________________ 308 હું આત્મા છું આજ સુધી જીવ અશુદ્ધ દશામાં જ રહ્યો છે ! બંધુઓ ! વિચાર, આપણું અંતરમાં પ્રગટતા ભાવે મંદ અથવા તીવ્ર રાગાદિનાં જ ભાવે હોય છે. એ અશુદ્ધ દશા છે. જીવનું વિકૃત સ્વરૂપ છે. અને તે સ્વરૂપને જ આપણે પિતાનું સ્વરૂપ માનતા આવ્યા છીએ. ત્યાં જ ભયંકર ભૂલ આપણે કરી છે. સર્વથા શુદ્ધ આત્માને, અશુદ્ધ ભાવે પિતાનાં કયાંથી હોય? પણ જીવને એ ભાન થયું જ નથી. તેથી એ અવસ્થા જ મારી અવસ્થા, એમ માન્યા કર્યું. પરિણામે નિજ સ્વરૂપને પ્રગટ કરવાને પુરુષાર્થ ન કરી શકે. પણ જીવને જ્યારે સમજાય કે રાગાદિ દશા એ અશદ્ધ અવસ્થા છે. મારી શુદ્ધ દશા તે જુદી જ છે. ત્યારે તે રાગાદિથી વિરામ પામે અને એ જ ક્ષણે કર્તા-ભક્તા ભાવ છૂટવા રૂપ ધર્મ, એટલે કે જીવના શુદ્ધ સ્વભાવ રૂ૫ અકર્તાભાવ-અભેકતાભાવ જાગૃત થાય. આ ધર્મભાવની પરાકાષ્ઠા એ જ મોક્ષ. તેથી જ જ્ઞાની કહે છે. તે પોતે જ મોક્ષ સ્વરૂપ છે. તારો મોક્ષ થાય છે એટલે તું તારામાં સંપૂર્ણ મોક્ષ સ્વભાવનું પ્રાગટય કરી શકે છે. અને આત્માનાં ગુણરૂપ અનંતજ્ઞાન અને અનંતદર્શન તે પણ નિશ્ચય દૃષ્ટિથી તારાથી ભિન્ન નથી. આત્મા પોતે જ જ્ઞાનરૂપ પરિણમે, પિતે જ દશનરૂપ પરિણમે. અનંતજ્ઞાનની કક્ષામાં મૂકાતા જીવને, જ્ઞાન અને પોતે ભિન્ન નથી રહેતા, બંને અભેદભાવે પરિણમે છે. કારણ અનંતજ્ઞાન એ જ જીવને સ્વાભાવિક ગુણ જ્ઞાન છે. તું જ અનંતદર્શન છે. વળી તારું સ્વરૂપ પણ અવ્યાબાધ છે. કેઈ તેમાં બાધા પહોંચાડી શકે નહીં. આત્મા ચૈતન્ય અરૂપી દ્રવ્ય છે. તેનામાં બાધ્ય-બાધક ભાવ હોય નહીં. જે પિતે બાધા પામે અને બીજાને પમાડે તે બાધ્ય-બાધક ભાવ. જેમ પાણી, પ્રવાહી અને સાકર-સ્થૂલ દ્રવ્ય. સાકર ને પાણીમાં નાંખતાં તે પાણીને બાધા પહોંચાડી, પાણીને મીઠું બનાવી નાખે અને પાણી સાકરને બાધા પહોંચાડી તેને ગાળી નાખે. બંનેએ એક બીજાને બાળા પહોંચાડી. એ જ રીતે જીવ જ્યાં સુધી પરભાવમાં વર્તતો હોય. પરના આશ્રયે પિતામાં રાગાદિ રૂપ પરિણમત હોય ત્યાં સુધી તેનામાં અવ્યાબાધ દિશા