________________ આત્મ-ચિંતન.... “હું....આત્મા છું હું...આત્મા " અનાહારપણું....એ મારો સ્વભાવ... હું..ચૈતન્ય આત્મા આત્માને આહાર જોઈએ નહીં. આત્મા નિજગુણેમાં પરિપૂર્ણ છે. જ્ઞાનાદિ સ્વભાવને ધારક છે...પિતાના જ્ઞાનાદિ ગુણેને એ અનુભવે છે....આત્માને....જ્ઞાનાદિમાંથી જ રસ મળે છે....નિજની અનુભૂતિના રસે. જ્ઞાનાદિ ગુણેની વૃદ્ધિની સાથે આત્માનું પિષણ થાય છે... આહાર... જડ પુગેલે છે... પુદ્ગલચૈતન્ય આત્માને સંતોષી શકે નહીં.ચૈતન્યને..ચેતનાની અનુભૂતિમાં..સંતેષ છે.શરીર જડ છે.... જડના પિષણ માટે...જડની આવશ્યક્તા હેય....જડ શરીરને પોષવા જડ શરીરને સંભાળવા , જડ શરીરની વૃદ્ધિ માટે આહારની આવશ્યક્તા છે....આ ચૈતન્ય આત્મા જડ શરીરથી નિરાળ થઈ જાય, જડથી ભિન્નતાને અનુભવે, આહારની આવશ્યક્તા ન રહે.... શરીરને....આહારની જરૂર છે. પણ તેમાં વૃત્તિઓને ભેળવવાની જરૂર નથી.રસવૃત્તિને છોડી....અનાસક્તભાવે....આહારને ગ્રહણ કરવું...આત્મા ....અનાહારક પદને પામી શકે છે. હું ચૈતન્ય હું....અનાહારક આત્મા....મારે....મારા સ્વરૂપને પામવું છે -અનાહારક પદની પ્રાપ્તિ માટે તપશ્ચર્યા....અણમેલ સાધન છે...જેમ -જેમ તપશ્ચર્યામાં દઢતા..., તપશ્ચર્યામાં ઉગ્રતા આવે છે.... કઠિનતા આવે છે..., તેમ તેમ અનહારક પદને પ્રાપ્ત કરે છે....મારે..મારા અનાહારક પદને.... પ્રાપ્ત કરવું છે. શરીરની આસક્તિથી દૂર થવું છે.માટે વધુ... એકાગ્ર થઈ...વધુ ઊંડાણમાં જઈ સ્થિરતા સાથે...આત્માનું ચિંતન હું...આત્મા છું.હું... આતમા છું.” ... “શાંતિ “શાંતિ”. “શાંતિ