________________ આ પુસ્તકમાં.... યુગ પુરુષ શ્રીમદ્ રાજચંદ્ર વિરચિત “આત્મસિદ્ધિ શાસ્ત્રનું વિવેચન કરતાં પરમ શ્રધેય બા.બ્ર. ડે. તરૂલત્તાબાઈ મહાસતીજીના આ બીજા પુસ્તકમાં આત્માના છ પદનું નિરૂપણ કરતી ગાથા 43- આત્મા છે તે નિત્ય છે, કર્તા નિજ કર્મ છે જોક્તા વળી મિક્ષ છે, મક્ષ ઉપાય સુધર્મ. થી શરૂ કરી–આ છ પદોની યથાર્થતા બાબત શિષ્યની શંકા તથા સદ્દગુરૂ દ્વારા તેના હૃદયંગમ સમાધાનની આખરી ગાથા 118 નિશ્ચય સર્વે જ્ઞાનીને, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહીં, સહજ સમાધિ માંય. લેવામાં આવ્યાં છે. દર્શનથી પ્રભાવિત જિજ્ઞાસુ સુશિષ્ય, એકાંતવાદી દર્શનેના જ્ઞાનથી ઘેરાતાં, આત્માનાં છ પદો વિશે તર્કશુદ્ધ દલિલેથી પિતાને ઉદ્ભવતી શંકાઓનું, વિવેક સાથે પ્રતિપાદન કરે છે. તે સદૂગુરુ પણ સુપાત્ર શિષ્યોની દલીલનું એટલા જ તર્કશુદ્ધ વિકલપથી સ્વાદુવાદની રૂએ સમાધાન કરે છે. શ્રીમદુની શૈલી હૃદયંગમ છે તે પરમ શ્રધેય મહાસતીજીનું વિવેચન પણ એટલું જ તલસ્પર્શી તથા અંતરસ્પશી છે. આશા છે કે સર્વે જિજ્ઞાસુઓને આ પુસ્તક કંઈક આપી ગયું તેવી અનુભૂતિ કરાવશે. - ત્રીજા અને અંતિમ ચરણમાં 119 થી 142 ગાથાઓ નું વિવેચન કરવામાં આવશે. પ્રફુલ શાહ