________________ કેટિ વર્ષનું સ્વપ્ન પણ 303 કઈ વસ્તુ કે વ્યકિત કોઈનાં હોઈ શકે જ નહીં ! મારૂ-મારૂં કહીએ છીએ તે માત્ર ભ્રમ છે. ભ્રમનું પિષણ છે. ચેતનનાં પિતાનાં મૌલિક ભાવે એટલું જ ચેતનનું છે બાકી કશું જ નથી. કારણ આપણે જોઈએ છીએ કે ચેતન આત્મા જ્યારે દેહમાંથી ચાલ્યા જાય છે ત્યારે અહીં રહેલ હજારો પદાર્થ કે સેંકડો વ્યક્તિ કેઈ સાથે જતાં નથી, અહીં જ પડયા રહે છે. એક વાર મુંબઈમાં એક શ્રીમંત કુટુંબનાં બહેન કહેતાં હતાં કે હું જ્યારે મારા રૂમમાં પલંગમાં સુતી હેલું ડેકોરેટ કરેલા આખા રૂમનાં અનેક પદાર્થો, ધન, ઘરેણા વગેરેને જોઈને મને એમ થાય કે આ બધું મારૂં–મારું કહું છું,’ આમાં મને ખૂબ મમત્વ છે. પણ આ બધું અહીં જ મૂકીને મરી જવાનું? આ તે સહન નથી થતું !" પણ આમ જ છે. બધાં જ મૂકીને ગયા અને આપણે જશું. વ્યવહારમાં કહીએ છીએ કે પુણ્ય-પાપ સાથે જાય છે પણ એ ય કયાં કાયમ સાથે રહે છે? તેને સમય થતાં એ પણ છૂટી જાય! તે બંધુઓ! આખા વિશ્વમાં કઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણી છે નહીં, થશે નહીં. ભ્રમને ભાંગવા માટે આ સમજવું બહુ જરૂરી છે. બીજો ભ્રમ છે. પદાર્થ અને વ્યકિતમાં પિતાનાં સુખની કલ્પના. અગાઉ પણ આપણે કહી ગયા છીએ કે કઈ પદાર્થ કે વ્યક્તિ કેઈને સુખ-દુઃખ દેવા સમર્થ નથી. આપણું સુખ કે દુઃખ આપણી માન્યતામાં, સમજણમાં છે. પદાર્થો જીવન જરૂરિયાતમાં ઉપયોગી છે, સગવડતા માટે છે. પણ જીવન સર્વસ્વ નથી. તેમ વ્યકિતએ પણ આ જીવનનાં માત્ર સહયોગી જ છે. એથી વિશેષ કશું જ નહીં. સુખ કે દુઃખ દેવા તે સમર્થ નથી. આ બન્ને ભ્રમ ભાંગી જાય તે જીવની જ્ઞાનદષ્ટિ ખુલે. બ્રમ તે સ્વમ સમાન જ છે. આંખ ઉઘડે અને સ્વપ્ન દૂર થાય. તેમ જ્ઞાન થાય. તે અનાદિને વિભાવ પણ દૂર થાય.