________________ 165 કારણ વિના ન કાર્ય તે શક્તિને આહારક લબ્ધિ કહે છે. આ લબ્ધિ દ્વારા એક નાનું શુભ મુહૂગલેનું પૂતળું બનાવવામાં આવે, જે પૂતળું પેજને દૂર કેવળી ભગવાન પાસે જઈ શંકાનું સમાધાન કરી પાછું આવે અને પછી વિખેરાઈ જાય. આ પૂતળું બનાવવા માટે જે પુદગલ સ્કંધ ઉપગમાં આવે તે છે આહારક વર્ગ. - આ લબ્ધિ માત્ર ચૌદ પૂર્વધારી મુનિને જ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય કેઈને નહીં. 8, અવર્ગ-વર્ગ -બિન ઉપયોગી પુગલ સ્કો જે વિશ્વમાં સહુથી વધારે છે. આ વર્ગનાં નાના-મોટા સ્ક વાતાવરણમાં ફર્યા કરતાં હેય. જે કદી કઈ જીવને ઉપયોગી થયા નથી અને થવાના પણ નથી. માત્ર પુદગલ રૂપે તેનું અસ્તિત્વ છે. તે મળે અને વિખરાય એમ થયા જ કરે છે. આમ આ આઠ પ્રકારનાં પરમાણુ-પુદ્ગલ-સ્ક છે વિશ્વમાં ઠસોઠસ ભર્યા છે. પણ જ્યાં સુધી જીવનાં ભાવેનું નિમિત્ત ન પામે ત્યાં સુધી તે, જીવ પર કશી જ અસર કરતા નથી. તે પિતાનાં સ્વતંત્ર વિચરણમાં જ વિચરી રહ્યાં હેય. જડ છે, છતાં જીવનાં નિમિત્તે જીવ સાથે જોડાય ત્યારે, આત્માનાં ચૈતન્યનાં કારણે જાણે તેનામાં પણ ચેતન આવતું હોય તેમ એ પ્રવર્તવા માંડે છે. એવી જ રીતે આત્મા પર રહેલાં કર્મો જડ હોવા છતાં પણ આત્મા સાથે એક ક્ષેત્રાવગાહી રહ્યાં છે. તેથી આત્મા પર તેની અસર થાય છે. શિષ્યનાં મનની શંકા કે જડ કર્મો કઈ રીતે જીવને ફળ આપે? તેના સમાધાનમાં ગુરુદેવે એ સમજાવ્યું છે કે જડ પરમાણુ પુદ્ગલેનું પરિસુમન જીવનાં આશ્રયે કેવું-કેવું થાય છે અને તે કેટલું કાર્ય કરી શકે છે. વિશ્વની જેટલી જડ-શક્તિઓ આજે આપણે ઉપયોગમાં લઈ રહ્યાં છીએ તે પણ આપણી ચેતનશકિતના સાથથી જ. જે ચેતન ન હોય તે જડ કશું ય કરી શકે નહીં. ચેતનની પ્રેરણા પામી જડ ઘણું કરી શકે છે. તેની સાબિતિ પ્રથમ કહ્યું તેમ આ જગતની અંદર દેખાતી વિચિત્રતાઓ. આમ જડ કર્મો ફળ દેવા સમર્થ છે. એ ગુરુદેવે સમજાવ્યું. હવે શિષ્યનાં મનમાં એક બીજી વાત છે કે કદાચ સર્વશક્તિમાન ઈશ્વર જીવને ફળ દેવામાં જજનું કામ કરતા હોય ! તે યોગ્ય છે કે નહીં એ શંકા તેણે ઉઠાવી છે. ગુરુદેવ આ જિજ્ઞાસાનું સમાધાન પણ કરશે જે અવસરે..