________________ ...આયાતક વિયોગ ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, સંપૂર્ણતામાં પરિણમે છે ત્યારે જ જીવની આયાંતિક મુક્તિ થાય છે. આરાધનાનું ફળ મુક્તિ, પણ જેટલે અશે આરાધના એટલે અંશે મુક્તિ. કોઈ પણ જીવની મુક્તિ એક ક્ષણમાં થઈ જાય તેમ બનતું નથી, પણ કમે– ક્રમે થાય છે. જેવી રીતે સૂર્ય પૂર્વકાશની ક્ષિતિજમાંથી સંપૂર્ણપણે બહાર આવતાં પહેલાં તે કમેન્ટ ક્રમે ઉપર ચઢતો હેય. અત્યારે છ વાગે સૂર્યોદય થતો હોય તે લગભગ પાંચ વાગ્યાથી આકાશનાં રંગમાં પરિવર્તન થવા માંડે, પિ ફાટે, પ્રભાત થાય અને ધીમે ધીમે સૂર્ય ઉપર આવે. સર્વ પ્રથમ ક્ષિતિજમાં માત્ર એક પતલી લાલ કિનાર દેખાય, જે પ્રતિક્ષણે સ્થૂલ થતી જાય અને થોડી ક્ષણોમાં આ ય સૂર્યને ગળે ઉપર આવી જાય. આ પ્રક્રિયા ધીરે-ધીરે થાય છે. એ જ રીતે કેઈ પણ આત્મા, અનાદિને મિથ્યાત્વી હોય અને જે સમયે પ્રથમ સમકિત પામે, તે જ ક્ષણે મેક્ષ પામી જ નથી પણ વિભાવનાં અંધકારમાં ડૂબેલે માનવ કમશઃ આગળ વધે છે. સમ્યકત્વ પામ્યા પછી પણ ચેથા ગુણસ્થાનથી સીધે તેરમે ગુણસ્થાને કેવળ અવસ્થાને પામી જાય એવું આજ સુધી બન્યું નથી. શનૈઃ શનૈઃ મોહનીય કર્મને ખપાવતે જીવ આગળ વધે છે. જીવમાં અનંત શક્તિ પડી છે. પણ કર્મોનાં ગાઢ આવરણેનાં કારણે એ શક્તિને અનુભવ નથી. તેથી જ આ જીવ કર્મબંધને દ્વારા આત્માને