમય માત્રમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, આ ત્રણ કમેને એક સાથે ક્ષય કરી નાંખે અને આત્મામાં પડેલ અનંત નિધાનરૂપ કેવળજ્ઞાન પ્રગટે, કેવળદર્શન પ્રગટે, અનંતવીર્ય પ્રગટે. આ દશાને પામવામાં આડે આવતાં ચાર ઘાત કર્મોની સર્વથા ઘાત થઈ. આ પહેલાં તે કયારેક ઉપશમ કે ક્ષયે પશમ થતો હોય. વળી ઉદયમાં આવતા હોય. અજ્ઞાન આદિ દેખા દઈ જતાં હોય પણ હવે એ ન રહ્યું. સંસારનાં અનત પરિભ્રમણનાં બીજરૂય રાગ તથા હેજ પણ સર્વથા નષ્ટ થઈ ગયા. જેથી હવે જન્મ ધારણ કરવાને ન રહ્યો. જીવને શુદ્ધ સ્વાભાવિક જ્ઞાતા-દષ્ટા ગુણ સર્જાશે ખીલી ઉઠયા. અને આત્મપ્રભુ કૃતકૃત્ય થઈ ગયે. બસ હવે અનંત સુખની લહેરમાં સર્વકાળ ઝૂલવાનું. આ દશામાં ચાર ઘાતિ કર્મોને તો સર્વથા ક્ષય થઈ ગયે. અઘાતિ કર્મો છે પણ તેનું કંઈ જ ફેર નથી. એ તે બળી સિંદરી વત્ આકૃતિ માત્ર જે. બળેલી સિંદરી જેવા નિર્માલ્ય. વળ દેખાય પણ કર્તુત્વ કશું ય નહીં. તેમ જીવ સાથે અઘાતી કર્મો છે પણ જીવને નિજાનંદની મસ્તીમાં કયાંય આડા ન આવે. હવે પ્રગટેલા કેવળજ્ઞાનને સમજીએ. એ શું છે? સામાન્ય જનસમૂહ કેવળજ્ઞાનને અર્થ કરે છે સંપૂર્ણજ્ઞાન અર્થાત્ જે જ્ઞાન વડે ત્રણે લેક અને ત્રણે કાળના સર્વ ભાવે ઝળકે તે કેવળજ્ઞાન. ઠીક છે, આ અર્થ પણ થઈ શકે છે, પણ માત્ર આટલી સીમામાં કેવળજ્ઞાન જેવી શક્તિને બાંધી દેવાની નથી. આ અર્થ તે સામાન્ય માનવ, ઊંડા ભાવેને ન સમજી શકે માટે બતાવે છે. જો કે જ્ઞાનને સ્વભાવ જ Page #323 -------------------------------------------------------------------------- ________________ રદ્દ હું આત્મા છું શેય પદાર્થોને જાણવાનું છે. તેથી કેવળજ્ઞાની મહાત્મા આખાયે લેકને જાણે છે. પણ તેઓને જાણવાની સ્પૃહા નથી. કેવળજ્ઞાન આયના જેવું છે. આયનાને ઈચ્છા નથી પણ તેની સામે જે પદાર્થો આવે તે, આયનામાં પ્રતિબિંબિત થાય છે, તેની તેને કંઈ જ અસર ન હોય. પદાર્થને પ્રતિબિંબિત કરવાનો તેને સ્વભાવ છે. તેથી થાય. એ જ રીતે કેવળજ્ઞાનમાં જગતનાં સર્વ દ્રવ્ય-પર્યાયે ઝળકે પણ આત્માને કાંઈ નહીં. તેને જોવા નથી. આત્મા તે માત્ર સ્વપ્રકાશમાં જ લીન છે. જેમ એરડામાંથી એક ચીજને લેવા માટે પ્રકાશ કર્યો. પણ ત્યાં રહેલી બીજી સેંકડો ચીજે દેખાઈ જાય છે. તેમ આત્માને પુરુષાર્થ માત્ર નિજ સ્વરૂપની સંપૂર્ણ અનુભૂતિ માટે જ હોય અને એ લક્ષ્ય જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ કેવળજ્ઞાનમાં આત્મા ઝળકે તેમ, સર્વ પદાર્થો પણ ઝળકે. તેમાં કેવળી પરમાત્માને કંઈ જ નહીં. - કેવળજ્ઞાનને બીજો અર્થ થાય છે એક જ જ્ઞાન. જ્યાં માત્ર એક જ્ઞાન છે તે કેવળજ્ઞાન. આમ તે શામાં મતિ, શ્રત, અવધિ, મનઃ પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાન કહ્યાં. પણ કેવળજ્ઞાનમાં બાકીનાં ચાર જ્ઞાનને સમાવેશ થઈ જાય. પછી એ જુદાં ન રહે. કેવળજ્ઞાન એ સર્વોપરિ અને સંપૂર્ણ છે. બીજા તે અપૂર્ણ છે તેથી તે ચારે ય કેવળજ્ઞાનથી જુદાં ન હોય. જેમ તમારે દીકરે M. Sc. થયેલ હોય તે તમે એમ ન કહે કે મારે દીકરે મેટ્રીક થઈ ગયા છે. BSc. થયેલ છે. અને M. Sc. થયા છે. કારણ સમજે છે કે M. Sc. માં બધું જ આવી ગયું. એટલું કહેવાથી જ સહુ સમજી જાય કે આટલું કર્યા પછી જ એ M. Sc. સુધી પહોંચ્યા હેય. અન્યથા પહોંચી ન શકે. એ જ રીતે કેવળજ્ઞાનમાં બાકીનાં ચાર જ્ઞાનને સમાવેશ થઈ જાય. પહેલો અર્થ તે વ્યાવહારિક દૃષ્ટિથી થયા. તેમાં કેવળી પરમાત્માને આત્મિક દષ્ટિએ શું લાભ ? જગતને જોવામાં તેમને કંઈ જ મળે નહીં. સામાન્ય છે તે કદાચ જગતને જોઈ-જાણી તેમાંથી માનસિક આનંદ પણ મેળવી શકે. કંઈક દુન્યવી લાભ પણ પ્રાપ્ત કરી શકે. પરંતુ કેવળી પર Page #324 -------------------------------------------------------------------------- ________________ કેવળ નિજ સ્વભાવનું 27 માત્માને તે એમાનું કશું ય ખપતું નથી. તેથી જ શ્રીમદ્જી હવે કેવળજ્ઞાનની વિશિષ્ટ વ્યાખ્યા આપે છે. કેવળ નિજ સ્વભાવનુ, અખંડ વતે જ્ઞાન, - કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણુ-૧૧૩... જે દશામાં આત્મા અને જ્ઞાન અભેદભાવે પરિણમે છે. જ્યાં આત્મા તે જ જ્ઞાન અને જ્ઞાન તેજ આત્મા. આત્મા એટલે માત્ર જ્ઞાનને પિંડ. એ સિવાય કશું જ નહીં, Only knowledge બસ માત્ર જ્ઞાન. જીવને સ્વભાવ જ્ઞાન, અને તે જ્ઞાનનાં જ્ઞાનની અખંડતા તે કેવળજ્ઞાન. માત્ર પિતાના સ્વભાવનું જ જ્ઞાન. અન્ય કેઈનું નહીં. આખાયે લોકમાં માત્ર નિજ સ્વભાવ સિવાય કશું છે જ નહીં. માત્ર સ્વભાવ ને સ્વભાવ જ, આખી દુનિયા ડૂબી ગઈ. તે સ્વભાવનું પણ જ્ઞાન જ. બીજું કશું નહીં. જ્ઞાન સિવાય કશું જ નહીં. વળી એ જ્ઞાન પણ અખંડ તેમાં ખંડ નહીં, ભેદ નહી, વ્યવધાન નહી, સતત-સરલ અને સહજ જ્ઞાન. આજ સુધીની પુરુષાર્થ દશામાં જીવે નિજ સ્વભાવને ઘણે યે વેદ્યો હોય. પણ તે સતત-નિરંતર-અખંડ નહીં. ગુણસ્થાનની બદલાતી દશામાં નિજાનુભૂતિની તારતમ્યતા પણ બદલાતી રહે તેથી અખંડ, એક સરખી સ્વભાવ દશાની અનુભૂતિ ન રહે. વળી બારમે ગુણસ્થાને જીવ ન પહોંચે હય ત્યાં સુધી તે દશાની ચડતી પડતી બંને થયા કરે, તેથી પણ અખંડ અનુભૂતિ ન રહે. તેમજ આ પહેલાનાં ગુણસ્થાનમાં, એક ગુણસ્થાનનાં અલ્પકાળમાં પણ ચડતી દશાનાં અનેક પરિણામે, અને પડતી દશાના પણ અનેક પરિણામે તથા વિભિન્ન ગુણસ્થાનનાં અનેક પરિણામે. જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિરૂપ તેરમા ગુણસ્થાનની, અગી અવસ્થારૂપ ચૌદમા ગુણસ્થાનની તથા સિદ્ધ અવસ્થાની પરિણામધારા એક સરખી જ, તેથી કેવળજ્ઞાનનાં અનુભવમાં કશું જ અંતર નહીં. કેવળ સ્વભાવને અનુભવ સરખે જ તેથી કેવળજ્ઞાનની અનુભૂતિ તે અખંડ અનુભૂતિ. આમ જ્યાં જીવની એક માત્ર અખંડ જ્ઞાનદશા જ વતી રહી છે તે કેવળજ્ઞાન. Page #325 -------------------------------------------------------------------------- ________________ 298 હું આત્મા છું આવે કેવળજ્ઞાની આત્મા શરીર સહિત હેય. મન-વચન-કાયાનાંગ હોય છતાં નિર્વાણ પદને પામેલા, સર્વથા જીવન મુક્ત સિદ્ધની આંતરદશા અને કેવળી પરમાત્માની આંતરદશામાં કશું જ અંતર નહીં તેથી કેવળી પરમાત્મા દેહ હોવા પછી પણ દેહાતીત દશાને અનુભવ કરતાં હોય. દેહાધ્યાસ તે કયારને ય છૂટી ગયે હોય. તેથી નિજાનુભૂતિનાં અખંડ જ્ઞાનમાં દેહ કયાંય આડે આવે નહીં. | જીવને મેક્ષોપાયની આરાધના કરી કેવળજ્ઞાન પામવું છે. ગુરુદેવે શિષ્યને માર્ગ બતાવી દીધો. આદિથી અંત સુધીની આરાધનાનાં પાને બતાવ્યા, અને ચરમ શુદ્ધ પરિણતિએ આત્મા કેમ પરિણત થાય છે તે પણ બતાવ્યું. અનુપમ ગાથા અને ગાથાને અનુપમ ભાવાર્થ શ્રીમદ્જીએ અહીં રજુ. કર્યો. આ ગાથા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમાં અદ્દભૂત રહસ્ય ભર્યું છે. આપણી અલ્પમતિ આ રહસ્યને શું ઉકેલી શકે ? જ્ઞાનીએાના જ્ઞાનમાં જ એ રહસ્ય ઝળકતાં હોય છતાં अल्प श्रुतं श्रुतवतां पारहासधाम त्वदभक्तिरेव मुखरीकुरुते बलान्माम् यत्कोकिल: किले मधौ मधुर विरौति तच्चार चाम्र कलिका निकरैक हेतुः જેમ માનતુંગાચાર્ય પ્રભુ આદીનાથની સ્તુતિ કરતાં કહે છે. હે પ્રભુ! વિદ્વાનેની સમક્ષ તે મારૂં મૃત હાંસીપાત્ર ઠરે એટલું જ છે. છતાં આપનાં પ્રત્યેની ભક્તિ મને હઠા સુખર કરે છે. જાણે મને આપના ગુણોનું ગુંજન કરવાની ફરજ પાડે છે. તેથી હું બોલ્યા વિના રહી