________________ 168 હું આત્મા છું પિતામાં, પિતાની રીતે પરિણત થયા કરે, પણ જીવને અસર કરવામાં અસમર્થ ! તે આમ કર્મો જડ હવા પછી પણ જીવને ફળ આપે છે. તેથી જ જીવને કરેલાં કર્માનુસાર ભિન્ન-ભિન્ન ગતિઓમાં, તે - તે સ્થાને જ જઈ કમ ભેગવવા પડે છે. એ પણ હકીક્ત છે. શિષ્ય એમ માને છે કે, ઈશ્વર હોય તે જ આખાયે જગતનું નિયંત્રણ કરે, વ્યવસ્થા રહે. પણ જ્યાં ઈશ્વર જ સિદ્ધ થતું નથી, ત્યાં વિશ્વનું સંચાલન અશક્ય છે. તેથી જ જીવને શુભાશુભ કર્મોને ભેગવવાનાં સ્થાન પણ ન હોઈ શકે. આને ઉત્તર ગુરુદેવ આપે છે. - તે-તે ભગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ...૮૬... જીવ જેવા શુભા-શુભ કર્મો કરે છે. તે તેને ભેગવવા જ પડે છે. આ કર્માનુસાર શુભાશુભ અધ્યવસાય થાય છે અને આ અધ્યવસાયે જ જીવની ભાવગતિ છે. ભાવગતિને અનુરૂપ એનાં ફળ ભોગવવા માટે દ્રવ્ય ગતિ પણ છે જ. દ્રવ્યગતિ ચાર છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તેમાં ઉત્કૃષ્ટ શુભ કર્મોને ભેગવવાનું સ્થાન તે દેવગતિ - સ્વર્ગ, ઉત્કૃષ્ટ અશુભ કર્મો એટલે કે પાપ અધ્યવસાયને ભેગવવાનું સ્થાન તે નક. શુભાશુભ મિશ્ર અધ્યવસાયને ભેગવવાનું સ્થાન તે મનુષ્ય અને તિર્યંચગતિ. ગતિ પર થડે વિચાર કરીએ. એ સ્થાન એવું છે માટે ત્યાં ગયેલા જીવને એવાં ફળ ભોગવવા પડે છે, એમ નથી. પણ એવા કર્મો કર્યા છે માટે તે સ્થાનમાં જવું પડે છે અને કર્મો ભોગવે છે. જેમકે કોઈ માણસ ખૂન કરતાં પકડાયે, તેને જેલમાં લઈ જવા અને તેને કેટે ફાંસીની સજા આપી. તે આ સજા જેલમાં જ અપાય. કેઈને તેનાં ઘરમાં ફાંસી અપાતી નથી. વળી એ જેલમાં ગયે માટે તેને ફાંસી થઈ એમ નથી. જે એમ હતા તે જેલમાં રહેનાર કર્મચારીઓ સુપરિન્ટેન્ડટ વગેરે અન્ય માણસોને પણ સજા થવી જોઈએ પણ જે ગુનેગાર છે તેને જ તે સ્થાનમાં