________________ સહેજ સમાધિ માંય ર૩ આત્માની વધતી જતી વિશુદ્ધદશાની નિશાની છે. અંતરંગ સાધના કરનાર સાધકને આ સ્થિતિની પ્રાપ્તિ થાય છે. અહી શ્રીમદ્જી એ જ ફરમાવે છે કે શિષ્યનાં મનનાં સર્વ સંશાને છેરી ગુરુદેવ પ્રસન્ન મુદ્રા સાથે આત્માનાં અપૂર્વ ભાલ્લાસ સાથે નિજમાં સ્થિર થઈ ગયા. શિષ્યનાં અંતરમાં રહેલી અંતિમ શંકા પણ શાંત થઈ ગઈ યથાર્થ સમાધાન મળતાં તેનું અંતર ભાથી ભરાઈ ગયું છે. સૌથી મહત્વપૂર્ણ સંદેશ ગુરુદેવ પાસેથી પામવાને હતું તે પામી ગયે. તેથી તેના મુખમાંથી ઉગાર સરી પડે છે - છઠ્ઠ પદ તે મોક્ષ ઉપાય છે. સહુને છે સરખો અધિકાર... (2) રાગ-દ્વેષ અજ્ઞાન બંધન તોડતાં ઉઘડે છે મોક્ષનાં દ્વાર...મારી... આરાધક ભાવ એ આત્માને ભાવ છે ગુરૂ કપાએ પમાય (2) લલિત ગુરૂની અસીમ આશિષથી સંસાર સાગર તરાય મારી શિષ્યનું અંતઃકરણ પરમસંતોષ અનુભવી રહ્યું છે. એ હવે નિઃશંક બન્યું છે. ગુરુદેવનાં ઉપકારનું સ્મરણ કરી રહ્યો છે. અને સહસા તેની દષ્ટિ ગુરુદેવ પર પડે છે. અને તેનું અંતર આહલાદ અનુભવે છે. ગુરુદેવની મુખમુદ્રા પરથી સૌમ્યતા ટપકી રહી છે. પરમ શાંત રસ ભર્યા ને નાસાગ્રે સ્થિત છે. અનુપમ શાંતિ ચારે બાજુ પ્રસરી રહી છે. મુખારવિંદની ચારે બાજુ દિવ્ય આભા ફેલાઈ રહી છે. વીતરાગભાવની પારસ પ્રતિમા હેય તેવા ભાવે ગુરુદેવનાં મુખ મંડળ પર ઝળકી રહ્યાં છે. અને શિષ્યનાં અંતકરણમાં ભક્તિભાવ ઉછળવા માંડે. આવા ઉલ્લસિત ભાવે