________________ કર વિંચાર તો પામ...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. છે. સામાન્ય દષ્ટિએ, ગુણ જેનામાં રહે તે ગુણી, એમ કહીએ ત્યારે ગુણ અને ગુણીની ભિન્નતા જણાય છે. પણ વાસ્તવમાં બંને અભિન્ન છે તેથી જ આગળની ગાથામાં શ્રીમદ્જીએ કહ્યું કે તું જ મેક્ષ છે, અનંતજ્ઞાન, અનંતદર્શન પણ તું છે અને અવ્યાબાધ સ્વરૂપ પણ તું જ છે. તારાથી જુદું કંઈ નથી. આવા ચૈતન્ય પ્રભુનું અલૌકિક અને અદ્દભુત સ્વરૂપ હવે કહેવા માગે છે. આ સ્વરૂપ એવું અનુપમ છે કે સંસારનાં કઈ પણ પદાર્થ અથવા કેઈપણ વિશેષ ઉપલબ્ધિઓ સાથે એની તુલના થઈ શકે નહીં. વળી શબ્દોની શક્તિ સીમિત અને આત્માનું સ્વરૂપ અસીમ, તેથી જ તે અવકતવ્ય કહ્યું. એક કવિએ સુંદર કહ્યું છે— શબ્દમાં સમાય નહીં એ તું મહાન કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણ ગાન... ગજુ નથી મારું એવું કહે આ જુબાન કેમ કરી ગાઉ પ્રભુ તારા ગુણગાન .. હો...પુરૂં તો પુરાય નહીં કલ્પનાના રંગે હારી જાય બધા મારા તકે ના તરંગ અટકીને ઊભું રહે મારું અનુમાન...કેમ કરી