________________ કર વિચાર તે પામ 311 પ્રભુ અર્થાત આપણે જ આત્મપ્રભુ ! તેનું સ્વરૂપ શબ્દો દ્વારા કથી શકાય નહી. કલ્પનાના રંગે, તર્કના તરંગે કે કોઈ અનુમાને ત્યાં કામ ન આવે, એ અનંત છે મહિમા તેને. આવા અનંત મહિમાવાન સ્વરૂપને શ્રી ગુરુ યથાશક્તિ વર્ણવે છે કારણ તેઓએ આ સ્વરૂપને આંશિક અનુભવ કર્યો છે, વળી તેઓનાં અંતરમાં શિષ્યનું હિત વસ્યું છે. શિષ્ય નિજ આત્માના મહામ્યને ઓળખી, આત્માને પામવાને પુરુષાર્થ કરે, નિજાનુભૂતિને પામે એ ધ્યેયથી ગુરુદેવ ફરમાવે છે. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયં તિ સુખધામ; બીજુ કહિયે કેટલું ? કર વિચાર તે પામ-૧૧૭...... હે વત્સ ! એક અપૂર્ણ વ્યક્તિ, પૂર્ણ આત્મદેવને જે રીતે વર્ણવી શકે, તેના સ્વરૂપને વાણી દ્વારા જેટલું પ્રગટ કરી શકે તેટલું કરવા મેં પ્રયાસ કર્યો. મારી વાણની મર્યાદા અહીં પૂરી થાય છે. આથી વિશેષ કહેવાનું સામર્થ્ય છદ્મસ્થ જીવમાં ક્યાંથી હોય? આત્માના અલૌકિક સ્વરૂપને માત્ર આટલાં શબ્દોથી કહીને અટકું છું. તે શુદ્ધ, બુદ્ધ ચૈતન્યન સ્વરૂપ. સ્વયંપ્રકાશક અને અનંતસુખનાં ધામરૂપ છે. આત્મા “શુદ્ધ’ છે. આત્માનાં મૂળ સ્વરૂપમાં અશુદ્ધિ નથી. પર્યાય દષ્ટિએ વિચારતા. કર્મનાં અનાદિ સંબંધના કારણે, પુદ્ગલનાં સ્પર્શવાળો, તેનાં નિમિત્તે થતી દેવ, નારક, મનુષ્યાદિ ગતિરૂપ છે, એ ગતિનાં આશ્રયે જાતિ, ઇન્દ્રિય, સ્થિતિ આદિ રૂપ છે. અર્થાત શરીરાદિની પર્યા તે આત્માની સ્વ–પર્યાય નથી. તેથી એ પર્યાયમાં અશુદ્ધિ છે. વળી જીવ કર્મનાં નિમિત્તે થતાં રાગાદિનાં પરિણામવાળે છે. રાગાદિ છે ત્યાં મલિનતા છે. મલિનતા એ જીવને સ્વભાવ નથી વળી તે નાશ થવાનાં સ્વભાવવાળી છે. પર્યા કદી સ્થિર રહે નહીં, એ નાશવાન જ હોય તેમાંય વૈભાવિક પર્યા તે આત્માથી અત્યંત ભિન્ન છે. એ પર્યાય જેનાં કારણે છે તે કર્મ પણ આમાથી ભિન્ન છે. તે પર્યાયે આત્માની કયાંથી હોઈ શકે? આમ સમગ્ર રીતે જોતાં આત્માનું વૈભાવિક પર્યાનું રૂપ તે અશુદ્ધ છે, જે પદાર્થ સ્વભાવથી અત્યંત શુદ્ધ હોય તે અન્ય પદાર્થ સાથે લાંબા સમય સુધી રહે તે પણ તેના પિતાનાં મૂળભૂત સ્વરૂપમાં ફેરફાર થાય નહીં.