શકતું નથી. જેમ ગ્રીષ્મ તુમાં આંબાનું વૃક્ષ જ્યારે આગ્ર કલિકાઓથી લચી પડે ત્યારે નાની એવી શ્યામ કેકિલા ટહુકાઓથી આમ્રવનને ભરી દે છે. તેનાથી રહેવાતું નથી. કેઈ સાંભળી ને શું કહેશે તેની પરવાહ નથી. બસ, હૃદય પ્રફુલ્લિત થયું છે તેથી ટહકી ઉઠે છે. બસ, આ જ રીતે શ્રીમદ્જીએ કહેલ આ ગાથાનાં અદ્ભુત ભાવેને ન્યાય આપવાનું સામર્થ્ય આ લેખનીમાં ન હોવા છતાં પણ સર્વજ્ઞની સર્વ જ્ઞતા પ્રત્યેને અહેભાવ ચૂપ બેસવા દેતું નથી. આખર આ જીવનું લક્ષ્ય પણ તે જ છે ને ! તેથી કેવળજ્ઞાન જેવી અલ નિધિનું મૂલ્ય, કેટલાંક શબ્દો દ્વારા માપવાને મેં પ્રયાસ કર્યો છે. ભાવે તે કેવળી ગમ્ય જ છે! અલ્પજ્ઞની અલ્પ વાણી તેને શું કહી શકે? વધુ અવસરે.. Page #326 -------------------------------------------------------------------------- ________________ કૉાટે વર્ષનું સ્વપ્ન પણ... વિતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જીવની વૈભાવિક ગતિને રોકે છે. જીવ ગતિ તે કરી રહ્યો છે, એક દષ્ટિએ પ્રગતિ પણ કરી રહ્યો છે. પરંતુ એ ગતિ અને પ્રગતિ વૈભાવિક રાહ જ થઈ રહી છે. એવી, જુઠી માન્યતામાં જીવ રાચે છે કે, જન્મ લે, જીવવું અને મરવું આ તે ક્રમ છે અને એ એમ જ ચાલે. તેમાં બીજું કશું થઈ જ ન શકે ! પણ તારક મહાપુરુષો કહી ગયા છે કે, ભલે આ બ્રમણ અનાદિનું છે પણ તેને રોકી શકાય, બંધ કરી શકાય એવું સામર્થ્ય જીવમાં પડ્યું છે. બંધુઓ ! તમે જાણે છે કે કેટલીક ફેકટરીઓ રાત અને દિવસ ચાલુ જ હોય. એક વાર ચાલુ કર્યા પછી એ મહિનાઓ સુધી ચાલતી જ રહે, પણ જયારે તમને એમ થાય કે બે–ચાર કલાક કે દિવસ માટે મશીન, બંધ કરવું જરૂરી છે. તે તમારા હાથની વાત. બસ, સ્વીચ Off કરો અને મશીન બંધ. વળી આ કામ તે તમારે નાનું બાળક કે ફેકટરીને કામદાર પણ કરી શકે. માત્ર એને જાણ હોવી જોઈએ કે કઈ સ્વીચ Off કરવાની છે. આમ જડ જગતનાં યંત્રો આપણું હાથમાં છે. જમીન પર કામ કરતાં યંત્રો ગમે તેવા મોટા હોય છતાં તેને સર્વ કમાન્ડ માણસનાં જ હાથમાં, પછી એ મોટામાં મોટી મશીનરીઓ કેમ ન હોય ! એટલું જ નહીં ! અબજો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અવકાશયાન, અવકાશમાં જઈને ખોટકાય, તે પણ તેને ઠીક કરવાનું કામ, અહીં બેઠેલા માનવનાં હાથમાં. આમ જડ-જગતનાં આવા સર્વ યંત્રો Page #327 -------------------------------------------------------------------------- ________________ 300 હું આત્મા છું કયારે ચાલુ કરવા કે બંધ કરવા તે સર્વ સત્તા માણસનાં હાથમાં, હા, માણસ જાણકાર હોવું જોઈએ ! બસ, બંધુઓ ચેતન તંત્રનું પણ આમ જ છે. એ પણ રાત ને દિવસ ચાલ્યા જ કરે છે. જાગૃતિમાં હો કે સુષુપ્તિમાં એ અટકતું નથી. કદાચ શરીરને એનેસ્થેસિયા આપીને સુવાડી દેવાય, ચેતન બાહ્ય સંવેદનેને, એટલે કે શરીરનાં સંવેદનેને ન ઝીલી શકે. પણ તેની અંદરનું કર્મનાં બંધ અને ઉદયનું તંત્ર તે ચાલુ જ હોય છે. આ તંત્ર અનાદિથી ચાલુ છે. એક ક્ષણ માટે પણ કદી અનંતકાળમાં એ અટકયું નથી. છતાં જીવ જે જાણે, સમજે, ચેતન ને કંટ્રોલમાં કરવાની સ્વીચ તેના હાથમાં આવી જાય છે, એ તંત્રને બંધ કરવાની શક્તિ પણ જીવમાં જ છે. અંતર એટલું છે કે જડ યંત્રોને બંધ કરવા માટે કેઈને પણ તમે મેકલી શકે. તમે ફેકટરીએ ન જવાના છે તે તમારો ભાઈ દીકરે કે અન્ય કેઈ વ્યકિતને પણ તમે મશીનને ચાલુ કરવાનું કે બંધ કરવાનું કહી શકે. પરંતુ આ ચેતનતંત્રનું એમ નથી. એને કંટ્રોલિંગ પાવર અન્ય કોઈનાં હાથમાં નથી. વ્યક્તિ પિતે જ પિતાનાં ચેતનતંત્ર ને બંધ કરી શકે, અર્થાત્ કર્મનાં બંધભાવ અને ઉદયભાવ પર કંટ્રોલ કરી શકે. બંધુઓ ! જયંત્ર અને ચેતનતંત્ર આ બંનેમાં બીજો એક મોટો ફરક એ છે કે જે મશીન, જે વસ્તુનાં ઉત્પાદનમાં કાર્ય કરી શકતું હોય તે જ કરી શકે, અન્ય વસ્તુનું ઉત્પાદન ન કરી શકે. તમારી ફેકટરીનાં મશીન લેઢાનાં સ્પેર પાટર્સ બનાવતું હોય, તેમાં સૂતરનાં રીલ મૂકી કાપડ બનાવવાને વિચાર કરે તે ન થઈ શકે એમ કઈ પણ મશીન એકનાં બદલે બીજી ચીજો બનાવી ન આપે. તેનું કાર્ય મર્યાદિત છે. જ્યારે ચેતનતંત્ર આજે તે વિભાવ પરિણતિ એ પરિણત થઈ ક્રોધ, માન આદિ કષાયનું ઉત્પાદન કરતું હોય, પણ જીવ સમજીને સવળો પુરુષાર્થ કરવા માંડે તે ક્રોધાદિથી વિપરીત ભાવો ક્ષમા, નમ્રતા આદિ ભાવોનું ઉત્પાદન થવા માંડે. અનાદિથી અજ્ઞાનરૂપ પરિણમતે જીવ ક્ષણમાત્રમાં કેવળ Page #328 -------------------------------------------------------------------------- ________________ કેટિ વર્ષનું સ્વપ્ન પણ 301 જ્ઞાન લઈ લે જે મેહનીય કર્મ ચેતનને સંસારમાં ભમાવી રહ્યું હતું. ગતિમાન ચક્રે સદા-સર્વદા માટે તંભિત થઈ જાય. આ છે ચેતનને ચમત્કાર ! ચેતનનું અલૌકિક સામર્થ્ય ! ચેતનની સર્વતંત્ર સ્વતંત્રતા ! શ્રીમદ્જી એ સમ્યગુદર્શનની સાધના અંતિમ સિદ્ધિમાં કઈ રીતે પરિણમે તેને પૂરે કમ બતાવ્યું. હવે ચેતન અનાદિનાં વિભાવને દૂર કરવા ધારે તે કરવામાં કેટલે સમય? માત્ર છેડે જ! એ વાતની પુષ્ટિ એક લૌકિક દૃષ્ટાંત દ્વારા કરે છે. કેટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય....૧૧૪.... સુષુપ્ત માનવની નિદ્રા જ્યારે ગાઢ ન હોય અને તંદ્રામાં એ પડયો હોય ત્યારે બહુધા તેનું અવચેતન મન જાગૃત થાય છે. અને અંદર પડેલા વિભિન્ન સંસ્કારે, ચિત્રપટની જેમ માનસ પરથી પસાર થવા માંડે છે. ક્યારેક લાંબો સમય ચાલે, ક્યારેક થોડો સમય. જેને આપણે સ્વપ્ન કહીએ છીએ, આ સ્વપ્ન સાર્થક પણ હોય, નિરર્થક પણ હોય. ક્યારેક સૂચક પણ હોય. પરંતુ આવું ઓછું બને. સાર્થક કે સૂચક સ્વમો કયારેક જ આવે. બાકી નિરર્થક, જેને કઈ અર્થ નહીં, ઠેકાણું નહીં એવા જેનાર પણ સમજી ન શકે કે તે શું જોઈ રહ્યો છે. હા, સ્વમ જ હોય એટલી વાર તો એમ લાગે કે ખરેખર આ ઘટના ઘટી રહી છે. પતે તેમાં સામેલ છે. પણ ઊંઘને સમય પૂરો થઈ ગયે, સુષુપ્તિ સમાપ્ત થઈ અને માનવ જાગૃત થયે કે સ્વમ ગાયબ. પછી ભલે એ સ્વપ્ન ગમે તેટલા લાંબા સમયનું હોય. કઈકઈ વાર આખી રાત સ્વપ્ન ચાલે. અરે ! કેટલાંક ને એનું એ સ્વ. મહિનાઓ સુધી દેખાય ! કુંભકર્ણ છ મહિના ઊંઘ તે એને છ મહિનાનું લાંબુ સ્વપ્ર પણ ચાલે. અને શ્રીમદ્જી કહે છે કે કોઈ કરેડ વર્ષ ઊંઘી રહ્યો અને એ આખી યે ઊંઘમાં સ્વમ જ સ્વપ્ન તેને દેખાયા. સ્વપ્રને સમય કેટલે ટૂંક કે લાંબે છે એ મહત્વ Page #329 -------------------------------------------------------------------------- ________________ 302 હું આત્મા છું પૂર્ણ નથી. પણ એ સ્વપને દૂર થતાં, સમાપ્ત થતાં વાર કેટલી ? એ મહત્ત્વનું છે. . આપણાં સહુને અનુભવ છે કે ઊંઘ ઉડી કે સ્વમ પણ ઉડી જાય છે, આંખ ખુલી કે ન ખુલી, પણ આંખમાંથી નિદ્રા ચાલી જાય કે તેની સાથે સ્વમ પણ વિરામ પામી જાય. એ જ રીતે આ જીવ અનાદિથી વિભાવમાં જ પડયો છે. એનું ચેતનતંત્ર વિભાવનું જ ઉત્પાદન કરે છે. પણ જ્ઞાન થાય, ભ્રમ ભાંગે તે વિભાવને ભગાડતા એક ક્ષણ પણ ન લાગે. હું ચેતન આત્મા છું અને આ જડ જગત તે મારૂં નથી. આ આભપ્રાય જીવને વિષે આવી જાય તે, વિભાવ કયાં ટકે ? બ્રમ છે તે મિથ્યાત્વ છે. જે વસ્તુ જેવી નથી તેવી તેને માની લેવી તે બ્રમ. અંધારામાં દેરીને ટૂકડે જેઈ સાપ હેવાને ભ્રમ થાય. ગભરાઈને ચીસ પાડી ઉઠીએ. પણ કેઈ હાથમાં લઈને બતાવે કે ભાઈ! જે આ દોરી છે, સાપ નથી. એ જ ક્ષણે ભ્રમ ભાંગી જાય. ઊભું રહે નહીં. જીવને પણ બે પ્રકારનાં ભ્રમ છે. એક તે જે પદાર્થ, વ્યક્તિ પિતાનાં નથી તેમાં મારાપણાની બુદ્ધિ, આ પદાર્થ મારે છે. આ વ્યક્તિ મારી છે. મમત્વનાં કારણે રાગ-અને દ્વેષ, અને પરિણામે દુઃખ જ, પણ જીવ થોડી સમજણ સાથે વિચારે કે જગતનાં કેઈપણ પદાર્થ કદી કેઈનાં થયાં નથી અને થાય નહીં. થાય શી રીતે? તું ચેતન, પદાર્થ જડ. ચેતના અને જડ ને શે સંબંધ? તે બંને મળી શકે જ નહીં. અરે !મળવા પણું છે ત્યાં પણ તે તેના થઈ ન જાય. જેમકે એક પરમાણુ સાથે બીજે પરમાણુ મળી સ્કંધ બનાવે. કેટલાક સમયે સ્કંધરૂપે રહે. પછી એ બંને પરમાણુઓ છૂટા પડી જાય. પછી એક બીજામાં ફરી મળે અને ન પણ મળે તે જે પરમાણુઓ મળીને એકમેક થઈ ગયેલા દેખાતા હોય તે પણ એક બીજાનાં ન થઈ શકતા હોય. તે સર્વથા સ્વતંત્ર ચેતન અને સર્વથા સ્વતંત્ર જડ. તે એક બીજાના કેવી રીતે થઈ શકે? Page #330 -------------------------------------------------------------------------- ________________ કેટિ વર્ષનું સ્વપ્ન પણ 303 કઈ વસ્તુ કે વ્યકિત કોઈનાં હોઈ શકે જ નહીં ! મારૂ-મારૂં કહીએ છીએ તે માત્ર ભ્રમ છે. ભ્રમનું પિષણ છે. ચેતનનાં પિતાનાં મૌલિક ભાવે એટલું જ ચેતનનું છે બાકી કશું જ નથી. કારણ આપણે જોઈએ છીએ કે ચેતન આત્મા જ્યારે દેહમાંથી ચાલ્યા જાય છે ત્યારે અહીં રહેલ હજારો પદાર્થ કે સેંકડો વ્યક્તિ કેઈ સાથે જતાં નથી, અહીં જ પડયા રહે છે. એક વાર મુંબઈમાં એક શ્રીમંત કુટુંબનાં બહેન કહેતાં હતાં કે હું જ્યારે મારા રૂમમાં પલંગમાં સુતી હેલું ડેકોરેટ કરેલા આખા રૂમનાં અનેક પદાર્થો, ધન, ઘરેણા વગેરેને જોઈને મને એમ થાય કે આ બધું મારૂં–મારું કહું છું,’ આમાં મને ખૂબ મમત્વ છે. પણ આ બધું અહીં જ મૂકીને મરી જવાનું? આ તે સહન નથી થતું !" પણ આમ જ છે. બધાં જ મૂકીને ગયા અને આપણે જશું. વ્યવહારમાં કહીએ છીએ કે પુણ્ય-પાપ સાથે જાય છે પણ એ ય કયાં કાયમ સાથે રહે છે? તેને સમય થતાં એ પણ છૂટી જાય! તે બંધુઓ! આખા વિશ્વમાં કઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણી છે નહીં, થશે નહીં. ભ્રમને ભાંગવા માટે આ સમજવું બહુ જરૂરી છે. બીજો ભ્રમ છે. પદાર્થ અને વ્યકિતમાં પિતાનાં સુખની કલ્પના. અગાઉ પણ આપણે કહી ગયા છીએ કે કઈ પદાર્થ કે વ્યક્તિ કેઈને સુખ-દુઃખ દેવા સમર્થ નથી. આપણું સુખ કે દુઃખ આપણી માન્યતામાં, સમજણમાં છે. પદાર્થો જીવન જરૂરિયાતમાં ઉપયોગી છે, સગવડતા માટે છે. પણ જીવન સર્વસ્વ નથી. તેમ વ્યકિતએ પણ આ જીવનનાં માત્ર સહયોગી જ છે. એથી વિશેષ કશું જ નહીં. સુખ કે દુઃખ દેવા તે સમર્થ નથી. આ બન્ને ભ્રમ ભાંગી જાય તે જીવની જ્ઞાનદષ્ટિ ખુલે. બ્રમ તે સ્વમ સમાન જ છે. આંખ ઉઘડે અને સ્વપ્ન દૂર થાય. તેમ જ્ઞાન થાય. તે અનાદિને વિભાવ પણ દૂર થાય. Page #331 -------------------------------------------------------------------------- ________________ 304 હું આત્મા છું જ્ઞાન એ ચેતનને ગુણ છે. જ્ઞાનગુણને આજ સુધી અવળી દિશાએ પરિણમાવી રૂંધી નાખે છે. ચેતનતંત્રને કંટ્રોલ હાથમાં લઈ લઈએ તે વિભાવે પરિણમતે, અજ્ઞાને પરિણમતે આત્મા, જ્ઞાન પરિણતિમાં પરિણત થવા માંડે અને પછી વિભાવ દૂર થઈ જશે. વ્યવહારમાં તે દસ લાખ રૂ. નું દેણું હોય તે દસ લાખ ચૂકવવા જ પડે. દસ હજારથી ન ચૂકવી શકે ! હા, નાદારી ધારો કે ભાઈ! મારી પાસે શક્તિ નથી હું તો એક ટકે જ ચૂકવીશ. તે કદાચ ચાલે પણ નામેશી સહન કરવી પડે. પણ અહીં તે એવું નથી. જીવ સાથે રહેલ અનંત-અનંત કર્મોને ભેગવવા ન હોય. બદલે ચૂકવ ન હોય તે ઉત્કૃષ્ટ આત્મપરિણામે વડે સર્વ કર્મોની ઉદીરણ કરી એક સાથે નિરા કરી નાખે, તે અલ્પ સમયમાં જ છૂટકા. વગર ભેગવ્યે તેનાથી મુક્ત ! આમ જીવની જ્ઞાનદષ્ટિ ખૂલે, જ્ઞાનપ્રકાશ ફેલાય તે વિભાવરૂપ અંધકાર ક્ષણમાં દૂર થઈ જાય. જીવ સ્વભાવે પરિણત થવા માંડે. જીવને પ્રાપ્તવ્ય પણ તે જ છે. વિભાવ છૂટતાં તેનાં પરિણામ સ્વરૂપ આ જીવ કેવા ધર્મને પામે તે અવસરે... Page #332 -------------------------------------------------------------------------- ________________ ..અવ્યાબાદ સ્વરૂપ ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, ધર્મનાં યથાર્થ સ્વરૂપને સમજ્યા પછી જ થાય છે. 1 મોટા ભાગનાં માણસેને ધર્મ એટલે શું? તેની ખબર જ નથી હોતી. અધર્મમાં ધર્મ બુદ્ધિએ અધર્મનું સેવન કર્યું જાય છે. તેથી જીવનું ભવભ્રમણ ટળતું નથી. ધર્મની વ્યાખ્યા અનેક પ્રકારે થતી હોય છે. કેટલાક ફરજ ને ધર્મ કહે છે. કેટલાક પુણ્યભાવ ને ધર્મ કહે છે. પણ એ ધર્મ નથી. ફરજરૂપ ધમ, માત્ર વ્યાવહારિક જ છે. વ્યવસ્થારૂપ છે, વ્યવહારને યોગ્યરૂપે ચલાવવા માટે, વ્યક્તિ જ્યાં છે ત્યાં તેની બધી જ ફરને તેણે બજાવવી જોઈએ. પણ આવી ફરજોને આત્મધર્મ ન મનાય. વળી પુણ્યભાવ તે કઈ રીતે ધર્મ નથી. પુણ્યભાવથી કર્મબંધ છે. તે આશ્રવ છે. આશ્રવ હોય ત્યાં ધર્મ ન હોય. ધર્મ શું છે? તે શ્રીમદ્જી નાં શબ્દોમાં-- સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યગચારિત્ર એ નત્રયીને શ્રી તીર્થકરદેવ ધર્મ કહે છે, અને ત્યાં બંધને અભાવ છે. આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધમ. આત્માને સ્વભાવ માંથી પરભાવમાં ન જવા દે તે ધમ. પરભાવ વડે કરીને આત્માને ગતિએ જવું પડે, તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ, જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ, અનંત, અવ્યાબાધ સુખમાં ધરી રાખે તે ધમ. આત્મામાં આ ધર્મ કયારે પ્રગટે? મેલેપાય રૂપ અંતિમ પદ ગદેવ શિષ્યને સમજાવી રહ્યાં છે. શિષ્યનાં અંતઃકરણમાં મોક્ષના ઉપાય ભાગ-૨-૨૦ Page #333 -------------------------------------------------------------------------- ________________ 306 હું આત્મા છું રૂપ જે-જે આરાધના બતાવી તેની, અડોલ શ્રદ્ધા જાગી છે. અને તે આચરવા ઉદ્યત થયે છે. ત્યારે ગુરુદેવ તેને ધર્મનું સ્વરૂપ, સરળ અને સચેટ શૈલીમાં સમજાવે છે. શિષ્યનાં આત્મામાં ધર્મ પ્રગટ થાય તે માટે પ્રાયેગિક રૂપ બતાવે છે. છૂટે હાયાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ ભોકતા તું તેહને એજ ધર્મને મર્મ...૧૧૫. જ્યાં બંધને અભાવ છે ત્યાં ધર્મ છે. અનાદિથી કર્મબંધ કરતાં આત્મામાં અબંધ દશા કયારે પ્રગટ થાય? દેહાધ્યાસ છૂટે તે ! દેહથી ભિન્ન હું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય આત્મા છું. આવી પ્રતીતિ થાય તે દેહાત્મા બુદ્ધિ ટળે અને દેહમાં હું માનવાપણાની ભૂલ સુધરે. એક દેહમાંથી મમત્વ ઉપાડી લે તે જીવને કઈ પણ પરભામાં મમત્વ રહે નહીં. સહુથી નીકટનાં સાથીરૂપ દેહમાં જેટલું મમત્વ છે એટલું બીજા શંમા ય નથી. તેથી દેહનું મમત્વ ટળતાં, દેહાત્મ બુદ્ધિ ટળતાં, જડ-ચેતનનાં ભેદને વિવેક થતાં, સર્વ પર દ્રવ્ય પરની અહંમમ બુદ્ધિ છૂટી જાય. સાથે જ હું કરૂં છું એવી બુદ્ધિ પણ ટળી જાય અર્થાત્ કર્તાપણાને ભાવ ન રહે. જીવ અકર્તા થઈ જાય. અર્તાપણું એટલે જ બંધને અભાવ. જીવને સર્વથા બંધને અભાવ તે ચૌદમાં ગુણસ્થાને થાય, પણ કર્તાપણાને અભાવ તે ચોથા ગુણસ્થાનમાં આવે ત્યારથી જ શરૂ થઈ જાય. તૃત્વ બુદ્ધિ જ મિથ્યાત્વ છે. મારા શુદ્ધ સ્વભાવમાં કર્તાપણને ભાવ નથી. નિશ્ચયથી હું અકર્તા છું. જે હું મારા સ્વભાવને પણ કર્તા નથી, મારા જ્ઞાનને પણ કર્તા નથી, જે મારૂ છે તેને પણ કર્તા નથી, તે પરભાવને કર્તા તે ક્યાંથી હોઈ શકે? આવી વિચારણા જેમ-જેમ અંતરને વિષે દઢ થતી જાય તેમ તેમ કર્તાભાવ છૂટતે જાય. કર્તાભાવ છૂટે એટલે સાથે ભક્તાભાવ પણ છૂટી જાય. આ જરા સમજીએ. કર્તાભાવ છૂટે, એ તો જીવની સમજણની વાત છે. તે સમજેવિપક આવે તે કર્તુત્વ ભાવને છોડી દે. પણ ભોકતૃત્વ તે સત્તામાં પડેલા કર્મોનું છે. કર્મો કર્યા છે, સત્તામાં પડયા છે. એટલે ઉદયમાં તે આવે જ. તે પછી તેનાં ભેગમાંથી કેમ છૂટે જીવ ? Page #334 -------------------------------------------------------------------------- ________________ 307 અવ્યાબાધ સ્વરૂપ અહીં અભક્તા અર્થાત કર્મનાં ઉદયને જ રોકી દે તેમ નહી પણ પ્રદેશદયમાં આવેલા કર્મોને વિપાકેદય થવા ન દે. એટલે કે જીવમાં એવી પરિણામધારા વર્તતી હોય કે પ્રદેશદયમાં આવેલા કર્મોને ક્ષયેપશમ કરતો રહે. તેથી ઉદયમાં આવેલા કર્મો તેને વેદનરૂ૫ ફળ ન આપે. શરીરમાં ઉદય દેખાડતું વેદનીય કર્મ, મેહનીયનાં વિપાકોદયનું નિમિત્ત છે. પણું જીવ મોહનીયને પ્રદેશદય થાય તેને રેકી ન શકે પણ તેનો વિપાકેદય ન થવા દે એટલે તેને વેદે નહીં. ભૂતકાળમાં જે-જે મહાપુરુષે પોતાનાં સાધનાકાળમાં ભયંકર ઉપસર્ગ–પરીષહેમાંથી સાંગોપાંગ બચીને બહાર નીકળી ગયા. તેની પાછળ આ જ કારણ મહાવીરનાં પગમાં ખીર રંધાય કે બાહુબલીનાં શરીરે અસંખ્ય વીંછી ડંખ દે. બંને મેહનીયનાં ક્ષેતૃત્વનાં નિમિત્તો પણ આત્માની પરિણામધારા પરભાવને છેડી, સ્વભાવમાં વર્તતી હતી તેથી મેહનીય જોગવવું ના પડ્યું.પ્રદેશદયમાં આવી, ખરી ગયું. નિર્જરા થઈ ગઈ. બંધુઓ ! એટલે જ એ જ વીતરાગતાને પામી ગયા. ધર્મ સિવાય વીતરાગતા પ્રાપ્ત ન થાય. તેઓએ યથાર્થ ધર્મ કરી લીધો. ગાથામાં પણ એ જ કહ્યું કે હે શિષ્ય! તારે કર્તાભાવ અને ભક્તાભાવ ટળી જાય તે તારા આત્મામાં ધમ ઉગે. એ ધર્મ શું થાય? તે કહે છે. એ જ ધર્મથી મેક્ષ છે. તું છે મેક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ...૧૧૬.... જ્યારે જીવને ક્તભાવ તથા ભક્તાભાવ દૂર થાય છે ત્યારે અત્યાર સુધી પરભાવમાં અને પારદ્રવ્યમાં એકત્વ બુદ્ધિરૂપ પરિણમન થતું હતું તે બદલાઈ જાય છે. નિજ આત્મામાં અભેદ ભાવે વર્તવા માંડે છે. પોતેપિતામાં સ્થિર થવું. પરભાવથી ખસી સ્વભાવમાં વસવું તે જ ધર્મ છે. આ ધર્મ આત્મામાં જાગે એટલે મેક્ષ થાય જ. કારણ મોક્ષ એ કઈ બહારની પ્રાપ્ત થતી પદવી નથી, પદાર્થ નથી. પણ જીવનાં સ્વભાવનું સર્વથા પ્રગટ થઈ જવું. સ્વભાવ પ્રગટ થતાં જીવની જે દશા છે તે મેક્ષ છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ 308 હું આત્મા છું આજ સુધી જીવ અશુદ્ધ દશામાં જ રહ્યો છે ! બંધુઓ ! વિચાર, આપણું અંતરમાં પ્રગટતા ભાવે મંદ અથવા તીવ્ર રાગાદિનાં જ ભાવે હોય છે. એ અશુદ્ધ દશા છે. જીવનું વિકૃત સ્વરૂપ છે. અને તે સ્વરૂપને જ આપણે પિતાનું સ્વરૂપ માનતા આવ્યા છીએ. ત્યાં જ ભયંકર ભૂલ આપણે કરી છે. સર્વથા શુદ્ધ આત્માને, અશુદ્ધ ભાવે પિતાનાં કયાંથી હોય? પણ જીવને એ ભાન થયું જ નથી. તેથી એ અવસ્થા જ મારી અવસ્થા, એમ માન્યા કર્યું. પરિણામે નિજ સ્વરૂપને પ્રગટ કરવાને પુરુષાર્થ ન કરી શકે. પણ જીવને જ્યારે સમજાય કે રાગાદિ દશા એ અશદ્ધ અવસ્થા છે. મારી શુદ્ધ દશા તે જુદી જ છે. ત્યારે તે રાગાદિથી વિરામ પામે અને એ જ ક્ષણે કર્તા-ભક્તા ભાવ છૂટવા રૂપ ધર્મ, એટલે કે જીવના શુદ્ધ સ્વભાવ રૂ૫ અકર્તાભાવ-અભેકતાભાવ જાગૃત થાય. આ ધર્મભાવની પરાકાષ્ઠા એ જ મોક્ષ. તેથી જ જ્ઞાની કહે છે. તે પોતે જ મોક્ષ સ્વરૂપ છે. તારો મોક્ષ થાય છે એટલે તું તારામાં સંપૂર્ણ મોક્ષ સ્વભાવનું પ્રાગટય કરી શકે છે. અને આત્માનાં ગુણરૂપ અનંતજ્ઞાન અને અનંતદર્શન તે પણ નિશ્ચય દૃષ્ટિથી તારાથી ભિન્ન નથી. આત્મા પોતે જ જ્ઞાનરૂપ પરિણમે, પિતે જ દશનરૂપ પરિણમે. અનંતજ્ઞાનની કક્ષામાં મૂકાતા જીવને, જ્ઞાન અને પોતે ભિન્ન નથી રહેતા, બંને અભેદભાવે પરિણમે છે. કારણ અનંતજ્ઞાન એ જ જીવને સ્વાભાવિક ગુણ જ્ઞાન છે. તું જ અનંતદર્શન છે. વળી તારું સ્વરૂપ પણ અવ્યાબાધ છે. કેઈ તેમાં બાધા પહોંચાડી શકે નહીં. આત્મા ચૈતન્ય અરૂપી દ્રવ્ય છે. તેનામાં બાધ્ય-બાધક ભાવ હોય નહીં. જે પિતે બાધા પામે અને બીજાને પમાડે તે બાધ્ય-બાધક ભાવ. જેમ પાણી, પ્રવાહી અને સાકર-સ્થૂલ દ્રવ્ય. સાકર ને પાણીમાં નાંખતાં તે પાણીને બાધા પહોંચાડી, પાણીને મીઠું બનાવી નાખે અને પાણી સાકરને બાધા પહોંચાડી તેને ગાળી નાખે. બંનેએ એક બીજાને બાળા પહોંચાડી. એ જ રીતે જીવ જ્યાં સુધી પરભાવમાં વર્તતો હોય. પરના આશ્રયે પિતામાં રાગાદિ રૂપ પરિણમત હોય ત્યાં સુધી તેનામાં અવ્યાબાધ દિશા Page #336 -------------------------------------------------------------------------- ________________ અવ્યાબાધ સ્વરૂપ 309 ઉત્પન્ન થતી નથી પણ બાધ્ય-બાધક ભાવ હોય છે. જેમકે મેહનીય કર્મ જડ, એ જડનાં ઉદયે જીવ રાગાદિ રૂપ પરિણમે અને કર્મવર્ગણાનાં પુત્ર ગલને આશ્રવ દ્વારા ખેંચી તેને જુના કર્મો સાથે બંધ કરે. કર્મોમાં જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિ ઊભી થાય અને તે જ્ઞાનનું આવરણ કરે. અહીં જીવન નિમિતે કર્મવર્ગણાનાં પગલે બાધ્ય થયા એટલે કે જીવે કર્મ વગણાનાં પુદ્ગલેને બાધા પહોંચાડી, એ પિતાનાં મૂળ સ્વરૂપમાં વિકૃત નથી, કર્મ રૂપ નથી. જીવનાં ગુણોનું આવરણ કરવા શક્તિમાન નથી. પણ તે પિતાનાં જડ ભાવમાં જ પરિણત થયા કરવાનાં સ્વભાવવાળા છે. તેને જીવે રાગાદિએ કરી બાધા પહોંચાડી અને વિકૃત કરી, કર્મરૂપ પરિણુમાવ્યા. વળી જીવ પણ પિતાનાં શુદ્ધ સ્વરૂપમાં અનંતજ્ઞાન રૂપ છે. જીવમાં અજ્ઞાન પણ નથી અને અલ્પજ્ઞાન પણ નથી. એ તે સર્વજ્ઞ છે, અનંત જ્ઞાની છે. પણ કર્મોએ આવીને જીવન એ અનંતજ્ઞાન પર આવરણ નાંખ્યું જેથી જીવના અનંતજ્ઞાનનાં પરિણમનની શક્તિમાં બાધા પહોંચાડી અને જીવમાં અજ્ઞાન રૂપ વિકાર ઉત્પન્ન કર્યો તેથી જીવ અજ્ઞાન રૂપ પરિણમવા માંડે. આમ જ્યાં સુધી જીવ કમ સંગે છે. ત્યાં સુધી તેનામાં બાધ્ય-બાધક ભાવ પડે છે. તે જડને બાધા પહોંચાડે અને જડ તેને બાધા પહોંચાડે. પણ જીવમાં રહેલ મેક્ષ સ્વભાવ પ્રગટ થયા. પોતાના અનંતજ્ઞાન અનંતદર્શન અનાવરિત થઈ ગયા કે તેનું અવ્યાબાધ સ્વરૂપ પણ પ્રગટ થઈ ચુક્યું. હવે કેઈપણુ શક્તિ જીવને બાધા પહોંચાડી શકે નહીં. જીવ પણ કોઈને બાધા પહોંચાડે નહીં. આવા સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નિજધર્મથી થાય છે. એમ શ્રી ગુરુએ ફરમાવ્યું. તારૂં જ અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સ્વરૂપ, તારા સ્વભાવ રૂપે છે તે પ્રગટ થઈ જાય છે. હવે જીવનાં શુદ્ધ સ્વરૂપની વધુ પ્રતીતિ કરાવવા માટે આત્માનાં અલૌકિક ગુણે તરફ સંકેત કરી ગુરુદેવ છેલ્લી શિખ શું આપશે એ અવસરે– Page #337 -------------------------------------------------------------------------- ________________ કર વિંચાર તો પામ...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. છે. સામાન્ય દષ્ટિએ, ગુણ જેનામાં રહે તે ગુણી, એમ કહીએ ત્યારે ગુણ અને ગુણીની ભિન્નતા જણાય છે. પણ વાસ્તવમાં બંને અભિન્ન છે તેથી જ આગળની ગાથામાં શ્રીમદ્જીએ કહ્યું કે તું જ મેક્ષ છે, અનંતજ્ઞાન, અનંતદર્શન પણ તું છે અને અવ્યાબાધ સ્વરૂપ પણ તું જ છે. તારાથી જુદું કંઈ નથી. આવા ચૈતન્ય પ્રભુનું અલૌકિક અને અદ્દભુત સ્વરૂપ હવે કહેવા માગે છે. આ સ્વરૂપ એવું અનુપમ છે કે સંસારનાં કઈ પણ પદાર્થ અથવા કેઈપણ વિશેષ ઉપલબ્ધિઓ સાથે એની તુલના થઈ શકે નહીં. વળી શબ્દોની શક્તિ સીમિત અને આત્માનું સ્વરૂપ અસીમ, તેથી જ તે અવકતવ્ય કહ્યું. એક કવિએ સુંદર કહ્યું છે— શબ્દમાં સમાય નહીં એ તું મહાન કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણ ગાન... ગજુ નથી મારું એવું કહે આ જુબાન કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાન .. હો...પુરૂં તો પુરાય નહીં કલ્પનાના રંગે હારી જાય બધા મારા તકે ના તરંગ અટકીને ઊભું રહે મારું અનુમાન...કેમ કરી Page #338 -------------------------------------------------------------------------- ________________ કર વિચાર તે પામ 311 પ્રભુ અર્થાત આપણે જ આત્મપ્રભુ ! તેનું સ્વરૂપ શબ્દો દ્વારા કથી શકાય નહી. કલ્પનાના રંગે, તર્કના તરંગે કે કોઈ અનુમાને ત્યાં કામ ન આવે, એ અનંત છે મહિમા તેને. આવા અનંત મહિમાવાન સ્વરૂપને શ્રી ગુરુ યથાશક્તિ વર્ણવે છે કારણ તેઓએ આ સ્વરૂપને આંશિક અનુભવ કર્યો છે, વળી તેઓનાં અંતરમાં શિષ્યનું હિત વસ્યું છે. શિષ્ય નિજ આત્માના મહામ્યને ઓળખી, આત્માને પામવાને પુરુષાર્થ કરે, નિજાનુભૂતિને પામે એ ધ્યેયથી ગુરુદેવ ફરમાવે છે. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયં તિ સુખધામ; બીજુ કહિયે કેટલું ? કર વિચાર તે પામ-૧૧૭...... હે વત્સ ! એક અપૂર્ણ વ્યક્તિ, પૂર્ણ આત્મદેવને જે રીતે વર્ણવી શકે, તેના સ્વરૂપને વાણી દ્વારા જેટલું પ્રગટ કરી શકે તેટલું કરવા મેં પ્રયાસ કર્યો. મારી વાણની મર્યાદા અહીં પૂરી થાય છે. આથી વિશેષ કહેવાનું સામર્થ્ય છદ્મસ્થ જીવમાં ક્યાંથી હોય? આત્માના અલૌકિક સ્વરૂપને માત્ર આટલાં શબ્દોથી કહીને અટકું છું. તે શુદ્ધ, બુદ્ધ ચૈતન્યન સ્વરૂપ. સ્વયંપ્રકાશક અને અનંતસુખનાં ધામરૂપ છે. આત્મા “શુદ્ધ’ છે. આત્માનાં મૂળ સ્વરૂપમાં અશુદ્ધિ નથી. પર્યાય દષ્ટિએ વિચારતા. કર્મનાં અનાદિ સંબંધના કારણે, પુદ્ગલનાં સ્પર્શવાળો, તેનાં નિમિત્તે થતી દેવ, નારક, મનુષ્યાદિ ગતિરૂપ છે, એ ગતિનાં આશ્રયે જાતિ, ઇન્દ્રિય, સ્થિતિ આદિ રૂપ છે. અર્થાત શરીરાદિની પર્યા તે આત્માની સ્વ–પર્યાય નથી. તેથી એ પર્યાયમાં અશુદ્ધિ છે. વળી જીવ કર્મનાં નિમિત્તે થતાં રાગાદિનાં પરિણામવાળે છે. રાગાદિ છે ત્યાં મલિનતા છે. મલિનતા એ જીવને સ્વભાવ નથી વળી તે નાશ થવાનાં સ્વભાવવાળી છે. પર્યા કદી સ્થિર રહે નહીં, એ નાશવાન જ હોય તેમાંય વૈભાવિક પર્યા તે આત્માથી અત્યંત ભિન્ન છે. એ પર્યાય જેનાં કારણે છે તે કર્મ પણ આમાથી ભિન્ન છે. તે પર્યાયે આત્માની કયાંથી હોઈ શકે? આમ સમગ્ર રીતે જોતાં આત્માનું વૈભાવિક પર્યાનું રૂપ તે અશુદ્ધ છે, જે પદાર્થ સ્વભાવથી અત્યંત શુદ્ધ હોય તે અન્ય પદાર્થ સાથે લાંબા સમય સુધી રહે તે પણ તેના પિતાનાં મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર થાય નહીં. Page #339 -------------------------------------------------------------------------- ________________ 312 હું આત્મા છું બાહ્ય દૃષ્ટિએ જોતાં પદાર્થ બદલાઈ ગયેલું લાગે, પણ તેના મૌલિક સ્વરૂપમાં અંતર આવે નહીં. જેમકે-જળ. જળ પિતાનાં મૂળ સ્વરૂપમાં નિર્મળ જ હોય. તેમાં અન્ય પદાર્થો ભળીને કદાચ જળને મલિન બનાવે પણ મલિન થયેલા જળને પ્રયોગ દ્વારા વળી શુદ્ધ બનાવી શકાય. તેની નિર્મ બતા ફરી જોવા મળે. એ જ રીતે શુદ્ધ આત્મદ્રવ્ય, અનંતકાળથી પુદ્ગલ સાથે એક પ્રદેશાવગાહી છે. અર્થાત્ આત્મા જેટલી અને જે આકાશ-પ્રદેશને અવગાહીને રહ્યો છે એટલા અને એ જ આકાશ પ્રદેશને અવગાહી દેહ તથા કર્માદિ પુદગલે રહ્યાં છે. અનાદિને આ સંબંધ હોવા છતાં પણ આત્મા, આત્મા મટીને પુદ્ગલરૂપ બન્યું નથી અને પુદ્ગલ પણ પુદગલ મટીને આત્મારૂપ બન્યા નથી. દ્રવ્યને આ સ્વભાવ છે. આત્મ દ્રવ્યનાં પિતાનાં સ્વરૂપમાં અત્યંત નિર્મળતા છે.તેથી જ રાગાદિનાં પરિણામે ગમે તેટલે મલિન દેખાતે આત્મા પણ પ્રયોગથી અત્યંત નિર્મળ બની શકે છે. ગુરુદેવ કહે છે હે શિષ્ય ! તું ચેતન દ્રવ્ય છે. માટે તું અત્યન્ત શુદ્ધ છે, એમ શ્રદ્ધા કર. આત્મા બુદ્ધ' છે. બેઘ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞતા એ જીવને સ્વભાવ છે. જગતનાં સમસ્ત ને અક્રમથી એક સાથે જાણે એવી યોગ્યતાવાળે છે. આ જ્ઞાન સ્વાધીન છે. પરાધીન નથી. જીવને જ્ઞાન થવામાં શનીય અપેક્ષા નથી. પિતે જ્ઞાનરૂપ છે અને જ્ઞાનરૂપ પરિણમે છે. વાસ્તવમાં તે જીવ માત્ર જ્ઞાન સ્વભાવમાં જ હોય. આવીને તેમાં ઝળકે. જ્ઞાનને ય પાસે જવું ન પડે. પણ કર્માધીન જીવ સ્વાધીન રહ્યો નહીં તેથી સંપૂર્ણ જ્ઞાની હોવા છતાં, એક સાથે અનંત પદાર્થોનાં દ્રવ્ય, ગુણુ-પર્યાયને જાણવાની યોગ્યતાવાળે હેવા છતાં, જ્ઞાન કરવા માટે ઇન્દ્રિ અને મનને સહારે લેવો પડે છે. સીમિત શક્તિ વડે, જ્ઞાન કરવું પડે છે. તેથી તેના જ્ઞાનની સીમા બંધાઈ ગઈ હોય તેવું પ્રતિભાસે છે. પણ વાસ્તવમાં અનંતજ્ઞાનને ધારક છે. આત્માનું જ્ઞાન પૂર્ણ અને પવિત્ર છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ કર વિચાર તે પામ 313 આ અનતજ્ઞાન કદી ઓછું થાય નહીં આત્માના અસંખ્ય પ્રદેશ અને એક-એક પ્રદેશે અનંતજ્ઞાન. આ અનંતને સરવાળે પણ અનંત. એવા અનંતમાંથી અનંતને બાદ કરે તે પણ અનંત. એવા અનંત જ્ઞાનને ધણું આત્મા બુદ્ધ છે. આત્મા “મૈતન્ય ઘન” છે. ચૈતન્ય એ આત્માને અસાધારણ ગુણ છે. આ ગુણથી જ આત્મા સર્વ જડથી જુદો પ્રતિભાસે છે. જીવ સિવાય ચિતન્ય ક્યાંય નથી. આત્માના એકે-એક પ્રદેશમાં રૌતન્ય છે માટે તે ઘન સ્વરૂપી છે. ચૈતન્યને પીડ છે. તે શરીર વ્યાપી છે. સમસ્ત શરીરમાં વ્યાપીને રહે છે. આત્માને સ્વભાવ સંકોચ-વિસ્તારવાળે છે. જેવડું શરીર ધારણ કરે એવડા શરીરમાં રહે અને કીડી જેવડું લઘુ શરીર હોય તે તેમાં વ્યાપીને રહે. એટલું જ નહીં આત્માનાં ચૌતન્ય એવા અસંખ્ય પ્રદેશ કદી છૂટા પડે નહીં. એક-બીજાથી અલગ થઈ ક્યાંય ચાલ્યા જાય નહીં. કેઈ કારણે ફેલાયા હોય તે પણ તેની લિંક તો બની જ રહે ગળીની કપાયેલી પૂંછડીને તરફડતા જોઈ હશે કેઈ કારણે છડી કપાઈ ગઈ. ગળી આગળ ચાલીને જરા દૂર તરફડે છે. અહીં પૂંછડી તરફડે છે. તેમાં પણ આત્માનાં પ્રદેશ છે તે પ્રદેશની લીંક ગોળીનાં શરીરમાં રહેલ આત્મ-પ્રદેશ સાથે જોડાયેલી છે. તેથી પૂછડીમાં રહેલા આત્મપ્રદેશ ખેંચાઈને શરીરમાં પ્રવેશી જાય પછી પૂંછડી નિર્જીવ બની જાય, શાંત થઈ જાય. આમ કપાયેલા અંગમાં રહેલ આત્મપ્રદેશે શરીરમાં પ્રવેશી જાય. પણ જુદાં ન રહે, તેનાં ટૂકડા ન થાય. તેને નાશ ન થાય. કઈ માણસને પક્ષઘાત થાય. ત્યારે પણ એટલા ભાગમાંથી આત્મપ્રદેશે સંકોચાઈને શરીરના અન્ય ભાગમાં સમાઈ જાય પણ જેટલા ભાગમાં પક્ષઘાત થયું હોય એટલા ભાગનાં આત્મ-પ્રદેશ નાશ ન પામે. શાસ્ત્રોમાં સમુઘાતની વાત આવે છે. કેવળી પરમાત્મા આયુષ્યનાં અંતે અન્ય અઘાતિ કમેને ખપાવવા માટે સમુદ્દઘાત કરે ત્યારે શરીરમાં રહેલ Page #341 -------------------------------------------------------------------------- ________________ 314 હું આત્મા છું અસંખ્ય આત્મ-પ્રદેશને આખા લેકમાં ફેલાવી દે. લેકનાં એક-એક આકાશ -પ્રદેશ પર એક-એક આત્મપ્રદેશને સ્થાપી દે. આખા લેકમાં ફેલાયેલા આત્મપ્રદેશને સમેટી લઈ ફરી શરીર પ્રમાણ બનાવી દે. આમ કરવામાં એક પણ આત્મપ્રદેશ ખંડિત ન થાય, ઓછો ન થાય. અલગ પડી ન જાય. પણ હંમેશા સાથે જ રહે. એ સર્વ આત્મ-પ્રદેશ ચૈતન્યરૂપ છે. ક્યાંય અચેતનતાને અંશ નથી, એટલું જ નહીં. આત્મા જ્યારે મુક્ત થઈ જાય છે ત્યારે પણ એ ચૈતન્યઘન છે. અંતિમ દેહમાંથી નીકળે ત્યારે આત્મ-પ્રદેશને સંકેચી લઈને એ દેહનાં પ્રમાણમાં 1/3 ભાગને છેડી દઈ 2/3 ભાગમાં સમાઈ જાય. સવ આમ–પ્રદેશ સઘન અવસ્થામાં એટલા પ્રમાણમાં રહી જાય. આદિ-અનંત કાળ સુધી એ જ દશામાં રહે. માટે જ આત્મા “ચૈતન્ય ઘન છે. આત્મા “સ્વયં તિ છે. જે સ્વ-પ્રકાશિત છે. જેને પ્રકાશવા માટે અન્ય પ્રકાશનાં આધારની જરૂર નથી તે સ્વયં જતિ ! આત્મા અનંત જ્ઞાનવાન છે તેથી તે પોતે પિતામાં, પિતાથી, પિતા માટે, પિતાને પ્રકાશે છે. આત્માને જાણવા માટે, બહારનાં કઈ પ્રકાશની આવશ્યકતા નથી. તે સ્વયં પ્રકાશિત છે અને અન્ય પદાર્થોને જાણવાના સામર્થ્યવાળે છે. જેમકે સૂર્યઃ સૂર્યોદય થયે છે કે નહીં એ જાણવા માટે દીવ લઈને જવું પડતું નથી. પણ સૂર્ય પોતે જ પ્રકાશી ઉઠે છે. તેની જાણકારી ઘરનાં ખૂણે બેઠાં પણ થઈ જાય છે. સૂર્ય આખાયે વિશ્વને પ્રકાશિત કરે છે. સૂર્ય ઉગ્યા પછી ગમે તેટલી મોટી ફલેશ-લાઈટ પણ નકામી. વળી સૂર્યમાં પ્રકાશ ભરવા માટે તેને પ્રકાશિત કરવા માટે પણ કોઈ દીવેલ કે વાટની જરૂર નથી. કેઈ બેટરી કે ઇલેક્ટ્રીક સિટીની જરૂર નથી. તે સ્વયં પ્રકાશિત છે. આત્મા પણ અનંતજ્ઞાન વડે પોતે પિતાને પ્રકાશિત કરે છે. અને લેકાલકને પણ જાણે છે. આત્માની જ્ઞાન તિ સ્વયં પ્રગટ છે. તેને પ્રગટાવવી પડતી નથી. માટે તે સ્વયં-જ્યોતિ છે. આત્મા “સુખધામ છે. આત્મા પિતે જ અવ્યાબાધ, અનંત સુખને સ્વામી છે. સુખ એ આત્માને સ્વભાવ છે કારણ વીતરાગતા એ પણ Page #342 -------------------------------------------------------------------------- ________________ કર વિચાર તે પામ 315 આત્માને સ્વભાવ છે. વીતરાગતા હોય ત્યાં જ સુખ હેય. દુખનાં જેટલા વિકલ્પ છે તે સર્વ રાગાદિમાંથી ઉત્પન્ન થાય છે. જ્યાં રાગાદિ છે ત્યાં વ્યાકૂળતા છે અને વ્યાકુળતા છે ત્યાં દુઃખ છે માટે જ રાગ રહિત દશામાં જ સુખ છે. તેમજ ઈન્દ્રિયજનિત સુખ ને આજ સુધી સુખ માન્યાં પણ ખરેખર તેમાં સુખ હોય નહીં. વિષયને મેહભાવે ગ્રહણ કરનાર રાગાદિની જ વૃત્તિ છે. જેની સાથે રાગ-દ્વેષ જોડાયેલા છે. તે સમસ્ત સુખે, સુખ નહીં પણ પરિણામે દુઃખ જ છે. માટે જ અતીન્દ્રિય સુખ જ સુખ છે જેમાં કઈ પ્રકારનાં બાહ્ય નિમિત્તોની અપેક્ષા નથી. તે અત્યંત સ્વાધીન સુખ છે. આત્માનાં નિજ શુદ્ધ સ્વભાવમાંથી જ પ્રગટ થયેલ આત્માની શુદ્ધ પરિણામ ધારારૂપ છે. તેથી જ આત્મિક સુખને નિજાનંદ કહ્યો. જેણે સ્વાનુભૂતિ કરી છે તેવા મહાત્માઓને જ આ સુખને અનુભવ થાય છે. ત્યારે જ એ જાણે છે કે આત્માનાં એકે-એક પ્રદેશ અનંત સુખ પડયું છે. અસંખ્ય પ્રદેશે અનંત સુખ પડયું છે. આખે યે આત્મા સર્વ પ્રકારે સુખ-સુખથી જ ભર્યો છે. તેથી જ આત્મા સુખધામ છે. આમ આત્માનાં એકે-એક પ્રદેશે એક સાથે અનંત શુદ્ધતા, અનંત જ્ઞાન, અનંત ચૈતન્ય, અનંત પ્રકાશતા તથા અનંત સુખ એક સાથે, એક ગુરુદેવ ફરમાવે છે, હે શિષ્ય ! આ અચિંત્ય મહિમા છે આત્મદેવનો! મારી શક્તિની સીમા આવી જાય છે. એ અસીમનું વર્ણન કરવામાં! વધુ તને શું કહું? જે કંઈ, જેટલું કથી શકાય તે સર્વ કહ્યું. બસ હવે તે “કર વિચાર તે પામ' તારી આત્મિક શુદ્ધ પરિણામધારાને જાગૃત કરી લે. તને જેવું આત્માનું સ્વરૂપ બતાવ્યું તેમાં ચિંતન સાથે ઊંડે ઉતર. તારા અંતરંગમાં દિવ્ય વિચારને જગાવ. ગહન તલ સુધી પ્રવેશ પામી શકાય છે. આત્માની અનંતજ્ઞાન શક્તિને Touch કરી, તેને જગાડી શકાય છે. અને પોતે પોતાના જ્ઞાનમાં પિતાને Page #343 -------------------------------------------------------------------------- ________________ 316 હું આત્મા છું અનુભવી શકાય છે. તારામાં રહેલ સિદ્ધત્વને પ્રગટાવવાને પણ એ જ ઉપાય છે. માટે જ ચિત્તને નિર્મળ કરી, શુદ્ધ પરિણામધારા ને જગાડી દે. ' હે દેવાનુપ્રિય! મેં તે માત્ર તને કહ્યું. મારું કાર્ય માત્ર અંગુલી નિર્દેશ કરવાનું છે. ચિત્તથી ચિતન કરી, આત્માના આનંદને પામવાને પુરુષાર્થ તારે કરવાનું છે. તારા પુરુષાર્થને હું કરી આપું તે બની શકે નહી. અનંત તીર્થકરે પણ કેવળમાર્ગ પ્રરૂપી ગયા. એ માર્ગે પ્રયાણ કરવા પગ તારે જ ઉપાડવાને છે. બસ, મારૂં અંતકરણ ઊંડે ઊંડેથી તારા પ્રતિ આશિષ વરસાવી રહ્યું છે તારા ઉપાદાનને તૈયાર કરી લે. તે સર્વ નિમિત્ત સહાયક થઈ તારા આત્મદેવ ને રીઝવી લેશે. સાદિ-અનંત એવા સુખને પ્રાપ્ત કર...... વધુ અવસરે– Page #344 -------------------------------------------------------------------------- ________________ ...સહજ સમાધિ મય ! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના “અનંત સુખ ધામ એવા પરમ શુદ્ધ આત્માનાં સુખ સ્વભાવની પ્રાપ્તિ કરાવે છે. પૂર્ણ સુખની પ્રાપ્તિની ઝંખના સેવતે વિભુ આત્મા, સંપૂર્ણતાને પામી જાય છે. પોતે પણ સંપૂર્ણ, જ્ઞાન પણ સંપૂર્ણ સુખ પણ સંપૂર્ણ. જ્યાં કઈ પણ પ્રકારની અપૂર્ણતાને અવકાશ નથી એવા સ્વાધીન સુખને આત્મ પ્રાપ્ત કરે છે– આત્માથી આત્મામાં વેદાતુ સુખ તે સ્વાધીન સુખ છે, તેને અન્ય આલંબનેની આવશ્યકતા નથી. જ્યારે ઈન્દ્રિયજન્ય કે મને જન્ય સુખને વિષયેની આવશ્યકતા છે. જે વિષયને ભેગા કરી લીધે તેની સ્મૃતિથી, વર્તમાને જે વિષયને ભેગા કરી રહ્યો છે તેનાં અનુભવથી અને જે ભેગ કરવાના છે તેની કલ્પનાથી જીવ સુખ માનતે હોય, અર્થાત્ સુખ સાપેક્ષ થયું. પણ આત્મામાં પડેલા પોતાનાં અનંત આનંદને વેદ. તે નિરપેક્ષ, નિરાલંબન સુખ છે. અંતે તે જીવનું પ્રાપ્તવ્ય આ જ છે. સંપૂર્ણ સુખની શાશ્વત પ્રાપ્તિ માટે જ જીવને પુરુષાર્થ થતો હોય છે. અહીં “આત્મા છે.” આદિ છ પદોની આટલી વિશદ ચર્ચા જિજ્ઞાસુ શિષ્યની શંકા અને અનુભવી ગુરુએ આપેલ સમાધાન, એ બધાને સાર છે જીવનાં ચરમ અને પરમ ધ્યેયની ઉપલબ્ધિ. | સર્વજ્ઞ-સર્વદશી જિનેશ્વર પરમાત્માએ આગમમાં પ્રરૂપેલા ભાવેને, જેમ ચાર અનુગોમાં ગૌતમાદિ ગણધરોએ વિભાજીત કર્યા છે, તેમ Page #345 -------------------------------------------------------------------------- ________________ 318 હું આત્મા છું શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ચારેય અનુગોને આવરી લીધા છે. 1 દ્રવ્યાનુગ - આત્મસિદ્ધિ શાસ્ત્ર' આ નામ જ દ્રવ્યાનુયોગનું ઘાતક છે. નામ પરથી જ પ્રતીતિ થાય છે કે આત્માના વિષયમાં અહીં ચર્ચા કરવામાં આવી છે. જ્યાં ચેતનની ચર્ચા હોય, ત્યાં જડ તે હેય જ, જે પદાર્થની મુખ્યતાએ કરી વર્ણન થતું હોય, તેની સામે ગણતાએ તેનાથી વિરોધી બીજે પદાર્થ હોય જ. ચેતન અને જડ આ બે પદાર્થોમાં લેકનાં બધાં જ પદાર્થો સમાઈ જાય. શાસ્ત્રને પ્રારંભ થાય છે જે સ્વરૂપ સમજ્યા વિના..... .જે અર્થાત્ આત્મા, પ્રથમ ચેતન દ્રવ્યની ચર્ચાથી શરૂઆત કરી. આત્મા છે તે નિત્ય છે...” આદિ કહી આત્મા અને જડ કર્મોને સંબંધ તેનું પરિણમન, વ્યવહારનય તથા નિશ્ચયનયની પરસ્પર સાપેક્ષતા જડથી છૂટવાપણું અને સંપૂર્ણ, શુદ્ધ, અવિનાશી ચૈતન્યને આવિર્ભાવ. આદિ છ પદની સિદ્ધિ, તે શુદ્ધ દ્રવ્યાનુયેગનું કથન થયું. 2. ધર્મકથાનુગ : પ્રથમ દૃષ્ટિએ જોતાં, આ શાસ્ત્રમાં કઈ કથા કહેવામાં આવી હોય તેમ લાગતું નથી. પણ શ્રીમદ્દજી એ “ગુરૂ શિષ્ય સંવાદથી ભાંખુ પપદ આંહી એમ કહી અનુભવી ગુરુ અને જિજ્ઞાસુ શિષ્યને સંવાદ કરાવી, શાસ્ત્રમાં રેચક્તા ઊભી કરી છે. શિષ્યની પ્રથમ શંકા અને ગુરુદેવે આપેલ પ્રથમ સમાધાન સાંભળતાની સાથે ગુરુ અને શિષ્ય બંને પ્રત્યે શ્રોતાને અભાવ જાગે છે સાથે હવે પછીની શંકા શું હશે અને તેનું સમાધાન કેવું હશે તે જાણવાની પ્રબળ જિજ્ઞાસા જાગે છે. સાથે જ સુપાત્ર શિષ્યની જિજ્ઞાસા, તાલાવેલી, વિનય, સમર્પણતા, જિનવચની શ્રદ્ધા, આપ્ત ભક્તિ આદિ ભાવો અને આત્મભાવમાં રમતા ગુરુદેવની કરૂણ, વાત્સલ્ય, હિતભાવના આદિ ભાવે દ્વારા ગુરુ-શિષ્યને મીઠે સંબંધ એક સ-રસ કથાનું તત્ત્વ પુરૂ પાડે છે. 3. હનુ—ચચળ મનને સ્થિર કરવારૂપ ગણતને પ્રયોગ પણ શ્રીમદ્જી શાસ્ત્રમાં ચૂક્યા નથી. તેઓએ કહ્યું Page #346 -------------------------------------------------------------------------- ________________ 319 સહજ સમાધિ માંય કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય.” મેહનીય ભેદ બે દર્શન-ચરિત્ર નામ..” ષટ પદનાં પટ પ્રશ્ન તે...અનંતનાં આકથી શરૂ કરી, અલ્પ સંખ્યા સુધી તેની ગણતરી કરાવી, અત્યંત કુશળતાપૂર્વક ગણિતાનુએગ દર્શાવી દીધો. 4. ચરણકરણનુગ: આચરણ એ જીવને સ્વપુરુષાર્થ છે. તેનાં પર જ મોક્ષ પ્રાપ્તિ અવલંબે છે. તેથી આચરણ એ બહુ જ મહત્વપૂર્ણ પાસુ છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની ભૂમિકામાં તથા મેક્ષઉપાયરૂપ અંતિમ પદની સિદ્ધિ કરતાં શ્રીમદ્જીએ જીવને વિષે કર્તવ્ય શું છે તે અનેક પ્રકારે બતાવ્યું છે. મેક્ષ સાધક પુરુષાર્થ ને પ્રારંભ વૈરાગ્યથી થાય તેથી કહ્યું : “ત્યાગ વિરાગ ન ચિત્તમાં સદ્ગુરુનાં ચરણ શરણને સ્વીકાર સાધક જીવ માટે અનિવાર્ય આવશ્યકતા....... “પ્રત્યક્ષ સદગુરૂ સમ નહી...” ગુરુ રહ્યાં છદ્મસ્થ પણ વિનય કરે ભગવાન....” “ત્રણે યોગ એકત્વ થી વર્તે આજ્ઞા ધાર..........” સદગુરુ વૈદ્ય સુજાણ... આત્મિક દશા અને તેની પ્રાપ્તિ માટેનાં ઉપાય... “કષાયની ઉપશાંતતા... “છૂટે દેહાધ્યાસ “વતે નિજ સ્વભાવને અનુભવ લક્ષ, પ્રતીત.........“સર્વ જીવ છે સિધ્ધ સમ ..." અને અંતે દેહાતીત અવસ્થાવાન જ્ઞાનીનાં ચરણોમાં વંદન... દેહ છતાં જેની દશા વતે દેહાતીત.” આદિ અનેક પ્રકારે ચરણકરણનુયોગનું વર્ણન કર્યું, આમ શ્રીમદ્જીએ ચારે અનુગનું સુંદર સંકલન આ શાસ્ત્રમાં આપી, તે-તે યોગ્યતાવાળા જીવોને, માર્ગ પ્રશસ્ત કર્યો. શિષ્ય ની શંકાઓનું અદ્ભુત સમાધાન આપ્યા પછી ગુરુદેવ અંતિમ હિત– વચને કહી સમાધિ ભાવમાં સ્થિર થાય છે. નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અવ સમાય; ધરી મીનતા એમ કહી, સહજ સમાધિ માંય...૧૧૮... Page #347 -------------------------------------------------------------------------- ________________ 320. હું આત્મા છું હે વત્સ! અત્યાર સુધી મેં જે કંઈ કહ્યું તે મારૂં પિતાનું કંઈ નથી કહ્યું. ભૂતકાળમાં થયેલા અનંતજ્ઞાની મહાપુરુષે જે કહી ગયા વર્તમાનમાં જ્ઞાનીઓ જે કહે છે અને ભવિષ્યમાં થનાર અનંત સર્વજ્ઞ પરમાત્માઓ જે કહેશે, તે જ મેં પણ કહ્યું. સર્વે જ્ઞાનીઓ આત્માને પામવા માટે આ જ રાહ બતાવે છે. અન્ય નહીં. આનાથી એ પણ નહીં અધિક પણ નહીં. વિપરીત પણ નહીં. કારણ એક હેય ત્રણ કાળમાં પરમારથ પંથ.” દ્રવ્ય, ક્ષેત્ર કે કાળનાં પરિવર્તનથી, પરમારથના પંથમાં કોઈ પરિવર્તન આવતું નથી. એ તે જે છે તે જ છે. એ જ રહેશે. તેથી જ ગાથામાં ગુરુદેવ કહે છે. અનંતજ્ઞાનીને નિશ્ચય આ જ છે. તેમાં કદી ફરક પડતો નથી. વ્યવહારમાં પણ એમ કહીએ છીએ કે સે જ્ઞાનીને એક મત અને એક અજ્ઞાનીનાં સે મત કઈ પણ ક્ષેત્રે, કેઈ પણ કાળે જેટલા ડાહ્યાં પુરુષો થયાં તે સર્વ ને જીવન વિષે કે વ્યવહાર વિષે કે જીવનનાં મૂલ્ય વિષે, નીતિ કે સદાચાર નાં ધોરણે વિષે અથવા તે. સર્વ જન સામાન્ય ને લાગુ પડતાં કેઈ પણ વિષયમાં એક જ મત હોય, અર્થાત્ વ્યષ્ટિ ધર્મે કે સમદષ્ટિ ધર્મો વિષે મત-ભેદ ન હોય. પરંતુ એક અજ્ઞાની માણસનાં એક જ વિષયમાં અનેક અભિપ્રાયે વર્તતા હોય. અત્યારે આમ કહ્યું તો થોડા સમય પછી એ જ વાતને તદ્દન જુદા અર્થમાં કહે પરંતુ જ્ઞાનીઓનાં મત કદી બદલાય નહીં. અજ્ઞાની, સ્વાર્થ પરાયણ હોય તેથી જે સમય તેવી વાત બંધુઓ! જેમ તમારા વ્યાપારનાં Field માં જે ગ્રાહક એવો વ્યાપાર તમે કરી લે છે, કારણ સ્વાર્થ છે. ત્યાં તમારી જીભને ફરતાં જરા પણ તક્લીફ નહીં. એક વખતની વાત છે. એક ભાઈને ત્યાં તેમના કેઈ સંબંધી ઘણું વર્ષ પછી મળવા આવ્યા. બંને બેઠા છે, વાતે ચાલી રહી છે, ત્યાં યજમાનને નાને બાબો ત્યાં આવી ચડે. મહેમાને પ્રેમથી તેને બોલાવ્યો અને પૂછયું : “બેટા ! તારી ઉંમર કેટલી ? Page #348 -------------------------------------------------------------------------- ________________ સહજ સમાધિ માંય 321 બાળક ચાલાક હતો પણ સાથે વાચાળ હતું તેથી કહે– અંક્લ ! મારી કઈ ઉંમર તમને કહું ? મહેમાન વિચારમાં પડયા. આ બાળક શું બોલે છે તે તેઓ સમજ્યા નહીં. એમણે તે આશ્ચર્યથી કહ્યું : બેટા ! ઉંમર એટલે ઉંમર! તેમાં વળી કઈ એટલે શું? જુઓ અંકલ ! મારી ઉંમર ત્રણ જાતની !" ત્રણ જાતની ? એ વળી કઈ કઈ?” મારા પપ્પાએ કહ્યું છે કે જયારે ટ્રેનમાં મુસાફરી કરવાની હોય ત્યારે ઓછી ઉંમર કહેવાની ! સ્કૂલમાં ભણવા બેસાડવાને હેય ત્યારે વધારે ઉંમર કહેવાની !! અને નહીં તે જેટલી હોય એટલી જ ઉંમર કહેવાની !!! અંકલ ! તમારે કઈ જાણવી છે? કઈ કહું ?" બંધુઓ! આ છે સ્વાર્થથી ઘેરાયેલા માનવેનાં અનેક મત. તેમાં એકરૂપતા, એકવાક્યતા ન સંભવે ! અહીં તે જ્ઞાની પુરુષની વાત છે. જેઓ તદ્દન નિર્લેપ-નિસ્વાર્થ છે. એવા જ્ઞાની પુરુષે પરમાર્થને માર્ગ એક સરખો જ બતાવે. હે શિષ્ય ! સર્વજ્ઞાનીની કથેલા સત્યત તારી સામે મેં પ્રસ્તુત કર્યા ! આટલું કહી ગુરુદેવે મૌન ધારણ કર્યું ! સહજ સમાધિદશામાં મગ્ન થઈ ગયા. બસ! શિષ્ય પ્રત્યે ગુરુને જેટલા ભાવે પ્રગટ કરવાનાં હતાં, નિમિત્તરૂપ બનવાનું હતું તે કાર્ય તેમનું પૂર્ણ થઈ ગયું. તેથી વિરામ લઈ લીધો. અહીં ગુરુદેવ આત્માનુભવી પુરુષ છે. આત્માનાં સ્વરૂપમાં નિમગ્ન થવાની સહજ યોગ્યતા તેઓમાં પ્રગટ છે. તેથી જ્યાં વાણીએ વિરામ લીધો કે તેમને દેહ પણ સ્થિર થઈ, ત્રણે વેગ આત્મભાવમાં એકાકાર થઈ ગયા. સહજ ભાવે સમાધિમાં લીન થઈ ગયા. કબીરે કહ્યું છે સાધે ! સહજ સમાધિ ભલી...! ભાગ–૨–૨૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ 322 હું આત્મા છું જીવ એવી દશાને પ્રાપ્ત કરે કે વ્યવહાર દશામાં બેઠે છે. તેથી વ્યાવહારિક કર્તવ્ય બજાવતે હોય પણ એ કાર્યથી નિવૃત્ત થતાં ક્ષણેકમાં સમાધિદશા વર્તતી હેય. એવી દશા તે જીવનું પિતાનું સ્વરૂપ છે. એ દશાને પામી જવું તે જ સાધકની સાધનાની વિકાસદશા છે. ગુરુદેવ આવી સમાધિદશામાં સ્થિર થઈ ગયા. બંધુઓ ! આ દશા બધાને જલ્દી પ્રાપ્ત થતી નથી. મને યાદ છે. ગયે વર્ષે અમે તીરૂપુર ચાતુર્માસ હતાં. બહુ જ શાંત એકાંત-સુરમ્ય સ્થાન હતું. સાધના માટે સુયોગ્ય વાતાવરણ હતું. ત્યાં હંમેશા પ્રવચન પછી જેમ અહીં કરાવીએ છીએ તેમ હું આત્મા છું' નું ચિંતન કરાવાતું હતું. પ્રવચન પછી મેં ચિંતન કરાવવું ચાલુ કર્યું. વ્યાખ્યાનની પાટ પર મારા પરમ ધેય અધ્યાત્મ ચેગિની પૂજ્ય બાપજી બિરાજીત હતાં. તેઓ ધ્યાનમાં સ્થિર થયા. ચિંતન 10 મિનિટ ચાલ્યું. પુરું કર્યું પણ પૂજ્ય બાપજી તે સ્થિર જ હતાં. મેં તથા શ્રાવકશ્રાવિકાઓએ 15 મિનિટ રાહ જોઈ. પૂજ્ય બાપજીનું ધ્યાન પુરૂં થાય પછી પચ્ચકખાણ-માંગલિક દઉં. પણ પુરૂં ન થયું તેથી વિધી પૂરી કરી. શ્રાવકે ચાલ્યા ગયા. તે દિવસે કેલ્હાપુરમાં ભાઈઓ દર્શનાથે આવ્યા હતાં. સહું શાંતિથી ચૂપચાપ બેસી રહ્યાં. ગામનાં ભાઈએ ફરી આવ્યા. પૂજ્ય બાપજીનાં દર્શન કર્યા, અને ગયા. પછી લગભગ એક કલાકે ધ્યાન પુરૂં કર્યું. તેઓને ખબર પણ ન હતી કે માંગલિક વગેરે થઈ ગયું અને લેકે ગયા. ધ્યાનની પૂર્ણાહુતિએ મુખારવિંદ પર પૂર્ણ પ્રસન્નતા ફેલાઈ રહી હતી. આવું જ બીજી બે વાર સાંજના પ્રતિક્રમણ પછી થયું ત્યારે પણ એક-દોઢ કલાક સુધી સહજ સમાધિની દિશામાં પૂજ્ય બાપજી હતાં. આવી સમાધિદશા તેઓને સહજ પ્રાપ્ત છે. ઘણીવાર ધ્યાનમાં સહજ ચાલ્યા જાય. બંધુઓ ! આવી સમાધિ એ બહારની ચીજ નથી. Page #350 -------------------------------------------------------------------------- ________________ સહેજ સમાધિ માંય ર૩ આત્માની વધતી જતી વિશુદ્ધદશાની નિશાની છે. અંતરંગ સાધના કરનાર સાધકને આ સ્થિતિની પ્રાપ્તિ થાય છે. અહી શ્રીમદ્જી એ જ ફરમાવે છે કે શિષ્યનાં મનનાં સર્વ સંશાને છેરી ગુરુદેવ પ્રસન્ન મુદ્રા સાથે આત્માનાં અપૂર્વ ભાલ્લાસ સાથે નિજમાં સ્થિર થઈ ગયા. શિષ્યનાં અંતરમાં રહેલી અંતિમ શંકા પણ શાંત થઈ ગઈ યથાર્થ સમાધાન મળતાં તેનું અંતર ભાથી ભરાઈ ગયું છે. સૌથી મહત્વપૂર્ણ સંદેશ ગુરુદેવ પાસેથી પામવાને હતું તે પામી ગયે. તેથી તેના મુખમાંથી ઉગાર સરી પડે છે - છઠ્ઠ પદ તે મોક્ષ ઉપાય છે. સહુને છે સરખો અધિકાર... (2) રાગ-દ્વેષ અજ્ઞાન બંધન તોડતાં ઉઘડે છે મોક્ષનાં દ્વાર...મારી... આરાધક ભાવ એ આત્માને ભાવ છે ગુરૂ કપાએ પમાય (2) લલિત ગુરૂની અસીમ આશિષથી સંસાર સાગર તરાય મારી શિષ્યનું અંતઃકરણ પરમસંતોષ અનુભવી રહ્યું છે. એ હવે નિઃશંક બન્યું છે. ગુરુદેવનાં ઉપકારનું સ્મરણ કરી રહ્યો છે. અને સહસા તેની દષ્ટિ ગુરુદેવ પર પડે છે. અને તેનું અંતર આહલાદ અનુભવે છે. ગુરુદેવની મુખમુદ્રા પરથી સૌમ્યતા ટપકી રહી છે. પરમ શાંત રસ ભર્યા ને નાસાગ્રે સ્થિત છે. અનુપમ શાંતિ ચારે બાજુ પ્રસરી રહી છે. મુખારવિંદની ચારે બાજુ દિવ્ય આભા ફેલાઈ રહી છે. વીતરાગભાવની પારસ પ્રતિમા હેય તેવા ભાવે ગુરુદેવનાં મુખ મંડળ પર ઝળકી રહ્યાં છે. અને શિષ્યનાં અંતકરણમાં ભક્તિભાવ ઉછળવા માંડે. આવા ઉલ્લસિત ભાવે Page #351 -------------------------------------------------------------------------- ________________ 324 હું આત્મા છું શિષ્યનાં અંતકરણના દ્વાર ખોલી નાખે છે. તે અનન્ય શ્રદ્ધા ભાવે ગુરુદેવનાં ચરણકમળમાં ઢળી પડે છે. અંતરને અંધકાર ઉલેચાવા માંડે છે. આત્મા અને દેહની ભિન્નતાને પ્રતિભાસ શિષ્ય અનુભવે છે. પરમ શાંત રસધારમાં શિષ્ય પલાવિત થઈ રહ્યો છે. તેને બોધિબીજની પ્રાપ્તિ થઈ ચૂકી છેડે સમય તે સ્તબ્ધ થઈ ગયે. વાચા ફૂટતી નથી. અવાક્ થઈ રહ્યો છે. - ગુરુદેવ સમાધિભાવમાં ધ્યાનસ્થ મુદ્રામાં વિરાજે છે. શિષ્ય અવાક થઈ નિજાનુભૂતિને આનંદ માણી રહ્યો છે. ગુરુદેવની સમાધિ પૂર્ણ થતાં શિય પિતાનાં અંતરંગમાં અનુભવેલ દશાને ગુરુદેવ સમક્ષ કેવા ઉલ્લસિત ભાવે વર્ણવશે તે અવસરે Page #352 -------------------------------------------------------------------------- ________________ આમ-ચિંતન હું. આત્મા.... છું... હું... આત્મા છું” સત્.. ચિ-. આનંદ... એ મારું સ્વરૂપ સતું.. એટલે અસ્તિત્વ.... મારૂં... સદાકાળ અસ્તિત્વ છે. હું કદી નાશ પામતું નથી. નિત્ય, શાશ્વત, ધ્રુવ, ચૈતન્ય તત્ત્વહું... આત્મા... હું શાશ્વત છું, અવિનાશી છું. મારો કદી નાશ થાય નહીં...., ત્રણે કાળ.. સદા શાશ્વત રહેનાર.... શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય આત્મા.., ભૂતકાળમાં હતે, વર્તમાનમાં છું, ભવિષ્યમાં હોઈશે... હું” અવિનાશી, દેહવિનાશી હું ચૈતન્ય, દેહ જડ..મારે જન્મ નથી, મારૂં મૃત્યુ નથી. જન્મે છે... તે શરીર છે. મરે છે, તે પણ શરીર છે. દેહથી જુદો હું.. જળ્યું નહીં. મરૂં નહીં... દેહ મારે નથી, દેહને નથી, હું... કેઈને નથી, કઈ મારૂં નથી... જગતને એક પણ પરમાણુ... મારો થઈ શકે નહીં.” સર્વથી જુદો.... એક., અખંડ, અવિનાશી રૌતન્ય દ્રવ્ય હું... ચિત. યાને ચૈતન્ય... ચિત.... યાને જ્ઞાન. જ્ઞાન... એ મારે ગુણ... મારે જ્ઞાનગુણ ઈદ્રિય અને મનના સહારે વિશ્વના સમસ્ત પદાર્થને જાણે છે...જુવે છે... એ જ્ઞાનગુણને...... મારામાં સ્થિર કરી... મને એળખે છે..., મને જાણ છે.... જ્ઞાન. એ મારે વિશિષ્ટ ગુણ છે. આત્મા સિવાય...બીજામાં એ ગુણ હોઈ શકે નહીં.” મારી જ્ઞાનશક્તિ મને જાણી શકે માણી શકે. મને ઓળખી શકે. સત્-. ચિત્ .. આનંદ આનંદ... એ મારે સ્વભાવ. આ આત્મામાં એકે-એક પ્રદેશે. અનંત સુખ. વિદ્યમાન છે. મારે મારા. અનંત સુખને અનુભવ કરે છે... મને કોઈ દુઃખી કરી શકે નહીં, કેઈ વ્યક્તિ...પદાર્થ Page #353 -------------------------------------------------------------------------- ________________ 326 હું આત્મા છું કેઈ દાખી કરી શકે નહીં... હું દુઃખી થાઉં. તે મારી જમણા છે, મારી મિથ્યા માન્યતા છે. તેમાંથી દૂર નીકળી, બ્રમને તેડી મારા અનંત સુખને પામવું છે તે માટે મારામાં કરી જાઉં...” મારામાં સ્થિર થઈ જાઉં, તે મને પામી શકું છું.... થેડી ક્ષણે... વધુ.... એકાગ્ર થઈ. વધુ ઊંડાણમાં જઈ... નિજનું ચિંતન.. હું.... આત્મા છું” “હું. આત્મા... ... .......“શાંતિ''.... “શાંતિ”. “શાંતિ. Page #354 -------------------------------------------------------------------------- ________________ અંતર આરાધના છ-છ પદોથી મારી અંતર આરાધના શાશ્વત સિદ્ધિને પમા...ય એવી અંતર આરાધના પહેલું પદ તે મારે આત્મદેવ સત્ છે સત્ ચિત્ આનંદ સ્વરૂપ..(૨) ચેતનનાં ચમકારે મેર વ્યાપતે...(૨) જડમાં મળે ન એનું રૂ૫ મારી બીજું પદ તે મારે આત્મા અવિનાશી છે ધ્રુવ ને શાશ્વત સ્વરૂપ...(ર) દેહ દેહીની અભેદ ભિન્નતા (2) | મ્યાનમાં સમશેર રૂપ..મારી ત્રીજુ પદ તે મારો આત્મા જ કર્તા વ્યવહાર નયને આધીન...(૨) વ્યવહારે કર્તા કર્મને જણાય પણ (2) નિશ્ચયે સ્વરૂપાધીન...મારી ચોથું પદ તે મારો આત્મા જ લેતા કીધેલા કર્મોને ભેગ....(૨) પિત કરી ને પિતે જ ભોગવે (2) ઈશ્વરને માને ના ગમારી પાંચમું પદ તે સહુથી સેહામણું મેક્ષની પ્રાપ્તિ પમાય...(૨) પર સંગે સંસારે આથડ (2). | સ્વભાવે સ્વમાં સમાય.. મારી છઠું પદ તે મેક્ષ ઉપાય છે સહુને છે સરખો અધિકાર...(૨) રાગ-દ્વેષ અજ્ઞાને બંધન તેડતા (2) ઉઘડે છે મેક્ષનાં દ્વાર....મારી આરાધક ભાવ એ આત્માને ભાવ છે ગુરૂકૃપાએ પમાય...(૨) લલિત” ગુની અસીમ આશિષથી (2) સંસાર સાગર તરાય...મારી Page #355 -------------------------------------------------------------------------- ________________ સહજે સહજે સહજાનંદ છૂટે જે આ વિષયાનંદ પામે જ્યારે પરમાનંદ સહજે સહજે સહજાનંદ આતમદષ્ટિ પરમાનંદ પામે સહેજે પરમાનંદ છૂટે સહેજે વિષયાનંદ અંતર દષ્ટિ પરમાનંદ. * * * Page #356 -------------------------------------------------------------------------- _