________________ કર્મ સ્વભાવે પરિણમે 175 સંપત્તિ જ સર્વસ્વ નથી. ધન તે ચાલ્યું જનાર છે. નો'તું ને આવ્યું તેમ આવીને ચાલ્યું જશે માટે તેનું અભિમાન કરવા જેવું પણ નથી. આર્થરની આંખ આડેનાં પડળે ઉતરવા માંડયા. સત્ય સમજાવા માંડયું. હળવાશને અનુભવ થવા માંડે. એ આનંદમાં ત્રણ નહીં ચાર કલાક વીતી ગયા. ત્રીજી પડીકી ખોલી. ચિત્તશાંત છે. મન પ્રસન્ન છે. સર્વ બેજાથી મુક્ત, રાહત અનુભવે છે. અને એણે ત્રીજી દવા લીધી, દુવા વાંચી– | Re-Examine your motives-તારા હેતુઓને ફરીથી તપાસ. મારો હેતુ ? શાને હેતુ ? મેં કદી હેતુ વિચાર્યો નથી. જીવું છું બસ, જીવું છું. શાના માટે જીવું છું ? હશે ને કોઈ કારણ? આર્થર વિચારે છે. હવે હાથમાં ચાવી આવી ગઈ છે. હેતુ શોધવા બહાર જવું પડે તેમ નથી. તે પિતામાં જ ઉતર્યો. અંતર તમને તપાસ્યું, નિરીક્ષણ-પરીક્ષણ કર્યું અને તેને સમજાયું કે મારા જીવનને ચરમ અને પરમ ધ્યેય માત્ર ધન અને ધનને આશ્રયે નામના, યશ, પ્રતિષ્ઠા ! આ મેળવવા માટેની જ મારી મથામણ છે. તે શું આ હેતું યેાગ્ય છે? નામ કેના રહ્યાં છે? મારા જેવા તો કેટલાય શ્રીમતે માટીમાં મળી ગયા. કેણ તેઓને યાદ કરે છે? તે મને કણ યાદ રાખશે? અરેરે! આર્થર જે નામ માટીમાં મળવાનું છે તેના માટે આટલી તીવ્ર વેદના વેઠી રહ્યો હતે ? ઓહ આ બધું જ નકામું ? આજ સુધીનું જીવન મેં વ્યર્થ ગુમાવ્યું. બંધુઓ! જે આર્થર કાલે એમ કહેતું હતું કે 12 કલાક બીઝનેસ છેડી દઉં તે શું થાય? મારા વિના કેમ ચાલે? એ આજે પિતાની બધી જ પ્રવૃત્તિઓને બેટી ઠરાવી રહ્યો છે. જેમાં એને જીવનનું સર્વસ્વ દેખાતું હતું તેની ક્ષણભંગુરતાને પ્રતિભાસ થયે. પોતે જાણે કોઈ ઉદાત્ત હેતું વગરનું જીવન જીવ્યા હોય તેમ, આજ સુધી કરેલો પરિશ્રમ અર્થ વગરને લાગે. આ વિચારમાં ઊંડે ઉતરી ગયે સમય પસાર થઈ રહ્યો છે. હવે માત્ર એક ડેઝ બાકી છે. જે પડિકીએમાં કઈ અજબ જાદુ ભર્યો છે, જે જીવનનું ધરમૂળથી પરિવર્તન કરવા સમર્થ છે, એ દવા લેવાની