________________ 312 હું આત્મા છું બાહ્ય દૃષ્ટિએ જોતાં પદાર્થ બદલાઈ ગયેલું લાગે, પણ તેના મૌલિક સ્વરૂપમાં અંતર આવે નહીં. જેમકે-જળ. જળ પિતાનાં મૂળ સ્વરૂપમાં નિર્મળ જ હોય. તેમાં અન્ય પદાર્થો ભળીને કદાચ જળને મલિન બનાવે પણ મલિન થયેલા જળને પ્રયોગ દ્વારા વળી શુદ્ધ બનાવી શકાય. તેની નિર્મ બતા ફરી જોવા મળે. એ જ રીતે શુદ્ધ આત્મદ્રવ્ય, અનંતકાળથી પુદ્ગલ સાથે એક પ્રદેશાવગાહી છે. અર્થાત્ આત્મા જેટલી અને જે આકાશ-પ્રદેશને અવગાહીને રહ્યો છે એટલા અને એ જ આકાશ પ્રદેશને અવગાહી દેહ તથા કર્માદિ પુદગલે રહ્યાં છે. અનાદિને આ સંબંધ હોવા છતાં પણ આત્મા, આત્મા મટીને પુદ્ગલરૂપ બન્યું નથી અને પુદ્ગલ પણ પુદગલ મટીને આત્મારૂપ બન્યા નથી. દ્રવ્યને આ સ્વભાવ છે. આત્મ દ્રવ્યનાં પિતાનાં સ્વરૂપમાં અત્યંત નિર્મળતા છે.તેથી જ રાગાદિનાં પરિણામે ગમે તેટલે મલિન દેખાતે આત્મા પણ પ્રયોગથી અત્યંત નિર્મળ બની શકે છે. ગુરુદેવ કહે છે હે શિષ્ય ! તું ચેતન દ્રવ્ય છે. માટે તું અત્યન્ત શુદ્ધ છે, એમ શ્રદ્ધા કર. આત્મા બુદ્ધ' છે. બેઘ સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞતા એ જીવને સ્વભાવ છે. જગતનાં સમસ્ત ને અક્રમથી એક સાથે જાણે એવી યોગ્યતાવાળે છે. આ જ્ઞાન સ્વાધીન છે. પરાધીન નથી. જીવને જ્ઞાન થવામાં શનીય અપેક્ષા નથી. પિતે જ્ઞાનરૂપ છે અને જ્ઞાનરૂપ પરિણમે છે. વાસ્તવમાં તે જીવ માત્ર જ્ઞાન સ્વભાવમાં જ હોય. આવીને તેમાં ઝળકે. જ્ઞાનને ય પાસે જવું ન પડે. પણ કર્માધીન જીવ સ્વાધીન રહ્યો નહીં તેથી સંપૂર્ણ જ્ઞાની હોવા છતાં, એક સાથે અનંત પદાર્થોનાં દ્રવ્ય, ગુણુ-પર્યાયને જાણવાની યોગ્યતાવાળે હેવા છતાં, જ્ઞાન કરવા માટે ઇન્દ્રિ અને મનને સહારે લેવો પડે છે. સીમિત શક્તિ વડે, જ્ઞાન કરવું પડે છે. તેથી તેના જ્ઞાનની સીમા બંધાઈ ગઈ હોય તેવું પ્રતિભાસે છે. પણ વાસ્તવમાં અનંતજ્ઞાનને ધારક છે. આત્માનું જ્ઞાન પૂર્ણ અને પવિત્ર છે.