________________ આત્મ-ચિંતન હું....આત્મા છું”“હું. આત્મા છું” સમતા....એ મારે સ્વભાવ... મારામાં રાગ નથીષ નથી...માટે વિષમતા પણ નથી રાગ-દ્વેષ રહિત...મારૂં શુદ્ધ સ્વરૂપ સમતામય છેજયાં રાગ છે...ત્યાં વિષમતા છે...જયાં દ્વેષ છે....ત્યાં પણ વિષમતા છે...રાગ-દ્વેષથી પર થઇ...મારામાં સ્થિર થાઉતે સમતાને ધારણ કરી શકું છું.નિજ સ્વરૂપના લક્ષે.... નિજાનંદના લશેમારા સમતા ગુણને પ્રગટ કરૂં... ગમે તેવી પરિસ્થિતિમાં સમતાને ગુમાવું નહીં. પ્રયત્નપૂર્વક સાધેલી સમતામારા ગુણને પ્રગટ કરે છે હું વિષમતા અનુભવું છું. એ મારૂં અજ્ઞાન છે....જગતને કેઈપણ પદાર્થ. કેઈપણ વ્યકિત કેઈપણ પરિસ્થિતિ મને વિષમ બનાવી શકે નહીં. જગતના પદાર્થમાંથી વ્યક્તિમાંથી.. ઇંદ્રિયના વિષયમાંથી...રાગ-દ્વેષ ઉઠાવી લઉં. રાગ-દ્વેષથી પર થઈ જાઉ... એ જ મારી સમતા છે... કર્મક્ષેત્રે કર્મ કરું તે પણ સમતા ધર્મક્ષેત્રે ધર્મ કરું તે પણ સમતા સર્વ પરિસ્થિતિમાં સમતા રાખી શકે..એ જ મારી સમતાની સાધના ...અનુકુળ પરિસ્થિતિમાં કુલાઈ ન જાઉં...પ્રતિકૂળ પરિસ્થિતિમાં કરમાઈ ન જાઉં. પરિસ્થિતિ નિમિત્ત છે. આ આત્મા ઉપાદાન છે. ગમે તેવું નિમિત્ત ઉપાદાનને કાંઈ ન કરી શકે ....આ સમજણ મારી સમતાને.. જાગૃત કરી શકે છે...સમત્વને પામવા..... સદૈવ સમતામાં રહેવા મારૂં ચિંતન કરૂં સ્વના ચિંતન વડે સ્વને જાણવાની લગની વડે...સ્વને ઓળખવાના પુરુષાર્થ વડે એ પામી શકાય છે.... થોડી ક્ષણે માટે....વધુ એકાગ્ર થઈ ઊંડાણમાં જઈ સ્વનું ચિંતન કરીએ... “હું. આત્મા છું” “હું. આત્મા છું” શાંતિ” “શાંતિ” “શાંતિ