________________ 100 હું આત્મા છું અનંતકાળ સુધી દ્રવ્યા કરશે અને વર્તમાનમાં દ્રવી રહ્યો છે છતાં એટલે ને એટલે જ રહે તે દ્રવ્ય. સુવર્ણના દૃષ્ટાંતથી અને સમજીએ. સુવર્ણના ઘડાતા જુદા જુદા ઘાટમાં સુવર્ણ તે મૂળ દ્રવ્ય છે અને જુદા જુદા ઘાટ તે પર્યાય છે. સુવર્ણનું એક આભૂષણ બનાવ્યું. તે આભૂષણ રૂપ પર્યાયની ઉત્પત્તિ થઈ, ફરી એ આભૂષણને ગાળી નાખીને બીજે ઘાટ આપવામાં આવે તે પૂર્વે આપેલા ઘાટને નાશ થશે અને નવા ઘાટની ઉત્પત્તિ થઈ. પણ બનેમાં સુવર્ણ તે એનું એ જ રહ્યું. આભૂષણેમાં પરિવર્તન થયું પણ તેમાં રહેલ સુવર્ણ બદલાયું નહીં. એ જ એની ધ્રુવતા. બીજી રીતે દ્રવ્યની વ્યાખ્યા કરતાં કહ્યું– | ગુખ પર્યાયવર્ધ્ય ગુણ અને પર્યાયના આશ્રયરૂપ છે તે દ્રવ્ય છે. દ્રવ્યની સાથે સદા રહેનાર, અવિનાશી ધર્મ તેને ગુણ કહે છે અને દ્રવ્યમાં સમયે-સમયે અવસ્થારૂપ પરિણમન થાય છે તે પર્યાય છે. પર્યાય દ્રવ્યની પણ હોય અને ગુણની પણ હોય. તે પર્યાનું પરિણમન થયા કરે પણ દ્રવ્ય કે ગુણ, ના બદલાય. - જેમકે ઉદધિ. પાણી દ્રવ્ય છે. તેમાં સમયે-સમયે તગે ઉઠે છે તે તેની પર્યાય છે. તગે ઉઠે ને શમી જાય. પણ તેથી પાણીમાં કઈ પરિવર્તન આવતું નથી. તે જેમ છે તેમ જ, જેટલું છે એટલું જ રહે છે. તેમજ પાણીમાં રહેલી શીતલતા પણ તરંગેના આવવાથી બદલાઈ જતી નથી. પણ એ દ્રવ્ય છે. શીતલતા એને ગુણ છે, અને તરંગે એ પર્યાય છે. પાણીરૂપ દ્રવ્ય એમ ને એમ રહ્યું. શીતલતારૂપ ગુણ પણ એમ ને એમ રહ્યો. પણ પર્યાયરૂપ તરંગે આવે છે અને જાય છે, તે બદલાયા કરે છે. તરંગ પાણીમાં આવે છે માટે તે પાણીની પર્યાયે થયી. શીતલતામાં ‘હાનિ-વૃદ્ધિ થવી, હવામાનના કારણે પાણી કયારેક ઉષ્ણ થઈ જાય તે કયારેક વધુ શીતળ થઈ જાય, એ છે ગુણની પર્યાય. પાણી ઉષ્ણ થવા પાછળનું કારણ અન્ય દ્રવ્યને સંગ હોય. સૂર્યને તાપ હોય કે કઈ