________________ આત્મા છે.. ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદશની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શ, સમ્યગુજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના મુક્તિને પામવા માટે છે. એ આરાધના કરનાર જીવ સંસારના સર્વ બંધનોથી સર્વથા મૂકાય છે. - આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એ જ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભૂમિકામાં સદ્ગુરુનું માહામ્ય અને સ્વચ્છેદને ટાળવાની અનિવાર્યતા બતાવ્યા પછી, મતાથ ત્યજવા માટે મતાથીનાં લક્ષણે અને આત્માથે પામવા માટે આત્માથીનાં લક્ષણે બતાવ્યાં. હવે મુખ્ય તત્ત્વ પર આવે છે. આ શાસ્ત્રની રચના જે પદોને સમજાવવા માટે થઈ છે તે માત્ર એક ગાથામાં જ આમા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ છે જોકતા વળી મક્ષ છે, મેક્ષ ઉપાય સુધમ....૪૩... પ્રથમ પદ “આત્મા છે.” શા માટે એને પ્રથમ લીધું ? આત્માના અસ્તિત્વને સ્વીકાર્યા વિના સાધનાનું કઈ મૂલ્ય નથી. આત્મા છે તે તેને માટે આરાધના ! આત્મા જ ન હોય તે કોના માટે સાધના કરવાની રહે ? માટે પ્રથમ તે એ વિશ્વાસ હવે ઘટે કે આત્મા છે. | મોટા ભાગના માણસે આત્માના સ્વીકાર માટે તૈયાર નથી. તેમાં ય જડ જગતની શક્તિઓને સર્વસ્વ માનનાર વિજ્ઞાનના પ્રભાવથી અંજાયેલે માનવ આત્માના અસ્તિત્વમાં શ્રદ્ધા રાખતું નથી. જ્યાં અસ્તિત્વની જ શ્રદ્ધા નથી ત્યાં આત્મા વિષયક સર્વ પ્રશ્નો નિરર્થક બની જાય છે. શાસ્ત્રોમાં રાજા પરદેશીની વાત આવે છે. આત્માનું હેવાપણું છે જ, ભાગ-૨-૧