________________ અવ્યાબાધ સ્વરૂપ 309 ઉત્પન્ન થતી નથી પણ બાધ્ય-બાધક ભાવ હોય છે. જેમકે મેહનીય કર્મ જડ, એ જડનાં ઉદયે જીવ રાગાદિ રૂપ પરિણમે અને કર્મવર્ગણાનાં પુત્ર ગલને આશ્રવ દ્વારા ખેંચી તેને જુના કર્મો સાથે બંધ કરે. કર્મોમાં જ્ઞાનાવરણ આદિ પ્રકૃતિ ઊભી થાય અને તે જ્ઞાનનું આવરણ કરે. અહીં જીવન નિમિતે કર્મવર્ગણાનાં પગલે બાધ્ય થયા એટલે કે જીવે કર્મ વગણાનાં પુદ્ગલેને બાધા પહોંચાડી, એ પિતાનાં મૂળ સ્વરૂપમાં વિકૃત નથી, કર્મ રૂપ નથી. જીવનાં ગુણોનું આવરણ કરવા શક્તિમાન નથી. પણ તે પિતાનાં જડ ભાવમાં જ પરિણત થયા કરવાનાં સ્વભાવવાળા છે. તેને જીવે રાગાદિએ કરી બાધા પહોંચાડી અને વિકૃત કરી, કર્મરૂપ પરિણુમાવ્યા. વળી જીવ પણ પિતાનાં શુદ્ધ સ્વરૂપમાં અનંતજ્ઞાન રૂપ છે. જીવમાં અજ્ઞાન પણ નથી અને અલ્પજ્ઞાન પણ નથી. એ તે સર્વજ્ઞ છે, અનંત જ્ઞાની છે. પણ કર્મોએ આવીને જીવન એ અનંતજ્ઞાન પર આવરણ નાંખ્યું જેથી જીવના અનંતજ્ઞાનનાં પરિણમનની શક્તિમાં બાધા પહોંચાડી અને જીવમાં અજ્ઞાન રૂપ વિકાર ઉત્પન્ન કર્યો તેથી જીવ અજ્ઞાન રૂપ પરિણમવા માંડે. આમ જ્યાં સુધી જીવ કમ સંગે છે. ત્યાં સુધી તેનામાં બાધ્ય-બાધક ભાવ પડે છે. તે જડને બાધા પહોંચાડે અને જડ તેને બાધા પહોંચાડે. પણ જીવમાં રહેલ મેક્ષ સ્વભાવ પ્રગટ થયા. પોતાના અનંતજ્ઞાન અનંતદર્શન અનાવરિત થઈ ગયા કે તેનું અવ્યાબાધ સ્વરૂપ પણ પ્રગટ થઈ ચુક્યું. હવે કેઈપણુ શક્તિ જીવને બાધા પહોંચાડી શકે નહીં. જીવ પણ કોઈને બાધા પહોંચાડે નહીં. આવા સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નિજધર્મથી થાય છે. એમ શ્રી ગુરુએ ફરમાવ્યું. તારૂં જ અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સ્વરૂપ, તારા સ્વભાવ રૂપે છે તે પ્રગટ થઈ જાય છે. હવે જીવનાં શુદ્ધ સ્વરૂપની વધુ પ્રતીતિ કરાવવા માટે આત્માનાં અલૌકિક ગુણે તરફ સંકેત કરી ગુરુદેવ છેલ્લી શિખ શું આપશે એ અવસરે–