________________ 306 હું આત્મા છું રૂપ જે-જે આરાધના બતાવી તેની, અડોલ શ્રદ્ધા જાગી છે. અને તે આચરવા ઉદ્યત થયે છે. ત્યારે ગુરુદેવ તેને ધર્મનું સ્વરૂપ, સરળ અને સચેટ શૈલીમાં સમજાવે છે. શિષ્યનાં આત્મામાં ધર્મ પ્રગટ થાય તે માટે પ્રાયેગિક રૂપ બતાવે છે. છૂટે હાયાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ ભોકતા તું તેહને એજ ધર્મને મર્મ...૧૧૫. જ્યાં બંધને અભાવ છે ત્યાં ધર્મ છે. અનાદિથી કર્મબંધ કરતાં આત્મામાં અબંધ દશા કયારે પ્રગટ થાય? દેહાધ્યાસ છૂટે તે ! દેહથી ભિન્ન હું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય આત્મા છું. આવી પ્રતીતિ થાય તે દેહાત્મા બુદ્ધિ ટળે અને દેહમાં હું માનવાપણાની ભૂલ સુધરે. એક દેહમાંથી મમત્વ ઉપાડી લે તે જીવને કઈ પણ પરભામાં મમત્વ રહે નહીં. સહુથી નીકટનાં સાથીરૂપ દેહમાં જેટલું મમત્વ છે એટલું બીજા શંમા ય નથી. તેથી દેહનું મમત્વ ટળતાં, દેહાત્મ બુદ્ધિ ટળતાં, જડ-ચેતનનાં ભેદને વિવેક થતાં, સર્વ પર દ્રવ્ય પરની અહંમમ બુદ્ધિ છૂટી જાય. સાથે જ હું કરૂં છું એવી બુદ્ધિ પણ ટળી જાય અર્થાત્ કર્તાપણાને ભાવ ન રહે. જીવ અકર્તા થઈ જાય. અર્તાપણું એટલે જ બંધને અભાવ. જીવને સર્વથા બંધને અભાવ તે ચૌદમાં ગુણસ્થાને થાય, પણ કર્તાપણાને અભાવ તે ચોથા ગુણસ્થાનમાં આવે ત્યારથી જ શરૂ થઈ જાય. તૃત્વ બુદ્ધિ જ મિથ્યાત્વ છે. મારા શુદ્ધ સ્વભાવમાં કર્તાપણને ભાવ નથી. નિશ્ચયથી હું અકર્તા છું. જે હું મારા સ્વભાવને પણ કર્તા નથી, મારા જ્ઞાનને પણ કર્તા નથી, જે મારૂ છે તેને પણ કર્તા નથી, તે પરભાવને કર્તા તે ક્યાંથી હોઈ શકે? આવી વિચારણા જેમ-જેમ અંતરને વિષે દઢ થતી જાય તેમ તેમ કર્તાભાવ છૂટતે જાય. કર્તાભાવ છૂટે એટલે સાથે ભક્તાભાવ પણ છૂટી જાય. આ જરા સમજીએ. કર્તાભાવ છૂટે, એ તો જીવની સમજણની વાત છે. તે સમજેવિપક આવે તે કર્તુત્વ ભાવને છોડી દે. પણ ભોકતૃત્વ તે સત્તામાં પડેલા કર્મોનું છે. કર્મો કર્યા છે, સત્તામાં પડયા છે. એટલે ઉદયમાં તે આવે જ. તે પછી તેનાં ભેગમાંથી કેમ છૂટે જીવ ?