________________ 316 હું આત્મા છું અનુભવી શકાય છે. તારામાં રહેલ સિદ્ધત્વને પ્રગટાવવાને પણ એ જ ઉપાય છે. માટે જ ચિત્તને નિર્મળ કરી, શુદ્ધ પરિણામધારા ને જગાડી દે. ' હે દેવાનુપ્રિય! મેં તે માત્ર તને કહ્યું. મારું કાર્ય માત્ર અંગુલી નિર્દેશ કરવાનું છે. ચિત્તથી ચિતન કરી, આત્માના આનંદને પામવાને પુરુષાર્થ તારે કરવાનું છે. તારા પુરુષાર્થને હું કરી આપું તે બની શકે નહી. અનંત તીર્થકરે પણ કેવળમાર્ગ પ્રરૂપી ગયા. એ માર્ગે પ્રયાણ કરવા પગ તારે જ ઉપાડવાને છે. બસ, મારૂં અંતકરણ ઊંડે ઊંડેથી તારા પ્રતિ આશિષ વરસાવી રહ્યું છે તારા ઉપાદાનને તૈયાર કરી લે. તે સર્વ નિમિત્ત સહાયક થઈ તારા આત્મદેવ ને રીઝવી લેશે. સાદિ-અનંત એવા સુખને પ્રાપ્ત કર...... વધુ અવસરે–