SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ 290 હું આત્મા છું “અરે! આજે તને થયું છે શું? કયારેય નહીં ને આજે કેમ આવી વાત કરે છે!” - “સ્વામી! ખરેખર ! પારકી વસ્તુ આપણાથી ન રખાય? જેની હોય તેને આપી દેવી પડે ?" “હા, હા, તેમાં પૂછવાનું શું?” . આપને દુઃખન હીં થાય?” “ના, ના, તેમાં દુઃખ થવા જેવું શું છે? આપણું કામ પતી ગયું. સમય થઈ ગયો. દઈ જ દેવા પડે!” ' એમ! તો ચાલો હું આપણા રત્નકંકણ બતાવું ! અને સુમતિ તેના પતિને હાથ ઝાલી અંદરનાં ઓરડામાં દોરી ગઈ. જ્યાં બબ્બે યુવાન પુત્ર ચિરનિદ્રામાં પોઢી ગયા હતાં, મુખ પરથી સહેજ કપડું દૂર કરી સુમતિએ ધીરેથી પતિને કહ્યું : જુઓ નાથ! આ આપણું રત્નક કણ! તેને સમય પૂરો થઈ ગયે. અને તે રવાના થઈ ગયા !" પતિ તે અવાક રહી ગયે. પુત્રોનાં મૃત્યુને આ સ્ત્રી આ રીતે મૂલવી શકે. એક માતૃહૃદય આટલી સમતા દાખવી શકે ! કઈ હશે એ શાક્ત? અને સુમતિને પતિ ત્યાં જ તેની પત્નીનાં ચરણમાં ઢળી પડે કહ્યું : “સુમતિ! તે ખરેખર વીતરાગનાં ચરણ-શરણની ઉપાસના કરી છે. આટલા મોટા આઘાતને ઝીરવવાની શક્તિ વીતરાગની વીતરાગતા પ્રત્યેની તારી અનન્ય ભક્તિએ જ તને આપી છે!” બધુ! આ છે હર્ષ શેકથી પર દશા. સમકિતી જીવને રોમે-રે મે વીતરાગતાની શ્રદ્ધા ભરી હાય. તેથી જ આવા મહાભયંકર પ્રસંગમાં પણ સમતા ટકાવી રાખી શકે. માટે જ અહીં કહ્યું કે સર્વ મિથ્યાભાસે ને ટાળી નાખે અને ત્યારે મથ્યાભાસ ટાળવા માંડે એટલે ચારિત્ર મહનીયની પ્રકૃતિએ એક-એક કરીને ખરવા માંડે. જેમ-જેમ ચાગ્નિ
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy