SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ 260 હું આત્મા છું વળી શિષ્યને ગુરુદેવ સમજાવતાં કહે છે– પદનાં 5 પ્રશ્ન તે, પૂછડ્યા કરી વિચાર તે પદની સર્વાગતા, મેક્ષ માર્ગ નિર્ધાર. 106 ગુરુદેવ શિષ્યની ચિંતનશીલતાથી પ્રસન્નતા અનુભવે છે. હે શિષ્ય! છ પદનાં છ પ્રશ્નો તે ઘણું ઊંડા ચિંતન પછી મને પૂછયાં. અને મેં તેનાં એ સર્વ પદને તું સમજયો. એ છ યે પદ એક-બીજા સાથે અતૂટ સંબંધ ધરાવે છે. તેમાંથી એક પણ પદ ને ઓછું આંકવાથી મેક્ષમાર્ગ માં ક્ષતિ પહેચે. છ એ છ પદ ને સર્વ રીતે, સર્વથા સમજીને, વિવેક કરીને આદરવા યોગ્ય આદરવું તે જે છે વાસ્તવિક મેક્ષમા. પ્રથમ પદ “આત્મા છે. આત્માનાં અસ્તિત્વને સ્વીકાર ન થાય તે મિક્ષ કેને ? મેક્ષ ઉપાય કરે કેણ ? આત્માને ન માનવાથી એક્ષને પણ અભાવ થશે. બીજુ પદ : “આત્મા નિત્ય છે. આત્માને બૌદ્ધોની જેમ ક્ષણિક માનવાથી, મેક્ષ કોણ પામે ? મેક્ષની આરાધના કરનાર તે ક્ષણિક હેવાથી નાશ પામી જાય. તેથી મેક્ષ ન સંભવે. સાંખ્યાની જેમ આત્માને એકાંતે નિર્લેપ માનવાથી સંસાર કેને? સંસાર છે તો મેક્ષ છે. આત્માને સંસાર ન હોય તે મેક્ષ પણ ન સંભવે. નૈયાયિકની જેમ આત્માને મનુષ્ય છે તે હંમેશા મનુષ્ય જ રહે, અથવા શુદ્ધ છે તે શુદ્ધ જ રહે. તે પણ મેક્ષ ન સંભવે. મનુષ્ય મટીને સિદ્ધ દશા ન પામે. તથા શુદ્ધ જ છે તેને શુદ્ધ થવાનું હોય નહીં. તેથી મોક્ષને ઉપાય શું કરવાને ? આત્માને એકાંતે અકર્તા અને એકતા મનાય તે કમને બંધ પણ નહીં થાય. કર્મબંધ નથી તે સંસાર નથી. સંસાર નથી તે મેક્ષ નથી. તેથી મેક્ષિપદની સિદ્ધિ થશે નહીં. મિક્ષ છે. આ પદને ન માનતાં મેક્ષનાં હવા પણને જ નિષેધ કરવામાં આવે અને જીવ કર્મ બાંધ્યા કરે અને ભગવ્યા કરે. આવું ચિક ચાલતું રહે એમ માનીએ તે પણ મેક્ષ પદની સિદ્ધિ ન થાય.
SR No.032738
Book TitleHu Aatma Chu Part 02
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy