________________ 304 હું આત્મા છું જ્ઞાન એ ચેતનને ગુણ છે. જ્ઞાનગુણને આજ સુધી અવળી દિશાએ પરિણમાવી રૂંધી નાખે છે. ચેતનતંત્રને કંટ્રોલ હાથમાં લઈ લઈએ તે વિભાવે પરિણમતે, અજ્ઞાને પરિણમતે આત્મા, જ્ઞાન પરિણતિમાં પરિણત થવા માંડે અને પછી વિભાવ દૂર થઈ જશે. વ્યવહારમાં તે દસ લાખ રૂ. નું દેણું હોય તે દસ લાખ ચૂકવવા જ પડે. દસ હજારથી ન ચૂકવી શકે ! હા, નાદારી ધારો કે ભાઈ! મારી પાસે શક્તિ નથી હું તો એક ટકે જ ચૂકવીશ. તે કદાચ ચાલે પણ નામેશી સહન કરવી પડે. પણ અહીં તે એવું નથી. જીવ સાથે રહેલ અનંત-અનંત કર્મોને ભેગવવા ન હોય. બદલે ચૂકવ ન હોય તે ઉત્કૃષ્ટ આત્મપરિણામે વડે સર્વ કર્મોની ઉદીરણ કરી એક સાથે નિરા કરી નાખે, તે અલ્પ સમયમાં જ છૂટકા. વગર ભેગવ્યે તેનાથી મુક્ત ! આમ જીવની જ્ઞાનદષ્ટિ ખૂલે, જ્ઞાનપ્રકાશ ફેલાય તે વિભાવરૂપ અંધકાર ક્ષણમાં દૂર થઈ જાય. જીવ સ્વભાવે પરિણત થવા માંડે. જીવને પ્રાપ્તવ્ય પણ તે જ છે. વિભાવ છૂટતાં તેનાં પરિણામ સ્વરૂપ આ જીવ કેવા ધર્મને પામે તે અવસરે...