________________ ..અવ્યાબાદ સ્વરૂપ ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, ધર્મનાં યથાર્થ સ્વરૂપને સમજ્યા પછી જ થાય છે. 1 મોટા ભાગનાં માણસેને ધર્મ એટલે શું? તેની ખબર જ નથી હોતી. અધર્મમાં ધર્મ બુદ્ધિએ અધર્મનું સેવન કર્યું જાય છે. તેથી જીવનું ભવભ્રમણ ટળતું નથી. ધર્મની વ્યાખ્યા અનેક પ્રકારે થતી હોય છે. કેટલાક ફરજ ને ધર્મ કહે છે. કેટલાક પુણ્યભાવ ને ધર્મ કહે છે. પણ એ ધર્મ નથી. ફરજરૂપ ધમ, માત્ર વ્યાવહારિક જ છે. વ્યવસ્થારૂપ છે, વ્યવહારને યોગ્યરૂપે ચલાવવા માટે, વ્યક્તિ જ્યાં છે ત્યાં તેની બધી જ ફરને તેણે બજાવવી જોઈએ. પણ આવી ફરજોને આત્મધર્મ ન મનાય. વળી પુણ્યભાવ તે કઈ રીતે ધર્મ નથી. પુણ્યભાવથી કર્મબંધ છે. તે આશ્રવ છે. આશ્રવ હોય ત્યાં ધર્મ ન હોય. ધર્મ શું છે? તે શ્રીમદ્જી નાં શબ્દોમાં-- સમ્યગજ્ઞાન, સમ્યગદર્શન, સમ્યગચારિત્ર એ નત્રયીને શ્રી તીર્થકરદેવ ધર્મ કહે છે, અને ત્યાં બંધને અભાવ છે. આત્માને સ્વભાવમાં ધારે તે ધર્મ. આત્માનો સ્વભાવ તે ધમ. આત્માને સ્વભાવ માંથી પરભાવમાં ન જવા દે તે ધમ. પરભાવ વડે કરીને આત્માને ગતિએ જવું પડે, તે ન જવા દેતાં સ્વભાવમાં ધરી રાખે તે ધર્મ, જે સંસાર પરિભ્રમણથી છોડાવી ઉત્તમ, અનંત, અવ્યાબાધ સુખમાં ધરી રાખે તે ધમ. આત્મામાં આ ધર્મ કયારે પ્રગટે? મેલેપાય રૂપ અંતિમ પદ ગદેવ શિષ્યને સમજાવી રહ્યાં છે. શિષ્યનાં અંતઃકરણમાં મોક્ષના ઉપાય ભાગ-૨-૨૦