________________ આત્મા છે પિતાને પ્રેમ કરતે થઈ જાય તે મુક્ત થવામાં વાર કેટલી ? આચારાંગ સૂત્રમાં કહ્યું છે– ___पुरिसा तुममेव तुम मित्त, कि बहिया मित्त मिच्छसि.? હે આત્મા! તું જ તારે મિત્ર છે. શા માટે બહારના મિત્રને ઈએ છે? આત્મા સુમાર્ગે ચાલે, પિતે પિતાને જાગૃત કરે, પોતે પિતાનું ભાન કરે, નિજાનંદને અનુભવે તે તે પિતાને મિત્ર છે. સત્પથ પર ચાલી આત્માને મેક્ષ મંઝિલે પહોંચાડે છે. તે બંધુઓ! આત્મા પર, પિતા પર પ્રેમ કરી આપણે આપણાં બધન કાપી નાખીએ. - અહીં સંક્ષેપમાં છ પદો બતાવ્યાં ! હવે પછી સુપાત્ર શિષ્ય એકએક પદ વિષે પ્રશ્ન ઉઠાવશે અને સમર્થ સદ્ગુરુ, ખૂબ જ પ્રેમ ભાવથી, અનુભવ રસથી રસાયેલી વાણી દ્વારા પ્રશ્નોનાં સમાધાન કરશે. તે પહેલાં ભારતના અન્ય દર્શને સાથે આ છ પદનો સમન્વય કેવી રીતે થાય છે તે હવે પછીની ગાથામાં કહેવામાં આવશે.