________________ ઝેર સુધા સમજે નહીં 157 રસબંધ - બંધ પ્રાપ્ત કર્મ પુદ્ગલેમાં ફળ દેવાની શક્તિ હોય છે તેને રસબંધ કહે છે. જેની સાથે બંધાયા પહેલાં કર્મ પરમાણુઓમાં કઈ વિશિષ્ટ રસ નથી હોતો. તે નિરસ અને એકરૂપ હોય છે. પરંતુ જ્યારે જીવ દ્વારા કર્મ પરમાણુઓ ગ્રહણ કરવામાં આવે ત્યારે જ જીવનાં કષાયરૂપ પરિણામમાં નિમિત્તથી તેમાં અનંતગુણ રસ પડે છે. જે જીવનાં ગુણની ઘાત કરે છે તેને જ રસબન્ધ કહે છે. જેમ સુકુ ઘાસ નીરસ અને લખ્યું હોય છે પણ જુદાં-જુદાં પ્રાણઓનાં પેટમાં જઈ દૂધ બને, તેની ઘટ્ટતા અને ચીકાશમાં તારતમ્યતા હોય છે વળી ગુણમાં પણ અંતર પડે છે. ભેંસ, ગાય અને બકરીના દૂધમાં આ ભેદ જોવા મળે છે. તેમ જુદા-જુદા જીવ જ્યારે કર્મ ગ્રહણ કરે ત્યારે સહુનાં કષાયભામાં તરતમતા હોય છે તેથી કર્મની ફળ દેવાની શક્તિ રૂ૫ રસમાં પણ તરતમાતા બને છે. અને ઉદયમાં આવે ત્યારે તીવ્ર કે મંદ રસ ફળ આપે છે. રસ અથવા અનુભાગ બે પ્રકાર હોય છે. તીવ્ર અને મંદ. આ બંને પ્રકારને અનુભાગ શુભ-અશુભ બંને પ્રકૃતિમાં હોય છે. શુભ પ્રકૃતિનાં રસને શેરડીના રસની ઉપમા આપવામાં આવે છે કારણ કે ભેગવવામાં એ મીઠે અને સ્વાદિષ્ટ શેરડીના રસ જે હોય છે. અશુભ પ્રવૃતિઓનાં રસને લીમડાનાં રસની ઉપમા અપાય છે. લીમડાને રસ કડે હોય તેમ અશુભ પ્રકૃતિનાં ફળ પણ દુઃખદાયી હોય છે. આ બંને રસમાં પણ અનેક પ્રકારે વધતા-ઓછાપણું હોય છે જેને તીવ્ર, તીવ્રતો અને તીવ્રતમ તથા મંદ, મંદતર, અને મંદતમ રૂપ ગુણ હાનિ-વૃદ્ધિ કહે છે. આમ કરેલા કર્મોને અમુક પ્રકૃતિ રૂપે, અમુક પ્રદેશના પરિમાણ રૂપ, અમુક સ્થિતિ અર્થાત્ કાળ સુધી અને મંદ–તીવ્ર રસ રૂપે જીવ ભોગવે છે. આ ચારેય પ્રકારનાં બંધના કારણરૂપ જીવનાં કષાય ભાવો તથા યેગની પ્રકૃતિનું માધ્યમ મુખ્ય કારણ છે. જીવ જ્યારે વિભાવ પરિણમને પરિણમે છે ત્યારે કષાયે કરે છે અને કષાયનાં આશ્રયે મેંગેની તે-તે પ્રકારની પ્રવૃત્તિ થાય છે.