SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ..અનુભ, લા પ્રતીત ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્મ અનુભવનાં ઊંડાણમાં લઈ જાય છે. આત્મામાં જેટલી સ્થિરતા વધારે, અનુભવ એટલે જ ઊંડે, અને અનુભવનું ઊંડાણ વધતું જાય. તેમ આત્મ સ્થિરતા વધતી જાય. બંને અ ન્ય છે. માનસિક ધરાતલ પર થયેલા, સુખ-દુઃખના અનુભવોનું પણ એમ જ છે. જે અનુભવ હૃદયને વધુ સ્પશી ગયો હોય, તે સુખને હોય કે દુઃખને પણ લાંબા સમય સુધી સ્મૃતિમાં જળવાઈ રહે છે. અરે ! કેટલાંક અનુભવે તે જીંદગી પર્યત યાદ રહી જાય છે. માનસ પરથી ભૂંસાતા નથી. પણ જે કઈ અનુભવ માત્ર ઉપરછલ્લે હોય, અંતર સુધી ન પહોંચે હોય તે આજે અનુભવાયેલું કાલે ભૂલી જવાય છે. આત્માનાં અનુભવની વાત પણ એવી જ છે. ક્ષાયિક સમક્તિરૂપ ઊંડે અનુભવ, કદી ભૂંસાતું નથી. એ તે જીવ સાથે હંમેશા રહે છે. મેક્ષે જાય તે પણ જીવ સાથે લઈ જાય છે. પણ માત્ર દર્શન મેહનીયની પ્રકૃતિઓને દબાવી દીધી હોય એટલે કે ઉપશમ જ કર્યો હોય તે તે માત્ર એક અંતમુહર્ત જેટલો કાળ માંડ ટકીને રહે, પછી આત્માની એ અનુભવદશા વિસરાય જાય છે. ઉપશમ સમક્તિ આત્માને અનુભવ કરાવે જરૂર પણ તેમાં સાયિક સમક્તિ જેટલું ઊંડાણ અને સ્થિરતા નથી હોતા. અરે ! બુદ્ધિગમ્ય તને સમજવા માટે પણ બુદ્ધિનાં ઊંડાણ અને સ્થિરતાની આવશ્યક્તા હોય છે. જડ જગતનાં રહસ્ય પણ બુદ્ધિમાન માણસો જ સમજી શકે. બધાનું એ ગજુ નહીં. ગમે તેટલી મહેનત કર્યા પછી પણ
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy