Book Title: Hu Aatma Chu Part 02
Author(s): Tarulatabai Mahasati
Publisher: Gujarati Shwetambar Sthanakwasi Jain Association

View full book text
Previous | Next

Page 345
________________ 318 હું આત્મા છું શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ચારેય અનુગોને આવરી લીધા છે. 1 દ્રવ્યાનુગ - આત્મસિદ્ધિ શાસ્ત્ર' આ નામ જ દ્રવ્યાનુયોગનું ઘાતક છે. નામ પરથી જ પ્રતીતિ થાય છે કે આત્માના વિષયમાં અહીં ચર્ચા કરવામાં આવી છે. જ્યાં ચેતનની ચર્ચા હોય, ત્યાં જડ તે હેય જ, જે પદાર્થની મુખ્યતાએ કરી વર્ણન થતું હોય, તેની સામે ગણતાએ તેનાથી વિરોધી બીજે પદાર્થ હોય જ. ચેતન અને જડ આ બે પદાર્થોમાં લેકનાં બધાં જ પદાર્થો સમાઈ જાય. શાસ્ત્રને પ્રારંભ થાય છે જે સ્વરૂપ સમજ્યા વિના..... .જે અર્થાત્ આત્મા, પ્રથમ ચેતન દ્રવ્યની ચર્ચાથી શરૂઆત કરી. આત્મા છે તે નિત્ય છે...” આદિ કહી આત્મા અને જડ કર્મોને સંબંધ તેનું પરિણમન, વ્યવહારનય તથા નિશ્ચયનયની પરસ્પર સાપેક્ષતા જડથી છૂટવાપણું અને સંપૂર્ણ, શુદ્ધ, અવિનાશી ચૈતન્યને આવિર્ભાવ. આદિ છ પદની સિદ્ધિ, તે શુદ્ધ દ્રવ્યાનુયેગનું કથન થયું. 2. ધર્મકથાનુગ : પ્રથમ દૃષ્ટિએ જોતાં, આ શાસ્ત્રમાં કઈ કથા કહેવામાં આવી હોય તેમ લાગતું નથી. પણ શ્રીમદ્દજી એ “ગુરૂ શિષ્ય સંવાદથી ભાંખુ પપદ આંહી એમ કહી અનુભવી ગુરુ અને જિજ્ઞાસુ શિષ્યને સંવાદ કરાવી, શાસ્ત્રમાં રેચક્તા ઊભી કરી છે. શિષ્યની પ્રથમ શંકા અને ગુરુદેવે આપેલ પ્રથમ સમાધાન સાંભળતાની સાથે ગુરુ અને શિષ્ય બંને પ્રત્યે શ્રોતાને અભાવ જાગે છે સાથે હવે પછીની શંકા શું હશે અને તેનું સમાધાન કેવું હશે તે જાણવાની પ્રબળ જિજ્ઞાસા જાગે છે. સાથે જ સુપાત્ર શિષ્યની જિજ્ઞાસા, તાલાવેલી, વિનય, સમર્પણતા, જિનવચની શ્રદ્ધા, આપ્ત ભક્તિ આદિ ભાવો અને આત્મભાવમાં રમતા ગુરુદેવની કરૂણ, વાત્સલ્ય, હિતભાવના આદિ ભાવે દ્વારા ગુરુ-શિષ્યને મીઠે સંબંધ એક સ-રસ કથાનું તત્ત્વ પુરૂ પાડે છે. 3. હનુ—ચચળ મનને સ્થિર કરવારૂપ ગણતને પ્રયોગ પણ શ્રીમદ્જી શાસ્ત્રમાં ચૂક્યા નથી. તેઓએ કહ્યું

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358